________________
છે. જ્યારે મૈત્રાદિ ચાર ભાવના દ્વેષને દૂર કરવામાં ઉપયોગી છે. આ ઉપરાંત અગત્યનું સાધન અનુષ્ઠાન ધર્મનું સેવન છે. અનુષ્ઠાન ધર્મ એટલે અહિંસા-સંયમ અને તપનો આપણા જીવનમાં ત્રિવેણી સંગમ, અહિંસા અને તપનું (ઉપવાસાદિ) અપેક્ષાએ પાલન સહેલું છે, પણ આ ત્રિપુટીમાં કેન્દ્રસ્થાને રહેલ “સંયમનું પાલન મુશ્કેલ છે. કારણ તેનું એ છે કે અહિંસા અને તપ તો કોઈ કોઈક વાર જ કરવાનું બને, જ્યારે સંયમ તો દરરોજ નિત્યપણે દર મિનિટે પાલન કરવું પડે. સમપૂર્વક યમને “સંયમ' કહેવાય છે. ભાઈ, આપણું જીવન જ્યાં સુધી દૈનિક ધોરણે સંયમમય નહીં બને, ત્યાં સુધી આપણા આ ભવના મહામૂલ્યવાન જૈન-જીવનનો મેળ નહીં બેસે.
તત્ત્વથી જો સમજીએ તો આત્મામાં કર્મોનો જે પ્રવેશ છે, તે પરદ્રવ્યનો પ્રવેશ છે. અનાદિ કાળમાં ભોગવેલાં સુખો અને સહન કરેલાં દુઃખો - તે બધાં કર્મના જ કારણે છે. કર્મ પૌદગલિક છે. આમ જોઈએ તો, પુગલથી વિનાશ, જન્મ-જરા-મૃત્યુ, કર્મબંધ, મન-વચન-કાયાના યોગ, રૂપકુરૂપ, ગરીબાઈ-શ્રીમંતાઈ, સંસાર-પરિભ્રમણ, દરેક ભવના નાટકો સર્જાય છે અને આત્મા એટલે કે આપણે સંસાર રૂપી રંગભૂમિ ઉપર “કર્મ' નામના દિગ્દર્શક (director)ની સૂચના અનુસાર નાચ્યા કરીએ છીએ. આત્મા અને કર્મ અલગ છે, તેનો ભેદ જાણી, ભેદજ્ઞાન પ્રાપ્ત કરી આત્મગુણોના ખજાનાને નિયમિત નિહાળવાની ટેવ પાડવી જોઈએ.
ભાવનાના ત્રણ પ્રકાર : શુભ, અશુભ અને શુદ્ધ. આ ત્રણમાંથી જે મનુષ્ય પ્રથમની બે (શુભઅશુભ) ભાવનાઓનો ત્યાગ કરી છેલ્લી શુદ્ધ ભાવના ધારણ કરે છે, ભાવે છે. તેનાં કર્મો વિપુલ પ્રમાણમાં ક્ષય પામે છે. શુભ ભાવથી પુણ્યબંધ, અશુભ ભાવથી પાપબંધ અને શુદ્ધ ભાવથી કર્મક્ષયરૂપ નિર્મળતા પ્રાપ્ત થાય છે. જેઓ પ્રથમની બે જ ભાવના ભાવે છે. તેના પરિણામ માત્ર શુભાશુભ જ હોઈ, તે મનુષ્યો પુણ્ય-પાપ ઉપાર્જન કરી ઉદયકાળે સુખ-દુઃખ ભોગવવાના માટે ૮૪ લાખ જીવયોનિમાં
અતિથિ બની ચાર ગતિરૂપ પરિભ્રમણ કર્યા કરે છે; પણ ત્રીજી, શુદ્ધ ભાવ વાળો વ્યક્તિ કર્મની નિર્જરા કરી સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે.
ભાઈ, આનો અર્થ એવો નહીં કાઢવાનો કે શુભ ભાવ ભાવવાની જરૂર નથી. શુભ ભાવ ચોક્કસ ભાવવાના અને સાથે સાથે શુદ્ધ ભાવ પણ ઉમેરવા. આત્મસ્મરણ, આત્મચિંતન ઉમેરવાનું છે. “હું કોઈનો નથી અને મારું અન્ય કોઈ નથી. બધા પદાર્થો મારાથી પર છે.”
આવા આવા આત્મલક્ષી વિચારો કરીને અને વિચારોને દઢ માન્યતામાં ફેરવીને આપણે આપણા કર્મોને ધ્રુજાવવાનું લક્ષ્ય રાખવાનું છે. આવી માન્યતા વડે આત્મ-સ્વરૂપની સ્થિરતા એવી તો અપૂર્વ આવે કે જેની પ્રખર ઉષ્માથી-ગરમીથી કર્મનો રસ શોષાઈ જાય; અને રસ દૂર થતાં જ, જેમ પવનના ઝપાટાથી સૂકાં પાંદડાઓ ધ્રૂજી ઊઠી નીચે ખરી પડે છે, તેમ કર્મો ધ્રૂજીને આત્મપ્રદેશની અલગ થઈ ખરી પડે છે. જેમ જેમ ખરવાની ક્રિયા ઝડપી, તેમ તેમ આત્મા વધુને વધુ ઉજ્જવળ થતો જાય છે; અને અંતે આપણો જ આત્મા પરમાત્મા થઈ જાય છે. અપેક્ષાએ, પરમાત્મા બહારથી આપણામાં અંદર આવતા નથી, પણ અંદર રહેલ આત્મા પરમાત્મા બની પરમાત્મ-સ્વરૂપ બહાર પ્રગટે છે. શ્રુતસરિતા
૩૨ ૨
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org