Book Title: Samkit Shraddha Kriya Moksh
Author(s): 
Publisher: Hindi Granth Karyalay
Catalog link: https://jainqq.org/explore/007192/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સમકિત શ્રદ્ધા – ક્રિયા – મોક્ષ THE ONLY WAY OUT IS IN ડૉ. અમિત બી. ભણસાળી Page #2 -------------------------------------------------------------------------- ________________ સમકિત શ્રદ્ધા - ક્રિયા-મોક્ષ THE ONLY WAY OUT IS IN ડૉ. અમિત બી. ભણસાળી Page #3 -------------------------------------------------------------------------- ________________ સમકિત શ્રદ્ધા – ક્રિયા – મોક્ષ ડૉ. અમિત બી. ભણસાળી હિન્દી ગ્રંથ કાર્યાલય Publishers Since 1912 ૯ હિરાબાગ, સી.પી.ટેંક મુંબઈ - ૪૦૦૦૦૪. ભારત +૯૧.૨૨.૨૩૮૨.૬૭૩૯ jainbooks@aol.com પ્રથમ આવૃત્તિઃ ૨૦૧૫ Copyright Dr. Amit B. Bhansali All rights reserved મુદ્રકઃ સીમ ગ્રાફિક્સ યુનીટ નં.૨, ૧લે માળે, વિરલ ઈન્ડસ્ટ્રીઝ, સનમીલ કમ્પાઉન્ડ, સીતારામ જાધવ માર્ગ, લોઅર પરેલ (પશ્ચિમ), મુંબઈ ૪૦૦૦૧૩. ફોનઃ ૦૨૨ ૬૫૮૮૩૩૪૨ / મો.: +૯૧ ૯૮૨૧૫૪૪૦૩૩ e-mail: shimgraphics@yahoo.com website: www.shimgraphics.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ।। શ્રી મહાવીરાય નમઃ ।। ગુરુદેવના આશીર્વચન આચાર્ય ગુરુદેવ વીરેન્દ્રજી સ્વામી અર્હત ધર્મના ઉપાસક, ગુરુભક્તિભાવ ભીંજિત હૃદયી અમિતભાઈ મુ. એન્ટવર્પ સુરેન્દ્રનગર ૨/જુલાઈ/૨૦૧૫ અત્રે વીરેન્દ્રમુનીજી ઠાણા ૫. સુખશાતામાં છીએ. ધર્મનિષ્ઠ અમિતભાઈએ જૈનદર્શનમાં ‘“સમકિત’’ વિષય ઉપર મહાનિબંધ લખવાનું ભગીરથ કાર્ય અનેકવિધ, ધંધાકીય, કૌટુંબિક એવં સામાજિક જવાબદારીઓ વચ્ચે કર્યું તે ખૂબ જ સરાહનીય છે. આપે જૈનદર્શનના ખૂબ જ મહત્તવના વિષય પર “મહાનિબંધ” લખીને જૈનશાસનના ચતુર્વિધ સંઘની ઉત્તમ સેવા કરી છે. ‘‘સમકિત’’ અંગે જૈન જગતમાં જુદીજુદી માન્યતાઓ તથા અભિપ્રાય જોવા મળે છે. પરિણામે અનેક ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ મૂંઝવણ અનુભવતા હોય છે. આપનો આ નિબંધ અનેક મુમુક્ષુઓને સ્પષ્ટ અને સુરેખ માર્ગદર્શન પૂરું પાડશે તેવો વિશ્વાસ છે. આપનો આ ‘“મહાનિબંધ” સમગ્ર જૈન આલમમાં ખૂબ ઉપયોગી પૂરવાર થાય, આપનો પરિશ્રમ લેખે લાગે, આ અને આવા અનેક આગમ એવં અધ્યાત્મને સ્પર્શતા વિષયો પર આપની ક્લમ સદૈવ ચાલતી રહે તેવા અંતરના શુભાશિષ એવં શુભેચ્છા પાઠવું છું. થીસિસ પ્રથમ ટ્રાયલમાં જ પાસ થાય અને સર્વાનુમતે ડૉકટરેટની પદવી મળે તેવી મંગલ મનીષા. લિ. આચાર્ય ગુરુભગવંત બા.બ્ર. પ.પૂ. વીરેન્દ્રજી સ્વામી દરિયાપુરી આઠકોટી. સ્થા. જૈન સંપ્રદાય Page #5 -------------------------------------------------------------------------- ________________ અભિવંદના... પ.પૂ. અપૂર્વમુનિજી મ.સા. હું પામું બધા પામે, હું તરું, બધા તરે એવી ભાવના ભાવનાર શ્રી અમિતભાઇને Ph.D. પ્રસંગે અભિવંદના... (૧) મોહ મદિરા, પાન કરાયો, મૂઢ દિયો રે બનાય કર્મરાજા ક્રૂર ઘણો રે, લૂંટે ગુણ નિધાન...પ્રભુ મૂઢમતિ આ આતમ મારો, ભૌતિક સુખમાં લોભાય ડગલે ને પગલે, દુઃખડાં ખમતો, ના ભજતો કિરતાર...પ્રભુ જેટલો પ્રેમ છે, દેહ દુનિયાનો, એટલો તારો ન થાય એટલો પ્રેમ જો જાગે પ્રભુનો, બેડો પાર તો થાય...પ્રભુ વિજયનગર, અમદાવાદ ૧૦/જુલાઈ/૨૦૧૫ કયારે ટળશે મોહ અંધાપો, આવશે સાચું ભાન, ભાગ્યાના ભેરુ પ્રભુ ઉપરનો, જાગશે પ્રેમ અપાર...પ્રભુ જ્યારે ઊગશે “ભાનુ” ભક્તિનો, “સમકિત” રત્ન પમાય મોહ અંધાપો ટળશે ત્યારે, મળશે “શાંતિ’” નિધાન...પ્રભુ ભક્તિથી અર્પણતા આવે અને અર્પણતાથી અહંનો ક્ષય, પછી સમકિત રત્નની પ્રાપ્તિ થાય... છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૨) ભક્તિ ! કરી લે જિનની, શક્તિ મળી જવાની શક્તિ મળી જવાની, મુક્તિ મળી જવાની...ભક્તિ જીવની અનંતિ શક્તિ, તોયે કર્મથી દબાતી (૨) નિર્માલ્ય થાતા જીવની હાલત બૂરી જ થાતી...ભક્તિ કર્મ તણા ઉદયથી, છૂટવા કરે લડાઈ (૨) દુઃખથી છૂટી જવાની નિશદિન કરે ઉપાધિ...ભક્તિ દુઃખથી છૂટી જવાની, સુખ મેળવી લેવાની (૨) અવળી મથામણે તારી, શક્તિ બધી ભુલાણી...ભક્તિ કર્મોનાં સુખ ને દુઃખની, પરવા હવે શું કરવી (૨) એને પરાયા જાણી, ભક્તિ અખંડ કરવી...ભક્તિ માયા, અહં ને મમ, ભક્તિથી જીવની જાતી (૨) આતમ રમણતા પામી, સાધી લે સાચી “શાંતિ’...ભક્તિ ભક્તિમાં નિરપેક્ષ અર્પણતા છે. તેથી કર્તૃત્વભાવ છૂટી જાય, સર્વે સંયોગોનો પ્રસન્નતાથી સ્વીકાર થાય છે. પ્રેમમાં લાગણી અને માગણી બન્ને રહે છે. અપેક્ષાઓ રહે છે. નિરપેક્ષ જાગૃતિથી દૃષ્ટિ સહજ “સમ્યક્” બને છે અસ્તુ. કવિવર્ય ગુરુદેવ પ.પૂ. અપૂર્વમુનિજી મ.સા. દરિયાપુરી આઠકોટી. સ્થા. જૈન સંપ્રદાય Page #7 -------------------------------------------------------------------------- ________________ મંગલ-કામના ગુરુદેવ વતી પ.પૂ. પ્રકાશકમુનિજી મ.સા. તા. ૧/જુલાઈ/૨૦૧૫ સુરેન્દ્રનગર - ગુજરાત – ધર્માનુરાગી, દેવ, ગુરુ, ધર્મની, ભક્તિથી ભીંજિત સુશ્રાવક શ્રી અમિતભાઈ અત્રે આચાર્ય ભગવંત પૂ.શ્રી.વીરેન્દ્રમુનિજી.મ.સા.આદિ ઠાણા ૫. સુખશાતામાં વિરાજે છે. આપ સૌને ધર્મધ્યાનનો શુભસંદેશ પાઠવે છે. વિશેષમાં આદર્શ વિચારક, ધર્મનિષ્ઠ શ્રાવકવર્ય શ્રી અમિતભાઈ અઢળક ભૌતિક સમૃદ્ધિની વચ્ચે પણ પોતાના અતિ વ્યસ્ત Business Time Table માંથી પણ સમય ફાળવી આત્માની જન્મમરણની શ્રૃંખલાને અટકાવવા સમ્યક્દર્શન અને તેની મહત્તા દર્શાવતો નિબંધ ખૂબજ સુંદર રીતે પૂર્ણ ર્યો છે. આ ‘‘સમકિત નિબંધ’’ વાંચન-ચિંતન-અનુપ્રેક્ષણ દ્વારા અનેક ભવ્યાત્માઓને માટે મિથ્યાત્વના તિમિર ટાળી સમ્યક્ત્વનો પ્રકાશ પાથરવામાં નિમિત્ત બની રહે તથા અનાદિકાળની ભવયાત્રાનો અંત લાવી ભગવંત બનાવે એ જ મંગલકામના સહ શુભભાવના. પૂ.આચાર્ય ગુરુદેવ વતી પ્રકાશકમુનિજી મ.સા. દરિયાપુરી આઠકોટી. સ્થા. જૈન સંપ્રદાય Page #8 -------------------------------------------------------------------------- ________________ વહાલા દીકરાને... શ્રીમતી વીણાબેન તથા ભાનુચંદ્રભાઈ ભણસાળી મુંબઈ ૧/જૂન/૨૦૧૫ વહાલા... અમિત તમારા જીવનમાં ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ગઈ. મમ્મી-પપ્પાને આનાથી વધારે ખુશી કઈ હોઈ શકે? અમારે ખાસ આજે એ વાત કરવી છે. અમિતભાઈ નાના હતા. સ્કૂલનું ભણતા. સાથે સાથે સંત/સતીજીના દર્શન કરવા જતાં. વહોરાવવું ગમતું, વગેરે ધર્મના પ્રાથમિક ગુણો અમે તેમનામાં જોયા. મોટા થઈ ધંધામાં લાગ્યા. ત્યાર પછી, લક્ષ્મીનો સન્માર્ગે ઉપયોગ કરવા લાગ્યા જેમ કે દાન કરવું, ઉપાશ્રય બનાવ્યા, પાંજરાપોળમાં પશુપાલન માટે ધનનો સદ્ધપયોગ કરવો અને સંત/સતીજીની સેવા ભક્તિ કરવી આ બધું જોઈ અમને આનંદ સમાતો ન હતો. અમારા સુસંસ્કારો તેમનામાં પણ આવ્યા તેવું લાગતું પણ આ સંતોષ અહીં સુધી જ ન અટકતાં હજુ પણ અમિતભાઈની ધર્મભાવના આગળ વધતી ચાલી. તેમણે પોતાનું ધ્યાન બે બાબત ઉપર કેન્દ્રિત ક્યું. (૧) જ્ઞાનપ્રાપ્તિ અને (૨) ક્રિયાની રુચિ. જ્ઞાન મેળવવું – વાંચવું – લખવું અને કંઠસ્થ કરવું તેમાં તેમણે સામાયિક, પ્રતિક્રમણ, પુચ્છિન્નુણે, મોટી સાધુવંદણા કંઠસ્થ ક્ય ૧૦૦ થોક સંગ્રહની બુક સમજ્યા. ક્રિયા રુચિમાં તે હંમેશા ગુરુદેવ પાસે દરવર્ષે ૧૨વ્રત આદરતા સાથે દસમું વ્રત ઉપાશ્રયે રહીને કરતા અને શ્રાવક ધર્મને સ્વીકારતા. ઓફિસેથી આવે કે તરત પ્રતિક્રમણ કરી લેવું ગમતું. આઠમ પાણીનું પ્રતિક્રમણ ક્યારેય ન ચૂક્તા. આ બધી ક્રિયાઓ તેમનામાં અમે જોઈ અને આનંદની લાગણી અનુભવી. જ્ઞાન અને ક્રિયામાં આગળ વધતા વધતા આજે જ્યારે Ph.D.ના અભ્યાસ સુધી પહોચ્યાં એ જોઈને અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. અંદાજિત છેલ્લાં ચાર વર્ષથી અનેક જવાબદારી Page #9 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે થીસિસ તૈયાર કરવા જેવું કઠિન કાર્ય કર્યું છે. જેનો આનંદ અમને પૂરા ફેમિલીને છે. યુનિવર્સિટીની આવી સુંદર ડિગ્રી મેળવવી કેટલું સારું નસીબ ગણાય અને એ પણ આપણા જૈન ધર્મના વિષય ઉપર. એટલું ચોક્કસ કહીશું. ભવિષ્યમાં પણ તે આ જ્ઞાન બીજાને આપે અને જૈનધર્મની ઉત્કૃષ્ટ ભાવે તન-મન-ધનથી સેવા કરે. પોતાનું જીવન ધન્ય બનાવે તેવા આશીર્વાદ આપીએ છીએ. તમારા વ્હાલાં.... અને ગર્વ અનુભવતાં મમ્મી, પપ્પાના આશીર્વાદ Page #10 -------------------------------------------------------------------------- ________________ અભિનંદનનાં અમી છાંટણાં શ્રી રાજુભાઈ એમ. શાહ અમદાવાદ ૨૦/જૂન/૨૦૧૫ શ્રી અમિતભાઈ આપશ્રીએ જૈનધર્મના ખૂબ જ અગત્યના વિષય “સમકિત” ઉપર મહાનિબંધ તૈયાર ર્યો જે એક અપૂર્વ જ્ઞાન સેવા ક્ડી શકાય. યુનિવર્સિટી આજે જ્યારે આપશ્રી ને Ph.D.ની પદવી આપશે, મંજૂરીની મહોર મારશે, જેનો આનંદ સૌને છે. સમકિત જેનું બીજું નામ સમ્યગ્દર્શન છે. આ જૈનધર્મનો અતિ મહત્ત્વનો વિષય છે. સમકિત પ્રાપ્ત કરી જીવ મોક્ષ મેળવી શકે છે. સમકિત વિના મોક્ષ મેળવવો અસંભવ છે. આ સમકિત એટલે સાચી દષ્ટિ, સાચી દષ્ટિ આવ્યા પછી જ જીવનું જ્ઞાન, આચરણ અને તપ સાચું બની શકે છે. અન્યથા તે મિથ્યા જ રહે છે, અને જ્યારે જ્ઞાન, આચરણ અને તપ સમ્યક્ બને છે ત્યારે જીવ ટૂંકા સમયમાં જ મોક્ષના શાશ્વત સુખોને પામી શકે છે. માટે સમકિત પ્રાપ્ત કરી બધું સમ્યક્ બનાવવું જીવ માટે અત્યંત આવશ્યક છે. અમિતભાઈ આપશ્રીએ અથાક મહેનત કરી ક્યાંય ક્યાંયથી સમકિતને લગતી માહિતી શોધી, ભેગી કરી એક નવસર્જન ક્યું છે. સાથે સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય તેનું મહત્ત્વ, તેના ફાયદા, વગેરે શાસ્ત્રીય વાતો સુંદર સમજાવી છે. સમકિત આવ્યા પછી જીવનો પુરુષાર્થ પણ “સમ્યક્” બની જાય છે. તેની નાની ધર્મક્રિયા પણ ઊંચું ફળ આપનાર બને છે. સમક્તિ એ એકડાના સ્થાને છે તો ક્રિયાઓ શૂન્યના સ્થાને છે. એકડા પછી જેટલા શૂન્ય આવે તે દરેક શૂન્યનું મહત્તવ ગુણાત્મક રીતે વધી જાય છે. આપશ્રીએ સળંગ ચાર વર્ષ મહેનત કરી લખવું, વાંચવું, શોધ, સંશોધન, ચર્ચા, વિચારણા અને સમાધાન કરી આ નિબંધ તૈયાર ર્યો છે. ખરેખર સાચે જ અમિતભાઈ આપે હીરા પારખતાં પારખતાં આત્મારૂપી હીરો પારખી તેના પર “સમકિત”ના પાસા પાડ્યા છે. આ નિબંધને જરૂરથી જૈન સાહિત્યમાં ચોક્કસ મુખ્ય સ્થાન મળશે. આ પ્રસંગે હું હાર્દિક અભિનંદન આપું છુ. શ્રી રાજુભાઈ એમ. શાહ M.A.Jainology Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ For my Father, who always believed in me Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના અનુક્રમણિકા આભાર ભાગ ૧લો : શ્રદ્ધાથી મુક્તિ ભૂમિકા ૧ સમ્યગ્દર્શન ઃ પ્રારંભિક માહિતી ૧.૧ મંગલાચરણ ૧.૨ સમ્યગ્દર્શનનો અર્થ ૦ ૧.૩ વ્યાખ્યા અને લક્ષણો ૨ સમ્યગ્દર્શન ઃ ગહન (એડવાન્સ) અભ્યાસ ૨.૧ મોક્ષ સાધન રત્નત્રય ૨.૨ મિથ્યાત્વનું સ્વરૂપ ૨.૩ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ, પ્રાપ્તિ, ઉત્પત્તિ ૨.૪ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ કેટલી સુલભ કેટલી દુર્લભ? ૦ ૨.૫ મિથ્યાત્વના અંધકારથી સમ્યગ્દર્શનના પ્રકાશ સુધી અર્થાત ગ્રંથિભેદની પ્રક્રિયા૧૦૨ ૨.૬ ૦ ૨.૭ સમ્યગ્દર્શનના રૂપો વ્યવહાર અને નિશ્ચય સમ્યગ્દર્શનના અંગ ૦ ૨.૮ વ્યવહાર સમકિતના ૬૭ બોલ સમ્યગ્દર્શન કોણ પ્રાપ્ત કરી શકે? ૦ ૨.૯ ૦ ૨.૧૦ સમ્યગ્દર્શનીનો વ્યવહાર ૦ ૨.૧૧ સમ્યગ્દર્શન જીવન જીવવાની એક અદ્ભુત કળા ૦ ૨.૧૨ સમ્યગ્દર્શનની અસર અને એનાથી થતું પરિવર્તન ૨.૧૩ સમ્યગ્દર્શનની પ્રધાનતા ૨.૧૪ સમ્યગ્દર્શનની સ્થિરતા, સુરક્ષા અને વિશુદ્ધિ ૦ ૨.૧૫ સમ્યગ્દર્શનથી સિદ્ધ અવસ્થા ૧ સરળ મધ્યમ એડવાન્સ જે જી ૪ ૧૧ ૨૩ ૩૭ ૭૧ ૭૪ ૮૯ ૯૩ ૧૪૬ ૧૬૮ ૧૮૪ ૨૦૧ ૨૦૬ ૨૧૬ ૨૨૭ ૨૪૨ ૨૮૦ ૨૯૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩ ગ્રંથોમાંથી સમ્યગદર્શન વિશેના મૂળપાઠ (પ્રાકૃત અને સંસ્કૃત ગાથાઓ) ૩.૧ શ્વેતાંબર આગમોમાં સમ્યગ્દર્શન ૩.૨ દિગંબર ગ્રંથોમાં સમ્યગદર્શન ૩.૩ દાર્શનિક ગ્રંથોમાં સમ્યગદર્શન ૩૧૧ ૩૧૭ ૩૨૭ સંદર્ભ ગ્રંથ સૂચિ ૩૩૩ ભાગ-૨ જોઃ સંવાદીય મુલાકાત ૨.૧ ધાર્મિક સંવાદ ૨.૨ બોદ્ધ ધર્મ ૨.૩ ખ્રિસ્તી ધર્મ ૨.૪ હિંદુ ધર્મ ૨.૫ ઇસ્લામ ધર્મ ૨.૬ યહુદી ધર્મ ૨.૭ ઉપસંહાર ૩૫૧ ૩૫૨ ૩૫૫ ૩૫૭ ૩૫૯ ૩૬ ૩ ૩૬૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ફેમિલી અને બિઝનેસની મોટી જવાબદારીઓ વચ્ચે પણ કોઈ મારા પુણ્યોદયે જ્ઞાન મેળવવાની અને ધર્મને સમજવાની મને લગની લાગી. જૈનધર્મના અલગ અલગ વિષયો જેવા કે જ્ઞાન, ધ્યાન, દાન, તપ, ગુણસ્થાન અને તત્ત્વ, કર્મ ઉપર ચિંતન મનન કરતાં કરતાં ‘“સમકિત''ના ૬૭ બોલ ઉપર મારું મન સ્થિર થયું. તે વિષય મને ખૂબ ગમ્યો. કેમ કે તેમાં દષ્ટિ પરિવર્તનની વાત છે. અને ધર્મના ક્ષેત્રમાં સૌથી પ્રથમ અને અગત્યનું કાર્ય આ જ છે. મિથ્યાત્વમાં જીવનો વિકાસ અટકે છે. જ્યારે સમકિત પ્રાપ્ત ર્યા પછી જીવ મોક્ષમાર્ગમાં ખૂબ જ ઝડપથી આગળ વધી શકે છે. આ મહત્તા છે સમકિતની... અધ્યાત્મક્ષેત્રમાં સમકિત મેળવવું ખૂબ જરૂરી છે. આ વિષય મને ખૂબ રસપ્રદ લાગ્યો. જેમાં મારું ચિંતન મનન આગળ ચાલ્યું. અને પછી નિર્ણય ર્યો કે હવે હું આ જ વિષય ‘સમકિત' ઉપર જ એક વિસ્તૃત શોધ નિબંધ તૈયાર કરું. મારે અભ્યાસ થશે અને આવતી પેઢીને એક જ બુકમાંથી “સમકિત” સબંધી બધી માહિતી પ્રાપ્ત થશે આ ભાવથી હું વધારે મહેનત કરવા લાગ્યો. અનેક કામે હોવા છતાં પણ મન આ બાજુ ખેંચાતું જ રહ્યું. સમકિત સબંધી પુસ્તકો મેળવવાનું, વાંચવાનું, લખવાનું કામ મેં શરૂ ર્ક્યુ. તિલબુર્ગ યુનિવર્સિટી નેધરલેન્ડમાંથી મને સમકિત ઉપર નિબંધ લખવાની Ph.D. માટેની મંજૂરી મળી અને મારું કામ વધારે આગળ વધવા લાગ્યું. ‘“સમ્યગ્દર્શન’” જેનું બીજું નામ સમકિત છે. જે જ્ઞાન અને ચારિત્રને પણ સમ્યક્ બનાવે છે. આત્માનો વિકાસ સમકિત પ્રાપ્ત થયા પછી છે. જ્યાં સુધી એ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મા મિથ્યાભાવોના વમળમાં ફસાઈને સંસારમાં જન્મ-મરણ કર્યા કરે છે. ‘“સમકિત” પ્રાપ્ત થયા પછી તેનો સંસારકાળ સીમિત થઈ જાય છે. આ છે સમકિતની ઉપયોગિતા. આવું સમકિત જે પ્રાપ્ત કરવું દરેક આત્મા માટે અતિ આવશ્યક છે. તે આ ગ્રંથમાં લખવાનો મેં પ્રયત્ન ર્યો છે. સાથે સમકિત કેવી રીતે ઉપયોગી બની શકે વગેરે જરૂરી વાતો પણ વિસ્તારથી લીધી છે. સમકિત ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માની વાણીરૂપ જૈનસાહિત્ય એટલે કે આગમો તથા વિદ્વાન શિરોમણી આચાર્ય ગુરુભગવંતોના ગ્રંથોમાંથી મને જે જે સમકિતને લગતી માહિતી મળી તેને મેં આ ગ્રંથમાં ગોઠવીને મૂકી છે. સરળ ભાષામાં સમજાવી છે. સાધક આત્માને જરૂરથી આ નિબંધ વર્તમાન જીવનમાં તથા ભવિષ્યના આત્મ કલ્યાણમાં, સંસારથી તથા જન્મમરણનાં દુખોથી છૂટવામાં અને મોક્ષનાં સુખો અપાવવામાં પાથેયરૂપ બને એ જ મારી ભાવના છે. ભૂલ હોય તો મારી છે. સારું હોય તે પરમાત્મા તીર્થકર ભગવંતોનું તથા આચાર્ય ભગવંતોનું છે. ‘મિચ્છામિ દુક્કડમ્’ ર ડૉ. અમિતભાઈ બી. ભણસાળી સમકિત Page #18 -------------------------------------------------------------------------- ________________ આભાર “સમકિત” પર આ શોધ નિબંધ તૈયાર કરવામાં મને ઘણાનો સહયોગ તથા આશીર્વાદ મળ્યા છે. તે હું કેમ ભૂલી શકું? મને મારા ઘરના સભ્યોનો સહકાર ખૂબ જ સારો મળ્યો. મારાં મમ્મી અને પપ્પા, મારી ધર્મપત્ની રૂપા, મારાં સંતાનો રવિ, રિષિ અને રિદ્ધિ, અને મારી વહુઓ અને જમાઈ નમ્રતા, ચાંદની અને રાહુલનો આભાર માનું છું. એ વાત સ્વાભાવિક છે કે મારો આ અભ્યાસમાં સમય વધારે જાય તેથી હું મારા ફેમિલીને ઓછો સમય આપી શકું. તે વાત મારા ઘરના દરેક સભ્યએ મંજૂર રાખી અને બનતી દરેક સગવડ કરી આપી. હું એમનો ખૂબ જ આભારી છું. પપ્પા પાસે ખરેખર જ્ઞાનનો ભંડાર છે. બાળપણથી આજ સુધી પપ્પામાં ધર્મસંસ્કાર ખૂબ જ મજબૂત છે. આજે પણ દરરોજ સામાયિક કરે છે. વર્ષો સુધી સંત/સતીજીનાં વ્યાખ્યાન સાંભળ્યાં. આજે ૮૨ વર્ષની ઉંમરે પણ તેમનું વાંચન વિશાળ છે. સંસારમાં રહેવા છતાં જળકમળવત્ નિર્લેપ છે. એ જ વાત મારા માટે દાખલારૂપ છે. આદર્શરૂપ છે. મમ્મીની લાગણી અને વાત્સલ્ય મને દરેક કામમાં સગવડ ઊભી કરી આપે છે. જો સગવડ ઊભી કરી આપનાર ન હોય, બધું બરાબર ગોઠવી આપનાર ન હોય તો પણ કામ સહેલું બનતું નથી. જે યશ મમ્મીના ફાળે જાય છે. મારાં ધર્મપત્ની રૂપા, આ કામમાં મારી પાછળ સપોર્ટ તરીકે ન રહેતા મારી સાથે જ સ્થંભ તરીકે રહ્યાં છે. બન્નેના વિચારો એકસરખા હોવાથી મારી સંસારની લાઈફ અને ધર્મની દિશામાં અમે બન્ને આગળ વધી શક્યા. જો વિચારો જુદા હોય તો આ શકય ન બને. રૂપાનો જન્મ અને ઉછેર પશ્ચિમના દેશમાં થયો હોવા છતાં તેની પણ જૈનધર્મ ઉપર એટલી જ શ્રદ્ધા અને વિશ્વાસ છે. સાથે જાણવાની રુચિ છે. મારા આ કામને તેણે પણ ખૂબ ગમાડ્યું અને જ્યારે જ્યારે હું અટકતો ત્યારે મારો વિશ્વાસ મજબૂત કરાવી મને આગળ વધારતી. સમકિત” ઉપર આ “શોધ નિબંધ” તૈયાર કરવામાં દરિયાપુરી સંપ્રદાયના ૨૮મા આચાર્ય ગુરુભગવંત ગુરુદેવ પરમપૂજ્ય વીરેન્દ્રજીસ્વામીના મને અંતરથી આશીર્વાદ મળ્યા. તેમના આશીર્વાદ મારા ઉત્સાહને ડબલ કરી દીધો. જે બધું બને છે તે ખરેખર ગુરુકૃપાથી જ બને છે. ગુરુદેવનો પુણ્ય પ્રભાવ, સહજતા, સરળતા અને જ્ઞાનની ગરિમા અદ્દભુત છે. જ્યારે ઈન્ડિયા જવાનું થાય ત્યારે હું ગુરુદેવના દર્શનાર્થે જઉં અને સમકિત સંબંધી ચર્ચા કરી જ્ઞાન મેળવું. સાથે ગુરુદેવ પરમપૂજ્ય પ્રકાશમુનિજી મ.સા. પાસેથી પણ મને સમકિત સંબંધી અનેક પ્રશ્નોનાં સમાધાન મળ્યાં છે. બન્ને ગુરુભગવંતોનો હું ખૂબ જ ઉપકાર માનું છું. સમકિત Page #19 -------------------------------------------------------------------------- ________________ કવિવર્ય પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય અપૂર્વમુનિજી મ.સા.ના પણ અમે વિસલપુર ગામ પાસે ચાર્ટડ ફાર્મ હાઉસમાં દર્શનાર્થે ગયા. સામાયિક કરી સમકિતનું મહત્ત્વ સમજ્યા. પૂજ્યશ્રીએ સમકિત ઉપરનું લખાણ પણ મને આપ્યું. જે લખાણ ખૂબ અસરકારક હતું. તેમનો પણ હું ખૂબ જ ઋણી છું. સમતા વિભૂતિ આચાર્ય નાનેશના સમુદાયના આચાર્ય ગુરુભગવંત પરમપૂજ્ય વિજયરાજજીના આજ્ઞાનુવર્તિ મુનિશ્રેષ્ઠ પરમપૂજ્ય પ્રેમમુનિજી મ.સા. પાસે અમદાવાદ તથા સુરત અવારનવાર મળવા જવાનું થયું. પૂજ્ય જીતેશમુનિજી મ.સા., તેઓએ મને વધારે સમય આપી સમકિતને અલગ અલગ રીતે સમજાવી મારામાં જ્ઞાનવૃદ્ધિ કરી. આજના સમાજની સમસ્યા અને ચાલતા પ્રશ્નોમાં સમકિત કયાં ઉપયોગી થઈ શકે છે. તે અગત્યના પોઈન્ટ ઉપર ચર્ચા કરી. પરમપૂજ્ય મૂકેશમુનિજી મ.સા.નો પણ મને સહકાર મળ્યો છે. સર્વે ગુરુભગવંતોનો હું ઋણી છું. જૈનસાહિત્યના જાણકાર શ્રી રાજુભાઈ એમ. શાહનો પણ આ કાર્યમાં સહયોગ ખૂબ સારો રહ્યો છે. હું જ્યારે વાંચનમાં અટકતો કે મને જ્યારે કોઈ વસ્તુ ન સમજાય ત્યારે અવારનવાર ઈન્ડિયા ફોન કરી શ્રી રાજુભાઈના કોન્ટેકમાં સતત રહી મારા સવાલો કલીયર કરતો ગયો જેથી આગળ વધી શકયો નહીંતર યુરોપમાં રહી આવું કામ આટલા ટૂંક સમયમાં શક્ય ન બનત માટે શ્રી રાજુભાઈનો પણ આભાર માનું છું. આ તકે ગાઈડ પ્રોફેસર ડૉ. દીનાનાથ શર્મા પાસેથી મને થીસિસની ઈન્ડેક્સ, મેટર અને સ્ટ્રકચરનું સંપૂર્ણ માર્ગદર્શન મળ્યું છે. તેમનો પણ હું ખૂબ જ આભાર માનું છું. Ms. Iris Van Der Veken, Mr. Didier Backaert, Mrs. Ingrid Heivers 24h sil SaHELLES શાહનો આ કામ પૂરું કરવામાં સહયોગ મળ્યો છે. તેમનો આભાર માનું છું. ડૉ. અમિતભાઈ બી. ભણસાળી સમકિત Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧લો શ્રદ્ધાથી મુક્તિ Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા-ગ્રંથપરિચય સમકિતને લગતા આ ગ્રંથમાં બે ભાગ છે. જેમાં પ્રથમ ભાગમાં જૈનધર્મના વિષય સમક્તિ પરનું વર્ણન છે. પ્રથમ ભાગમાં ત્રણ અધ્યયન છે. પહેલા અધ્યયનમાં ત્રણ પેટા અધ્યયન છે. બીજા અધ્યયનમાં પંદર પેટા અધ્યયન છે. ત્રીજા અધ્યયનમાં ત્રણ પેટા અધ્યયન છે. અંતમાં સંર્દભ સૂચી છે. અને બીજા ભાગમાં અન્ય ધર્મનાં દર્શનો સાથેનો ધાર્મિક સંવાદ છે. ૧.૧ મંગલાચરણ કરી ગ્રંથની વિધિવત્ શુભ શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં “નવકાર મહામંત્ર"થી મંગલાચરણ ત્યારબાદ ધર્મ એટલે શું? જિનની ઓળખ, જૈનધર્મનો વિકાસક્રમ, કાળચક્ર, તીર્થ અને તીર્થકર, ભગવાન મહાવીરનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર, જૈન આગમો તથા તેની સંખ્યા, આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો, આઠ કર્મ, અને જીવનનું પરમલક્ષ્ય શું હોવું જોઈ એ તે વર્ણવ્યું છે. ૧.૨ સમ્યગ્દર્શનનો અર્થ અને વ્યાખ્યા તથા સમ્યગદર્શનના સમાનાર્થક શબ્દોનો ઉલ્લેખ વિસ્તારથી ર્યો છે. ૧.૩ સમ્યગદર્શનનો અર્થ અને વ્યાખ્યા તથા સમ્યગદર્શનનાં લક્ષણો, વ્યાખ્યા અને આગમિક પુરાવા સાથે રજૂ કરેલ છે. ૨.૧ અધ્યયનમાં મોક્ષ પ્રાપ્તિનું સાધન રત્નત્રય એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર છે. તે જણાવ્યું ૨.૨ મિથ્યાત્વ અને તેના ૨૫ પ્રકાર છે. ૨.૩ સમ્યગદર્શનની કેવી રીતે ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પત્તિ છે તે જણાવેલ છે. ૨.૪ સમ્યગદર્શનની પ્રાપ્તિ કેટલી સુલભ, કેટલી દુર્લભ છે. તે અને સમ્યગ્દર્શન પ્રગટ થવાનું કારણ આંતરિક અને બાહ્ય કારણ અને પાંચ લબ્ધિઓને સમ્યગદર્શન પ્રાપ્ત થવામાં કારણરૂપ છે. તેનો ઉલ્લેખ કરેલ છે. સમકિત Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨.૫ મિથ્યાત્વના અંધકારથી લઈને ગ્રન્થિભેદ સુધીનો ઉલ્લેખ છે. જેમ કે આ પ્રમાણે ભવ્યજીવ, અભવ્યજીવ, પુદગલ પરાવર્તન, કૃષ્ણપક્ષી, શુક્લપક્ષી, છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળમાં જીવનું લક્ષણ, મોહવિજય, યોગદષ્ટિ, અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારી, ગ્રન્થિભેદની પ્રક્રિયા, યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અપૂર્વસ્થિતિ ઘાત, રસઘાત, ગુણશ્રેણી, સ્થિતિબંધ, અનિવૃત્તિકરણ, આ બધી અવસ્થાઓમાંથી પસાર થઈ જીવ “ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ત્રણ પુંજ કરે છે. જેનો ઉલ્લેખ છે. અને સમ્યગ્ગદર્શન પ્રાપ્તિના ભાંગાનો ચાર્ટ છે. ૨.૬ સમ્યગદર્શનના પ્રકારો (ભેદ) છે. જેવા કે વ્યવહાર સમ્યગદર્શન, નિશ્ચય સમ્યગ્દર્શન, સરાગ સમ્યગદર્શન, અને વીતરાગ સમ્યગદર્શન, કારક, રોચક અને દીપક સમ્યગદર્શન, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ સમ્યગદર્શન, વેદક અને સાસ્વાદન સમ્યગદર્શન, પૌદ્ગલિક અને અપીલિક સમ્યગદર્શન દ્રવ્ય અને ભાવ સમ્યગદર્શન, આ ઉપરાંત શ્વેતાંબર આગમમાં આવતી દશ પ્રકારની રુચિ અને દિગંબર પરંપરામાં આવતા સમ્યગ્રદર્શનના દશ પ્રકારો છે. પ્રકાર એટલે સમ્યગ્ગદર્શન કેટલા ટાઈપના હોઈ શકે? ૨.૭ સમ્યગ્રદર્શનના ૮ અંગનો ઉલ્લેખ છે. અંગ એટલે અવયવ, પાર્ટ, જેમ કે શરીર અંગોનું બનેલું છે. તેવી જ રીતે સમ્યગદર્શન પણ ૮ અંગોથી બનેલું છે. એ ૮ અંગ જેટલાં સચવાય તેટલું સમ્યગ્ગદર્શન સચવાય છે અને વધે છે. તે આઠ અંગનાં નામ આ પ્રમાણે છે, (૧) નિઃશંકતા (૨) નિષ્કાંક્ષતા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢષ્ટિ (૫) ઉપબૃહણ (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના આ આઠ અંગનું વિવેચન છે. ૨.૮ વ્યવહાર સમકિતના ૬૭ બોલ છે તેના ૧૨ દ્વાર છે. આ એક એવો સંગ્રહ છે. જેમાં સમકિતને લગતી બધી માહિતીનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકરણમાં કુલ ૬૭ વસ્તુ સમજાવવામાં આવી છે. ૨.૯ સમ્યગદર્શન કોણ પ્રાપ્ત કરી શકે છે.? સમ્યગ્દર્શનનું મહત્ત્વ, સમ્યગદર્શન સ્વીકારવાથી થતું પરિવર્તન, અને પ્રતિદિન સમ્યગ્દર્શનની આરાધના કરનારી દિનચર્યા શું હોય છે વગેરે અલગ અલગ વાતો આ પ્રકરણમાં કરી છે. ૨.૧૦ સમ્યગદર્શની અર્થાત્ સમકિત પામેલ જીવનો વ્યવહાર કેવો હોય છે. તે જણાવેલ છે. સમકિતી આત્માનું બોલવું, ચાલવું, રહેવું, વિચારવું વગેરે મિથ્યાત્વીથી કેવું જુદું પડે છે તે જણાવેલ છે. સમકિત Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૧ સમ્યગદર્શન જીવન જીવવાની એક અદ્ભુત કળા (Art) છે. બધી કળા માણસને આવડતી હોય પણ જો સમ્યગ્ગદર્શન ન હોય તો અધૂરું છે. બધું શૂન્ય છે. સાચી દૃષ્ટિ આવ્યા પછીનું જીવન સુખ-શાંતિ આપનાર છે. ૨.૧૨ સમ્યગદર્શનનો કેવો પ્રભાવ છે, તથા તેનાથી શું પરિવર્તન થાય છે. તે દષ્ટાતથી સમજાવેલ છે. ૨.૧૩ સમ્યગ્દર્શનની પ્રધાનતા, મુખ્યતા, આધ્યાત્મિકતા દરેક ક્ષેત્રમાં કેવી છે. તે અલગ અલગ ઉપમાઓ આપી સમજાવેલ છે. ૨.૧૪ આ પ્રકરણમાં સમ્યગદર્શનની સુરક્ષા (સાચવવાની) વાત કરેલ છે. સાચવી તેનું રક્ષણ કરી તેને વિશુદ્ધ રાખવા ૨૫ પ્રકારના દોષનો ત્યાગ કરવાનું જણાવેલ છે. તે દોષોના ત્યાગથી સમ્યગદર્શન ચોખ્ખું રહે છે. વિશુદ્ધ રહે છે. ચાલ્યું જતું નથી. ૨.૧૫ “ચૌદ ગુણસ્થાન”ને સંક્ષેપમાં સમજાવેલ છે. અનાદિ મિથ્યાત્વી જીવ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન છોડી ચોથા ગુણસ્થાને આવે છે. પછી ઉત્તરોત્તર વિકાસ કરીને છે ચૌદમા ગુણસ્થાને પહોંચી “સિદ્ધભગવાન” બને છે. સર્વકર્મ ક્ષય કરી શાશ્વત સુખને પામે છે. જે પોતાનું લક્ષ્ય હતું તે પૂરું થયું અને મોક્ષ પ્રાપ્તિ થઈ. આત્માનો વિકાસક્રમ કહો કે સમ્યક્તથી લઈ સિદ્ધ અવસ્થાનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રકરણમાં કરેલ છે. ૩.૧ શ્વેતાંબર આગમોના પાઠ ત્યારબાદ દિગમ્બર શાસ્ત્રોના પાઠ લીધા છે. સમ્યક્રદર્શનના ૩.૨ શાસ્ત્રીય મૂળપાઠ આપ્યા છે. બન્નેના મળીને પ૪ આગમપાઠ છે. (રેફરન્સ છે.) ૩.૩ આ પ્રકરણ જૈનસાહિત્યના દાર્શનિક ગ્રંથોમાં સમ્યગ્દશર્નનો ઉલ્લેખ ક્યાં આવે છે, તે મૂળપાઠ સાથે આપવામાં આવેલ છે. આ દાર્શનિક ગ્રંથોના રચયિતા વિદ્વાન આચાર્ય ભગવંતો છે. તેના મૂળપાઠની સંખ્યા ૯ છે. (રેફરન્સ ૯ છે.) સમકિત Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧.૧ સમ્યક્ત્વની પ્રાથમિક માહિતી ૧.૧ મંગલાચરણ નમો અરિહંતાણં નમો સિધાણ નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણે એસો પંચ-નમુક્કારો, સવ-પાવ-૫ણાસણો, મંગલાણંચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. ” અરિહંત ભગવાનને નમસ્કાર, સિદ્ધ ભગવાનને નમસ્કાર, આચાર્ય ભગવંતોને નમસ્કાર, ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર, લોકમાં રહેલા સર્વ સંત/સતીજીઓને નમસ્કાર. આ પાંચ પદને કરેલા નમસ્કાર તમામ પાપોનો નાશ કરનાર છે અને સઘળાય મંગલોમાં પ્રથમ મંગલ છે. જૈનોની આ નિત્ય પ્રાર્થના છે. આલોકના પરલોકના અને મોક્ષના સુખને આપનાર આ મહામંત્ર છે. જૈન માત્ર આ નવકારમંત્રનું રટણ કરે છે. ધર્મ એટલે શું? ધર્મને સાચી રીતે, સારી રીતે સમજી લેવાની જરૂર છે, કારણ કે ધર્મની બાબતમાં વધારે ને વધારે ખોટી ધારણાઓ કે માન્યતાઓનાં જાળાં વર્ષોથી રચાઈ ગયાં છે. ધર્મ ન તો સંપ્રદાયનું રૂપ છે.... ન કોઈ પંથ, પોથી કે વ્યક્તિની મિલકત છે. ધર્મને કોઈ નાત જાત સાથે ભેદભાવ નથી. ધર્મ કયારેય કોઈ માણસ-સમાજ કે સમૂહથી બંધાયેલો નથી, ધર્મ તો છે વ્યક્તિ કે વસ્તુનું મૂળભૂત રૂપ. ધર્મના અનેક અર્થ થાય છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ધર્મની વ્યાખ્યા આ શબ્દોમાં આપી છે. “વત્યુ સહાવો ધમ્મો”-વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. દા.ત. અનિનો સ્વભાવ સમકિત ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ દઝાડવાનો છે. પાણીનો સ્વભાવ ઠંડક આપવાનો છે. એ જ પ્રમાણે આત્માનો મૂળ સ્વભાવ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર. ધર્મની સરળમાં સરળ વ્યાખ્યા આ છે, કે આપણા જીવનને જે ઉન્નત અને ઊજળું બનાવે, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવે, તેવી આચારસંહિતા અને વિચારધારાનું નામ એટલે જ ધર્મ. બીજી રીતે સમજીએ તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં અર્થ અને કામ તે હેય’ (છોડવા યોગ્ય) છે. મોક્ષ એ “સાધ્ય” છે અને ધર્મ એ તેનું “સાઘન’ છે. જૈન ધર્મ એટલે શું? બે શબ્દો છે. જૈન અને ધર્મ વિષ્ણુના ભક્તો વૈષ્ણવ કહેવાય છે. શિવ-શંકરના ભક્તો શેવ કહેવાય છે. બુદ્ધના ભક્તો બૌદ્ધ, ઈસુના ભક્તો ઈસાઈ | ખ્રિસ્તી કહેવાય છે તે પ્રમાણે જિનના ભક્તો જૈન કહેવાય છે, અને જેનો જે ધર્મની આરાધના કરે છે તેને “જૈનધર્મ” કહેવાય છે. જિનેશ્વર ભગવંતોએ જીવનને સુંદર બનાવવા આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવવા જે આચારવિચારનું નિરૂપણ કર્યું છે, તેને “જૈનધર્મ” કહેવાય છે. જિનની ઓળખ જૈન ધર્મના પ્રવર્તક છે જિન. જિન એટલે વિજેતા. માનવજીવનનું પરમ લક્ષ્ય છે મોક્ષ. મોક્ષની સાધનામાં રાગ અને દ્વેષ પ્રચંડ બાધક અને અવરોધક છે. આ બે અંતઃશત્રુઓ છે. જે આત્માને અનંતીવાર જન્મ મરણમાં ઘુમાવે છે. રાગ અને દ્વેષ એ વ્યક્તિ વિશેષ નથી, પણ તે બન્ને મનોભાવ છે. વિચાર અને વૃતિ છે. રાગના વિચાર અને દ્વેષના વિચાર આત્માને દૂષિત અને દોષિત બનાવે છે. શત્રુ જેવું કામ કરતા હોવાથી તેને શત્રુ ગણવામાં આવ્યા છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે પણ અંતઃશત્રુઓ છે. પરંતુ એ બધા જ શત્રુઓ રાગ અને દ્વેષનો વંશ-વિસ્તાર છે. આ બધા શત્રુઓ ઉપર જેમણે સંપૂર્ણ વિજય મેળવ્યો છે, તેમને જિન કહેવાય છે. તે જિન ભગવાન બીજા નામથી પણ ઓળખાય છે જેમ કે અરિહંત, અર્વત, વીતરાગ, સર્વજ્ઞ, પરમેષ્ઠિ, તીર્થકર વગેરે. આ જિનેશ્વરોએ સ્વયં જીવીને આત્મસાધનાનો જે માર્ગ બતાવ્યો, તે માર્ગ આત્મસાધકો માટે આરાધ્યધર્મ બની ગયો. જિનોએ ધર્મની પ્રરૂપણા કરી તેથી તેનું નામ પડ્યું જિનધર્મ. જૈનો આ ધર્મનું પાલન કરે છે. આ ધર્મનું પાલન દરેક કરી શકે છે. તેમાં જ્ઞાતી, જાતિ, ધર્મ, પંથ, દેશ કે વેષનું કોઈ બંધન નથી તેની સાધનાનાં દ્વાર સૌ માટે સદાય ખુલ્લાં છે. ૧૨ સમકિત Page #28 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મનો વિકાસક્રમ જૈનધર્મ વિશ્વના તમામ ધર્મોમાં એકદમ સ્વતંત્ર અને અલગ તરી આવે છે. જૈનધર્મ પાસે પોતાની મૌલિક વિચારધારા છે.... મૌલિક તત્ત્વજ્ઞાન છે. વર્ષો જૂની પરંપરામાં સચવાયેલી આચારવ્યવસ્થા છે. આ ધર્મની આગવી અને અનોખી વિચાર-વ્યવસ્થા છે. સમજણ છે. તેનું નામ છે. “અનેકાન્ત દૃષ્ટિ'', જેના માધ્યમથી વિશ્વના પ્રત્યેક પદાર્થને તદન નવા જ છતાંય બિલકુલ સાચા આયામમાં (દૃષ્ટિકોણથી) જોઈ-જાણી શકાય છે. જૈનધર્મના શરૂઆતની કોઈ ચોક્કસ તિથિ કે તારીખ નથી. તેને શરૂ કરનાર કોઈ એક વ્યક્તિ પણ નથી, સમયની શરૂઆત કહી શકાય તો જૈન ધર્મનું મૂળ બતાવી શકાય. જૈન ધર્મ અનાદિકાળથી ચાલ્યો આવે છે. કાળની અપેક્ષાએ સામૂહિક પરિવર્તન થાય છે. કાળના પરિવર્તન સાથે કયારેક ચડતી થાય છે, કયારેક પડતી થાય છે. કાળક્ર ચડતી અને પડતી, વિકાસ અને વિનાશની અપેક્ષાએ કાળના બે મુખ્ય ભાગ છે. ૧.અવસર્પિણી, ૨.ઉત્સર્પિણી. અવસર્પિણીકાળ એટલે પડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ પડતી થાય છે. ઉત્સર્પિણીકાળ એટલે ચડતીનો કાળ. આ કાળમાં આયુષ્ય, શરીર, બળ, સુખ વગેરેની ક્રમશઃ ચડતી થાય છે. અવસર્પિણીકાળ પૂરો થયા પછી ઉત્સર્પિણીકાળ શરૂ થાય છે. અને ઉત્સર્પિણીકાળ પૂરો થાય પછી અવસર્પિણીકાળ શરૂ થાય છે આ કાળચક્ર (Wheel of Time) આ રીતે ફરતું જ રહે છે. કાળચક્રની છ આરામાં વહેંચણી ઉપરના બન્ને કાળના છ ભાગ હોય છે. તેને આરા’” કહે છે. તે છ આરાના નામ આ પ્રમાણે છે. ૧. સુષમ સુષમ ૨. સુષમ સમકિત - સુખ જ સુખ સુખ ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩. સુષમ દુશ્મ ૪. ક્રુષમ-સુષમ ૫. દુઃખમ ૬. દુષમ દુષમ સુખ અને દુઃખ દુઃખ અને સુખ દુઃખ દુઃખ જ દુઃખ આજે આપણે સૌ અવસર્પિણીકાળ -(પડતીના) “દુષમ’” નામના પાંચમાં આરામાં જીવી રહ્યા છીએ. તીર્થ અને તીર્થંકર જૈનોના ભગવાન તીર્થંકર કહેવાય છે. તીર્થંકર એટલે તીર્થની સ્થાપના કરનાર. તીર્થનો વિશિષ્ટ અર્થ છે સંઘ. સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા આ ચાર ને સંઘ કહેવાય છે. આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર તીર્થંકર ભગવાન છે. તીર્થંકર જ્યારે શરીરથી મુક્ત બને છે. મોક્ષમાં ચાલ્યા જાય છે, ત્યારબાદ ફરી એમનો આત્મા સંસારમાં આવીને દેહ ધારણ કરતો નથી, અને તેઓ બીજો અવતાર પણ નથી લેતા. જૈનધર્મ અવતારવાદ નો નમ્રતાપૂર્વક ઈન્કાર કરે છે. નવા નવા આ જ સંસારના બીજા આત્માઓ આત્મસાધના કરી તીર્થંકર પદ સુધી પહોંચે છે, અને તીર્થંકર બને છે. જૈનધર્મનું માનવું સ્પષ્ટ છે કે એકવાર આત્મા બધા કર્મોના બંધનથી સંપૂર્ણ પણે મુક્ત થઈ ગયા પછી ફરી ક્યારેય કર્મોથી બંધાઈ ના શકે. માટે ન તો એ સંસારી બને છે, કે ન ફરી સંસારમાં આવે છે. બસ મોક્ષમાં (સિદ્ઘશીલા ઉપર) સદાકાળ રહે છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ૨૪-૨૪ તીર્થંક૨ થાય છે. આ અવસર્પિણી કાળચક્રમાં પણ ૨૪ તીર્થંકર થયા છે. તેમાં શ્રી ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર છે, અને છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી છે. તે ૧ થી લઈને ૨૪ તીર્થંકર ભગવાનનાં નામ આ પ્રમાણે છે. ૧. શ્રીઋષભદેવસ્વામી ૨. શ્રીઅજીતનાથસ્વામી ૩. શ્રીસંભવનાથસ્વામી ૪. શ્રીઅભિનંદનસ્વામી ૫. શ્રીસુમતીનાથસ્વામી ૬. શ્રીપદમપ્રભસ્વામી ૭. શ્રીસુપાર્શ્વનાથસ્વામી ૮. શ્રીચંદ્રપ્રભસ્વામી ૯. શ્રીસુવિધીનાથસ્વામી ૧૦. શ્રીશીતલનાથસ્વામી ૧૪ સમકિત Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શ્રીશ્રેયાંસનાથસ્વામી ૧૨. શ્રીવાસુપૂજ્યસ્વામી ૧૩. શ્રીવિમલનાથસ્વામી ૧૫. શ્રીધર્મનાથસ્વામી ૧૪. શ્રી અનંતનાથસ્વામી ૧૬. શ્રીશાંતિનાથસ્વામી ૧૮. શ્રીઅરનાથસ્વામી ૧૭. શ્રીકુંથુનાથસ્વામી ૧૯. શ્રીમલ્લીનાથસ્વામી ૨૦. શ્રીમુનીસુવ્રતસ્વામી ૨૧. શ્રીનમીનાથસ્વામી ૨૨. શ્રીનેમીનાથસ્વામી ૨૩. શ્રીપાર્શ્વનાથસ્વામી ૨૪. શ્રીમહાવીરસ્વામી ચોવીસે તીર્થંકરોએ પોતપોતાના સમયમાં તીર્થની સ્થાપના કરી અને ધર્મનું માર્ગદર્શન આપ્યું. સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા આ ચારેય માટે નિયમો બનાવ્યા. દરેક તીર્થંકરનો ઉપદેશ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ ઉપર હોય છે. તીર્થંકર ભગવાનનો આ ઉપદેશ અલગ અલગ સમયે અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે નિગ્રન્થપ્રવચન, જિનવાણી, આર્હત્કર્મ, વીતરાગધર્મ, જૈનધર્મ વગેરે. આમ તીર્થંકર ભગવાને બતાવેલો આ ધર્મ ‘‘જૈનધર્મ’” નામે દુનિયામાં પ્રસિદ્ધ છે. ભગવાન મહાવીર આ અવસર્પિણીકાળના છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર થયા. અત્યારે તેમનું શાસન ચાલી રહ્યું છે. ગૌતમબુધ્ધ, સોક્રેટીસ, લાઓત્સે, કન્ફયુશ્યસ આદિ દાર્શનિકો ભગવાનના સમયમાં થયા હતા. તેઓ બધા સમકાલીન હતા. ભગવાન મહાવીરનો જન્મ ભારતીય તિથિ મુજબ ચૈત્ર સુદ તેરસના રોજ સોમવારે તારીખ ૨૭મી માર્ચ, ઈ.સ. પૂર્વે ૫૯૯ના રોજ બિહાર રાજ્યના ક્ષત્રિયકૂળમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા હતું. તેમનું સંસારી નામ વર્ધમાન હતું. ૩૦ વરસની ઉંમરે તેમણે ઘરસંસાર અને રાજવૈભવ ત્યાગ કરીને કારતક વદ ૧૦ના સોમવારે, તારીખ ૨૯ડીસેમ્બર, ઈ.સ. પૂર્વે ૫૬૯ રોજ દીક્ષા લીધી. સાડા બાર વર્ષ ઉગ્ર તપ આરાધના, વિહાર અને મૌન કર્યું. જેના ફળ સ્વરૂપે તેમને વૈશાખ સુદ ૧૦ના રવિવારે તારીખ ૨૩મી એપ્રિલ ઈ.સ. પૂર્વે ૫૫૭ના રોજ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે કેવળજ્ઞાની અને વીતરાગી બન્યા. કેવળજ્ઞાન મળ્યા પછી બીજા દિવસે વૈશાખ સુદ ૧૧ના સોમવારે ૨૪મી એપ્રિલ ઈ.