________________
પીવું સહેજપણ ગમે નહીં, પણ આપણને, મિથ્યાત્વને લીધે, સાગરનું પાણી (સંસારનું પાણી) હજી મીઠું લાગે છે; સત્સંગમાં કે શ્રુતસંગમાં ખારું લાગે છે, પણ જેવા સંસારમાં આવ્યા એટલે ખારું પાણી મીઠું લાગવાનું શરૂ. આ બધા દુઃખોનો એક માત્ર ઉપાય છે, વીતરાગ પરમાત્માનાં અમૃતસમાં વચનો! વિતરાગની વાણી એટલે રસાયણ! આત્મભાવને પુષ્ટ કરનારું અધ્યાત્મ રસાયણ ! વીતરાગની જ્ઞાનગંગા એટલે ઐશ્વર્ય ! આત્માની દરિદ્રતા મિટાવી દેનારું ઐશ્વર્ય!
આ માટે, આપણે સૌએ શાસ્ત્રજ્ઞાની બનવું પડશે. આત્મજ્ઞાની બનવું પડશે. આત્મજ્ઞાનના અજવાળે અજવાળે નિર્વાણના મહામાર્ગે આગળ વધવું પડશે. આવા જ્ઞાની બનવા માટે અન્તઃકરણથી શ્રી અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારવું, સર્વ કર્મોથી મુક્ત સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારવું, અને સાધનાલીન સાધુપુરુષોની શરણાગતિ સ્વીકારવી અને સર્વજ્ઞ પરમાત્માએ ચીંધેલા મોક્ષમાર્ગનું શરણ સ્વીકારવું.
ભાઈ, પૂ. મોટીબેનના સગુણોની સુવાસ અને ચારિત્ર્યરૂપ ધર્મરમણતાને સ્મરણમાં રાખી અનુપ્રેક્ષા કરતાં કરતાં, જિનવચનની શરણાભૂતિ સ્વીકારી, આપના આત્મભાવને નિર્ભયતા, નિશ્ચિતતા અને પ્રસન્નતાપૂર્વકનો બનાવો. પૂ. બેનની વિદાયના શોકને વિસારે પાડવા પ્રયત્ન કરશો. અને તમારી દરેક પ્રયત્ન સફળતાને વરે છે તેવો તમારો પુણ્યોદય પણ છે વે, તમારો આ પ્રયત્ન પણ સફળ બને તેવી ભાવના. આપનું સ્વાથ્ય સાચવશો.
લિ. આપનો, રજની શાહ
પત્રાવલિ-૩ એકલા આવ્યા એકલા જવાના
સોમવાર, તા. ૨૦મી જાન્યુ, ૧૯૯૭ વ્હાલા ધર્મબંધુશ્રી, જય જિનેન્દ્ર.
સંસાર-સાગરના આવર્તમાં જીવ એકલો (અસહાય) જન્મે છે, એકલો જ જીવે છે અને એકલો જ મરે છે. શુભ-અશુભ ગતિઓમાં પણ એકલો જ જાય છે. માટે, જીવે એકલાએ જ પોતાનું સ્થાયી હિત શેમાં છે તે નક્કી કરવું જોઈએ, અને તે મુજબનું વલણ દાખવવું જોઈએ. આ જ વાસ્તવિકતા છે, “એકલામાં દુ:ખ અને ઘણામાં સુખ” આવી કલ્પના મિથ્યા છે. “એકલામાં સુખ અને ઘણામાં દુ:ખ' એ જ સ્વીકાર્ય સત્ય છે. એટલે જ જિનશાસન શણગાર શ્રી બુદ્ધિસાગરજી મ.સા. એ કહ્યું પરમાંથી ખસ, સ્વમાં વસ, એટલું જ બસ.'
મારે, તમારે અને દરેકે એકલાએ જ ચાર ગતિમાં અને ૮૪ લાખ યોનિમાં ભટકવાનું છે, તો પછી શા માટે આપણે એકલાએ જ, આપણું આત્મહિત-આત્મકલ્યાણ ન સાધી લેવું. “છોડ' હું શ્રુતસરિતા ૨૬૮
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org