________________
આવકાર પત્ર-૧ પંડિત શ્રી ધરજલાલ મહેતા પંડિતવર્ય પૂજય શ્રી ધીરજભાઈ મહેતા (શ્રી ધીરૂભાઈ પંડિત) છેલ્લા ૧૭ વર્ષોથી દર વર્ષે સૂરત (ગુજરાત)થી અમેરીકા પધારી અનેક સંઘોમાં શ્રાવક-શ્રાવિકાઓને જ્ઞાન-પ્રબોધ ઉલ્લાસભેર પ્રદાન કરે છે, તેઓશ્રીનો પત્ર.
બોસ્ટન
તા. : ૪ ઓકટોબર, ૨૦૦૭ ધર્મપ્રભાવક અને ભાવશ્રાવક શ્રી રજનીભાઈ,
વિવિધ વિષયો ઉપરની તમે આજ સુધી યોજેલ શિબિરોનું લખાણ અને અમેરીકાના શ્રાવકશ્રાવિકાઓને લખેલ કેટલાક પત્રોનું સંકલન કરીને હાલ જે એક પુસ્તકરૂપે છપાય છે, તે જાણી ખૂબ આનંદ.
શાસ્ત્રોકત લખાણ, ઉપદેશાત્મક વાણી, જ્ઞાનાત્મક અભિગમ, સરળ ભાષા અને નિઃસ્વાર્થ શ્રુત-સેવા - આવી લાક્ષણિકતાઓ તમારા વ્યક્તિત્વમાં સ્પષ્ટ તરી આવે છે. પૂ. આચાર્ય ભગવંતો અને સાધુ ભગવંતો પાસેથી સંપાદન કરેલ ધર્મવિષયક જ્ઞાનનો તમારો ક્ષયોપશમ અનુમોદનીય કક્ષાનો છે. આ પુસ્તક ઘણા જીવોને ઉપકારક અને બોધપ્રદ થશે.
સંકલનકાર શ્રી રજનીભાઈ માટે પ્રાસંગિક વાત જણાવું તો, રજનીભાઈ અમદાવાદના વતની છે. બાપદાદાથી જ આ કુટુંબ ધર્મના સંસ્કારોથી અતિશય રંગાયેલું છે. તપ-ત્યાગ-યાત્રા-જ્ઞાનાભ્યાસ આદિ સર્વ વિષયોને સ્પર્શતું તેમના કુટુંબનું જીવન છે. - તેમાં પણ, યુવાન વયમાં પૂ. આચાર્યશ્રી ભાનચંદ્રસૂરિજીનો અને પન્યાસ શ્રી સુબોધવિજયજી મ.સા.નો અમદાવાદમાં પરિચય થયો. તેઓની પાસેથી મંત્ર-યંત્ર-શાસ્ત્રાદિનો ઘણો સારો અભ્યાસ કર્યો. ત્યારબાદ, ઘણા બધા પ્રખર આચાર્ય મહારાજાઓના તથા મુનિ ભગવંતોના પરિચયમાં આવ્યા. જ્ઞાનાભ્યાસ, ધાર્મિક રૂચિ, ધાર્મિક ક્રિયા અને આચારસેવનથી તેઓનું શ્રાવક-જીવન વધુ સુગંધમય બનાવ્યું. - કાલાન્તરે, પુત્રાદિ પરિવાર અમેરીકા રહેતો હોવાથી, સને ૧૯૯૧માં પોતાની ઈચ્છા નહીં હોવા છતાં અમેરીકા વસવાટ માટે આવવાનું બન્યું. સુગ્રથિત અને સુદઢ ધાર્મિક અભ્યાસના કારણે, તેઓએ ન્યુજર્સી, ન્યુયોર્ક, સહિત અમેરીકાના ૧૫-૨૦ સંઘોમાં ધાર્મિક પ્રવચનો આપવાનો પ્રારંભ કર્યો. “જો હોવે મુજ શક્તિ ઐસી, સવિ જીવ કરૂં શાસનરસિ' ની ભાવના જ જાણે રજનીભાઈમાં વ્યાપી ચૂકી હોય, તેમ જ્ઞાનગંગા વહાવવાનું કાર્ય હાર્દિક ભાવનાપૂર્વક પૂરજોશથી ચાલુ કર્યું.
તેઓની શિબિરો-પ્રવચનોમાં હાજરી ઓછામાં ઓછા ૧૫૦-૨૦૦ શ્રાવક-શ્રાવિકાઓની હોય છે, અને બધા એકાકારપણે સાંભળે છે. તેઓ પોતાના ઘરે પણ અનેક ગ્રંથો વાંચી-વિચારી માખણ જેવું તત્ત્વ કાઢીને દાખલા-દલીલ સાથે બધાને પીરસે છે. જે તે વિષયનું સંક્ષેપમાં પ-૬ પાનામાં
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org