________________
અંતર નિવેદન અનંત ઉપકારી પરમ તારક શ્રી જિનેશ્વર ભગવંતે ઉપદેશેલ સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞાન અને આચારમય પરમ કલ્યાણકર શ્રી વીતરાગ ધર્મની આરાધના દ્વારા ભૂતકાળમાં અનંત આત્માઓ ભવભ્રમણથી સર્વથા મુક્ત થઈને અવ્યાબાધપણે અનંતસુખના સ્વામી બન્યા છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, સંખ્યાબંધ આત્માઓ આ ધર્મની આરાધનામાં, પોતાનું સર્વોત્કૃષ્ટ વીર્ય ફોરવીને, કર્મોની નિર્જરા કરતાં કરતાં, વર્તમાનમાં શાશ્વત સુખધામ ભણી સંચરી રહેલ છે. એ જ રીતે, સર્વજ્ઞ પ્રણીત ધર્મની આરાધના વડે, ભાવિમાં અનંત આત્માઓ પણ શ્રી સિદ્ધિસુખનાં ભોક્તા બનશે, તે નિઃશંક છે.
જૈનદર્શનની આ સર્વજ્ઞમૂલક પરંપરા જે રીતે ત્રિકાલાબાધિત અને અવિચ્છિન્નપણે વહી રહી છે; તેથી જ તેનો મહિમા અનુપમ અને અલૌકિક રહેવા પામ્યો છે.
શ્રી નીતિસૂરિજી સમુદાય આજ્ઞાવર્તિની તપોનિધિ અને નિસ્પૃહતાની મૂર્તિ પરમ પૂજય સ્વ. સુનંદાશ્રી સાધ્વીજી મ.સા. દ્વારા સૌજન્યનિધિ અને સગુણાનુરાગી પ.પૂ. શ્રીમદ્ વિજય ભાનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનો મને સંવત ૨૦૩૬-૩૭ (ઈસવી સન ૧૯૮૦-૮૧)માં પરિચય થયો. આ પુણ્યવંતા પરિચયથી મારા જીવનમાં ધર્મનું નવલું પ્રભાત પ્રગટી ઉઠયું. પૂજયશ્રીએ મને અનેક મૌલિક સિદ્ધાંતોનો તેમ જ શાસ્ત્રગ્રન્થોનો અભ્યાસ, મારી લાયકાત અને ક્ષમતા અનુસાર કરાવ્યો. સાથે સાથે, તેઓશ્રીએ ધર્મનો પ્રારંભ કરવાથી માંડીને શ્રેષ્ઠ સિદ્ધિ વરવા સુધીનું સ્પષ્ટઅસદ્િધસુરેખ નિરૂપણ કર્યું. હાલમાં તેઓશ્રી કાળધર્મ પામી ગયા છે, પણ તેઓશ્રીના ઉપકારની પાવન સ્મૃતિ આજે પણ પાંપણ પર આવી પળે પળે ધર્મપ્રભાવના કરવાની પ્રેરણા આપી જાય છે.
મારા પુણ્યોદયે, અન્ય પૂજય આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતો પાસેથી પણ, મને લોકોત્તર આચાર-વિચાર વિષયક જાણવાનો/ભણવાનો લાભ મળ્યો. આ અપૂર્વ લાભથી, સાધ્યસિદ્ધિના ઉપાયોમાં ઉત્તરોત્તર વધુ પ્રયત્નપૂર્વક પ્રવૃત્ત થવાની મને કેળવણી અને રૂચિ સાંપડી. પૂજય શ્રી ગુરૂ ભગવંતોના સાનિધ્યમાં સાંપડેલી મારા ચૈતન્યની ભાવયાત્રા અને લોકોત્તર ગુણોના વિકાસ બદલ તેઓશ્રી સર્વે પ્રત્યે અસીમ ઉપકાર અને ઋણની લાગણી વ્યકત કરું છું. સાધુભગવંતોનો પરિચય થતાં હજી સંસાર સેવી હતો. તેમાં સંવત ૨૦૫૭માં (ઇસવીસન ૧૯૯૧) અશુભ કર્મોનો ઉદય થતાં, મારે ભારતની આર્યભૂમિ છોડવી પડી અને અમેરીકા જેવી અનાર્યભૂમિમાં આવવાનું થયું. આ સંતોનો સમાગમ કયાંય મારા અંતરમાં અંકાયેલો હતો તેથી મોક્ષ લક્ષ્યસાધક ઉપાયોમાંથી વિચલિત ના થઈ જવાય અને મારા ક્ષયોપશમ ભાવની વૃદ્ધિના આશયથી, અમેરીકાના વિવિધ સંઘોમાં વીક-એન્ડમાં સ્વાધ્યાય કરાવવાનો મને ભાવ થયો કે જેની ફલશ્રુતિરૂપે વિવિધ સંઘોમાં સ્વાધ્યાય કરાવવા માટે મને છેલ્લા પંદર વર્ષથી લાભ મળે છે. જૈન તત્વજ્ઞાનને પામવા માટેના પ્રવેશદ્વાર જેવા નાના પણ વિષય નિરૂપણની દષ્ટિએ મહત્વના વિષયો ઉપર સ્વાધ્યાય કરાવવાનો લાભ મને આજે દેશવિદેશના સંઘો વારંવાર ભાવપૂર્વક આપે છે, કે જેઓનો હું ખૂબ આભારી છું.
સ્વાધ્યાયના વિષયોની મારી પસંદગીનું ધોરણ એ રહેવા પામ્યું છે કે આ વિષયો જિનશાસન પ્રત્યે દેઢ અનુરાગ પ્રગટાવવામાં આલંબનરૂપ બને, રત્નત્રયી-પ્રાપ્તિના માર્ગમાં ઉત્કૃષ્ટ સાધન બને અને ચારે અનુયોગરૂપ સમસ્ત શ્રુતજ્ઞાનની વાનગીનો સ્વાદ ચખાડનાર બને. અનાર્યભૂમિના શ્રાવકના આધ્યાત્મિક ઉર્ધ્વગમન માટે, રત્નત્રયીના જિજ્ઞાસુ આત્માઓને જિનાજ્ઞાપ્રધાન સાધનો પૂરાં પાડવાનું આ કાર્ય, મારી
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org