________________
(૨) એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન. (૩) ધ્યાતા વડે ધ્યેય-પ્રાપ્તિ અર્થે કરાતી ક્રિયા. (૪) આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન - સાક્ષીભાવ એ જ ધ્યાન. (૫) કશું પણ ના કરવાની સ્થિતિ - માત્ર ઉપસ્થિતિ.
ધ્યાન કરવામાં જોઈતા માનસિક બળ માટે શારીરિક બળ અતિ આવશ્યક છે. જેટલું શારીરિક બળ ઓછું, તેટલું માનસિક બળ ઓછું અને તેટલી ચિત્તની સ્થિરતા ઓછી. વધારે વખત ધ્યાનને લંબાવતાં ઇન્દ્રિયોનો ઉપઘાત સંભવતો હોવાથી, ૪૮ મિનિટ ઉચિત ગણાય છે. પરંતુ, ફરી તે જ આલંબનનું કાંઈક રૂપાંતરથી કે બીજા આલંબનનું ધ્યાન કરી શકાય છે. દ્રવ્યનું ચિંતન એ તેના કોઈને કોઈ પર્યાય દ્વારા જ શક્ય બને છે.
ધ્યાનના પ્રકાર ચાર : (૧) આર્તધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મ ધ્યાન (૪) શુક્લ ધ્યાન. પ્રથમ બે સંસારના કારણ હોઈ દુર્બાન છે, માટે ત્યાજય-હેય છે. બાકીના બે મોક્ષના કારણ હોઈ સુધ્યાન છે, માટે ઉપાદેય-કરવા યોગ્ય છે.
આ અગાઉના તપના પ્રકારો જેવા કે અણસણ, ઉણોદરી, દ્રવ્યસંક્ષેપ, રસત્યાગ, આસનાદિ કાયક્લેશ, ઇન્દ્રિયજય, કષાયજય, યોગનિરોધ તથા એકાંતસેવન કર્યા પછી “ધ્યાનમાર્ગમાં પ્રવેશી શકાય છે.
ચારે પ્રકારના ધ્યાનનું નિરૂપણ : (૧) આર્તધ્યાન પીડા કે દુઃખ જેમાંથી ઉદ્ભવે તે
(૧) ઈષ્ટવિયોગજન્ય - પ્રિય વસ્તુનો વિયોગ થાય તેને મેળવવાની ચિંતા. (૨) અનિષ્ટસંયોગ જન્ય - અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયોગ માટે જે ચિંતાનું
સાતત્ય. (૩) વ્યાધિપ્રતિકાર જન્ય - દુઃખ આવે તેને દૂર કરવાની જે સતત ચિંતા.
(૪) નિદાનજન્ય - નહીં પ્રાપ્ત થયેલ વસ્તુની પ્રાપ્તિની સતત ચિંતા. (ર) રૌદ્રધ્યાન ઃ જેનું ચિત્ત ક્રૂર કે કઠોર હોય તે.
(૧) હિંસાનંદી - હિંસા કરવાની નિરંતર વિચારણા (૨) મૃષાનંદી
- જૂઠું બોલવાની નિરંતર વિચારણા (૩) ચૌર્યાનંદી - ચોરી કરવાની નિરંતર વિચારણા
(૪) પરિગ્રહાનંદી - પ્રાપ્ત વિષયોને સાચવી રાખવાની વૃત્તિ. (૩) ધર્મધ્યાન : જે જિનાજ્ઞાનુસાર વર્તન દાખવે તે.
(૧) આજ્ઞાવિચય - વીતરાગની આજ્ઞાનો સ્વીકાર. (૨) અપાયરિચય - કષાયોથી ઉત્પન્ન થતા દોષોનું સ્વરૂપ અને તેમાંથી કેમ
છૂટાય તેનો વિચાર કરવો. અત્યંતર તપ યાત્રા
૧૩૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org