________________
આયંબિલ પણ એક વિશિષ્ટ પ્રકારનું તપ છે. આ તપમાં દિવસે માત્ર એક જ વખત લુખ્ખાસુક્કા આહારનું ભોજન કરવાનું હોય છે. તેમાં મુખ્યત્વે છ વિગઈ, દૂધ, દહીં, ઘી, ગોળ (સાકર), તેલ અને પકવાન (મીઠાઈ)નો ત્યાગ કરવાનો હોય છે. તેમાં હળદર કે મરચું પણ વાપરી શકતા નથી. આ તપથી આધ્યાત્મિક દૃષ્ટિએ રસનેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે અને જીભ કાબૂમાં આવે એટલે બાકીની ચારેય ઇન્દ્રિય પણ કાબૂમાં આવી જાય છે અને પાંચેય ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થતા ચાર કષાય અને મન ઉપર પણ વિજય મેળવાય છે. પરિણામે કર્મબંધ અલ્પ અને કર્મનિર્જરા વધુ થતાં મોક્ષપ્રાપ્તિ નજીક આવી જાય છે.
આ સિવાય આ તપથી બીજા પણ અનેક પ્રકારના લાભો થાય છે. આ તપ કરવાથી શરીરમાં કફ અને પિત્તનું શમન થાય છે. કારણ કે કફને ઉત્પન્ન કરનાર ઘી, દૂધ, દહીં, ગોળ અને મીઠાઈનો આ તપમાં સર્વથા ત્યાગ કરવામાં આવે છે. સાથે સાથે લીલાં શાકભાજી જે સામાન્ય રીતે પિત્તવર્ધક જ હોય છે; તેનો પણ ત્યાગ કરવામાં આવે છે.
આયુર્વેદની દૃષ્ટિએ સર્વરોગોનું મૂળ શરીરમાં ઉત્પન્ન થયેલ વાત, પિત્ત અને કફની વિષમતા જ છે અને સામાન્ય જીવન વ્યવહારમાં રસનેન્દ્રિયના ચટાકાના કારણે કફ અને પિત્તજનક પદાર્થોનું જ વધુ પડતું સેવન કરવામાં આવે છે. તેથી શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય છે અને તંદુરસ્તી જોખમાય છે. માટે શક્ય હોય તો મહિનામાં ચાર પાંચ આયંબિલ અવશ્ય કરવા જોઈએ. શાસ્ત્રકાર ભગવંતોએ પણ વર્ષમાં બે, ચૈત્ર માસમાં અને આસો માસમાં આયંબિલની નવ દિવસની શાશ્વતી ઓળીની આરાધના બતાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેનું પણ રહસ્ય આ જ છે. વળી ચૈત્ર મહિનો અને આસો મહિનો, એ બે ઋતુઓના સંધિકાળ છે; અને એ સંધિકાળ દરમિયાન લગભગ બધાંનાં આરોગ્યમાં ફેરફાર થાય છે. આ સમય દરમિયાન જો આહાર-પાણીમાં પથ્યાપથ્યનો વિવેક રાખવામાં ન આવે તો ક્યારેક બહુ લાંબા સમયની બીમારીનો ભોગ બનવું પડે છે. અને આયુર્વેદમાં કહ્યું છે કે,
वैद्यानां शारदी माता, पिता तु कुसुमाकरः ।
(વૈદરાજ માટે શરદઋતુ માતા સમાન છે; અને વસંત ઋતુ પિતા સમાન છે.) કારણ કે આ બે ઋતુઓ દરમિયાન જ લોકોનું આરોગ્ય બગડે છે; અને ડૉક્ટરો, વૈદ્યોને સારી એવી કમાણી થાય છે. માટે શકય હોય તો નવપદની ચૈત્રી તેમજ આસો માસની બંને ઓળી કરવી જોઈએ.
द्वितीयाद्याः पञ्च पक्षे मासे षट्तिथयाऽथवा । सावद्यारम्भसच्चित्तत्यागं तास्वेव भावयेः ॥
અર્થ : બીજ વગેરે પક્ષને વિશે પાંચ અથવા માસને વિશે છ પર્વ-તિથિઓના દિવસે સાવઘારમ્ભપાપ વ્યાપારનો અને સચિત્તનો ત્યાગ કરવો જોઈએ.
ઉપવાસ જૈનધર્મનું આગવું વિશિષ્ટ તપ છે. આ તપમાં મુખ્ય બે પ્રકાર છે : (૧) તિવિહાર ઉપવાસ (૨) ચઉવિહાર ઉપવાસ. જૈન પરંપરા પ્રમાણે - ઉપવાસની શરૂઆત આગલા દિવસની
અનુષ્ઠાન ધર્મ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org