________________
દાક્ષિણ્યતા, કુલીનતા આદિ. લોકોત્તર ગુણો : વિનય, વિવેક, કષાયમંદતા, સમતા, સ્વમતત્યાગ, વૈરાગ્ય, અલ્પ પરિગ્રહીપણું,
ભવભીરુપણું, દાન, પાપભીરુપણું, વૈયાવચ્ચ, અનાસક્તિપણું, ઉદાસીનપણું,
વિરક્તપણું, સાક્ષીભાવ આદિ. લૌકિક ગુણોનું જીવનમાં નિશ્ચિત સ્થાન છે, પરંતુ એ ખાસ સમજવા જેવું છે કે લૌકિક ગુણોની સુવાસ મૂકીને (અહીં મૂકીને) આપણે પરભવમાં જવાનું થાય છે. માટે, આપણી કાયમી વિદાય પછી આપણા સ્વજનો ‘સારી સુવાસ મૂકીને ગયા તેવાં વિધાનો કરતા જોવા મળે છે. ટૂંકમાં, આ ગુણોનું સમષ્ટિગત મહત્ત્વ હોવા છતાં તેની પરભવમાં સાથે લઈ જવાની મર્યાદા છે. આથી, પરભવલક્ષી જીવ લોકોત્તર ગુણો કે જે સાથે આવનાર છે, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. લોકોત્તર ગુણોની પ્રાપ્તિના પુરુષાર્થ પહેલાં જે તે જીવ લૌકિક ગુણો તો સાધી જ લે છે, કારણ કે જેમ લોકોત્તર ગુણો વિના પરભવ સુધારી શકાતો નથી, તેમ લૌકિક ગુણો વિના આ ભવ સુધારી શકાતો નથી. માટે, એક વાત મનમાં નક્કી ધારી રાખવી કે આ ભવને બગાડીને કદાપિ પરભવ સુધારી શકાતો નથી.
ગુણોના બે પ્રકાર છે (૧) સામાજિક સગુણો અને (૨) ધાર્મિક સદ્ગુણો - લૌકિક ગુણો પ્રથમ પ્રકારમાં આવે છે, જ્યારે લોકોત્તર ગુણો બીજા પ્રકારમાં ગણાય છે. લોકોત્તર ગુણોમાં બે ગુણો પ્રત્યે ખાસ ધ્યાન દોરવા જેવું છે : (૧) વૈયાવચ્ચ : આ ગુણ નિયમો અપ્રતિપાતિ છે. એક વાર ગમે તે ભવમાં આત્મામાં આ ગુણ
આવે, એટલે આત્મા જ્યાં સુધી મોક્ષપદને ના પામે ત્યાં સુધી ધારણ કરવા પડતા બધા ભવોમાં
આ ગુણ સાથે ને સાથે હોય જ. (૨) દાન ગુણ : આ ગુણ લૌકિક અને લોકોત્તર બનેમાં ગણાય છે. દાનના પાંચ પ્રકાર (૧) અભય
દાન (૨) સુપાત્ર દાન (૩) ઉચિત દાન (૪) અનુકંપાદાન (૫) કીર્તિદાન. આ પાંચ પ્રકાર પૈકી પ્રથમના બે (અભયદાન અને સુપાત્રદાન) લોકોત્તરમાં અને બાકીના ત્રણ (ઉચિત-અનુકંપા અને કીર્તિદાન) લૌકિકમાં ગણાય છે. દાનમાં શ્રેષ્ઠ દાન ‘અભય દાન' છે. દરેક જીવને મોટામાં મોટો ભય “મૃત્યુનો હોય છે; પ્રાણાતિપાતનો હોય છે. દા.ત., ઉકાળેલું પાણી વાપરવું એ અપકાયના કાચા પાણીના જીવોને આપેલ અભયદાન ગણાય. સુપાત્ર દાન એટલે સાત ક્ષેત્રોમાં વાવેતર રૂપી દાન (જિનાલય, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા). ઉચિત દાન એટલે અર્જનના સાત ક્ષેત્રોમાં દાન; અનુકંપાદાન એટલે વસ્ત્ર, ભોજન, મેડીકલ, આર્થિક સહાય આદિ અને કીર્તિદાન એટલે દાનપ્રવૃત્તિનું પ્રેરક બળ સ્વકીર્તિની વૃદ્ધિ અથવા તો પરભવમાં વધુ ભોગ મેળવવાની અભિલાષા.
ચિરકાળ સુધી ધાર્મિક એટલે કે લોકોત્તર ગુણોના સેવન વડે આધ્યાત્મિક ગુણો પ્રગટે જેવા કે મનના ચિંતન, અંતર્યાત્રા, ધ્યાન, સાક્ષીભાવ આદિ, કે જેના વડે જીવ ગુણશ્રેણિનું આરોહણ કરવા સમર્થ બને છે. પત્રાવલિ
શ્રુતસરિતા
૪૧૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org