________________
- શ્રી જિનપ્રતિમામાં સ્થાપના-નિક્ષેપે અરિહંતભાવની સ્થાપના કરવાનું અંજનશલાકા-પ્રાણ પ્રતિષ્ઠા એ પરમોચ્ચ કોટિનું વિધાન છે. “અંજન' એટલે ચક્ષુમાં અંજન અને “શલાકા' એટલે સળી. પ્રાથમિક વિધિમાં શ્રી આચાર્ય ભગવંત સળી વડે પ્રતિમાના ચક્ષુમાં પૂર્વોચાર્યોકત વિધિ અનુસાર ગર્ભિત મંત્રોચ્ચાર વડે “અંજન’ આંજે છે. આ ક્રિયામાં ઉપસ્થિતિ માત્ર આચાર્ય ભગવંતોની જ હોય છે. આ ક્રિયાની ફલશ્રુતિ સ્વરૂપે પ્રતિમામાં પ્રાણશક્તિ-તેજ શક્તિનો સંચાર થાય છે. આ વિધિ બાદ પ્રતિમા પૂજ્ય બને છે. આ વિધિ મધ્ય રાત્રિ બાદ કરવામાં આવે છે. ત્યાર બાદ, બીજા દિવસે આ પ્રાણભરી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે.
અંજનશલાકા અને પ્રતિષ્ઠા - આ બન્ને વિધિ શાસ્ત્ર સુવિહિત આચાર્ય-સાધુ ભગવંતોના સમુદાય વડે જ કરવામાં આવે છે. આ બન્ને વિધિ દરમિયાન દેવ-દેવીઓને આહ્વાહન, પ્રભાવક મંત્રો, સંનિધાન મુદ્રાઓ કરવામાં આવે છે. ભારતમાં આ અલૌકિક પ્રસંગે શુભ મુહૂર્તે “દશાલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દસ દિવસ દરમિયાન બૃહદ શાન્તિસ્નાત્ર સહિત વિવિધ પ્રકારના પૂજનો અને પ્રભુના પાંચે કલ્યાણકો વિધિસહિત ઉલ્લાસભેર ભાવવિભોર બની ઉજવાય છે.
પાશ્ચાત્ય દેશોમાં આજીવિકા-વ્યવહાર નિત્ય પ્રભાતે પૂજાને અનુકૂળ ના હોઈ, અંજનશલાકાવાળી પ્રતિમાની પ્રાણ-પ્રતિષ્ઠા કે સ્થાપના થતી નથી. અંજનશલાકાવાળી પ્રતિમાની દરરોજ પૂજા કરવી જ જોઈએ. ક્ષેત્ર કાળ અનુસાર, આ દેશમાં તેના બદલે અંતરંગભાવ વિશુદ્ધિ અને પરમાત્મા પ્રત્યેનો સંપૂર્ણ સમર્પણભાવના આલંબન સારું અંજનશલાકા રહિત પ્રતિમાની ૧૮ અભિષેક વિધિ કરીને સ્થાપના કરવામાં આવે છે.
જિનેશ્વર પ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કે સ્થાપના એ પરમપદનો પાયો છે, સાધના-આરાધનાઉપાસનાનું ભવ્ય આલંબન છે, આધ્યત્મિક પ્રગતિ માટેનું પરમ નિમિત્ત છે, સંસારના સંતાપમાં આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપથી બળ્યા ઝળ્યા આત્માનો વિસામો છે, કર્મ અને મોહના હુમલાઓથી ઘવાયેલા માટે ઔષધ છે, ભાવિનું ભાથું છે, ભવાટવીમાં ભૂલા પડેલાને દિવાદાંડી સમાન છે અને ગુણ-બહુમાન, કૃતજ્ઞતા અને વિનય - આ ત્રણ ગુણની સિદ્ધિનું સોપાન છે.
.
5
જ
--- - 1 -
- -
--- -
- - -
અંજનશલાકા-પ્રાણપ્રતિષ્ઠા-સ્થાપના Jain Education International 2010_03
૮૦ For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org