________________
સદ્ગતિની પ્રાપ્તિ માટેના પ્રાથમિક આચાર (૧) વાસી ખોરાક ત્યાગ (નર્ક ગતિ ટાળવા) (૨) કંદમૂળ ત્યાગ (અહિંસા ધર્મનું પાલન કરવા) (૩) વ્યસન ત્યાગ (સગુણોની પ્રાપ્તિ કરવા) (૪) નિંદા ત્યાગ (અશુભ કર્મોનો બંધ ના થાય તે સારું). (૫) આરંભ-સમારંભના આધારભૂત વીક એન્ડ પાર્ટીઓનો ઘટાડો. (૬) કષાયની મંદતા (ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ) (૭) અલ્પ પરિગ્રહી બનવા તરફ પ્રયાણ (૮) તિથિપાલન (પાંચ, દસ કે બાર તિથિએ વનસ્પતિ-ત્યાગ) (૯) ઉકાળેલું પાણી (બારે માસ નહીં તો છેવટે પાંચ તિથિએ કે જે દિવસોએ સંભવતઃ આયુષ્ય
બંધ થાય છે.) (૧૦) ભોગ-ઉપભોગની વૃત્તિઓનો સંક્ષેપ અને રસનો ત્યાગ. (૧૧) ચોવીસ તીર્થકરોના કલ્યાણક શુભ તિથિઓનું સ્મરણ અને યથાશક્તિ આરાધના. (૧૨) દિવસ દરમિયાન સમયે સમયે ધારણા-અભિગ્રહ પચ્ચકખાણ. (૧૩) શુભ અને અશુભ બંને પ્રકારના કર્મોના ઉદય પ્રસંગે સમતાભાવ વડે સાક્ષીભાવની કેળવણી. (૧૪) ભૂતકાળનાં સંસ્મરણો અને ભવિષ્યની આશાઓના ચિંતનમાં સમય બગાડવાના બદલે
‘વર્તમાનકાળનો ઉપયોગ કરવાની ટેવ. (૧૫) સાધર્મિક વૈયાવચ્ચની તકો શોધવી. (૧૬) બહિર્યાત્રામાંથી અંતર્યાત્રા તરફ પ્રયાણ કરવું. (૧૭) આત્માનું લક્ષ્ય, આત્માની શુદ્ધિનો ખ્યાલ અને આત્મા તરફની જાગૃતિ કેળવાય તે દિશામાં
પ્રયત્નો આદરવા. (૧૮) ટેલિવિઝન તથા મુવી-નાટકોમાં વ્યર્થ જતા સમયમાં ઘટાડો. (૧૯) વધુ પડતી ઇચ્છાઓ-અપેક્ષાઓ-અભિલાષાઓ-મનોરથો-વાસનાઓનો સમજણપૂર્વક ત્યાગ. (૨૦) ધર્મ પ્રવૃત્તિની સાથે સાથે ધર્મનો પ્રવેશ આપણી વૃત્તિમાં પણ થાય તેવો વિશેષ પ્રયત્ન. (૨૧) મૃત્યુ અનિવાર્ય હોઈ, પરભવમાં સાથે લઈ જઈ શકાય તેવી વસ્તુઓની એક યાદી બનાવવી. (રર) લૌકિક ગુણોની પ્રાપ્તિ નીતિ, સદાચાર, સંતોષ, દયા, દાન, ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા,
લજ્જા, દાક્ષિણ્યતા, કુલિનતા આદિ. (૨૩) લોકોત્તર ગુણોની પ્રાપ્તિઃ વિનય, વિવેક, વૈરાગ્ય, ભવભીરુપણું, પાપભીરુપણું, જિનાજ્ઞાપાલન,
અલિપ્તભાવ, અનાસક્તભાવ, નિર્મમત્વ આદિ. (૨૪) આપણા આ માનવભવના એક માત્ર ધ્યેયરૂપ “મુક્તિનો પાયો નાખવો. શ્રુતસરિતા
૨0૭.
સદ્ગતિ, દુર્ગતિના હેતુ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org