________________
પ્રબંધ-ર૪
તિયાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા આધાર ગ્રંથો : (૧) પ.પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. લિખિત “ભગવતી સૂત્રના પ્રવચનો'. (૨) ગણિવર્ય શ્રી જ્ઞાનસાગરજી મ.સા. લિખિત કૈલાસના સંગે, જ્ઞાનના રંગે'. (૩) શ્રી ચિરંતનાચાર્ય વિરચિત આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત “પંચસૂત્ર'
વિવેચનકાર : પૂજય પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા.
પ્રકાશન : ગીતાર્થ ગંગા, અમદાવાદ (ફોન નં. ૨૬૬૦૪૯૧૧) તથાભવ્યત્વ : કે સંસારવ જીવોના મુખ્યત્વે બે પ્રકાર છે. (૧) ભવ્ય જીવો અને (૨) અભવ્ય જીવો. જે જીવોમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય તે ભવ્ય જીવો અને યોગ્યતા ના હોય તે અભવ્ય જીવો ગણાય છે. ભવ્યપણું કિંવા અભવ્યપણું એ કોઈનું કરેલું અથવા અમુક સમયે થયેલું છે, એમ સમજવાનું નથી. ભવ્યપણું કે અભવ્યપણું એ સાદિ પારિણામિક ભાવ નથી; કિન્તુ અનાદિ પારિણામિક ભાવ છે. આ પ્રમાણે, આ બે પ્રકારના જીવોમાં ભવ્ય આત્માઓને જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પરંતુ, અભવ્ય જીવોને એ આત્મિક ગુણ પ્રગટ થતો નથી. કે ભવ્યત્વ એટલે મોક્ષગમનની યોગ્યતારૂપ જીવનો અનાદિ પારિણામિક ભાવ અને તથાભવ્યત્વ એટલે વિશિષ્ટ એવું આ = ભવ્યત્વ. જે તે વ્યકિતમાં રહેલું તે જીવનું ભવ્યત્વ તે તેનું ‘તથાભવ્યત્વ' છે. આ તથાભવ્યત્વ જયારે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ કારણને પ્રાપ્ત કરે છે, ત્યારે પાપકર્મનું વિગમન થાય છે. આવું ભવ્યત્વ દરેક જીવને કાળથી જુદું જુદું હોય છે. તેથી જ, બધા ભવ્ય જીવો એક કાળમાં જ મોક્ષમાર્ગ પામીને સાધના કરીને સાથે જ મોક્ષમાં જતા નથી. તથાભવ્યત્વના પરિપાકની પ્રક્રિયા ઃ (૧) ચતુઃ શરણગમન : અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી ભગવંતથી કહેવાયેલા ધર્મનું શરણગમન. દ્રવ્ય કે શબ્દોથી શરણ નહીં, પણ આ ચારેનું ભાવથી શરણ..
(૧) અરિહંત - જગતમાં લોકોત્તમ એવા પૂર્ણ પુરૂષ શ્રી અરિહંત ભગવાન. | (૨) સિદ્ધ - સર્વ કર્મથી રહિત એવા સિદ્ધનું સ્વરૂપ આપણી બુદ્ધિ સામે ઉપસ્થિત કરવું. (૩) સાધુ - સિદ્ધ અવસ્થાને પ્રગટ કરવા માટે સર્વશક્તિથી પ્રયત્ન કરનારા. (૪) ધર્મ - સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં અનન્યકારણરૂપ એવો કેવળીથી કહેવાયેલો ધર્મ.
આ ચતુ:શરણગમન જીવને આપત્તિમાં મહાન પરિરક્ષણનો ઉપાય છે. આ શરણગમન ભાવથી યાદ કરીને જીવે દરરોજ ત્રિકાળ કરવાનું છે. (૨) દુષ્કતની ગહ (પોતે કરેલા પાપોની નિંદા) : જે જે દુષ્કૃત કર્યા છે તે સર્વે દુષ્કતોને યાદ કરીને, પંચ પરમેષ્ઠિને બુદ્ધિથી ઉપસ્થિત કરીને, સાક્ષાત્ નિવેદન કરતો હોય કે “મેં આ દુષ્કૃત્ય (મન,
૨ ૨૯
તથાભવ્યત્વની પરિપાકની પ્રક્રિયા
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org