સ. પૂર્વે ૫૭૭ના રોજ તેમણે ધર્મતીર્થની/ચતુર્વિધ સંધની સ્થાપના કરી અને વિશ્વ માટે મોક્ષનો માર્ગ બતાવ્યો, એ શરૂ કરેલી સંઘ વ્યવસ્થા આજે પણ ચાલુ છે. ભારત દેશના જુદા જુદા નગરમાં ભગવાનનું વિચરણ રહ્યું. તેમના મુખ્ય શિષ્ય ૧૧ ગણધરો હતાં. તેમના પરિવારમાં સમકિત ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૬,૦૦૦ સાધ્વીજી ભ. ૧૪,૦૦૦ સાધુ ભગવંત હતાં. શ્રાવક ૧,૫૯,૦૦૦ અને શ્રાવિકાઓ ૩,૧૮,૦૦૦ની સંખ્યા હતી, અને બારવ્રત સિવાયના શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા લાખોમાં હતી. ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આસો વદ અમાસના, મંગળવારે તારીખ ૧૫મી ઓકટોબર ઈ.સ. પૂર્વે ૫૨૭ના રોજભગવાન મહાવીરસ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા, સિદ્ધ થયા, બુદ્ધ થયા અને બધા કર્મબંધનોથી સર્વથા મુક્ત થયા. આગમોઃ જૈનોના ધર્મગ્રંથ આગમ કહેવાય છે. દરેક તીર્થંકર ભગવાન પોતાના શિષ્ય, ગણધરને ત્રિપદી આપે છે. જેનાથી તેમને બાર અંગ એટલે દ્વાદશાંગીનું જ્ઞાન થઈ જાય છે. તેનું કારણ તેમની પૂર્વભવની આરાધના તથા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી છે. આગમ એટલે આમપુરૂષોની વાણી. આગમ એટલે ભગવાને આપેલા પ્રવચનો. જેમાં કર્મ, ધર્મ, યોગ, અધ્યાત્મ, જ્ઞાન, આત્મા, પુણ્ય, પાપ અને મોક્ષ જેવા વિષયો હોય છે. આ આગમો વાંચવાથી આપણને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હાલ જૈનાગમોની સંખ્યા દેરાવાસી સમુદાયમાં ૪૫ તથા સ્થાનકવાસી સમુદાયમાં ૩૨ માન્ય છે. ભગવાન મહાવીરના સમયમાં લેખનની પરંપરા ન હતી. લખવાની પરંપરા ભગવાનના નિર્વાણ પછી ૯૮૦ વર્ષે શરૂ થઈ ત્યાં સુધી જૈન આગમો મુખપાઠ તથા સ્મૃતિરૂપે હતા. આગમ (જૈનધર્મ ગ્રંથ)ના નામ આ પ્રમાણે છે. ૨. સૂત્રકૃતાંગસૂત્ર ૪. સમવાયાંગસૂત્ર ૬. જ્ઞાતાધર્મકથાસૂત્ર ૭. ઉપાસક દશાંકસૂત્ર ૮. અંતકૃતદશાંગસૂત્ર ૯. અનુત્તરોપપાતિકસૂત્ર ૧૦. પ્રશ્નવ્યાકરણ ૧૧. વિપાકસૂત્ર ૧૨. ઔપપાતિકસૂત્ર ૧૩. રાજપ્રશ્નીયસૂત્ર ૧૪. જીવાભિગમસૂત્ર ૧૬. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૫. પ્રજ્ઞાપનાસૂત્ર ૧૭. ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૮. સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૯. નિરયાવલીકાસૂત્ર ૨૦. કલ્પવતંસિકા ૧૬ ૧. આચારાંગસૂત્ર ૩. સ્થાનાંગસૂત્ર ૫. ભગવતીસૂત્ર સમકિત Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧. પુષ્પિકાસૂત્ર ૨૩. વૃષ્ણિદશા ૨૨. પુષ્પચૂલિકાસૂત્ર ૨૪. દશવૈકાલિકસૂત્ર ૨૬. નંદીસૂત્ર ૨૫. ઉત્તરાધ્યનસૂત્ર ૨૭. અનુયોગદ્વારસૂત્ર ૨૯. વ્યવહારસૂત્રથ ૩૧. દશાશ્રુતસ્કંધસૂત્ર આત્માનું સ્વરૂપ - હું કોણ છું? હું એક અવિનાશી આત્મા છું. આત્મા એક દ્રવ્ય છે. નિત્ય છે. ધ્રુવ છે. જીવ તેનું બીજું નામ છે. આત્મામાં અનંત ગુણ છે. આત્મા જડ નથી પણ ચૈતન્ય છે. અરૂપી છે. સંકોચ વિસ્તાર ગુણવાળો છે. શરીરવ્યાપી છે. જ્ઞાન તેનો મુખ્ય ગુણ છે. ઉપયોગ તેનું લક્ષણ છે. જ્ઞાતા, દૃષ્ટ તેનો સ્વભાવ છે. આત્મામાં અનંત સુખ છે. આત્મા શરીરથી જુદો છે. શરીર તે આત્મા નથી પણ શરીરમાં આત્મા રહે છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આત્માની સંખ્યા અનંતા છે. આત્મા સુખદુખનો અનુભવ કરે છે. આત્માના મુખ્ય બે પ્રકાર છે. (૧) સિદ્ધ (૨) સંસારી, સિદ્ધના જીવો એટલે મોક્ષે ગયેલા શુદ્ધ આત્માઓ અને સંસારી જીવો એટલે ચારગતિ, ચોવીશ દંડક અને ૮૪ લાખ જીવયોનિમાં ફરતા આત્માઓ. આ સંસારી આત્માઓ આઠ કર્મથી યુક્ત છે, માટે સંસારમાં ફરે છે જયારે સિદ્ધ આત્માઓ એ આઠકર્મનો ક્ષય કર્યો હોવાથી જન્મમરણ કરતા નથી અને મોક્ષમાં રહે છે. મોક્ષમાં રહેલા આત્માનું સ્વરૂપ શુદ્ધ છે. તે હવે પરમાત્મા કહેવાય છે. જૈન ધર્મગ્રંથોમાં (આગમોમાં) આત્માને શુદ્ધ બનાવવાની, ધ્યાન, કાઉસગ્ગ, તપ વગેરે પ્રક્રિયાઓ બતાવવામાં આવી છે. જેના દ્વારા આત્મા પોતે સ્વયં પરમાત્મા બની શકે છે. અને કાયમ માટે સુખ શાંતિ મેળવી શકે છે. આત્માના ગુણઃ કેવળજ્ઞાન, કેવળદર્શન, અવ્યાબાધસુખ, સમ્યગ્દર્શન, વીતરાગતા, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુલપણું, અનંતસુખ, આ બધા આત્માના ગુણ છે. સંસારી આત્માના ગુણો આઠ કર્મના કારણે ઢંકાઈ ગયા છે. આ આઠ કર્મ જીવને સંસારમાં રખડાવે છે. જન્મમરણ કરાવે છે. તે આઠ કર્મના નામ આ પ્રમાણે છે. (૧) જ્ઞાનાવરણીયકર્મ (૨) દર્શનાવરણીયકર્મ (૩) વેદનીયકર્મ (૪) મોહનીયકર્મ (૫) આયુષ્યકર્મ (૬) નામકર્મ (૭) ગૌત્રકર્મ (૮) અંતરાયકર્મ. દરેક કર્મનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ અલગ અલગ છે. સમકિત ૨૮. બૃહત્કલ્પસૂત્ર ૩૦. નિશીથસૂત્ર ૩૨. આવશ્યકસૂત્ર ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાવરણીયકર્મ – જ્ઞાન રોકે છે. દર્શનાવરણીયકર્મ- જોવાનું રોકે છે. વેદનીયકર્મ - શાતા-અશાતા આપે છે. મોહનીયકર્મ - રાગ-દ્વેષ કરાવે છે. આયુષ્યકર્મ - શરીરમાં પૂરી રાખે છે. નામકર્મ - શરીર અને શરીરનો આકાર વગેરે આપે છે. ગૌત્રકર્મ - ઊંચા, નીચા કૂળમાં જન્મ આપે છે. અંતરાયકર્મ - અંતરાય પાડે છે. વિદન નાખે છે. આ આઠે કર્મમાં મુખ્ય કર્મ મોહનીયકર્મ છે. તે સંસારનું મૂળ કારણ છે. તે બધાં કર્મોમાં લીડર છે. તેને જીતી લેવાથી બીજા કર્મ આપો આપ જીતી લેવાય છે. મોહનીયકર્મ જીવને મોહ પમાડે છે. તેને જીતવું સૌથી મુશ્કેલ છે. તેનો સ્વભાવ પણ ૨૮ પ્રકારનો છે. જેને મોહનીયકર્મની ૨૮ પ્રકૃતિ કહેવામાં આવે છે. આ ૨૮ પ્રકૃતિમાં એક પ્રકૃતિ “મિથ્યાત્વમોહનીય” નામથી છે જે સૌથી વધુ ભયંકર છે. તે પ્રકૃતિને ટુંકમાં “મિથ્યાત્વ” પણ કહેવામાં આવે છે. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા, ખોટી શ્રધ્ધા, ખોટાને સાચું અને સાચાને ખોટું માનવું, ખોટા દેવગુરુ-ધર્મને સાચા માનવા, અને સાચા દેવ-ગુરુ-ધર્મને ખોટા માનવા. આવી માન્યતા તેનું નામ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વની ગાંઠ જીવને અનાદિકાળથી હોય છે. આ મિથ્યાત્વના કારણે જીવનું સંસાર પરિભ્રમણ છે. ૧૮ પ્રકારના પાપમાં જિનેશ્વર ભગવંતોએ મિથ્યાત્વને સૌથી મોટું પાપ કહ્યું છે. આ મિથ્યાત્વનો નાશ કરવો ખૂબ જ જરૂરી છે. મિથ્યાત્વ એટલે રાગ-દ્વેષની ગાંઠ. મિથ્યાત્વી જીવનો વ્યવહાર પણ અવળો અને ઊંધો હોય છે. કેમ કે તેની માન્યતા ઊંધી છે માટે. મિથ્યા એટલે (ખોટા) ભાવો કરી કરીને જીવ મિથ્યાત્વને દઢ કરે છે. જેનાગમમાં મિથ્યાત્વ પચ્ચીસ પ્રકારનું કહ્યું છે. કોઈ ને કોઈ મિથ્યાત્વ જીવને નડતું હોય છે. મિથ્યાત્વનો નાશ કરવાથી સમ્યગ્દર્શન મળે છે. મોક્ષે જવા માટે આત્માએ મિથ્યાત્વનો નાશ કરી તેનો વિરોધી ગુણ “સમ્યગ્દર્શન” મેળવવું જરૂરી છે. મિથ્યાત્વ એટલે ખોટી શ્રદ્ધા જયારે સમ્યગદર્શન એટલે સાચી શ્રદ્ધા. આ સાચી શ્રદ્ધા એટલે સમ્યગદર્શને આવ્યા પછી જીવની બધી પ્રવૃતિ “સમ્યક” એટલે સાચી ગણાય છે. અને પછી જીવ મોક્ષ માર્ગે આગળ વધી શકે છે. આ ભવમાં આપણું મુખ્ય કામ મિથ્યાત્વ છોડીને સમ્યગદર્શન પ્રાપ્તિનું હોવું જોઈએ. સમ્યગદર્શનનું બીજું નામ શાસ્ત્રમાં સમકિત છે. આ સમકિત આવ્યા પછી જીવ વધારેમાં વધારે અર્ધપુદગલ પરાવર્તનકાળમાં મોક્ષે અવશ્ય જાય છે. સમકિત એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે, ટિકીટ છે. ભગવાન મહાવીરસ્વામીએ સમકિત ૧૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ સમકિત નયસારના ભવમાં પ્રાપ્ત કર્યુ હતું. ત્યાર પછી તેઓ ૨૭ ભવ કરી મુક્ત થયા. આત્માનો આ અગત્યનો ગુણ સમ્યગ્રદર્શન કેવી રીતે મળે? તેનો શો લાભ? તેને કેવી રીતે ઓળખી શકાય, તેના કેટલા પ્રકાર, જીવનમાં તેની શું ઉપયોગિતા વગેરે વિસ્તૃત ચર્ચા તથા સંદર્ભ સાથે આ નિબંધમાં બતાવવાનો મેં નમ્ર પ્રયત્ન કર્યો છે. જીવનનું પરમ લક્ષ્ય કોઈપણ ધર્મશ્રદ્ધાળુને જો પૂછીએ કે જીવનનું અંતિમ લક્ષ્ય શું છે? તો તે ભલે સંસારમાં રહીને સુખ ભોગવતો હશે પણ કહેશે તો એ જ કે આત્માની મુક્તિ અને મોક્ષ જ જીવનનું અંતિમ લક્ષ્ય છે. સંસારમાં રહીને પુણ્યના પ્રતાપે ભલે બધું જ સુખ પ્રાપ્ત થાય, દેવલોકમાં પણ ખૂબ જ સુખ મળે પણ તે સમજે છે કે આ બધા જ સુખનો અંત થવાનો છે, ત્યાં પૂર્ણવિરામ આવવાનું છે. એટલે જે સુખ, રાગદ્વેષ વગર અને કોઈના આધારે નથી તેવું કર્મરહિત અવસ્થાવાળું છે તે જ પોતાનું સુખ કહી શકાય. તેમાં કોઈ પરતંત્રતા નથી, પણ તે સ્વતંત્ર છે. એકવાર ભગવાન મહાવીરને કોઈ વ્યક્તિએ પૂછ્યું કે આ સંસાર શું છે? અને તેનાથી મુક્ત થવાનો કોઈ માર્ગ છે? ભગવંતે ટુંકમાં કહાં કે “રાગ અને દ્વેષ જ સંસારનું મૂળ છે. અને વીતરાગિતા એ મુક્તિનો માર્ગ છે.” આપણા મનમાં જ્યારે જ્યારે રાગદ્વેષની લહેર ઊછળે છે ત્યારે ત્યારે સંસાર જન્મ લે છે. એટલે માનવું પડશે કે બહાર જે દેખાય છે એ સંસાર બંધનકારક કે દુઃખકારક નથી, પણ આત્માના વિકારભાવ કે વિભાવ જ દુઃખકારક કે બંધનકારક છે. સંસાર આત્માની અંદર જ જન્મ લે છે બહારનો સંસાર કારણ નહીં પણ પરિણામ છે. ભગવાન મહાવીરનો દાખલો જોઈએ તો સંસારમાં હતા તો પણ સંસારથી બહાર હતા અને ગોશાલક સંસારની બહાર હતા પણ સંસારથી ભરેલા હતા. આનું કારણ અંદરના ભાવ જ હતા. એક મોટું ચક્ર છે કે અંદરના ભાવ બહારના સંસારનો જન્મ કરાવે અને પછી તે બહારના સંસારમાં અંદર રહીને પાછા એવા જ નવા ભાવ ઉત્પન્ન કરે છે. આ રીતે ચક્ર ચાલ્યા જ કરે છે. કામનાઓ, વાસનાઓ, તૃષ્ણા, રાગ, દ્વેષ, મોહ આદિનું હૃદયમાં રહેવું એ જ સંસાર છે. “જે ગુણે સે આવ” જે ઇન્દ્રિયજન્ય વિષય છે તે જ સંસાર છે, એટલે કે કામ કે કષાયોની આસક્તિ જ સંસાર છે. સમકિત Page #35 -------------------------------------------------------------------------- ________________ આને સમજવાથી એ પ્રશ્ન થાય છે કે મનુષ્યને સંસારથી મુક્ત થવા માટે અને મોક્ષ પામવા માટે શું કરવું જોઈએ? એમ સમજો કે કોઈ વ્યક્તિ મોક્ષ પામવાના આવેશમાં આવી પોતાનું શરીર ત્યજી લે અને નષ્ટ કરી નાખે અને સમજે કે તે મોક્ષ પામી જશે તો આ તેની અજ્ઞાનતા છે. કારણ કે તેને મોક્ષને બદલે બીજો સંસાર જ મળશે. અને એના પછી ત્રીજો, ચોથો એમ ચાલ્યા જ કરશે. આમ શરીરના ત્યાગથી કયારેય પણ મોક્ષ મળવાનો નથી. તો જીવનનું અંતિમ લક્ષ્ય જે મુક્તિ અને મોક્ષપ્રાપ્તિ છે તે મળે કઈ રીતે? એવો કયો ઉપાય છે કે આ સંસારમાં રહીને પણ આનાથી મુક્તિ પામી શકાય? આનો ઉપાય તે સરળ છે કે જેમ સંસારનો જન્મ આપણી અંદરથી છે તેમ તેની મુક્તિ પણ અંદરથી જ મળે છે. જેમ રાગ અને દ્વેષથી સંસાર જન્મ લે છે તેમ તેમાં લગાવ ન રાખવાથી મુક્તિ મળી શકે છે. એમ સમજો કે એક દિવસ તમે બજારમાંથી જઇ રહ્યા છો. હજારો વસ્તુ બજારની દુકાનોમાં ગોઠવાયેલી છે, ફળ-ફૂલ, શાક, મીઠાઈઓ, વસ્ત્ર, આભૂષણો તથા બીજી ઘણી જ મનગમતી વસ્તુઓ છે. શું તમે એ બધી વસ્તુઓને જોવાથી એ તમારી થઈ જશે? તમે ફક્ત ઊભા રહી ધ્યાનથી એ બધું જોઈ રહ્યા છો. તો શું દુકાનદાર તમને તે બધું આપી દેશે? એવું કદાપિ નહીં બને. જ્યાં સુધી તમે વસ્તુને લેવાની ઈચ્છા નહીં બતાવો, તોલ-મોલ કરીને માંગશો નહી ત્યાં સુધી તે તમારી થવાની સંભાવના નથી. તમે તે વસ્તુઓને ત્યાં સુધી ભોગવી નહીં શકો. આ જ રીતે આ સંસાર પણ એક બજાર છે. અને તમે તેમાં જ્યાં સુધી જ્ઞાતા-દૃષ્ટ બનીને રહેશો, કંઇ પણ વસ્તુને જોઈને અંતરમાં રાગ, દ્વેષ, મોહ વગેરેના વિકલ્પ નહીં કરો, જ્યાં સુધી તમે તે વસ્તુ માટે ઈચ્છા પ્રગટ નહીં કરો, તેના માટે મન-વચન અને કાયાનો પ્રયોગ નહીં કરો, ત્યાં સુધી તે વસ્તુ તમારા અંદર ચીપકશે નહીં. તમારી નહીં થાય, અને તે તમને બાંધશે નહીં. અને સંસાર તમારા માટે બંધનકારક નહીં થાય. ભગવાન મહાવીરે એક સુંદર જીવન-દર્શન આપણને આપ્યું છે. તમે સંસારમાં ભલે રહો પણ તેમાં અલિપ્ત થઈને રહેશો તો તે તમારા સંસાર વધારવાનું કારણ નહીં બને. " न लिप्पए भवमझे वि संतो, जलेण वा पोक्खरिणीपलाखं । " - - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૩૨.૩૪ (પાનું ૨૯૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) સભ્યર્શી સંસારમાં રહેતાં પણ (સંસારના રાગ-દ્વેષ-મોહમાં) લિપ્ત નથી થતા, જેવી રીતે સમકિત ૨૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ કે કમળ કાદવમાં રહીને પણ તેનાથી અલિપ્ત છે. મનમાં રાગ-દ્વેષનો કીચડ ન હોય તો સંસાર બંધનરૂપ થવાનો નથી. જેમ દુઃખે માથું ને ઉપચાર પેટનો ન થાય તેમ જ બહારથી વ્યવહાર ગમે તેવો સારો હોય પણ અંદરના ભાવ બરાબર નહીં હોય અને રાગ-દ્વેષ-મોહથી ભરેલા હશે ત્યાં સુધી ગમે તે ઉપચાર કરશો, મુક્તિ મળશે નહીં. aષાયઃિ વિશ્વન રેવા” કષાય તે સંસારવૃક્ષનું બીજ છે. રાગ અને દ્વેષ તે કષાયની અંદર જ આવી જાય છે. “ો જ હોવો જન્મવીર” ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૩૨.૭ (પાનું ૨૮૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) રાગ અને દ્વેષ એ બે કર્મનાં બીજ છે. આમ જેટલી મહેનત અંદરને બદલવાની થશે, એમ એટલી મુક્તિ નજીક આવતી જશે, સંસારના બીજને અટકાવવાની જેટલી મહેનત થશે એટલો મોક્ષ નજીક આવશે. આમ મિથ્યાત્વ, રાગ, દ્વેષ, વિભાવદશા જેમ જેમ છૂટશે તેટલો સંસાર છૂટશે અને મોક્ષ નજીક આવશે, અને આત્મામાં મોક્ષ અને મુક્તિ પામવાની ઈચ્છા વધારે ને વધારે મજબૂત થશે. અંદરના ભાવ અને મુક્તિનો સંબંધ સીધો એકમેક છે. નિશ્ચયનયની દૃષ્ટિથી મોક્ષ આત્માની અંદર જ છે, અને મોક્ષ પહેલા અંદર થાય છે, અને પછી આત્માને રહેવાનું કાયમી સ્થાન મળે છે, જેને આપણે “મોક્ષશીલાકે સિદ્ધશીલા” કહીએ છીએ. જ્યારે આત્મા સંસાર સન્મુખ હોય છે ત્યારે તે શુભ ઉપયોગમાં હોય કે અશુભ ઉપયોગમાં હોય, કર્મબંધ કરી સંસારમાં જ રહે છે. પણ જ્યારે આત્મા ઉદાસીનભાવ, મધ્યસ્થભાવ રાખી મોક્ષસન્મુખ હોય છે અને શુદ્ધ ઉપયોગમાં હોય છે ત્યારે કર્મબંધ થતા નથી, અને અનંત જન્મોના બંધન તોડી મુક્તિને પામે છે. વાસ્તવમાં આત્માનો સ્વભાવ તે મુક્તિ પ્રાપ્તિનો છે. તમે કોઈ પણ જીવને જોશો તો તે મુક્તિને જ પસંદ કરશે. જ્યાં સુધી તે સંસારમાં છે ત્યાં તે દ્રવ્ય મુક્તિ માટે મહેનત કરશે. દા.ત. તમે એક નાની કીડીનો પણ માર્ગ રોકશો તો પણ તે આમ તેમ દોડી ત્યાંથી છૂટવાની સમકિત ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ કોશિશ કરશે. પોતાના શરીર અને જીવને સલામત રાખવા પૂરી કોશિશ કરશે. અને જ્યારે તે જ આત્મા મોક્ષસન્મુખ થશે ત્યારે તે ભાવમુક્તિ પામવાની કોશિશ કરશે. આમ આત્માનો ગુણ જ મુક્તિનો છે. જ્ઞાનથી કે અજ્ઞાનથી દરેક આત્માને બંધન ખૂબ જ દુઃખકારક લાગે છે. જ્યાં સુધી અજ્ઞાન દશામાં છે. ત્યાં સુધી તે સંસારમાં પોતાની રીતે સ્વચ્છંદતાથી રહેવાને મુક્તિ માનશે અને તેના માટે કોશિશ કરશે. અને જ્યારે સાચું જ્ઞાન આવશે ત્યારે આખા સંસારથી મુક્તિમાટેની બધી જ કોશિશ કરશે. આપણે જેને મુક્તિ કે મોક્ષ કહીએ છીએ તેનો સાચો અર્થ એ છે કે આત્માને સુખનો એવો અનુભવ થાય કે જે તેની અંદર જ હોય અને કાયમી હોય. આ જ મોક્ષની વ્યાખ્યા છે. કાયમનું સુખ આત્માને સંસારની કોઈપણ ગતિમાં મળવાનું નથી. દેવલોકના લાંબા આયુષ્યનો પણ અંત થાય છે અને ત્યાંના સુખને છોડીને બીજો જન્મ લેવો પડે છે. સાચા ધર્મની પણ વ્યાખ્યા એ જ છે કે જે આત્માને કાયમી શાશ્વત સુખને પમાડે. એ જ માર્ગને સમ્યમાર્ગ અને સમ્યધર્મ કહેવાય. આમ, આત્માનો મૂળ સ્વભાવ મુક્તિ પામવાનો છે. સંસાર ફરતાં ફરતાં કાયમી સુખની પ્રાપ્તિ માટે ઝંખતો, દરેક ભવમાં દુઃખનો અનુભવ કરતો તે એક એવા મુકામ (સ્થાન) પર પહોંચે છે કે જ્યાં તેને સાચા સુખનો અર્થ સમજાય છે અને પછી તેના માર્ગને શોધતો શોધતો જ્યારે તેને એ માર્ગ મળે છે ત્યારે તે મુક્તિને પામે છે. આ માર્ગને આપણે ‘‘જૈનધર્મ” કહીએ છીએ જે મુક્તિ અને અવ્યાબાધ સુખ અપાવે છે. આ માર્ગ ઉપર ચાલનાર દરેક આત્મા મુક્તિને પામ્યા છે. હવે આગળ આપણે આ માર્ગ શું છે? અને તેના પર કેવી રીતે ચાલવું એ વિષય ઉપર પ્રકાશ કરવાનો પ્રયત્ન કરીશું. ૨૨ સમકિત Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧.૨ઃ સમ્યગદર્શનનો અર્થ અને વ્યાખ્યા સમ્યગદર્શન શબ્દ “સમ્યક” અને “દર્શન” આ બે શબ્દોના સંયોગથી બનેલો આધ્યાત્મિક જગતનો એક અતિ મહત્ત્વપૂર્ણ શબ્દ છે. પહેલા આપણે “દર્શન” શબ્દના અર્થને સમજી લઈએ. જ્યારે દર્શન શબ્દનો અર્થ બરાબર સમજાઈ જશે તો “સમ્યગદર્શન” શબ્દનો અર્થ સહેલાઈથી સમજાઈ જશે. દર્શન શબ્દનો જન્મ “ર પ્ર" (વેવાર સિદ્ધાંત મુવી ધાતુપદ) ધાતુથી બન્યો છે. તેથી દર્શન શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે થાય છે. જેના દ્વારા દેખી શકાય, જેનાથી દેખી શકાય અને જેમાં દેખી શકાય.” આ વ્યુત્પત્તિ અનુસાર દર્શન શબ્દના અનેક અર્થ મળી શકે છે. દર્શન, દર્પણ, ધર્મ, ઉપલબ્ધિ, બુદ્ધિ, શાસ્ત્ર, સ્વપ્ન, લોચન, વર્ણ, દેશ આવા અનેક અર્થો દર્શન શબ્દની આસપાસ ફરે છે. "दर्शनं दर्पणे धर्मोपलब्ब्यों बुद्धिषास्त्रयोः । स्वप्नचनयोश्चापि दर्शनं वर्मदशयोः ॥" - સમ્યગ્ગદર્શન (પાનું ૧૮૨, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર, રાજસ્થાન, વર્ષ ૧૯૮૧) આંખથી જોવું તે પણ દર્શન છે. પણ એવું દર્શન ચક્ષુના નિમિત્તથી સાધારણ રૂપે સંસારી જીવોને હોય છે. એટલે એને મોક્ષમાર્ગ માનવો તે યોગ્ય નથી. સાધારણ પ્રાણી આંખથી જોવું તેને જ દર્શન માને છે. પણ આપણા આચાર્યોએ “જોવું” એનો એક બીજો અર્થ પણ બતાવ્યો છે કે જે આંખ બંધ કરી જોવું તે. તે જોવામાં શ્રવણ, મનન, ધ્યાન, વિચારણા “તર્ક-વિતર્ક” આદિનો સમાવેશ થાય છે. આ એક પ્રકારનું અંતર્દર્શન છે અને એને જ વાસ્તવિકમાં “દર્શન” માને છે. આંખથી જોવામાં માત્ર સાધારણ બોધ પણ થતો નથી. જેમ રસ્તો આપણી સામે હોય પણ એને દૂરથી જુઓ તો પાતળી કાળી રેખા જેવું દેખાય છે. હજારો મણ ઘઉંમાં એક ચોખાનો દાણો નાખી દો તો નજીકથી જોઈએ તો પણ દેખાય નહીં. આ બધાને આધ્યાત્મિક દર્શન કહેવું તે એક ભૂલ છે. ઋષિમુનિયો આ બધાને અધૂરું દર્શન કહે છે. ખૂબ જ સૂક્ષ્મતાથી વિચારીએ તો “દર્શન” નો અર્થ કંઈક વિશેષ જોવું એવો થાય છે. આંખથી દેખાય તે પણ દર્શન છે પણ સાધારણ અને હલકું દર્શન છે. એનાથી કોઈ પણ પદાર્થનો બોધ ગહેરાઈથી સમકિત ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ થતો નથી. એટલે દર્શનનો અર્થ માત્ર આંખથી થતો બોધ ન કહેતા કોઈપણ ઈન્દ્રિયથી થતો બોધ અને તેનાથી પણ આગળ જઈએ તો આંખ બંધ કરીને મનના એકાગ્રતાથી જોવું તેને દર્શન” કહેવાય. "आलोकास्तु चक्षुरादिनिमित्तत्वात् सर्वसंसारिजीव साधारणत्वान्न मोक्षमार्गे युक्तः ।" - સર્વાર્થસિદ્ધિ; ગાથા ૧.૧૧ (ફકરો) (પાનું ૭, લેખકઃ આચાર્ય પૂજ્યપાદ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૮૯ ૪થું સંસ્કરણ) મનમાં જે વિચારીએ તેનું પ્રતિબિંબ બહાર ઝળકે છે. “જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ” કહેવત પ્રમાણે બહારની દૃષ્ટિ હકીકતમાં મનથી નક્કી થાય છે. અંતરમાં સર્વ પ્રત્યે મૈત્રીભાવ અને બંધુત્વ ભાવના હોય તો બહાર કોઈ જ શત્રુ રહેતો નથી. જ્યારે ભગવાન મહાવીરને પૂછ્યું કે “આપનો કોઈ શત્રુ છે?” તો એમણે કહાં મારી સર્વે પ્રાણી જોડે મિત્રતા છે. કોઈ પણ મારો શત્રુ નથી. એ સમયે એમનું ખંડન અને વિરોધ કરવાવાળા ઘણા જણ હતા. પણ ભગવાને તે સર્વેને પોતાના શત્રુ ન માન્યા. તેમના માટે ગૌતમસ્વામી અને ગોશાલકજી બંને સરખા હતા. બંને પ્રત્યે સરખા સમભાવ હતો. એનું કારણ એક જ હતું. તે એમની આંતરિક દૃષ્ટિ, મનમાં સાચા દર્શનના કારણે બહાર દેખાતા દુશ્મન પણ દુશ્મન ન રહે. આ મનના ભાવોને જ સાચા અર્થમાં “દર્શન” કહેવાય છે. સમ્યગ્દર્શન અહીં મોક્ષમાર્ગના સાધનરૂપ છે. એટલે અહીં દર્શન શબ્દનો અર્થ કેવળ જોવું એમ નથી. અહીં તેનો અર્થ એ રીતે જોવામાં આવે છે.-દષ્ટિ અને નિશ્ચય. આનું કારણ એમ છે કે દૃષ્ટિમાં કોઈવાર ભ્રાંતિ પણ હોય અને કેવળ નિશ્ચય પણ ખોટે થઈ શકે. એટલે દર્શનની આગળ “સમ્યક” શબ્દ મૂકયો છે. જેનો અર્થ થાય કે-જે દૃષ્ટિ જેમાં કોઈપણ પ્રકારની ભ્રાંતિ ન હોય, અને જે નિશ્ચય હોય તે યથાર્થ જ હોય. એટલે યથાર્થપણે જોવું તેને “સમ્યગદર્શન” કહેવાય. જેમ જેમ અંતરદષ્ટિ જાગૃત થાય છે તેમ તેમ બાહાદષ્ટિ બદલાતી જાય છે. આવી પરિસ્થિ તિમાં મનુષ્ય શુદ્ધ સ્વરૂપ આંતરિક દષ્ટિથી પોતાના અને બીજાના સંબંધમાં એકાત્માનો અનુભવ કરે છે. શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે. આ જ વાસ્તવમાં “ધર્મ છે”, અને આ જ “સમ્યગ્દર્શન” છે. આમ અંતરદૃષ્ટિના આધારે તે સાચો નિર્ણય કરી શકે છે કે જે પણ ક્રિયાકાંડ, વિધિ-વિધાન, નિયમોપનિયમ કરે છે તે આત્મવિકાસ અને આત્મલક્ષી છે કે નહીં? અને તેના આધારે તે મોક્ષમાર્ગના સાચા માર્ગ ઉપર જ મદદ કરવાવાળી સામગ્રી સિવાય ૨૪ સમકિત Page #40 -------------------------------------------------------------------------- ________________ બાકીનો બધો જ ત્યાગ કરે છે. તેને સંપૂર્ણ વિશ્વાસ થઈ જાય છે કે હવે આત્મા માટે હિતકારી શું છે અને શું નથી. આમ દૃષ્ટિ ઉપર જે મેલ છે તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આંતરિક શાંતિ મળતી નથી. જેમ દર્પણમાં ચહેરા ઉપર લાગેલો ડાઘ દેખાય છે તે દર્પણ સાફ કરવાથી ડાઘ જતો નથી. ચહેરાને સાફ કરો તો જ દર્પણમાં ડાઘનું પ્રતિબિંબ સાફ થાય છે. આ જ રીતે બહારના દોષો ત્યારે જ ટળી શુદ્ધ થાય છે, જ્યારે વ્યક્તિ પોતાની અંતરદૃષ્ટિ શુદ્ધ કરે છે, નહીંતર ત્યાં સુધી જીવનના દર્પણ ઉપર અનેક દોષ અને કલંક લાગેલા રહે છે. અંતરદૃષ્ટિની શુદ્ધતા સંસારસાગરને, ક્ષીરસાગરસમ મધુર બનાવે છે. આવી દૃષ્ટિની શુદ્ધિ, એકાગ્રતા અને આંતરિક પરિવર્તન જ જૈનદર્શનની ભાષામાં “સમ્યગદર્શન” કહેવાય છે. આજના મનુષ્યો આટલા દુઃખી, નિરાશ અને ચિંતામાં કેમ છે? કારણ કે તે સમ્યગ્રદર્શનને પામ્યા નથી કાં તો પામ્યા હતા તે ખોઈને બેઠા છે. તેઓ વસ્તુઓને અને પરિસ્થિતિઓને તેમના યથાર્થ રૂપમાં જોતા નથી. તેઓ આસ્રવ અને બંધને સુખ માને છે અને સંવર અને નિર્જરાને કષ્ટ માને છે. અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માનવાના ભ્રમથી તેમનો વિકાસને બદલે વિનાશ થાય છે. મનની નિર્મળતા અને યથાર્થદર્શન તે બે એકબીજાની સાથે રહે છે. યથાર્થદર્શન માટે મનની નિર્મળતા આવશ્યક છે. અને જેમ જેમ યથાર્થદર્શન થાય છે તેમ તેમ મન વધુ નિર્મળ બનતું જાય છે. મનની નિર્મળતાનો પ્રારંભ સમ્યગ્રદર્શનની સતત પ્રક્રિયાથી થાય છે. આનાથી મન નિર્મળ થવાનું ચાલું થાય છે અને જેમ જેમ નિર્મળ થાય છે તેમ તેમ યથાર્થદર્શન યોગ્ય થ તું જાય છે. સમ્યગદર્શનની પ્રક્રિયાઓ શું છે અને તેનો અર્થ શું છે? સમ્યગ્દર્શનની પ્રક્રિયાઓનો અર્થ એ છે કે દરેક સમસ્યાઓને તેના મૂળ રૂપમાં શોધવી, સિદ્ધાંતો અને તત્ત્વોની સાથે મેળવી તેનું સમાધાન આત્મલક્ષીય દૃષ્ટિથી કરવું. અને આવું સમાધાન અંતરચક્ષુના દર્શન જોડે જ થાય છે. તે દર્શન જ સર્વહિતકર છે. આ અંતરની આંખ હજારો આવરણોને ચીરીને સત્યનો સાક્ષાત્કાર કરે છે. આ દર્શન જીવનની દિવ્ય સૃષ્ટિનું સર્જન કરે છે. આ સાચું દર્શન, “સમ્યગ્દર્શન' પોતે પોતાનામાં જ એક ધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ છે. આ દર્શનથી જ દરેક સમસ્યાનો સાચો રસ્તો નીકળે છે. સમકિત ૨ ૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યના આત્મવિકાસની યાત્રા સમ્યક્દર્શનથી શરૂ થાય છે અને સમ્યકશક્તિ ઉપલબ્ધ થવાથી પૂર્ણ થાય છે. જે યાત્રાનો પ્રારંભ સમ્યકથી થાય છે તેને મંઝિલ પણ સાચી જ મળે છે. આમ સમ્યક” અને “દર્શન” બંને હોય તો જ સફળતા મળે છે. “સમ્યક” અને “દર્શન'' બંને મળીને અર્થ થાય છે તે પૂર્ણ સમગ્ર કે યથાર્થ જોવું. આમ કોઈપણ વિષયને પૂર્ણરૂપે અને યથાર્થરૂપે જોવું. અને તેના ઉપર શ્રદ્ધા કરવી. જે વસ્તુ જેમ છે તેમ જોવું. આમ સમ્યગ્રદર્શન એ છે કે જેમાં મનુષ્યની બધી જ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહ, અહંકાર, પક્ષપાત અને પૂર્વગ્રહિત વિચારધારાઓ સમાપ્ત થઈ જાય છે, કે બદલાઈ જાય છે. તેના બદલે જે દર્શન થાય છે તે સત્ય જ રહે છે. આવી આનંદમયે શ્રદ્ધાપૂર્ણ અવસ્થાને “સમ્યગદર્શન” કહેવાય છે. સમ્યગદર્શનને વધારે ઊંડાણમાં સમજવા માટે એ જોઈએ કે સમ્યગદર્શન કયાં કયાં લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને થાય છે? ૧. જ્યારે મનુષ્યનું મન જૂની માન્યતાથી મુક્ત થાય છે. અને તેના ઉપર બેઠેલી શ્રદ્ધા તૂટી જાય છે. (કારણ કે પૂર્વગ્રહો જોડે ભરાયેલું મન નવા સાચા દર્શનને જોઈ શકતું નથી.) પોતાનું જ સાચું એમ નહીં પણ સાચું તે પોતાનું એમ જ્યારે માનવા લાગે છે. ૨. જ્યારે વ્યક્તિમાં અપ્રમાદ અવસ્થા થાય. સજાગ મન થાય તે જ સમ્યગદર્શન પામી શકે ૩. જ્યારે વ્યક્તિને જીવનમાં અનાસક્તિ હોય. (અનાસક્તિનો અર્થ પણ સાચું એ પોતાનું એમ જ્યારે માનતો હોય છે. કોઈપણ પ્રિય કે અપ્રિય વસ્તુ ઉપર રાગ અને દ્વેષ ન હોય. બંનેથી મન અલિપ્ત જ સમ્યગદર્શન કરી શકે છે. ૪. જ્યારે સર્વ વિશ્વ તરફ મૈત્રીભાવ હોય સમ્યક્ હિતદષ્ટિ હોય, વિશ્વ પ્રતિ આત્મીયતા હોય છે ત્યારે જ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આત્મલક્ષી સમ્યક્ વિચાર કરી શકે છે. આજ સમ્યગદર્શનની ભૂમિકા છે. ૫. જ્યારે વ્યક્તિ નિર્ભય હોય છે. સમ્યગદર્શન માટે નિર્ભયતા ખૂબ જ આવશ્યક છે. તેનાથી સાચાનો સાથ આપવામાં સરળતા રહે છે. ૬. જ્યારે બધાં સંબંધોમાં અનાસક્તિ રહે. જેમ કે પરિવાર, સમાજ, સંપ્રદાય વગેરે ઉપર મોહ ન હોવાથી સમ્યગ્રદર્શનમાં સરળતા રહે છે. ૭. જયારે આત્મલક્ષી તત્ત્વો ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય. આમ ઉપર બતાવેલા લક્ષણો સમ્યગદર્શન માટે જરૂરી છે. તેમાં ખાસ જોઈએ તો “દર્શન” શબ્દને “શ્રદ્ધા” જોડે સરખાવ્યો છે. ૨૬ સમકિત Page #42 -------------------------------------------------------------------------- ________________ “શિ' ઘાતુનો પ્રસિદ્ધ અર્થ છે “આલોક” દેખવું-જોવું. તેનો અર્થ શ્રદ્ધા થતો નથી અને ન તો કોઈને દર્શન કહેવાથી “શ્રદ્ધા” એમ અર્થ કરવો સમજાય છે. તો અહીંયા “દર્શન” એટલે “શ્રદ્ધા” એમ કેમ કહેવામાં આવ્યું છે? તેનું સમાધાન આ પ્રમાણે છે કે આ મોક્ષમાર્ગનું પ્રકરણ છે. અને તેમાં તત્ત્વાર્થોને એવી રીતે જોવાના છે કે તે જોવાથી તેના ઉપર જ શ્રદ્ધા થઈ જાય, તે સિવાય બીજું બધું મિથ્યા લાગે. અને આવું શ્રદ્ધાન આત્માના પરિણામથી થાય છે. જોવું અને તેના ઉપર શ્રદ્ધા તે એકમેકમાં એવી રીતે મળી ગયેલા હોય કે બંને ક્રિયા જુદી રહેતી નથી. આજ કારણથી દર્શન શબ્દના “શ્રદ્ધા”, “રુચિ,” “સ્પર્શ” અને “પ્રતીતિ” જેવા શબ્દોને પર્યાયવાચી બતાવ્યા છે. આ જ કારણ છે કે આચાર્યોએ “દર્શન” શબ્દના અર્થને વધારે મોટો કર્યો છે. જેમ કે પ્રવચનસાર ટીકામાં કહયું છે કે "दर्शनशब्देन निजशुद्धात्मश्रद्धानरुपं सम्यगदर्शनं ग्राह्यम ।" - સમ્યગદર્શન (પાનું ૧૯૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧) દર્શન શબ્દથી નિજશુદ્ધ આત્મશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનને ગ્રહણ કરવું. નિયમસાર તાત્પર્યવૃત્તિમાં પણ કહ્યું છે કે "दर्शनमपि जीवास्तिकायसमुपजनितपरम श्रद्धानमेव भवति ।" । - સમ્યગદર્શન (પાનું ૧૯૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧) શુદ્ધ જીવાસ્તિકાયથી ઉત્પન્ન થતું જે પરમ શ્રદ્ધાન છે તે જ દર્શન કહેવાય, જ્યાં તત્ત્વ ઉપર નિશ્ચય, શ્રદ્ધાન, વિવેક કે રુચિ આત્મલક્ષી હોય તે જ “સમ્યગદર્શન” કહેવાય. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ સ્પષ્ટ બતાવ્યું છે કેઃ ના નાફ માd, રંસો ય સહા” - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨૮.૩૫ (પાનું ૧૫૬, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯). સમકિત Page #43 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્નાનથી પદાર્થો જણાય છે અને દર્શનથી તેના ઉપર શ્રદ્ધા કરાય છે. આચાર્યોના આવા ચિંતનથી સ્પષ્ટરૂપે જણાય છે કે દર્શનનો અર્થ સભ્યશ્રદ્ધા યથાર્થ નિશ્ચય છે. દર્શન તે આત્માનો ગુણ છે. મિથ્યાદર્શન તે તેનો અશુદ્ધ પર્યાય છે અને સમ્યગ્દર્શન એનો શુદ્ધ પર્યાય. દર્શનની આગળ ‘‘સમ્યગ્' વિશેષણ લગાવવાનું મુખ્ય કારણ એ છે કે જે દેખાય છે અને જેના પર શ્રદ્ધા થાય છે તે શુદ્ધ અને સત્ય હોય. ‘‘સમ્યગ’’નો અર્થ શુદ્ધ કે સત્ય થાય છે. દા.ત. સમ્યગ્દષ્ટિ ગાયને ગાય અને ઘોડાને ઘોડો કહેશે. મિથ્યાદષ્ટિ પણ એ જ રીતે જોશે અને કહેશે. બહારથી બંનેની દૃષ્ટિ સરખી જ હોય છે. પણ આ દર્શન અધૂરું છે. સમ્યગ્દર્શી ગાય અને ઘોડાને પોતાની જેમ આત્મા-ચૈતન્યયુક્ત પ્રાણી માને છે. તેમને પણ સુખદુઃખનો અનુભવ થાય છે. અને તેનો આત્મા અને પોતાનો આત્મા સરખો જ છે. આ કારણથી પોતાના નિમિત્તથી તેને હાનિ કે દુઃખ ન પહોંચે તેની કાળજી રાખે છે. આવા પ્રકારની આત્મવત્ સર્વભૂતેષુની ભાવનાથી એ જુએ છે, પરંતુ મિથ્યાદષ્ટિ આ પ્રકારથી જોતો નથી. તે ગાય અને ઘોડાને પશુ સમજી તેની જોડે પશુ જેવો જ વ્યવહાર કરે છે. તેઓનાં સુખદુઃખનો તેને ખ્યાલ હોતો નથી. તે પોતાના આત્મા અને પશુઓના આત્માઓને અલગ જ સમજે છે. આમ સભ્યષ્ટિ અને મિથ્યાટષ્ટિના બાહ્યા દર્શન સરખા હોવા છતા અંતરમાં સત્યને સમજવામાં ફરક હોય છે. અને તેથી જ દર્શન જોડે સમ્યગ્ એમ જોડીને સમ્યગ્દર્શન એ જ સાચું દર્શન છે તેમ કહેવામાં આવે છે. આત્માનો એક પર્યાય છે જે ગાય કે ઘોડાના રૂપમાં છે. તે પર્યાય રહે કે ન રહે પણ તેની અંદરનો આત્મા તો રહેવાનો જ છે તે શાશ્વત છે અને તેના ગુણો અને પોતાના આત્માના ગુણો સરખા જ છે. આ આત્મા પૂર્વે ઘણાં પર્યાયમાં રહી ચૂકયો છે અને ભવિષ્યમાં પણ રહેશે. આમ વિભાવ દશામાં રહેલો આત્મા એક દિવસ સ્વભાવમાં સ્થિર થશે અને ત્યારે તેને મુક્તિ પ્રાપ્ત થઈ શકશે આ પ્રકારનું દર્શન તે સભ્યષ્ટિ આત્માનું હોય છે. જેનામાં બાહ્લાદષ્ટિમાં અંતરનું સત્ય સમાયેલું રહે છે. ‘‘સમ્યગ્” શબ્દ દર્શનની પૂર્વે લગાવવાનું મહત્વ શું છે? તેનો ઉત્તર એ છે કે “સમ્યગ્’ શબ્દ લગાવવાથી તે દર્શનમાં એક વિશેષતા આવી જાય છે. તે દર્શન એક આધ્યાત્મિક રત્ન બની જાય છે. કોઈપણ પ્રકારનું દર્શન કરી તે માર્ગ ઉપર ચાલવાથી મોક્ષ મળતો નથી. દર્શન સત્ય (સમ્યગ્) અને ખોટા (મિથ્યા) બંને પ્રકારના હોય છે. બંને જુદા માર્ગો છે. પણ એક મોક્ષ અને આત્મલક્ષી અને બીજો સંસારલક્ષી. બંનેમાં દર્શનતત્ત્વ તો છે જ. ૨૮ સમકિત Page #44 -------------------------------------------------------------------------- ________________ "दंसणे दुविहे पन्नते, ते जहा सम्मदंसणे चेवमिच्छादंसणे चेव" સ્થાનાંગ સૂત્ર; ગાથા ૨.૧ (પાનું ૪૯, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (રોયલપાર્ક સોસાયટી) રાજકોટ, વર્ષ ૨૦૦૦) પણ આધ્યાત્મિક જગતમાં સમ્યગ્દર્શનને જ મોક્ષના અંગરૂપની માન્યતા મળી છે. મોક્ષની સાધનામાં દર્શન હોવું માત્ર બરાબર નથી પણ તેનું આત્મલક્ષી હોવું તે પરમ આવશ્યક છે. સ્વ ઉપર રહેવું જરૂરી છે. આમ જ્યારે તે સ્વલક્ષી હોય છે ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. આત્મામાં જ્ઞાન તો સદાય હોય છે પણ ‘‘સ્વને” ન ઓળખવાથી તે મિથ્યા જ રહે છે. અને “સ્વને’ જાણવાથી તે સમ્યક્ થઈ જાય છે. આ રીતે ચારિત્ર માટે પણ સમજવું. જ્યારે આત્મા પરમાં રમણનો ત્યાગ કરે છે અને સ્વમાં રમણ કરે છે ત્યારે સમ્યગ્ બને છે. આમ મોક્ષમાર્ગને માટે ‘સમ્યગ્દર્શન’’ ‘સમ્યજ્ઞાન’” અને ‘‘સભ્યશ્ચારિત્ર્ય’’એ ત્રણ રત્નરૂપે બની રહે છે. રત્નત્રય કહેવાય છે. આ ત્રણને રત્નત્રયની પદવી “સમ્યગ્’” શબ્દથી મળે છે. સમ્યગ્દર્શન જીવન અને જગતને યથાર્થરૂપ અને સત્યરૂપમાં જોવાનું એક માધ્યમ છે. યોગસાર પ્રાભૂતમાં બતાવ્યું છે કેઃ "यथावस्तु तथाज्ञानं संभवत्यात्मनो यतः जिनैरंभाइम सम्यकत्वं तत्क्षमं सिद्धिसाधने ॥" - સમ્યગ્દર્શન; (પાનું ૧૯૫, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧) વસ્તુ જે રૂપમાં સ્થિત છે, તેને તે જ રૂપમાં જે કારણે જ્ઞાન થાય છે, તેને ભગવાને સમ્યક્ત્વ કહ્યું છે. જે સિદ્ધિ સ્વાત્મોપલબ્ધિના સાધન માટે સમર્થ છે. દર્શનની આગળ સમ્યક લાગી જવાથી જે વસ્તુ જે રૂપમાં છે તે યથાર્થરૂપને જોવાની શક્તિ મળે છે. સમ્યગ્દર્શન આત્મા ઉપર એક ચશ્મારૂપ છે. જે વસ્તુને ન તો એકાંતનિત્ય રૂપે જુએ છે અને ન તો એકાંત અનિત્ય રૂપે જુએ છે. કારણ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય બેઉ મિથ્યા છે. દરેક વસ્તુ નિત્યાનિત્યાત્મક છે. તે દ્રવ્યરૂપ નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. પદાર્થને ઉભયરૂપમાં જોવું જ સત્યદર્શન કે સમ્યગ્દર્શન છે. સમ્યગ્ શબ્દ દર્શનની આગળ જોડવાથી તે વ્યક્તિ જ્ઞેય, હેય અને ઉપાદેયનો તફાવત કરી શકે છે. અને તે તફાવત કરવાથી હેયને સહેલાઈથી છોડી શકે છે. અને ઉપાદેયને ગ્રહણ કરી શકે છે. અધ્યાત્મશાસ્ત્રોમાં વિશ્વના દરેક પદાર્થોના ત્રણ ભાગ પાડ્યા છે. જે જાણવા યોગ્ય સમકિત ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ છે, તેને શેય કહેવાય. જે ત્યાગવા યોગ તે હેય અને જે ગ્રહણ કરવા યોગ્ય તે ઉપાદેય. આ રીતે સમ્યગદર્શનનો અર્થ એમ પણ થાય છે કે તે એવી દૃષ્ટિ છે કે જેનાથી હેય, બ્રેય અને ઉપાદેયને જાણી શકાય છે. સમ્યગૃષ્ટિ સૌ પ્રથમ એ વિવેક કરશે કે દરેક પદાર્થને ક્યા ભાગમાં મૂકવો, અને તેના યોગ્ય બરાબર ઊંડાણથી વિચાર કરશે. દા.ત. હિંસા, અસત્ય આદિ આસ્રવ, મિથ્યાત્વ, પ્રમાદ, કષાય અને રાગદ્વેષ જે હેય છે તે શાના માટે ત્યાગવા યોગ્ય છે? કોઈપણ પદાર્થને ત્યાગવા પહેલા જો તેના વિશે બરાબર બોધ કર્યો ન હોય અને ફક્ત આવેશમાં કે જોશમાં આવીને અથવા તો કોઈ સ્વાર્થ માટે કે કોઈના ભયથી છોડે તો તે છોડવામાં કે તે પ્રમાણે ત્યાગ કરવામાં બંધનમુક્તિ મળતી નથી. એનાથી વિપરીત બરાબર સમજીને શ્રદ્ધાપૂર્વક જો એ ત્યાગ કરે તો, નાનામાં નાનો ત્યાગ પણ બંધનમુક્તિનું કારણ બને છે. સમ્યગદર્શી એ પણ સમજે છે કે જીવનનિર્વાહ માટે ભોજન, વસ્ત્ર, મકાન વગેરે આવશ્યક છે તો પણ તે તેને ઉપાદેય માનતો નથી. અહિંસા, સમતા, ક્ષમા, સત્ય આદિ સમ્યક્ આચાર તે ઉપાદેય છે. માત્ર શરત એ છે કે તે સર્વે આચારો આ લોક કે પરલોકના સુખ અને સ્વાર્થ માટે કરવામાં આવતા ન હોય. જો તે આચરવા પાછળ સ્વાર્થ, લોભ, મોહ, આસક્તિ અને સુખની આકાંક્ષા હોય તો તે પદાર્થો ઉપાદેય હોવા છતાં પણ બંધન મુક્તિને બદલે બંધન વૃદ્ધિ કરાવે છે. કોઈપણ પદાર્થ આત્માને બંધનમાં પાડે તેને સમ્યગદર્શી ઉપાદેય માનતો નથી. આ પ્રમાણે સ્વ-પરના વિવેક પછી, હેય કોને કહેવાય અને ઉપાદેય કોને કહેવાય તેનો સમ્યગુબોધ શેય કરાવે છે. શેય એ સંકેત આપે છે કે હેયને જાણ્યા વગર ત્યાગે નહીં અને ઉપાદેયને સમજ્યા વગર ગ્રહણ કરો નહીં. સમ્યગદૃષ્ટિનો હેય અને ઉપાદેય બંને જ્ઞાનપૂર્વક જ હોય છે. આમ, સમ્યગદર્શન સમ્પન્ન સાધક હેયને છોડવા યોગ્ય, ઉપાદેયને ગ્રહણ કરવા યોગ્ય અને શેયને જાણવા યોગ્ય આવી વિશુદ્ધ હાર્દિક ભાવના રાખે છે. હવે નિશ્ચય સમ્યગૃષ્ટિનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કેઃ "स्वतत्त्व-परमत्त्वेषु हेयोपादेयनिश्चयः संशयदिविनिर्मुक्तः स सम्यगदृष्टिरुच्यते ॥" - સમ્યગદર્શન; (પાનું ૧૯૫, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧) સમકિત ૩૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ જેને પોતાના સ્વતત્ત્વમાં ઉપાદેય બુદ્ધિ છે, અને પરતત્ત્વોમાં હેયની બુદ્ધિ છે, જે સંશય, વિમોહ, વિભ્રમથી રહિત હોય તેજ સમ્યગ્દષ્ટ કહેવાય છે. સૂર્ય અને તેની કિરણોની જેમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એક સાથે જ પેદા થાય છે. જ્ઞાનનું કાર્ય એ છે કે દરેક વસ્તુને તે ઠીક ઠીક જાણી લે છે, અને જ્ઞાનથી જાણેલી વસ્તુમાં જે દૃષ્ટિથી કર્તવ્ય અકર્તવ્ય અને હેયોપાદેયનો વિવેક થાય છે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. જ્ઞાન તો પહેલેથી જ આત્મામાં છે પણ તે સમ્યક્ ત્યારે બને છે જ્યારે આત્માને હેયોપાદેયનો વિવેક થાય છે. આથી જ તત્ત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગને સમજાવતા કહ્યું છે કે ‘‘સમ્યાવર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્થ: ।'' આચાર્ય ઉમાસ્વાતિનું તત્ત્વાર્થ સૂત્ર, ગાથાઃ ૧.