________________
બગાડવાની કોઈની તાકાત નથી. ક્રોધ કરવો એ મોહની આજ્ઞા છે, અને ક્ષમા રાખવી એ જિનેશ્વરની આજ્ઞા છે.
अह नैकेन हरत्येव, तेजः पाण्मासिकं ज्वरः ।।
क्रोधः पुनः क्षणेनापि, पूर्व कोट्यर्जितं तपः ॥ અર્થ : એક જ દિવસનો તાવ છ મહિનાની સ્કૃતિને હણી નાખે છે, તેમ એક જ ક્ષણનો ક્રોધ કોડપૂર્વ
વર્ષોમાં પેદા કરેલા તપના ફળને ફૂંકી મારે છે.
ક્ષમાં હાર્દિક જોઈએ, ક્ષમા સર્વની જોઈએ, ક્ષમા બિનશરતી જોઈએ, ક્ષમા ચિરંજીવ હોવી જોઈએ અને ક્ષમા જ્ઞાનગર્ભિત જોઈએ. ક્ષમાના આ પાંચ પ્રાણોને ધારણ કરવાના આપના પુરુષાર્થને હું સફળતા ઇચ્છું છું.
લિ. આપનો સાધર્મિક,
રજની શાહ
પત્રાવલિ-પ૯ પંડિતશ્રી ધીરજલાલ મહેતાનું અભિવાદન પ.પૂ. શ્રી ધીરજભાઈ મહેતા (શ્રી પંડિતજી)ને ભારતમાં શ્રી નેમિ-સૂરિ સુવર્ણચંદ્રક એનાયત થયો, તે પ્રસંગને અનુલક્ષીને શ્રી પંડિતજીના બહુમાન વેળાએ ડો. શ્રી રજનીભાઈ શાહનું પ્રાસંગિક પ્રવચન તા. : ૧૮મી જુલાઈ, ૨૦૦૨ - સ્થળ : Caldwell Jain Temple, NJI
ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર;
જે ગુરુથી વેગળા, રળવળીયા સંસાર.” ગુણરત્ન રત્નાકર, સમ્યફરત્ન ઝવેરી, શાસ્ત્રસિદ્ધાંત અને સત્યના અજોડ ચાહક-વાહક અને સન્દર્શક ધર્મપ્રભાવક પરમ પૂજ્ય શ્રી પંડિતજીને મારા ચરણસ્પર્શભર્યા પ્રણામ અને ભાવભર્યા વંદન.
અમેરિકાની ભોગભૂમિ ઉપર અવિરતિના કારખાનામાંથી પ્રત્યેક સમયે ઊપજતા અઢળક કર્મરાશિના ઉત્પાદનની માઠી અસરોથી આપણને બચાવવા માટે પૂ. શ્રી પંડિતજી છેલ્લા બાર વર્ષોથી ધર્મપ્રભાવના રૂપ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.
જૈનદર્શને આપેલો શાસ્ત્રખજાનો મજાનો છે. આગમ અને પંચાંગી સાહિત્ય ઉપરાંત પ્રકરણ ગ્રંથો, રસાળ કાવ્ય શાસ્ત્રો, વિપુલ વ્યાકરણકોષો, યોગગ્રંથો, અધ્યાત્મગ્રંથો, કર્મગ્રંથો, તત્ત્વાર્થ સૂત્ર, જ્ઞાનસાર, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ, ધર્મકથાનુયોગ આદિ ગ્રંથોની ગલીઓથી શોભતું આપણું જૈન સાહિત્યનગર એટલું બધું રમણીય છે કે ખરો જિજ્ઞાસુ આ નગરની એકાદ ગલીમાં ધરાઈને જાણવા-માણવામાં સમગ્ર જીવન વ્યતીત કરી શકે છે. પૂ. શ્રી પંડિતજીએ આપણને એકાદ ગલી નહીં, પણ સમગ્ર જૈન સાહિત્યનગરની અર્થયાત્રા-ભાવયાત્રા કરાવી છે.
લોકોત્તર ધર્મની સ્પષ્ટ અને સચોટ સમજ વડે આપણા મનને મોક્ષમાં બિરાજીત કરવા, વચનને સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોમાં સ્થાપિત કરવા અને કાયાને આરાધનામાં અનુષ્ઠાનમાં સમર્પિત કરવામાં પૂ. પત્રાવલિ
૩૬૩
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org