________________
પત્રાવલિ-૪ સાચું શરણ મળો
મંગળવાર, તા. ૨૧મી જાન્યુ., ૧૯૯૭
સુજ્ઞ ધર્મપ્રિયંકર ભાઈશ્રી, જય જિનેન્દ્ર,
પૂ. મોટીબેને આ ભવના દેહત્યાગના એક કલાક અગાઉ “સંથારો લીધો. મારી અલ્પ સમજણમાં જે “સંથારા'નો અર્થ અને હેતુ છે તે હું આપને જણાવું છું. મને શ્રદ્ધા અને પાકો વિશ્વાસ છે કે મોટીબેને આવું જ કાંઈ વિચાર્યું હશે અને શુભ ભાવના ભાવી હશે.
“હું ધન્ય છું કેમકે અપાર ભવસમુદ્રમાં ભટક્તાં મને ચિંતામણિ રત્ન સમાન જિનેન્દ્ર ભગવંતના ધર્મની પ્રાપ્તિ થઈ. ચારે ગતિમાં જન્મ-મરણરૂપ ચક્રની મધ્યમાં ભટક્તાં મેં મોહના વશથી જે કોઈ જીવને દુ:ખ દીધું હોય તેને હું મન-વચન-કાયાએ ક્રી ખમાવું છું. મેં જે જે અપરાધ ક્યાં હોય તે તે બધા અપરાધોને હે જીવો ! મધ્યસ્થ થઈને, વેર મૂકીને ખમો અને હું પણ ખમું છું. આ સંપૂર્ણ જીવલોકમાં સ્વરૂપથી મારો કોઈ પણ દોષ નથી, હું જ્ઞાનદર્શન સ્વભાવવાળો છું, એક છું, મમત્વભાવરહિત છું.
મને અરિહંત અને સિદ્ધનું શરણ થાઓ; સાધુ અને કેવલી ભાષિત ધર્મ મને પરમ માંગલિક થાઓ, કર્મક્ષયનું કારણ એવા પંચ પરમેષ્ઠિનું શરણ મને થાઓ.
શ્રી જિનકથિત જ્ઞાન-દર્શન-ચારિત્ર તથા વીર્યની આરાધનામાં તત્પર મારો અંતરાત્મા એક જ છે, એ જ મારો છે. આ સિવાય અન્ય સર્વને મેં ત્યજી દીધાં છે. ગ-દ્વેષ મહામોહ અને ક્યાયરૂપ કારમા મલને ધોઈ હું અત્યારે નિર્મલ બન્યો છું. મારા દેહ સહિતની તમામ પદ્ગલિક વસ્તુઓ કે જે હવે મારા ચેતન આત્માની સાથે સંબંધ રાખી શકે તેમ નથી. તે તમામ વસ્તુઓને વોસિરાવી દઉં છું. આ ભવમાં કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા તમામ પરિવાર સહિતના સંબંધોને, માયાને, મમતાને, દરેક વસ્તુમાં કરેલા મારાપણાને વોસિરાવું છું.
હવે હું સારો થઈને આ પથારીમાંથી ન ઊઠું ત્યાં સુધી હવે મારે આ કાયાને પલંગ સિવાય કોઈનો સંબંધ નથી તે બધાને હું વોસિરાવું છું.
મારો દેહ પડી જાય તે સમયે મારી પાછળ કોઈ રુદન કરે અગર શોક પાળે, છ કાચની વિરાધના કરે, તેમાં મારે કોઈ લેવાદેવા નથી, મારા શરીરનો સંસ્કાર કરે તેમાં પણ મારે કોઈ લેવા દેવા નથી. વ્યવહારથી જે કોઈ કરે તે તેઓ જાણે; મારી પાછળ કુટુંબીઓ અને સ્વજનોએ મોહના કે રાણના પ્રભાવથી કોઈ આરંભાદિક કાર્યો કરવાં નહીં. કારણ કે હું અજર છું, અમર છું, નિત્ય છું, સ્વ-ગુણ સંપન્ન છું.”
મારી વિચારધારા સાથે સહમત થાઓ છો કે નહી ! જ્યારે પૂ. બેને તમને બધાને વોસિરાવી દીધા, ત્યારે તમારે બધાએ પણ તેમના દેહ-પર્યાયને વોસિરાવી દેવો તો પડે જ ને ! માટે હવે ધીમે શ્રુતસરિતા ૨૭)
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org