________________
આપી મનસ્થિતિ વિચિત્ર છે. સંપત્તિ માટે શાલિભદ્ર અને સંયમ ન લેવું પડે માટે પુણિયા શ્રાવક બનવાનું પસંદ કરીએ છીએ. અમાપ ફળને આપનાર આ સામાયિકની મહત્તા જો કોઈ શ્રાવક ના સમજે તો એ ભોળપણ નથી; મોટપણ છે. અભાવમાં રહેલ આપણને સમભાવ અને સ્વભાવ તરફ દોરી જનાર આ સામાયિક યોગ છે, મોક્ષ સાથેના જોડાણનું સક્ષમ સાધન છે. સામાયિક એટલે આત્માલાપભર્યો વાર્તાલાપ છે. આપણી આત્મસંપત્તિ ખોવાઈ નથી, ભૂલાઈ ગઈ છે. સામાયિક શોધ છે, ખોજ છે. ગણધર ભગવંત કહે છે :
सामायिक संखेवो, चौदस्स पुव्वत्य पिंडोति । અર્થ : સામાયિક નામનું વ્રત ચૌદ પૂર્વનો સારભૂત પિંડ છે.
તપને કર્મ નિર્જરાનું મુખ્ય સાધન માનવામાં આવે છે; પરંતુ સામાયિકની કર્મ ખપાવવાની શક્તિ તેના કરતાં અનેકગણી વધારે છે. ક્રોડો વર્ષ સુધી તીવ્ર તપ વડે જીવ જેટલા કર્મોને ખપાવે છે, તેના કરતાં અનેકગણા કર્મના જથ્થાને સમભાવથી ચિત્તવાળો સામાયિકનો સાધક અર્ધી ક્ષણમાં ખપાવે છે. પૂ. શ્રી ધર્મસિંહમુનિએ સઝાયમાં ફરમાવ્યું છે :
“શ્રી વીર મુખે એમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રત્યે જાણ લાલ રે, લાખ ખાંડી સોના તણું, દીયે દિન પ્રત્યે દાન લાલ રે. લાખ વરસ લગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે,
એમ સામાયિકના તોલે, ન આવે તેલ લગાર લાલ રે.” અર્થ એક લાખ ખાંડીના ૨૦ લાખ મણ થાય; ૨૦ લાખ મણના ૮ ક્રોડ શેર થાય અને ૮ ક્રોડ
શેરના ૩૨૦ ક્રોડ તોલા થાય. એક તોલાનો ભાવ રૂા. ૬,૦૦૦ની ગણતરીએ એક લાખ
ખાંડીની કિંમત રૂા. ૧૯,૨૦૦ અબજ જેટલી થાય. સ્થાન : (૧) છ આવશ્યક (શ્રાવકે અવશ્ય કરવા લાયક કર્મો) સામાયિક, ચઉવીસત્યો, વાંદણાં, પડિક્કમણું, કાઉસગ્ગ, પચ્ચખાણ. એક અપેક્ષાએ, આ છ પ્રકારો પૈકી સામાયિક એ જ સાધ્ય છે; બાકીના પાંચ આવશ્યકો તો તેનાં સાધનો છે; અંગો છે. માટે જ, સર્વ આધ્યાત્મિક ક્રિયામાં પડાવશ્યકની મુખ્યતા છે અને પડાવશ્યકમાં સામાયિકની મુખ્યતા છે. (૨) કરેમિ ભંતે સૂત્રમાં ઉપરોક્ત છએ આવશ્યકો ગર્ભિતપણે ગૂંથેલા છે.
નં. આવશ્યક ગર્ભિત ૧ સામાયિક કરેમિ.....સામાઈયું ૨ ચઉવીસત્યો કરેમિ ભંતે
૩ વાંદણાં તસ્ય ભંતે શ્રુતસરિતા
૧૫૫
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org