________________
પંચપરમેષ્ઠી ભગવંતોની ગુણોની અનુમોદના :
अणुमोएमि सव्वेसिं अरहंताणं अनुट्ठाणं ।
હું સર્વ અરિહંત-તીર્થંકરોની તીર્થ સ્થાપનારૂપ અનુષ્ઠાનની અનુમોદના કરું છું.
सव्वेसिं सिद्धाणं सिद्धभावं ।
હું સર્વ સિદ્ધ ભગવંતોની અક્ષય સ્થિતિની અનુમોદના કરું છું.
सव्वेसि आयरियाणं आयारं ।
હું સર્વ આચાર્યોના પંચાચાર પાલનની અનુમોદના કરું છું. सव्वेसि उवज्झायाणं सुत्तप्पयाणं ।
હું સર્વ ઉપાધ્યાયોના સૂત્ર પ્રદાનની અનુમોદના કરું છું. सव्वेसिं साहूणं साहु किरियं ।
હું સર્વ સાધુપુરુષોની સાધુક્રિયાની અનુમોદના કરું છું.
પ્રકૃષ્ટ પુણ્ય પ્રાપ્ત કરી પરમામૃત પ્રતિ પ્રગતિને આપણે સૌ પામીએ એ જ પરમ પરમાત્માને પ્રાર્થના.
સંયમનૌકા સુકાની શ્રી,
પત્રાવલિ-૪૨ મનનું મૌન
શ્રુતસરિતા
Jain Education International 2010_03
લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ
પ્રણામ - જય જિનેન્દ્ર - આપ સર્વે કુશળ હશો.
પનોતા પુણ્યવંતા પર્વાધિરાજ પર્યુષણ પર્વ પૂર્ણ થયા. દર વર્ષે પર્યુષણ આવે અને પૂર્ણ થાય. ધર્મના બે પ્રકાર (૧) નિમિત્ત ધર્મ (૨) નિત્ય ધર્મ. નિમિત્ત ધર્મ એટલે કે જે પર્યુષણ પર્વાદિ વેળાએ આચરવામાં આવે તે; અને નિત્ય ધર્મ એટલે કે જે નિત્યપણે દૈનિક જીવનમાં આચરવામાં આવે તે, દા.ત., ચૌવિહાર, નવકારશી, રાત્રિભોજન ત્યાગ, ઉકાળેલું પાણી, કંદમૂળ ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ, આદિ. શાસ્ત્ર સમર્થન આવે છે કે નિમિત્ત ધર્મ કરતાં અપેક્ષાએ નિત્ય ધર્મ વધુ ઉપકારી અને ફળદાયી નીવડે છે. નિમિત્ત ધર્મ પ્રાસંગિક હોઈ અલ્પ-કાલીન છે, અત્યંતર શુભ પરિણામો પણ અલ્પકાલીન હોય છે; જ્યારે નિત્ય ધર્મ નિત્ય હોઈ શુભ પરિણામો સમગ્ર જીવનસભર હોય છે. છતાં પરિ+ઉષન્ (પર્યુષણ) શબ્દાર્થથી તો ‘પર્યુષણ' આપણા નિત્ય જીવનમાં દૈનિક ધોરણે હોવું જ જોઈએ.
ધર્મ નિમિત્ત હોય કે નિત્ય હોય, પણ આ બંને પ્રકાર આત્મામાં વધુ વસવાટ કરનારો (ઉપ+વાસ)
૩૨૬
For Private & Personal Use Only
ગુરુવાર, તા. ૯-૨૧-૨૦૦૦
પત્રાવલિ
www.jainelibrary.org