________________
(૧૦) સાત નય (નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋાસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત) (૧૧) છ વેશ્યા (કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પધ અને શુક્લ). (૧૨) સાત પ્રકારની શુદ્ધિ (અંગ, વસ્ત્ર, મન, ઉપકરણ, દ્રવ્ય અને વિધિશુદ્ધિ). (૧૩) અરિહન્ત ભગવંતના બાર ગુણો. (૧૪) સિદ્ધ ભગવંતના આઠ ગુણો. (૧૫) કર્મની આઠ પ્રકૃતિ (ચાર ઘાતિ અને ચાર અઘાતિ) (૧૬) આઠ દૃષ્ટિ (મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા). (૧૭) પ્રભુના પૂજનીય નવ અંગો. (૧૮) નવપદ. (૧૯) નવ તત્વ અને એકેક તત્ત્વના ભેદો. (૨૦) શ્રાવકના બાર વ્રતો. (૨૧) ચૌદ ગુણ સ્થાનક. (૨૨) બાર ભાવનાનું સંક્ષિપ્ત સ્વરૂપ. (૨૩) પંદર કર્માદાન. (૨૪) સંયમના સત્તર પ્રકાર - ૫ આશ્રવવિરમણ, ૫ ઇન્દ્રિયનિગ્રહ, ૪ કષાયજય અને ૩ દંડવિરતિ. (૨૫) ૧૮ પાપસ્થાનક - ૮૪ લાખ જીવાયોનિ - ૧૪ રાજલોક (૨૬) વર્ષમાં આવતી પર્વ તિથિઓ.
આત્માને સ્પર્શતી વધુને વધુ મુદાઓ-પદ્ધતિઓ આપણે આ યાદીમાં ઉમેરવી જોઈએ.
સામાયિક દરમિયાન પરના નિમિત્તોથી દૂર રહેવાનું વિધાન છે. વાણીનું મૌન, કાયાની સ્થિરતા અને મનની નિષ્કપ અવસ્થા એ સામાયિકનો આત્મા છે. જીવ સામાયિકમાં અવસ્થિત થાય એટલે તેને આત્માના ગુણોનો આવિર્ભાવ થવા લાગે. સામાયિક આત્માની અનંત સંપદા તરફ ઇશારો કરનાર આરાધના છે. સામાચિકમાં કરવા યોગ્ય આરાધના : (આત્માનો વિચાર)
સમભાવની પ્રાપ્તિ દ્વારા સ્વભાવની પ્રાપ્તિ એ સામાયિકનું પરંપર ફળ હોઈ, આપણે સ્વના સાધનોનો જ સામાયિકમાં ઉપયોગ રાખવો જોઈએ. જેવા કે : (૧) હું આત્મા છું. શરીરની જેલમાં પૂરાયો છું. રત્નત્રયી મારા ગુણો છે, કર્મના સંયોગે આ ગુણો
દબાઈ ગયા છે, આ જ એક માત્ર કારણે હું ચૌદ રાજલોકમાં, ચાર ગતિમાં અને ૮૪ લાખ
જીવાયોનિમાં રખડી રહ્યો છું. (૨) હું ક્યાંથી આવ્યો ? ચોવીસ દંડક વડે દંડાતો, રખડતો, રઝળતો હું ક્યાંકથી આ ભવમાં
આવ્યો છું. દેવોને દુર્લભ અને ધર્મસામગ્રીથી ભરપૂર મહામૂલો મનુષ્યભવ હું પામ્યો છું. (૩) હું મરીને ક્યાં જવાનો ? નરક કે તિર્યંચ ગતિરૂપ દુર્ગતિમાં મારે જવું નથી. માનવભવમાં સામાયિક વિજ્ઞાન
૧૬૪
શ્રુતસરિતા Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org