________________
પત્રાવલિ-૧૫ જન્મદિનનો સાત્ત્વિક બોધ
તા. ૨જી માર્ચ, ૧૯૯૭
સ્નેહી ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
ગયા અઠવાડિયે આપના પરિવારની મહેમાનગતિ માણી. અતિ સુંદર સ્વાગત અને અનુકૂળતાઓની સાથે સાથે મારા માટે પણ એક ચિરસ્મરણીય પ્રસંગ બની ગયો. જન્મ-દિનની ઉજવણી આયુષ્ય-કર્મ નિવારણ પૂજાની સાથે તમે જે સાંકળ્યું છે તે સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે, અનુમોદનીય છે, અનુકરણીય છે. આવો અપૂર્વ વિચાર અને આયોજન એ આપ બંનેના જીવના ભવ્યત્વની પ્રતીતિરૂપ છે, તેમાં મોક્ષાભિલાષ છતી થાય છે; અને તે આનંદની અને ધન્યતાની વાત છે. ધન્ય છે આપ બંનેના માતાપિતાને કે જેઓએ આપ બંનેમાં ભારોભાર ધર્મપરાયણતાના સુસંસ્કારોની સુવાસ પૂરી છે અને ધર્મકરણીનું ભાવપૂર્ણ સિંચન કર્યું છે.
આપણા સૌમાં પરમ શ્રદ્ધાનું બીજ કેમ પાંગરે, સંસાર પરથી રાગ કેમ દૂર થાય, સંયમની તાલાવેલી કેમ જાગે, જિનાજ્ઞાપ્રધાન જીવન કેવી રીતે જિવાય, વ્યાધિમાં સમાધિ કેમ રખાય, અને આ બધામાંથી પરમ શ્રેય સાધીને પવિત્રીકરણની લોકોત્તર ક્રિયા કરતાં કરતાં મોક્ષનું સુખ પ્રાપ્ત કરવું કેટલું બધું સુગમ અને સરળ બની જાય છે, તે બાબતો આપણાં શાસ્ત્રો-આગમો સ્પષ્ટપણે દર્શાવે છે.
ભાઈશ્રી, ધર્મનો મર્મ સમજાવતી આગમવાણી-વીતરાગવાણી વૈરાગ્ય રેલાવતી, મિથ્યાત્વ કાપતી, સમ્યક્ત્વ જગાડતી, દેશવિરતિ વિક્સાવતી, સંયમમાં જોડતી, સન્માર્ગે દોરતી, મોહને છેદતી, રાગદ્વેષને બાળતી, શાસનરસ છલકાવતી, સરળ ભાષામાં ગૂઢ રહસ્યો પિરસતી, હસાવતી, રડાવતી, સંશયને છેદતી, પ્રચ્છન્ન પ્રશ્નોનો સચોટ ઉકેલ આપતી અને આપણને સૌને અનંત આત્મ-વૈભવનું દર્શન કરાવતી અને ‘જન' માંથી “જૈન' અને ‘જૈન' માંથી ‘‘જિન’’ થવામાં સબળ અને પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે.
66
આપણે લક્ષ્ય તો બરોબર જિનેશ્વર ભગવંત સમાન બનવાનું ગોઠવી રાખ્યું છે; પરંતુ હવે લક્ષણ તદ્અનુસાર કેળવવા તો પડશે ને ! આ ભવનું આયુષ્ય પાણીના પરપોટાની માફક પૂર્ણતાને આરે ક્યારે આવી જશે તેની ખબર તો નથી. શ્રી મહાવીર સ્વામી, ગૌતમ સ્વામીને કહે છે “ એક સમયનો પણ પ્રમાદ કરીશ નહીં.’' પ્રમાદની પથારી છોડી સમજણના ઘરમાં બેસવું જ પડશે; અને તે માટે, અઢાર પાપસ્થાનકના ઉકરડામાંથી વિરમી દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની અદ્ભુત સુવાસ પ્રગટાવનારી પરમ કલ્યાણમયી જ્ઞાનવિહિત ક્રિયાની આવશ્યકતા સમજવી પડશે અને તેને રોજિંદા જીવનમાં અપનાવવી પડશે.
આપશ્રી થકી આપના જૈન સંઘના સભ્યોને મળવાની તક મળી. સ્વાધ્યાયની અને બીજા દિવસે આયુષ્ય કર્મ-નિવારણ પૂજા ભણાવવાની અને અર્થ સમજાવવાની ઉલ્લાસપૂર્ણ મજા આવી. બધાને આનંદ થયો અને તેઓના આનંદની અવધિમાં આપશ્રીએ મને નિમિત્ત બનાવ્યો તે બદલ આપનો હું પત્રાવલિ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org
૨૮૫
For Private & Personal Use Only