________________
પત્રાવલિ-૧ સ્વજન વિયોગનો વૈરાગીય બોધ
શનિવાર, તા. ૧૮મી જાન્યુ., ૧૯૯૭ વ્હાલા સ્વજન શ્રી, જય જિનેન્દ્ર.
આપશ્રીના લાડીલાં મોટાબેને આ નશ્વર જગતમાંથી વિદાય લીધી. સૌનું થાય છે, તેમ તેમનું પણ, આ ભવનું આયુષ્ય પૂર્ણ થયું. તેઓશ્રીની સાથે આપના ચિરકાળના સુખદ સંસ્મરણો છે; અને કોઈ અગમ્ય રાગપૂર્વક આપ બંને આ ભવમાં ભાઈ-બહેન સ્વરૂપે ભેગાં થયાં હતાં. શાસ્ત્ર સમર્થન આપે છે કે આપણે બધા ૨૦૦-૩૦૦ ભવો સુધી ૫૦-૧૦૦ જીવોની વચ્ચે ફર્યા જ કરીએ છીએ, દરેક ભવમાં માત્ર સંબંધની ભૂમિકા જ બદલાય છે, ભાઈ-બહેન, માતા-પિતા, પતિ-પત્ની, પુત્ર-પુત્રી વગેરે. શ્રી ભગવતી સૂત્રમાં તો, ત્યાં સુધી કહે છે કે જૈન દર્શન અનેકાના દર્શન હોઈ, ભિન્નઅભિન્ન-નિત્ય-અનિત્ય સ્વરૂપમાંથી નિશ્ચયથી નિત્ય સ્વરૂપ છે, જ્યારે વ્યવહારથી અનિત્ય સ્વરૂપ છે. અને જે કાયમ ટકવાવાળું છે તે માત્ર નિશ્ચય એટલે કે નિત્ય સ્વરૂપ જ છે; જ્યારે દેહ અનિત્ય સ્વરૂપ છે. મારા, તમારા અને બધાના મનનો એવો સ્વભાવ છે કે એને જે અનિત્ય લાગે, તેના પર તેને રાગ નહીં થાય, સ્નેહ નહીં બંધાય. જે વિનાશી છે (દેહ) તેને અનિત્ય ક્ષણિક અને વિનાશી સમજી લેવામાં આવે એ સમજણને, આપણે આત્મસાત કરી લઈએ ને તો જ આસક્તિના બંધનમાંથી મન મુક્ત બને. અને મનથી મુક્તિ તો કર્મથી મુક્તિ, મોક્ષ આનું જ બીજું નામ છે.
આપશ્રીના બેન ઉચ્ચ ધાર્મિક પરિવારમાં જન્મ્યાં, ઊછર્યા અને ભવ્ય જીવાત્મા હતાં. આ દેહ છોડવાના એક કલાક અગાઉ સંથારો લઈ બધું જ વોસિરાવી દીધું. ધન્ય છે આવા ભવ્ય જીવોને; અને અંત સમયે તેમનું આવું મનોવલણ જ ભાવિ ભવોની ભવ્યતાનો નિર્દેશ કરી જાય છે. આપણો પણ અંત આવો જ હોજો, એવી ભાવના તો રાખીએ.
બીજી ભવ્યતા આપના બેનના ઉચ્ચ જીવની એ કે તેઓના બે સુપુત્રીઓએ આ ભવમાં સર્વવિરતિ (દિક્ષા) ધર્મ સ્વીકાર્યો અને પોતાનું આત્મ-કલ્યાણ સાધી રહ્યાં છે. આ બે જીવો આપની બેનની કુક્ષિમાં આવ્યા અને તેમના થકી આ સંસારમાં જન્મ લીધો. તીર્થકરની માતાનો પુણ્યોદય પ્રચંડ હોય છે, તીર્થકરના માતા જેવું જ ન ગણવું. આપશ્રીની પૂ. બેનનો પુણ્યોદય બે સર્વવિરતિ જીવોની માતા તરીકે પણ મહાન પુણ્યોદય મનાય. તેઓશ્રીએ તેમનું માનવ-જીવન, જૈન-જીવન અને જિન-જીવન સાર્થક બનાવ્યું.
પરિવારમાં કે મનગમતી વ્યક્તિ સાથે જીવનમાં પરસ્પર સ્નેહ બંધાય છે, અનુરાગના તાણાવાણા બંધાય છે, ત્યારે જીવાત્મા એમ સમજી લે છે કે અમારો આ સંબંધ ત્યાં સુધી અખંડ-અભંગ રહેશે કે જ્યાં સુધી ચાંદ-સૂરજ આકાશમાં પ્રકાશતા રહેશે ! કાચા સૂતરના તાંતણા જેવા સર્વ સંબંધો જ્યારે તૂટી પડે છે, ત્યારે જીવાત્માનું, એટલે કે આપણું, ધર્ય તૂટી પડે છે. અને આંખોમાંથી આંસુના મેઘ વરસી પડે છે. આ સંજોગો અને આવી કરુણતા ન સર્જાય તે માટે સંસ્થા વિયોગાન્તા: નું ચિંતન કરવું શ્રુતસરિતા
પત્રાવલિ
૨૬૬ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org