૦૧ (પાનું ૪, લેખકઃ પંડિત સુખલાલજી, પ્રકાશકઃ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (ગુજરાત) વર્ષ ૧૯૩૦ ૧લું સંસ્કરણ) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર્ય ત્રણે મળીને જ મોક્ષમાર્ગ બને છે. આચાર્ય પૂજ્યપાદ આ સૂત્રમાં આવેલાં સમ્યક્ શબ્દને સમજાવતા કહે છે કે-પદાર્થોનું યથાર્થ જ્ઞાન અને તેના ઉપર શ્રદ્ધાનનો સંગ્રહ કરવાના હેતુથી જ દર્શનના પૂર્વે સમ્યક્ વિશેષણ આપ્યું છે. વ્યાકરણશાસ્ત્રના અનુસારે સમ્યક્ શબ્દના ત્રણ મુખ્ય અર્થ થાય છે. (૧) પ્રશસ્ત (૨) સંગત અને (૩) શદ્ધ. સભ્યનો જ્યારે પ્રશસ્ત અર્થ કરીએ ત્યારે તેની સાથે દર્શનને જોડવાથી તેનો અર્થ થાય છે-પ્રશસ્ત દર્શન એટલે કે પ્રશંસનીય દર્શન.'' દર્શનનો અર્થ વિશ્વાસ છે. એટલે પ્રશસ્ત વિશ્વાસ ત્યારે જ થાય છે જ્યારે વિશ્વાસની સાથે અંધતા ન હોય. વિશ્વાસની સાથે જ્યારે વિવેક, અનાગ્રહ અને સત્યગ્રાહી દષ્ટિ હોય છે ત્યારે તે પ્રશસ્ત થાય છે. પ્રશસ્તનો અર્થ એક આચાર્યે નીચે પ્રમાણે કર્યો છે. " प्रशस्तो मोक्षोsविरोधो वा प्रशमसंवेगादि लक्षण आत्मधर्मः ।” સમ્યગ્દર્શન; (પાનું ૨૦૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧) સમકિત ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ એટલે કે પ્રશસ્તના બે અર્થ છે-પહેલો અર્થ છે-મોક્ષ. આ દૃષ્ટિથી સમ્યગ્દર્શનનો અર્થ થાય છે. મોક્ષલક્ષી દર્શન કે શ્રદ્ધા અને બીજો અર્થ મોક્ષના અવિરોધી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા આ પાંચ લક્ષણોથી યુક્ત આત્મધર્મમાં પ્રવેશ કરાવવાવાળો આત્માનો સમ્યભાવ. શાસ્ત્રીય ભાષામાં કહીએ તો આત્માને જ્યાં સુધી મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો જીવનું વિશુદ્ધ પરિણામ પોતાને થતું નથી ત્યાં સુધી તેનું દર્શન (વિશ્વાસ, નિષ્ઠા કે શ્રદ્ધા) સમ્યગદર્શન હોતું નથી. દર્શન જ્યારે પ્રશસ્ત હોય છે, તેની સંગત અન્ય સાથે હોતી નથી અને તેનામાં આત્માની શુદ્ધતા જ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં આત્મા સમ્યગદર્શનમાં કહેવાય છે. સમ્યનો બીજો અર્થ અવિપરીતતા પણ છે. કોઈપણ પદાર્થને ઊલટા રૂપમાં જોવું તે વિપરીતતા કહેવાય. સમ્યગદર્શી કોઈપણ પદાર્થને ઊલટા રૂપમાં જોતો નથી. કોઈપણ શાસ્ત્ર અને તેના અર્થો ઉપર વિપરીત દૃષ્ટિથી નિષ્ઠા કે શ્રદ્ધા જ્યારે આવે છે ત્યારે તે મનુષ્યને સમ્યગદર્શનના માર્ગથી ખૂબ દૂર લઈ જાય છે. અને આ વિપરીતતા એકવાર આવવાથી જલદી જતી નથી. પણ જ્યારે તે મનુષ્યને સત્યની સમજણ થાય છે અને તેનો કાળ છોડીને અવિપરીત દૃષ્ટિથી શાસ્ત્રોના સત્ય અર્થ ઉપર જ વિશ્વાસ મૂકે છે ત્યારે સમ્યગ્દર્શન પામી મોક્ષના માર્ગ ઉપર ગતિ પ્રગતિ કરે છે. દર્શનનો અર્થ જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે તેની આગળ “સમ્યક” શબ્દ જોડવામાં આવે છે. આ “સમ્મવિશ્વાસ” કે “સમ્યગદર્શન” જ મુમુક્ષુ-આત્માને તેના ધ્યેય ઉપર પહોંચાડે છે. સમ્યગદર્શનની હાજરીમાં આત્માને પોતાના અનંત જ્ઞાનાદિ ગુણો અને તેની શક્તિ ઉપર દઢ વિશ્વાસ થાય છે. જયારે જીવનમાં સંકટ આવે છે, જીવનની નૈયા ડગમગવા લાગે છે ત્યારે આ સમ્યક્ વિશ્વાસ અને તેનાથી થતો આત્માનો સાચો અનુભવ જ વ્યક્તિને સાચા માર્ગ ઉપર ટકી રહેવાની તાકાત આપે છે. જ્યારે મહામુનિ ગજસુકુમારને ઘોર મરણત્તક સંકટ ઉપસ્થિત થયું ત્યારે તેઓ સમ્યક વિશ્વાસના આધાર ઉપર જ આત્મરમણીય રહા, જેનાથી શાંતિ અને ઘેર્યની સાથે રાગ-દ્વેષ રહિત રહીને સમભાવથી અંતિમ લક્ષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શક્યા. સમ્યગદર્શન આમ, આત્માને કેવળ મોક્ષમાર્ગ પર લઈ આવતું નથી પણ જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે એ આત્માને એવી શક્તિ પ્રદાન કરે છે કે તે માર્ગ ઉપર વધારે ને વધારે દૃઢ થાય છે. અને આ અવસ્થામાં અનંતા કર્મોની ૩૨ સમકિત Page #48 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા થતાં જલદીમાં જલદી મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. આત્મલક્ષ્મીય સમ્યગ્દર્શન (વિશ્વાસ) કેવા પ્રકારે સાધકના જ્ઞાન ઉપર રહેલી મલિનતા, અવિશ્વાસ આદિને હટાવી શુદ્ધ સમ્યક્ર-જ્ઞાન પ્રાપ્ત કરાવે છે તેનો જૈન ઈતિહાસમાં એક ઉજ્જવલ ઉદાહરણ છે. એક મહાન આચાર્ય હતા, તેમને અનેક શિષ્ય હતા. ઘણા શિષ્યો જ્ઞાની, વિદ્વાન અને ઘણા તપસ્વી હતા. પણ તેમાં એક શિષ્ય મંદબુદ્ધિનો હતો. ગુરુ તેને ખૂબ ધ્યાન રાખીને શાસ્ત્રો શિખવાડતા પણ મંદબુદ્ધિના કારણે એ જરા પણ સમજી શકતો નહીં. તે પોતાની બુદ્ધિના હિસાબે સદાય ઉદાસ રહેતો. ગુરુદેવે તેને ઉદાસ જોઈને પુછ્યું કે “વત્સ તું આટલો ઉદાસ કેમ છે? તે તારું ઘરબાર કુટુંબ બધું છોડીને સાધુધર્મ અપનાવ્યો છે. આવા ઉત્તમ માર્ગ ઉપર રહીને ઉદાસ રહેવું તે શોભાનું કારણ નથી.” શિષ્ય કહ્યું “ગુરુદેવ આપની વાત તદ્દન સાચી છે, મને અહીં દુઃખનું કંઈ કારણ નથી. આપના ચરણોમાં રહીને મારે આનંદમાં જ રહેવું જોઈએ. પણ શું કરું? મને મારી મંદબુદ્ધિ ઉપર ખૂબ જ દયા આવે છે. મને કંઈ પણ જ્ઞાન ચઢી શકતું નથી આના કારણે હું ઉદાસ રહુ . આપ કોઈ કૃપા કરો કે જેનાથી મને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય.” ગુરુએ કહાં “ચિંતા કર નહીં, હું તને એક એવું નાનું સૂત્ર આપું છું જે આખા ધર્મનો સાર છે” એમ કહીને તેમણે કહાં – “મા રુસ મા તુષ” (ન કોઈના પ્રતિ દ્વેષ કરો કે ન કરો રાગ.) ગુરુના આ નાના સૂત્રને પણ તે શિષ્ય પોતાની મંદબુદ્ધિના કારણે યાદ રાખી ન શકયો. અને તેના બદલે “માસતુષ” એમ બોલવા લાગ્યો. આ ગુરુનો પ્રસાદ છે એમ માનીને તે નિરંતર રટણ કરવા લાગ્યો. રટણ કરતા તેની ભાવના વધારે ને વધારે શુદ્ધ થતી ગઈ, સમ્યગદર્શન તો એને હતું જ, અને તેના પ્રતાપે પોતાના આત્મા, ગુરુ અને ગુરુના વચનો ઉપર એને સંપૂર્ણ શ્રદ્ધા હતી. એટલે નિરંતર રટણથી તેના હૃદયમાં વધારે શ્રદ્ધા પ્રબળ થતી ગઈ. શક્તિ શબ્દમાં નહી પણ તેના ઉપરની શ્રદ્ધામાં હોય છે. તેને આત્માના અનંતજ્ઞાનની શક્તિ ઉપર વિશ્વાસ થઈ ગયો, અને ગુરુનું સૂત્ર તેના આત્માને સંપૂર્ણ શુદ્ધ અને નિર્મળ બનાવશે તે વાત ઉપર તેને પાકી શ્રદ્ધા થઈ ગઈ. આ વાત પકડીને તેનું આત્મચિંતન ચાલું રહ્યું. સાચા અર્થને ભૂલી તે વિચારવા લાગ્યો કે અડદ અને તેનું ફોતરું જેમ અલગ અલગ છે તેમ જ મારું શરીર અને આત્મા બંને અલગ અલગ છે. કાળું ફોતરું દૂર થતાં અંદર સફેદ અડદ નીકળે છે. તેમ જ રાગ અને દ્વેષના કાળા વિકારો દૂર થવાથી આત્મા અંદરથી શુદ્ધ રૂપમાં પ્રગટી જશે. આ પ્રમાણે ખોટો અર્થ કરવા સમકિત ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ એ સૂત્ર ઉપર ભાવાત્મક ધ્યાન કરવાથી અને તેના ઉપર અતૂટ શ્રદ્ધા રાખવાથી તેના આત્મા ઉપર છવાયેલાં કર્મોના વાદળો હટી ગયાં અને તે મંદબુદ્ધિ શિષ્ય કેવળજ્ઞાનની જ્યોત પામી ગયા. આ છે સમ્મવિશ્વાસનું મહત્ત્વ, જેનાથી જ્ઞાન ઉપર છવાયેલું આવરણ હટી ગયું અને કેવળજ્ઞાનને પ્રગટ કરાવી શક્યું. જૈન આગમો તથા બીજા જૈન ગ્રંથોમાં સમ્યગદર્શનના સમાનાર્થક શબ્દોનો ઉલ્લેખ આવે છે. આવા પર્યાયવાચી થોડા શબ્દો નીચે પ્રમાણે છે. (૧) સમ્યગદર્શન (૨) સમ્યગ્દષ્ટિ (૩) સમ્યકત્વ (૪) સમ્મવિશ્વાસ (૫) સમ્યનિષ્ઠા (૬) સમ્યમ્રતીતિ (૭) સભ્યશ્રદ્ધા (૮) સમ્યકચિ (૯) સમ્યદ્ભક્તિ (૧૦) સમ્યઆસ્થા (૧૧) સમ્બોધિ (૧૨) સદ્ગોધ. આ દરેક શબ્દનો અર્થ એક જ જેવો થાય છે જ્યારે શ્રદ્ધા, દૃષ્ટિ, વિશ્વાસ, બોધ આ સૌ સત્યલક્ષી અને મોક્ષલક્ષી હોય. જ્યારે પણ કોઈપણ ક્રિયા મોક્ષ પામવા માટે કરવાની હોય છે ત્યારે તે દરેક ક્રિયાઓને બરાબર અર્થમાં સમજવા માટે તેની આગળ “સમ્યક” શબ્દ મૂકવામાં આવે છે. દા.ત. મોક્ષ પામવામાં ચાર વસ્તુ મુખ્યત્વે જરૂરી છે. અને તે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. અને આ ચારની આગળ “સમ્યફ” શબ્દ લગાવવાથી જે અર્થ સમજાય તે જ ખરો મોક્ષમાર્ગ થાય છે. “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમ્યગ્રતા.” આને યથાર્થ રીતે સમજી તે માર્ગ ઉપર ચાલવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. જૈનદર્શન સાધ્ય અને સાધનની એકરૂપતામાં વિશ્વાસ કરે છે. આ દૃષ્ટિ પ્રમાણે સમ્યગૂ ચતુષ્ટય સાધનથી પ્રાપ્ત કરવાવાળું અંતિમ લક્ષ્ય પણ એવું જ શુદ્ધ અને સારું હોય છે. અને આના કારણે જ મોક્ષ માટે આ ચતુષ્ટયને મુખ્ય કારણ કીધું છે. અહીં એક સવાલ થાય છે કે જ્ઞાન અને સમ્યકત્વમાં શું અંતર છે?, તેના જવાબમાં સ્થાનાંગ સૂત્રમાં વૃત્તિકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિ કહે છે કે “સમ્યકત્વ તે રુચિરૂપ છે અને જ્ઞાન તે આ રુચિનું કારણ છે.” સમકિત ૩૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ "तह तत्रुई सम्भं रोइज्जउ जेण तं नाणं" - સમ્યગદર્શન; (પાનું ૨૧૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧). અર્થાત-તત્ત્વરુચિ સમ્યકત્વ છે, તત્ત્વ ઉપર રુચિ કરી શકાય તે જ્ઞાન તે સમ્યગૂજ્ઞાન છે. આધ્યાત્મિક જગતમાં શ્રદ્ધાનો અર્થ થાય છે--શ્રત-સત્યં વધાતીતિ શ્રદ્ધા , જે સત્યને ધારણ કરે તે. શ્રદ્ધામાં સત્યને ધારણ કરાય છે, એને ટકાવી રખાય છે ચિરકાલ સુધી અન્તઃકરણમાં જમાવી રખાય છે. જ્યારે દર્શનમાં કોઈપણ વસ્તુના તત્ત્વને ઊંડાણથી જોવાય છે, પહેલા દર્શન થાય છે. પછી શ્રદ્ધા. દર્શન, પહેલા વસ્તુ-તત્ત્વને ગહેરાઈથી જોઈને નિર્ણય-નિશ્ચય કરે છે. અને શ્રદ્ધા,એ નિશ્ચય કરેલા સત્ય તત્ત્વને ગ્રહણ કરીને રાખે છે. આ જ અંતર દર્શન અને શ્રદ્ધામાં છે. સામાન્યરૂપે તો દર્શન પણ શ્રદ્ધામાં પરિસમાપ્ત થાય છે. સત્યની સત્યરૂપમાં પ્રતીતિ જ નિષ્ઠા છે. જડતત્ત્વની જ તત્ત્વરૂપ અને ચૈતન્યતત્ત્વની ચૈતન્યતત્ત્વરૂપમાં નિષ્ઠા -શ્રદ્ધા જ સમ્યગદર્શન કહેવાય. તત્ત્વોને યથાર્થ રૂપમાં સમજવું અને તેના ઉપર વિશ્વાસ કરવો તે જ સમ્યગ્રદર્શન કહેવાય. એમ જોવા જઈએ તો શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસ, રુચિ, આસ્થા, નિષ્ઠા આદિ શબ્દો બધા જ સમ્યગદર્શનના પર્યાયવાચક છે. તેના અર્થો સમાન જેવા છે. પણ ઊંડાણથી જોઈએ તો તેમાં સૂક્ષ્મરૂપે અંતર દેખાશે. બધા જ શબ્દો સમ્યગ્રદર્શનના ક્રમિક યાત્રાના પડાવરૂપ છે. સૌથી પહેલા તત્ત્વભૂત પદાર્થ પર શ્રદ્ધા થાય છે. તે શ્રદ્ધા અમુક સમય ટકવાથી તેના ઉપર જ પ્રતીતિ થાય છે. તેના પછી દઢ વિશ્વાસ બેસે છે. અને પછી પ્રવૃત્તિ કરવાની રુચિ થાય છે. રુચિ પછી મનુષ્યની આસ્થા એના ઉપર પાકી થાય છે અને ભક્તિવત થાય છે. આજ આસ્થા પરિપક્વ થવાથી નિષ્ઠાનું રૂપ લે છે. આ બધાનો ક્રમશઃ ઉત્તરોત્તર વિકાસ જ સમ્યગદર્શનનું રૂપ બને છે. પણ આ બધા સમ્યગદર્શનનું રૂપ હોવા છતાં પણ તે દરેકમાં સમ્યકતા હોવી જરૂરી છે. નહીંતર શ્રદ્ધા, અંધશ્રદ્ધા, પ્રતીતિ, મિથ્યાપ્રતીતિ, વિશ્વાસ, અંધવિશ્વાસ, રુચિ, ખોટીરુચિ, આસ્થા વિપરીત પદાર્થો ઉપર અને નિષ્ઠા મોહ-મૂઢતાના રૂપમાં બદલાઈ જાય છે. આમ, સમ્યમ્ શબ્દ અને તેનો અર્થ સમજવો તે આધ્યાત્મિક માર્ગમાં સૌથી મહત્ત્વરૂપ છે. પ્રાચીન જૈન આગમોમાં દર્શન શબ્દના બદલે દૃષ્ટિશબ્દનો પ્રયોગ કરેલો છે. તત્ત્વાર્થસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શન શબ્દનો અર્થ તત્ત્વશ્રદ્ધા એમ માનેલો છે. તેના ઉપરાંત જૈન સમકિત ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યમાં દર્શન શબ્દનો દેવ, ગુરુ અને ધર્મના પ્રતિ શ્રદ્ધા કે ભક્તિ એવો અર્થ વ્યવહારથી થયો. આ પ્રમાણે જૈનપરંપરા સમ્યગદર્શન, તત્ત્વ-સાક્ષાત્કાર, આત્મ-સાક્ષાત્કાર, અંતર્બોધ, દૃષ્ટિકોણ, શ્રદ્ધા, ભક્તિ આદિ લક્ષણાત્મક અર્થોથી શોભાયમાન છે. સમકિત Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧.૩ઃ સમ્યગદર્શનનાં લક્ષણો અને વ્યાખ્યા સમ્યગદર્શન એટલો વિરાટ વિષય છે કે એક વિષય હોવા છતાં પણ દેશ, કાળ અને પાત્રને લઈને અનેક બની જાય છે. ભૂતકાળમાં અનેક ગ્રંથકારોએ પોતાના ગ્રંથોમાં અનેક જુદી જુદી ભાષા વાપરીને એવું ચિત્ર ઊભું કર્યું છે કે જો આપણે તેમની ભાષાને લઈને સમજવાની કોશિશ કરીએ તો આપણને દરેક ગ્રંથથી સમ્યગદર્શનની સમજણ જુદી રીતે દેખાશે. પણ આપણે શબ્દને પકડ્યા વિના ભાવાર્થ ઉપર ધ્યાન રાખીએ અને મૂળ ભાવોને પકડીએ તો દરેક ગ્રંથની વ્યાખ્યા અને લક્ષણો સરખાં દેખાશે. કોઈપણ ગ્રંથમાં એકબીજા પ્રત્યે ભેદ કે વિરોધ લાગશે નહીં. દરેક યુગના ગ્રંથકારનો મૂળ આધાર તો વીતરાગ વાણી આગમ જ હોય છે. આ આગમ વાણીને ગ્રહણ કરીને અનેક આચાર્યો અને ગ્રંથકારોએ આપણી સમક્ષ સરળ ભાષામાં ચિંતન પ્રસ્તુત કર્યું છે. એટલે મૂળ ભાવને પકડીએ તો સદા આગમવાણી જ હોય છે. અને આપણી સમક્ષ સત્ય જ હોય છે. ખાલી તેને બતાવવાની અને અભિવ્યક્ત કરવાની પદ્ધતિ દરેક યુગમાં જુદી જુદી હોય છે. જૈનદર્શનની એક વિશેષતા છે કે કોઈપણ વસ્તુનું સ્વરૂપ બતાવવા તે બાહા અને આંતરિક બંને દૃષ્ટિથી જોઈને બતાવે છે. જો કેવળ બાહા જ દૃષ્ટિથી કોઈપણ વસ્તુને જુએ તો તે વસ્તુનું મૂળરૂપ જાણી શકાતું નથી. કારણ મૂળ રૂપ સદા અંદર હોય છે. અને જો આંતરિક દૃષ્ટિથી વસ્તુનું લક્ષણ જોઈએ તો તેને સાધારણ છદ્ભસ્થ વ્યક્તિ સમજી શકતો નથી. તેને ખબર પડતી નથી કે કંઈ વસ્તુ લક્ષણથી યુક્ત છે અને કંઈ નથી? આંતરિક ભાવો સંપૂર્ણ જ્ઞાની સિવાય કોઈને ખબર પડી શકતા નથી. આ કારણોના આધારે કોઈપણ વસ્તુનાં લક્ષણો નિશ્ચય અને વ્યવહાર એ બંને દૃષ્ટિથી કરવું જરૂરી છે. સમ્યગ્રદર્શનનાં લક્ષણોને સમજવા માટે પણ આચાર્યો અને ગ્રંથકારોએ આ બંને દૃષ્ટિનો આશ્રય લીધો છે. એટલે સમ્યગ્દર્શનને નિશ્ચયસમ્યગદર્શન (આંતરિક) અને વ્યવહાર સમ્યગ્ગદર્શન (બાહા) આ બે રૂપમાં બતાવી એ બંનેને સત્ય માન્યું છે. સમકિત ૩૭. Page #53 -------------------------------------------------------------------------- ________________ "शुद्धं यदात्मनो रुपं निश्चयेनानुभूयते । व्यवहारो भिदा द्वाराडनुभावयति तत्परम् ॥" - અધ્યાત્મસાર ગાથા ૧૮.૧૦ (પાનું ૧૭૭, લેખકઃ ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશકઃ અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ, બરોડા, વર્ષ ૧૯૯૪) સમ્યગદર્શનને મોક્ષના, સાધન તરીકે બતાવ્યું છે. મોક્ષ કે બંધન બંને આત્માથી સંબંધિત છે. તેઓને શરીર કે ઈન્દ્રિયો સાથે કોઈ સંબંધ હોતો નથી. એ તો માત્ર આત્માના ભાવો જોડે હોય છે. આમ સમ્યગ્દર્શન પણ આત્માનો જ ગુણ છે. "प्रभानैर्मल्यशक्तिनां यथा रत्नानि भिन्नता ज्ञानदर्शनचारित्रंलक्षणानां तथाडडत्मनः" - અધ્યાત્મસાર ગાથા ૧૮.૭ (પાનું ૧૭૭, લેખકઃ ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશકઃ અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ, બરોડા, વર્ષ ૧૯૯૪) મોક્ષ જ્યારે આત્મસ્વરૂપ છે તો સમ્યગદર્શન પણ આત્મસ્વરૂપ જ હોવું જોઈએ. ઉપાસક અધ્યયનમાં સ્પષ્ટ બતાવ્યું છે કેઃ "अक्षाज्ज्ञानं रुचिर्मोहा,हादवृतं च नास्ति यत् । आत्मन्यस्मिशीवीभूते तस्मादात्मैव तत्त्रयम ।" - ઉપાસક અધ્યયન કલ્પ ગાથા ૨૧.૨૩૪ (પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, વર્ષ ૧૯૬૪) અર્થાત-આત્માને મુક્તિ થવાથી ન તો ઈન્દ્રિયથી જ્ઞાન થાય છે, ન મોહજન્ય રુચિ થાય છે, અને ન તો શારીરિક આચરણ થાય છે. તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણે (નિશ્ચયદષ્ટિથી) આત્મસ્વરૂપ જ છે. અહીં એ સમજવું જરૂરી છે કે ઘણા વીતરાગ પુરુષોને તત્ત્વાર્થ શ્રદ્ધાન કે યથાર્થ પદાર્થો ઉપર રુચિ ન હોવા છતાં પણ તેમનામાં સમ્યગદર્શન ગુણ હોય છે. તેથી એકલા વ્યવહારનયની દૃષ્ટિથી જોઈશું તો લક્ષણ દેખાશે નહીં. તો તે આત્માઓ માટે આ વાત બરાબર નથી. આથી નિશ્ચયનયની દૃષ્ટિથી નિશ્ચય સમ્યગદર્શનનું લક્ષણ પંચવસ્તકમાં શુદ્ધ આત્મ-પરિણામરૂપ કહાં છે. ૩૮ સમકિત Page #54 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ આત્મપરિણામમાં આત્મપ્રત્યક્ષ સિવાય કંઈપણ વાત હોતી નથી. તેથી યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્રજીએ પણ સમ્યગ્દર્શનાદિ રત્નત્રયને આત્માની સાથે અભિન્નરૂપ બતાવ્યા છે. "आत्मैव दर्शन-ज्ञान-चारित्राण्यथवा यतेः यत्तदात्मक एवैष शरीरमधितिष्ठति ॥" - યોગશાસ્ત્ર (લેખકઃ આચાર્ય હેમચંદ્રસૂરિજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટૅક) મુંબઈ, વર્ષ ૧૯૪૯) સંયમીનો આત્મા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર છે, કારણ કે આત્મા અને રત્નત્રય તેઓ એકમેક રૂપ જ છે. જૈનદર્શન પ્રમાણે આત્માના મુખ્ય ગુણો તે રત્નત્રય છે. આ ત્રણ ગુણો સિવાય પરમતત્ત્વ બીજું કંઈ જ નથી. જે શ્રદ્ધા છે તે જ આત્મા છે, જે જ્ઞાન છે તે જ આત્મા છે અને જે ચારિત્ર છે તે જ આત્મા છે. સાધક પોતાના રત્નત્રય સાધનાના બળથી જે પ્રાપ્ત કરે છે તે તેનાથી ભિન્ન નથી હોતું. તે પોતાની સાધનાથી પોતાના ઉપરની શ્રદ્ધા કે પ્રતીતિ જ પ્રાપ્ત કરે છે. જ્યારે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વ ઉપર શ્રદ્ધાને વ્યવહાર સમ્યગદર્શનનાં લક્ષણ બતાવ્યા છે. તે ત્યારે જ સાચા અને સફળ કહેવાય જ્યારે આત્માને પોતાના પ્રતિ શ્રદ્ધા કે સ્વાનુભૂતિ હોય, કે પોતાના પ્રત્યે રુચિ કે વિશ્વાસ હોય. જો તે શ્રદ્ધાને આત્માથી અલગ કરવામાં આવે તો દેવ, ગુરુ, ધર્મ તત્ત્વ આદિ ઉપર કોરી શ્રદ્ધા ફક્ત સમ્યગદર્શનના લક્ષણ તરીકે રહેતી નથી. ટૂંકમાં વ્યવહાર સમ્યગદર્શનના મૂળ નિશ્ચયસમ્યગદર્શનની સાથે જોડાયેલા છે. અને તેના સિવાય આત્માની પ્રગતિ થતી નથી. સ્વાનુભૂતિ (આત્માના પ્રતિ શ્રદ્ધા-પ્રતીતિ)ના વિના જ શ્રદ્ધા માત્ર શારડ્યો કે ગુરુ આદિના ઉપદેશ ઉપર હોય છે તે અનુકુળ હોવા છતાં પણ વાસ્તવમાં શુદ્ધ આત્માની ઉપલબ્ધિ વિના હોવાથી તેને શુદ્ધા શ્રદ્ધા કહેવાતી નથી. વાસ્તવમાં જોઈએ તો સૌથી મોટી અને મૂળ શ્રદ્ધા તે આત્મા ઉપરની જ શ્રદ્ધા કે વિશ્વાસ છે. આ આખા વિશ્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ અગર કોઈ તત્ત્વ છે. તે “આત્મા” જ છે. “હું”ની સત્તા ઉપર વિશ્વાસ તે જ અધ્યાત્મ સાધનાનું અંતિમ લક્ષ્ય છે. ફક્ત આત્મા જ એવી શક્તિ છે કે તે ચાહે તો સર્વજ્ઞ, અરિહંત અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની શકે છે. સમકિત ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ આથી નિશ્ચય-સમ્યગ્દર્શન માટે સર્વપ્રથમ આવશ્યક શરત એ છે કે-આત્માના સ્વરૂપની અનુભૂતિ, શ્રદ્ધા અને તેનો સંપૂર્ણ નિર્ણય. યોગસારમાં આ વિષય ઉપર સ્પષ્ટ વાત કહી છે કે, સંસારમાં જીવ અને અજીવ એ બે જ મુખ્ય તત્ત્વ છે. જે પણ આ બન્ને સ્વરૂપને જાણે છે તે અજીવને છોડીને જીવ તત્ત્વમાં લય થઈ જાય છે. અને તેનાથી રાગદ્વેષનો ક્ષય કરી મોક્ષને પ્રાપ્ત કરે છે. આત્મસ્વરૂપનો નિશ્ચયથી અનુભવ ત્યાં સુધી થતો નથી કે જ્યાં સુધી આત્મા અને કર્મોના સંબંધથી જે સાત (કે નવ) તત્ત્વોની સૃષ્ટિ થાય છે, તેના ઉપર અને તેનો બોધ આપનાર દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્ર પર શ્રદ્ધા થતી નથી. કારણ કે પરંપરાથી આ બધા પણ કોઈને કોઈ પ્રકારથી આત્મશ્રદ્ધાનના કારણ છે. આ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધાન થયા વગર તેમના દ્વારા કહેવાતા પદાર્થોના બોધ ઉપર શ્રદ્ધા થતી નથી. અને આ તત્ત્વો અને પદાર્થોના ઉપર શ્રદ્ધા થયા વગર આત્માની તરફ સન્મુખ, રુચિ, શ્રદ્ધા અને તેની ઓળખ થઈ શકતી નથી. હકીકતમાં દેવ, ગુરુ અને ધર્મ અને તેમાંથી મળતો ૯ તત્ત્વોનો બોધ, તે બધાનું જ્ઞાન અને તેના ઉપર શ્રદ્ધા એટલા માટે જરૂરી છે કારણ કે તે આત્મ-શ્રદ્ધાન અને આત્મજ્ઞાનના નિમિત્ત છે. આત્મા અને આત્મસ્વરૂપમાં ત્યાં સુધી દઢતાથી શ્રદ્ધા નથી થતી કે જ્યાં સુધી મનુષ્યની પ્રવૃત્તિ બાહામુખી છે. અને અંતરમુખી પ્રવૃત્તિ ત્યારે થાય છે કે જ્યારે તે દરેક પ્રવૃત્તિ રાગાદિભાવ રહિત કરે છે. વીતરાગિતા અને સમતાનો ભાવ રાખે છે. આમ કરવાથી પ્રવૃત્તિમાર્ગથી નિવૃત્તિમાર્ગ તરફ જાય છે. આમ સૌ પ્રથમ આત્માને ખરાબ પ્રવૃત્તિથી હટાવી સારી પ્રવૃત્તિ તરફ લઈ જવાય છે. આવા સમયે તે આત્માનું સમ્યગ્દર્શન સરાગ કે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. આ કરવા માટે તેણે દેવ, ગુરુ, અને ધર્મ અને તેમના બોધની મદદ લેવી પડે છે. તેમના બોધના સહારે જ તે આગળ વધી આત્મા અને તેના ગુણોને જાણે છે અને ઓળખે છે. સરળ ભાષામાં સમજીએ તો પહેલા વ્યવહાર-સમ્યગ્દર્શનનો ઉપદેશ અપાય છે. અને વ્યવહારની સાથે સાથે નિશ્ચય ઉપર શ્રદ્ધા મૂકવી એનો બોધ અપાય છે. આ દૃષ્ટિથી વ્યવહાર સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ કહેવામાં આવ્યું છે. જેનામાં વ્યવહાર સમ્યગ્દર્શન હોય છે તેને થોડા અંશથી નિશ્ચય સમ્યગ્દર્શન થતું જ હોય છે. પંચાસ્તિકાયમાં તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ વ્યવહાર સમ્યક્ત્વને શુદ્ધ જીવાસ્તિકાયના રુચિરૂપ નિશ્ચય સમ્યક્ત્વનું બીજ માનવામાં આવ્યું છે. જેમ જેમ તેમાં રાગ ઘટે છે તેમ તેમ તે વ્યવહારથી નિશ્ચય તરફ આગળ વધે છે, જેમ જેમ નિશ્ચય ઉપર શ્રદ્ધા વધે છે, તેમ તેમ સમ્યગ્દર્શનાદિ રત્નત્રય વ્યવહારથી નિશ્ચયનું સ્વરૂપ લે છે. ૪૦ સમકિત Page #56 -------------------------------------------------------------------------- ________________ આમ, સમ્યગદર્શનનું લક્ષણ સમજ્યા પછી તેના બને રૂપો ઉપર ચિંતન કરવું આવશ્યક છે. સૌ પ્રથમ આપણે વ્યવહાર સમ્યગદર્શન ઉપર વિચાર કરીએ. આગમો અને બીજા ધર્મગ્રંથોમાં વ્યવહાર સમ્યગદર્શનના અનેક લક્ષણો બતાવ્યા છે. પણ જો ઊંડાણથી વિચાર કરીએ તો તેમાં બે લક્ષણો ખાસ ઉપર તરી આવે છે. આ બે લક્ષણો આ પ્રકારે છેઃ પહેલું લક્ષણ-તત્ત્વો ઉપર યથાર્થ શ્રદ્ધા. બીજું લક્ષણ-દેવ-ગુરુ-ધર્મ ઉપર દઢ શ્રદ્ધા. આ બે લક્ષણો કોઈનામાં હોવાથી તેનામાં સમ્યગ્દર્શનની હાજરી હોઈ શકે તેમ મનાય છે. આથી આ બંને વ્યવહાર સમ્યગદર્શનના મુખ્ય લક્ષણ તરીકે બતાવ્યા છે. પ્રથમ લક્ષણઃ તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્રદર્શન સૌથી પ્રાચીન લક્ષણ જે ઉત્તરાધ્યયન સૂત્ર તથા તત્ત્વાર્થસૂત્રમાં ઉપલબ્ધ છે તે આ પ્રકારે છે. તરિયાઇ તુ માવા, સમાવે સવાલvi | भावेणं सद्दहतस्स सम्मत्तं तं वियाहियं ।।" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૮.૧૫ (પાનું ૧૪૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯, બીજું સંસ્કરણ) આ સત્ય સ્વરૂપ ભાવોના અસ્તિત્વમાં જે ભાવપૂર્વક શ્રદ્ધાન છે તેને સમ્યત્વ કહ્યું છે. "तत्वार्थश्रद्धानं सम्यगदर्शनम" - આચાર્ય ઉમાસ્વાતીજી તત્ત્વાર્થસૂત્ર; ગાથા ૧.૨ (પાનું ૯, લેખકઃ પંડિત સુખલાલજી, પ્રકાશકઃ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૧૯૩૦ ૧લું સંસ્કરણ) પોતપોતાના સ્વભાવમાં સ્થિત જીવાદિ તત્વરૂપના અર્થો ઉપર શ્રદ્ધાન તે સમ્યગદર્શન છે. આ જ લક્ષણને કેન્દ્રમાં રાખી શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓમાં પોતપોતાની રીતે વ્યાખ્યાઓ પ્રસ્તુત કરી છે. "तत्त्वशब्दो भावसामान्यवाची, तस्य भावस्तत्त्वम, योडर्थों यथावस्थित स्थातस्यभवनमित्यर्थः। अर्यते निश्चियते इत्यर्थ । तत्त्वेनार्थस्तत्त्वार्थः । अथवा तत्त्वमेवार्थस्तत्त्वार्थः। तत्त्वार्थस्य श्रद्धानं तत्त्वार्थ श्रद्धानं सम्यगदर्शनम्" સમકિત ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ - સર્વાર્થસિદ્ધિ; ગાથા ૨.૧૦ (ફકરો) (પાનું ૬, લેખકઃ આચાર્ય પૂજ્યપાદ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૮૯ ૪થું સંસ્કરણ) “તત્ત્વ” શબ્દ ભાવસામાન્ય વાચક છે. જે પદાર્થોનો ભાવ છે (જે પદાર્થ જે રૂપથી છે તેને એમ માનવું) એ જ તત્ત્વ શબ્દનો અર્થ છે. અર્થ જ શબ્દની વ્યાખ્યા થાય છે. જે નિશ્ચય કરાય છે તે જ અર્થ થાય છે. તત્ત્વ (યથાર્થરૂપ) અને તેનો (નિશ્ચિત) અર્થ મળીને તત્ત્વાર્થ થાય છે. અથવા તો શુદ્ધ ભાવથી ભાવવાળા પદાર્થો પર શ્રદ્ધા તે તત્ત્વાર્થ શ્રદ્ધાન છે. તેને જ સમ્યગદર્શન કહેવાય છે. "जीवाजीवासवबंधसंवरो निज्जरा तहा मोक्खो । एण्याइ सत्ततच्याई सद्दहंतस्स सम्मतं ॥" - (વસુનંદી શ્રાવકાચાર; ગાથા ૧૦, (પાનું ૭૨, લેખકઃ આચાર્ય વસુનંદી, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨) જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ-આ સાત તત્ત્વ છે. અને તેના ઉપર શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે. "तत्तत्थसदहाणं समत्तमसग्गहो ण एयम्मि मिच्छत्तखओवसमा" - પંચાશક; ગાથા ૧.૧.૩ (પાનું ૧૧, લેખકઃ આચાર્ય હરિભદ્રસૂરિ, પ્રકાશકઃ પંચાશક સમિતિ, નવસારી, વર્ષ વિ.સં. ૨૦૩૪) મિથ્યા (ખોટા) જ્ઞાનના ક્ષયોપશમથી મિથ્યા કદાગ્રહ વગર તત્ત્વાર્થ (તત્ત્વરૂપથી, ભાવથી, જીવાદિ પદાર્થો) ઉપર શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે. "जीवादिसदहणं सम्मतं जिणवरेहिं पण्णत्तं ववहारा" - દર્શનપ્રાભૃત; ગાથા ૨૦ (પાનું ૩૧, લેખકઃ આચાર્ય કુંદકુંદ, લાડમલ શાંતિવીર જૈન દિગંબર મંદિર, મહાવીરજી, (રાજસ્થાન) વર્ષ વી.સં. ૨૪૫૯) જનેરો દ્વારા પ્રરૂપિત જીવાદિ પદાર્થો ઉપર શ્રદ્ધા રાખવી તે વ્યવહારથી સમ્યકત્વ છે. તમત્તે સદ્દા માવાdi ” - પંચાસ્તિકાયસાર; ગાથા ૧૦૭ (પાનું ર૭૪, લેખકઃ આચાર્ય કુંદકુંદ, શાંતીનગર જૈન સિદ્ધાંત પ્રકાશીની સંસ્થા, (શાંતિવીર નગર) મહાવીરજી, (રાજસ્થાન), વર્ષ વિ.સં. ૨૦૨૧) સમકિત ૪૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ જીવ-અજીવ આદિ નવ તત્ત્વો ઉપર મિથ્યાદર્શનના ઉદયથી જે અશ્રદ્ધા ઉત્પન્ન થાય તેનાથી વિપરીત ભાવ તે જ સમ્યગ્દર્શન છે. “નીવાદિ સઇ સમ્મત્ત', - બૃહદદ્રવ્યસંગ્રહ ગ્રંથ ગાથા ૩.૪૧ (પાનું ૧૪૮, લેખકઃ આચાર્ય નેમચંદ્રસૂરિ, પ્રકાશક: શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૬) વીતરાગ સર્વજ્ઞ પ્રણીત જીવાદિ તત્ત્વોના વિષય ઉપર ચલ, મલિન અને અગાઢ દોષરહિત દુરાગ્રહ વિમુક્ત શ્રદ્ધા (રૂચિ કે નિશ્ચય) આ એમ જ છે જેમ જીનેશ્વર ભગવંતે કહ્યાં છે. આ પ્રકારની નિશ્ચય બુદ્ધિ તે સમ્યગદર્શન છે. "एतैष्वध्यवसायो योडर्थेषु विनिश्चयेत तत्त्वमिति सम्यग्दर्शनमेतच्च" - પ્રશમરતિ પ્રકરણ; ગાથા ૨૨૨ (પાનું ૮૧, પ્રકાશકઃ જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, (ગુજરાત), વર્ષ વિ.સં. ૧૯૮૮) આ નવ તત્ત્વોના વિષયમાં નિશ્ચયપૂર્વક કે આજ તત્ત્વ સત્ય છે. એ પ્રકારના અધ્યવસાયને સમ્યગદર્શન કહેવાય છે. આમ, દરેક ગ્રંથોમાં તત્ત્વો અને તેના અર્થ ઉપર નિશ્ચયથી શ્રદ્ધા રાખવી તેને વ્યવહારથી સમ્યગદર્શન કહ્યું છે અને તે શ્રદ્ધા પ્રાપ્ત કરી શુદ્ધનયથી તે નવ તત્ત્વોને જાણવાથી આત્માનુભૂતિ થાય છે. તે નિશ્ચય સમ્યગ્રદર્શન છે. આ તત્ત્વોનો અર્થ શો છે? તે કેવો છે? અને શા માટે છે? તેને આપણે હવે જોઈએ. શબ્દશાસ્ત્ર પ્રમાણે તત્ત્વનો અર્થ થાય છે “તસ્યભાવઃ” એટલે તેનો ભાવ અથવા તેનું સ્વરૂપ. જે પદાર્થોનો જે ભાવ કે સ્વરૂપ છે. તે જ તેનું તત્ત્વ છે. અર્થાત જે પદાર્થ જે રૂપમાં છે તેનું તેમ હોવું તે તેનું તત્ત્વ છે. હવે આપણે જો માત્ર તત્ત્વ શબ્દ ઉપર જ શ્રદ્ધા રાખવાને સમ્યગદર્શન કહીએ તો તે ભૂલ કહેવાય. કારણ કે બીજા દર્શનોમાં તત્ત્વને દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મ7 એમ તેનો ઉપયોગ કરે છે. એટલે કેવળ તત્ત્વશ્રદ્ધાન એમ જ જો કહીએ તો તે બધા ઉપર શ્રદ્ધા રાખવાને સમ્યગદર્શન કહેવું પડે. જે યોગ્ય અને ઈચ્છનીય નથી. બીજું કે વેદાંતદર્શનમાં “મેવદિતીય વ્ર '' સંસારમાં એક જ બ્રહ્મતત્ત્વ છે બીજું કશું નથી તેમ માને છે. આ સિદ્ધાંતને અનુસરીને બધું એક જ છે એ પ્રમાણે માનવામાં સમ્યગદર્શન કહેવાય જે વાત પણ યોગ્ય નથી. સમકિત ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ એટલે આ બધા દોષોને દૂર કરવા માટે “તત્વ” અને “અર્થ” એમ બે પદોને ગ્રહણ કરીને સમ્યગદર્શનનાં લક્ષણ માટે મૂક્યાં છે. એકલા “અર્થ” ઉપર જ શ્રદ્ધા રાખવાથી પણ સમ્યગ્દર્શનના લક્ષણ તરીકે માનવામાં આવે તે યોગ્ય નથી. કારણ કે “અર્થ” શબ્દ ઘન, પ્રયોજન વગેરે માટે પણ વપરાય છે. અને તેને માનવામાં સમ્યગદર્શનનું લક્ષણ ગણાતું નથી. બીજી વાત એ છે કે “અર્થ” શ્રદ્ધાન કેવળ લક્ષણ તરીકે માનવામાં આવે તો દરેક પદાર્થોના અર્થને માનવું પડે. સંસારમાં અનન્ત પદાર્થો છે તો ક્યા ક્યા પદાર્થોના અર્થ ઉપર શ્રદ્ધા રાખવી? અને ક્યા ઉપર નહીં? આ બધી મુશ્કેલીઓના હિસાબે એમ નક્કી થાય છે કે-જે તત્ત્વભૂત પદાર્થો છે તેના ઉપર અને તેના અર્થ ઉપર એમ “તત્વાર્થ શ્રદ્ધાન”તેને જ સમ્યગદર્શનના લક્ષણ તરીકે કહેવાય છે. આમ, તત્ત્વભૂત પદાર્થો ઉપર શ્રદ્ધાને સમ્યગ્રદર્શન માનીએ તો એ સવાલ થાય છે કે કોને તત્ત્વભૂત પદાર્થો માનવા? જો તત્ત્વભૂતનો અર્થ એમ કરીએ કે જે પદાર્થ ગમે તેના ઉપર શ્રધ્ધા રાખવી તો તો દરેક જણ માટે જુદા જુદા પદાર્થો થઈ જશે. જેમ કે કોઈ બાળકને મીઠાઈ ગમે છે તો તે તેના ઉપર રુચિ રાખે અને કોઈ ધનલોભીને ધન ગમે છે તો તે તેના ઉપર રુચિ રાખે. કોઈ ભોગીને ઈન્દ્રિયોના વિવિધ વિષયોના ભોગ ઉપર શ્રધ્ધા છે, આમ દરેક જણ માટે સમ્યગ્રદર્શનનાં લક્ષણ જુદાં જુદાં થઈ જશે. આમાં તો મિથ્યાત્વનો પણ સમાવેશ લક્ષણ તરીકે થઈ જાય છે. તો સત્ય શું છે? અને કોને તત્ત્વભૂત માનવું? એનો જવાબ એ છે કે શાસ્ત્રો કે ગ્રંથોમાં બતાવેલા સાત કે નવ પદાર્થો જ તત્ત્વ છે. અન્ય પદાર્થ તત્ત્વભૂત નથી. વ્યવહાર-સમ્યગ્દર્શનનાં લક્ષણો અને વ્યાખ્યાઓમાં નીચે પ્રમાણે પદોનો ઉપયોગ થયો છે. "जिणपण्णतं तत्तं, जिणवरेहिं पण्णत्तं जीनवरो द्वारा प्रज्ञप्त, जीनोक्तत्त्वेषु" - સમ્યગદર્શન; (પાનું ૨૩૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતી કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) ४४ સમકિત Page #60 -------------------------------------------------------------------------- ________________ જિનેન્દ્ર ભગવાન દ્વારા કહેલાં તત્ત્વ. આમ, સ્પરૂપે જણાય છે કે નવ તત્ત્વ, ૬ દ્રવ્ય, પંચાસ્તિકાય તે બધું કોઈ અલ્પ જ્ઞાન દ્વારા કહેલું મનકલ્પિત વાત નથી. પણ વીતરાગ સર્વજ્ઞ ભગવંતો દ્વારા કથિત અને પ્રરૂપિત વચનો છે. એટલા માટે તે તત્ત્વભૂત છે. તેના ઉપર જીનેશ્વર દેવોની મહોર લાગેલી છે. વીતરાગ સર્વજ્ઞદેવો આ પદાર્થોને તત્ત્વભૂત એટલા માટે બતાવ્યા છે કારણ કે જીવતત્ત્વને છોડીને શેષ પદાર્થો આત્માના વિકાસ માટેના નિમિત્તો છે. આત્માની શુદ્ધતા કે અશુદ્ધતા માટેના નિમિત્તો છે. મુખ્યત્વે જીવ અને અજીવ એ બે તત્ત્વોમાં સંસારના સમસ્ત પદાર્થ આવી જાય છે. અહીં એક પ્રશ્ન ઊભો થાય છે કે જે વ્યક્તિ પોતાની બુદ્ધિના આધારે નવ તત્ત્વોને જાણી લે છે, નવ તત્ત્વનાં, ભેદ, અર્થ-લક્ષણ તે બધું જાણી લે છે અને કંઠસ્થ પણ કરી લે છે એ આ બધા તત્ત્વ ઉપર સારાં ભાષણ પણ આપે છે. પોતાની વાણીથી બીજાને શ્રદ્ધા પણ કરાવે છે. પોતાની શ્રદ્ધા પણ મક્મ કરે છે. આવી સ્થિતિમાં શું એ વ્યક્તિને સમ્યગ્દર્શન સમ્પન્ન કહેવાય સભ્યશ્રદ્ધા યુક્ત માની શકાય? આ સવાલનું સમાધાન કરતા શાસ્રકાર કહે છે કે એ વ્યકિતની શ્રદ્ધા આ તત્ત્વભૂત પદાર્થો ઉપર ત્યાં સુધી સાચી ન મનાય કે જ્યાં સુધી તે આ તત્ત્વોને ગહેરાઈથી સમજી અને તેમાં મુખ્ય જીવતત્ત્વને કેન્દ્રભૂત માની બાકીના બધાં તત્ત્વોને આત્માના આધ્યાત્મિક વિકાસ માટે છે તે દૃષ્ટિથી બરાબર સમજે નહીં. એ વ્યક્તિની સાચી શ્રદ્ધા ત્યારે જ મનાય જ્યારે આ પદાર્થોમાં હેય, ઉપાદેય અને જ્ઞેયનો વિવેક કરે. અને જ્ઞેયને જાણે, ઉપાદેયને ગ્રહણ કરે અને હેયને ત્યાગે. આની સાથે તેના કષાયોમાં મંદતા હોય, વિષયાસક્તિ ઓછામાં ઓછી હોય, મોક્ષ પ્રતિ તીવ્ર ઉત્સુક્તા હોય. સંસાર પ્રતિ વૈરાગ્યભાવ હોય. પ્રાણીમાત્ર અને પોતાના જ આત્મા પ્રતિ અનુકંપા હોય. સત્ય તરફ પૂરી આસ્થા હોય. આમ તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા સાથે આ બધાં લક્ષણો જ્યારે દેખાય ત્યારે આપણે તેને વ્યવહારથી સમ્યગ્દર્શન છે એમ કહી શકાય. 'भावेणं सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं " ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨૮.૧૫ (પાનું ૧૪૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) સમકિત 44 - ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાવથી-અન્તકરણથી નિશ્ચયપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમ્યત્વ-સમ્યગ્ગદર્શન કહાં છે. ટૂંકમાં ફક્ત તત્ત્વો ઉપર શ્રદ્ધા કરવી પણ તે જો આત્મલક્ષી ન હોય તો તેને સમ્યકત્વ થતું નથી. તેથી આત્મલક્ષી તત્ત્વરુચિને જ સમ્યગ્દર્શન સમજવું જોઈએ. આમ વ્યવહાર સમ્યગદર્શનના મુખ્ય બે લક્ષણોમાંથી પ્રથમ લક્ષણ ઉપર આપણે પ્રકાશ નાખી ચૂક્યા છે. હવે તેના બીજા લક્ષણને જોઈએ. બીજું લક્ષણ શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં થોડા થોડા ફરકથી બતાવવામાં આવ્યું છે. પહેલા આપણે બંને પરંપરાઓના મુખ્ય લક્ષણ જોઈએ પછી તેની વ્યાખ્યા સમજીએ. શ્વેતાંબર પરંપરા "अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो जिणपण्णतं तत्तं, इअ सम्मतं मए गहियं ।" - ગુણસ્થાન મોક્ષના સોપાન; (પાનું ૭૪, લેખક ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૨૦૧૦). અર્થાત્ - જાવજીવ અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે અને જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત તત્ત્વ જ મારો ધર્મ છે. આ પ્રકારે મે સમ્યક્ત્વ ગ્રહણ કર્યું છે. દિગંબર પરંપરા "अत्तागमतच्चाणं सहहणादो हवेइ सम्मत्तं" - આચાર્ય કુંદકુંદ ‘નિયમસાર', જીવાધિકારઃ ગાથા ૫ (પાનું ૧૯, લેખકઃ દિગંબર જૈન ત્રિલોક સંસ્થાન, (હસ્તિનાપુર) મેરઠ, (ઉ.પ્ર.) વર્ષ ૧૯૮૫) આમ, આગમ અને તત્ત્વના પ્રતિ શ્રદ્ધાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે. આ બંને લક્ષણોના શબ્દ મળતા નથી આવતા, પણ બંનેનો ભાવાર્થ સરખો છે. આનો અર્થ વિતરાગ અરિહંત થાય છે, આગમનો અર્થ તો શાસ્ત્ર થાય છે પણ એ શાસ્ત્રો જે તીર્થકરના ઉપદેશવાળા હોય, અને ત્રીજો જિન-પ્રજ્ઞપ્ત તત્ત્વરૂપ ધર્મ છે. તત્ત્વ શબ્દથી ફરી આપણે ૭ કે ૯ તત્ત્વ ઉપર આવીએ છીએ. આમ શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓ પ્રમાણે સમકિત ૪૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના લક્ષણ રૂપે-દેવ, ગુરુ, ધર્મ (તત્ત્વ) અને શાસ્ત્ર એમ ચાર ઉપર યથાર્થ શ્રદ્ધાન કરવી તેમ મનાય છે. આજ લક્ષણોને કેન્દ્રમાં રાખીને બંને પરંપરાના વિદ્વાન ગ્રંથકારો એ પોતપોતાની વ્યાખ્યાઓ પ્રસ્તુત કરી છે. તે નીચે પ્રમાણે છેઃ "या देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः । થર્ષે થર્ષથી શક્તા, સખ્યત્વમિલમુચ્યતે ” - આચાર્ય હેમચંદ્રજી યોગશાસ્ત્ર; ગાથા ૨.