________________
પ્રબંધ-૫ શ્રી જિનબિંબ નિર્માણ
(ચાર નિક્ષેપા ઉપાદેય છે.) શ્રી વીતરાગ ધર્મની આરાધના કરવા માટે ત્રણ મુદ્દાઓ ખાસ ધ્યાન ખેંચવારૂપ લક્ષમાં રાખવા જોઈએ.
(૧) શાસ્ત્રની આજ્ઞા (૨) જ્ઞાનીની નિશ્રા (૩) વિધિપૂર્વક ધર્મની પ્રવૃત્તિ. પૂર્વે બાંધેલા પુણ્યકર્મના ઉદયકાળે આશા, નિશ્રા અને ધર્મની પ્રવૃત્તિ આપણને પ્રાપ્તમાન થાય છે. કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સ્વરૂપ જાણવા માટે ઓળખ માટે ચાર નિક્ષેપા છે. (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ.
આ ચાર નિક્ષેપો પૈકી સિદ્ધ થઈ ગયેલા અરિહન્ત પરમાત્મા કે જેઓ દ્રવ્ય તીર્થકર હોવા છતાં, આપણને લાભ સારું ભાવ-અરિહન્તના ગુણો આરોપિત કરીને ‘સ્થાપના’ નિક્ષેપાના આલંબન તરીકે સ્વીકાર કરીએ છીએ. ભાવ નિક્ષેપો કાળ આશ્રયી હોવાથી, દરેક કાળે અને સમયે ઉપસ્થિતિ હોવાનું સંભવિત નથી. માટે, સ્થાપના નિક્ષેપો એટલે કે પ્રતિમાજી અથવા જિનબિંબ સાધનાના પરમ આલંબન તરીકે બની, વીતરાગના ગુણોની પ્રાપ્તિ તરફનું લક્ષ બાંધવામાં મહત્ત્વનું અંગ બની જાય છે.
સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે શ્રી જિનબિંબને સારી રીતે વિધિપૂર્વક વંદન કરવાથી પ્રકૃષ્ટ શુભ ભાવ પેદા થાય છે. શુભ ભાવથી કર્મક્ષય થાય છે. અને કર્મના ક્ષયથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
જિનબિંબ એટલે શ્રી જિનેશ્વર પરમાત્માનું સ્થાપના નિક્ષેપોમાં રૂપાંતરિત થવા વડે આકૃતિ. બિબ ઉપરથી ‘પ્રતિબિંબ’ શબ્દ બન્યો છે.
શ્રી જિનબિંબ એટલે પાષાણથી બનેલી પ્રતિમાજી. ધાતુના પ્રતિમાજીની અપેક્ષાએ આરસની પ્રતિમાજી હંમેશાં વધુ ઇચ્છવા જોગ, આવકારદાયક અને ઉપકારી છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં શ્રી જિનેશ્વર ભગવન્તની સ્થાપનાનું સ્થાપન દસ પ્રકારે કરવાનું વિધાન છે. (૧) કાષ્ટમાં (૨) ચિત્રમાં (૩) પોથીમાં (૪) લેપકર્મમાં (પ) ગુંથનમાં (૬) વેષ્ટનમાં (૭) ધાતુનો રસ પૂરવામાં (૮) અનેક મણિકાના સંઘાતમાં (૯) કોડોમાં (૧૦) પાષાણમાં. આ દસે પ્રકારમાં સર્વશ્રેષ્ઠ શુભકારી ‘પાષાણ'માં છે.
જૈન દર્શનમાં પ્રતિમાજી છ પ્રકારની બનાવવામાં આવે છે. (૧) પાષાણ (૨) કાષ્ટ (૩) ધાતુ (૪) કૃતિકા (માટી) (૫) ગોમય (૬) વાલુકા (રેતી). અષ્ટ પ્રકારી પૂજા અને નવાંગી પૂજા પાષાણની પ્રતિમાજીમાં વધુ સુગમ ઘટે છે. - પાષાણના પ્રતિમાજી દ્રવ્ય તરીકે પૃથ્વીકાય હોવા છતાં તેના પુદ્ગલ પરમાણુ અને પુદ્ગલ પરિણામમાં ઘણો ફરક હોય છે. આરસની પ્રતિમાજીમાંથી નીકળતો પ્રભાવક પૌદ્ગલિક પ્રવાહ, જિનબિંબનું પૂજન, અભિગમન, વંદન અને પર્યુષાસન કરવા વડે ચિત્તને વધુ નિર્મળ કરવામાં પ્રબળ નિમિત્ત પૂરું પાડે છે. શ્રી જિનબિંબ નિર્માણ
૭૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org