________________
શ્રદ્ધાનું કેન્દ્ર અને શરણાગતિનું કેન્દ્ર ‘ધર્મસેવન'ને જ બનાવશો. બંને લાડકાં સંતાનોમાં ધર્મના સંસ્કારોનું સતત સિંચન કરતા રહેશો. સિદ્ધશિલા ઉપર જે મોક્ષસુખ છે, તે તો ઘણું દૂર છે. અહીં સંસારમાં પ્રશમસુખ, શાન્તરસ, સમતારસ, સમભાવરસનું રસપાન જ મોક્ષસુખ છે. મમત્વ, રાગદ્વેષનો થોડોક સમય ત્યાગ કરી, વિયોગના વિષાદને વિસારે પાડી, સ્થિર ચિત્તે સ્થિર આસન ઉપર બેસી દરરોજ થોડોક સમય અધ્યાત્મ-ચિંતન કરશો. આ સંસારમાં સાચું શરણ આપનાર અરિહંતાદિ ચાર પરમ તત્ત્વો છે; એના સિવાય કોઈ શરણ નથી. ‘શ્રી નિનધર્મ: શરણં મમ' આ વારંવાર રટવા જેવું છે. જ્યારે ચિત્ત અશાંત થઈ જાય, ત્યારે વારંવાર આ ચાર શરણ (અરિહંત, સિદ્ધ, સાધુ, જિનધર્મ)નો સ્વીકાર કરતા રહેવું, કે જેના વડે શાન્તિ, સમતા અને પ્રસન્નતા પ્રાપ્ત થશે.
સુખ-દુ:ખની ઘટમાળ એ દરેક જીવના સંસારનો ક્રમ છે. બંને બાળકો પ્રત્યેની જવાબદારી સ્નેહપૂર્ણ અને ફરજપૂર્વક બજાવવાની તો છે જ; પણ થોડુંક સ્વદ્રવ્યનું એટલે કે આત્માનું પણ વિચારવાનું. કર્મોનો આશ્રવ એટલે કર્મોનું આગમન. પરદ્રવ્યના સંગ વડે જ આવે છે, માટે આપણે સૌએ પરદ્રવ્યના સંગને શક્યતાપૂર્વક દૂર કરી, ઇન્દ્રિયોના સમૂહને અત્યંત ચપળ જાણી, અંતર્મુખી યાત્રા આદરી, નિરૂપમ, અવિનાશી, અવ્યય મોક્ષપદને પામવાનું છે. પ.પૂ. આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્વરજી મ.સા. ફરમાવે છે.
‘વ્હારાં કર્મબંધસ્ય, પરદ્રવ્યચિંતનમ્ । स्वद्रव्यस्य विशुद्धस्य तन्मोक्षस्यैव केवलम् ||" અર્થ : પરદ્રવ્યનું ચિંતન કર્મબંધનું કારણ છે અને વિશુદ્ધ સ્વદ્રવ્ય (આત્મા)નું ચિંતન મોક્ષનું કારણ છે.
બેન, આપની વર્તમાન અસમંજસ દશામાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગભાવ, રત્નત્રયી (દર્શનજ્ઞાન-ચારિત્ર) માટે રતિભાવ, પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ, દરેક જીવ પ્રત્યે મૈત્રીભાવ, પુદ્ગલ (જડ પદાર્થો) પ્રત્યે ઉદાસીનભાવ, કષાયો (ક્રોધ-માન-માયા-લોભ) પ્રત્યે ઉપશમભાવ, ઇન્દ્રિયાના વિષયો પ્રત્યે અનાસક્તભાવ અને સાધર્મિકો પ્રત્યે વાત્સલ્યભાવ - આ બધા ભાવો આપનામાં વધુને વધુ પૂરક, પ્રેરક અને પ્રબળ બને, તે દિશામાં યથાશક્તિ પુરુષાર્થ કરશો.
પરમ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ દરેકના આત્માના સ્વચ્છ આઈનામાં પડે, આપ સૌના જીવનબાગમાં સદાય સુખ-સમૃદ્ધિની છાયા રહે અને આત્મ-સાગરમાં સદાય રત્નત્રયીની ભરતી રહે તેવી મારી અભ્યર્થના અને મંગલ મનીષા.
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૪૫
For Private & Personal Use Only
લિ. આપનો ભાઈ, રજની શાહ
શ્રુતસરિતા
www.jainelibrary.org