________________
પત્રાવલિ-૧૯
પરમાત્મા સાથે પ્રીત કેમ થાય ?
તા. ૧-૨૦-૯૯
સૌજન્યશીલ સાધર્મિક શ્રી, જય જિનેન્દ્ર,
બેન સુખરૂપ ભારત પહોંચી ગયા હશે અને કુશળતામાં હશે.
પરમાત્મા પ્રત્યે આંતરપ્રીતિનું અનુસંધાન આરંભાઈ જાય ત્યારે વીતરાગની પ્રતિમામાં જીવંતતા ભાસે છે. ભાઈ, માનવસ્વભાવની એક ખાસિયત છે. જ્યારે એ કોઈની સાથે આંતરિક સ્નેહના સાથિયા પૂર્વે, ભીતરી પ્રેમનાં ફૂલો ખીલવે, ત્યારે એને મળવાની, મેળવવાની, જોવાની, એનામાં ડૂબી જવાની તમન્નાનો તરવરાટ પેદા થાય છે.
પૂ. શ્રી આનંદઘનજીએ વૈરાગ્યપૂર્ણ રચેલ ‘ચોવીસી સ્તવન'માં શ્રી આદીશ્વર પ્રભુના સ્તવનમાં લખ્યું છે ‘રંજન ધાતુ મિલાપ.' જેવી રીતે માણસના શરીરમાં ધાતુ તરીકે મુખ્ય છે. ‘વીર્ય’ એવી રીતે પરમાત્માની ધાતુ છે એમની આજ્ઞા પરમાત્માની આજ્ઞાનું અવિક્લપણે પાલન કરવું તેને કહેવાય છે ‘ધાતુ મિલાપ.' એ જ સાચું પરમાત્મરંજન છે. જેમ જેમ પરમાત્માની આજ્ઞાનું પાલન થતું જાય છે, તેમ તેમ પરમાત્માની સાથે મન અને હૃદય જોડાતાં જાય છે, અને પરમ આનંદની અનુભૂતિ થવા માંડે છે. પ્રીતિ કરવાનું આખરે પ્રયોજન પણ આ જ છે ને ? પરમ આનંદની અનુભૂતિ, આત્માનંદની રસાનુભૂતિ.
આ બધી વાતો વિચારીએ, તે પહેલાં નીચેનું વિચારવું જોઈએ.
(૧) હે પ્રભુ, હું પુરુષ કેવી રીતે ? પુરુષમાં તો પૌરુષ ખળભળતું હોય ! મારામાં પૌરુષ છે જ ક્યાં? જો મારામાં પૌરુષ હોત તો રાગ-દ્વેષ-ક્રોધાદિ કષાયોને પડકારી એમના પર વિજય ન મેળવી લેત ! હું તો પુરુષ કહેડાવવાને લાયક નથી !
(૨) તારી પાસે પહોંચવાનો માર્ગ તો માત્ર કેવળજ્ઞાન વડે જ જોઈ-જાણી શકાય છે. ચર્મચક્ષુ કે શારીરિક આંખો વડે તારા મારગને જોવાની ગુસ્તાખી કરી કરીને તો હું આજ દિવસ સુધી સંસારની ચારે ગતિમાં ભટકી રહ્યો છું. ચર્મચક્ષુથી જેમણે જેમણે રસ્તો ખોજવાની કોશિશ કરી એ બધા જ નિષ્ફળ ગયા. એ બધા જ ગૂંચવાઈ ગયા ! અનેક જાતના પંથોમાં, સંપ્રદાયોની ભૂલભૂલામણીમાં ભટકી ગયા અને તારા માર્ગથી લાખો યોજન દૂર ફેંકાઈ ગયા. જો અંધ વ્યક્તિ બીજા અંધને માર્ગ બતાવે છે, તો એ બીજી અંધ વ્યક્તિને પણ જિનપ્રણિત માર્ગથી દૂર લઈ જાય છે.
(૩) તર્કની જાળમાં જાતને ગૂંચવી દેનાર વાદ-વિવાદથી વધારે શું મેળવી શકે છે ? વાદ-વિવાદ એવી છેતરામણી ભૂલભૂલામણી છે કે એમાં અટવાઈને અગમ-અગોચર તત્ત્વોનો નિર્ણય ના કરી
શકાય !
ભાઈ, આજે દિવ્ય દૃષ્ટિનો (કેવળજ્ઞાનનો) વિરહકાળ છે. યથાર્થ-વાસ્તવિક તત્ત્વચિંતન માટે શ્રુતસરિતા
પત્રાવલિ
Jain Education International 2010_03
www.jainelibrary.org
૨૯૦
For Private & Personal Use Only