________________
તથાભવ્યતા પાકી તેમ કહેવાય છે. નિગોદમાંથી નીકળી તથા ભવ્યતા પાકે તે પહેલાં અનંતાનંત ભવો જીવ કરે છે. કોઈ જીવ અપવાદ માર્ગે બે-ચાર ભવમાં જ (નિગોદમાંથી નીકળ્યા પછી) મોક્ષ પામે છે દા.ત., શ્રી મરુદેવા માતાજી. ધ્યાનમાર્ગમાં પ્રવેશ અને સ્થિરતા વિષે જણાવો.
પ્રશ્ન : ૫
ઉત્તર : ૫ વ્યુત્પત્તિ : ‘ધ્યા’ ધાતુ છે ધ્યાન શબ્દમાં, તેના થોડાક અર્થો છે : (૧) ધ્યેય (૨) વિચારવું (૩) સ્થિરતા (૪) અવિનાશીતા (૫) ચિંતન (૬) કાયનિરોધ (૬) યોગસ્થર્ય.
વ્યાખ્યાઓ :
(૧) સ્વનું વેદન એટલે ધ્યાન, સ્વ-સાધન વડે સાધી શકાય તે ધ્યાન.
(૨) ચિત્તના વિક્ષેપોનો ત્યાગ કરવો તે ધ્યાન.
મન, વચન, કાયાના યોગોની સ્થિરતા તે ધ્યાન.
(૩)
(૪) શ્રમિત થયેલા મન, વચન, કાયાના યોગની જ્ઞાનપૂર્વકની વિશ્રાંતિ એ જ ધ્યાન. (૫) ઉત્તમ સંઘયણબળ વાળાનું એક વિષયમાં અંતઃકરણની વૃત્તિની સ્થાપના.
(૬)
જ્ઞાનધારાને અનેક વિષયગામિની બનતી અટકાવી એક વિષયગામિની બનાવવી. (૭) સ્વરૂપમાં અભિમુખતા એ ધારણા, પણ સ્વરૂપમાં એકાગ્રતા તે ધ્યાન. (૮) ધ્યાતા વડે ધ્યેય-પ્રાપ્તિ અર્થે કરાતી ક્રિયા તે ધ્યાન.
(૯) જે સ્વરૂપ નથી, સાધ્ય નથી, માત્ર સાધન છે તે ધ્યાન.
(૧૦) સ્થિર અધ્યવસાય વડે મતિજ્ઞાનને કેવળજ્ઞાન સાથે જોડી આપે તે. (૧૧) અધ્યવસાય-સ્થાનકની પ્રાપ્તિ અર્થે ધ્યેય રૂપ પદાર્થને બહુ ઘૂંટવાની પ્રક્રિયા. (૧૨) મોહનીય કર્મના સઘળા ભાવોને મતિજ્ઞાનના વિકલ્પોમાંથી કાઢવાની રીત. (૧૩) ન જાણવું, ન ઇચ્છવું, ન વિચારવું, ન સ્મરણ કરવું એ જ નિર્વિકલ્પ ધ્યાન. (૧૪) ધ્યાતા, ધ્યેય અને ધ્યાન - ત્રણેનો જેમાં બોધ હોય તે ધ્યાન; અને આ ત્રણેનો જેમાં અભેદ હોય - અભાવ હોય તે સમાધિ.
(૧૫) મન એ ઘટના છે, ધ્યાન એ સ્વભાવ છે.
(૧૬) સાક્ષીભાવનો સરળ અર્થ છે - આગ્રહશૂન્ય તટસ્થ અવલોકન. આજ ધ્યાનનું રહસ્ય છે. (૧૭) બહિર્યાત્રામાંથી અંતર્યાત્રા તરફનો વળાંક એ જ ધ્યાન.
(૧૮) કાયાની સ્થિરતા એ કાયયોગનું ધ્યાન છે. વચનથી મૌન પાળવું એ વાચિકયોગનું ધ્યાન છે. મનથી નિર્વિચાર બનવું એ મનોયોગનું ધ્યાન છે. આ ત્રણે જેમાં અંતગતિપણે સમાવિષ્ટ હોય તે કાઉસગ્ગ (પાંચમું આવશ્યક કર્મ અને બારમું સર્વોચ્ચ તપ).
જિનશાસનમાં આરાધના પારમાર્થિક યોગનું વિધાન માટે અસંખ્ય યોગો છે. સંક્ષેપમાં જો વિશ્લેષણ કરીએ તો ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, સામ્યયોગ અને ધ્યાનયોગ બતાવ્યા છે. જીવનમાં પ્રથમ ભક્તિયોગ લાવી અનુક્રમે આગળ વધતાં વધતાં ધ્યાનયોગને પામવાનું છે. આ બધા
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૪૨૨
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org