________________
૨૫
૧૫
૧૦. વિલવણ - (વિલેપન)-પોતાના શરીરને શોભાવવા માટે ચંદન, જવા, ચુઓ, કસ્તૂરી વગેરેનો
નિયમ કરવો. નિયમ કર્યા ઉપરાંત પણ દેવપૂજામાં તિલક, હસ્તકંકણ, ધૂપ વગેરે કલ્પ છે. ૧૧. બંભ - (બ્રહ્મચર્ય)-દિવસે કે રાત્રે સ્ત્રી-સેવનનો ત્યાગ. ૧૨. દિસિ (દિશા પરિમાણ)-અમુક અમુક દિશાએ આટલા માઈલથી આગળ ન જવાનો નિયમ કરવો. ૧૩. રહાણ - (સ્નાન)-તેલ ચોળીને સ્નાન કરવું તે કેટલી વાર સ્નાન કરવું તેની મર્યાદા બાંધવી. ૧૪. ભાત - રાંધેલ ધાન્ય અને સુખડી વગેરે ત્રણ અથવા ચાર શેર આદિનું પરિણામ કરવું. અહીંયાં
સચિત્ત કે અચિત્ત વસ્તુઓ ખાવાની જુદાં જુદાં નામ દઈ છૂટ રાખીને જેમ બની શકે એમ
યથાશક્તિ નિયમ રાખવો. ઉપલક્ષણથી બીજાં પણ ફળ, શાક, વગેરેનો યથાશક્તિ નિયમ કરવો. નિયમ ધારવાની રીત
જેઓને યાદ ન રહે તેઓ નિયમ ધારવા માટે નીચે પ્રમાણે ખાના પાડી અભ્યાસ પાડી પછી મોઢેથી ધારી શકે છે. નામ | કેટલું વાપરવાનું | કેટલું વાપર્યું | લાભમાં સચિત્ત દ્રવ્ય વિગઈ વાહ તંબોલ શ્રાદ્ધ વિધિમાં ધર્મ જાગરિકા આ પ્રમાણે દર્શાવી છે : ૧. ક્રોડ ? હું કોણ? ક્યાંથી આવ્યો? શું લાવ્યો છું? લઈ શું જવાનો છું? મારો આત્મા શુદ્ધ
છે જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે, તે મારા ગુણો છે. ૨. #ા મમ સારું ? મારી જાતિ કઈ ? મારી માતા કોણ? હું અંધ, અપંગ કે લૂલો નથી, પાંચે
ઇન્દ્રિયો સંપૂર્ણ છે. ૩. દિ વં મારા પિતાનું કુળ કયું? હું ચંડાળ, ભિક્ષુક કે હલકા કુળનો નથી. ૪. સેવા દ્ય છે અને મારા દેવ કોણ? મારા ગુરુ કોણ? અરિહંત, સિદ્ધ, વિતરાગી મારા દેવ,
જે અઢાર દોષો રહિત, બાર ગુણો સહિત છે. મારા ગુરુ પંચ મહાવ્રતધારી, કંચન-કામિનીના ત્યાગી છે. હું તેમની જેમ આરાધક બની ક્યારે તેમના જેવો બનું? મારું સ્વરૂપ તે જ છે. તે
ક્યારે મેળવું ? પ. ો મદ ઇમ્પો ? મારો ધર્મ કયો? દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મારા ગુણધર્મ છે. મારો
આચાર અનુષ્ઠાન ધર્મરૂપી, અહિંસા, સંયમ અને તપ છે. માટે સર્વે જીવો સાથે મૈત્રી, પ્રમોદ,
કરુણા અને માધ્યસ્થ ભાવ તે વિચાર ધર્મ છે. મેં જીવનમાં કેટલો ધર્મ ઉતાર્યો? ૬. જે ચા સમrrદા ? મેં જીવનમાં કયા વ્રત-નિયમો-અભિગ્રહો લીધાં છે ? ૭. aધસ્થા ને ? વર્તમાન કાળમાં મારી કઈ અવસ્થા છે? અને ભૂતકાળમાં હું કેવો હતો ?
હવે મારે કેવું જીવન જીવવાનું છે ? શ્રુતસરિતા
શ્રાવક ધર્મ
૧૮૩ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org