________________
ભવવનમાં, ભ્રમણાઓમાં આપણું મન અટવાય નહીં, તીર્થકર ભગવન્તનું સ્મરણ-દર્શન-પૂજનસ્તવન આપણા કર્મની બેડીને તોડી, સાચા સુખની કેડી શોધી આપે, કે જેના ઉપર ધીમે-ધીમે પા-પા પગલી કરતાં કરતાં આપણે સૌ મુક્તિ સુધી પહોંચી જઈએ. આ મારી આપ પરિવાર પ્રત્યે શુભ ભાવના. આચાર્ય શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે :
यावन्मोहोबलीपुंसि, दीर्ध संसारि तापि च ।
न तावत्शुद्ध चिद्रुपे, चिरत्यंत निश्चला ।। અર્થ : મનુષ્યમાં જ્યાં સુધી મોહની પ્રબળતા અને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું હોય છે ત્યાં સુધી
શુદ્ધાત્મામાં અત્યંત નિશ્ચળ રુચિ થતી નથી.
મૂંઝાવે તે મોહ. આત્મા તરફ પ્રીતિ ન થવા દે તે મોહ. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ કરાવે તે મોહ. આ મારા અને પારકા, એમ સજીવ તથા નિર્જિવ પદાર્થના સંબંધમાં ચિંતન કરવું તે મોહ છે, કારણ કે તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કોઈનું કોઈ નથી, કોઈનું કાંઈ નથી. આણે મને માન આપ્યું, આણે મારું અપમાન કર્યું, આણે મારી ઉજ્જવળ કીર્તિ વધારી, આ માણસે મારી અપકીર્તિ કરી, મયૂર મને છોડીને ચાલ્યો ગયો, આવું આવું ચિંતન કરવું તે જ મોહ છે.
હું શું કરું? ક્યાં જાઉં? ક્યાંથી કેવી રીતે સુખી થાઉં? કોનો આશ્રય લઉં? શું બોલું? એવું બધું મોહનું ચિંતન કહેવાય. આપણા જીવનનિર્વાહ માટે કારકિર્દીનું ચોક્કસ આયોજન અને તેનું ચિંતન કરવું જ જોઈએ; પણ અન્ય ચિંતાઓ કે જે ભવિષ્યમાં આવનાર છે (અને કદાચ ના પણ આવે) તેનું ચિંતન કરવું નહીં. એવું ના બને, બેન, કે ભવિષ્યની ચિંતાઓ, આયોજન, આશાઓ, ઇચ્છાઓ, લક્ષ્યાંકો વિચારવામાં વર્તમાનકાળનો સોનેરી સમય વીતી ના જાય. કાળ કાળનું કામ કરે છે. આપણે સૌએ જેને પરિણામે જેવે રસે જે જે કર્મ બાંધ્યાં છે, તે તે કર્મ તેવા રસે અને તેના પરિણામે ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. દિવસ આવે છે, રાત્રિ આવે છે, શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ઋતુઓ નિયમિત આવ્યા જ કરે છે.
આપણો જીવ પરમાર્થથી બંધાયેલો નથી છતાં મોહના પાશથી ભીરુ બની પોપટની માફક પોતાના અજ્ઞાનથી પોતાને બંધાયેલો માની તેમાં જ વધુ ને વધુ હેરાન થઈ જાય છે. પવન ચક્કીના એક ભાગ ઉપર બેઠેલો પોપટ આનંદ કરતો હતો, તેવામાં પવન વડે પવનચક્કી ફરવા લાગી. પોપટ જાણ્યું કે હું પડી જઈશ, તેથી તે સળિયાને તેણે મજબૂતાઈથી પકડ્યો. તેના કારણે પોપટ પવન ચક્કીની સાથે ઊંચ-નીચે ફરવા લાગ્યો. જેમ જેમ તેને મજબૂત પકડે છે, તેમ તેમ તે પોતાને મજબૂત રીતે તેની સાથે જ ચોંટાડી રાખે છે. પોપટ જો પવનચક્કીને મૂકી દે તો તરત જ તેનાથી છૂટો થઈ શકે તેમ છે, પણ પોતાની ભૂલથી, ભ્રમથી અને પવનચક્કીને છોડી દઈશ તો હું પડી જઈશ. આવા ખોટા ભ્રમથી પોપટ હેરાન થાય છે. આ દૃષ્ટાંતમાં પોપટના સ્થાને આપણા જીવને મૂકીએ તો સ્પષ્ટ થાય કે જીવ મોહને તથા મોહનાં સાધનોને જેમજેમ વળગતો જાય છે તેમ તેમ તે વધારે વધારે
શ્રુતસરિતા
૩૫૦ For Private & Personal Use Only
પત્રાવલિ
Jain Education International 2010_03
www.jainelibrary.org