________________
ઉત્તરગુણ શ્રાવક : પાંચ અણુવ્રત ઉપરાંત ત્રણ ગુણવ્રત (દિક પરિમાણ, ભોગપભોગ અને અનર્થદંડ
પરિહાર) અને ચાર શિક્ષાવ્રત (સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ અને
અતિથિ સંવિભાગ) ત્રણ ગુપ્તિ સહિત ધારણ કરે તે. श्रद्धालुतां श्राति श्रुणोति शासनं, दानं वपत्याशु वृणोति दर्शनम् ।
कृन्तत्यपुण्यानि करोति संयम, तं श्रावकं प्राहुरमी विचक्षणाः ॥ શ્રદ્ધા પાકી કરે, પ્રવચન સાંભળે, દાન દે, દર્શનને વરે, પાપને નષ્ટ કરે અને સંયમને કરે તેને વિચક્ષણ લોકો શ્રાવક કહે છે.
ભવની ભ્રાતિ ભાંગવા, આત્માની ઉક્રાન્તિ પામવા, અને શાશ્વત શાન્તિને સાધવા ભાવશ્રાવકપણાના આત્મરમણતાના ઉદ્યાનસમા આચારનો અભિગમ કેળવી આપણે સ્વ-સ્વરૂપને દીપાવીએ એ જ મંગલ મનીષા. આશ્રવ - કર્મોને આવવાના દ્વાર - શુભાશુભ કર્મોનો પ્રવાહ
(ઈન્દ્રિય ૫ + કષાય ૪ + અવ્રત ૫ + યોગ ૩ + ક્રિયા ૨૫ = પ્રકાર) સંવર - આશ્રવનો નિરોધ કરે - કર્મોને આવવાના માર્ગો બંધ કરે.
(સમિતિ ૫ + ગુપ્તિ ૩ + પરિષહ ૨૨ + યતિ ધર્મ ૧૦ + ભાવના ૧૨ + ચારિત્ર ૫ =
૫૭ પ્રકાર) સંવરની પ્રાપ્તિ - આશ્રવનો નિરોધ ૫ સમિતિથી - ઈન્દ્રિયનો આશ્રવ રોકાય છે. ૩ ગુપ્તિથી - મન, વચન, કાયાના યોગનો આશ્રવ રોકાય છે. રર પરિષહથી - પ્રમાદ અને ક્રિયાનો આશ્રવ રોકાય છે. ૧૦ યતિધર્મથી - કષાયનો આશ્રવ રોકાય છે. ૧૨ ભાવનાથી - મિથ્યાત્વ આદિ રોકાય છે. ૫ ચારિત્રથી - અવ્રત - અવિરતિ રોકાય છે.
___ सर्वाश्रव निरोधकैः एक ही रस जिनशासनम् । સર્વ આશ્રયોનો નિરોધ (સંવર) - આ એક જ વાતમાં જિન શાસનને રસ છે.
आश्रवो भवहे तुस्यात्, संवरो मोक्षकारणम् । આશ્રવ એ સંસારનું કારણ છે, જયારે સંવર એ મોક્ષનું કારણ છે. સંવરનું સચોટ ફળ • મિથ્યાત્વનું મંજન, સમકિતનું અંજન અને મુક્તિનું રંજન. • સંસ્કારની શુદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ, પરભાવની વિરૂદ્ધિ, આત્મભાવની અભિવદ્ધિ, મોક્ષની શાશ્વતી ઋદ્ધિ. • શ્રેષ્ઠ સદ્ભાવનાના સરવાળા, અસદ્ ભાવનાની બાદબાકી, પરભાવના ભાગાકાર અને સ્વભાવ
દિશાના ગુણાકાર. સદા સર્વને નૂતન વર્ષાભિનંદન
શ્રુતસરિતા
૨૧૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org