________________
“જે આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, પ્રવર્તક, ગણિ કે સામાન્ય સાધુ પણ હાલમાં ઉપલબ્ધ શ્રુતનો શાતા હોય, સૂત્ર-અર્થનો પારગામી હોય, નિશ્ચયનય અને વ્યવહારનયનો જાણકાર હોય, ઉત્સર્ગઅપવાદમાં નિપુણ હોય, સ્વસિદ્ધાંત-પરસિદ્ધાંતનો વેત્તા હોય અને જ્ઞાનમાર્ગ-ક્રિયામાર્ગમાં યથાસ્થાન નિયોજક હોય, તે વર્તમાનકાળનું તરણતારક જીવંત ધર્મતીર્થ છે.’’
બીજરૂપ તીર્થંકરના ત્રિપદીરૂપ વચનમાંથી ગણધરોના મસ્તિષ્કમાં સમગ્ર દ્વાદશાંગી રચાય છે, જે શ્રી સંઘને તરવા માટેનો અદ્વિતીય વારસો છે. ગણધર ભગવંતોના ગુરુ તીર્થંકર ભગવંતો અને સાધુ ભગવંતોના ગુરુ ગણધર ભગવંતો છે. સાધુ ભગવંત ગણધરના વંશના કહેવાય, ભગવાનના વંશના નહીં, માટે તો, પાટ શ્રી સુધર્માસ્વામી ગણધર ભગવંતની કહેવાય છે; શ્રી મહાવીર સ્વામીની નહીં.
સમ્યક્ત્વસપ્તતિના શ્લોક ૧૮-૧૯-૨૦માં લખેલ છે કે શાસનનાયક તીર્થંકરોની ગેરહાજરીમાં ‘આચાર્ય’ એ તીર્થંકરતુલ્ય છે અને ઉપાધ્યાયજી એ ગણધરતુલ્ય છે.
માર્ગદર્શક ગુરુ તો જ્ઞાની ગીતાર્થ જ જોઈએ. ‘ગીત’ એટલે સૂત્ર અને ‘અર્થ’ એટલે શબ્દાર્થ અને ભાવાર્થ. સૂત્રના શબ્દાર્થ અને ભાવાર્થ શાસનમત અનુસાર જે આપી શકે, તે ‘ગીતાર્થ’ કહેવાય. તીર્થંકરોના શાસનમાં તરવાના બે માર્ગ : (૧) કાં સ્વયં ગીતાર્થ બનો (૨) કાં ગીતાર્થનું શરણું સ્વીકારો.
ગીતાર્થના ત્રણ પ્રકારો :
(૧) જઘન્ય
(૨) મધ્યમ
-
-
શ્રી મહાનિશીથ સૂત્ર સુધી ભણેલા મર્મજ્ઞને.
ઉત્સર્ગ - અપવાદથી ભરેલાં બૃહત્ કલ્પસૂત્ર - વ્યવહાર સૂત્ર આદિ આચાર માર્ગના આગમોના સાંગોપાંગ જ્ઞાતાને.
(૩) ઉત્કૃષ્ટ - દ્રવ્યાનુયોગના નિષ્ણાત, સર્વ દર્શનોના જાણકાર અને નયવાદમાં નિપુણ હોય તે. બીજાને તારવા માટે સહાયના બે પ્રકાર :
(૧) ઉપદેશાત્મક વાણી.
(૨) સતત સારણા, વારણા, ચોયણા, પડિચોયણારૂપ અનુશાસન.
દ્રવ્ય તીર્થો - સ્થાવર તીર્થો કરતાં જંગમ તીર્થોનો અચિત્ત્વ મહિમા છે. તેમનાથી જ જગતમાં કલ્યાણ વહન થાય છે અને તેમની પાસે જ તીર્થંકરોએ કહેલા તત્ત્વનો સાર છે. પોતે કેમ તરવું અને બીજાને કેમ પાર પમાડવા તેનું નિપુણ જ્ઞાન ગીતાર્થ ગુરુમાં જ છે. માટે, આપણે આ જીવંત તીર્થ ભક્તિ, સમર્પણ અને સાનિધ્યનો ઉત્કૃષ્ટ ભાવ કેળવવો જોઈએ.
દ્વિતીય ભાવતીર્થ : દ્વાદશાંગી
દ્વાદશાંગી એટલે બાર અંગ - આ આગમો દ્રવ્યથી સૂત્રાત્મક છે, પણ ભાવથી જ્ઞાનસ્વરૂપ છે, સનાતન છે, શાશ્વત છે, કે જે આત્માનો ગુણ છે. અપેક્ષાએ, વ્યક્તિ કરતાં શાસ્ત્રનું મહત્ત્વ વધારે છે, કેમ કે વ્યક્તિઓ તો બદલાશે, પણ શાસ્ત્રો નહીં બદલાય. માટે કહેવાય છે કે તીર્થંકરો સનાતન નથી,
ધર્મતીર્થ - ભાવતીર્થ
Jain Education International 2010_03
૧૯૮
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org