________________
દાનની વિધિ : (૧) જ્ઞાનદાન – શ્રુતજ્ઞાનના પુસ્તકો લખવા કે લખાવવા. ધાર્મિક સાહિત્ય નકલ કરી સાધર્મિકને
મોકલવું. ભારતમાં પૂજ્ય સાધુ ભગવંતોના પ્રકાશિત પુસ્તકો મંગાવી સાધર્મિકોને વહેંચવા.
જ્ઞાનભંડારોમાં આર્થિક સહયોગ આપવો. (ર) અભયદાન - છકાયની પૂર્ણપણે રક્ષા થઈ શકે તે માટે દીક્ષાની ભાવના રાખવી. અપેક્ષાએ, શ્રાવક
માટે કંદમૂળ ત્યાગ, ઉકાળેલું પાણી, રાત્રિભોજન ત્યાગ, પૂજા, સામાયિક વગેરેમાં પ્રવૃત્ત થવું. ધર્મોપગ્રાહી દાન : (૧) સુપાત્રદાન -
સુપાત્રના ત્રણ પ્રકાર : મુનિ, શ્રાવક અને સમ્યગ્દષ્ટિ. સર્વવિરતિને ધરનાર પૂ. મુનિ ભગવતો, દેશવિરતિને ધરનારા શ્રાવકો અને સમ્યગ્દર્શનને ધરનાર સમ્યગ્દષ્ટિ આત્માઓ સુપાત્ર છે. તેઓની આપણા વડે કરાતી ભક્તિ ભવથી નિસ્તારનારી છે. આ ત્રણ આત્માઓને કરેલું દાન. તેઓશ્રીના ગુણોની અનુમોદના અને ઔચિત્યની અનુપાલના હોવાથી સર્વસંપત્તિને પ્રદાન કરનારું છે, અર્થાત્ પરંપરાએ મહાનન્દ સ્વરૂપ મોક્ષને આપનારું છે. સુપાત્રદાનને આશ્રયી ચાર ભાંગા : (૧) સુપાત્રને શુદ્ધ દાન આપવું - શુદ્ધ નિર્જરાનું કારણ. (૨) સુપાત્રને અશુદ્ધ દાન આપવું - અલ્પ પાપબંધનું કારણ. (૩) કુપાત્રને શુદ્ધ દાન આપવું - વિપુલ કર્મબંધનું કારણ.
(૪) કુપાત્રને અશુદ્ધ દાન આપવું - વિપુલ પાપ કર્મબંધનું કારણ. શુદ્ધ દાન : સાધુ અર્થે :
નિરવદ્ય (અચિત), એષણીય (પૂ. સાધુ મહાત્માને ખપે તેવું) અને મધ્ય (૪ર દોષ રહિત) ભક્તિપૂર્વકનું દાન. શ્રાવક અર્થે શ્રાવકને અન્નદાન, વસ્ત્રદાન, ઔષધદાન, આશ્રયદાન, આજીવિકાદાન અને ધર્મમાં
સુસ્થિર થવા સાધનો-ઉપકરણોનું ભક્તિપૂર્વક અને ભાવનાપૂર્વક દાન. અશુદ્ધ દાન આનાથી વિપરીત જાણવું. જેમકે સાવદ્ય કે દોષિત વસ્તુનું દાન, અભક્ષ્ય અપહારાદિ હિંસક સાધનો વગેરે. (૧) સુપાત્રને શુદ્ધ દાન આપવું :
આવું દાન આપ્યા પછી અનુબંધ સહિત શુભ પુણ્યનું ઉપાર્જન થતું હોવાથી અનુબંધ સહિત પાપનો બંધ થતો નથી, અને પૂર્વે બંધાયેલા પાપથી મુક્ત થવાય છે. ભૂતકાળમાં કરેલાં પાપકર્મની આલોચનાદિ દ્વારા તેનો ક્ષય કર્યો છે અને ભવિષ્યમાં તે પાપકર્મ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી છે. એવા સુપાત્રને (સંયતાત્માને) શુદ્ધ અન્ન, વસ્ત્રાદિ આપવાથી અનુબંધ પુણ્યાનુબંધી પુણ્યનું
ઉપાર્જન થાય છે. દાનધર્મ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૪) For Private & Personal Use Only
www.jainelibrary.org