૨ (પાનું ૨૦, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયાટેક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯) સાચા દેવમાં દેવત્વ બુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુત્વબુદ્ધિ અને સુધર્મમાં ધર્મબુદ્ધિ હોવી તે સમ્યકત્વના લક્ષણ કહેવાય. "नाय॑हत परो देवो, धर्मो नास्ति दयां विना । तपः परं च नैर्गन्थ्यमेतत् सम्यकत्वलक्षणम् ॥" - સમ્યગ્દર્શન; (પાનું ૨૪૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અરિહંત દેવથી મોટા કોઈ દેવ નથી, દયા વિના કોઈ મોટો ધર્મ નથી, તપઃપરાયણ નિગ્રંથ સાધુ જ સાચા ગુરુ છે. આ પ્રકારનો દઢ શ્રદ્ધાન તે સમ્યત્વનાં લક્ષણ છે. "णिज्जयदोसं देवं सव्वजियाणं दयावरं धम्म वाज्जियगंथं गुरुं, जो मण्णदि सो हु सदिट्ठी ॥" - કાર્તિકેયાનુપ્રેક્ષા; ગાથા ૩૧૭ (પાનું ૨૨૪, લેખકઃ સ્વામી કાર્તિકેય, પ્રકાશકઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૦) જે દોષરહિત વીતરાગ તે દેવ, સર્વજીવ-દયાપરાયણ ધર્મ તે શ્રેષ્ઠ ધર્મ, તથા નિગ્રંથ સાધુને ગુરુ માને તે જ સમ્યગૃષ્ટિના લક્ષણ છે. સમકિત ४७ Page #63 -------------------------------------------------------------------------- ________________ " हिंसारहिए धम्मे अट्ठारहदोस वज्जिए देवे णिग्गंथे पव्वणे सद्दहणं होइ सम्मत्तं । " મોક્ષપ્રાભૃત; ગાથા ૯૦ (પાનું ૫૭૮, લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ લાડમલ જૈન શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪) હિંસારહિત ધર્મમાં, અઢાર દોષરહિત દેવમાં, મોક્ષમાર્ગ પ્રવચનદાતા નિગ્રંથ ગુરુમાં શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે. 'अत्तागमतच्चाणं जं सद्दहणं सुनिम्मलं होइ । संकादिदोसरहियं तं सम्मतं मुणेयव्वं ।" વસુનંદી શ્રાવકાચાર; ગાથા ૬, (પાનું ૭૨, લેખકઃ આચાર્ય વસુનંદી, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨) આમ (સાચા દેવ), આગમ (શાસ્ત્ર) અને તત્ત્વના શંકા દોષરહિત જે અતિનિર્મલ શ્રદ્ધાન થાય છે તેને સમ્યક્ત્વ કહેવાય છે. 'आप्तागमपदार्थानां श्रद्धानं कारणद्वयात् । मूढाद्यपोढमष्टांगं सम्यकत्वं प्रशमादिभाक् ॥” ઉપાસક અધ્યયન કલ્પ; ગાથા ૨.૪૮ (પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, વર્ષ ૧૯૬૪) 44 આંતરિક અને બાહ્યા કારણોના મળવાથી આમ (દેવ), આગમ (શાસ્ત્ર) અને પદાર્થો ઉપર ત્રણ મૂઢતાઓથી રહિત તથા આઠ અંગ સહિત જે શ્રદ્ધાન થાય છે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. એ સમ્યગ્દર્શન પ્રશમ, સંવેગ આદિ ગુણોથી યુક્ત હોય છે. આમ વ્યવહાર સમ્યગ્દર્શનનાં મુખ્ય બે લક્ષણો બતાવ્યા છે. (૧) તત્ત્વાર્થ ઉપર શ્રદ્ધાન અને (૨) દેવ, ગુરુ ધર્મ અને શાસ્ત્ર ઉપર શ્રદ્ધાન. દિગંબરી પ્રસિદ્ધ ગ્રંથ ધવલામાં ખૂબ જ સુંદર રીતે બતાવ્યું છે કે બેઉ લક્ષણોમાં અંતર નથી. એમાં કહ્યું છે કે દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણેને તત્ત્વાર્થ જ સમજવું જોઈએ. એટલે જે નવ તત્ત્વ છે તેની અંદર જ દેવ, ગુરુ અને ધર્મને પણ સમાવેશ કરવો. આ ત્રણે પણ તત્ત્વભૂત પદાર્થ જ છે. ૪૮ સમકિત Page #64 -------------------------------------------------------------------------- ________________ સવાલ એ છે કે દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા કરવાથી અને કુદેવ ઉપરથી શ્રદ્ધા હતી જવાથી મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે, આ અપેક્ષાથી તેને સમ્યગદર્શન કહાં છે. પણ આ લક્ષણ માત્રથી સમ્યગદર્શન થાય પણ ખરી અને ન પણ થાય, પણ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખી અને તેની સાથે તત્ત્વોને સમજી અને તેના ઉપર શ્રદ્ધા કરવાથી વ્યવહારથી સમ્યગદર્શન જણાય છે. આમ, બંને લક્ષણોને કારણ અને કાર્ય એમ સમજી બેઉ ઉપર શ્રદ્ધા કરવાથી જ વ્યવહાર સમ્યગદર્શન કહેવાય છે. આનાથી વિપરીત કોઈ વ્યક્તિ અરિહંત આદિ દેવો પ્રતિ શ્રદ્ધા રાખે તેમના ગુણોને જાણે પણ તેને તત્ત્વાર્થ ઉપર શ્રદ્ધા નથી, તો આવી સ્થિતિમાં તેને સમ્યગ્ગદર્શન કહી શકાય છે? આનું સમાધાન એ છે કે જીવ-અજીવ આદિ સ્વરૂપ જાણ્યા વગર કેવળ અરિહંત આદિના પ્રતિ કોરી અંધશ્રદ્ધાથી આત્માના ગુણો અને શરીરના ગુણોની ભિન્નતા જણાતી નથી. આવી સ્થિતિમાં તેને પોતાના આત્મા અને પારદ્રવ્યને અલગ અલગ માનવું અને સમજવું મુશ્કેલ થઈ જાય છે. અને આત્મા પર વિશ્વાસ રાખ્યા વગર આત્માની પ્રગતિ થતી નથી. આ કારણના હિસાબે કેવળ અરિહંત આદિના પ્રતિ શ્રધ્ધાન તેનાથી વાસ્તવિકમાં સમ્યગુદર્શન થતું નથી. અર્થાત પૂર્ણ સત્યનો સાક્ષાત અનુભવ કરેલા વીતરાગ પુરુષો (આદિ) પર શ્રદ્ધા રાખી તેમણે બતાવેલા સત્યભૂત તત્ત્વો પર દઢ વિશ્વાસ રાખવાથી આત્માને સમ્યગદર્શન થાય છે જે સંસાર ચક્રને અટકાવી મોક્ષ પમાડે છે. જેમ સૂત્રકૃતાંગમાં બતાવ્યું છે કે “વવું, વ વવવુવાદિયં સહ!' - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૨.૩.૧૧ (પાનું ૧૬૫, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશકઃ આગમ પ્રકાશન સમિતિ, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૨) જેણે નથી જોયું, તે જેણે જોયું છે તેની વાત ઉપર વિશ્વાસ રાખીને ચાલે. જૈન ધર્મ ગુણપૂજક છે. તે દેવ કે ગુરુના રૂપમાં કોઈ એક વ્યક્તિને ઉપસ્થિત કરતો નથી. તે કોઈપણ આત્મામાં જ્યારે ગુણો ખીલેલા દેખે છે ત્યારે જ તેનામાં દેવ કે ગુરુ તરીકેની શ્રદ્ધા રાખવાનું કહે છે. આ ગુણોના કારણે દરેક અરિહંત દેવ અને દરેક ગુરુનો ઉપદેશ એક સરખો જ હોય છે. કેવળજ્ઞાન પામ્યા પછી જ્યારે પણ અરિહંત બોધ આપે છે તે એક સરખો જ સમકિત ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ હોય છે, આ કારણે આપણે કેવળી પ્રરુપિત ધર્મમાં વિશ્વાસ એવં શ્રદ્ધા રાખવા માટે કહ્યું છે. આમ આપણા માટે દેવ, ગુરુ અને ધર્મમાં કોને માનવું અને કોને નહીં માનવું તે શંકાનું કારણ રહેતું નથી. દરેકનો બોધ યથાર્થ અને સરખો જ હોય છે. આપણે શ્રદ્ધા મૂકવાની જ બાકી રહે છે. પાત્ર તો સામે જ હોય છે. જૈનધર્મ જીવન-વિકાસ માટે શ્રદ્ધા અને બુદ્ધિ (તર્ક) આ બંનેને આવશ્યક માને છે. બુદ્ધિ (તર્ક) તે જીવનને સાચો માર્ગ બતાવે છે અને શ્રદ્ધા તે એ માર્ગ ઉપર લગનથી આગળ વધવામાં સહાયક બને છે. શ્રદ્ધાનો અર્થ અંધ-વિશ્વાસ નથી. આંખ કે મગજને બંધ કરીને કોઈપણ વ્યક્તિ કે શાસ્ત્રને સમર્પિત થવું અને મસ્તક ઝુકાવવું તેને શ્રદ્ધા કહેવાતી નથી. સૌ પ્રથમ કંઈપણ જાણીને પછી તેના ઉપર બરાબર બુદ્ધિ (તર્ક)થી વિચાર કરીને જ શ્રદ્ધા મૂકાય છે. આ રીતે શ્રદ્ધા મૂકવાથી સફળતા મળે છે. શ્રદ્ધા શારીરિક ક્રિયા નથી તે અંતરંગ વસ્તુ છે. ગુરુ પ્રતિ શ્રદ્ધા પણ પ્રાથમિક ચરણે ખૂબ કીમતી છે. પ્રાથમિક ચરણમાં કોઈ સાચા નિઃસ્પૃહ માર્ગદર્શકનો સહારો ખૂબ જ જરૂરી છે. જેમ એક દીપકની બાજુમાં બીજો દીપક પણ જ્યોત પકડી લે છે. આમ ગુરુના માર્ગદર્શનથી શિષ્ય પણ પોતાની મોક્ષ-યાત્રા પર સ્વયં ચાલી શકે છે. જે વ્યક્તિ અનેક પ્રકારના દેવોના પ્રતિ (જે વીતરાગી નથી) શ્રદ્ધા રાખે છે અને અનેક પ્રકારના ગુરુઓ (જે નિગ્રંથ નથી)ના પ્રતિ શ્રદ્ધા રાખે છે, તે વ્યક્તિની શ્રદ્ધા તે મૂળ શ્રદ્ધા ગણાતી નથી. ઘણા લોકો કહે છે કે અમને પણ દેવ, ગુરુ અને ધર્મના પ્રતિ પૂર્ણ શ્રદ્ધા છે. પણ માત્ર તેનાથી સમ્યગ્દર્શન આવતું નથી. આમ તો વૈષ્ણવ, શૈવ, મુસ્લિમ, ઈસાઈ આદિ બધાને પોતપોતાના દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા હોય જ છે. પણ તે શ્રદ્ધાની જોડે આત્માના પ્રતિ સાચી તથા દૃઢ શ્રદ્ધાનો અભાવ હોય છે. આત્માના ગુણો અને તેની અનંતશક્તિ ઉપર વિશ્વાસ હોતો નથી. સૌ પ્રથમ દેવ, ગુરુ, ધર્મ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા કરી તેમના બોધ અને ઉપદેશથી આત્મા ૫૦ સમકિત Page #66 -------------------------------------------------------------------------- ________________ અને તેના ગુણો અને શક્તિ ઉપર શ્રદ્ધા થવાથી અને આત્મદર્શન થવાથી જ દેવ, ગુરુ અને ધર્મ ઉપરની શ્રદ્ધા ટકી શકે છે. આમ આત્મલક્ષ્મી શ્રદ્ધા જ કલ્યાણકારિણી હોય છે. વાસ્તવમાં જોઈએ તો દેવ, ગુરુ અને ધર્મ તે સાધ્ય નથી, પણ સાધન છે, નિમિત્ત છે. સાથે તો સ્વયં આત્મા જ છે. દેવ, ગુરુ અને ધર્મ તો ઉધ્વરોહણ કરવા માટેના સહારા છે, ચઢવાનું તો આત્માને જ છે. મોલમાં તો આત્માને જ પહોંચવાનું છે. મોક્ષપ્રાપ્તિના સમયે તો સ્વયં આત્મા જ દેવ, આત્મા જ ગુરુ અને આત્મભાવ જ ધર્મ બની જશે. હવે આપણે જુદા જુદા ગ્રંથકારો દ્વારા પ્રસ્તુત દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને સમજીએ, તેથી તેના પ્રતિ પાકી શ્રદ્ધા કરવામાં સહાયરૂપ થઈ શકે. દેવ તત્ત્વ વ્યવહાર-સમ્યગ્રદર્શનના લક્ષણમાં અરિહંત અથવા આસને જ દેવ માન્યા છે. શ્રદ્ધેય તત્ત્વોમાં સૌથી પ્રથમ તત્ત્વ દેવ જ છે. ભારતીય પરંપરામાં દેવની કલ્પનાના અનેક રૂપ છે. વૈદિક પરંપરામાં એક મહાન શક્તિને દેવ માનવામાં આવે છે, અને તેને વરદાતાના રૂપમાં માને છે. ઈન્દ્ર, વણ, અગ્નિ, વાયુ આદિને દેવ માની અનેક સાંસારિક સુખો અને અભિલાષાઓને પામવા તેમની સ્તુતિ કરી તેમના પાસે વરદાન માંગવું તે જ મુખ્ય ધ્યેય હોય છે. તે પછીની વિચારધારામાં ઈશ્વર અને તેના અવતારોને દેવ માને છે. તેમાં પણ ઈશ્વરને પરમાત્મા માનીને પોતાના દુઃખોથી છુટકારો પામવા તેમની પૂજા કરે છે. આમાં પોતાનો આત્મવિકાસ કરીને ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાની કોઈ પ્રેરણા હોતી નથી. યોગદર્શનમાં ઈશ્વરનાં લક્ષણ એમ બતાવવામાં આવ્યા છે કે તે ક્યારે પણ કલેશ, કર્મવિપાક અને કષાયોથી લિપ્ત થયા જ નથી. સદાય અલિપ્ત જ રહ્યા છે. તેમાં પણ ઈશ્વરનું સ્થાન એવું છે કે તે ધ્રુવ સમાન છે. બધા ભક્તો એમને જોઈને આગળ ચાલે છે ખરા પણ તેમના જેવા બનતા નથી. આનાથી વિપરીત જૈનદર્શનના અરિહંત પણ આદરણીય છે. તે પહેલેથી જ આદરણીય હતા નહીં. તે પોતે સંસાર ચક્રમાં ફર્યા છે, અનંત ભવો કરી દરેક યોનિએ અને દરેક ગતિમાં જઈને આવ્યા છે. આમ ફરતાં ફરતાં પોતાની સાધનાથી રાગ અને દ્વેષને મટાવીને જ વીતરાગ અરિહંત બન્યા છે. અને પછી તેમણે બોધ આપ્યો કે આત્મા આ સંસારચક્રથી છૂટી શકે તેમ છે. રાગ અને દ્વેષના બંધન તોડી શકે છે. અને દરેક કષાયોથી મુક્ત થઈ સિદ્ધ-બુદ્ધ અને મુક્ત થઈ શકે છે. જેમ તે પોતે થયા તે જ સ્થાનને સૌ કોઈ પામી શકે છે. સમકિત Page #67 -------------------------------------------------------------------------- ________________ આમ પોતે અને અન્ય દરેક આત્મા સરખો છે. અને દરેકમાં અરિહંતપણું હોય છે. વૈદિક દર્શનમાં પ્રમુખ ગ્રંથ ગીતા(૪-૭-૮)માં સ્પષ્ટ કહ્યું છે કે "यदायदाहि धर्मस्य ग्लानिभवति भारतः । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् (७) परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । થર્મસંસ્થાપના સંભવામિ યુગે યુ . (૮)" - શ્રીમદ્ ભાગવદ્ગીતા; ગાથા ૪.૭ અને ૪.૮ (પાનું ૮૦, લેખકઃ વ્યાસમુનિ, પ્રકાશકઃ ગીતા પ્રેસ, ગોરખપુર (ઉ.પ્ર.), ૧૩મું સંસ્કરણ, વર્ષ અજાણ) યથાર્થ હે ભારત (અર્જુન) જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું મારા રૂપોને રમું છું, પ્રકટ કરું છું, હું જ સાધુપુરુષો (સજ્જનો)ના દુઃખોને દૂર કરવા અને દુષ્ટ કર્મ કરનારાઓનો નાશ કરવા અને ધર્મને પુનઃસ્થાપિત કરવા યુગ-યુગમાં પ્રગટ થાઉં છું. પરંતુ જૈનદર્શન ન તો દેવોને વરદાતાના રૂપમાં માને છે અને ન તો યુગપુરુષ અને અવતારી પુરુષમાં માને છે. તે તો કેવળ એ જ પુરુષોને માને છે જે રાગ અને દ્વેષથી રહિત હોય, ૧૮ પાપસ્થાનકથી રહિત હોય. સમ્યગૃષ્ટિ વ્યક્તિ દેવના વરદાન ઉપર ન માનતા પોતાની સાધનાના બળ ઉપર વિશ્વાસ મૂકે છે અને તેનાથી જ ખુદ વીતરાગ અને મુક્ત બને છે. અરિહંત વિતરાગ દેવ તો માત્ર પ્રેરક રૂપમાં જ સ્થાપિત હોય છે. જૈન ધર્મમાં દેવનાં (ભગવાનનાં) લક્ષણ નીચે પ્રમાણે છે. "सर्वज्ञो जितरागादिदोषस्त्रैलोक्यपूजितः यथास्थितार्थवादी च देवोडर्हन् परमेश्वरः ॥" - યોગશાસ્ત્ર; ગાથા ૨.૪ (પાનું ૨૧, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯) જે સર્વજ્ઞ છે, રાગદ્વેષ આદિ આત્મિક વિકારોને જેણે પૂર્ણ સ્વરૂપે જીતી લીધા છે, જે ત્રણે લોકમાં પૂજ્ય હોય, અને યથાર્થ વસ્તુસ્વરૂપના ઉપદેશ આપનાર હોય, તે અરિહંત પરમેષ્ઠી જ સાચા દેવ છે. ૫૨ સમકિત Page #68 -------------------------------------------------------------------------- ________________ "आप्तेनोद्धिछत्रदोषेण सर्वज्ञनागमेशिना । भावितव्यं नियोगेन नान्यथा ह्याप्तता भवेत ॥ " - રત્નકદંડક શ્રાવકાચાર; ગાથા ૫ (પાનું ૧૦, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ, (સાગર) મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬) આમ એ છે કે જેણે સર્વ દોષોનો નાશ કર્યો છે, જે સર્વજ્ઞ છે તથા હિતોપદેશક છે, આ ત્રણ મુખ્ય ગુણોથી યુક્ત હોય, તે જ નિશ્ચયરૂપે આમ છે, અન્ય કોઈ પણ રીતે આમતા આવી નથી શકતી. "सर्वज्ञं सर्वलोकेशं सर्वदोषविवर्जितम् । सर्वसत्त्वहितं प्राहुराप्तमाप्तमतौचिताः ॥” - ઉપાસક અધ્યયન સૂત્ર; ગાથા ૨.૪૯ (પાનું ૧૫, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, વારાણસી, વર્ષ ૧૯૬૪) જે સર્વજ્ઞ છે, સમસ્ત લોકના અધિપતિ છે, સમસ્ત દોષથી રહિત છે અને સમસ્ત પ્રણીઓના હિતેચ્છુ છે, તેને જ આમ કહેવાય છે. " णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो । सो परमप्पा उच्चइ, तव्विवरीओ ण परमप्पा ॥" · નિયમસાર; ગાથા ૭ (પાનું ૨૪, લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ શાંતિવીર દિગંબર જૈન શોધ સંસ્થાન, (હસ્તિનાપુર) મેરઠ (ઉ.પ્ર.) વર્ષ ૧૯૮૫) જે સમસ્ત દોષોથી રહિત છે, કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી યુક્ત છે, તેને પરમાત્મા કહેવાય છે, જે આનાથી વિપરીત છે તે પરમાત્મા ન હોઈ શકે. જૈનધર્મમાં સ્વર્ગલોકના ભોગી-વિલાસી દેવોની પૂજા-ભક્તિ કે સેવા કરવી તેને મનુષ્યની માનસિક દુર્બળતા મનાય છે. જૈનધર્મ આધ્યાત્મિક-ભાવના પ્રધાન ધર્મ છે. તે માને છે, કે શ્રદ્ધા અને ભક્તિ તેની જ રખાય અને કરાય કે જે દર્શન, જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ રીતે વિકાસના શિખર ઉપર પહોંચી ગયા હોય. સંસારની સમસ્ત મોહમાયાથી મુક્ત થઈ ગયા હોય. આમ સાચા અરિહંત વીતરાગી દેવને માની સમજીને શ્રદ્ધા મુકવી. સમકિત ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ગુરુતત્ત્વઃ દેવતત્વના પછી બીજું શ્રદ્ધેય તત્ત્વ તે ગુરુ છે. પ્રત્યેક સમ્યક્ત્વી સમ્યક્ત્વ ગ્રહણના સમયે એ જ પ્રતિજ્ઞા કરે છે કે “મુસાદુળો ગુરુનો’” અર્થાત સુસાધુ મારા ગુરુ છે અને થાય. આવશ્યક સૂત્રમાં એવા ગુરુના છત્રીસ ગુણો બતાવ્યા છે, તે આ પ્રમાણે છે. " पंचिदियसंवरणो तह नवविह बंभचेर - गुत्तिधरो । चविहकसायमुको इअ अट्ठारसगुणेर्हि संजुत्तो ॥ पंचमहव्वयजुत्तो पंचविहायार पालणसमत्थो । पंचसमिओ तिगुत्तो छत्तीस गुणो गुरु मज्झ ॥" જૈન તત્ત્વ પ્રકાશ; ગાથા ૩ (વિષય) (પાનું ૯૦, લેખકઃ આચાર્ય અમુલખરૂષી, પ્રકાશકઃ લક્ષ્મી પુસ્તક ભંડાર, (ગાંધીમાર્ગ) અમદાવાદ, (ગુજરાત) વર્ષ અજાણ) - પાંચ ઈન્દ્રિયોના વિષયોને વશમાં કરવાવાળા, નવ વાડ બ્રહ્મચર્ય પાળનારા, ચાર પ્રકારના કષાયોથી મુક્ત, આ ૧૮ ગુણોથી યુક્ત તથા પંચમહાવ્રતના પાળનારા, જ્ઞાનાદિ પંચાચારપાલનમાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત, આમ આ ૩૬ ગુણોવાળા સાધુ તે મારા ગુરુ છે. આચાર્ય હેમચન્દ્રજીએ યોગશાસ્ત્રમાં ગુરુનાં લક્ષણ આ પ્રમાણે બતાવ્યા છે. "महाव्रतधराधीरा भैक्षमात्रोपजीविनः 11 सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः' - યોગશાસ્ત્ર; ગાથા ૨.૮ (પાનું ૨૨, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯) અહિંસા આદિ ૫ મહાવ્રતોના ધારક, પરિસહ કે ઉપસર્ગ આવવાથી પણ વ્યાકુળ ન થનારા, ભિક્ષાથી જ જીવનનિર્વાહ કરનારા, સદા સામાયિક-સમભાવમાં રહેનારા અને સદ્ધર્મનો ઉપદેશ આપનારા જ ગુરુ કહેવાય છે. સાચા સાધુ સંયમને પાળનારા, આવશ્યક ઉપકરણો સિવાય પોતાની પાસે બીજો કોઈ પરિગ્રહ ન રાખનારા, રાત્રિભોજન કરે નહીં, સદાય પગપાળાથી વિહાર કરનારા, સ્વયં પોતે ગૃહસ્થના ઘરેથી ભિક્ષા લાવે, ભિક્ષાચરી, નિવાસ, ભોજન, વિહાર આદિ પ્રત્યેક ચર્ચામાં વિવેક અને સાવધાની રાખનારા હોય છે. ૫૪ સમકિત Page #70 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરના ગુણો યુક્ત સાધુ જ સાચા ગુરુ કહેવાય છે. સાચા ગુરુ પહેલા પોતે પાળે અને પછી બીજાને પળાવે. પાળીને પળાવવાની અસર ખાલી ઉપદેશ આપનારા કરતાં ઘણી વધારે હોય છે. જૈન સાધુ માટે પ્રાકૃત્ત ભાષામાં “સમણ” શબ્દનો પ્રયોગ કર્યો છે. જેનાં ત્રણ સ્વરૂપ છે. “શ્રમણ”, “શમન” અને “સમન.” આધ્યાત્મિક જગતમાં દરેક વાત પોતાના શ્રમ, તપ તથા સંયમ પર જ નિર્ભર હોય છે. તેથી તે “શ્રમણ” કહેવાય છે. કષાયો તથા ઈન્દ્રિય-વિષયો ઉપર અને રાગ-દ્વેષનો શમન કરે છે, એટલે “શમન” કહેવાય છે તેમ જ પ્રાણી માત્ર પર તથા શત્રુ-મિત્ર ઉપર અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં, નિંદા કે પ્રશંસામાં સમભાવ રાખે છે. તેથી “સમન” કહેવાય છે. આવા જ સાધુ સમ્યક્દષ્ટિ તથા વ્રતધારી શ્રાવકો માટે શ્રદ્ધેય એવં ગુરુપાત્ર તરીકે ગણાય છે. અહીં નોંધ એ કરવાની કે, આવા સુસાધુ ગુરુ કેવળ માર્ગદર્શક હોય છે. તે તમને સાચા માર્ગ ઉપર આવવા માટેનો બોધ આપે છે. તેઓ કોઈના કષાયરૂપી વિકારોને પોતે વિષની જેમ ચૂસી કાઢી શકતા નથી. પણ માર્ગને સમજી અને શ્રદ્ધા મૂકી સ્વાવલંબી થઈ દરેક શિષ્યને પોતે જ પોતાના આત્માનો વિકાસ કરવો પડે છે. તો જ મોક્ષની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ધર્મતત્વઃ સમ્યગ્દષ્ટિ માટે ત્રીજા સ્થાને શ્રદ્ધેય તત્ત્વ તે ધર્મતત્ત્વ છે. યોગશાસ્ત્રમાં ધર્મનું સ્વરૂપ આમ બતાવ્યું છે. “સુતૌપ્રતિwાજિ-થાર, ૩ . संयमादिदशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥" - યોગશાસ્ત્ર; ગાથા ૨.૧૧ (પાનું ૨૨, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગ્વાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯) નરક અને તિર્યંચગતિમાં જતા જીવોને જે ધારણ કરે છે, બચાવે છે, તે ધર્મ કહેવાય છે. સર્વજ્ઞ દ્વારા કથિત સંયમ આદિ દસ પ્રકારનો ધર્મ જ મોક્ષ-પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ છે. જિનોક્ત ધર્મ એજ સાચો અને શ્રદ્ધેય ધર્મ છે. જેણે પૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે. તેને સર્વજ્ઞ કહેવાય છે. જે વીતરાગ (જિન) હોય તે કદાપિ મિથ્યા કથન કહે નહીં. સમકિત ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ "वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते क्वचित् । यस्मात्तस्माद वचस्तेषां तथ्यं भूतार्थदर्शकम् ॥" - સમ્યગદર્શન; (પાનું ૨૬૬, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) કારણ કે વીતરાગ સર્વજ્ઞ કદાપિ મિથ્યા ભાષણ કરતા નથી, તેથી તેમના વચન તથ્ય સત્ય જ હોય છે, યથાર્થ વસ્તુસ્વરૂપના દર્શક હોય છે. પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં ધર્મને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. "सद्दर्शनमहामूलं सद्दजलसिंचित्तम् ज्ञानवृत्तिमहास्कन्धं क्षमादिशाखशोभितम् दानादिपल्लवोपेतं ध्यानपुष्यंचं जिनेश्वराः स्वर्ग-मुक्ति फलाढ्यं च धर्म कल्पद्रुमं जगुः" । - સમ્યગદર્શન; (પાનું ૨૬૬ અને ૨૬૭, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) જિનેશ્વર દેવે ધર્મને કલ્પવૃક્ષ સમાન કહાો છે. એનું મુખ્ય મૂળ સમ્યગ્રદર્શન છે, જે સમ્યગદયાના જળથી સિંચાય છે. જ્ઞાનાચરણ તેનું થડ છે. ક્ષમા આદિ દસ ધર્મ તેની શાખાઓ છે. તે વૃક્ષ દાનશીલ આદિ પાંદડાંથી સુશોભિત છે. જેને સુધ્યાનરૂપી પુષ્પો થાય છે. તથા સ્વર્ગ અને મોક્ષરૂપી ફળોથી તે ધર્મરૂપી વૃક્ષ સમૃદ્ધ હોય છે. ધર્મ એ શક્તિ છે જે પતિત થયેલા જીવને ઉપર ઉઠાવી શકે. જ્યાં સંવર (અહિંસા, સત્યાદિ) અને નિર્જરા (તપસ્યા, ક્ષમા, પરિસહ-સહન આદિ)છે તે જ વાસ્તવિકમાં ધર્મ છે. સંવર નવા કર્મોને રોકનાર અને નિર્જરા પૂર્વબંધ કર્મોનો ક્ષય કરનાર અને આ બંનેનો સંમિલન તેનું પરિણામ તે મુક્તિ છે. સત્ય એ છે કે આત્મા પોતાનામાં જ (સ્વભાવમાં) તલ્લીન થાય અને બહારથી સમેટાઈને અંદરની તરફ ઉતરતો થાય ત્યારે તે ધર્મ તત્ત્વને ગ્રહણ કરે છે. આત્માનો ધર્મ તેના અંદર છે, તે દરેક આત્મામાં છે, અને તે સમાન છે. ધર્મનું બાહા લક્ષણ પણ એ જ કહે છે કે અશુદ્ધિથી શુદ્ધિ તરફ, દુઃખથી સુખ તરફ, વિભાવથી સ્વભાવ તરફ અને મૃત્યુથી અમરત્વ તરફ લઈ જાય. સમકિત ૫૬ Page #72 -------------------------------------------------------------------------- ________________ આજે માણસે જીવન અને ધર્મ બંનેને અલગ અલગ કરી દીધા છે. હોવું જોઈએ જીવનની સાથે જ ધર્મ જ્યાં ચૈતન્યસ્વરૂપ જીવન છે. ત્યાં જ તેનો સ્વભાવ-ધર્મ છે. જ્યાં દ્રવ્ય હોય ત્યાં જ તેનો સ્વભાવ હોય. ધર્મસ્થાનનો ધર્મ અલગ અને બજારનો ધર્મ અલગ, ઘરનો ધર્મ અલગ. આ પ્રમાણે ઘડી બે ઘડી માટે સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પાઠ આદિના રૂપમાં ધર્મ રહો અને પછી છૂમંતર. આમ ધર્મને એક વિષય બનાવી દીધો છે. આમ સર્વવ્યાપક ધર્મને આજે દેશ, કાળ, પરંપરા અને ક્રિયાકાંડમાં બાંધી દેવાયો છે. ભગવાન મહાવીરને જ્યારે પૂછ્યું કે ધર્મ શેમાં છે? તો તેમનો ઉત્તર એ હતો કે “જ્યાં અહિંસા, સંયમ અને તપ છે ત્યાં જ ધર્મ છે.” ઉત્તરાધ્યયનમાં ધર્મ ઉપર દઢ શ્રદ્ધા રાખવાથી શું લાભ થાય તે વિષયમાં પૂછયું તો ભગવાન મહાવીરે કહાં કે “ધર્મ ઉપર દઢ શ્રદ્ધા રાખવાથી સાંસારિક સુખ-શાતામાં ડૂબેલા જીવોને તેનાથી વૈરાગ્ય થઈ જાય છે. અર્થાત તે પોતાના સુખ માટે બીજાને દુઃખ કે કષ્ટમાં નાખતા નથી. પોતાના સુખનું પણ બલિદાન આપી બીજાને સુખ અને શાતા આપવાનો તેમનો સ્વભાવ થઈ જાય છે. ત્યારે સાચા અર્થમાં તે જીવ ધર્મને ધારણ કરે છે.” આમ શ્રદ્ધા રાખવાથી ધર્મ પામી જવાય છે. જ્યારે મનુષ્ય, ભય, પ્રલોભન, સુખ-સુવિધા, રાગ, દ્વેષથી દૂર થઈ એકમાત્ર પોતાના સ્વભાવમાં સ્થિત થઈ સત્ય, અહિંસા આદિનું પાલન કરે છે, ત્યારે જ એમ કહેવાય છે કે તેને ધર્મ ઉપર દઢ શ્રદ્ધા આવી છે. શારઃ આમ આપણે સુદેવ, સુગુરુ અને સુધર્મનું સ્વરૂપ સમજી હવે આપણે એ સમજીએ કે સાચા શાસ્ત્રો કોને કહેવાય. "आप्तोपज्ञ मनुल्लंध्यमदृष्टेष्टाविरोधकम् । तत्त्वोपदेश कृत्सा शास्त्र कापथघट्टनम् ॥" - રત્નકરંડક શ્રાવકચાર; ગાથા ૯ (પાનું ૨૧, લેખકઃ આચાર્ય સમતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬). આચાર્ય સમન્તભદ્ર શાસ્ત્રનું લક્ષણ બતાવતા કહે છે કે જે સર્વજ્ઞ વીતરાગ આપ્તપુરુષ દ્વારા કથિત હોય, જેના વચનો કોઈ પ્રતિવાદી દ્વારા ખંડન ન થઈ શકે, જે તત્ત્વ-વસ્તુના યથાર્થ સમકિત પ૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપનો ઉપદેશ આપે, સર્વ જીવો માટે હિતકર હોય, જે મિથ્યામાર્ગને યુક્તિ અને પ્રમાણથી છોડાવે. તે જ સાચા શાસ્ત્ર છે. વાસ્તવમાં શાસ્ત્રમાં સત્ય એવં મહાપુરુષો-આસપુરુષોના અનુભવોના દર્શન થાય છે. તેમનો ઉપદેશ સર્વજનહિતાય હોય છે. પ્રશમરતિમાં શાસ્ત્રનો અર્થ આ પ્રમાણે બતાવ્યો છે. “यस्माद् रागद्वेषोद्धतचित्तान् समनुशास्ति सद्धर्मे । संत्रायते च दुःखाच्छास्त्रमिति निरुच्यत सद्भिः ॥" પ્રશમરતિ પ્રકરણ; ગાથા ૧૮૭ (પાનું ૬૮, પ્રકાશકઃ આચાર્ય ઉમાસ્વાતી, જૈન પ્રસારક સભા, ભાવનગર, વર્ષ વિ.સં. ૧૯૮૮) જેનું મન રાગ-દ્વેષથી ભરાયેલું છે, તેવા જીવોને સદ્ઘર્મમાં સમ્યક પ્રકારથી શિક્ષિત કરે છે અને દુઃખથી બચાવે છે. તે કથનને સત્પુરુષ શાસ્ત્ર કહે છે. શાસ્ત્રનો સીધો સંબંધ આત્માથી હોય છે. આત્માને અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથે અનુભવ કરાવવો, તેમ જ આત્મસ્વરૂપ ઉપર છવાયેલા વિભાવ પરિણામોનો નિકાલ કરવો તે જ શાસ્ત્રનો મુખ્ય હેતુ છે. આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ શાસ્ત્રનો અર્થ બતાવતા કહે છે કેઃ "सासिज्जइ तेण तर्हि वा नेयमाया व तो सत्थं । " વિશેષાવશ્યકભાષ્ય; ગાથા ૧.૧૩૮૪ (પાનું ૪૯૨, લેખકઃ આચાર્ય જિનભદ્રગણિ, ક્ષમાશ્રમણ, પ્રકાશકઃ ભદ્રંકર પ્રકાશન, (શાહીબાગ), અમદાવાદ, ૩જું સંસ્કરણ વર્ષ વિ.સં. ૨૦૫૩) જેના દ્વારા યથાર્થ સત્યરૂપ આત્માનો બોધ થાય અને આત્મા અનુશાસિત થાય તેને શાસ્ત્ર કહેવાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવ્યું છે કેઃ ‘નં સોવ્વા ડિવન્નતિ, તવં તિમહિઁસયં'' - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૩.૮ (પાનું ૭૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) ૫૮ - સમકિત Page #74 -------------------------------------------------------------------------- ________________ જે સાંભળીને સાધકનો આત્મા પ્રતિબુદ્ધ થાય છે, તે તપ, સંયમ અને અહિંસાની સાધનામાં પ્રવૃત્ત થાય છે. તે જ શાસ્ત્ર છે. દુનિયામાં અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. શ્વેતાંબરના અલગ અને દિગંબરના અલગ. કયાં કયાં શાસ્ત્રો સાચા અને કોનું માનવું? આવી સમસ્યા પાંચમાં આરામાં આવવાની હતી. એટલે તેનો હલ કઢતા પ્રભુ મહાવીરે કહેલું કે ક્યું શાસ્ત્ર સમ્ય છે અને ક્યુ અસમ્યગૂ છે તેનો નિર્ણય શાસ્ત્ર પરથી નહીં પણ સાધકની પોતાની દૃષ્ટિ ઉપર નિર્ભર છે. સાધકની દૃષ્ટિ સત્યાનુલક્ષી હોય, વિવેક જાગૃત હોય, તો સંસારના દરેક શાસ્ત્રો તેના માટે સમ્યક્ થઈ જાય છે અને દરેક શાસ્ત્રો જ્ઞાનનો પ્રકાશ આપી શકે છે. પણ અગર સાધક હઠાગ્રહી હોય, મિથ્યા હોય, સાંસારિક ભોગલક્ષી હોય, સ્વાર્થી અને રાગદ્વેષથી કલુષિત હોય તો તેના માટે સમ્યગશાસ્ત્ર અને આગમો પણ મિથ્યાશાસ્ત્ર થઈ જાય છે. મૂળ વાત એ છે કે જે પણ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા કરો તે વિવેકપૂર્ણ, આંખો ખુલ્લી રાખીને, અંધશ્રદ્ધા તથા મોહવશથી દૂર થઈ જે પોતાનું છે તે સાચું તેના કરતાં જે સાચું તે પોતાનું તેમ માનો. સરળતાથી તર્ક કરી સમજો કે સત્ય ક્યાં છુપાયેલું છે. અને તેમાં આગળ વધો. આમ દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રોએ ચારે ઉપર વિવેકપૂર્વક શ્રદ્ધાન તે વ્યવહારથી સમ્યગદર્શન છે. આપણે આગળ વ્યવહાર-સમ્યગદર્શન ઉપર વિચાર કર્યો છે. વ્યવહાર સમ્યગદર્શન એક વેશભૂષા જેવું છે. જેનાથી બાહા ઓળખાણ થઈ શકે છે. પણ તેના પછી આંતરિક ઓળખાણ કરવી જરૂરી છે. જેમ તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તેમ નિશ્ચય-સમ્યગદર્શનનું લક્ષણમાં એમ બતાવ્યું છે કે- “સ્વપરયો ર્વિભાગ દર્શન” સ્વ અને પરનું ભેદ-દર્શન તે સમ્યગદર્શન છે. આ બેઉ લક્ષણોનો સમન્વય આ પ્રકારે છે કે જે હેય તત્ત્વો છે (છોડવા લાયક) તેને “પર” અને ઉપાદેય તત્ત્વો છે (કરવા યોગ્ય) તેને “સ્વ” માનવું. “સ્વ” અર્થાત્ હું જીવ છું, સંવર અને નિર્જરા જ મારો સ્વભાવ છે. “મોક્ષ” તે મારા સ્વભાવનો પૂર્ણ વિકાસ છે અને સ્વભાવિક દશા છે. અજીવ તે “પર” તત્ત્વ છે તેના જોડે ઉત્પન્ન થનારા આસ્રવ અને બંધ તે પરભાવ સમજી છોડવું અને જીવ, સંવર અને નિર્જરાને સ્વભાવ સમજીને ગ્રહણ કરવું. આજ સ્વ-પર-ભેદદર્શન નિશ્ચય સમ્યગદર્શન છે. સમકિત ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ આત્મિક સુખ-શાંતિનો અનુભવ થવાથી જ વ્યક્તિ સ્વ-જીવ આત્માને સમજશે. “સ્વ” ભેદ જાણ્યા વગર “પર” કોણ છે તેની સમજ રહેશે નહીં. હું આત્મા છું, શરીરાદિ તે પર-ભાવ છે, હું તેનાથી અલગ છું. આ પ્રકારની સ્વ-પર ભેદદષ્ટિની સમજણ જ નિશ્ચય સમ્યગ્રદર્શન છે. અહીં સવાલ એ થાય છે કે સમ્યગૃષ્ટિના ચારે તરફ કર્મના પુદગલો વિંટળાયેલા હોય છે, જીવન નિર્વાહ માટે તે યથાઆવશ્યક પુદગલોને ગ્રહણ પણ કરે છે ઉપભોગ પણ કરે છે, તો તે પોતાના આત્મા અને જડ પુદગલને પૃથક-કે અલગ કહેવાથી કે સમજવાથી કંઈ રીતે લાભ થાય છે? આનું સમાધાન શાસ્ત્રમાં બતાવ્યું છે કે પુદગલોનું અસ્તિત્વ ક્યારેય પણ મટાડી નહીં શકો. ૧૪ રાજલોકમાં દરેક જગ્યાએ પુદગલો ભરાયેલા છે. તે પુદગલો અનાદિ અનંત છે. તેઓ હતા અને કાયમ રહેવાના છે. એવી કલ્પના કરવી વ્યર્થ છે કે પુદગલ જ્યારે નષ્ટ થઈ જશે ત્યારે મારી મુક્તિ થઈ જશે. પુદગલના અભાવનો વિચાર કરવો તે વ્યર્થ છે. સમ્યગ્રષ્ટિએ તો એ જ કરવાનું કે પુદગલો પ્રતિ મનમાં રાગ-દ્વેષ, આસક્તિ અને ધૃણાના ભાવો મનથી દૂર કરી નાખવા. તેના પછી પુદગલ ભલે રહે પણ તે સમ્યગ્દષ્ટિનું કંઈ બગાડી શકતા નથી. અને આ પુદગલો પ્રતિ રાગ-દ્વેષ ત્યારે જ દૂર થઈ શકે છે જ્યારે “સ્વ-પર” ભેદ દૃષ્ટિરૂપ સમ્યગ્ગદર્શન આવી જાય. જ્યાં સુધી આત્મા-અનાત્માનો, સ્વ-પરનો, જડ-ચેતનનું ભેદવિજ્ઞાન થતું નથી ત્યાં સુધી હકીકતમાં સાધકને સમ્યગદર્શન હોતું નથી. આમ તો સમ્યગદર્શનાદિ રત્નત્રયને ગુણ અને આત્માને ગુણી કહીને બંનેને અલગ અલગ બતાવ્યું છે. પણ નિશ્ચયષ્ટિથી આત્મા જ રત્નત્રય છે. આત્માનું વિશુદ્ધ પરિણામ જ સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્ર છે. જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિર રહે છે તેને “સ્વસમયસ્થિત” કહેવાય છે. સમ્યગૃષ્ટિ સ્વસમયસ્થિત હોય છે. અને જે પુદગલો અને કર્મપ્રદેશોમાં સ્થિત થાય છે. તેને “પરસમયસ્થિત” કહેવાય છે. તે સમ્યગ્દષ્ટિ હોતા નથી. આમ દેવ,ગુરુ અને ધર્મના પ્રતિ શ્રદ્ધા તે વ્યવહાર સમ્યગદર્શનનાં લક્ષણો બતાવ્યા છે. પરંતુ આ વ્યવહાર સમ્યગદર્શન તે સાધન છે, આત્માના શુદ્ધ સ્વરૂપને ઉપલબ્ધ કરવાનું. મનુષ્ય જો કેવળ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખી અને પોતાના આત્મા, તેના ગુણો, તેની શક્તિને આળખવામાં આગળ કોશિશ કરતો નથી તો તેની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે. આથી ભગવાન મહાવીરે પોતાના ઉપદેશમાં કહયું છે કે તું જ તારો દેવ છે, તું જ તારો ગુરુ છે અને તું જ તારો ધર્મ છે. ૬૦ સમકિત Page #76 -------------------------------------------------------------------------- ________________ “પુરિસા તુમમેવ તુમ મિત્ત' - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૩.૪ (પાનું ૧૨૭, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત) વર્ષ ૧૯૯૯) તે આત્મા, તું જ તારો મિત્ર છે. આયા સમાઇએ” - ભાગવતી સૂત્ર; ગાથા ૨.૧.૯.૫ (પાનું ૨૯૪, લેખકઃ પૂ. ઘાંસીલાલજી મહારાજસાહેબ, શાસ્ત્રોઉદ્ધારક સમિતિ, રાજકોટ (ગુજરાત) , વર્ષ ૧૯૬૨) તું જ તારું સામાયિક છે, સમતા-સાધના અને ઉપાસના છે. નિશ્ચયદૃષ્ટિથી જોઈએ તો સમવસરણમાં વિરાજેલા તીર્થંકર પ્રભુની આકૃતિ તે દેવ તરીકે નથી દેખાતી, પણ જે અનંતજ્ઞાન અને અનંતદર્શનની નિર્મળ જ્યોતિથી ઝળહળે છે, તેવી વિશુદ્ધ નિર્વિકારી આત્મસ્વરૂપ જ દેખાય છે. તે આત્મસ્વરૂપ જ હકીકતમાં સાચા દેવ, ગુરુ અને ધર્મ છે. બહારના દેવ, ગુરુ કે ધર્મ (શાસ્ત્ર) તે તો નિમિત્ત માત્ર છે. નિમિત્ત તે નિમિત્ત જ છે. તે ઉપાદાન તો નથી, મૂળ સ્વભાવ નથી. ઉપાદાન આત્મા જ છે. એટલે નિશ્ચયષ્ટિથી શુદ્ધ આત્માને દેવ, ગુરુ અને ધર્મ સમજવું તે જ સમ્યગદર્શન છે. "विशुद्धज्ञानदर्शनस्वभावे निज परमात्मनि यदरुचिरुपं सम्यगदर्शनम" - સમયસાર તત્પર્યવૃતિ; ગાથા ૨.૮.૧૦. - સમ્યગદર્શન; (પાનું ૨૭૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતી કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) વિશુદ્ધા જ્ઞાનદર્શનસ્વભાવરૂપ નિજ પરમાત્મા (શુદ્ધાત્મા)માં રુચિ રહેવી તે સમ્યગદર્શન છે. સમ્યગ્રદર્શનનું મુખ્ય લક્ષણ એ છે કે શુદ્ધ આત્માની રુચિ. "शुद्धजीवास्तिकायरुचिरुपस्य निश्चयसम्यकत्वस्य" नियमसार गा ३ की पद्मप्रभ टीका - આચાર્ય પદ્મપ્રભની ટીકા નિયમસાર ઉપર, ગાથા ૩ -સમ્યગદર્શન; (પાનું ૨૭૯, લેખકઃ પૂ.અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) સમકિત Page #77 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ જીવાસ્તિકાય(આત્મા)ની રુચિ નિયસમ્યગદર્શન છે. "आत्ममात्ररुचिः सम्यगदर्शनमोक्षहेतुकम । तद्विरुद्धमतिमिथ्यादर्शनं भवहेतुकम् ॥" - અમરભારતી, પાનું ૧, ઓગષ્ટ ૧૯૭૨ - સમ્યગ્દર્શન; (પાનું ૨૭૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) એકમાત્ર આત્મભાવમાં રુચિ જ સમ્યગદર્શન છે અને તે જ મોક્ષનો હેતુ છે. તેનાથી વિપરીત ભાવમાં રુચિ તે મિથ્યાદર્શન છે અને તે સંસાર પરિભ્રમણનો હેતુ છે. રાગાદિથી અલગ આત્માથી ઉત્પન્ન આત્મિક-અતીન્દ્રિય સુખરૂપ સ્વભાવ તે જ પરમાત્મતત્ત્વ છે. આજ પરમાત્મતત્ત્વ દરેક પ્રકારથી ઉપાદેય છે. અને આ રુચિનું નામ “સમ્યગદર્શન” છે. "अप्पा अप्पम्मिरओ समाइट्ठी हवेइ फुडु जीवो" જીનસૂત્ર; ગાથા ૨.૬૩ - સમ્યગદર્શન; (પાનું ૨૭૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્લાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) આત્માનું આત્મામાં રત-લીન થવું તે જ જીવ માટે સ્પષ્ટ પ્રમાણે સમ્યગ્દષ્ટિ થવું કહેવાય. અહીં એક ખૂબ અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કે “આત્મા” જેવું છે તે માનનારા તો ઘણા હોય છે, લગભગ ઘણા ખરા અન્ય દર્શનો તે માને છે પણ શું તેનાથી તે સર્વે સમ્યગદર્શી કહેવાય? આનો જવાબ પંચાધ્યાયીમાં એમ બતાવ્યો છે કે "न स्यादात्मोपलब्धिर्वा सम्यग्दर्शनलक्षणम् । शुद्धा चेदस्ति सम्यकत्वं, न चेत्शुद्धा न सा सुदृग् ॥" - પંચાધ્યાયી; ગાથા ૨.૨૧૫ (પાનું ૨૨૨, લેખકઃ કવિ રાજમલ, પ્રકાશક: ગણેશવ દિગંબર જૈન સંસ્થાન, વારાણસી (ઉ.પ્ર.), વર્ષ ૧૯૮૬) અર્થાત્ -કેવળ આત્માની ઉપલબ્ધિ એટલે કે આત્માને જાણવું અને માનવું તે સમ્યગ્રદર્શનનું ૬ ૨ સમકિત Page #78 -------------------------------------------------------------------------- ________________ લક્ષણ નથી. અગર તે શુદ્ધના (સમ્યક) જોડે હોય તો તે લક્ષણ બને અને જો અશુદ્ધ હોય તો લક્ષણ રહેતું નથી. આત્માની શુદ્ધ ઉપલબ્ધિનો અર્થ એ છે કે તેનો શુદ્ધોપયોગ અથવા તેના શુદ્ધ જ્ઞાન અને ચેતનાની સમજ હોવી તે. જ્યાં સુધી આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન દૂર છે, જ્યારે તેની પ્રતીતિ નિશ્ચય થઈ જાય કે “હું શુદ્ધ આત્મા છું, આ શરીર હું નથી, હું તેનાથી ભિન્ન આત્મા છું, આ માયા, મોહ, મમત્વ, રાગ દ્વેષ આદિ તે બધું પોતાની જ અજ્ઞાનતા અને ભૂલના કારણે પોતાની વિભાવ પરિણામનું એક રૂપ છે અને તે શદ્ધ આત્માનું સ્વરૂપ નથી.” આવા વિભાવ પરિણામ આત્માને સંસાર ચક્રમાં ફેરવે છે. અને જ્યારે પોતાની (આત્માની) મોહ-નિંદ્રા દૂર થાય છે ત્યારે તે સર્વે હટી જાય છે અને શુદ્ધત્વપણું પામે છે. આવું શુદ્ધત્વપણું પામી સમ્યગદર્શીને ચોક્કસપણે વિશ્વાસ થઈ જાય છે કે મૃત્યુ તે શરીરનું થાય છે. આત્મા કદી મરતો નથી. તે મૃત્યુથી ગભરાતો નથી. