________________
શ્રી નવકાર મંત્રની આરાધના વિધિ ઉત્કૃષ્ટ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધના ૧૮ દિવસના ઉપધાન (જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય
તે) વહન કરી ગુરુમુખે નવકાર ગ્રહણ કરે તે અઢારિયું. ૧૮ દિવસ સુધી એકાંતરે ઉપવાસ અને એકાસણું-ગુરુનિશ્રાએ પૌષધ-૧૦૦ ખમાસમણાં, ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ,
રોજ ૨૦૦૦ નવકાર જાપ. મધ્યમ – વીસ દિવસ આયંબીલ અથવા ખીરના એકાસણા કરી રોજના ૫,000 નવકાર જાપ
ગણી સફેદ ફૂલ પ્રભુને ચઢાવતા જઈ જાય. જઘન્ય – નવ દિવસ એકાસણા કરી લઘુતપની વિધિપૂર્વક આરાધના. સામાન્ય – ૩/,/પ૯ વર્ષમાં કુલ ૫ લાખ કે નવ લાખ નવકાર મંત્ર ગણવો.
શ્રી નવકાર મંત્રની જાપ પદ્ધતિ નિશ્ચિત સમય - શ્રેષ્ઠ સમય : સૂર્યોદય, બપોરના ૧૨ અને સૂર્યાસ્તની ૨૪ મિનિટ અગાઉ અને
પાછળ. મધ્યમ સમય : સૂર્યોદય પછી એક કલાક.
સામાન્ય સમય : સૂર્યોદય પછી સવારના ૧૦ વાગ્યા સુધી. નિશ્ચિત આસન – શ્વેત રંગનું કટાસણું - સફેદ વસ્ત્ર પહેરીને બેસવું - ટટાર બેસવું - હોઠ બંધ -
ઉપરના અને નીચેના દાંત એકબીજાને અડવા જોઈએ નહીં. નિશ્ચિત દિશા – પૂર્વ કે ઉત્તર દિશામાં બેસી જાપ કરવા - ધૂપ - દીપ કરવો. નિશ્ચિત માળા – શ્વેત માળા (સૂતર, સ્ફટિક અથવા ચાંદીની) શ્રેષ્ઠ સૂતરની માળા - પ્લાસ્ટિકના
મણકાની માળા ગણવી નહીં - માળા ગણતી વેળાએ નાસિકા અને નાભિના મધ્યભાગમાં રાખવી – આંગળીથી વેઢા ઉપર ગણવી હોય તો શંખાવૃત્ત અને
નંદાવૃત્તના માધ્યમથી ગણવી. નિશ્ચિત સંખ્યા – એકબે પાંચ કે અન્ય કોઈ સંખ્યાની નવકારવાળી ગણવી.
શ્રી નવકાર મંત્રની આરાધનાનું ફળ ઉત્તમોત્તમ ફળ – પંચ પરમેષ્ઠિની સાધના સાધકને પરમેષ્ઠિ બનાવે અને ક્રમે ક્રમે સર્વથા કર્મમુક્ત
બનાવી સિદ્ધિપદની પ્રાપ્તિ કરાવે. ઉત્તમ ફળ – અપૂર્વ આત્મિક આનંદનો અનુભવ કરાવે - મન પ્રફુલ્લિત બને - સંતોષવૃત્તિ
પ્રગટે - કષાયો મંદ પડે - ગુણોની વૃદ્ધિ થાય. મધ્યમ ફળ – જગત સાધકને અનુકૂળ વર્તે - અંતઃકરણ અને વિચારો પવિત્ર બને - વિચારોમાં
શુદ્ધતા દ્વારા ધર્મની પ્રવૃત્તિ વધે - આંતરિક શુદ્ધિકરણ દ્વારા આત્મિક શુદ્ધિકરણ થાય - આવેશનો અગ્નિ સંસ્કાર થાય - પ્રશમની પ્રાપ્તિ થાય - મૈત્રીનો મંગલનાદ
થાય. સામાન્ય ફળ – કાયાનો રોગ ઉત્પન્ન થાય નહીં - થયેલા રોગાદિ વિનાશ પામે - પરમ પંથે
પ્રયાણ કરવાના પ્રબલ પુરુષાર્થની પાવન પ્રેરણા મળે.
નવકાર મંત્રયુકત મંગલ
૧ ૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org