________________
નંદનવનથી જ શોભે છે. પ્રવૃત્તિ ભેદે નીચ-ઊંચ ભાવો ચારિત્રના સ્વચ્છ પ્રવાહમાં સાફ થઈ જાય છે. ચારિત્રરૂપી પારસમણિ કંઈક લોખંડોને સુવર્ણ રૂપમાં પલટી મૂકે છે.
અર્પણતા, ઇચ્છાનિરોધ અને સમ્યક્યારિત્રના ત્રિવેણીસંગમ વડે સમ્યગ્દર્શનના પાંચ અલંકારો પ્રાપ્ત કરવાનો આપણે નિર્ધાર કરીએ. (૧) જિનશાસનમાં સ્થિરતા (૨) જિનશાસનની પ્રભાવના (૩) સુપ્રશસ્ત ધર્મતીર્થની સેવા (૪) સૂત્ર અને અર્થમાં કુશળતા (૫) જિનશાસન ઉપર અત્યંત ભક્તિરાગ.
વીર સંવત ૨૫૩રનું નૂતન વર્ષ આપણને સૌને સર્વ પ્રકારની સુખ-શાંતિ અને બાહ્ય-અત્યંતર પ્રગતિને પ્રદાન કરી આત્મકલ્યાણ કરનારું બની રહે તેવી મારી શુભ ભાવના.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ-૬૬ સંસારભાવનો અભાવ, કેમ કરવો ?
મંગળવાર, તા. ૩૦મી ઑગસ્ટ, ૨૦૦૫
- વીર સંવત ૨૫૩૧ ને શ્રાવણ વદ ૧૧ પરમ સાધર્મિક ભાવશ્રાવક,
પ્રણામ - જય જિનેન્દ્ર.
મારા સહધર્માચારિણી અખંડ સૌભાગ્યવંતા શ્રી અરુણાની સર્જરી પ્રસંગે આપ પરિવારે હિંમત, હૂંફ અને માર્ગદર્શનની સાથે સાથે અનુપમ અને અનન્ય સાધર્મિક વૈયાવચ્ચનું દર્શન અમને કરાવ્યું છે. આપ પરિવારનો ખૂબ ખૂબ આભાર અને અંતઃકરણપૂર્વકની અનુમોદના.
જ્ઞાની ભગવંતો કહે છે કે જો તમે શ્રાવક હો, તો ભાવશ્રાવક બનજો. જો તમારામાં સમ્યકત્વ હોય તો તેને ભાવ સમ્યકત્વ બનાવજો. જો ભાવધર્મ નથી અથવા તો ભાવધર્મને લાવવાનો ભાવ પણ નથી. તો ગમે તેટલી કરાતી ક્રિયા સંસારનો અંત ન લાવી શકે. આત્મા જ્યારે ભાવધર્મ પેદા કરી શકે છે, ત્યારે તેને સંસાર પ્રત્યે ભયની લાગણી પેદા થાય, સંસારનાં સુખો તેને અંગારા જેવાં લાગે, દઝાડનારાં લાગે. આત્મા પર અનાદિકાળથી પડેલી મોહની સત્તાને જ્યાં સુધી દૂર ન કરી શકીએ ત્યાં સુધી ભાવધર્મ પેદા થઈ શકતો નથી.
મોહના ઘરમાં બેસીને મોહના જ હથિયાર વડે મોહને મારવાનું કાર્ય આપણે એવી કુશળતાથી કરવાનું છે કે જેના પરિણામે સંસારમાં રહ્યા રહ્યા આપણા પોતાના ચારિત્ર-મોહનીયનો એક દિવસ ભુક્કો બોલાવી સર્વવિરતિ ધર્મ અંગીકાર કરીએ. સર્વવિરતિના ચાર પદમાં અનુક્રમે પ્રગતિ કરતાં કરતાં ‘vjમાં સિદ્ધા' પદમાં બિરાજીત થઈ જઈએ.
પૂજ્ય શ્રી નયવર્ધનસૂરિજી ફરમાવે છે કે સંસાર પ્રત્યે અભાવ પેદા નહીં થવાનું એક માત્ર પત્રાવલિ
૩૭૫
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org