________________
ધર્મલાભ-અનુમોદન
પં. શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ. સા. સુશ્રાવક ધર્માનુરાગી અનુપ્રેક્ષારત રજનીભાઈ આદિ પરિવાર, ધર્મલાભ
દેવ-ગુરૂ કૃપાથી સુખશાતા-આનંદ-મંગલ અત્ર પ્રવર્તમાન છે. અહીંના સંઘના અત્યંત સન્માન્ય શ્રી ચંપકભાઈ દ્વારા તમારા દ્વારા લિખિત “અત્યંતર તપ યાત્રા” મને પણ વાંચવા મળ્યું અને મને તે ખૂબ જ ગમ્યું પણ.....
આ રીતે મનમાં ઊંડાણપૂર્વક ચિત્તન-મનન, પરિશીલન, નિદિધ્યાસન, અનુપ્રેક્ષા વગેરે થતું રહે તો કેટલા અશુભ તત્ત્વોથી બચી જવાય અને શાસ્ત્રોનો મજાનો ખજાનો એમાંથી કેટલાક અંશો પણ મળી રહે.
તેમાં જ ચેતના કાર્યશીલ બનતી રહે, તચ્ચિત્તે, તમ્મણ, તલ્લેક્ષે તદગ્વી વગણે વગેરે લક્ષણો બતાવ્યા છે, જેથી માનસિક અનુપ્રેક્ષા શકિતનો વિકાસ થઈ શકે છે. પૂ. હરિભદ્રસૂરિ મ. ષોડશક ગ્રન્થમાં શ્રુતજ્ઞાન-પાણી જેવું, ચિત્તાજ્ઞાન-દૂધ જેવું તથા ભાવનાજ્ઞાન-અમૃત જેવું બતાવ્યું છે. જે અમૃત તત્ત્વસમાં ભાવનાજ્ઞાન સુધી પહોંચવા શકય પ્રયત્ન સાધકે કરવો ઘટે.
તમારી ભાવાત્મકતાની ખૂબ અનુમોદના ! તપના વિષયમાં “અમારા ગુરૂદેવ આ. શ્રી ક્લાપૂર્ણસૂરિજી મ. ઘણું ઘણું કહેતા હતા. તેઓ કહેતા “અહિંસા કોમળતા આપે, સંયમ પવિત્રતા આપે, તપ તન્મયતા આપે.”
દેવ-ગુરૂ કૃપાથી અમો સુખશાતામાં છીએ. તમારો ભાવસભર, અનેક હાર્દિક વાતોને જણાવતો, શુભાશયથી લખાયેલ વિસ્તૃત પત્ર મળ્યો. તેમાંથી ઘણી વાતો ઉચ્ચ જીવનને સ્પર્શે તેવી છે. મને પણ તેમાંથી ઘણી સાપેક્ષ ચિતનિકા મળી.
સાથે શાસ્ત્ર પરિકર્મિતતાયુકત ચિંતનસભર લેખો મળ્યા છે. એ બધા મેં સાચવીને રાખ્યા છે. ભવિષ્યમાં તમારી સાથે પણ પત્રવ્યવહાર આપ-લે રહે તેવી આશા રાખું છું.
તમારો મારા પરનો પત્ર તો ભવિષ્યમાં કયારે છાપવા યોગ્ય મેગેઝીનમાં પ્રકાશિત કરવાની પણ ઈચ્છા છે.
તમારૂં જ્ઞાન વિદેશની ધરા પર પણ ખૂબ વધતું રહે. અનેકોને તમારૂં સશક્ત માધ્યમ આરાધના આદિ માટે મળતું રહે તથા તમારી સર્વ આંતરિક શુભભાવનાઓ શીધ્ર સાકાર પામે અને એક દિવસ પંચ પરમેષ્ઠિપદમાં કયાંય પણ તમારું સ્થાન નિશ્ચિત થાય.
અમેરિકા જેવી ભોગવાદની ભૂમિમાં તમે જિનશાસનના રહસ્યોને પરિકર્મિત સંતુલિત રીતે દ્રવ્ય-વ્યવહાર, ભાવ-નિશ્ચય-ઉભયાત્મક રીતે તેમાં પણ આજે પરિશુદ્ધ વ્યવહારની ખૂબ તાતી આવશ્યકતા છે. એકલો નિશ્ચયપ્રધાન જેમાં કંઈ ક્રિયાત્મક માર્ગ કરવો ન પડે, સુખશીલતાનું પોષણ થાય, એવો કોરો નિશ્ચયવાદ અત્રે ભારતમાં પણ વધતો જાય છે. માટે તેની સામે પરિકમિત-પરિણત બનેલું, શ્રદ્ધાત્મક, આચારવાના માર્ગ પ્રરૂપણ એક મોટી શાસનસેવા બની રહે છે. પુનઃ પુનઃ તમારી અનુમોદના.....
- આ.ભ. શ્રી કલાપૂર્ણસૂરિજીના શિષ્ય રત્ન પંન્યાસ પૂર્ણચન્દ્રવિજય
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org