________________
પત્રાવલિ-૮૧
શાસ્ત્ર ગ્રંથ તે સત્ પંથનો ભોમિયો છે
વીર સંવત ૨૫૩૨ ને કારતક વદી ૫ સોમવાર, તા. ૨૧મી નવેમ્બર, ૨૦૦૫ શ્રી સુવિધિનાથ પ્રભુ જન્મ-કલ્યાણક શુભ દિન.
પરમ શાસન પ્રવચન પ્રભાવક પૂજય બેનશ્રી, (શ્રી સુનંદાબેન વોહોરા, અમદાવાદ.) અંતકરણપૂર્વક અને અહોભાવપૂર્વક મારા પ્રણામ.
બહિરંગજીવનના પાત્રો, સંબંધો, સંવાદો અને ઘટનાઓનું યથાર્થ મૂલ્યાંકન કરી, અમારા અંતરંગજીવનનો અને આત્માના વિકાસનો વિચાર આપશ્રીએ અમેરિકામાં અમારી સૌની સમક્ષ અનેક વર્ષો સુધી ખૂબ અદ્ભુત રીતે રજૂ કર્યો છે. ભવનિર્વેદ ઉત્પાદક સામગ્રી અને આપશ્રી જેવા પ્રવચન પ્રભાકર વ્યાખ્યાતા-આ બન્નેનો સુભગ સમન્વય અમારા સૌના પુણ્યોદયનું પ્રતિક છે, પ્રતીતિ
છે. આપશ્રીના રોમાંચક, હૃદયસ્પર્શી અને મનનીય પ્રવચનોના ભાવભર્યા શ્રવણ વડે અમ સૌના કલ્યાણના દ્વાર ઊઘડચા છે, તે ચોક્કસ વાત છે. આપશ્રીએ કરેલી, અને ખાસ કરીને અમેરિકામાં કરેલી શ્રુતભક્તિ-પ્રવચનભક્તિની ભૂરિભૂરિ મારી અનુમોદના.
જૈનદર્શનના બધા જ ગ્રંથો-શાસ્ત્રો ચાર પાયા ઉપર જ રચાયેલા છે. (૧) વૈરાગ્ય (ર) સમિકત (૩) દીક્ષા અને (૪) મોક્ષ. જીવજીવાદિ નવતત્ત્વોને ય ટપી જાય તેવા તત્ત્વો બે છે (૧) વૈરાગ્ય અને (૨) સમાધિતત્ત્વ. ગમે તેવા સુખમાં ય અલીનતા એ વૈરાગ્ય તત્ત્વ અને ગમે તેવા દુઃખમાં ય અદીનતા એ સમાધિતત્ત્વ છે. જ્ઞાની ભગવંતોએ આ બે તત્ત્વો પર ઘણો ભાર મૂક્યો છે. તમામ આરાધના કરીને, તેની ફલશ્રુતિસ્વરૂપ, આપણે આ બે તત્વોને જ આત્મસાત કરવાના છે. વૈરાગ્ય અને સમાધિ પેદા ન કરે એવું નવતત્ત્વનું જ્ઞાન પણ જ્ઞાન નથી; માત્ર મગજનો બોજો છે.
અરિહંત પરમાત્મા એ જ મારા દેવ, સુસાધુઓ જ મારા ગુરુ અને જિનપ્રણીત હોય એ જ સાચું તત્ત્વ-આ ત્રણે ઔષધનું સેવન અમને સૌને, આપશ્રીએ થાક્યા વગર નિરંતર કરાવ્યું છે. જગતને જોવા, જાણવા અને પૌદ્ગલિક ભાવોમાં રહેવાને બદલે સ્વ-આત્માને જીઓ, જાણો, માણો અને સ્વસ્વરૂપમાં રહેવાના પ્રખર પુરુષાર્થી બનો, એવી આપશ્રીની શિખામણ અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે. આપશ્રીના ઉપકારોનો બદલો અમારાથી વાળી શકાય તેમ નથી.
અનાર્ય ભૂમિ અમેરિકામાં અને પૂજય ઉપકારી ગુરુભગવંતોની અનુપસ્થિતિવાળી ભૂમિ અમેરિકામાં, આપશ્રીની યોગકૈલાશ પરથી વ્હેતી જ્ઞાનગંગાએ મારા જેવા અનેકના જીવનપ્રદેશને પાવન બનાવ્યો છે. આપશ્રીએ અંતરથી અસીમ કૃપામૃત વરસાવી, પરમાર્થની પગદંડી પર પગરણ મંડાવ્યાં, સંસારસાગર પાર ઊતરવા અમને સંયમનૌકા આપી, અમારી જીવનનૈયાના આપશ્રી સફળ સુકાની બન્યા છો. આપશ્રીએ ઉત્તમ શિલ્પી બની મારા જેવા અનેક આત્માઓની જીવનપ્રતિમામાં પ્રાણ પૂર્યા છે. આવા ભવસિન્ધુતારક, સદૈવ ઉપકારક, નિષ્કામ, કરુણાધારક અને પ્રશાંતમૂર્તિ, અમારા પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org
૪૨૫
For Private & Personal Use Only