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જૈન ઈતિહાસમાં એક પ્રેરક કથા છે. જૈનધર્મના એક પ્રસિદ્ધ આચાર્યની પાસે એક વૃદ્ધ વ્યક્તિ આવી અને કહ્યું કે હું આત્મકલ્યાણ કરવા માંગું છું, હું શિષ્ય બનવા માટે ઘણા ગુરુઓ પાસે ગયો પણ બધાએ મને એ જ કહ્યું કે તમે વૃદ્ધ છો, આ ઉંમરમાં અમે તમને શિષ્ય નહીં બનાવીએ. આમ દરેકે તેમના શરીરને જોઈને ઉત્તર આપ્યો અને તેમના આત્માની ધગસને જોઈ નહીં. આ આચાર્ય તે આત્મદર્શી હતા, તેમણે આ વૃદ્ધને શિષ્ય બનાવી દીધો. હવે આ પદ્ધ અધ્યયનમાં લાગી ગયા. આચાર્યે તેમને એક શ્લોક આપ્યો તે મોઢે કરવા લાગી ગયા. આખો દિવસ નીકળી ગયો, બે ચાર દિવસ નીકળી ગયા પણ તે એક શ્લોકને પણ મોઢે કરી શક્યા નહીં. આ ઉપાશ્રયની સામે એક વિદ્વાન પંડિત રહેતા હતા. તેમણે રોજ જોયું કે આ વૃદ્ધ શિષ્ય એક શ્લોક પણ મોઢે કરી નથી શકતા. તો તેમણે કટાક્ષમાં કહ્યું કે “કોઈ ઘરડો પોપટ હોય તે થોડો ભણી શકે?” આમ બોલીને મશ્કરી કરવા તે પંડિતે આ વૃદ્ધના સામે એક લાકડાનું સાંબેલું લાવીને ઊભું કર્યું. અને તે સાંબેલાને પાણી પાવા માંડ્યા. આ જોઈ આ પદ્ધ સાધુ આશ્ચર્યપણાથી પંડિતજીને પૂછ્યું કે “આ શું કરી રહ્યા છો?” સમકિત ૬૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીએ જવાબમાં કહો કે “સાંબેલાને પાણી પાઈ તેને ફરી હર્યું-ભર્યું કરવા માંગું છું. તેનામાં ફરીથી પાન, ફૂલ, ફળ આવે તેવું કરવા માંગું છું.” વૃદ્ધ સાધુએ કહયું કે સાંબેલું તો સૂકું લાકડું છે તો તેમાં ફરીથી પાન, ફૂલ, ફળ થઈ શકે?” પંડિતે હસતાં જવાબ આપ્યો કે “જો તમે બુઢાપામાં વિદ્વાન બનવા માંગો છો તો હું આ સાંબેલાને પાછું ઝાડ બનાવવા માંગું છું.” આ જવાબની વૃદ્ધ સાધુ ઉપર ઘેરી અસર થઈ, તે પોતાના ગુરુ પાસે જઈને આખી વાત કરી અને હતાશ થઈને કહ્યું કે મારી ભૂલ થઈ કે હું વૃદ્ધાવસ્થામાં વિદ્વાન થવા નીકળેલો. હવે હું આગળ જ્ઞાન ભણવાની કોશિશ કરીશ નહીં. ગુરુજીએ આ પદ્ધ શિષ્યને સમજાવ્યું કે “તમારી અને સાંબેલાની સરખામણી થાય નહીં. સાંબેલું જડ છે. તમે ચેતનાયુક્ત આત્મા છો. આત્મા કદાપિ વૃદ્ધ થતો નથી. તે અનંતજ્ઞાનાદિ શક્તિઓથી યુક્ત છે. તમે સ્વયં જ્ઞાન સ્વરૂપ છો. સાંબેલાને બહારની શક્તિઓને અંદર લાવવાની જરૂરિયાત પડે છે ત્યારે તમારે તો અંદરથી જ્ઞાનને બહાર લાવવાનું છે. તમારી શક્તિ તમે પોતે જ છો. આ આત્મા સદાય પ્રકાશમય છે. સદાય જ્ઞાનયુક્ત છે. તેને ઉંમરની બાધા હોતી નથી.” આવી પોતાના ગુરુની આત્મબોધક પ્રભાવશાળી વાણી સાંભળી વૃદ્ધ સાધુ ખૂબ જ પ્રભાવિત થ થા, અને આત્મ-વિશ્વાસી બન્યા. પાછા અધ્યયનમાં લાગી ગયા. હવે તેમને પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ હતી. આત્મશક્તિ જાણી લીધી હતી. અને જ્ઞાન વાંચતાં વાંચતાં જ્ઞાનાવરણીય કર્મોને પાતળાં પાડીને મહાવિદ્વાન બની ગયા. આ છે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રતીતિનો ચમત્કાર. નિશ્ચય-સમ્યગુદર્શન ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે આ પૌદ્ગલિક દેહ તે જ આત્મા છે એવી પ્રાથમિક અંધકારભરી ભૂમિકાથી વ્યક્તિ બહાર આવે છે. અને આત્માના અખંડ પ્રકાશને તેને દેહની અંદર ચમકતો દેખે છે. પછી તે આ શુદ્ધ આત્મામાં જ પરમાત્માના દર્શન કરવા લાગે છે. આ પ્રમાણે શુદધ આત્મસ્વરૂપનો વિચાર જ નિશ્ચય-સમ્યગ્ગદર્શન છે. જ્યારે વ્યક્તિને આવું આત્મદર્શન થાય છે, ત્યારે તે શરીરને એક સાધન સમજે છે. સર્વત્ર આત્માને શુદ્ધ-સ્વચ્છ રાખે છે. જ્યારે તેના ઉપર કોઈપણ તકલીફ આવે છે અને શરીર કે આત્મા બંનેમાંથી કોઈપણ એકનો સુરક્ષાનો પ્રશ્ન આવે ત્યારે તે આત્માને બચાવે છે અને ૬૪ સમકિત Page #80 -------------------------------------------------------------------------- ________________ શરીરનો સમાધિપૂર્વક ત્યાગ કરે છે. આવી વ્યક્તિઓ પોતાના આત્માને કોઈપણ સંજોગોમાં બચાવે છે. કામવિજેતા સ્થૂલિભદ્ર મુનિ તે આત્મદૃષ્ટિપરાયણ હતા. તેઓ કોશા વેશ્યાના રંગશાળામાં ચાર મહિના રહ્યા. ત્યાં દરેક પ્રકારના કામોત્તેજક સાધનો હતા. તે છતાં તેઓ પોતાના આત્મામાં જ સ્થિર રહ્યા. આવી સ્થિરતા તેમને પોતાના આત્મદર્શનના અનુભવથી આવી હતી. દરેક જાગૃત વ્યક્તિની નજર કાયમ પોતાના ઉપાદાન આત્મા ઉપર જ હોય છે. કોઈ આંધળાને સોય શું છે તેની ખબર હોતી નથી પણ તેને સોય વાગવાના અનુભવની ખબર પડે છે. આવી જ રીતે આત્મા છે આત્મા છે તેનાથી સમ્યગ્દર્શન થતું નથી. પણ શદ્ધ આત્માનો અનુભવ કરવો અને તે અનુભવમાં ટકવું તેજ હકીકતમાં “સમ્યગ્ગદર્શન” છે. પ્રશ્ન-એક ખૂબ અગત્યનો પ્રશ્ન અહીં થાય છે કે જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે વ્યક્તિ સંસારમાં પર-દ્રવ્યોને હેય (છોડવા લાયક) માને છે. તો આ વિચારોમાં રહીને શું તે વ્યક્તિ બધું છોડીને મુનિ બની સમ્યગ્રચારિત્રનો અંગીકાર તથા પાલન કરવા લાગે છે? આ જ સવાલને બીજી રીતે જોઈએ તો એ છે કે જે વ્યક્તિ મુનિ ધર્મ પાળી સમ્યગ્રચારિત્ર પાળે છે તેને જ શું સમ્યગદર્શન હોય છે? અને બીજાને નહીં? જવાબ-આ પ્રશ્નનું સમાધાન કરતા એમ સમજાવ્યું છે કે સમ્યગ્રદર્શન થતાં સમ્યગ્દષ્ટિ વ્યક્તિ પર-દ્રવ્યોને હેય (છોડવા યોગ્ય) થતા નિજ સ્વરૂપને ઉપાદેય (આચરવા યોગ્ય) સમજી લે છે, અને તેના ઉપર શ્રદ્ધા પણ કરે છે. મિથ્યાભાવને મિથ્યા જ માને છે. પરંતુ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવાથી તેને પરદ્રવ્ય છોડીને ચારિત્ર લેવાની શક્તિ હોતી નથી. એટલે જેટલી શક્તિ હોય છે, તેટલું આચરણ કરે છે. પણ શ્રદ્ધા તો પૂરેપૂરી રહે છે. ધર્મસંગ્રહમાં આ વાતને ખૂબ જ સારી રીતે સ્પષ્ટ કરી છે. "ज सक्कड़ तं कीरइ, जं न सक्कड तयंमि सदहणं । सदहमाणो जीवो वच्चइ अयरामरं ठाणं ॥" - ધર્મસંગ્રહ; ગાથા ૨.૧.૨૧ (પાનું ૮૧, લેખકઃ ઉપાધ્યાય માનવિજયજી, પ્રકાશકઃ જૈન વિદ્યાશાળા ટ્રસ્ટ, અમદાવાદ, (ગુજરાત) વર્ષ વિ.સં. ૨૦૨૯) સમકિત ૬૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ જેનું આચરણ થઈ શકે તેનું આચરણ કરવું, અને જેનું આચરણ ન થઈ શકે તેના ઉપર પૂરી શ્રદ્ધા રાખવી. શ્રધ્ધા રાખતાં રાખતાં પણ આત્મા જન્મ, જરા અને મરણથી રહિત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. સમ્યગદર્શન અને તેની શુદ્ધતા જ્યારે પણ આપણે સમ્યગદર્શન હોવું અને પામવાની વાત કરીએ છીએ ત્યારે એમ જ કહીએ છીએ કે તે શુદ્ધ, નિર્મળ, અને રાગ-દ્વેષ રહિતનું હોવું જોઈએ. અને તેવું જ દર્શન તે સાચા અર્થમાં સમ્યગદર્શન છે. તો શું બધામાં આવા પ્રકારનું શુદ્ધ સમ્યગદર્શન હોઈ શકે? આ વાતનો ખુલાસો નીચે પ્રમાણે છે. રાગ અને દ્વેષ રહિત યથાર્થ દર્શન તો ખાલી વીતરાગ પુરુષોને જ હોઈ શકે. ચોથા ગુણસ્થાનકથી લઈને ૧૦મા ગુણસ્થાનક (આત્માની પ્રગતિનું માપ) પર રહેલા આત્માઓ કદાપિ સંપૂર્ણ રાગ દ્વેષથી મુક્ત હોતા નથી. તેઓ છદ્મસ્થ હોય છે, તેથી તે શક્ય નથી. તેઓ હજી સાધક છે અને સાધનાની અવસ્થામાં હોય છે ત્યારે તે સરાગ-અવસ્થામાં જ હોય છે, સાધક એટલા માટે તો સાધના કરે છે કે તે એ રાગદ્વેષથી મુક્ત થઈ શકે. તેથી શુદ્ધ નિર્દોષ સમ્યગદર્શન માત્ર બારમે ગુણસ્થાનકે જ પ્રાપ્ત થાય છે. પરંતુ પૂર્ણ દોષ રહિત સમ્યગદર્શનની આવશ્યકતા તો છદ્મસ્થ સાધકોને હોય છે, તો આવા સાધકોને નિર્દોષ શુદ્ધ સમ્યગ્રદર્શનનો અભાવ હોય તો તેવા અપૂર્ણ સમ્યગદર્શનની જોડે વ્યક્તિ જ્ઞાન, ચારિત્ર અને સાધના નિર્દોષ રીતે અને સમ્યગ રીતે કેવી રીતે કરી શકે? અથવા તો જોઈએ કે અપૂર્ણ સમ્યગ્રદર્શનની હાજરીમાં જ્ઞાન અને ચારિત્ર તે કઈ રીતે શુદ્ધ અને સમ્યગૂ રીતે બની શકે? આવી સમસ્યા આપણને શંકામાં મૂકે છે, કારણ કે સાધનાત્મક જીવનમાં પૂર્ણ નિર્દોષ દર્શન હોતું નથી અને તેના અભાવમાં સાધના સભ્ય ગણાય નહીં, આવા વિચારથી આપણે એમ માનતા થઈએ કે જ્યાં સુધી નિર્દોષ સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધના કરવી તે ફળદાયક નથી કારણ કે તેનાથી કંઈ પ્રાપ્ત નહીં થાય. સૈદ્ધાંતિક દૃષ્ટિથી આનું સમાધાન એમ છે કે એવું માનવું યથાર્થ નથી કે નિર્દોષ અને પૂર્ણ સમ્યગ્દષ્ટિ થવાથી જ જ્ઞાન, ચારિત્ર આદિની સાધના સમ્યમ્ ગણાય. અને તેના પહેલા સાધક જે જ્ઞાન અને ચારિત્ર પાળે તેનાથી તેનો આધ્યાત્મિક વિકાસ ન થાય. સમકિત Page #82 -------------------------------------------------------------------------- ________________ સાધનાકાળમાં રત્નત્રયની સાધના માટે સમ્યગ્દષ્ટિનું નિર્દોષ અને શુદ્ધ હોવું અને રાગ-દ્વેષ રહિત હોવું તેવું આવશ્યક નથી, પણ તેમાં એટલું હોવું જરૂરી છે અને આવશ્યક છે કે વ્યક્તિ પૂર્ણ નિર્દોષ સમ્યગ્દર્શનના સ્વરૂપને બરાબર સમજે અને યથાર્થ તત્ત્વો ઉપર તેની આત્મલક્ષી દૃઢ શ્રદ્ધા હોય. તેની જોડે તે સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનનાં કારણોને બરાબર જાણતો હોય. અને તે સમજણથી મિથ્યાદષ્ટિના કારણોથી બચે અને સમ્યગ્દર્શનને સુરક્ષિત રાખે. આવી વ્યક્તિ ગૃહસ્થ સાધક હોય કે નિગ્રંથ સાધક હોય અને રાગદ્વેષના દોષોથી વિમુક્ત સમ્યગ્દર્શન પ્રાપ્ત ન હોય છતાં પણ તે સમ્યગ્દષ્ટિકહેવાય છે. કારણ કે તે સત્ય શું છે અને અસત્ય શું છે તેને બરાબર જાણે છે, માને છે અને તેનાં કારણોને પણ બરાબર જાણે અને માને છે. આ સમજણથી વિપરીત ધારો કે સમ્યગ્દર્શનની પૂર્ણતા અને નિર્દોષતા વગર આત્માનો વિકાસ થવો સંભવ ન હોત, તો જૈન સિદ્ધાંત ચોથા ગુણસ્થાનકથી દસમાં ગુણસ્થાનક સુધી આત્માને સભ્યચ્છિષ્ટ બતાવત નહીં. અને જો આ વાત આમ જ હોત તો આત્માની રત્નત્રયમાં કોઈ વિકાસ થવાની સંભાવના જ ન હોત. સાચો સિદ્ધાંત એમ માને છે કે જ્યારે પણ આત્માને સમ્યગ્દર્શન થાય છે ત્યારે રાગદ્વેષની હાજરીમાં એવી ખોટી પ્રવૃત્તિઓ થઈ જાય છે કે તેને દોષ લાગે છે. તેને જિન વચન ઉપર શંકા પણ થાય છે પણ સમ્યગ્દર્શનની હાજરીમાં તેને પોતાની મેળે અથવા કોઈ નિમિત્તથી અથવા કોઈના સમજાવવાથી તેને ખબર પડી જાય છે કે તેની દૃષ્ટિને અશુદ્ધ કરવાવાળા અમુક દોષ ઉત્પન્ન થયા છે. અને તેનાં કારણો અમુક છે. આમ સત્ય વાત ઉપર તેની શ્રદ્ધા અને રુચિ તેને સત્ય અને યથાર્થ દર્શન પ્રાપ્ત કરાવી આપે છે. જેમ જેમ તેનું સમ્યગ્દર્શન વિશુદ્ધ અને નિર્મળ થાય છે. તેમ તેમ તેટલા અંશે તેનું જ્ઞાન અને ચારિત્રના અંશે અંશે શુદ્ધતાથી ઉત્તરોત્તર તેના રાગ અને દ્વેષ વિકારો પણ ઓછા થતા જાય છે. તેના ફળે તેની દષ્ટિ અને દર્શનમાં વધારે નિર્મળતા અને નિર્દોષતા આવે છે. આ પ્રકારે રત્નત્રયના શુદ્ધતાના ચક્રમાં ફરતો ફરતો સાધક પોતાની ચરમ સ્થિતિ એટલે કે ૧૨, ૧૩ અને ૧૪મા ગુણસ્થાનક પર પહોંચી જાય છે. આવશ્યક નિર્યુક્તિમાં બતાવ્યું છે કેઃ પાણી જેમ જેમ સ્વચ્છ થાય છે તેમ તેમ દર્શક તેમાં પોતાનું પ્રતિબિંબ વધારે સ્પષ્ટ જોઈ શકે છે. એ જ પ્રમાણે વ્યક્તિના અંતરમાં જેમ જેમ રાગાદિ મલિનતા ઓછી થતી જાય છે તેમ તેમ તે શુદ્ધ થાય છે અને વ્યક્તિ પોતાના (આત્મા) ગુણોને વધારે અનુભવ કરતો થાય છે. તેની તત્ત્વરુચિ વધારે ને વધારે જાગૃત્ત થાય છે, અને તેનાથી તત્ત્વજ્ઞાન વધારે પ્રાપ્ત થાય છે. સમકિત ૬૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી સાધક છદ્મસ્થ અવસ્થામાં હોય છે ત્યાં સુધી તેના માટે રાગાદિ દોષમુક્ત પૂર્ણ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરવી સંભવ હોતી નથી. સત્યનો પૂર્ણ પ્રકાશ હોવો ખૂબ મુશ્કેલ હોય છે. આમ હોવા છતાં પણ આચારાંગ સૂત્રમાં એક તથ્ય સ્પષ્ટરૂપે બતાવ્યું છે કે “એક પરોક્ષ-જ્ઞાની સરલાત્મા, જિજ્ઞાસુ સમ્યગદૃષ્ટિસાધક હોય, તેનો અધ્યવસાય અને હૃદય શુદ્ધ તથા સત્યાગ્રાહી હોય, તેની દૃષ્ટિ મધ્યસ્થ તથા નિષ્પક્ષ હોય, તે વ્યવહારથી કોઈપણ વસ્તુ કે વ્યક્તિના સંબંધ બરાબર રીતે તપાસ અને ચોક્સાઈ કરે અને પછી તે વસ્તુ કે વ્યક્તિને સમ્યક્ માને તો તે સમ્યગ જ ગણાય છે. પછી ભલે પ્રત્યક્ષ જ્ઞાનીઓની નજરમાં તે ચાહે સમ્યક હોય કે અસમ્યક હોય.” ફક્ત જરૂરી એ છે કે આવી વ્યક્તિ પૂર્ણ જ્ઞાની કે વીતરાગ ન હોવા છતાં પણ પૂર્ણ વીતરાગિતાના માર્ગને જાણે તેના ઉપર ચાલે અને તે માર્ગનો પાક્કો વિશ્વાસ રાખે ત્યારે આવા વ્યક્તિની સમજને સમ્યક મનાય છે. ટૂંકમાં સમજીએ તો સમ્યગ્દષ્ટિની નજર સત્ય કે અસત્ય જ્ઞાનને પણ સમ્યગ્રજ્ઞાન બનાવી દે છે. કારણ કે તે એનો ઉપયોગ પ્રાણીહિત માટે અને કલ્યાણપથનો નિર્ણય કરવા માટે કરે છે. આ જ કારણે જોઈએ તો જ્ઞાનનું મૂલ્ય સમ્યક્ તથા દેઢ શ્રદ્ધાના કારણે જ છે, અને આ સાચી શ્રદ્ધાનું નામ જ સમ્યગદર્શન છે. સમ્યગ્દર્શનની વ્યાખ્યા જુદા જુદા ગ્રંથોમાં જુદી રીતે બતાવી છે. કોઈ આગમ કે ગ્રંથમાં જીવાદિ ૯ તત્ત્વો અથવા તો ૭ તત્ત્વો ઉપરની શ્રદ્ધાને સમ્યગદર્શન કહ્યું છે. કોઈ ગ્રંથમાં આમ, આગમ, તત્ત્વ અને ધર્મ ઉપરની શ્રદ્ધાને સમ્યગદર્શન બતાવ્યું છે. બીજામાં દેવ, ગુરુ અને ધર્મ ઉપરની શ્રદ્ધાને સમ્યકત્વ બતાવ્યું છે. તો કોઈ ગ્રંથમાં સ્વાનુભૂતિને અને કોઈમાં સ્વ-પર ભેદવિજ્ઞાનને, કોઈનામાં આત્મા ઉપર દઢ શ્રદ્ધાનું કે રુચિને અને કોઈમાં સ્વરૂપ શ્રદ્ધાનને સમ્યગ્રદર્શન કર્યું છે. લક્ષણ, ભાષા, વ્યાખ્યા જુદાં જુદાં હોવા છતાં પણ આ બધામાં ખાલી શબ્દનો ભેદ છે. આ બધાનું લક્ષ્ય તો એક જ છે. આત્માને અજીવથી અલગ સમજીને તેના ઉપર દઢ શ્રદ્ધા અને પ્રતીતિ કરવી, તેથી તે કર્મબંધનોથી મુકત બની મોક્ષ પ્રાપ્ત કરી શકે. કારણ કે સમ્યગ્દર્શન તે મોક્ષનું સાધન છે. અને મોક્ષ આત્માનો થાય છે. તેથી સમ્યગ્દર્શન આત્માનો ધર્મ થાય છે. તે કોઈ શરીરાદિ કોઈ જડનો ધર્મ નથી, અને ન તો કોઈ પંથ, સંપ્રદાય કે મતનો ધર્મ છે. ૬૮ સમકિત Page #84 -------------------------------------------------------------------------- ________________ પણ જ્યારે જ્યારે સમ્યગ્રદર્શનને આત્મધર્મ ન રાખીને કોઈ સંપ્રદાય કે પંથનો ધર્મ બનાવીએ છીએ ત્યારે તે આત્મલક્ષી ન રહીને પંથલક્ષી કે રુઢિલક્ષી થઈ જાય છે અને પછી આત્મા પોતાના સત્ય કરતા પંથના સત્યને માનવા લાગી જાય છે. તે પછી સત્ય અને આત્મહિતલક્ષી વ્યાખ્યા અને ભાવનાઓને સ્વીકાર કરતો નથી. એક જૈન આચાર્યએ કહ્યું છે કેઃ "सेयंबरो वा आसंबरो वा बुद्धो वा तह य अण्णो वा । समभावभाविअप्पा लहइ मुक्खं न संदेहो ॥" - સમ્યગદર્શન; (પાનું ૨૯૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧). શ્વેતાંબર હોય કે દિગંબર હોય, બૌદ્ધ હોય અથવા તો કોઈપણ ધર્મના અનુયાયી હોય, જેનો આત્મા સમભાવથી ભાવિત છે તે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તેમાં કોઈ સંદેહ નથી. એક બીજા આચાર્યએ કહ્યાં છે કેઃ "संघो कोवि न तारई, कट्ठो मूलो तहेव णिप्पिच्छो । મMા તાર મMા, તન્હીં કMા વિ સાદિ ' - સમ્યગદર્શન; (પાનું ૨૯૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશક: દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) કોઈપણ સંઘ કે સંપ્રદાય આત્માને તારી (મુક્ત) નથી શકતો ભલે પછી તે કાષ્ઠાસંઘ હોય કે મૂળસંઘ હોય, કે નિષ્પિચ્છ હોય, આત્મા (સમ્યગદર્શન આદિ ગુણોથી) જ પોતાને તારે છે. (મુક્તિ પમાડે છે.) તેથી આત્માની શ્રદ્ધા અને પ્રતીતિ કરો. સમ્યકત્વ કોઈ આપવાની વસ્તુ નથી. અને પરંપરાને ઉત્તરાધિકારથી પ્રાપ્ત થવાવાળી વસ્તુ પણ નથી. ભગવાન મહાવીરે આત્મા-પરમાત્મા, બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર આદિ તત્ત્વોનું અને સભ્યત્વના સ્વરૂપનું નિરૂપણ ચોક્કસ કર્યુ છે. પણ તેમણે કોઈને સમ્યકત્વ કે સામાયિક આદિ આધ્યાત્મિક વિકાસની વસ્તુ આપી હોય તેવું કદી બન્યું નથી. તેઓ વ્યવહારદષ્ટિથી સાધુ-શ્રાવકના વ્રતોના સાક્ષીરૂપથી દાતા ચોક્કસ રહે છે. પરંતુ સમ્યગ્રદર્શનના દાતા ક્યારે પણ નહીં. કારણ કે સમ્યગ્ગદર્શન તો આત્મજ્યોતિ છે, અંતરની શ્રદ્ધા છે. તે જ્યોતિ ગુરુના સમકિત ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉપદેશના નિમિત્ત માત્રથી પ્રગટી શકે ખરી, પણ તે પ્રગટ તો અંદર આત્મામાં જ થાય છે. તેથી સમ્યષ્ટિ તે એવી દૃષ્ટિ છે, જે આપી શકાતી નથી. સ્વયં ખૂલી જાય છે. નિમિત્ત કંઈપણ બહારનું હોઈ શકે. ‘‘સમ્યગ્દષ્ટિ તે એક કળા છે, આ કળા જેને પ્રાપ્ત થઈ ગઈ તે કોઈપણ સંપ્રદાય, પંથ, પરંપરા, દેશ કે વેષમાં હોય, તે સત્યને ઓળખી જશે, નિઃસંકોચ સ્વીકાર કરશે, અને જગતમાં, જળમાં કમળની જેમ નિર્લેપ, શાંત અને પ્રસન્ન જીવન જીવશે.'' ૭૦ સમકિત Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨ સમ્યગ્દર્શનઃ ગહન (એડવાન્સ) અભ્યાસ ૨.૧ઃ મોક્ષનું સાધન ‘‘રત્નત્રય’’ આગળ જેમ સમજ્યા એ પ્રમાણે આપણે માનશું કે આત્માનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. તે પામવાનો માર્ગ પણ છે. અને તેને ‘જૈન દર્શન” કહીએ છીએ. પ્રશ્ન એ ઊભો થાય છે કે કયાં સાધનો જોડે તે માર્ગ ઉપર ચાલવાથી આપણને મોક્ષ પ્રાપ્ત થશે? કોઈ પણ કાર્ય આપણે કરીએ, મોટું કે નાનું, તેમાં સફળતા ત્યારે જ મળે જ્યારે તે યોગ્ય સાધનો જોડે કરીયે. અને કોઈ પણ કાર્ય હાથમાં લઇએ ત્યારે તેના માટેના યોગ્ય સાધનોનું જ્ઞાન અવશ્ય મેળવીએ છીએ, તો જ તેમાં સફળતા મળે છે. આમ સંસારના નાના મોટા કાર્ય સંપૂર્ણ કરવામાં પણ યોગ્ય સાધનોની જરૂર હોય છે, તો મોક્ષ પામવા જેવાં વિરાટ કાર્ય માટે તો ખૂબ જ સાવધાનીથી અને ગંભીરતાથી અવશ્ય વિચાર કરીશું. દરેક આત્મામાં અનંત શક્તિ છે પણ કર્મોના ભારથી તે દબાયેલી છે. આ જ શક્તિ આપણને મોક્ષ પમાડશે, અને આ શક્તિની જાગૃતિ માટે જે સાધન જોડે સાધના કરવી પડે તે જરૂરી છે. જેમ નાનકડા બીજમાં વૃક્ષ બનવાની તાકાત છે. પણ તેને અનુકૂળ હવા, પાણી, માટી, પ્રકાશ આદિ સાધનોની જરૂરિયાત છે. તેમ આત્મામાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય જેવી શક્તિ સમાયેલી છે, અને તેને સાધના જોડે બહાર લાવી શકાય છે. આ સમજણ ઘણા આત્માને થાય છે, કે સિદ્ધિ પામવા માટે સાધકને (પોતે) સાધ્ય અને સાધનની જરૂરિયાત છે. પણ તે સાધ્ય અને સાધન વચ્ચે ઘણીવાર ભૂલ કરે છે અને તેથી મુક્તિ પામી શક્તા નથી. ઘણાં જણ સાધ્ય પકડી લે છે પણ સાધનામાં ભૂલ કરે છે. ઘણાં જણ સાધન પકડે છે પણ સાધ્યની બાબતમાં ભૂલ કરતા હોય છે. આ બંને પ્રકારના સાધકને મુક્તિ મળતી નથી. દાખલાથી સમજીએ તો એક સાધકને મોક્ષ (સાધ્ય) પામવો છે. પણ તે હવન અને યશો કરે, બિલ ચડાવે (સાધન), અને માને કે મોક્ષની પ્રાપ્તિ થશે. તો તે કદાપિ બનવાનું નથી. તે સંસારના ચક્રોમાં ફરતો જ રહેવાનો છે. અને બીજી બાજુ બીજા સાધકે દીક્ષા લીધી, ચારિત્ર્ય શુદ્ધ રીતે પાળે (સાધન) છે. પણ તેનું લક્ષ્ય (સાધ્ય) મોક્ષનું હોતું નથી. તે સંસારના સુખ અને દેવોના સુખો માટેની જ આકાંક્ષા રાખે છે. તો તેને પણ કદાપિ મુક્તિ પ્રાપ્ત થવાની નથી. આ રીત સાધકને સાધ્ય અને સાધન બંન્નેની સાચી સમજણની જરૂર છે. કોઈપણ સાધકને ખુબ જ ઊંચા પ્રકારની સાધના કરવી હોય તો પહેલા એ નક્કી કરવું કે એ શું સાધવા કરે છે? સમકિત ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ અને પછી ખૂબ જ સમજણ પૂર્વકથી તે યોગ્ય સાધનથી કરશે તો મોક્ષને પામશે. જૈનદર્શનના ચિંતકોને આધ્યાત્મિક યાત્રિઓ માટે સાધ્ય મોક્ષ બતાવ્યો છે. અને રત્નત્રય ધર્મને તેના સાધન રૂપે કહ્યું છે. આ જ વાત આચાર્ય ઉમાસ્વાતિ એ તત્ત્વાર્થ સૂત્રમાં કહી છે. ‘સમ્યાવર્શન-જ્ઞાન-ચારિત્રાળિ મોક્ષમાર્ગ:'' - આચાર્ય ઉમાસ્વાતી “તત્ત્વાર્થસૂત્ર”; ગાથા ૧.૦૧ (પાનું ૪, લેખકઃ પંડિત સુખલાલજી, પ્રકાશકઃ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૧૯૩૦, ૧લું સંસ્કરણ) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યચારિત્ર આ ત્રણ ભેગા થઈ મોક્ષમાર્ગ બને છે. પૂર્વે જેટલા પણ તીર્થંકરો, ગણધરો અને આચાર્ય થઈ ગયા તેમણે મોક્ષ સાધ્યની સિદ્ધિ માટે આ રત્નત્રયની વાત કરી છે. માત્ર વાત નહીં પણ તેઓએ સ્વયં આ જ રત્નત્રયનું આચરણ કર્યું છે. અને ભવિષ્યમાં પણ આ જ ઉપદેશ અપાશે. આ જ રત્નત્રયને આચાર્યોએ ધર્મની વ્યાખ્યા આપી છે. સંસારના પરિભ્રમણ અને જન્મમરણના ચક્રથી છુટકારો આ જ રત્નત્રય અપાવી શકશે. આચાર્ય સમન્તભદ્રએ આ ત્રણને ધર્મ બતાવતા કહ્યું છે કેઃ "सद्दृष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा विदुः । यदीय प्रत्यनीकानी भवन्ति भवपद्धतिः ॥" રત્નકરેંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩ (પાનું ૬, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬, ૨ સંસ્કરણ) અર્થઃ - ધર્મનાયક તીર્થંકર ભગવાને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર, આ ત્રણને ધર્મ કહ્યો છે, તેનાથી વિપરીત (ઊલટું) મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને સંસાર પરિભ્રમણનો માર્ગ બતાવ્યો છે. પ્રશ્ન એ થાય કે આ રત્નત્રયનો ખજાનો આપણી અંદર છે, તો મનુષ્ય આટલા બધા દુ:ખી અને મનથી ગરીબ કેમ છે? જવાબ એ છે કે આ ખજાનો પોતાની અંદર છે તે ઘણા ઓછાઓને ખબર છે. અને તેનાથી પણ ઓછાઓ એવા છે કે તેને ખબર નથી કે આ ખજાનાને બહાર કેવી રીતે કાઢી શકાય. આ રત્નત્રયની સમજણ અને જ્ઞાન ન હોવાને કારણે ઘણા આત્મા મોક્ષ પામવાની ઈચ્છા રાખતા હોવા છતાં પણ ખોટા રસ્તે નીકળી પડે છે. ૭૨ સમકિત Page #88 -------------------------------------------------------------------------- ________________ અને તે જ રસ્તાને સાચો માને છે અને તે જ જ્ઞાનને સાચું માને છે. પણ તે સાચું (સમ્યગ) જ્ઞાન ન હોવાથી મિથ્યાજ્ઞાન હોય છે. અને તે સંસારના ચક્રનું કારણ બને છે. જેમ બીજ માટે માત્ર ખેતર જ જરૂરી નથી પણ તેને માટે પાણી, શુદ્ધ પવન, સૂર્યનો પ્રકાશ પણ જરૂરી છે. જો તે ન મળે તો ભૂમિ ઉપર પડેલું બીજ પણ વિકાસ પામતું નથી. આ જ સિદ્ધાંત ધર્મના વિષયમાં સમજવો જોઈએ. ધર્મને ઉગાડવા માટે આધારભૂમિ આત્મા છે. અને ધર્મ એ બીજ છે. અને તે બીજને નવપલ્લવિત કરનાર રત્નત્રય છે. (સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, અને સમ્યચારિત્ર) ધર્મ આત્માની પોતાની પરિણતિ છે. એટલે કે આત્માનો જે સહજ શુદ્ધ સ્વભાવ છે તે ધર્મ છે. આનું તાત્પર્ય એ થયું કે આત્માના જેટલા ગુણ છે તે બધા તેના ધર્મ છે. એમ તો આત્મામાં અનંત ગુણ છે. તેમાં કોઈ વિરોધ નથી, દરેક ગુણનું અસ્તિત્વ પોતપોતાની અપેક્ષાએ છે, આત્માનાં આ અનંત ગુણને ટૂંકમાં કહેવા હોય તો ‘રત્નત્રય’’ આ એક શબ્દથી કહી શકાય. આ રત્નત્રયમાં અનંત ગુણો પ્રગટ થઈ શકે તેવી શક્તિ છે. જેમ કે ઘરમાં પૈસા આવે તો તેનાથી અનેક વસ્તુઓ અને ભૌતિક સુખના સાધનો પામવાની શક્તિ આવે છે. તે જ રીતે રત્નત્રયમાં આત્માના અનેક ગુણો અને આત્મિક આનંદ પ્રગટ કરવાની શક્તિ છે. નિશ્ચયદષ્ટિથી ધર્મ કોઈ દેશ, પંથ, સંપ્રદાય કે સ્થાનમાં રહેતા નથી. કોઈ પર પદાર્થમાં ધર્મ માનવો તે અજ્ઞાન છે કેમ કે ધર્મ તો આત્માનો ગુણ છે, સ્વભાવ છે, તે આત્મામાં જ રહે છે. ધર્મ કોઈ પદાર્થનું નામ નથી. તે તો સ્વસ્વરૂપનું ભાવાત્મક અને ઉપયોગાત્મક સ્વરૂપ જ છે. અને ‘રત્નત્રય’” નિશ્ચયદષ્ટિથી આત્માનું ભાવાત્મક અને ઉપયોગાત્મક રૂપ જ છે. માટે ‘‘રત્નત્રય’” શુદ્ધ ધર્મનું રૂપ છે. ધર્મ પણ આત્મામાં છે, મોક્ષ પણ આત્મામાં છે. બહારથી કશું લેવાનું નથી અને જરૂર પણ નથી. ખાલી આ ધર્મ નામની શક્તિ જે આત્માની અંદર દબાયેલી છે તેને “રત્નત્રય”થી બહાર ખેંચવાની છે. આગળ આપણે “સમ્યગ્દર્શન’’ને સમજવાનું છે, પણ તેના પહેલા સમજી લઈએ કે મિથ્યાત્વ શું છે? કારણ કે શુદ્ધતા બેઉ રીતે આવી શકે છે. એક તો સાચાને અપનાવવાથી અને બીજું ખોટાને ત્યાગવાથી. તો પહેલા ખોટાને બરાબર સમજી લઈએ. સમકિત ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨.૨ઃ મિથ્યાત્વનું સ્વરૂપ સ્થાનાંગ સૂત્ર ટીકામાં પ્રસ્તુત મિથ્યાત્વનું એક લક્ષણ એમ છે કે-“જે વાત જેવી છે તેવી ન માનવી અથવા તો વિપરીત માનવી.” સ્થાન ૧૦, સૂત્ર ૭૩૪ ટીકા બીજું લક્ષણ યોગશાસ્ત્રમાં બતાવ્યું છે કે "अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या । अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात्" -યોગશાસ્ત્ર પ્રકાશ ૨, શ્લોક અર્થાત્ કુદેવમાં દેવ માનવાવાળી બુદ્ધિ, કુગુરુ ને ગુરુ માનવાળી બુદ્ધિ અને કુધર્મને ધર્મ માનવાવાળી જે વિપરીત બુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. જેમ જન્માંધ મનુષ્ય જન્મથી જ કોઈ વસ્તુનું દર્શન નહીં કરવાથી તેનું સ્વરૂપ યથાતથ્ય જાણી શકતો નથી તેમ જીવાદિ નવ તત્ત્વો મિથ્યાત્વી પણ જાણી શકતો નથી. અને કોઈ જાણે તો પણ જેમ ઘતૂરાપાન કરવાથી અથવા કમળાના રોગથી પીડિત મનુષ્ય વસ્તુને વિપરીત યા અન્ય રીતે દેખે છે તેમ મિથ્યાત્વીની દૃષ્ટિ પણ અવળી-અને વિપરીત હોય છે. જેમ મણ દૂધમાં રતી જેટલું ઝેર પણ હાનિકારક અને આરોગ્ય માટે બાધક છે, તેમ મિથ્યાત્વનો ઓછામાં ઓછો અંશ પણ જીવને પહેલું ગુણસ્થાનક છોડવા દેતો નથી. કહ્યું છે કે "सूत्रोत्त्कस्येकस्था परोचनादक्षरस्य भवतिनरः । मिथ्यादृष्टिः सूत्र हि न प्रमाणं जिनाभिहितम्" - પ્રજ્ઞાપના સૂત્ર- પદ ૨૨ ટીકા અર્થાત-કહેલ સૂત્રમાં એક અક્ષરની પણ અરુચિ થવાથી મનુષ્ય મિથ્યાષ્ટિ બને છે કારણ કે જિનેશ્વર ભગવંત ઉપદેશિત સૂત્ર પૂર્ણ રૂપથી પ્રમાણભૂત છે. મિથ્યાત્વમાંથી જીવ નીકળે નહીં ત્યાં સુધી મોક્ષમાર્ગમાં તે પ્રવેશ કરી શકતો નથી. અઢાર પાપસ્થાનકોમાંથી સૌથી છેલ્લું પાપ તે “મિથ્યાદંસણ શલ્ય” છે. સૌથી ભયંકર પણ આ જ પાપ છે. આ પાપ જો નષ્ટ થઈ જાય તો બાકીના ૧૭ પાપનું બળ એકદમ ઓછું થઈ સમકિત ७४ Page #90 -------------------------------------------------------------------------- ________________ જાય છે. ૧૮ પાપમાંથી ફક્ત આ જ પાપની જોડે ‘‘શલ્ય’” (ભાલો) શબ્દ મુકાયો છે. એનું કારણ એ છે કે તે ભાલાની જેમ આપણા આત્માને ખૂંચે છે અને તેની શુદ્ધતામાં કાણાં પાડે છે. હિંસાદિક દોષો અધર્મ કરાવે પણ અધર્મ ક૨વા લાયક છે એવું તો મિથ્યાત્વ જ મનાવે. “ન મિથ્યાત્વસમઃ શત્રુ, ન મિથ્યાત્વસમેં વિષમ્ । ન મિથ્યાત્વસમો રોગો, ન મિથ્યાત્વસમં તમઃ ।।’ અર્થ-મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કોઈ ઝેર નથી, મિથ્યાત્વ સમો કોઈ રોગ નથી, મિથ્યાત્વ સરીખું અજ્ઞાનમય કોઈ અંધારું નથી. મહાપુરુષો ફરમાવે છે કે-અજ્ઞાનમેવ મહાષ્ટમ અજ્ઞાન એ જ મહાકષ્ટ છે. (મિથ્યાત્વ છે.) મિથ્યાત્વ જ આત્મ સ્વરૂપની યથાર્થ ઓળખાણ થવા દેતું નથી. તેથી ભવરોગ મટતો નથી, તેમ છતાં મોહાંધ બનેલા જીવો તેમાં મસ્ત બનીને જીવે છે. વૈરાગ્યશતકની ગાથા-૯૮માં પણ કહે છે કેઃ "मिच्छेअ अनंत दोसा, पयडा दिसंति नवि गुण लेसा । तह विय त चेव जीवा हो मोहंध निसेवंति ॥ " અર્થાત-મિથ્યાત્વમાં કિંચિત્માત્ર ગુણ નથી, પણ અનંત દોષનું પ્રત્યક્ષ સ્થાન છે. તથાપિ મોહાંધ બનેલા જીવો તેનું આચરણ કરે છે. હા ! ઇતિ સખેદાશ્ચર્ય ! (દુઃખ સાથેનું આશ્ચર્ય) ‘કર્મગ્રંથમાં મિથ્યાત્વનું સ્વરૂપ એવું બતાવ્યું છે કે મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયથી જીવના જે વિપરીત- ઊંધાં પરિણામ તે મિથ્યાત્વ’. મિથ્યાદૃષ્ટિજીવ કેવો હોય છે તે વાત બૃહદ્રવ્યસંગ્રહની ટીકામાં આ પ્રમાણ છે. શુદ્ધ આત્મા, છ દ્રવ્ય, સાતતત્ત્વ અને નવ પદાર્થમાં ત્રણ મૂઢતા આદિ પચ્ચીસદોષ રહિત, વીતરાગ સર્વજ્ઞ દ્વારા કથિત નયવિભાગથી જે જીવને શ્રદ્ધા નથી તે મિથ્યાદષ્ટિજીવ છે. જેવી રીતે દારૂ પીવાથી મનુષ્યની બુદ્ધિ ભ્રાન્ત બની જાય છે. પીળા ચશ્માના આવરણથી સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે. તેવી જ રીતે મિથ્યાત્વમોહના ઉદયથી માણસની બુદ્ધિ ભ્રાન્ત થઈ જાય છે. તે આત્માના પદાર્થોને અનાત્માના પદાર્થો તરીકે જુએ છે. જેવી રીતે તાવવાળા સમકિત ૭૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ માણસને મીઠો રસ સારો નથી લાગતો તેવી રીતે મિથ્યાત્વનું વેદન કરતા જીવને ધર્મ રુચિકર (સારો) લાગતો નથી. આનું કારણ મિથ્યાત્વ છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં બતાવ્યું કે જે “લોક-અલોક, પુણ્ય-પાપ, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધમોક્ષ, આદિ તત્ત્વોના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તે સમ્યક્દષ્ટિ છે અને જે તેનો સ્વીકાર કરતો નથી તે જીવ મિથ્યાદષ્ટિ છે.'' મિથ્યાત્વને સૌથી મોટું પાપ માનવાનું કારણ આ છે કે તેના પ્રભાવથી જીવ નિગોદમાં જાય છે. ક્ષુલ્લક અથવા ક્ષુદ્ર ભવ કરે છે. ક્ષુલ્લકભવનો સમય તો અતિ અલ્પ છે. એક શ્વાસોચ્છ્વાસમાં ૧૭ ૧/૨ જન્મ-મરણ કરે છે. ત્યાં લાંબા સમય સુધી રહે છે. જન્મમરણ કરતો જ રહે છે. ક્યારેક અકામ નિર્જરાથી તે ત્યાંથી નીકળે તો પણ ત્યાંથી નીકળવું એવી રીતે છે કે જેમ કોઈ પથ્થર નદીના જળના પ્રવાહથી દૂર ધકેલાઈ જાય તો તેને પછી નદીમાં રહેવું પડતું નથી. એટલે પોતાના મનથી નીકળતો નથી. મિથ્યાત્વીનો વ્યવહારઃ મિથ્યાત્વીજીવ ખોટા દેવ, ખોટા ગુરુ અને ખોટા ધર્મને સાચા દેવ, સાચા ગુરુ અને સાચા ધર્મને માને છે. - । । । - ૭૬ મિથ્યાત્વીજીવ ૧૮ પ્રકારના પાપ કરવા જેવા માને છે. મિથ્યાત્વીજીવ કર્મ, ધર્મ, પુણ્ય, પાપમાં કે અલોક, પરલોકમાં માનતો નથી. મિથ્યાત્વીજીવને નવતત્ત્વમાં શ્રદ્ધા હોતી નથી મિથ્યાત્વીજીવને સંસારનો રસ વધુ હોય છે. મિથ્યાત્વીજીવને પાપનો કે પરલોકનો ભય હોતો નથી. મિથ્યાત્વીજીવને પ્રવચન સાંભળવું, તેના પર શ્રદ્ધા કરવી, તેને અમલમાં મૂકવું વગેરે કરવું ગમતું નથી. જેવી રીતે તરસ્યું હરણ મૃગમરીચિકાને પાણી સમજીને તેની પાછળ ભ્રાંતિવશ દોડે છે તેવી જ રીતે મિથ્યાત્વ મોહિત વ્યક્તિ ભ્રાંતિવશ તત્ત્વને અતત્ત્વ અને અતત્ત્વને તત્ત્વ સમજીને સંસારની મોહમાયામાં ભટકતો રહે છે. તેને અનંતાનુબંધિનો કષાય હોય છે. તે પરમાં સુખ બુદ્ધિ માને છે. દા.ત. પૈસામાં સુખ છે. પરિવારમાં સુખ છે. પણ આત્મામાં સમકિત Page #92 -------------------------------------------------------------------------- ________________ સુખ છે તેવું નથી માનતો. - તેને દેહબુદ્ધિ રહે છે. આત્મબુદ્ધિ રહેતી નથી. આગમોમાં પ્રાપ્ત મિથ્યાત્વનું વર્ણન “મિહિયરિકી''-શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૮, સૂત્ર-૨૯ આ શબ્દો પરથી અભિગ્રહિક-અનાભિગ્રહિક એ બે મિથ્યાત્વ લઈ શકાય છે. તે સિવાય શ્રી સ્થાનાંગ સૂત્રનાં સ્થાન-૨, સૂત્ર-૨૩ માં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. “મિચ્છામિનિવેદિ'-શ્રી ભગવતી સૂત્ર ૯/૩૩/૫૪, ૬૦, શ્રી ઔપપાતિક સૂત્ર વિભાગ-૨, સૂત્ર પ૬, સૂત્ર ૬૧ના શબ્દ પરથી અભિનિવેશ મિથ્યાત્વનો સંકેત મળે છે. * સંશય મિથ્યાત્વનો સમાવેશ જે શંકાદિ સમકિતના અતિચાર શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં દર્શાવ્યા છે તેમાં થાય છે. * કુપાવચન મિથ્યાત્વનો ઉલ્લેખ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨૩/૬૩ માં મળે છે. MવયUપસંદી, સર્વે સમાદિયા સમ્મ તુ વિદ્યાર્થ, સ મ દિપે છે ૨૩/૬૩ " - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૩.૬૩ (પાનું પ૩, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) અર્થ કુપ્રવચન-મિથ્યા દર્શનોને માનનારા બધા પાખંડી-વ્રતધારી (એકાંતવાદી) લોકો ઉન્માર્ગગામી છે, જિનેન્દ્ર દ્વારા કથિત માર્ગ જ સન્માર્ગ છે અને તે માર્ગ જ ઉત્તમ છે. શ્રી અનુયોગ દ્વાર સૂત્રમાં પ્રકરણ-૧, સૂત્ર-૨૬,૨૭,૨૮માં આવશ્યકના ભેદોમાં લૌકિક, લોકોત્તર અને કુમારચનિક ભેદમાં મિથ્યાત્વનો સંક્તિ મળે છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં સ્થાન-૧૦, સૂત્ર ૬૬માં ૨૫ મિથ્યાત્વના ૯થી ૧૮ મિથ્યાત્વનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે. જિનમાર્ગથી ઓછું, અધિક અને વિપરીત પ્રરૂપણા સંબંધી મિથ્યાત્વ (૧૯,૨૦,૨૧ મું) શ્રી સ્થાનાંગ સૂત્ર-૨/૧/૪માં દર્શાવેલ છે. * શ્રી સ્થાનાંગ સૂત્ર, ૩/૩/૫૪માં કહે છે. સમકિત Page #93 -------------------------------------------------------------------------- ________________ “તિવિ મિત્તે પUરે, નહીં- અજિરિયા, વિUTU, UMT ” અર્થઃ મિથ્યાત્વ ત્રણ પ્રકારના છે. યથા-૧) અક્રિયા મિથ્યાત્વ ૨) અવિનય મિથ્યાત્વ ૩) અજ્ઞાન મિથ્યાત્વ. * “અરિહંતાણં આસાયણાએ” વગેરે જે ૩૩ પ્રકારના અશાતના આવશ્યક સૂત્રમાં બતાવી છે તેના ઉપરથી અશાતના મિથ્યાત્વનો અર્થ નીકળેલ છે. સ્થાનાંગસૂત્રમાં પણ મિથ્યાત્વના દસ રૂપ નો ઉલ્લેખ કર્યો છે. સ્થાન ૧૦, ૬-૧, સૂત્ર-૭૩૪. (૧) ધર્મમાં અધર્મ સંજ્ઞા (૨) અધર્મમાં ધર્મ સંજ્ઞા (૩) માર્ગમાં કુમાર્ગ સંજ્ઞા કુમાર્ગમાં માર્ગ સંજ્ઞા (૫) જીવમાં અજીવ સંજ્ઞા (૬) અજીવમાં જીવ સંજ્ઞા (૭) સાધુમાં અસાધુ સંજ્ઞા (૮) અસાધુમાં સાધુ સંજ્ઞા (૯) મુક્તમાં અમુક્ત સંજ્ઞા (૧૦) અમુક્તમાં મુક્ત સંજ્ઞા સંજ્ઞાનો અર્થ અહીયાં- માનવું, સમજવું કે એવી રીતે બોલવું, એમ સમજવું ઉત્પત્તિની દષ્ટિથી મિથ્યાત્વઃ એક જૈન આચાર્યએ ઉત્પત્તિની દૃષ્ટિથી મિથ્યાત્વના બે પ્રકાર બતાવ્યા છે. આ“સર્વાર્થસિદ્ધિશાસ્ત્રમાં પણ બતાવ્યા છે. (૧) નિસર્ગ (૨) પરોપદેશપૂર્વક (૧) નિસર્ગ મિથ્યાત્વઃ- તેને કહેવાય છે જે મિથ્યાત્વ મોહનીયકર્મના ઉદયથી થાય છે. આ પ્રકાર દરેક જીવમાં પહેલેથી જ હોય છે. નિગોદમાં પણ રહેલા જીવોને આ મિથ્યાત્વ તો હોય જ છે. આનું કારણ એ છે કે જીવમાં જે “જ્ઞાન” ગુણ છે તેના બે પ્રકારમાંથી (જ્ઞાન ૭૮ સમકિત Page #94 -------------------------------------------------------------------------- ________________ કે અજ્ઞાન) એક પ્રકારમાં જીવ સદાય રહે છે. આત્મા ક્યારેય પણ “જ્ઞાન” ગુણ વગરનો થઈ શકે નહીં. એટલે જ્યારે તેને સત્ય જ્ઞાન (સમ્યગદર્શન) થયેલું હોતું નથી ત્યારે તે “અજ્ઞાનમાં ફસાયેલો જ રહે છે. જેને આપણે મિથ્યાત્વ કહીયે છીએ. એટલે “નિસર્ગની ઉત્પત્તિ બહારથી થતી નથી. તે તો જીવની અંદર જ હોય છે. “ઉત્પત્તિ” શબ્દ તો આપણે ફક્ત વ્યવહાર માટે જ વાપર્યો છે. (૨) પરોપદેશપૂર્વક મિથ્યાત્વઃ- આ મિથ્યાત્વ એ છે કે જે મિથ્યા ધારણાવાળા લોકોના ઉપદેશથી સ્વીકાર કરાય છે. આને અર્જિત મિથ્યાત્વ પણ કહેવાય છે. આમાં આપણે એવા જીવોને મૂકી શકીએ જે નિસર્ગ મિથ્યાત્વી તો હતા જ પણ પર ઉપદેશથી તે એ મિથ્યાત્વમાં વધારે સબળ થયા. અને બીજા એવા જીવોને મૂકી શકીએ કે જે સમ્યગદર્શન પામી પછી પર ઉપદેશથી પાછા મિથ્યાત્વમાં આવી ગયા. આ અર્જિત મિથ્યાત્વના પાછા બીજા ૪ મુખ્ય ભેદ છે જેના પાછા બીજા ૩૬૩ પેટા ભેદ થાય છે. (૧) ક્રિયાવાદ (૨) અક્રિયાવાદ (૩) વિનયવાદ (૪) અજ્ઞાનવાદ. * ક્રિયાવાદ- ૧૮૦ પેટા ભેદ "અક્રિયાવાદ- ૮૪ પેટા ભેદ “વિનયવાદ- ૬૭ પેટા ભેદ *અજ્ઞાનવાદ- ૩૨ પેટા ભેદ તત્વ વિષયથી મિથ્યાત્વના બે પ્રકારઃ (૧) તત્ત્વ વિષય ઉપર યથાર્થ શ્રદ્ધાનો અભાવ - આ પ્રકારની મૂઢ દશા, અજ્ઞાન દશામાં જ હોય છે. (૨) અતત્ત્વ વિષય ઉપર અયથાર્થ શ્રદ્ધાનઃ- આ પ્રકારનું મિથ્યાત્વ વિચારધારાથી પ્રગટ થાય છે. જ્યારે જીવ પોતે વિચાર કરી ખોટા તત્ત્વો ઉપર તત્ત્વરૂપ શ્રદ્ધા રાખે છે તેવી દૃષ્ટિ અહીંયા હોય છે. બીજી રીતે આચાર્યોએ મિથ્યાત્વના મુખ્ય બે પ્રકાર બતાવ્યા છે. મિથ્યાત્વના મુખ્ય બે ભેદો છે. ૧) વિપર્યાત્મક અને ૨) અનાધિગમાત્મક વિપર્યાત્મક મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધા. (ઊંધી શ્રદ્ધા) જેમ કે જીવાદિ પદાર્થો જ નથી એટલે તત્ત્વભૂત માનવાની વાત જ નથી. અને અનાધિગમાત્મક મિથ્યાત્વ એટલે જીવાદિ પદાર્થો સમકિત Page #95 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં એનો તત્ત્વરૂપે સ્વીકાર ન થવો જેમ કે આ પદાર્થો તત્ત્વરૂપ હોવા છતાં તે તત્ત્વ છે તેવો નિશ્ચય ન થવાના કારણે તેનો તે રૂપ સ્વીકાર ન કરવો તે. સ્થાનાંગ સૂત્રમાં પાંચ પ્રકારના મુખ્ય મિથ્યાત્વને નીચે પ્રમાણે કહાા છે. મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકાર છેઃ (૧) અભિગ્રહિક મિથ્યાત્વઃ સત્ય શું? અસત્ય શું? તત્ત્વની પરીક્ષા કર્યા વિના પક્ષપાતપૂર્વક પોતાની માન્યતારૂપ ખોટાને જ પકડી રાખવું અને અન્ય પક્ષનું ખંડન કરવું. સત્યાસત્યનો નિર્ણય કર્યા વિના હઠાગ્રહી બની પોતે માનેલ તથા રૂઢિથી ચાલ્યા આવતા માર્ગમાં મગ્ન રહે. જ્યાં અજ્ઞાન અને આગ્રહ બંને છે એટલે સત્યને પામવાની કોઈ તૈયારી નથી. તત્ત્વની બાબતમાં તમે મરતાં સુધીય અજ્ઞાની રહો તો પણ એ એટલું દુઃખદ નથી કે જેટલું દુરાગ્રહ સેવો એ દુઃખદ છે. (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વઃ સર્વ ધર્મને સરખા માનવા. ગુણદોષોની પરીક્ષા કર્યા વિના બધા જ દેવ-ગુરુ-ધર્મને સમાન માનવા. જેમ હીરા અને કાચના કટકાને સમાન માનવા. અહીં અજ્ઞાન છે પણ અભિગ્રહિક મિથ્યાત્વની જેમ આગ્રહ નથી. માટે સત્યને પામવાની કોઈ સામગ્રી મળે તો તેનો સદુપયોગ કરીને મિથ્યાત્વમાંથી ખસીને સભ્યત્વને પામવું સુલભ બની જાય છે. આમ અનાભિગ્રહિક મિથ્યાત્વવાળા જીવો જીવાદિ તત્ત્વોનું બીજાઓ જે કાંઈ સ્વરૂપ કહેતા હોય તેને પણ સાચું માનનારા હોય છે. બીજાં દર્શનો પણ સારાં છે એમ માને અને પોતે જે દર્શનમાં હોય તેનો પક્ષપાત પણ હોતો નથી, આવા પક્ષપાતરહિત સ્થિતિ મિથ્યાત્વ રૂપ મળની અલ્પતાના કારણે બને છે. આ પ્રકારના મિથ્યાત્વને બધાં જ દર્શન સારાં લાગે. એટલે કે જે દર્શનમાં મોક્ષ તથા મોક્ષના ઉપાય હોય તે પણ સારાં લાગે. આવા પ્રકારનું મિથ્યાત્વ માત્ર ભવિ જીવોને જ હોઈ શકે. અભવી જીવોને ક્યારેક પણ ન હોય. એનું કારણ એ છે કે આ ભવિ મિથ્યાત્વવાળાને મોક્ષમાર્ગ પણ સાચો લાગે છે, જે અભવિને ક્યારેક પણ લાગતો નથી. (૩) આભિનિવેશિક મિથ્યાત્વઃ પોતાના પક્ષને અસત્ય-ખોટો સમજે છતાંયે દુરાગ્રહપૂર્વક પોતાની વાતને જ પકડી રાખે. આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય થઈ જવા પામે તો તે સમ્યગદષ્ટિ આત્માઓને જ થાય ૮૦ સમકિત Page #96 -------------------------------------------------------------------------- ________________ છે. આમ છતાં પણ સમ્યગ્દર્શન ગુણથી પતન પામનારા બધા જ આત્માઓ આભિનિવેશિક મિથ્યાત્વના જ સ્વામી બને છે એવું નથી. જેને શ્રી જૈન પ્રણીત શાસ્ત્રના વિષયમાં શંકા થ ાય અને તેથી ઊલટા પ્રકારના અર્થની શ્રદ્ધા થઈ જાય અને તે પછી એ શ્રદ્ધામાં પાછો ‘હું’ કાર ભળી જાય અને તે પણ એવો કે બીજાઓ સાચો અર્થ કહે તો પણ તે માને તો નહીં પણ ઉપરથી તેને ખોટો પાડવામાં તત્ત્પર રહે, આવા વખત સમ્યક્તવ જાય અને મિથ્યાત્વનો ઉદય થાય. આવા મિથ્યાત્વને આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. આવા મિથ્યાત્વથી બચવું હોય તો સૌ પ્રથમ શાસ્ત્રનો અર્થ બરાબર સમજવાની કાળજી રાખવી જોઈએ અને આ કાળજી રાખવાની સાથે બીજા શાસ્ત્રવેદીઓ કયો અર્થ કેમ કરે છે તેને સમજવા માટે મગજને ખુલ્લું રાખવું જોઈએ. શ્રી જિનપ્રણીત શાસ્ત્રનો શાતા હું છું અને અન્ય કોઈ નથી. એવી બીમારીથી આત્માઓએ સદાને માટે બચતા રહેવું જોઈએ. શાસ્ત્રનો જે અર્થ મેં કર્યો છે તે જ સાચો છે અને બીજાઓ એનો અર્થ કરે છે તે ખોટો છે એવું અહંકારથી કંઈપણ વિચારવું જોઈએ નહિ. સમ્યગ્દષ્ટિ આત્માઓને પણ શ્રી ભગવંત પ્રણીત શાસ્ત્રના વાતમાં ઊલટા અર્થની શ્રદ્ધા થઈ જાય એ શક્ય છે. સમ્યગ્દષ્ટિને શાસ્ત્રની કાંઈ પણ વાતનો ઊલટો અર્થ ક૨વાની ભાવના તો સ્વપ્ને પણ હોય નહીં પણ ઉપયોગશૂન્યતા આદિના યોગે ઊલટો અર્થ થઈ જવો અને સમજફરકના લીધે એ અર્થ સાચો છે એમ મનમાં બેસી જવું એ બનવાજોગ છે. એટલે એવું પણ કોઈવાર બને પણ એટલા માત્રથી જ સમ્યક્ત્વ જતું રહે અને મિથ્યાત્વનો ઉદય થઈ જાય એમ બનતું નથી. અજ્ઞાનતાના કારણે કોઈવાત ખ્યાલમાં આવી હોય તે રૂપમાં જ આ વાત છે એવું લાગે એ પણ શક્ય છે પરંતુ તેમા ચાસ નહિ ભળવો જોઈએ. મને આમ લાગ્યું એટલે આમ જ સાચું છે અને બાકીનું ખોટું. પોતાના છદ્મસ્થ પર્યાયનો ખ્યાલ સદાય મનમાં રહેવો જોઈએ. પોતાના અલ્પ જ્ઞાનના કારણે વાત સમજવામાં ભૂલ થઈ શકે એ ભૂલવું ન જોઈએ. “આ અર્થ મેં કરેલો છે માટે આ જ સાચો છે.’” ત્યાં સમ્યક્ત્વ ટકી શકે નહિ. માણસને જ્યારે પોતાની વાતનો ચડસ થઈ જાય છે ત્યારે તે કેટકેટલા અનર્થોને જન્માવે છે. પછી તેની જે હોંશિયારી, લાગવગ એ બધાંનો ઉપયોગ તે પોતે ડૂબવામાં અને બીજા વિશ્વાસુઓને ડુબાડવામાં કરે છે. સાચાને ખોટું માનવું અને પોતાના દુરાગ્રહના હિસાબે ભગવાનની વાણીને ખોટી હેવી તે સૌથી મોટું પાપ છે. તેના કરતાં તે વાણીની બાબતમાં અજ્ઞાનતા સારી. સમકિત ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ (૪) સાંશયિક મિથ્યાત્વઃ "भगवद्वचनप्रामाण्यसंशय प्रयुक्तः शास्त्रार्थसंशयः सांशयिकः" ધર્મપરીક્ષા શ્લોક ૮ તથા તેની ટીકા ચોથું મિથ્યાત્વ સાંશયિક નામનું છે. શ્રી જિનાગમાએ વર્ણવેલા તત્ત્વોના સ્વરૂપ સંબંધી સંશય અને તે સંશય પણ એવા પ્રકારનો કે જે સંશયના યોગે ભગવાન શ્રી જિનેશ્વરદેવોનાં વચનની પ્રામાણિકતા સંબંધી સંશય પેદા થઈ જાય તેને સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. સમ્યગદષ્ટિ આત્માઓને પણ કોઈ કોઈ વાર ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા સૂક્ષ્મ અર્થોના વિષયમાં શંકા પેદા થઈ જાય છે. તો તે અશક્ય નથી. અને એટલા માત્રથી જ સમ્યકત્વ ચાલ્યું જાય છે એમ પણ નથી. જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ન હોય એટલે તે સૂક્ષ્મ અર્થ સમજાય નહિ અને અમુક વાતો એવી હોય કે જે કેવળ શ્રદ્ધાથી જ માનવી પડે, આવા કારણોના હિસાબે સમ્યગ્દષ્ટિ જીવને પણ કદાચ શંકા પેદા થઈ જાય છે. તો તે નવાઈ પામવા જેવું નથી. આનું કારણ એ છે કે જ્યાં સુધી જીવ મિથ્યાત્વ મોહનીયની સાતેય પ્રકૃતિઓને સર્વથા ક્ષીણ કરી નાખતો નથી, ત્યાં સુધી જીવને ક્ષાયિક સમ્યગદર્શન પ્રગટતું નથી અને જે જીવોમાં સમ્યકત્વ હોય પણ તે ક્ષાયિક પ્રકારનું ન હોય તે જીવોને મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશોદય ચાલુ જ હોય છે. અને આ પ્રદેશોદયના હિસાબે સર્વવિરતિ ગુણસ્થાનકને પામેલા સાધુઓ હોય તો પણ તેમને કોઈવાર સૂક્ષ્માર્થના વિષયની શંકા પેદા થઈ જાય છે. પરંતુ તે આત્માઓ પોતાના તે સંશયનો ભગવાનના વચનના પ્રામાણિકપણા પ્રત્યેના જ્ઞાન અને શ્રદ્ધાન વડે સહજમાં ટાળી શકે છે. શ્રી જિનવચનની પ્રામાણિકતાની બાબતમાં સંશય પેદા થવો એ જ સાંશયિક મિથ્યાત્વ છે. પોતાની અક્કલ, હોંશિયારી અને સમજશક્તિની ખુમારીમાં ચઢી ગયેલો સમ્યદૃષ્ટિ તે આ મિથ્યાત્વનો સ્વામી બની જાય છે. દષ્ટિરોગનો એ સ્વભાવ છે કે સદ્અસો વિવેક કરવા દે નહિ, “મારું તે સાચું છે એ ભાવ હોય છે પણ સાચું તે મારું એ ભાવ હોતો નથી.” તત્ત્વની વાતમાં જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી “મધ્યસ્થભાવ” રાખવો જોઈએ. સાંશયિક મિથ્યાત્વ પણ અભવ્ય જીવોમાં સંભવ નથી. કારણકે ભગવાનના વચન ઉપર શંકા હોઈ શકે પણ તદ્દન ખોટું છે એવો નિર્ણય આ મિથ્યાત્વવાળાને હોતો નથી. જ્યારે અભવ્યને તો મોક્ષ વિશે શંકા પણ થાય નહિ. તેનો નિર્ણય તો પાકો જ હોય કે મોક્ષ છે જ નહિ. સમકિત Page #98 -------------------------------------------------------------------------- ________________ (૫) અનાભોગ મિથ્યાત્વઃ અનાભોગ એટલે વિચાર શૂન્યતા, મોહમૂઢતા અને અજ્ઞાનતા, બિલકુલ જાણપણું ન હોવું તે. આમ ભવ્ય જીવોને પાંચ પ્રકારનું અને અભવ્ય જીવોને માત્ર બે પ્રકારનું જ મિથ્યાત્વ હોઈ શકે છે. તે બે પ્રકારે આભિગ્રહિક અને અનાભૌગિક મિથ્યાત્વ. આભિગ્રહિક મિથ્યાત્વી કરતા અનાભિગ્રહિ મિથ્યાત્વી સારો. કેમ કે કોઈક વખતે તે ઠેકાણે પડી જાય. અનાભિગ્રહિકને જ્ઞાની સાધુનો યોગ ઝટ ફળે કેમ કે એને અસદ્ આગ્રહ હોતો નથી. પાંચ મુખ્ય પ્રકારના મિથ્યાત્વમાં સઘળા મિથ્યાત્વ જીવોનો સમાવેશ થઈ જાય છે. આમ છતાં પણ એ વાત લક્ષ્યમાં રાખવાની છે કે મિથ્યાત્વના આ પાંચેય પ્રકારો સઘળા મિથ્યાષ્ટિ જીવોમાં સંભવિત છે એમ માનવાનું નથી. જીવને આ પાંચ પ્રકારના મિથ્યાત્વોમાંથી માત્ર એક જ પ્રકારના મિથ્યાત્વનો ઉદય હોઈ શકે છે. પાંચેય પ્રકારના મિથ્યાત્વોનો ઉદય એકસાથે એક જ જીવમાં હોઈ શકતો નથી. પણ એ વસ્તુ સંભવિત છે કે એક પ્રકારનું મિથ્યાત્વ જાય અને અન્ય પ્રકારનું મિથ્યાત્વ ઉદયમાં વર્તે. પાંચ મિથ્યાત્વમાંથી ચાર મિથ્યાત્વની પરસ્પર હેરફેર થઈ શકે છે. તે અભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક અને અનાભોગ. પણ આભિનિવેશિક મિથ્યાત્વનો ઉદય તો સમ્યગ્ગદર્શનના વમન પછી જ આવી શકે છે. આભિનિવેશિક મિથ્યાત્વ માત્ર ભવ્ય જીવોને જ હોય છે. કારણકે સમ્યગદર્શનના વમન પછી આવી શકતું આ મિથ્યાત્વ, માટે પહેલા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોવી જરૂરી છે અને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ કેવળ ભવ્ય જીવને જ થઈ શકે છે. અભિગ્રહિક મિથ્યાત્વના છ વિકલ્પો શાસ્ત્રોમાં વર્ણવાયા છે. "णत्थि न निच्चो न कुणइ, कयं न वेएइ णत्थि निव्वाणं। णत्थि य मोक्खोवाओ, अभिग्गहिअस्स छ विअप्पा ||१|| સ્થિતિા. १. नास्तेयवात्मा २. न नित्य आत्मा ३. न कर्ता ४. कृतं न वेदयित ५. नास्ति निर्वाणम સમકિત ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ ६. नास्ति मोक्षोपाय इत्याभिग्राहिकस्य, चार्वाकादिदर्शन परपक्षनिराकरणप्रवृत्तदृव्यानुयोग सार सन्मत्यादि ग्रंथप्रसिद्धाः षड़विकल्पाः ते च सदाः नास्तिक्यमयानामभव्यानां व्यक्ताः एवेति कस्तेसामअभिग्रहीकत्वे संशय इतिभावः ।” ધર્મપરીક્ષા શ્લોક ૯ તથા તેની ટીકા અભિગ્રાહિક મિથ્યાત્વના છ વિકલ્પો શાસ્ત્રોમાં વર્ણવાયા, પહેલો વિકલ્પ એક તો આત્મા એવું માને જ નહિ; એટલે કે આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી, એમ માને ; બીજો વિકલ્પ એ કે આત્મા છે એમ માને તો પણ આત્માને નિત્ય માને નહિ; ત્રીજો વિકલ્પ એ કે આત્મા એ પોતાના કર્મનો કર્તા છે, એમ માને નહિ; ચોથો વિકલ્પ એ કે આત્મા પોતાના કરેલા કર્મને પોતે ભોગવે છે, એમ માને નહિ; પાંચમો વિકલ્પ એ છે કે આત્માનો મોક્ષ થઈ શકે છે એમ માને નહિ, અને છઠ્ઠો વિકલ્પ એ કે આત્માના મોક્ષનો ઉપાય છે, એમ માને નહિ, આવા વિકલ્પો અભવ્યોમાં પણ પેદા થઈ શકે છે. આ પાંચ મુખ્ય પ્રકારના મિથ્યાત્વ મળી કુલ મિથ્યાત્વ ૨૫ થાય છે. તે નીચે પ્રમાણે છે. (૧) અભિગ્રહિક મિથ્યાત્વ (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ (૩) આભિનિવેશિક મિથ્યાત્વ (૪) સાંશયિક મિથ્યાત્વ (૫) અનાભોગ મિથ્યાત્વ (૬) લૌકિક મિથ્યાત્વઃ આ દુનિયામાં જે દેવ, ગુરુ, ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે તેને માનવા અને તેમનાં પર્વ વગેરે ઉજવવા, નૈવેદ્ય આદિ કરવા તે. (૭) લોકોત્તર મિથ્યાત્વઃ બીજા પાખંડી મતની જેમ તીર્થંકર દેવની માનતા કરે, પોતાના મતના જ ગુરુ પણ જે આચારમાં ઢીલા છે તેનાં પર ગુરુપણાની બુદ્ધિ કરે. (૮) કુપ્રાવચન મિથ્યાત્વઃ ૩૬૩ પાખંડીના મતને માને. (૯) જીવને અજીવ માને તે મિથ્યાત્વ. (૧૦) અજીવને જીવ માને તે મિથ્યાત્વ. (૧૧) સાધુને અસાધુ માને તે મિથ્યાત્વ. (૧૨) અસાધુને સાધુ માને તે મિથ્યાત્વ. (૧૩) આઠ કર્મથી મુકાયા, તેને નથી મુકાયા એમ માને તે મિથ્યાત્વ. (૧૪) આઠ કર્મથી નથી મુકાયા તેને મુકાયા એમ માને તે મિથ્યાત્વ. ૮૪ સમકિત Page #100 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ધર્મને અધર્મ માને તે મિથ્યાત્વ. (૧૬) અધર્મને ધર્મ માને તે મિથ્યાત્વ. (૧૭) જિનમાર્ગને અન્યમાર્ગ માને તે મિથ્યાત્વ. (૧૮) અન્યમાર્ગને જિનમાર્ગ માને તે મિથ્યાત્વ. (૧૯) જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૦) જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૧) જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૨) અવિનય મિથ્યાત્વઃ ગુરુ આદિ વડીલ સંતપુરુષોનો વિનય ન કરે તે. (૨૩) અક્રિયા મિથ્યાત્વઃ સંયમ આદિ ક્રિયાને માને નહીં તે, ચારિત્રવાનને ક્રિયાજડ કહીને તિરસ્કાર કરવો તે.. (૨૪) અજ્ઞાન મિથ્યાત્વઃ અજ્ઞાનને શ્રેષ્ઠ માને છે. અજ્ઞાની એટલે વિશેષ જ્ઞાનથી રહિત પણ તે જ્ઞાનીની નિશ્રાએ ચાલનારો હોય અને એથી એને જો પોતાની માન્યતાઓ એવો આગ્રહ ન હોય કે જેથી એને જ્ઞાની તત્ત્વનું એવું સ્વરૂપ કહે તેને તે સ્વીકારી શકે તો એનામાં મિથ્યાત્વ નથી. “અજ્ઞાન સાથે આગ્રહ જોઈએ નહિ અને જ્ઞાનીની નિશ્રા જોઈએ.” અજાણપણાને ટાળવાનો પ્રયત્ન ચાલુ રાખે. જ્ઞાનને મેળવવાનો જ્ઞાની ગુરુની નિશ્રાએ પ્રયત્ન કર્યા કરે અને ભગવાને જે કાંઈ કહ્યું છે તે સાચું છે, આવું મનમાં વિચાર્યા કરે તો એને મિથ્યાદષ્ટિ કહેવાય નહિ. આવા આત્મામાં તત્ત્વોના સ્વરૂપની બાબતમાં સ્વતંત્ર નિશ્રયાત્મકપણું નથી. પણ સદ્ગુરુની નિશ્રાથી તો તેની સુધરવાની તૈયારી છે. એટલે આવા આત્માઓ મિથ્યાષ્ટિ નથી. (૨૫) આશાતના મિથ્યાત્વઃ સુદેવ, સુગુરુ, સુધર્મ અને નિગ્રંથ પ્રવચનની આશાતના કરવી તે. “અજ્ઞાન” અને “આગ્રહ” આ બે ઉપર જ મિથ્યાત્વ જીવે છે. આ પચીશ પ્રકારનાં મિથ્યાત્વમાંથી અસંજ્ઞી જીવોને એક જ અનાભોગ મિથ્યાત્વ લાગે છે, સંજ્ઞી જીવોને પચીશ મિથ્યાત્વ લાગી શકે છે. અસંજ્ઞીને એક જ અનાભોગ મિથ્યાત્વ લાગે કારણ કે અસંશીને અવ્યક્ત ચેતના હોવાના કારણે પૂર્વાપર સંબંધને જાણી શકતા નથી. પૂર્વાપર સંબંધનું જ્ઞાન થાય તેવા સંજ્ઞી જીવ જ સમકિત પામી શકે છે. આમ મિથ્યાત્વથી જો આત્માને આટલું બધું નુકશાન થતું હોય તો તેને ગુણસ્થાનક કેમ કહાં છે? સમકિત ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને ગુણસ્થાનક શા માટે કહેવાય છે? (૧) મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા જીવમાં સભ્ય જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણ તો છે જ નહીં, તેના પ્રત્યે વિપરીત શ્રદ્ધા છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોવાથી જિનપ્રણીત તત્ત્વને વિશે વિપરીત દષ્ટિ હોય છે. પરંતુ “આ પશુ છે,” “આ મનુષ્ય છે.” ઈત્યાદિ જ્ઞાન કે નિગોદના જીવને પણ ઠંડી-ગરમીનું સ્પર્શેન્દ્રિય જ્ઞાન થવાનું શક્ય છે, ક્ષયોપશમભાવરૂપ જીવનો અલ્પ જ્ઞાન ગુણ વિદ્યમાન હોય છે. સર્વ જીવને સર્વ પ્રદેશ અક્ષરના અનંતમા ભાગે જાણપણું સદાકાળ ઉઘાડું રહે છે. તેનો મૂળપાઠ આ છે. "सव्वजीवाणंपि य णं अक्खरस्स (पज्जवक्खरस्स) अणंतभागो णिच्चुग्घाडिओ, जइ पुण सोडवि आवरिज्जा, तेणं जीवो अजीवत्तं पाविज्जा ॥" - નંદી સૂત્ર; ગાથા ૪૨ (પાનું ૪૮૮, લેખકઃ પૂ. ઘાસીલાલજી મહારાજસાહેબ, શાસ્ત્રોદ્ધારક સમિતિ રાજકોટ, (ગુજરાત), વર્ષ ૧૯૫૮) અર્થ: દરેક જીવોને અક્ષરનો, જ્ઞાનના પર્યાયનો અનંતમો ભાગ સદા ઉદ્ઘાટિત (ઉઘાડો) રહે છે. જો તે પણ આવરણને પ્રાપ્ત થઈ જાય તો તેનાથી જીવો અજીવભાવને પ્રાપ્ત થઈ જાય. તે અલ્પ જ્ઞાનગુણના આધારે મિથ્યાત્વને ગુણસ્થાનકમાં સ્થાન આપ્યું છે. (૨) મિથ્યાત્વદશામાં એક પણ વાસ્તવિક ગુણ પ્રગટેલો ન હોવા છતાં જીવની અશુદ્ધ માન્યતાવાળી સૌથી નીચલી કક્ષા બતાવવાની અપેક્ષાથી પહેલું ગુણસ્થાનક બતાવ્યું છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને ભવાભિનંદી (સંસારમાં રાચનારા) સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને આ અપેક્ષાએ પહેલું ગુણસ્થાનક હોય છે. (૩) જેનામાં સંસારથી છૂટવાની ને મોક્ષને પામવાની અભિલાષા જ ન હોય તેનામાં તો સમ્યકત્વ હોઈ શકે જ નહિ. પરંતુ જેનામાં સંસારથી છૂટવાની અને મોક્ષને પામવાની અભિલાષા પ્રગટી છે એવા જીવોમાંય સમ્યકત્વ ન હોય તો એ શક્ય છે. મોક્ષની રુચિવાળા જીવો સમ્યત્વને પામવાના જ એ નિશ્ચિત છે. પણ સમ્યકત્વ એ મોક્ષની રુચિ માત્રથી પેદા થનારી વસ્તુ નથી. મિથ્યાત્વની હાજરીમાં પણ મોક્ષની રુચિ પ્રગટી શકે છે. માટે આને ગુણસ્થાનક કીધું છે. (૪) જે જીવોમાં માન્યતાની અશુદ્ધિ (મિથ્યાત્વ) અતિ અલ્પ હોવાથી દયા, દાન, પરોપકાર, ભવોગ, મોક્ષાભિલાષ આદિ પ્રાથમિક કક્ષાના ગુણો રહેલા છે, ચરમાવર્તને પામેલા અને મિથ્યાત્વની મંદતાના યોગે મોક્ષની અભિલાષાવાળા બનેલા તથા મોક્ષનું સાધન ધર્મ છે, તેવું સમકિત ૮૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ માનનારા મિથ્યાદષ્ટિ આત્માઓ સુદેવ સુગુરુ અને સુધર્મને દેવ ગુરુ અને ધર્મ તરીકે માનનારા ન હોય એમ કહી શકાય નહીં. તેઓ સુદેવ, સુગુરુ અને સુધર્મને માનનારા હોવા છતાં પણ સુદઢપણે માનનારા હોતા નથી કે સુદેવ એ જ વાસ્તવિક રીતે દેવ છે અને બીજા બધા દેવો એ કુદેવો છે, સુગુરુ એ જ વાસ્તવિક રીતે ગુરુ છે અને બીજા બધા ગુરુઓ કુગુરુઓ છે, તેમજ સુધર્મ એ જ વાસ્તવિક રીતે ધર્મ છે અને બીજા બધા ધર્મો એ કુધર્મો છે. એ આત્માઓ તો સુદેવની જેમ કુદેવને પણ, સુગુરુની જેમ કુગુરુને પણ અને સુધર્મની જેમ કુધર્મને પણ દેવ, ગુરુ અને ધર્મ તરીકે માનનારા હોઈ શકે. તેવા જીવોની અપેક્ષાએ મિથ્યાત્વદશાને ગુણસ્થાનક કહેવામાં આવે છે. (૫) અપુનબંધક (હવે ક્યારે પણ મોહનીય કર્મનો અંત ક્રોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિબંધ કરવાનો નથી તે) વગેરે જીવોને આની અપેક્ષાએ પ્રથમ ગુણસ્થાનક હોય છે. (૬) જીવનો વિકાસ જ્યાંથી શરૂ થાય છે તે શરૂઆત દર્શાવવા મિથ્યાત્વની ભૂમિકાને ગુણસ્થાનક કહાં છે ગુણ બે પ્રકારના છે. ૧) અતિરૂપે ૨) નાસ્તિરૂપે. મિથ્યાત્વ એ નાસિરૂપ ગુણ છે. જીવ અનાદિકાળથી પરિભ્રમણ કરે છે ત્યારે મિથ્યાત્વ નામના વિભાવરૂપ ગુણોમાં જ પરિણમે છે. જીવમાં જીવપણું તેનામાં ગુણ હોવાથી જ ટકે છે, કારણ કે દ્રવ્યને આશ્રયે ગુણ હોય જ છે. માટે મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. (૭) ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ સુધીના કર્મ બાંધનાર જીવ અંતો ક્રોડાકોડી સાગરોપમ કર્મબંધ સુધી આવે પછી જ સમકિત પામી શકે છે. જીવનો આ વિકાસ મિથ્યાત્વ અવસ્થામાં જ થાય છે તેથી મિથ્યાત્વને ગુણસ્થાનક કહ્યાં છે. મિથ્યાત્વ ગુણસ્થાનકઃ લક્ષણઃ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી કુદેવમાં દેવ, કુગુરુમાં ગુરુ, કુધર્મમાં ધર્મ, શ્રદ્ધારૂપ જીવનાં પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાનક કહે છે. (ગુણસ્થાનક વિવરણ ચોપાઈ-ગાથા-૬) દેવ, ગુરુ અને ધર્મના સત્ય સ્વરૂપથી અજાણ એવા જીવની અહીં પ્રારંભિક અજ્ઞાન અવસ્થા હોય છે. વીતરાગ-સર્વજ્ઞપ્રણીત વાણીથી ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના કરે તેને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. સમકિત 9 Page #103 -------------------------------------------------------------------------- ________________ ઓછી પ્રરૂપણા- જીવ શરીર વ્યાપી હોવા છતાં તંદુલ (ચોખા) માત્ર જેવડો નાનો માનવો. અધિક પ્રરૂપણા- એક જીવને સર્વ લોક વ્યાપી માનવો. વિપરીત પ્રરૂપણા-પાંચ ભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ)ના સંયોગથી આત્માની ઉત્પત્તિ અને તેના નાશથી જીવનો નાશ થાય તેમ માનવું. આ રીતે નવ પદાર્થમાં ઓછું-અધિક-વિપરીતપણું સમજે. જૈનદર્શનમાં જીવ અકૃત્રિમ, અખંડ, અવિનાશી, નિત્ય છે, શરીર માત્ર વ્યાપક છે. પ્રકૃતિઃ મિથ્યાત્વ ગુણસ્થાનકે મોહનીય કર્મની કુલ ૨૮ પ્રકૃતિનો ઉદય હોય છે. મિથ્યાત્વનું ફળઃ તે જીવ ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ જીવાયોનિમાં વારંવાર પરિભ્રમણ કરે તો પણ સંસારનો પાર પામે નહીં. ८८ સમકિત Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨.૩ઃ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પત્તિ હવે એ પણ જાણવું જરૂરી છે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પતિ કેવી રીતે, કયાં કારણોથી અને કયા પ્રકારે થાય છે. આ અનાદિકાલીન સંસારમાં પરિભ્રમણ કરતા જીવને અનંત અનંતકાળ સુધી સમ્યગ્દર્શન, બોધિ અથવા શ્રદ્ધાની ઉપલબ્ધિ કે પ્રાપ્તિ અત્યંત દુર્લભ બતાવી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દુર્લભ કેમ છે? આ સબંધમાં જૈનશાસ્ત્રો અને ગ્રંથોમા એક અવાજે કહેલું છે કે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિનો ક્રમ ઘણો જ કઠિન છે. સૌથી પહેલા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે ‘સંજ્ઞી પંચેન્દ્રિય’ હોવું જરૂરી છે. ‘સંજ્ઞી પંચેન્દ્રિય’ એટલે મનસહિતનુ પંચેન્દ્રિયપણુ જરૂરી છે. અસંશી એટલે મન વગરના જીવ, તેવા જીવો સમ્યગ્દર્શન પામી શકતા નથી. આપણો જીવ આ સંસારમાં લાંબા કાળ સુધી નિગોદમાં રહ્યો છે. ત્યાંથી નિકળીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાયમાં જાય છે. આ બધી સ્થાવરકાય કહેવાય છે. સ્થાવરપર્યાયમાંથી નિકળીને ત્રસ પર્યાય મેળવવો એટલી દુર્લભ છે, કે જાણે ચિંતામણીરત્ન ને મેળવવા જેવું છે. ત્યાંથી કદાચિત નીકળે તો પણ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉઇન્દ્રિય, રૂપને પ્રાપ્ત કરે છે. ત્યાંથી નીકળી ને પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરવું મહાદુષ્કર, મહાદુર્લભ છે. પુણ્યના યોગથી કદાચ પંચેન્દ્રિય પણું મળી જાય તો પણ તે અસંજ્ઞી પંચેન્દ્રિય બને છે, તેને દ્રવ્યમન ન હોવાથી સ્વપર હિતાહિત યા કર્તવ્ય, અકર્તવ્યને જાણી શકતો નથી. માનો કે પુણ્ય પ્રબળ થઈ જાય અને સંજ્ઞી પંચેન્દ્રિય બને તો પણ તિર્યંચ યોનિ મળવાથી બિલાડી, સાપ, સિંહ, બને છે. ત્યાં પણ કોઈ સાધ્ય સિદ્ધ થવાનું નથી. સાધારણ રીતે ક્રૂર તિર્યંચને સમ્યક્ત્વ થવું અતી દુર્લભ છે. કેમ કે તેમને પાપનાં પરિણામ નિરંતર રહ્યા કરે છે. તે ક્રૂર તિર્યંચ તીવ્ર અશુભ લેશ્યાના કારણે મરીને નરકગતિના મોટા ખાડામાં પડે છે. જયાં શારીરિક, માનસિક ઘણું દુઃખ છે. ત્યાં કેવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય? નરકથી નિકળીને તિર્યંચ યોનિને પ્રાપ્ત થાય તો પણ પૂર્વવત્ અનેક પ્રકારનાં દુઃખો સહન કરવા પડે છે. કર્મોનું આવરણ એટલું ગાઢ હોય છે ને કે સમ્યગ્દર્શન તો શું? મામૂલી વિવેકશકિત પણ પ્રાપ્ત થવી મુશ્કેલ છે. આ રીતે કર્મોના સંગમાં અતિમૂઢ, દુખિત અને અત્યંત વેદનાયુકત બનેલો પ્રાણી મનુષ્ય સિવાયની યોનિઓમાં વારંવાર જન્મ લઇ ફરી ફરી ત્રાસ પામે છે. કાળના પરિપાકથી કયારેક મનુષ્યગતિ-નિરોધક કર્મોનો ક્ષય થવાથી જીવ ક્રમશઃ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેના ફળસ્વરૂપ તે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે. અનુમાન કરો કે મનુષ્યગતિ પ્રાપ્ત કરવી કેટલી મુશ્કેલ છે. ૧ કાર્તિકયાનું પ્રેક્ષા. ગાથા-૨૮૪ થી ૨૮૭ સમકિત ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય શરીર મળી જવાથી શું થયું? તેના પછી સમ્યકત્વ પ્રાપ્ત કરવું તો હજુ ઘણું દૂર છે. ઘણા લોકો મનુષ્ય શરીર મેળવીને પણ મિથ્યાદદષ્ટિજ બની રહીને પાપ કર્મ કરતા રહે છે. મનુષ્યજન્મ તો મેળવ્યો પરંતુ આર્યદેશ મેળવવો પણ મુશ્કેલ છે, ત્યારબાદ ઊંચા કૂળમાં આવી જાય તો પણ રાત-દિવસ કમાવવું, ખાવું, મોટી માયાના ચકકરમાં ફસાઇ રહેવું, ધન ભેગું કરવું આ બધા કામોમાંથી નીકળીને સાધુસંગતિ, ધર્મશ્રવણ, ધર્મને અભિમુખ થવું તે તો ઘણું પ્રબળ ભાગ્ય હોય તો જ બને છે. મનુષ્ય શરીર અને ધન મળી ગયા પછી પણ ઘણા લોકો રાત-દિવસ બીમાર રહે છે. રોગી અને પરાધીન રહેવાવાળા મનુષ્ય પણ ઉત્તમ સ્વભાવ, મનુષ્યત્વ અને નૈતિકતાને કેવી રીતે પ્રાપ્ત કરી શકશે? કદાચ પુણ્યયોગથી પ્રાપ્ત કરી લે તો પણ નૈતિકતાનું શરીરથી આચરણ કરવું અતિ દુર્લભ છે. ઘણા લોકો આજે ધર્મશ્રવણ અને સાધુસત્સંગ મેળવી ને પણ અંધવિશ્વાસ અને વિપરીત માર્ગ ઉપર ચાલે છે તે પોતાની વિવેકબુદ્ધિ ઉપર તાળું લગાવીને તત્ત્વશ્રદ્ધાનથી વંચિત રહે છે. માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. "आहच्चसवणं लद्धं सद्धा परमदुल्लहाप सोच्चा नेयाउयं मग्गं, बहवे परिभस्सइं ल" . - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૩.૯ (પાનું ૭૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) કદાચ ધર્મનું શ્રવણ થઈ પણ જાય તો પણ દેવ-ગુરુ, ધર્મ તથા જીવ આદિ તત્ત્વો ઉપર શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. ઘણા લોકો ન્યાયસંગત મોક્ષમાર્ગને સાભંળીને પણ મોહકર્મવશ તેનાથી ભ્રષ્ટ એટલે કે વિચલિત થઈ જાય છે. આટલું પસાર કર્યા પછી પણ મિથ્યાત્વમાં રહેલા મનુષ્યને મૃત્યુ પછી બીજા જન્મોમાં સમ્યગ્ગદર્શન મળવું નીચેની ગાથામાં દુર્લભ બતાવ્યું છે. "मिच्छा दंसणरत्ता सनियाणा उ हिंसगाप इअ जे मरंति जीवा तेसिं पुण दुल्लहा बोहिल" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૩૬.૨પ૬ (પાનું ૪૪૪, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯). ૯૦ સમકિત Page #106 -------------------------------------------------------------------------- ________________ જે અંતિમ સમયે મિથ્યાત્વી છે, નિદાનથી યુકત છે, હિંસક છે. તેમને મૃત્યુ પછી બીજા જન્મમાં બોધિ- સમ્યગદર્શન મળવું ઘણું જ દુર્લભ છે. આ સિવાય જે વ્યક્તિ સમ્યગદર્શન મેળવીને પાછું ગુમાવી દે છે તેને પણ ફરી સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે. મનુષ્ય જન્મ મેળવીને પણ જે સંયમમાં નથી રહેતો તે સમાધિયોગથી ભ્રષ્ટ થઈ જાય છે. તેવા જીવો કામ -ભોગમાં સમ્યગ્દર્શન વગર આસકત થઈને લાંબાકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમને પણ સમ્યગદર્શન મળવું અતિ દુર્લભ છે. વળી જે જીવ મુત્યુના સમયે કૃષ્ણલેશ્યાથી યુકત હોય છે. તેને પણ બીજા ભવમાં સમ્બોધિ સમ્યગદર્શન દુર્લભ છે (ઉ. સૂત્ર અ. ૩૬/૨૫૯) અર્થ એ કે એકવાર અવસર ચૂકી જવાય પછી ફરી તેને સમ્બોધિ પ્રાપ્ત થવી સુલભ નથી માટે ભગવાન ઋષભદેવ પોતાના ૯૮ પુત્રને કહે છે કે, "संबुज्झह किं न बुज्झह, संबोहि खलु पेच्च दुल्लहाप नो हूवणमंति राइओ, नो सुलभं पुणरावि जीवियंल" - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૨.૧.૧ (પાનું ૧૧૧, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશકઃ આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૨) હે ભવ્ય જીવો! તમે બોધ પ્રાપ્ત કરો, કેમ કરતા નથી? જે રાત્રિઓ પસાર થઈ જાય છે. તે પાછી આવતી નથી અને વળી સંયમી જીવન ફરી મળવું સુલભ નથી. તેનું કારણ શું? સમ્બોધિ ન મળવાનું કારણ અથવા સમ્બોધિ મળવી દુર્લભ છે. તેના કોઈ ને કોઈ કારણ અવશ્ય હોવાં જોઇએ, શાસ્ત્રમાં એવાં વાકય પણ મળે છે “વોદિરોફ સુલુ તેરસ - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૮.૧૫ (પાનું ૧૪૮, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) સમકિત ૯૧. Page #107 -------------------------------------------------------------------------- ________________ બોધિ કે (સમ્યગ્દષ્ટિ) દુર્લભ છે. સ્થાનાંગસૂત્રમાં બોધિ દુર્લભતાના પાંચ કારણો બતાવ્યા છે. પાંચ કારણોથી જીવ દુર્લભબોધિ યોગ્ય મોહનીય કર્મ બાંધે છે. તે પાંચ કારણો આ પ્રકારે છે. ૧. અરિહંત ભગવાનના અવર્ણવાદ બોલવાથી અરિહંત ભગવાન દ્વારા કરેલ શ્રુત-ચારિત્રરૂપ ધર્મના અવર્ણવાદ બોલવાથી આચાર્ય, ઉપાધ્યાયના અવર્ણવાદ બોલવાથી ચતુર્વિધ શ્રી સંધના અવર્ણવાદ બોલવાથી ભવાંતરમાં ઉત્કૃષ્ટ તપ અને બહ્મચર્યનું અનુષ્ઠાન જેણે કરેલું છે તેવા દેવોના અવર્ણવાદ બોલવાથી જીવ સમ્બોધિ પામી શકતો નથી. ૪. ૫. સમ્બોધિ મળવાનું કારણ સમ્યગ્રદર્શનની સુલભતા માટે પણ પાંચ કારણ સ્થાનાંગસૂત્રમાં બતાવ્યા છે. ૧. અરિહંત ભગવાનના ગુણગાન કરવાથી ૨. અરિહંત ભગવાન દ્વારા પ્રરૂપિત શ્રુત- ચારિત્ર ધર્મના ગુણગાન કરવાથી ૩. આચાર્ય-ઉપાધ્યાયના ગુણગાન કરવાથી ૪. ચતુર્વિધ શ્રી સંઘની પ્રશંસા, ગુણાનુવાદ કરવાથી ૫. ભવાંતરમાં ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્યનું અનુષ્ઠાન જેણે કરેલું છે તેવા દેવોની પ્રશંસા ગુણાનુવાદ કરવાથી જીવ સુલભબોધિ બને છે. ૯૨ સમકિત Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨.૪ઃ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ કેટલી સુલભ કેટલી દુર્લભ? પ્રશ્ન એ થાય છે કે સમ્યગદર્શનની ઉપલબ્ધિ દુર્લભ છે કે સુલભ? તેના ટૂંકમાં જવાબ આ છે. જેનું અજ્ઞાનનું આવરણ, મિથ્યાત્વનું બંધન અને મોહનો પડદો હટી ગયો છે, કે પછી જીર્ણ-શીર્ણ થઈ ગયો છે, અથવા શિથિલ થઈ ગયો છે. તેને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થવામાં સમય લાગતો નથી તેના માટે સમ્યગ્રદર્શન સુલભ છે. પરંતુ જેના મનથી અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વનો અંધકાર દૂર નથી થયો પરંતુ મન અહંકાર મોટા વિકારોથી મલિન છે. તીવ્ર કષાયથી આચ્છાદિત છે તેના માટે સમ્યગદર્શન દુર્લભ છે. કેટલીક વ્યક્તિઓને ઉપદેશ સાંભળવામાં અને મહાપુરુષોની સાથે રહેવામાં વર્ષો વીતી જાય છે. જન્મો વીતી જાય છે. તો પણ સમ્યગદર્શન યા સમ્યજ્ઞાન તેમને પ્રગટ થતું નથી, તેમની દશા તેવી ને તેવી જ રહે છે. કેટલાક એવા છે કે ભગવાન મહાવીરસ્વામી પાસે રહા છતાં પણ હૃદયનો મેલ ધોયો નહીં અને અજ્ઞાનમિથ્યાત્વનાં બંધન ઢીલાં પાડ્યાં નહિ. દા.ત. ગોશાલકજી છ વર્ષ ભગવાન મહાવીર પાસે રહ્યા અને સાથે ફર્યા પરંતુ ગોશાલકજીના જીવનમાં અંધકારનો જ પ્રભાવ હતો જેથી તેમના માટે સમ્યગદર્શન દુર્લભ રહ્યાં. ઉપરની વાતો ઉપર ધ્યાન રાખીએ તો એ સમજી શકાય છે કે સમ્યગદર્શનની કેટલી દુર્લભતા છે. આને ફરીથી ટૂંકમાં સમજી લઈએ. ભવ્ય જીવોનો સંસારકાળ એક પુલ પરાવર્તનકાળથી અધિક બાકી નથી. એટલે કે જે ભવ્ય જીવો ચરમાવર્તનકાળને પામેલા છે અને તેમાં પણ અપુનબંધક અવસ્થામાં આવેલા છે તે જીવો જ ધર્મોપદેશને યોગ્ય છે. ચરમાવર્તનકાળને પામેલા જીવો મિથ્યાદષ્ટિ હોય કે સમ્યગદષ્ટિ હોય પણ તેઓ છેલ્લે એક પુલ પરાવર્તકાળમાં નિયમી શ્રી સિદ્ધિપદને પામવાના જ છે, તો પછી એ જીવોને યથાવિધિ ધર્મોપદેશની શા માટે જરૂર છે? આ પ્રશ્નનો ખુલાસો કરતા આચાર્યદેવ શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજે “જયાનંદ કેવળી ચરિત્રમાં” ફરમાવ્યું છે કે-શ્રી સિદ્ધિપદને પમાડનારી જે સામગ્રી છે તે સામગ્રીને પામ્યા વિના ભવ્ય એવા પણ જીવો શ્રી સિદ્ધિપદને પામી શકતા નથી. જે ભવ્યજીવો શ્રી સિદ્ધપદને પામે છે તેઓ સિદ્ધિપદને પમાડનારી સઘળી સામગ્રીને પ્રાપ્ત કરીને જ પામે છે. મનુષ્યપણું, આદિશ, શ્રુતિ અને શ્રદ્ધા આદિ સામગ્રી તે અતિ દુર્લભ છે. તેમાં મનુષ્યપણું અને આવેદશ પ્રાપ્ત થાય તેમાં પણ સદ્ગુરુઓનો યોગ પ્રાપ્ત થયો અને તે પ્રાપ્ત થવા છતાં પણ સમકિત ૯૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મ શ્રવણ થવું તે તો જીવ માટે ખૂબ જ દુર્લભ છે. અને ધર્મશ્રવણ થયા પછી તેના ઉપર ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ થવી એ તો એથી પણ અતિશય દુલર્ભ છે. કારણ કે મનુષ્યપણાથી માંડીને ધર્મશ્રવણ સુધીની સામગ્રી તો અભવ્ય જીવોને પણ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ધર્મશ્રદ્ધાની પ્રાપ્તિ તો માત્ર ભવ્યાત્માઓને જ થઈ શકે છે અને તે પણ એવા ભવ્ય આત્માઓ છે જેનો સંસારકાળ એક પુદ્ગલ પરાવર્તન જેટલા કાળથી અધિક ન જ હોય. આ જ છે સાચી શ્રદ્ધાની દુર્લભતા. આપણે ઉપર જોયું કે સમ્યગ્દર્શન કેટલું દુર્લભ છે. હવે આપણે એ સમજીએ કે સમ્યગ્દર્શનની ઉપલિબ્ધ એટલે શું અને તે કેવી રીતે થઈ શકે? સમ્યગ્દર્શનની ઉપલિબ્ધ કે પ્રાપ્તિનો અર્થ એમ નથી કે પહેલા આત્મામાં ‘દર્શન’ હતું જ નહીં, અને હવે નવું ઉત્પન્ન થાય છે. ‘દર્શન’ ગુણ તે આત્મામાં સદાય હોય જ છે, તે આત્માનાં રત્નત્રય ગુણમાંનો એક ગુણ છે. કોઈ નવો પદાર્થ આત્મામાં જન્મતો નથી. પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અર્થ એ જ થાય છે કે આત્માનો ‘દર્શન’ ગુણ જેના બે પર્યાયો છે. જે મિથ્યા પર્યાય (ખોટી શ્રદ્ધાવાળો) તેનાથી બદલાઈને જ્યારે સમ્યગ પર્યાયમાં (સાચો શ્રદ્ધાવાન) આવે છે ત્યારે વ્યવહારિક રીતે એમ કહેવાય છે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું કે ઉપલબ્ધ થયું. સમ્યગ્દર્શન મૂળમાં કોઈ નવી ચીજ પ્રાપ્ત કરવાવાળી વસ્તુ નથી. પરંતુ જે સદા વિદ્યમાન છે તેના જ શુદ્ધ સ્વરૂપને જાણવું, ઓળખવું અને જોવું. આમ જ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ કે પ્રાપ્તિનો અર્થ થાય છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ “શ્રી શાસ્ત્રવાર્તા સમુચ્ચય’’ નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે સમ્યગ્દર્શન જેમ ‘દર્શન’ કહેવાય છે તેમ ‘મુક્તિબીજ’ પણ કહેવાય છે. ‘સમ્યક્ત્વ’ પણ કહેવાય છે, ‘તત્ત્વસાધન’ પણ કહેવાય છે અને ‘સુખારંભ’ પણ કહેવાય છે. પ્રશ્ન એ થાય કે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ સ્વતઃ થાય છે કે પરતઃ? એટલે વ્યક્તિ સ્વયં પોતોના પુરૂષાર્થથી સમ્યગ્દર્શન મેળવે છે કે કોઈ મહાપુરુષ, ગુરુ યા શાસ્ત્ર કે વ્યક્તિ સમ્યગ્દર્શન કરાવી આપે છે. આ પ્રશ્નનું સમાધાન એ રીતે સમજવું જોઈએ કે વાસ્તવમાં કોઈ મહાપુરુષ, ગુરુ યા શાસ્ત્ર કોઈપણ સાધકમાં નવી વાત ઉત્પન્ન નથી કરી શકતા. પરંતુ જે કંઈ છે તેની તે પ્રતીતિ કરાવી આપે છે. જે શક્તિ અંદર છે, પણ સ્મૃતિમાં નથી તેનું સ્મરણ અથવા ભાન કરાવી દેવું તે તીર્થંકરભગવાન, ગુરુ અને શાસ્ત્રનું કામ છે. ૯૪ સમકિત Page #110 -------------------------------------------------------------------------- ________________ માની લો કે એક વ્યકિત બહારથી ઘરે પાછો ફરે છે, ઘરમાં અંધારું છે. ઘરમાં કંઈપણ નજ૨ આવતું નથી. ઘરમાં વસ્તુઓ તો ઘણી પડી છે. પરંતુ અંધારાના કારણે ખબર પડતી નથી. બધી વસ્તુઓ અંધારામાં ડૂબી ગઈ છે. પણ તે વ્યકિત લાઈટ કરે છે. આખા ઘરમાં પ્રકાશ થઈ જાય છે. અંધારું તે ઘરમાંથી બિલકુલ ગાયબ થઈ જાય છે. ખાલી અંધારું ગાયબ થયું તેવું નથી પરંતુ ઘરમાં જે વસ્તુઓ હતી તે દેખાવા લાગી. શું લાઈટે કોઈ નવી વસ્તુ ઉત્પન્ન કરી? ના, એવું તો નથી કર્યું પરંતુ જે કાંઈ પહેલાથી જ ઘરમાં પડયું હતું તેની પ્રતીતિ કરાવી આપી. આવી જ રીતે તીર્થંકરભગવાન, ગુરુ અને શાસ્ત્ર પણ જીવનમાં કોઈ નવું તત્ત્વ પેદા નથી કરી દેતા પણ જે મોહ અને અજ્ઞાનનું અંધારું છે. તેને દૂર કરવામાં સહાય કરે છે. સાધક પાસે જે છે જેમ કે અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને સુખનો ખજાનો છે, તે અનંત શકિતનું જ્ઞાન કરાવી આપે છે. તે શક્તિઓને જગાડવામાં નિમિત્ત બની શકે છે. એક ગરીબ ભિખારી છે. જેની ઝૂંપડીની નીચે જમીનમાં અસંખ્ય રત્નરાશિ દટાયેલી પડી છે. કોઈ જયોતિષીએ તેને આ રત્નરાશી ખજાનાનું જ્ઞાન કરાવ્યું. તેને જ્ઞાન થયું. શું તે હવે ગરીબ કે ભિખારી રહી શકશે? ના, કદાપિ નહિ. હવે તો તેની દરિદ્રતા ધનવાનપણામાં બદલાઈ ગઈ. તે ભિખારી ન રહેતા દાતા બની ગયો. આ જ વાત સાધકના સબંધમાં કરી શકાય છે. આત્મામાં અનંત-અનંત ગુણો ભરેલા છે. તેનુ જ્ઞાન ન હોવાથી આપણો આત્મા ઇન્દ્રિય સુખનો ભિખારી બની ગયો છે. સંસારમાં સુખ મેળવવાના બદલે દુઃખોના દલદલમાં વધારે ફસાતો જાય છે. આત્મામાં જ્ઞાન, દર્શન, સુખનો અક્ષય ભંડાર ભરેલો છે. તેનું જ્ઞાન ન હોવાથી આત્મા આજ નહિ અનંતકાળથી પોતાને દીન, હિન અને અનાથ સમજે છે. જે દિવસે તેને તે અનંત અક્ષય ભંડારની પ્રતીતિ થઈ જાય છે. તે દિવસે તેને પોતાના સ્વરૂપનો સમ્યક્બોધ થઈ જાય છે. મોહ, અજ્ઞાન અને મિથ્યાત્વનું અંધારું ભાગી જાય છે, સમ્યગ્દર્શનનો સૂર્ય ઊગે છે. આ જ સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ, પ્રાપ્તિ અથવા આર્વિભાવ છે. શાશ્વત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં જ આત્મા સ્પષ્ટ જાણતો થઈ જાય છે કે હું કેવળ આત્મા છું બીજુ કાંઇ નથી. મારામાં અપાર શક્તિ અને બળ છે, હું ચેતન છું, જડ નથી, છું, નિત્ય છું,ક્ષણભંગુર કે નાશવંત નથી, મારો કયારેય જન્મ થતો નથી કે મૃત્યુ થતું નથી, જન્મ-મરણ શરીરનાં છે. હું વસ્તુતઃ અજર, અમર, અવિનાશી, અનંત શકિતમાન આત્મા છું. આ પ્રકારનો બોધ જે અજ્ઞાત હતો તેની પ્રતીતિ થઈ. આ જ સાચા અર્થમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે. આત્મા અનાદિકાળથી એક જેવો રહ્યો છે. તે આત્માથી અનાત્મા અથવા અનાત્માથી આત્મા સમકિત ૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ કયારેય થયો નથી. તેના સ્વરૂપમાં પણ કંઇ ઓછું થયું નથી કે નથી તેનો કોઈ અંશ બન્યો કે બગડયો. તો પણ આજ સંસારી આત્મા દુઃખી દુઃખી છે.