________________
જોઈએ. ‘સર્વ સંયોગો વિયોગમાં પરિણમનારા છે.” આ સત્યને વારંવાર વાગોળ્યા કરવું જોઈએ.
ભાઈ, મનને અને હૃદયને ઢીલું ના પડવા દેતા. ધર્મની આ તો કસોટી છે. પરિવારમાં બધાને હિંમત આપશો. આપશ્રીની ધર્મ-સાધના અને આરાધના અપૂર્વ છે, અને તેની પકડ સમજણ અને આચરણ હજુ પણ વધુ મજબૂત કરવાની છે. પૂ. બેનશ્રી તો નામથી “દેવકાબાઈ' હતા, પણ તમે તો રાજરાજેશ્વર રાજેશ' છો ને ! જોજો, ભાઈ, નામ અને ગુણ બંને લજવાય નહીં.
પૂ. બેનના પુણ્યશાળી આત્માને જિનેશ્વર ભગવંતનું નિમિત્ત અપાર અને અપૂર્વ શાતા બક્ષે એ જ પ્રાર્થના સહ.
લિ. આપનો, રજની શાહ
પત્રાવલિ-ર સંસાર દુ:ખરૂપ છે.
રવિવાર, તા. ૧૯મી જાન્યુ., ૧૯૯૭ વ્હાલા વ્હાલેશ્વરી શ્રી, જય જિનેન્દ્ર.
બાર ભાવનાઓ પૈકી પ્રથમ ‘અનિત્ય ભાવનામાં એવું વિચારવું કે ઇષ્ટ જનોનો સંયોગ, ઋદ્ધિ, વિષયસુખ, સંપત્તિ, આરોગ્ય, શરીર, યૌવન અને જીવન આ બધું જ અનિત્ય છે. અનિત્ય વસ્તુઓમાં અનિત્યતાનું જેટલું વધુ ચિંતન, તેટલું આસક્તિથી વધુ દૂર; અને તેટલું જ અનિત્ય વસ્તુ ચાલી જવાથી ઓછામાં ઓછું દુઃખ અથવા સહેજ પણ દુ:ખ જ નહીં. ઉત્પાદ અને વ્યય એ શરીરનો ગુણધર્મ છે. શરીર પોતાનો ગુણધર્મ પ્રગટ કરે તેમાં આપણે નિરપેક્ષ ભાવે જ વિચારવું. ત્રિપદીમાંનું
ધ્રુવ' તત્ત્વ એટલે કે આત્મ-દ્રવ્ય સંબંધી એવું વિચારવું કે હું મારા ગુણધર્મ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વિર્ય કેમ પૂર્ણપણે પ્રગટ ના કરું ?
તમે હજી અહીં પૂ. મોટીબેનનો વિચાર કર્યા જ કરતા હશો, કે જે જીવે પોતાના આગામી ભવમાં છ પર્યાપ્તિઓ પૂર્ણ કરી એક અઠવાડિયાથી વધુ આયુષ્ય તે ભવમાં ભોગવી પણ લીધું, અને ઘણુંબધું આયુષ્ય ભોગવશે, સંથારા સહિતની વિદાય, સ્વદ્રવ્ય કરેલ ધર્મ-ઉપાર્જન અને બે સર્વવિરતિ જીવોની જનેતા તો દેવલોકને જ પામ્યા હોય; અને ત્યાં તો “સાગરોપમ'ના આયુષ્ય હોય છે ને ! તેથી, હવે પૂ. મોટીબેનના દેહ-પર્યાયને વિસારે પાડી તેમના ભવ્ય જીવાત્માએ સ્વ-જીવનમાં જેટલો ક્ષયોપશમ કર્યો તેને નજર સમક્ષ રાખી તમે પણ ભાવ-ધર્મની ભવ્યતાને પ્રગટ કરવાના પુરુષાર્થમાં લાગી જાઓ; અને જો આજે નહીં તો કાલે, લાગ્યા વિના તમારો કે મારો છૂટકો જ નથી, તો શા માટે, આજે જ નહીં ! કહેવત પણ છે ને “આજે રોકડા ને કાલે ઉધાર.”
પૂર્ણજ્ઞાની મહાપુરુષોએ સંસારનું સ્વરૂપદર્શન યથાર્થ જ કરાવ્યું છે. સંસાર દુ:ખરૂપ છે ?” એટલે તો સંસારને સંસાર-સાગર, ભવ-સાગર-ભવજલનિધિ કહે છે. સાગરનું પાણી ખારું ઉસ જેવું, પત્રાવલિ ૨૬૭
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org