________________
અનુપ્રેક્ષા. ભાવનાનું અનુચિંતન-પરિશીલન-ભાવનાનું આગળનું પગથિયું. આપણા જીવનમાં જેટલું ધર્મનું જ્ઞાન છે તેને ચિંતનના સ્ટેજ પર લાવી, ભાવના વડે ભાવન કરી અનુપ્રેક્ષા કરવી જોઈએ. અનુપ્રેક્ષાની આરાધના વડે અનેક જીવો મુક્તિને પામ્યા છે. નવું જાણવામાં સમજવામાં રસ છે, રુચિ છે; પણ સામાયિકપ્રતિક્રમણાદિ ના કરે અને સીધા ધ્યાન માર્ગમાં પ્રવેશ કરે તે ફળને લાવનારું બને નહીં. ચિંતન, ભાવના અને અનપેક્ષા પછી ધ્યાનમાં ધ્યાન બીજે ક્યાંય જાય જ
નહીં. (૪) ધ્યાન : ઉપરના ત્રણ કર્યા પછી ધ્યાન કરવું જોઈએ. ધ્યાનમાં ત્રણે યોગ સતેજ છે. શુભ
આલંબન લઈ ચિંતનથી પ્રારંભ કરી અનુક્રમે આગળ વધવું જોઈએ. આંખો ખુલ્લી રાખી કોઈ એક શુભ વિષયનું ચિંતન, શુભ ભાવોની અભિવૃદ્ધિ અને અનુપ્રેક્ષા કર્યા બાદ ધ્યાનમાં પ્રવેશ કરવા વડે મનની સ્થિરતા સારી રહે છે. મનનો ઉપયોગ ને ધ્યાન નથી; મન-વચન-કાયાનો ઉપયોગ (સમગ્રતાથી) તે
ધ્યાન છે. ધ્યાનના ચાર પાયા (આર્ત-રૌદ્ર : અશુભ ધ્યાન) અને (ધર્મ-શુકલ શુભ ધ્યાન) છે. આવશ્યક સૂત્રના “ચઉહિં ઝPહિ' પદના ભાષ્યમાં ધ્યાનના પ્રસંગમાં વિશેષરૂપે “ધ્યાનશતક'માં ધ્યાનના અધિકારી, લિંગ, લક્ષણ, ફળ, ધ્યાનના વિષયો સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. “શ્રી સન્મતિતર્કની ટીકા, “શાસ્ત્રવાર્તા ટીકા અને ‘અધ્યાત્મસાર’માં ધર્મધ્યાનને દસ પ્રકારે દર્શાવ્યું છે. (૧) અપાય વિચય (૨) ઉપાય વિચય (૩) જીવ વિચય (૪) અજીવ વિચય (૫) વિપાક વિચય (૬) વિરાગ વિચય (૭) ભવ વિચય (૮) સંસ્થાન વિચય (૯) હેતુ વિચય (૧૦) આજ્ઞાવિચય (આશ્રવનો ત્યાગ અને સંવરનો રાગ એ જ અરિહંતની આજ્ઞા છે).
ધ્યાનમાર્ગનો પુરુષાર્થ વ્યક્તિ ભેદે, સંયોગ ભેદ, ભૂમિકા ભેદે અલગ અલગ હોય છે, માટે ગીતાર્થ વ્યકિતનું માર્ગદર્શન લઈને આ માર્ગમાં પ્રવેશ કરવાની સલાહ છે.
'धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ।'
અર્થ : ધર્મ બંધુ છે, સુમિત્ર છે, ધર્મ જ પરમ ગુરુ છે. મોક્ષમાર્ગમાં જવાને માટે ધર્મ એ શ્રેષ્ઠ રથ છે. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
લિ. આપનો ભાઈ
રજની શાહ * * * * *
શ્રુતસરિતા
૪૨૪ For Private & Personal Use Only
પત્રાવલિ www.jainelibrary.org
Jain Education International 2010_03