તેનું કારણ શું? આત્માને અનંતશક્તિ અને અજર, અમર માન્યા પછી કોઈ અભાવ ન રહેવો જોઈએ તો પણ આ આત્મા સાંસારિક, વિષય સુખોનો ભિખારી થઈને વસ્તુઓના અભાવમાં દુઃખી થઈને સદા કેમ ભટકે છે? તેનાં બે કારણ છે. (૧) પહેલું કારણ એ કે તેને આત્માની સત્તા, નિત્યતા, અજર, અમરતાનું જ્ઞાન નથી. (૨) બીજું કારણ એ છે કે તેને આત્માની અનંત શક્તિનું જ્ઞાન હોય તો પણ તેના ઉપર વિશ્વાસ અને નિશ્ચય નથી. આત્માની સત્તા કે અજરામરતાનું જ્ઞાન હોવું અને તેની અનંત શક્તિનું જ્ઞાન હોય તો પણ તેના ઉપર વિશ્વાસ હોવો તે બે વસ્તુમાં ફરક છે. આત્માની અમર સત્તાની પ્રતીતિ કે બોધ થઈ જાય પણ તેના ઉપર વિશ્વાસ ન બેસે તો તે શક્તિ હોવા છતાં પણ તે કંઇ જ કરી શકતો નથી. આત્માની અનંત શક્તિનો બોધ અને તેનો નિશ્ચયથી વિશ્વાસ કરવો તે જ હકીકતમાં સમ્યગદર્શનની દિવ્ય ઉપલબ્ધિ સમજવી જોઈએ. તીર્થકર, ગુરુ અને શાસ્ત્ર, વિસ્મૃત આત્માને તેની અનંતશક્તિનું ભાન, સ્મરણ, નિશ્ચય અને બોધ કરાવી આપે છે. જેવી રીતે પ્રકાશ રહિત દીપકને એકવાર પ્રકાશનો સ્પર્શ કરાવવા માત્રથી જ તે સ્વયં પ્રકાશિત થઈ જાય છે. તેવી રીતે દેવ, ગુરુ, શાસ્ત્ર પણ ઇન્દ્રિય વિષય ભોગોમાં આસક્ત આત્માને તેના આંતરિક દિવ્ય સ્વભાવથી તેની જ સ્વશક્તિઓનો સ્પર્શ કરાવવાનો પ્રયત્ન કરે છે, ભક્તિની ભાષામાં તેને જ પ્રભુની કૃપા, ગુરુનો અનુગ્રહ અને શાસ્ત્ર નિમિત્ત બન્યા સમ્યગ્રદર્શનની પ્રાપ્તિમાં તેવું કહી શકાય છે. કોઈ વ્યક્તિને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થઈ ગયું છે તેની અનુભૂતિ અને નિશ્ચય કેવી રીતે ખબર પડે છે? આ વિચારણીય પ્રશ્ન છે કેમ કે સમ્યગદર્શન સ્વયં પોતે પોતાને જાણી શકતું નથી અને જોઈ શકતું નથી. સમ્યગદર્શનની અનુભૂતિ થવી જોઈએ. પરંતુ આ અનુભૂતિનું કામ છે જ્ઞાનનું, સમ્યગદર્શન ખુદ પોતાને જોઈ શકતું નથી. જ્ઞાનના માધ્યમથી જ ખબર પડી શકે કે સમ્યગદર્શન છે કે નહિ. સમકિત Page #112 -------------------------------------------------------------------------- ________________ આ જ્ઞાન જ્યારે નિર્મળ થાય અને પછી અંતર્શનરૂપી નેત્રો જ્યારે ખૂલી જાય ત્યારે બધું જ દેખાઇ અને સમજાઇ જાય છે. જ્યારે અંતરમાં યથાર્થ તત્ત્વો પ્રતિ તીવ્ર રુચિ જાગૃત થઈ જાય અને સ્વયંની શુદ્ધ સત્તા અને શક્તિ ઉપર અતૂટ આસ્થા જામી જાય, આવા પ્રકારની આંતરિક લાગણી થવા માંડે ત્યારે તે વ્યક્તિ સમજી શકે કે તેને સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થઈ છે. જડ અને ચેતનનું ભેદવિજ્ઞાન જ સમ્યગ્દર્શનનો મૂળ આધાર છે. આ જ્ઞાન જ આત્માના પોતાના સ્વરૂપની અનુભૂતિ કરાવે છે. ભણતર એ જુદી ચીજ છે અને જ્ઞાનનું હૈયામાં પરિણમન એ જુદી ચીજ છે. જ્ઞાનનું હૈયામાં પરિણમન થવું જોઈએ. આજે તત્ત્વ જ્ઞાતાઓ ઘણા ઓછા છે, પરંતુ તત્ત્વના જ્ઞાતાઓમાં પણ એવા આત્માઓ તો બહુ જ થોડા છે કે જેઓના હૈયામાં તત્ત્વભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યક્ પ્રકારે પરિણમ્યું હોય. જીવ અજીવ આદિ તત્ત્વોના સ્વરૂપનું યથાસ્થિત જ્ઞાન હૈયામાં જ્યારે સમ્યક્ પ્રકારે પરિણમનને પામે છે ત્યારે જ તે “જ્ઞાન” જ્ઞાનની કોટીમાં ગણાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કઠિન છે. પરંતુ અસંભવ નથી. કેમ કે સમ્યગ્દર્શન કોઈ બાહા પદાર્થ નથી, તે આત્માનો પોતાનો ગુણ છે. માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મનું એક આવરણ આત્મા ઉપર આવી ગયું છે તેને હટાવતા વાર લાગે તેટલી જ વાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં છે. પછી તો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વતઃ થાય છે. જે વ્યક્તિ પોતાની સાધના દ્વારા મિથ્યાત્વનું આવરણ ભેદી સમ્યગ્દર્શનના પ્રકાશને આવરણ રહિત કરે તે જ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે. સમ્યગ્દર્શન પ્રગટ થવાનું આંતરિક કારણ અને બાહ્યા કારણઃ સમ્યગ્દર્શનના પ્રગટ થવાનું આંતરિક કારણ દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ છે. મોહનીયકર્મના ભેદોમાં દર્શનમોહનીય કર્મ જ મુખ્યરૂપથી સમ્યગ્દર્શનના ગુણનો ઘાતક છે. જ્યાં સુધી આ કર્મનો ઉદય રહે છે ત્યાં સુધી તેને સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થતો નથી. સમ્યગ્દર્શન તે આત્માનો ગુણ છે અને તે ગુણ દર્શનમોહનીય કર્મના ઉદયથી અનાદિકાળથી મિથ્યારૂપ થઈ ગયો છે. તેનું મિથ્યારૂપ રહેવાથી જીવની રુચિ પણ વિષયભોગ વગેરે સાંસરિક કાર્યમાં જ લાગે છે. અને પોતાનું સાચું અને કાયમી કલ્યાણ થાય તેવા કાર્યો અને તેવા ઉપદેશ આપનારામાં તેની રુચિ રહેતી નથી. સમકિત ૯૭ Page #113 -------------------------------------------------------------------------- ________________ જ્યારે ફરતા ફરતા આત્માનો કાળ પાકી જાય છે અને સંસાર સમુદ્રનો કિનારો નજીક આવી જાય છે ત્યારે અંતર્મુહૂર્ત માટે દર્શનમોહનીય કર્મનો ઉપશમ થઈ જવાથી ઉપશમ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ થવું તેને ‘આંતરિક’ કારણ કહેવાય છે. હવે સમ્યગ્દર્શન પ્રગટ થવામાં બાહ્યાનિમિત્ત અનેક હોય છે. કોઈને જૈનધર્મનો ઉપદેશ સાંભળવાથી, કોઈને તીર્થંકરભગવાનનો મહિમા જોઈને, કોઈને દેવોનું ઐશ્વર્ય જોઈને કે કોઈને પૂર્વજન્મનું સ્મરણ થઈને, આમ અનેક પ્રકારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. નારકી વગેરેને પણ ઘણીવાર નરકનું કષ્ટ ભોગવતા સમ્યગ્દર્શન થઈ જાય છે. આમ બાહ્વા કારણો અનેક હોય છે. આ અંતરંગ અને બાહ્યા કારણોના મળવા પર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. જેમ રાતનો દાનો નશો દિવસે ઉતરી જવાથી મનુષ્ય હોશમાં આવે છે. તેવી જ રીતે દર્શનમોહનીયના ઉદયથી જીવમાં એક વિચિત્ર પ્રકારનો નશો છવાયેલો હોય છે. જેના કારણે તેની બુદ્ધિ ભ્રમ મારી ગયેલી હોય છે. પરંતુ જેવો દર્શનમોહનો ઉદય શાંત થાય છે કે તરત જ તેનો બુદ્ધિભ્રમ મટી જાય છે. અને તેની દૃષ્ટિ સમ્યક્ દિશા તરફ થઈ જાય છે. આ સિવાય કેટલાક આચાર્ય એમ પણ કહે છે. કે શુદ્ધ આત્માની પ્રાપ્તિને રોકવાવાળું દર્શન મોહનીય કર્મ તથા અનંતાનુબંધી કષાયવાળું ચારિત્ર મોહનીય કર્મ છે. આ દર્શનમોહનીય અને અનંતાનુબંધી કષાયના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમના થવાથી અને તેની સાથે મતિજ્ઞાનાવરણીય કર્મ અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ થવાથી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ કે અનુભૂતિ થાય છે. એક આચાર્ય ભગવંતના મત અનુસાર સમ્યગ્દર્શનના અધિકારી બનવા માટે આત્મામાં નીચે મુજબના અંતરંગ કારણો હોવા જોઈએઃ (૧) આસન્ન ભવ્યતાઃ જે વ્યક્તિ નિકટભવી છે એટલે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે જેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા ભવરૂપિ સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ છે, અને તે જીવને કોઈપણ પ્રકારની રુકાવટ કરવાવાળું કોઈપણ કારણ હવે રહ્યું નથી તે આસન્ન ભવ્ય કહેવાય. ચારે ગતિયોમાંથી કોઈપણ ગતિવાળો ભવ્ય જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી છે. (૨) જ્ઞાનાવરણીય આદિ કર્મની હાનિઃ જ્ઞાનાવરણીય, વીર્યાન્તરાયનો ક્ષયોપશમ, અને દર્શનમોહત્રિક તથા અનંતાનુબંધી કષાય ચતુષ્કના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ થાય ત્યારે જ આત્મા સમ્યગ્દર્શનનો અધિકારી બને છે. ૯૮ સમકિત Page #114 -------------------------------------------------------------------------- ________________ (૩) સંશિત્વઃ જે દ્રવ્ય મનવાળો જીવ છે તે સંજ્ઞિ કહેવાય છે. તે મનવાળો જીવ જ શિક્ષા, વાતચીત, ઉપદેશને ગ્રહણ કરવામાં નિપુણ હોય છે જે હેય, ઉપાદેય તથા હિતાહિતનો વિચાર નથી કરી શકતો તે દ્રવ્યમન વગરનો અસંજ્ઞી જીવ કહેવાય છે. ચાર ગતિમાં જે સંજ્ઞી જીવો છે જેની છ એ પર્યાયિઓ પૂર્ણ થઈ ગઈ છે. તેવા જ મિથ્યાદૃષ્ટિ જીવને સમ્યગદર્શન પ્રાપ્ત થઈ શકે છે. આવા જ જીવો વિશુદ્ધ અને સાકાર ઉપયોગવાળા હોય છે. જે જીવો અસંજ્ઞી છે, અપર્યાપ્તા છે, સંમૂર્છાિમ છે અને અતિ સંકલિષ્ટ પરિણામવાળા છે તેવા જીવોને સમ્યગ્ગદર્શન પ્રાપ્ત થતું નથી. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અને વિશુદ્ધ પરિણામવાળો જીવ પણ જ્યારે તે દર્શન ઉપયોગવાળો હોય તે સમયે તેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી નથી. કારણ કે દર્શન ઉપયોગમાં તત્ત્વવિચાર હોતા નથી. અને સમ્યગદર્શનના સમયે તત્ત્વવિચારની આવશક્યતા હોય છે. સમ્યગ્ગદર્શન જ્ઞાન ઉપયોગથી થાય છે. પછી તેનું ચિંતન કરવાથી થાય છે. આ જ કારણે કહેવાય છે કે જીવ જ્યારે સૂતેલો હોય છે ત્યારે તેને સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થતી નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારથી જાગૃત હોવું આવશ્યક છે. નિષ્કર્ષ એ છે કે ચાર ગતિમાંથી કોઈપણ ગતિવાળો જીવ સમ્યગ્દર્શનનો અધિકારી બની શકે છે પણ જ્યારે તે (૧) ભવ્ય હોય (૨) સંજ્ઞી હોય (૩) પર્યાપ્તક હોય (૪) મંદકષાયી હોય (૫) વિશુદ્ધિયુક્ત હોય (૬) જાગૃત હોય (જાગતો હોય) (૭) જ્ઞાનોપયોગયુક્ત હોય (૮) શુભલેશ્યાવાળો હોય અને (૯) કરણલબ્ધિથી સંપન્ન હોય. આમ આ બધા બોલવાળો આત્મા જ સમ્યગદર્શનને અધિકારી બની શકે છે. ટૂંકમાં સંસારમાં અનેક પ્રાણીઓ છે. પરંતુ બધા પ્રાણીઓને સમ્યગદર્શનની પ્રાપ્તિ થતી નથી. કાળ આદિ લબ્ધિથી યુક્ત સંજ્ઞી પર્યાપ્તક, ભવ્યજીવ સમ્યગદર્શનના ઘાતક સાત કર્મપ્રકૃતિઓનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ રૂપ અંતરંગ કારણના હોવાથી નિસર્ગ અથવા અધિગમ તત્ત્વાર્થ શ્રદ્ધારૂપ સમ્યગ્રદર્શનને ઉપલબ્ધ કરે છે. સમ્યગદર્શન પ્રાપ્ત કરીએ તે પહેલા સમ્યગુદર્શનની પ્રાપ્તિ અને ઉત્પત્તિની પ્રક્રિયાને સમજવી ઘણી જરૂરી છે. અનાદિકાળથી આત્મા ઉપર કર્મોનું આવરણ પડેલું છે. કર્મોની મૂળ પ્રકૃતિ જ્ઞાનાવરણીય આદિ આઠ છે. સમકિત ૯૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ તેમાં પણ મોહનીયકર્મ પ્રધાન છે. તેને કર્મરૂપી સેનાનો અધિપતિ કહ્યો છે. જ્યાં સુધી મોહનીયકર્મ બળવાન હોય ત્યાં સુધી બીજા આવરણ પણ બળવાન અને તીવ્ર બનેલા રહે છે. મોહનીયકર્મ જીવને નુકશાન કરનાર બે પ્રકારની શક્તિ ધરાવે છે. ૧. દર્શન (ષ્ટિ)ને વિમૂઢ બનાવે છે. ૨. ચારિત્રને વિકૃત કરે છે. (૧) પહેલી શક્તિ દર્શન સ્વસ્વરૂપનો નિશ્ચય અને જડ-ચેતનનો વિભાગ અથવા વિવેક કરવા દેતી નથી. (૨) બીજી શક્તિ વિવેક મળી ગયા પછી પણ તે અનુસાર પ્રવૃત્તિ અને સ્વરૂપ લાભ થવા દેતી નથી. જૈનશાસ્ત્રમાં મોહની પ્રથમ શક્તિને દર્શનમોહ અને બીજી શક્તિને ચારિત્રમોહ કહ્યો છે. બીજી શકિત પહેલી શક્તિની અનુગામી છે. પહેલી શક્તિ નિર્બળ થવા પર જ બીજી શક્તિ નિર્બળ બને છે. મોહનીયકર્મની આ બંને શક્તિઓ આત્માને નુકશાનકર્તા છે. ચારિત્રગુણને વિકૃત કરવાવાળી મોહનીયકર્મની ૨૫ પ્રકૃતિઓ છે. અને દર્શનગુણને મૂર્છિત કરવાવાળી ૭ પ્રકૃતિઓ છે. જેમાંથી ૪ તો ચારિત્રમોહનીય છે. અને બાકીની ત્રણ તે દર્શનમોહનીય છે. આ સાત પ્રકૃતિઓનું મોહાવરણ લોખંડ જેવું મજબૂત છે. તેને ભેદીને સમ્યક્ત્વ અને ચારિત્રનો પ્રકાશ ઉત્તરોત્તર પ્રાપ્ત કરી શકાય છે. સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં પાંચ લબ્ધિઓનું સ્થાનઃ સમ્યગ્દર્શન ગ્રહણ કરવાની યોગ્યતાને લબ્ધિ કહેવાય છે. ‘લબ્ધિ” શબ્દનો અર્થ “પ્રાપ્તિ’’ થાય છે. જીવમાં પાંચ પ્રકારના ભાવોની પ્રાપ્તિ થવી તેને પંચલબ્ધિ કહેવાય છે. તે પાંચ પ્રકારના નામ નીચે પ્રમાણે છે. (૧) ક્ષયોપશમ લબ્ધિઃ જે શક્તિ દ્વારા આત્મા સંજ્ઞી પંચેન્દ્રિય અવસ્થા મેળવીને પોતાનું સાચુંખોટુ, હિત-અહિત, કલ્યાણ-અકલ્યાણ તથા સુખ-દુઃખનું જે જ્ઞાન કરે તેને ક્ષયોપશમ લબ્ધિ કહેવાય છે. આવી યોગ્યતા મનુષ્યમાં આઠ વર્ષની બાલ્ય અવસ્થામાં જ ઉત્પન્ન થઈ જાય છે. માટે જો તે મનુષ્ય ઈચ્છે તો આઠ વર્ષની આયુમાં જ સ્વ-કલ્યાણનો માર્ગ ગ્રહણ કરી શકે છે. ૧૦૦ સમકિત Page #116 -------------------------------------------------------------------------- ________________ (૨) વિશુધ્ધિ લબ્ધિઃ આત્માની વિશેષ નિર્મળતાને વિશુદ્ધિ કહેવાય છે. આવી વિશુદ્ધિ આત્મામાં ત્યારે જ આવે છે જ્યારે દુઃખી અવસ્થામાં, માંદગીમાં વગેરેમાં વૈરાગ્યનું ચિંતન થાય છે અને વિચારો આવે છે કે કોણ છું? જન્મ-મરણ કેમ થાય છે? જીવને સુખી-દુ:ખી કોણ કરે છે? ક્યા કારણથી મારે અહીં જન્મ કરવો પડ્યો? વગેરે. આવા વિચારોથી વૈરાગ્યના ભાવથી ગુરુ સાંનિધ્ય પ્રાપ્ત કરવાની ભાવના થવી તે વિશુદ્ધિ લબ્ધિ કહેવાય છે. હું (૩) દેશના લબ્ધિઃ ગુરુચરણોમાં જઈને કલ્યાણમાર્ગનો ઉપદેશ મેળવવો, યથાર્થ તત્ત્વનો ઉપદેશ અને તેના ઉપદેશક એવા આચાર્ય ભગવંત યા મુનિ ભગવંતોની પ્રાપ્તિ કરવી, અને તેમના કહેલા અર્થોને ગ્રહણ કરવા અને તેના ઉપર વિચાર કરવાની શક્તિને દેશના લબ્ધિ કહેવાય છે. (૪) પ્રાયોગ્ય લબ્ધિઃ પંચેન્દ્રિયપણું, સંક્ષિપણું વગેરે યોગ્યતા પ્રાપ્ત થવી તેને પ્રાયોગ્ય લબ્ધિ કહેવાય છે. આ ઉપરની ચાર લબ્ધિયો તો સાધારણ કહેવાય છે. તે ભવ્ય અને અભવ્ય બધા જ જીવોને હોઈ શકે છે. આ ચાર લબ્ધિ પ્રાપ્ત થઈ જવાથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જશે એવું હોતુ નથી. જેને સમ્યગ્દર્શન મળવાનું સંભવ નથી તેવા જીવોને પણ આ ચાર લબ્ધિઓ હોય છે. (૫) કરણ લબ્ધિઃ આ લબ્ધિ થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. ક૨ણ લબ્ધિ પણ જીવને ત્યારે જ થાય છે જ્યારે તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું હોય છે. આ કરણ લબ્ધિ અસાધારણ લબ્ધિ છે. આ લબ્ધિરૂપ આત્માનું પરિણામ બહુ જ સૂક્ષ્મ હોય છે. આ એક ભાવ છે અને ત્યારે આત્મા નિયમા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. જે જીવને મિથ્યાત્વનો અભાવ થવામાં (મિથ્યાત્વ હટી જવામાં) ખાલી અંતર્મુહુર્ત કાળ બાકી રહે છે ત્યારે તેને કરણ લબ્ધિ પ્રાપ્ત થાય છે. આમ આપણે સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ કોને થઈ શકે? તેની પ્રાપ્તિ ઈ રીતે થઈ શકે? અને તેની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થાય છે? તેને વધુ સમજવા આગળ ઊંડાણથી જોઈએ કે ખરેખર બધું બને છે કઈ રીતે? સમકિત ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨.૫ મિથ્યાત્વના અંધકારથી સમ્યગ્દર્શનના પ્રકાશ સુધી... (ગ્રંથિભેદની પ્રક્રિયા) હવે આપણે એ સમજવું જોઈએ કે જીવનો ક્રમ મિથ્યાત્વથી સમ્યગદર્શન સુધી કેવી રીતે થાય છે? અને કર્મોમાં શું ફેરફાર થવાથી સમ્યગ્રદર્શનની પ્રાપ્તિ થાય છે? સૌ પ્રથમ આપણે જીવની યોગ્યતા સમજીએ. ભવ્ય અને અભવ્ય જીવ સૌ પ્રથમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા જીવને મિથ્યાત્વમાંથી નીકળવું પડે. આગળ આપણે સમજ્યા છીએ કે આત્માના દર્શનગુણના જ બે પ્રકાર થાય છે. જે મિથ્યાદર્શન અને સમ્યગદર્શન છે. આનો અર્થ એ થયો કે આત્મામાં બંને એકસાથે રહી શકે નહીં. આ કારણે જ સમ્યગદર્શન પ્રાપ્ત કરવા જીવને મિથ્યાદર્શનથી નીકળવું પડે છે. પણ જીવોની સ્વભાવગત વિશેષતાને કારણે દરેક જીવ મિથ્યાત્વને ત્યજી શકતો નથી. અને આ કારણે જીવસૃષ્ટિમાં જીવો બે પ્રકારમાં વહેંચાઈ ગયા છેઃ (૧) ભવ્ય (૨) અભવ્ય આ ભવ્ય અને અભિવ્યપણે તે અનાદિ પારિણામિક ભાવ છે. આ બેમાંથી એક ભાવ સદાય આત્મામાં હોય જ છે. (૧) ભવ્યઃ જે જીવો મુક્તિપદ પામવાની યોગ્યતાવાળા છે. જે મિથ્યાત્વ ત્યજીને સમ્યગ્રદર્શન પામી શકવાનો છે અને ત્યારપછી સિદ્ધગતિ પામવા માટેના માર્ગ ઉપર પોતાનો વિકાસ કરીને મંઝિલે પહોંચી જવાનો છે. (૨) અભવ્ય જે જીવો કદાપિ મુક્તિ પામવાના નથી. તેઓ સદાય માટે મિથ્યાત્વના ભાવમાં રહેવાના છે. સિદ્ધપદ પામવા માટે તેના આત્માનાં પરિણામ થવાના જ નથી. આવા જીવો અનાદિકાળથી સંસારભાવથી બદ્ધ છે અને અનંતકાળ સુધી સંસારભાવમાં જ રહેવાના છે. આમ જે જીવો મોક્ષપદ પામે છે તે અવશ્ય ભવ્ય જ હોય છે. અને જે અભવ્ય છે તેઓ કદાપિ મોક્ષ પામતા નથી. શાસ્ત્રમાં આ બે પ્રકારના જીવો માટે બે દáત આપ્યાં છે. ૧૦૨ સમકિત Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧) જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા છે અને તે સ્ત્રી પતિ સાથે રતિ-સુખ મેળવીને સંતાન પ્રાપ્ત કરે છે. આ સ્ત્રી જેવા મુક્તિપદને અવશ્ય પામનાર ભવ્ય જીવો છે. (૨) જે સ્ત્રીમાં ગર્ભાધાન કરવાની યોગ્યતા નથી તેને પતિ-સંબંધની સામગ્રી મળે તો ય ગર્ભાધાનની યોગ્યતા જ ન હોવાથી સંતાન પ્રાપ્તિ કરી શકતી નથી. આ સ્ત્રી જેવા અભવ્ય જીવો છે. હવે આપણે ભવ્ય જીવ કેવી રીતે સમ્યગ્દર્શનની નજીક પહોંચે છે તે સમજીએ, પણ તેના પહેલા આપણે “કાળ” અને “સમય”ને સમજીએ. કાળ” અને “સમયને સમજવાથી આપણને ખબર પડશે કે જીવ માટે સમ્યગદર્શનની નજીક પહોંચવું તે કેટલી મોટી વાત છે. પુલ પરાવર્તનઃ ખૂબ જ ટૂંકમાં સમજીએ તો ૧૪ રાજલોકમાં જેટલા પુદગલો છે તે સર્વેને જીવ સ્પર્શે અને પછી તેને છોડે. એમ કરતા કરતા બધા જ પુદ્ગલ જોડેનો સંબંધ બાંધીને છોડે ત્યારે “એક પુદ્ગલ પરાવર્તન કાળ કહેવાય છે. આ એક પુદ્ગલ પરાવર્તન કાળમાં અનંતા કાળચક્ર આવી જાય છે, જેમાં અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી આવી જાય છે અને જેમાં અનંતી ચોવીસી આવી જાય છે. જીવની યાત્રા અનાદિકાળથી નિગોદમાં (અવ્યવહાર રાશિમાં) રહેલો જીવ અકામનિર્જરાના યોગે નિગોદમાંથી નીકળી સંસારચક્રની વ્યવહાર રાશિમાં આવે છે. તેમાં અકેન્દ્રિયના ભાવો કરી આગળ વધતા વિકલેન્દ્રિયોના ભવો કરે છે. ત્યાંથી પણ આગળ વધતા વધતા પંચેન્દ્રિય સુધી પહોંચે છે. આમ અનંતો કાળ આ ભવોમાં કાઢી નાખે છે. અકામનિર્જરાને કરતા કરતા ગાઢ કર્મોને ઢીલા કરતા કરતા જ્યારે વિવેકસહિત સ્વભાવે (સ્વેચ્છાથી) ધર્મ સાંભળવાની જે કાળે ઈચ્છા થાય છે તે કાળને “શ્રવણ સન્મુખી કાળ” કહેવાય છે. તેનું માપ “બે પુદ્ગલ પરાવર્તન કાળ છે.” (એટલે કે અનંતા અનંતા કાળચક્રો). આ કાળથી ઘટતા ઘટતા જીવની પરિણામ ધારા નિર્મળ થતા થતા જીવ “દોઢ પુલ પરાવર્તન કાળ” પર આવે છે. (એનો અર્થ કે મોક્ષ જવા માટે દોઢ પુલ પરાવર્તન કાળ બાકી છે.) આ સમયે ધર્મના રસ્તે ચાલવા અને માર્ગાનુસારી ગુણો પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે તેને “માર્ગ સન્મુખી કાળમાં” પ્રવેશ્યો કહેવાય. સમકિત ૧૦૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ ત્યાંથી પણ સમયને કાપતાં કાપતાં જ્યારે જીવ એક પુલ પરાવર્તન કાળ પર આવે છે ત્યારે તે ધર્મ યૌવન કાળમાં પ્રવેશ કરે છે. આ એક પુદ્ગલ પરાવર્તન કાળ જેટલો મોક્ષ પ્રાપ્તિ માટે બાકી રહે છે ત્યારે તે “ચરમાવર્તી' કહેવાય છે. ચરમ એટલે છેલ્લો. આમ છેલા પુદ્ગલ પરાવર્તનમાં પ્રવેશ કરે છે. આની પહેલાના કાળને અચરમાવર્ત કાળ અથવા તો “ભવબાલ કાળ” તરીકે ઓળખાવ્યો છે. અહીંથી આગળ વધતાં વધતાં જ્યારે અર્ધ પુગલ પરાવર્તન કાળ બાકી રહે છે ત્યારે જીવનો “પક્ષ” બદલાય છે. (પક્ષનો અર્થ જીવના ભાવ). તે “કૃષ્ણપક્ષી” મટીને “શુક્લપક્ષી બને છે. કૃષ્ણપક્ષી-જેનો ઉત્કૃષ્ટ સંસારકાળ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળથી વધુ બાકી હોય. આ પક્ષમાં ભવ્ય અને અભિવ્ય બંને જીવો હોય છે. જ્યારે ભવ્ય જીવ એક વાર કૃષ્ણપક્ષને છોડીને શુક્લપક્ષી બને છે પછી પાછો તે કૃષ્ણપક્ષી થતો નથી. શુક્લપક્ષી-જેનો ઉત્કૃષ્ટ સંસારકાળ અર્ધપુલ પરાવર્તન કાળ જ બાકી હોય છે. ભવ્ય જીવ જ શુક્લપક્ષી થઈ શકે છે. અભવ્ય જીવ કયારેય થતો નથી. આમ શુક્લપક્ષી થયા પછી જઘન્ય (ઓછામાં ઓછા સમયમાં) અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટ (વધુમાં વધુ સમયમાં) દેશે ઊણા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં (એટલે કે અર્ધપુલ પરાવર્તન કાળથી થોડુંક ઓછું) જીવ સમકિત અવશ્ય પ્રાપ્ત કરે છે. આમ એકવાર સમકિત પામ્યા પછી જીવ “પરિત સંસાર” કહેવાય છે. અને વધુમાં વધુ દેશે ઊણા અર્ધપુલ પરાવર્તન કાળમાં તે મોક્ષમાં જાય છે. જીવને શુક્લપશી થવું તે કાળની અપેક્ષા હોય છે. મિથ્યાત્વ કે સમ્યકત્વના હિસાબે નહીં. આમ ઉપર જણાવ્યું એ પ્રમાણે ભવ્ય જીવો મુક્તિપદ પામવા માટે એક પુદગલ પરાવર્તન કાળ બાકી રહ્યો હોય ત્યારે તે ચરમાવર્તમાં પ્રવેશ્યો કહેવાય છે. અને જે ભવ્ય જીવનો સમય મુક્તિ પ્રાપ્ત કરવામાં એક પુલ પરાવર્તન કાળથી વધારે હોય છે તે હજી અચરમાવર્તમાં રહેલા કહેવાય છે. અભવ્ય જીવો અચરમાવર્તકાળમાં સંસારના ભાવોમાં ખૂબ આનંદ માણતા હોય છે ત્યારે તેમને ભવાભિનંદી કહેવાય છે. ૧૦૪ સમકિત Page #120 -------------------------------------------------------------------------- ________________ આ ભવાભિનંદી જીવોનાં આઠ લક્ષણ હોય છે. "क्षुदो लोभरतिदीनो मत्सरी भयवान् शठ: । अज्ञो भवाभिनंदी स्थानिष्फलारम्भ सड़गत ||" -ગુણસ્થાનક મોક્ષના સોપાન; ગાથા ૨ (વિષય) (પાનું ૪૫, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા, અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦) અર્થ - (૧) શુદ્ર (૨) લોભરતિવાળો (૩) દીન (૪) મત્સરી (૫) ભયભીત (૬) શઠ (લુચ્ચો) (૭) અજ્ઞાની (૮) નિષ્ફળ આરંભ કરનારો ભવાભિનંદી હોય છે. આમ પાંચ ઈન્દ્રિયના વિષયસુખોમાં રત સંસાર અભિનંદનારો, સંસારને પ્રશંસનારો-વખાણનારો, સંસારમાં રચ્યોપચ્યો રહેનારો, મોહમૂઢ, ભવાભિનંદી ખૂબ જ મૂર્ખ અને મૂઢ હોય છે. અચરમાવર્ત કાળમાં વર્તતા જીવોને મુક્તિનો આશય જ હોતો નથી. જેમ પેટમાં મલ-દોષ હોય ત્યારે સારામાં સારું પકવાન પણ અરુચિકર લાગે છે. તેમ એ જીવમાં સહજ ભાવમલનું એવું જોર હોય છે કે તેમને મુક્તિની ઈચ્છા જ જાગતી નથી. સહજ ભાવ-મલ એટલે અનાદિકાળનું રાગ-દ્વેષ પરિણામ. છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળમાં જીવનું લક્ષણ અચરમાવર્તકાળથી જ્યારે ભાવ-મલથી ભરેલો જીવ ચરમપુદ્ગલપરાવર્તન કાળમાં આવે છે ત્યારે આ સહજ ભાવ-મલના નાશ માટે આચાર્ય હરિભદ્રસૂરિજીએ યોગદૃષ્ટિસમુચ્ચયમાં ત્રણ કાર્યલિંગો બતાવ્યા છે. "दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च । રિત્યાત્સિવ વૈવ, સર્વવવશેષતઃ II રૂર છે” - યોગદષ્ટિ સમુચ્ચય; ગાથા ૩૨ (પાનું ૧૪૬, લેખકઃ આચાર્ય હરિભદ્રસૂરી, પ્રકાશકઃ જૈન ધર્મ ટ્રસ્ટ, સુરત, (ગુજરાત) વર્ષ ૨૦૦૦) અર્થ - દુઃખી પ્રત્યે અત્યંત દયા, ગુણવંતો પ્રત્યે અષ, અને સર્વત્ર જ ઉચિત કાર્યનું સેવનઆમ આ છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળનું લક્ષણ છે. સમકિત ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ આમ, છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં ભાવ-મલ ક્ષણ થાય છે. પણ ચરમાવર્તમાં આવ્યો એટલે ભાવ-મલ નીકળી જાય છે, એવું નથી. પણ ભાવ-મલનો ક્ષય તો આ જ કાળમાં થવાનો છે. આનું કારણ અચરમાવર્તમાં જીવનું ચૈતન્યપણું અવિકસિત-અવ્યક્ત હોય છે. અને આવા અવ્યક્ત ચેતનવાળો જીવ કોઈપણ મોટું કાર્ય કરી શકે નહી. દા.ત. જન્મેલું બાળકનું ચૈતન્ય અવિકસિત હોવાના કારણે કોઈ વિશિષ્ટ કામ કરી શકતું નથી. અચરમાવર્તમાં ધર્મ પુરુષાર્થ નથી કારણ કે ત્યાં કાળ પ્રતિબંધક છે. (કાળના હિસાબે કરી શકાતું નથી). ચરમાવર્તમાં જેમ જેમ પુરુષાર્થ કરે તેમ ઘર્મ યૌવન વિકસિત બને છે. કારણ કે અહીંયા કાળની પ્રતિબંધકતા નીકળી ગઈ હોય છે. (કાળ હવે નડતો નથી). અહીં એક અગત્યની વાત સમજવી જરૂરી છે કે અનંતાનંત પુદ્ગલ પરાવર્તન કાળ આ સંસારમાં અવ્યવહાર રાશિમાં પસાર કરી જીવ વ્યવહાર રાશિમાં ત્યારે જ આવે છે જ્યારે એક જીવ મોક્ષમાં જાય છે. અને જીવના ભવિતવ્યતાની મુખ્યતાએ આવે છે. આમ વ્યવહાર રાશિના જીવો ઉપર સિદ્ધના જીવોનો ખૂબ જ ઉપકાર છે. આ વાત તો નિશ્ચિત છે કે મોક્ષનો અભિલાષ માત્ર ભવ્ય જીવોમાં જ પ્રગટી શકે છે અને તે પણ એવા જ ભવ્ય જીવો કે જેનો સંસારકાળ એક પુદ્ગલ પરાવર્તન કાળ જેટલો જ બાકી હોય. જે ભવ્ય જીવોનો સંસારકાળ હજી એક પુગલ પરાવર્તન કાળથી અધિક બાકી હોય છે તેઓને એવી વિચારશક્તિ ઉદભવી શકતી નથી કે “મોક્ષ” એ ઉત્તમમાં ઉત્તમ કોટિનું સાધ્ય છે, ધર્મ તે એનું સાધન છે, અને મારે આ ધર્મસાધન દ્વારા મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરવું છે. ચરમાવર્તિમાં પણ અનંતા કાળચક્રો જીવને હોય છે. પણ તેમાં આવ્યા પછી જીવને ધર્મની સામગ્રી મળે છે અને હળુકર્મી બને છે. કોઈ નિમિત્તોના કારણે જીવ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે પણ ખરા અને પાછી ખપાવે, વળી પાછા બાંધે ને વળી ખપાવે. આવું ઘણીવાર કરે છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તે અહીં ઘણીવાર બાંધવાનું શક્ય હોય છે. મોહ વિજયઃ સમ્યગ્રદર્શનનો સંબંધ મોહનીયકર્મની પરંપરા ઘટવા સાથે છે. આત્માની સૌથી અવિકસિત અવસ્થા તે પહેલું ગુણસ્થાનક છે. આ ભૂમિકાને જૈનશાસ્ત્રોમાં બહિરાત્મભાવ (આત્માના ખુદના ભાવથી અલગ) અથવા મિથ્યાદર્શન કહેવાય છે. ૧૦૬ સમકિત Page #122 -------------------------------------------------------------------------- ________________ આ ગુણસ્થાનકમાં પણ જેટલા જીવો હોય છે તે બધાની આધ્યાત્મિક સ્થિતિ એક જેવી નથી હોતી. કોઈ જીવ ઉપર મોહનો પ્રભાવ ગાઢ હોય છે તો કોઈ પર ઓછો અને કોઈના પર તો એકદમ ઓછો. વિકાસ કરવો તે આત્માનો સ્વભાવ છે. જીવ પર જ્યારે જાણતા અજાણતા મોહનો પ્રભાવ ઓછો થાય છે ત્યારે તે તેના વિકાસના માર્ગ ઉપર કેટલીક અવસ્થાઓમાંથી પસાર થાય છે. જેમ કે અચરમાવર્તકાળ, ચરમાવર્તકાળ, અર્ધપુદગલ પરાવર્તન કાળ, પરિત સંસારી, અપુનઃબંધક, યોગદ્યષ્ટિવગેરે. આપણે ઉપર અચરમાવર્તકાળ, ચરમાવર્તકાળ, અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ વગેરે સમજ્યા. હવે આપણે ક્રમથી તેના પછીની અવસ્થાઓ જાણીએ. યોગદ્યષ્ટિ: જ્યારે આત્માની ઉપર મિથ્યાત્વનું અંધારું છવાયેલું હોય છે ત્યાં સુધી આત્માની ગતિ અધ્યાત્મથી વિમુખ હોય છે. જેમ જેમ મિથ્યાત્વનો અંધકાર ઓછો થતો જાય છે તેમ તેમ આત્મામાં જુદો વળાંક આવે છે અને તેના વિચારોનો પ્રવાહ બદલાય છે. તેનો પ્રવાહ અધ્યાત્મ તરફ વળે છે. આ પ્રકારના બદલાવના ક્રમને આચાર્ય હરિભદ્રસૂરિજી એ આઠ પ્રકારની દૃષ્ટિઓમાં બતાવ્યો છે. (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દીપ્રા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા અને (૮) પરા આ આઠ દૃષ્ટિઓમાં પહેલી ચાર અપુનઃબંધક મિથ્યાદર્શનની વિભિન્ન અવસ્થાઓ છે. પહેલી ચારેય દૃષ્ટિમાં મિથ્યાત્વ જ હોય છે અને સાચા જ્ઞાનનો અભાવ હોય છે. બાકીની ચારમાં સભ્યષ્ટિ, દેશિવરિત, સર્વવિરતિ આમ વિકસિત અવસ્થાઓ અને ક્ષપક શ્રેણીથી માંડીને નિર્વાણ સુધીની બધી જ અવસ્થાઓનો સમાવેશ થાય છે. પહેલી ચારમાં મિથ્યાત્વષ્ટિ હોવા છતાં પણ યૌગિકદષ્ટિમાં કહેવાય છે. કારણ કે તે આત્માને સમ્યગ્દર્શનના સન્મુખ લાવવામાં સહાયક છે. અપુનબંધકઃ મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ ફરી ન થવો તેનું નામ ‘અપુનબંધક’ કહેવાય છે. સમકિત ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ ભાવની તીવ્રતાને કારણે જીવ ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમ મોહનીયકર્મની સ્થિતિ બાંધી શકે છે. યોગશતકમાં બતાવ્યું છે કે જે ઉત્કૃષ્ટ કલેશપૂર્વક પાપકર્મ ન કરે, ભયાનક દુઃખપૂર્ણ સંસારમાં ડૂબેલો ન રહે અને કૌટુંબિક લૌકિક, ધાર્મિક આદિ બધી બાબતોમાં ન્યાયયુક્ત મર્યાદાનું પાલન કરે તેને અપુનબંધક કહેવાય છે. ચરમાવર્તમાં પ્રવેશ્યા પછી કેટલાક જીવો મિથ્યાત્વ ભાવની મંદતાને પામી બાકી રહેલા સમગ્ર સંસારકાળમાં હજુ બે વાર મોહનીયકર્મની ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ બાંધવાની સંભાવના બાકી હોય ત્યારે તે જીવ ‘દ્વિબંધક’ (દ્વિસસ્કૃતબંધક) કહેવાય છે. તેના પછી જ્યારે જીવને હજી એક વાર જ મોહનીયકર્મને ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ બાંધવાની સંભાવના હોય છે ત્યારે તે જીવ ‘સમૃતબંધક’ કહેવાય છે. અને જ્યારે જે જીવોને સમગ્ર સંસારકાળમાં મોહનીયકર્મની ઉત્કૃષ્ટ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની સ્થિતિ એકપણવાર બાંધવાની સંભાવના નથી તે જીવ ‘અપુનબંધક’ કહેવાય છે. અ-નહીં, પુન-ફરી, બંધક-બાંધનાર. હવે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધનાર જીવને અપુનર્બંધક કહેવાય છે. ધર્મસંગ્રહ ગ્રંથમાં ગાથા ૧૮માં અપુનર્બંધક મંદમિથ્યાત્વ જીવોને પણ ધર્મી કહૃાા છે. અર્થાત્ પહેલા ગુણસ્થાનકે પણ અનુષ્ઠાનરૂપ ધર્મ કહ્યો છે. આમ ચરમાવર્તકાળમાં પ્રવેશેલો અપુનર્બંધક આત્મા તે કાળ પામીને ધર્મનો પ્રારંભ કરે છે. માટે અપુનર્બંધક જીવને “આદિધાર્મિક” પણ કહેવામાં આવે છે. આ આદિધાર્મિક કેવળ જૈન ધર્મનો જ અનુયાયી હોય છે, તેવો નિયમ નથી. મંદમિથ્યાત્વને યોગે આદિધાર્મિક જીવો બીજા ધર્મોના આચાર પણ સેવે છે. અને ગમે તે ધર્મની ક્રિયા કરવા છતાં તે જીવોમાં અંતરથી રાગ-દ્વેષની તીવ્રતા તૂટી જવાને લીધે તે જીવોને અપુનર્બંધક કે આદિધાર્મિક કહી શકાય છે. યોગબિંદુ ગ્રંથની ૨૫૧મી ૨૫૭ ગાથામાં જણાવ્યું છે કે અપુનર્બંધકની અનેક અવસ્થાઓ હોવાથી તેમની અંતઃશુદ્ધિ હોવાને લીધે જુદા જુદા ધર્મોની મોક્ષસાધક ક્રિયાઓ તેઓમાં હોઈ શકે છે. ૧૦૮ સમકિત Page #124 -------------------------------------------------------------------------- ________________ અપુનબંધક અવસ્થા આવ્યા પછી આત્મા જ્યારે ગ્રંથિભેદ કરવા આગળ જાય છે, ત્યારે તે ત્રણ વિશિષ્ટ અવસ્થાને પ્રાપ્ત કરે છે. (૧) માર્માભિમુખ (૨) માર્ગપતિત (૩) માર્થાનુસારી “માર્ગ” એટલે ચિત્તનું અવક્રગમન-સરળતા જેમ સાપની ચાલ સામાન્યતઃ વાંકીચૂંકી હોવા છતાં પણ દરમાં પેસતી વખતે સીધો જ પેસે છે. કેમ કે દર સીધું જ હોય છે. તેમ મનના ચંચળ વિચારોના લીધે જીવમાં જે વક્રતા હોય છે તે જ્યારે ટળી જાય છે, જીવ જ્યારે માયાથી મુક્ત બનીને સરળ બને છે, ત્યારે તેનામાં ઉત્તરોત્તર અનેક ગુણોનું આધાન થતું જાય છે. આ સરળતામાં કારણભૂત જે કર્મનો ક્ષયોપશમ છે તેને “માર્ગ” કહેવાય છે. આવા ક્ષયોપશમરૂપ માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતાવાળો જીવ “માર્ગાભિમુખ” કહેવાય છે. આવા ક્ષયોપશમની જેને શરૂઆત થઈ ગઈ છે એવા ઉત્તરોત્તર ગુણવૃદ્ધિવાળો જીવ “માર્ગપતિત” કહેવાય છે. અને એ રીતે વધતાં વધતાં જે જીવને ચરમ યથાપ્રવૃત્તિકરણ પૂર્ણ થવાની તૈયારી હોય છે એને “માર્ગાનુસારી” કહેવાય છે. આમ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથના આધારે ચરમાવર્ત કાળવર્તી જીવના પ્રથમ ગુણસ્થાનકની વિકાસયાત્રાને નીચે પ્રમાણે નામ આપી શકાય. (૧) અપુનબંધકા- ફરી ૭૦ ક્રોડાકોડી સાગરોપમની મિથ્યાત્વની સ્થિતિ નહીં બાંધનારો જીવ (૨) માર્નાભિમુખ - પૂર્વોક્ત ક્ષયોપશમરૂપ માર્ગની સન્મુખ જીવ (૩) માર્ગપતિતઃ- પૂર્વોક્ત ક્ષયોપશમરૂપ વાળો-ગુણ બુધ્ધિવાળો જીવ. (૪) માર્થાનુસારીઃ- ચરમયથાપ્રવૃત્તિકરણના અંતે વર્તતો જીવ. આ થઈ હજુ પહેલા ગુણસ્થાનની ચાર અવસ્થાઓ. મતાંતર - માર્માભિમુખ અને માર્ગપતિત એ બેય વિશિષ્ટ અવસ્થાઓ અપુનબંધક અવસ્થા આવ્યા પછી જ આવે છે એવો એક મત છે. જે આચાર્ય હરિભદ્રસૂરિનાં “પંચસૂત્ર' ગ્રંથના પાંચમા સૂત્રની વ્યાખ્યાના પ્રાન્ત ભાગમાં સ્પષ્ટ કર્યો છે. ઉપદેશપદના ૨૫૩ના શ્લોકની ટીકામાં શ્રી મુનિચન્દ્રસૂરિએ આજ મતનો નિર્દેશ કર્યો છે. માર્માભિમુખ અને માર્ગપતિત એ બે ય અવસ્થાઓ અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થયા પહેલાં પ્રાપ્ત થાય છે એવો બીજો મત છે. જે “યોગબિંદુ' ગ્રંથના ૧૭૯મા શ્લોકની અજ્ઞાતક્નક સમકિત ૧૦૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ટીકામાં જણાવ્યો છે. પરંતુ ટીકાકારે તેનું ખંડન પણ કર્યુ છે. “શ્રી પંચાશક ગ્રંથના'' ત્રીજા પંચાશકના ત્રીજા શ્લોકમાં પણ આ જ બીજો મત જણાવવામાં આવ્યો છે. મહોપાધ્યાય યશોવિજયગણિજી પોતાની ‘દ્વાત્રિંશદ-દ્વાત્રિંશિકા’’ની ૧૪મી બત્રીસીના ૨થી ૪ શ્લોકમાં બન્ને મતોનો સમન્વય કરતાં જણાવે છે કે માભિમુખ અને માર્ગપતિત એ બે અવસ્થાઓ અપુનર્બંધક ભાવની પ્રાપ્તિ થતાં પહેલાં પ્રાપ્ત થનારી માનીને અપુનર્બંધક ભાવથી પૃથક્ માને છે. તેમના મતે પણ એટલું તો સમજવું જોઈએ કે એ અવસ્થાઓ પણ ધર્મના અધિકારની કોટિમાં જ છે. કેમ કે એનાથી જ આગળ ઉપર અપુનર્બંધકભાવ પ્રાપ્ત થવાનો છે. (ચિત્ર-૧) ૧૧૦ સમકિત Page #126 -------------------------------------------------------------------------- ________________ મિત્ર- ૧ મિથ્યાદષ્ટિ જીવની વિકાસ યાત્રા અનિવૃત્તિ કરણ પતિ અપૂર્વ કરણા વતિ થરમયથા પ્રવૃત્તિ કરણ પતિ મંદ મિથ્યાદષ્ટિ માગનુસારી અપુનબંધક (મોક્ષાભિમુખી), ગ્રંથિભેદ ભાવર્ત અચરમા. બોદર મોક્ષમાર્ગ જ ચરમાવત Hike ચરમાવર્તમાં પ્રવેશ નવ્યવહાર રાશિ મિથ્યાષ્ટિ ગુણસ્થાનક સમકિત ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથિભેદની પ્રક્રિયા કર્મબંધના મુખ્ય હેતુ રાગ અને દ્વેષ છે. એ બેઉ મોહનીય અવસ્થાઓ છે. મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અનંતાનુબંધી કષાય ચતુષ્ક (અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ)થી ઊભા થયેલા રાગ અને દ્વેષની ગ્રંથિ (ગાંઠ) ખૂબ જ કર્કશ, મજબૂત અને દુર્ભેદ્ય હોય છે. આ ગ્રંથિ જ સમ્યગ્દર્શનની બાધક હોય છે. આમ રાગદ્વેષનું જે આત્મ પરિણામ એ જ કર્મગ્રંથિ છે-મોહનીય નામના એક ઘાતી કર્મમાંથી જન્મેલો અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયકર્મ એ બાકીનાં ત્રણેય ઘાતી કર્મોની સહાયને મેળવી ચૂકેલો એ ગાઢ રાગ-દ્વેષનું પરિણામ તે અત્યંત દુર્ભેદ્ય હોય છે. આત્મા પોતે વિકાસ કરતા અને તીવ્રતમ રાગદ્વેષને થોડા મંદ કરતા જ્યારે મોહની પ્રથમ શક્તિને છિન્ન-ભિન્ન કરવાની શક્તિ પોતાનામાં આવી જાય છે, ત્યારે આવી સ્થિતિને કર્મશાસ્ત્રમાં “ગ્રંથિભેદ” કહેવાય છે. ગ્રંથિભેદ કરવું એ એક પ્રકારનું આધ્યાત્મિક યુદ્ધ કરવા યોગ્ય છે. આ યુદ્ધમાં એક તરફ રાગ-દ્વેષ હોય છે અને બીજી તરફ વિકાસોન્મુખ આત્મા પોતાના વીર્યબલ જોડે. આ યુદ્ધમાં કોઈકવાર રાગ-દ્વેષની જીત થાય છે અને કોઈકવાર આત્માના બળની. કર્મગ્રંથિ એ પણ આત્માના પરિણામ સ્વરૂપ છે અને એ કર્મગ્રંથિને ભેદનારો જે અપૂર્વકરણ નામનો અધ્યવસાય હોય છે, તે પણ આત્માના પરિણામ સ્વરૂપ જ હોય છે. એટલે કે પરિણામ દ્વારા જ પરિણામને ભેદવાની વાત છે. અહીં ત્રણ ચીજ નક્કી થાય છે. પહેલી વાત એ કે કર્મગ્રંથિરૂપે આત્માના એક પ્રકારના પરિણામને આત્માના જ અન્ય પ્રકારના પરિણામ જ ભેદી શકે છે. બીજી વાત એ કે આત્માના જે પરિણામથી કર્મગ્રંથિરૂપી પરિણામને ભેદવાનું છે તે પરિણામ તદ્દન વિપરીત પ્રકારનું હોવું જોઈએ. અને ત્રીજી વાત એ કે કર્મગ્રંથિરૂપી આત્મ પરિણામ જેટલું તીવ્ર હોય તેના કરતાં પણ એ આત્મપરિણામને ભેદનારું જે પરિણામ હોય તે વધારે તીવ્ર હોવું જોઈએ. ૧૧ ૨ સમકિત Page #128 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણ ચીજ હોય તો જ ગ્રંથિભેદ થઈ શકે. જે આ યુદ્ધમાં વિજયી થાય છે તેને સમ્યગ્દર્શનની ઉપલબ્ધિના પૂર્વે કઈ કઈ અવસ્થાઓમાંથી પાર થવું પડે છે તેનું સુંદર અને વ્યવસ્થિત આલેખન વિશેષાવશ્યકભાષ્ય, કર્મગ્રંથ, ગોમ્મટસાર, યોગશાસ્ત્ર, અને સ્થાનનંગ ટીકા આદિ ગ્રંથોમાં કર્યું છે. (૧) ચથાપ્રવૃત્તિકરણઃ- આ કરણમાં કર્મોની દીર્ઘ સ્થિતિનો નાશ થાય છે. સંસારનું કોઈપણ સુખ જો આપણે સાવધ ન હોઈએ તો દુઃખનો જ ઉપાય છે. એટલે આ દુઃખથી છૂટવા માટે સંસારનું સુખ મેળવવાનો નહિ પણ મુક્તિ મેળવવાનો પુરુષાર્થ કરવો જોઈએ. આવું જ્યારે જીવની બુદ્ધિમાં બેસી જાય, ત્યારે જ એને ખરેખરો ધર્મનો મર્મ સમજાય છે અને તેની સાથે જ ‘‘શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ' શરૂ થાય છે અને આમાંથી જ અસંખ્ય ગુણ નિર્જરા થવા જેવી સ્થિતિ પેદા થાય છે. જ્યારે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની હોય છે. નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની અને આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની હોય છે. આ બધા કર્મોમાંથી આયુષ્યકર્મને છોડી બાકીના સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને જ્યારે એક ક્રોડાક્રોડી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન જેટલી કરી નાખે છે ત્યારે આત્માની વીર્યશક્તિમાં સહજ ઉલ્લાસ પેદા થાય છે. આ ઉલ્લાસવશ જે વિશિષ્ટ પરિણામ-કે ભાવને શાસ્ત્રીય ભાષામાં ‘યથાપ્રવૃત્તિકરણ'' કહેવાય છે. બીજી રીતે સમજીએ તો અનાદિકાળથી બંધાયેલા મિથ્યાત્વ કર્મનો ક્ષય કરવા માટેનો અધ્યવસાયવિશેષનું નામ ‘“યથાપ્રવૃત્તિકરણ’’ કહેવાય. દિગંબર પરંપરામાં ‘“યથાપ્રવૃત્તિકરણ’”ની જગ્યા પર “અધપ્રવૃત્તિકરણ”નું નામ બતાવ્યું છે. (કર્મગ્રંથ અને વિશેષાવશ્યકભાષ્ય) આ સ્થિતિને વર્ણવતા ‘શ્રી યોગદષ્ટિસમુચ્ચય''માં કહે છે. "यथाप्रवृत्तिकरणे चरमेल्पमलवतः । आसन्नग्रंथिभेदस्य समस्तं जायते ह्यदं ॥ ३८ ॥" - યોગદષ્ટિસમુચ્ચય; ગાથા ૩૮ (પાનું ૧૬૫, લેખકઃ આચાર્ય હરિભદ્રસૂરી, પ્રકાશકઃ જૈન ધર્મ ટ્રસ્ટ, સુરત, (ગુજરાત) વર્ષ ૨૦૦૦) સમકિત ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ અર્થ છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં અલ્પમળપણાને લીધે જેનો ગ્રંથિભેદ નિકટમાં છે. એવા જીવને આ સમસ્ત નિશ્ચયે ઉપજે છે. યથાપ્રવૃત્તિને સમજાવવા માટે “વિશેષાવશ્યક ભાષ્ય”માં એક દૃષ્યત આપ્યું છે. એક નદી પર્વત ઉપરથી નીચે વહી રહી છે. ઉપરથી નીચે આવતી હોવાના કારણે તેનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. નદીના આ તીવ્ર પ્રવાહમાં શિલા, પાષાણ અને પથ્થરો આવે છે તે આપસમાં ટકરાતાં ટકરાતાં અને ઘસાતાં ઘસાતાં ગોળ અને લીસા બની જાય છે. આ ગોળ અને લીલાપણું તે એક દિવસમાં થતું નથી. તે સ્થિતિએ પહોંચતાં પહોંચતાં અનેક વર્ષો લાગી જાય છે. આમ થતાં થતાં પથ્થર શાલિગ્રામ બનીને પૂજાનો પાત્ર બને છે. આમ જે સ્થિતિ પર્વતીય પાષાણની હોય છે તે જ સ્થિતિ આત્માની પણ હોય છે. આ આત્મા ભ્રમણ કરતા કરતા સંસારના દુખોને સહન કરતાં કરતાં એવા મુકામ ઉપર પહોંચે છે કે ત્યારે તેના તીવ્ર રાગ અને તીવ્ર ષ મંદ થવા લાગે છે. જીવને સદાનું ને સંપૂર્ણ સુખ મેળવવા શું કરવું જોઈએ? આવા બધા વિચારો આવે તે પણ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણના કારણે આવે. આમ કષાયની મંદ અવસ્થારૂપ જીવનો પરિણામ તે જ “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. યથાઃ શાસ્ત્રમાં બતાવી છે તેવી પ્રવૃત્તિઃ ધર્મક્રિયા કરણઃ કરવી યથાપ્રવૃત્તિકરણના બે ભેદ છે. (૧) સાધારણ (૨) વિશિષ્ટ સાધારણ યથાપ્રવૃત્તિકરણવાળો જીવ વિશુદ્ધિના પથ પર બહુ આગળ વધી શકતો નથી. તેનાં પરિણામો જ દુર્બળ હોય છે. રાગ અને દ્વેષની તીવ્ર અને પ્રગાઢ ગ્રંથિનું ભેદન કરી શકતો નથી. આવું સાધારણ યથાપ્રવૃત્તિકરણ અભવ્ય જીવોને પણ અનંતીવાર થાય છે. કારણકે અભવ્ય જીવો દ્રવ્યથી યથાપ્રવૃત્તિકરણ કરે છે. વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણમાં આત્માને એટલી ક્ષમતા અને શક્તિ પ્રગટ થાય છે કે જેના પરિણામે આત્મા અંધકારથી નીકળીને પ્રકાશની પ્રથમ ક્ષીણકિરણને જોઈ શકે છે. તેનામાં સમ્યગદર્શન હજી પ્રગટ થતું નથી. પરંતુ એટલું તો અવશ્ય થાય છે કે અંધકારને ચીરીને પ્રકાશની ક્ષીણ રેખાને આત્મા જોઈ શકે છે. આમાં મિથ્યાત્વી આત્મા ગ્રંથિના નજીક પહોંચે છે પણ ગ્રંથિનું ૧૧૪ સમકિત Page #130 -------------------------------------------------------------------------- ________________ ભેદન હજી કરતો નથી. આમ પ્રત્યેક સમયે ઉત્તરોત્તર અનંતગુણી વિશુદ્ધિ થતી જાય છે. વિશેષાવશ્યકભાષ્યમાં એક ઉદાહરણ બતાવ્યું છે કે જેમ કોઈ કુટુંબના કોઠારમાં ધાન્યની ભરેલી કોઠી હોય છે. એમાંથી થોડું થોડું ધાન્ય પડતું હોય છે ત્યારે ઘણું ધાન્ય ઘરના કામ માટે બહાર નીકળે છે. આમ થવાથી કોઠીમાં ઉત્તરોત્તર ધાન્ય ઓછું થતું જાય છે. આ જ પ્રકારે આત્માની કર્મરૂપી ધાન્યની કોઠીમાંથી આત્મા અનાભોગના કારણે ઘણાં કર્મોને ખપાવે છે. તેની જોડે થોડાક જ નવાં કર્મોને ગ્રહણ કરે છે. અને આ પ્રમાણે થવાથી “ગ્રંથિદેશ’' પ્રાપ્ત થાય છે. આ પ્રકારે મિથ્યાત્વી જીવને આયુષ્ય કર્મના સિવાય શેષ ૭ કર્મોની સ્થિતિ દેશોન એક ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ બાકી રહે અને બાકીના કર્મોનો ક્ષય કરી નાખે ત્યારે ‘‘યથાપ્રવૃત્તિકરણ’’ પ્રાપ્ત થાય છે. અહીંથી ઊંડાણમાં સમજવું જરૂરી છે. અસતકલ્પનાથીઃ (દાખલા તરીકે) ૧ ક્રોડાક્રોડી સાગરોપમ સેકંડ ગણો) = ૧૧૦ સમય (નાનામાં નાનો સમય પણ આપણી સમજ માટે અંતઃક્રોડાક્રોડી સાગરોપમ = ૯૮ સમય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૧૨ સમય યથાપ્રવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૧૦ સમય એમ સમજવું. આપણે ઉપર જોયું કે અનાદિ મિથ્યાદષ્ટિજીવ યથાપ્રવૃત્તિકરણ નામના અધ્યવસાયથી આયુષ્ય સિવાય બાકીના સાત કર્મની દીર્ઘસ્થિતિમાંથી માત્ર અંતઃક્રોડાક્રોડી સાગરોપમ (= ૧૧૦-૧૨) એટલે કે ૯૮ સમયની સ્થિતિ રાખીને બાકીની સર્વસ્થિતિસત્તાને કાપી નાખે છે. આ વખતે જીવ ‘‘ગ્રંથિદેશે’’ આવ્યો કહેવાય. ગ્રંથિદેશે આવેલા જીવો જો તેમની ભવિતવ્યતા તેવા પ્રકારની હોય તો યથાપ્રવૃત્તિકરણમાં વર્તતા અને ધર્મલઘુતાને પામતાં પામતાં દ્રવ્યશ્રુતને અને દ્રવ્યચારિત્રને પામી શકે છે. આવા કાળનાં અમુક જીવો ગ્રેવેયક વિમાનમાં પણ પહોંચી શકે છે. નવપૂર્વના જ્ઞાનને પણ પામી શકે છે. આટલું પામવા પણ જીવે ગ્રંથિદેશને તો પામવું જ પડે છે. આમાં કોઈ કોઈ જીવો અધિક કર્મનિર્જરાને પામતાં પામતાં અને ઉત્કૃષ્ટ કોટિના દ્રવ્ય સાધુપણાને પામતા જો શુદ્ધભાવ સહિત પામવામાં આવે તો તે જીવને મોક્ષ હાથવેંતમાં જ આવી જાય છે. સમકિત ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ પણ માત્ર શુદ્ધભાવની ખામીના યોગે એ જીવોને સાધુપણાના પાલનનું વાસ્તવિક ફળ મળતું નથી. આવા જીવોને વધુમાં વધુ નવમાં ગ્રેવેયકની પ્રાપ્તિ થાય છે અને એ દેવલોકમાં પણ તે જીવો પોતાના રાગદ્વેષના ગાઢ પરિણામોના પ્રતાપે, ત્યાં જેવા સુખનો અનુભવ કરી શકાય તેવા સુખનો અનુભવ કરી શકતા નથી. આટલું જ નહીં પણ એ કાળમાં એ જીવો એવા અશુભ કર્મોને ઉપાર્જે છે કે એ કર્મો એ જીવોને દુઃખમય સંસારમાં ફેરવ્યા કરે છે. આમ “અભવ્ય” આદિ જીવોને ગ્રંથિદેશની પ્રાપ્તિ અને તે પછી દ્રવ્યશ્રુત તથા દ્રવ્યચારિત્રની પ્રાપ્તિ થવા છતાં પણ સંસારપરિભ્રમણનો નાશ કરવાને માટે કોઈપણ રીતે સમર્થ બની શકતા નથી. બિચારા અભવ્ય જીવો તો સ્વભાવે જ એવા છે કે તેઓ ગ્રંથિદેશ આદિને પામે છે તો પણ તેઓમાં અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટી શકતી નથી. દુર્ભવ્ય જીવોને પણ કાળની અપરિવપક્વતા પ્રધાનપણે નડે છે એટલે તેઓ સ્વભાવે મુક્તિગમનની યોગ્યતાને ધરનારા હોવા છતાં પણ તેઓને થયેલી ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ પણ તેમને અપૂર્વકરણ પામવા યોગ્ય લાયકાત પ્રગટ કરાવી શકતી નથી. ભવ્ય આત્માઓ માટે પણ ગ્રંથિદેશ આદિની પ્રાપ્તિ ત્યારે જ સફળ બની શકે છે કે જ્યારે તેમને ભવિતવ્યતા (સમય પાક્યો હોય તો) આદિની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. આ કરણ સંસારકાળમાં અનેકવાર આવે છે. અભવ્ય જીવો પણ અનંતીવાર આ કરણ કરે છે. ગ્રંથિદેશે આવેલો જીવ વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી ગ્રંથિદેશે ટકી રહે એ બની શકે, પણ એટલા કાળ પર્યત ગ્રંથિદેશે બરાબર ટકી રહે તેનો અર્થ એમ નથી કે તે ત્યાંથી પ્રગતિ જ કરે, તે ત્યાંથી પાછો પણ પડી શકે છે. જ્યારે પણ જીવના કર્મોની સ્થિતિ એક ક્રોડાક્રોડી સાગરોપમથી કાંઈક ન્યૂન હોય ત્યારે જ તેને ભાવથી “શ્રી નવકાર મહામંત્રની પ્રાપ્તિ થાય છે અને જ્યારે તે ગ્રંથિદેશથી પાછો પડે છે ત્યારે તે “શ્રી નવકાર મહામંત્ર"થી છૂટી જાય છે અને ત્યારે પાછો કર્મોને અધિક રૂપે બાંધે છે. પણ અહીંથી આગળ આસન્નભવ્ય આત્માનિષેક રચનાના નીચેના ભાગમાંથી એકેક સમયે ક્રમશઃ એકેકે નિષેકમાં પહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરતો કરતો આગળ જ્યારે યથાપ્રવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત- ૧૦ સમય પૂર્ણ થાય છે ત્યારે અત્યંત વિલાસને ફોરવીને અપૂર્વકરણમાં પ્રવેશે છે. (ચિત્ર-૨) ૧૧૬ સમકિત Page #132 -------------------------------------------------------------------------- ________________ સમકિત યથાપ્રવૃત્તિકરણવર્તી જીવની મિથ્યાત્વ મોહનીયનો અંતઃ ક્રો. કો. સા. = ૯૮ સમયની સ્થિતિસત્તા ચિત્ર - ૨ યથાપ્રવૃત્તિકરણ ગ્રંથિદેશ ગ્રંથિ ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૨) અપૂર્વકરણ- યથાપ્રવૃત્તિકરણ પછી આત્મા અપૂર્વકરણના રૂપમાં ભાવ વિશુદ્ધિની તરફ આગળ વધે છે. આત્માની વીર્યશક્તિ હજુ વધારે, પ્રબળ અને ઉજ્જવળ થાય છે. આત્માના આ શુદ્ધ પરિણામને શાસ્ત્રીય ભાષામાં “અપૂર્વકરણ” કહેવાય છે. અપૂર્વકરણનો અર્થ થાય છે કે આત્માની વીર્યશક્તિ અને વિશુદ્ધ ભાવ અને પરિણામ જે પૂર્વે જીવને ક્યારેય ન થયા હોય. અપૂર્વ એટલે પૂર્વે જીવને ન થયા હોય તેવા ભાવ. અપૂર્વકરણનું બીજું નામ “નિવૃત્તિકરણ” પણ છે. કારણ કે એકસાથે ગ્રંથિભેદ કરનારા સર્વ જીવોના અધ્યવસાયમાં તરતમતા (ભિન્નભિન્ન) હોય છે તેથી તેને “નિવૃત્તિકરણ” પણ કહેવાય છે. આ કરણને પ્રાપ્ત થયેલો જીવ અપૂર્વ આત્માના વીલાસના બળે વિશુદ્ધ પરિણામરૂપ પ્રબળ પુરુષાર્થ દ્વારા આગળ વધતા રાગદ્વેષની દુર્ભેદ ગ્રંથિનો ભેદ કરી શકે છે. ગ્રંથિ એટલે ગાંઠ. વાંસની કઠણ ગાંઠ જેમ દુર્ભેદ-ભેદવી મુશ્કેલ છે તેમ રાગદ્વેષ પરિણામરૂપ કર્મની ગાંઠને ભેદવી મુશ્કેલ છે અને તેને ભેદીને જ (ગ્રંથિભેદ) સમ્યગ્રદર્શન પ્રાપ્ત કરી શકે છે. અપૂર્વકરણના પ્રથમ સમયથી જીવ ચાર કાર્યોને એકસાથે પ્રારંભ કરે છે તે ચાર અપૂર્વ કાર્ય તે (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) અપૂર્વ રસઘાત (૩) અપૂર્વ ગુણશ્રેણી (૪) અપૂર્વ સ્થિતિબંધ હવે આપણે એ જોઈએ કે અહીંથી જીવ કેવી રીતે આગળ વધીને ત્રીજા કરણ “અનિવૃત્તિકરણ”માં પ્રવેશ કરે છે. (૧) અપૂર્વ સ્થિતિઘાત - અપર્વતનાકરણ (જે વીર્યવિશેષ દ્વારા કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થાય, તે અપર્વતનાકરણ કહેવાય છે.) દ્વારા આયુષ્ય સિવાયની જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેક રચનાના ઉપરના અગ્રભાગમાંથી જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડનો (સ્થિતિના એક ટુકડાનો) નાશ કરવો તેને “સ્થિતિઘાત” કહેવાય. અસકલ્પનાથી (દાખલા તરીકે). અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત= ૧૦ સમય સમજીએ સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૫ સમય સમજીએ. અપૂર્વકરણવર્તી જીવ નિષેકના ઉપરના અગ્રભાગમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૯૮થી ૮૭ સુધીના કુલ ૧૨ નિષેકમાંથી પ્રથમ સમયે થોડા (અસંખ્યાતા), તેનાથી અસંખ્યાતગુણા ૧૧૮ સમકિત Page #134 -------------------------------------------------------------------------- ________________ બીજા સમયે, તેનાથી અસંખ્યાત ગુણા ત્રીજા સમયે, એ રીતે પૂર્વ-પૂર્વના સમય કરતાં પછીપછીના સમયે અસંખ્યાતગુણાકારે દલિકોને ઉપાડીને નીચેના નિષેકમાં નાખે છે. જ્યારે સ્થિ તિઘાતનું અંતર્મુહૂર્ત = ૫ સમય પૂર્ણ થાય છે ત્યારે ૯૮થી ૮૭ સુધીના કુલ ૧૨ નિષેકમાં એક પણ દલિક રહેતું નથી. એટલે અંતર્મુહૂર્તકાળે=૫ સમયમાં પલ્યોપમનો અસંખ્યાતમોભાગ = ૧૨ સમયની સ્થિતિ નાશ પામે છે. આને “પ્રથમસ્થિતિઘાત” કહેવાય. આની જોડેજોડે નિષેક રચનાના નીચેના ભાગમાંથી એકેક સમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલા દલિકોને ભોગવીને નાશ કરી રહ્યો છે. માટે સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૫ સમય પૂર્ણ થતા નીચેથી ૫ સમયની (૧૧થી ૧૫ સુધીની) અને ઉપરથી ૯૮થી ૮૦ સુધીની ૧૨ સમયની સ્થિતિનો નાશ થાય છે. તેથી જ્યારે પ્રથમસ્થિતિઘાત પૂર્ણ થાય ત્યારે ૧૬થી ૮૬ સમયની સ્થિતિસત્તા હોય છે. આજ પ્રમાણે જ્યારે બીજો સ્થિતિઘાત પૂર્ણ થાય છે ત્યારે નિષેક રચનાના નીચેના ભાગમાંથી ૫ સમયની (૧૬થી ૨૦ સુધીની) અને નિષેકરચનાના ઉપરના ભાગમાંથી ૮૬થી ૭૫ સુધીની કુલ-૧૨ સમયની સ્થિતિનો નાશ થતાં ૨૧થી ૭૪ સમયની સ્થિતિસત્તા રહે છે. તે વખતે અપૂર્વકરણ પૂર્ણ થાય છે. અહીં અસકલ્પનાથી (દાખલામાં) બે જ સ્થિતિઘાત બતાવ્યા છે. પણ હકીકતમાં અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાત થાય છે. (ચિત્ર-૩) સમકિત ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૦ *FEREEદkkkE NEEL LL LLLLTI મિથ્યાત્વનો અંતઃ ક્રો. ક્રો. સા. = ૧૧ થી ૯૮ સમની સ્થિતિ સત્તા + EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE BABY BEEEEEEEEEP BE EE #BE |. ||| || | ||| સ્થિતિખંડ S: ઉદય સમય ચિત્ર - ૩ પ્રથમ સ્થિતિઘાતનો પ્રારંભ |||| ||||| અપૂર્વકરણ _ || |||||| ||| | IT ++H દલિકો નીચે ઊતરી રહ્યા છે . + ધાત્યમાન સ્થિતિખંડમાંથી કર્મદલિકો ની . સ્થિતિઘાત | | | | CT ' સમાપ્ત પ્રથમ સ્થિતિઘાત OS' G ૬ થી ૮૬ સમયની સ્થિતિ સત્તા મિથ્યાત્વનો અંતઃ કો. કો. સા. = ૧૬ થી ૮૬ રન * માં | | | | | | | | | ||| | ITI | LLL LL સમકિત Page #136 -------------------------------------------------------------------------- ________________ (૨) રસઘાત - જીવ દ્વારા ગ્રહણ કરાયેલા કાર્યણ સ્કંધોમાં “કષાયયુક્ત લેશ્યાજન્ય” અધ્યવસાય દ્વારા જૂનાધિક પ્રમાણમાં શુભાશુભ ફળ આપવાની શક્તિ ઉત્પન્ન કરાય તેને “રસ' કહેવાય છે. અને અશુભપ્રકૃતિના રસનો અપર્વતનાકરણથી નાશ કરવો તે “રસઘાત” કહેવાય છે. સત્તામાં (અહીં ખાસ ધ્યાન રાખવું કે અશુભ કર્મ પ્રકૃતિની જે નિષેકરચના છે તેમાંથી ઉદયાવલિકાગત કર્માણમાં રસનો ઘાત થતો નથી પણ તેના પછીના જે ઉદયમાં આવવાના છે તેમાં રહેલા કર્માણમાં રસનો ઘાત થાય છે.) રહેલી અશુભકર્મપ્રકૃતિના પ્રત્યેક કર્માણમાં સર્વજીવરાશિથી અનંતગુણ રસ હોય છે. તેના અનંતાભાગ કરીને તેમાંથી એક ભાગ જેટલો રસ રાખીને બાકીના સર્વે રસનો અંતર્મુહૂર્તકાળમાં નાશ કરવો તે “પ્રથમ રસઘાત” કહેવાય છે. ત્યાર પછી રસઘાત કરતી વખતે જે એક ભાગ જેટલો રસ બાકી રાખ્યો હતો તેના અનંતભાગ કરીને તેમાંથી એક ભાગ જેટલો રસ બાકી રાખીને બાકીના સર્વે રસનો અંતર્મુહૂર્ત કાળમાં નાશ કરવો તે “બીજો રસઘાત” કહેવાય છે. અસકલ્પનાથી (દાખલા તરીકે) સર્વજીવરાશિથી અનંતગુણ રસાણ = ૧ લાખ રસાણુ સમજીએ. અનંતાભાગો = ૧૦૦ ભાગ સમજીએ. હવે ધારો કે ઉદયાવલિકાનૂન (ઉદયમાં નથી આવેલા એવા) અંતઃક્રોડાકોડી સાગરોપમ = ૧૩થી ૯૮ સમયની સત્તાગત સ્થિતિમાં રહેલ દરેક કર્માણમાં ૧ લાખ રસાણ હોય છે. તેમાંથી એકેક હજાર રસાણનો એકેક ભાગ કરવાથી અનંતના ૧૦૦ ભાગ થાય છે. તેમાંથી ૧ ભાગ = ૧૦૦૦ રસાણુ રાખીને ૯૯ ભાગ = ૯૯૦૦૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો તેને “પ્રથમ રસઘાત કહેવાય છે. ત્યાર પછી પ્રથમરસઘાત વખતે જે ૧ ભાગ = ૧૦૦૦ રસાણ રાખ્યા હતા તેમાંથી દસ દસ રસાણનો એકેક ભાગ કરવાથી અનંત = ૧૦૦ ભાગ થાય છે. તેમાંથી એક ભાગ = ૧૦ રસાણ બાકી રાખીને, બાકીના ૯૯ ભાગ = ૯૯૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો તે “બીજો રસઘાત” કહેવાય છે. અહીં અસકલ્પનાથી (દાખલામાં) બે જ રસઘાત બતાવ્યા છે. પણ અહીં પણ હકીકતમાં એક સ્થિતિઘાત પૂર્ણ થાય ત્યાં સુધીમાં તો હજારો રસઘાત થઈ જાય છે. (નોંધઃ સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતાં રસઘાતનું અંતર્મુહૂર્ત ઘણું નાનું હોય છે. માટે એક સ્થિ તિઘાત પૂરો થાય ત્યાં સુધીમાં હજારો રસઘાત થઈ જાય છે.) (ચિત્ર-૪) સમકિત ૧ ૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૨ ચિત્ર - ૪ અપૂર્વકરણવર્તી જીવની મિથ્યાત્વ મોહનીયનો અંતઃ કો. ક્રો. સા. = ૧૧થી ૯૮ સમયની સ્થિતિસત્તા FEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE | GEET ઉદય સમયે ૨સઘાત | ઉદયાવલિકા ઉદયાવલિકા ન્યૂન અંતઃ ક્રો. કો. સા. = ૧૩થી ૯૮ સમયની + સત્તાગત સ્થિતિમાં રહેલા તીવ્રરસવાળા કર્મદલિકો મંદરસવાળા થઇ રહ્યા છે. ગ્રંથિભેદ સમકિત Page #138 -------------------------------------------------------------------------- ________________ (૩) ગુણશ્રેણી:-શ્રેણીનો અર્થ = ક્રમશઃ (અનુક્રમે, એક પછી એક) ગુણનો અર્થ અસંખ્યાતગુણાકારે કર્મદલિકની રચના અપવર્તનાકરણ દ્વારા નિષેકરચનાના અગ્રભાગમાંથી ઉપાડેલા દલિકોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયવલિકા ઉપરના પ્રથમ સમયથી માંડીને અંતર્મુહૂર્તના જેટલા સમય થાય, તેટલા નિષેકમાં પૂર્વ-પૂર્વના નિષેક કરતાં પછી-પછીના નિષેકમાં અસંખ્યાતગુણાકારે ગોઠવવા તે ‘‘ગુણશ્રેણી’’ કહેવાય છે. જેમ કે:- પહેલા સમયે જેટલા દલિકો ઉપાડ્યા હોય, તેમાંથી ઉદયસમયમાં થોડા, (અસંખ્યાતા) તેનાથી અસંખ્યાતગુણા બીજા સમયમાં તેનાથી અસંખ્યાતગુણા ત્રીજા સમયમાં, એ રીતે અંતર્મુહૂર્તના જેટલા સમય થાય તેટલા નિષેકમાં ગોઠવવા તે ગુણશ્રેણી કહેવાય. અસત્કલ્પનાથી (દાખલા તરીકે) ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત = ૨૨ સમય ઉદયાવલિકા = ૨ સમય = = જીવ સ્થિતિઘાત કરતી વખતે પ્રથમસમયે ઉપાડેલા દલિકોને ઉદયવતી કર્મ પ્રકૃતિમાં ઉદયસમયથી અંતર્મુહૂર્ત સુધી = ૧થી માંડીને ૨૨મા નિષેક સુધી ગોઠવે છે. અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપર એટલે ત્રીજા સમયથી અંતર્મુહૂર્ત સુધી ૩થી માંડીને ૨૨માં નિષેક સુધી ગોઠવે છે. તેમાં પ્રથમ સમયે થોડા, તેનાથી અસંખ્યાતગુણા બીજા સમયે, તેનાથી અસંખ્યાતગુણા ત્રીજા સમયે, એ રીતે ૨૨ સમય સુધી પૂર્વ-પૂર્વના સમય કરતા પછી પછીના સમયમાં અસંખ્યાતગુણાકારે કર્મદલિકોને ગોઠવે છે. પછી બીજા સમયે ઉપાડેલા કર્મદલિકોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ૨થી ૨૨ સમય સુધી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ૪થી ૨૨ સમય સુધી પૂર્વોક્ત મુજબ અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. ત્યાર પછી ત્રીજા સમયે ઉપાડેલા કર્મદલિકોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ૩થી ૨૨ સમય સુધી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ૫થી ૨૨ સમય સુધી અસંખ્યાતગુણાકારે ગોઠવે છે. આ રીતે આગળ સમજવું. નોંધઃ- અહીં ખાસ ધ્યાન રાખવું કે નિષેકરચનાના નીચેના ભાગમાંથી જેમ જેમ એકેક સમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલા કર્મદલિકો ભોગવાઈને નાશ પામતા જાય છે, તેમ તેમ ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત ઘટતું જાય છે. કારણ કે ગુણશ્રેણીની રચનાનું અંતર્મુહૂર્ત = ૨૨ નિષેકો છે. તેથી તેની ઉપરના નિષેકોમાં કર્મદલિકો ગોઠવાતા નથી. અર્થાત સમ્યક્ પ્રાપ્તિ વખતે થતી ગુણશ્રેણી આગળ લંબાતી નથી. (ચિત્ર-૫) (ચિત્ર-૬) સમકિત ૧૨૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અપૂર્વકરણવર્તી જીવની. શાતાનો અંતઃ કો. કો. સા. = ૧૧થી ૯૮ સમયની સ્થિતિ સત્તા ચિત્ર - ૫ ઉદયાવલિકા II JITTTTT LL LLLL 11TUDI TTTTTTTTTTTTTTTTTI III TTTTTTTTTTTTT T TTTTTT TTTTTTTTTTTT T TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT TTTTTTTI ળTTTTTTTTTTTTTTTTTTT TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTI RTTTTTTTTTTTTTTTTTTT TTTTTTTTT - TTTTTTTTTTTTTTTTI L TLTLTLTLTLTLTLTLTLTLTLTLTLTLT | . તા HTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT IF TTTLTLTLTLTLL TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT ITTTTTTTTTTTT | 1. TTTTTTTTTTTTTTTTTT] TITATIlI TTTTTTT TT HTTTTTTTTTTTTTTTTTTTTTTAI LLLLLITI ઉદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણિ TLTLTLT EEEEEEEEEEEEEEEEEEE અંતર્મુહૂર્ત = ૧થી ૨૨ સમયમાં ગુણશ્રેણીની રચના ઘાત્યમાનસ્થિતિ ખંડમાંથી કર્મદલિકો નીચે ઉતરી રહ્યા છે. સમકિત Page #140 -------------------------------------------------------------------------- ________________ સમકિત અપૂર્વકરણવ જીવની અશાતાનો અંતઃ ક્રો. ક્રો. સા. = ૧૧ થી ૯૮ સમયની સ્થિતિ સત્તા ચિત્ર - ૬ જE EEEEEEEEEEEEEN BE FOR = EEEEEEEEEEEEEEEEEEEEEE KEEP 0 PLETE hilo h2 LEEEEEEEEEEA LEELLE અનુઉદયવતી કર્મપ્રકૃતિની ગુણશ્રેણિ TERE - REFEEEEEદEEEEEERI - ઉદયાવલિકા | અંતર્મુહર્ત = ૩થી ૨૨ સમયમાં ગુણશ્રેણીની રચના ઘાત્યમાનસ્થિતિ ખંડમાંથી કર્મદલિકો નીચે ઉતરી રહ્યા છે. ૧ ૨ ૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ (૪) અપૂર્વસ્થિતિબંધઃ-પૂર્વે ક્યારેય નહિ થયેલો એવો જે અલ્પસ્થિતિબંધ તે “અપૂર્વસ્થિતિબંધ’ કહેવાય છે. સ્થિતિબંધનું કારણ કષાયોદય છે. જેમ કષાયોદય તીવ્ર બનતો જાય છે તેમ સંકલેશ વધવાથી સ્થિતિબંધ વધતો જાય છે. અને જેમ કષાયોદય મંદ પડે તેમ વિશુદ્ધિ વધવાથી સ્થિતિબંધ ઘટતો જાય છે. આ નિયમાનુસાર વિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો અપૂર્વકરણવર્તી જીવ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ કરતાં પછીપછીનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન કરે છે. એક સ્થિતિબંધનો કાળ અંતર્મુહૂર્ત છે. અસકલ્પનાથી (દાખલા તરીકે) અપૂર્વસ્થિતિબંધનું અંતર્મુહૂર્ત = ૫ સમય નોંધઃ અપૂર્વકરણના પ્રથમ સમયે સ્થિતિઘાત અને અપૂર્વસ્થિતિબંધ બંને એકસાથે શરૂ થાય છે. અને સાથે જ પૂર્ણ થાય છે. માટે તે બંનેનું અંતર્મુહૂર્ત સરખું છે. યથાપ્રવૃતકરણના છેલ્લા સમયે જીવ જ્ઞાનાવરણીયાદિ ૭ કર્મોનો અંતઃક્રોડાક્રોડી સાગરોપમ ૭૨ સમયનો સ્થિતિબંધ ક૨ીને અપૂર્વકરણમાં પ્રવેશે છે. પછી જીવ ૧થી ૫ સમય સુધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૧૨ સમય ન્યૂન એટલે ૬૦ સમયનો (૭૨-૧૨ ૬૦) સ્થિતિબંધ કરે છે. = = એ જ પ્રમાણે ૬થી ૧૦ સમય સુધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ = ૧૨ સમય ન્યૂન એટલે ૪૮ સમયનો (૬૦-૧૨ ૪૮) સ્થિતિબંધ કરે છે. આ રીતે પૂર્વ-પૂર્વના સ્થિ તિબંધ કરતાં પછી-પછીનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન થ તો જાય છે. આ પ્રમાણે અપૂર્વકરણના પ્રથમ સમયથી સ્થિતિઘાતાદિ ચારેય પદાર્થો એકસાથે શરૂ થઈ જાય છે. તે વખતે બતાવ્યા મુજબ ગ્રંથિભેદની પ્રક્રિયા પણ શરૂ થઈ જાય છે. ત્યાર પછી લઘુકર્મી જીવ અંતર્મુહૂર્તકાળમાં ‘‘તીક્ષ્ણકુહાડાનીધાર’’ સરખા અપૂર્વવીર્યોલ્લાસ વડે અનાદિકાલીન રાગદ્વેષના તીવ્ર પરિણામરૂપ દુર્ભેદ્ય ગાંઠને તોડીને અનિવૃત્તિકરણમાં' (ત્રીજા કરણમાં) પ્રવેશે છે. ૧૨૬ સમકિત Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન એ ઊઠે છે કે અપૂર્વકરણને પામેલો જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે છે ખરો? આનો ખુલાસો એ છે કે જીવ અપૂર્વકરણને પામ્યો હોય તે જીવ સમ્યકત્વના પરિણામને પામ્યા વિના પાછો હઠે તેવું બનતું નથી. પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ એ જીવ સમ્યગ્રદર્શનના પરિણામને પામી જાય એવું પણ બનતું નથી. અપૂર્વકરણ માત્રથી સમ્યગ્રદર્શનનું પરિણામ પ્રગટ થઈ શકે. અપૂર્વકરણ દ્વારા જીવે ઘન એવા રાગ-દ્વેષના પરિણામને તો ભેદી નાખ્યું હોય પણ હજુ મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ જ હોય છે. અને જ્યાં સુધી જીવને મિથ્યાત્વ-મોહનીયનો વિપાકોદય ચાલુ હોય છે ત્યાં સુધી જીવમાં સમ્યકત્વનું પરિણામ પ્રગટી શકતું નથી. (ચિત્ર-૭) સમકિત ૧ ૨૭. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમકિત અબાધા મિથ્યાત્વમોહનીયનો અંતઃ ક્રો. ક્રો. સા. = ૧થી ૭૨ સમયનો સ્થિતિબંધ → મિથ્યાત્વમોહનીયનો અંતઃ ક્રો. ક્રો. સા. = ૧થી ૬૦ સમયનો સ્થિતિબંધ અબાધા થતો સ્થિતિબંધ ચરમયથાપ્રવૃત્તકરણમાં અપૂર્વસ્થિતિબંધ અપૂર્વકરણમાં થતો પ્રથમ ચિત્ર - ૭ અપૂર્વસ્થિતિબંધ Page #144 -------------------------------------------------------------------------- ________________ (૩) અનિવૃત્તિકરણ -જે સમયે એકસાથે ગ્રંથિભેદ કરનારા સર્વજીવોનો એકસરખો અધ્યવસાય થઈ જાય છે તે વખતે તેઓ અનિવૃત્તિકરણમાં પ્રવેશ્યા કહેવાય છે. નિવૃત્તિ = તરતમતા (ભિન્નભિન્ન) અનિવૃત્તિ = તરતમતા ન હોવી તે. અનિવૃત્તિકરણવર્તી મહાત્મા સ્થિતિઘાતથી સત્તામાં રહેલી સ્થિતિને ઓછી કરતો, રસઘાતથી અશુભકર્મપ્રકૃતિમાંથી રસને ઘટાડતો, ગુણશ્રેણીને લીધે અસંખ્યાતગુણાકારે કર્મદલિકોને ભોગવતો અને નવા બંધાતાં કર્મોમાં સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઘટાડતો આગળ વધી રહ્યો છે. (ચિત્ર-૮) સમકિત ૧૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩) અનિવૃત્તિકરણમાં મિથ્યાત્વમોહનીયનો અંતઃ ક્રો. કો. સા. = ૨૧થી ૭૪ સમયની સ્થિતિ સત્તા ચિત્ર - ૮ | ૨૫ ઉદયાવલિકા E રસધાત "ઉદધ સૈમૈયે : ss ESTA અનિવૃત્તિકરણમાં સ્થિતિ ઘાતાદિ પ્રક્રિયા અબાધા - • • = = • « | | - સ્થિતિઘાત અપૂર્વસ્થિતિ બંધ O ) 0 | | | ગુણશ્રેણીની રચના કર્મલિકો નીચે ઉતરી રહ્યા છે. ઘાત્યમાનસ્થિતિ ખંડમાંથી સમકિત Page #146 -------------------------------------------------------------------------- ________________ જ્યારે અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તમાંથી ઘણા સંખ્યાતા ભાગ ગયા પછી માત્ર એકસંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે જીવ “અંતકરણ” કરે છે. અસત્કલ્પનાથી (દાખલા તરીકે) અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૧૦ સમય સમજવા (અહીં યથાપ્રવૃતાદિ-૩ કરણના અંતર્મુહૂર્ત એક સરખાં કહ્યાં છે. પણ વાસ્તવિક રીતે એ ત્રણે અંતર્મુહૂર્ત ઉત્તરોત્તર નાનાં છે એમ સમજવું.) અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતા ભાગ = ૬ સમય સમજવા. એક સંખ્યાતમો ભાગ = ૪ સમય સમજવા. ઉદયાવલિકા = ૨ સમય સમજવા. અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તમાંથી ઘણા સંખ્યાના ભાગ = ૬ સમય ગયા પછી એક સંખ્યાતમો ભાગ = ૪ સમય બાકી રહે, ત્યારે જીવ અંતરકરણની ક્રિયા શરૂ કરે છે. (ચિત્ર-૯) સમકિત ૧ ૩૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ચિત્ર - ૯ → મિથ્યાત્વમોહનીયનો અંતઃ ક્રો. ક્રો. સા. = ૨૭થી ૬૨ સમયની સ્થિતિ સત્તા P]] h]P2J અંતરકરણ P]c] th ૬૨ ૬૧ ૬૦ ૫૯ ૧૮ ૫૭ ૫૬ ૧૫ ૫૪ ૫૩ પૂર ૫૧ ૫૦ ૪૯ ४८ ४७ ૩૭ he ૪૪ ૪૩ ૪૨ ४१ ४० ૩૯ ૩૮ ૩૭ ૩૬ ૩૫ ૩૪ 33 ૩૨ ૩૧ 30 ૨૯ ૨૮ ૨૭ 63 વ≥ 329 +P]] h]] કર]±ર્ક ]BlI6FPe | | | ઉદયાવલિકા - અંતરણની પ્રક્રિયા અંતરકરણમાંથી કર્મદલિક પ્રથમ સ્થિતિમાં જઈ રહ્યું છે. આગાલ ઉદીરણા સમકિત Page #148 -------------------------------------------------------------------------- ________________ અંતરકરણ અંતર ખાલી જગ્યા કરણ = ક્રિયા = જીવ અનિવૃત્તિકરણના એક સંખ્યાતમા ભાગ (અંતર્મુહૂર્ત) = ૪ સમય પ્રમાણ સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત = ૧૦ સમય છે એમાં નિષેકમાં રહેલા મિથ્યાત્વના દલિકને ઉપાડીને સમય “નીચેની’’ અને ‘“ઉપરની’” સ્થિતિમાં નાખીને તેટલા નિષેકને મિથ્યાત્વના દલિક વિનાના કરવાની જે ક્રિયા કરી રહ્યો છે તે અંતરકરણ કહેવાય છે. આ વખતે જીવ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિમાં રહેલા ઉદયાવલિકાની ઉપરના નિષેકમાંથી કેટલાક દલિકોને ખેંચીને ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે. તેને “ઉદીરણા'' કહેવાય છે. તેમજ બીજી સ્થિતિમાં રહેલાં કર્મદલિકમાંથી કેટલાક દલિકને ઉદીરણાકરણથી ખેંચીને નીચે ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે આને આગાલ’’ કહેવાય છે. જે સમયે અંતરક૨ણ આંતરૂ પાડવાની ક્રિયા પૂર્ણ થાય છે. (અન્તરરળતે સતિ તસ્ય कर्मणः स्थितिद्वयं भवति) = તે સમયે મિથ્યાત્વમોહનીય કર્મની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં નીચેના ભાગને ‘પ્રથમસ્થિતિ’” અથવા “નીચેનીસ્થિતિ’” કહેવાય છે. અને ઉપરના ભાગને “દ્વિતીયસ્થિતિ’’ અથવા “ઉપરની સ્થિતિ’” કહેવાય છે. (ચિત્ર-૧૦) સમકિત ૧૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચિત્ર - ૧૦ JaY_ ૧૬ કે :p :ple iPh]>$q+>]? દ્વિતીય સ્થિતિ પ્રથમ સ્થિતિ અનિવૃત્તિ કરણ અપૂર્વકરણ યથાપ્રવૃત્તિ કરણ અંતરકરણ પ્રક્રિયા અંતરકરણની શરૂઆત ગ્રંથિભેદની ક્રિયા રાગદ્વેષની ગાઢ ગ્રંથિ ભવ્યજીવ ગ્રંથિ દેશની નજીક સમકિત Page #150 -------------------------------------------------------------------------- ________________ આમ, પ્રથમ સ્થિતિ અને દ્વિતીય સ્થિતિની વચ્ચે જે મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધ સ્થિ તિ છે તેને ‘‘ઉપશમાદ્ધા' કહેવાય છે. પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ અને દ્વિતીય સ્થિતિ અંતઃક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ હોય છે. (ચિત્ર ૧૧) સમકિત ૧૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ દર્શન મોહનીયનો અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમની સ્થિતિ ચિત્ર - ૧૧ સમ્યકત્વ મોહનીયની સ્થિતિ * શુદ્ધ પેજ •°°°°I III ••• III Ilol : |||||||||||||||||||||||||||| II II |||||| ||IIIII:ISE એએ l ulu||||||| |||||||||| III | | | TOI NITI | | | મિથ્યાત્વ મોહનીય વગરની કર્મસ્થિતિ ઉપશમાદ્ધા ૧૦૦ - મિથ્યાત્વ મોહનીયની સ્થિતિ અશુદ્ધ પૂજ ////// ઉપશમ સમ્યકત્વ ISISIS અર્ધશુદ્ધ પંજ મિશ્રમોહનીયની સ્થિતિ સમકિત Page #152 -------------------------------------------------------------------------- ________________ અંતરકરણ આંતરૂ પાડવાની ક્રિયા પૂર્ણ થયા પછી જીવ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિમાંથી એકેક સમયે ક્રમશઃ એકેક નિષેકમાં રહેલું કર્મ દલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. અને દ્વિતીય સ્થિતિમાં રહેલા કર્મદલિકોને પ્રતિ સમયે અસંખ્યાતગુણાકારે ઉપશમાવી રહ્યો છે. એટલે કે બીજી સ્થિતિમાં રહેલા કર્મદલિકોને એવી સ્થિતિમાં મૂકી રહ્યો છે કે તે દલિકો અંતર્મુહૂર્ત સુધી પાણી છાંટીને રોલર ફેરવવાથી દબાઈ ગયેલી ધૂળની જેમ શાંત પડ્યા રહે. (એટલે કે તે કર્મ, પ્રદેશ કે વિપાકથી ફળનો અનુભવ કરાવી શકતા નથી). = જ્યારે પ્રથમ સ્થિતિ ઉદય-ઉદીરણાથી ભોગવાઈને નાશ પામી જાય છે ત્યારે મિથ્યાત્વ મોહનીયકર્મનો બંધ અને ઉદય અટકી જાય છે. તેમજ બીજી સ્થિતિમાં રહેલા બધા જ કર્મદલિકો ઉપશાંત (દબાયેલા) થઈ જાય છે. અનિવૃત્તિકરણ પૂર્ણ થયા બાદ જેમ સળગતો દાવાનળ ઘાસ વિનાની ઉજ્જડ ભૂમિમાં પ્રવેશતાની સાથે જ ઓલવાઈ જાય છે, તેમ જીવ મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધ ભૂમિરૂપ ઉપશમાદ્ધામાં પ્રવેશતાની સાથે જ મિથ્યાત્વનો ઉદયરૂપ દાવાનળ ઓલવાઈ જવાથી “ઉપશમસમ્યક્ત્વને’’ પ્રાપ્ત કરે છે. (ચિત્ર ૧૨) સમકિત ૧૩૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૧૨ ઉપશમસમ્યકત્વ દૃષ્ટિ ઉપશમસમ્યત્વ દૃષ્ટિ અપ્રમત્તસર્વવિરત પ્રમત્તસર્વવિરત દેશવિરત અવિરતસમ્યગ્દષ્ટિ મિશ્ર સાસ્વાદન મિથ્યાત્વગુણસ્થાન ૧ ૩૮ સમકિત Page #154 -------------------------------------------------------------------------- ________________ જેમ જન્માંધ માણસને આંખો મળતા જેટલો આનંદ થાય છે. તેના કરતાં પણ વધારે આનંદ ઉપશમસમ્યગ્દષ્ટિને થાય છે. ઉપશમ સમકિત થતાં જ તે જીવ ચોથા ગુણસ્થાનકે પહોંચી જાય છે. ત્યાં સુધીની સર્વ પ્રક્રિયા તે ૧લા ગુણસ્થાનકે જ કરે છે. મિથ્યાત્વના ઘરમાં રહીને મિથ્યાત્વને હટાવવાની તાકાત પ્રભુના માર્ગમાં અને ધર્મમાં જ છે જે આ ગુણસ્થાનકે જીવ કરી બતાવે છે. ઉપશમ સમકિત પ્રાપ્ત થયા પછી જે મિથ્યાત્વ મોહનીય કર્મ ઉદયમાં આવવાનું છે અર્થાત્ સત્તામાં રહેલ મિથ્યાત્વ મોહનીયના અંતઃક્રોડાકોડી સાગરોપમની સ્થિતિના દલિકોના અધ્યવસાયની વિશુદ્ધિના જોરે ત્રણ પુંજ (ભાગ) થાય છે. (૧) એક પુંજ એટલો વિશુદ્ધ હોય છે જેનાથી મિથ્યાત્વનો અભાવ થાય છે એટલે કે ઉપશમમાંથી ક્ષયોપશમ સમકિતમાં જાય છે એટલે કે ૪થા ગુણસ્થાનકે રહે છે. (૨) બીજો પુંજ અર્ધશુદ્ધ પુંજ હોય છે તેનાથી મિશ્ર પરિણામ થાય છે. અર્થાત્ મિશ્ર મોહનીયનો ઉદય થતાં જીવ ત્રીજા ગુણસ્થાનકે જાય છે. (૩) ત્રીજો પુંજ અશુદ્ધ હોય છે. તેનાથી ફરી મિથ્યાત્વનો ઉદય થતાં જીવ ફરીને પ્રથમ ગુણસ્થાનકે ચાલ્યો જાય છે. આમ, ઉપશમ સમકિતની અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્ણ થતાં જ જે પેજનો ઉદય થાય તે પ્રમાણે જીવ એ અવસ્થાને પામે. (ચિત્ર ૧૩) સમકિત ૧૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ચિત્ર - ૧૩ દર્શન મોહનીયનો અંતઃ ક્રો. ક્રો. સા. = ૩૧થી ૬૨ સમયની કર્મસત્તા ૬૨ ૬૧ ૬૦ ૫૯ ૫૮ ૫૭ ૫૬ |=|≈|"|૪| ૫૫ ૫૪ ૫૩ પર ૫૧ ૫૦ ૪૯ ૪૮ ૪૭ ૪૬ ૪૫ ૪૪ ૪૩ ૪૨ ૪૧ 02 ૩૯ ૩૮ ૩૭ ૩૬ ૩૫ ૩૪ 33 ૩૨ ૩૧ P]] h]>pit bĀતરે ઉપશાય સમ્યક્ત્વની પ્રાપ્તિ SO शुद्ध અશુદ્ધ પુજ ઉપશમાહો મિથ્યાત્વ મોહનીય વગરની કર્મસ્થતિ ]]>[>s[ht] me ]]>કJ2tf b]]>[h blat] સમકિત Page #156 -------------------------------------------------------------------------- ________________ અહીં એક અગત્યની વાત સમજવી જરૂરી છે, કે તે સાચું સાધુપણું કે શ્રાવકપણું ગ્રંથિભેદાદિ થયા બાદ સમ્યગ્દર્શન પ્રગટે અને સર્વવિરતિ કે દેશવિરતિ પરિણામ પણ પ્રગટે ત્યારે જ આવે છે. સર્વવિરતી કે દેશિવરતિ ખરેખર પામેલાઓ તો ગ્રંથિભેદાદિ કરેલ જ હોય છે. આ ક્રિયા માત્રની વાત નથી, પણ પરિણામની વાત છે. સર્વવિરતિ કે દેશવિરતિ ક્રિયા કરાય એ જુદી ચીજ છે અને તેનાં પરિણામ આવે એ જુદી ચીજ છે. શુદ્ધ ક્રિયા અને પરિણામ એક સ્વરૂપ જ હોય તેવું બનવું જોઈએ. પણ એવું વિરલ જીવોમાં જ બને છે. અને જે ક્રિયા ચાલુ હોય તેથી તદ્દન ઊલટું પરિણામ અંદર વર્તતું હોય તેવું ઘણું બને છે. એટલે સર્વવિરતિ ક્રિયા હોય ને પરિણામ જુદું કે ઊલટું હોય એવું પણ બને એમ દેશવિરતિની ક્રિયા એ જુદી ચીજ છે અને તેનું પરિણામ તે જુદી ચીજ છે. એ જ રીતે સમ્યક્ત્વની ક્રિયા અને તેનું પરિણામ એ પણ જુદી ચીજ છે. અહીં આપણે જે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વક૨ણ અને અનિવૃત્તિકરણની જે વાતો કરીએ છીએ તે પરિણામની વાત છે. ‘કરણ’’ એટલે આત્માનું ‘‘પરિણામ’’ કહેવાય. એટલે સાધુપણાની, દેશવિરતિની કે સમ્યક્ત્વની ક્રિયા માત્રથી સર્વવિરતી, દેશિવરતિ કે સમ્યગ્દર્શનનું પરિણામ આવી જ ગયું છે એમ મનાય નહિ. ક્રિયાઓનું મહત્ત્વ એટલા માટે છે કે એકવાર ‘‘પરિણામ’” આવી જાય છે પછી તેને તે પરિણામમાં ટકવા માટે ક્રિયાની જરૂર છે. જેમકે ગૃહસ્થ વેષવાળાને પણ સર્વવિરતિનું પરિણામ આવે એવું બની શકે પણ સર્વવિરતિના એ પરિણામને ટકાવવા માટે સાધુપણાની ક્રિયા અને વેષ વગેરેની તો જરૂર પડે જ. આમ સમ્યગ્દર્શનની દુર્લભતા, ઉપલબ્ધિ, પ્રાપ્તિ અને ઉત્પત્તિ આ બધાં કારણો અને પ્રક્રિયાઓને સમજીને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. (ચિત્ર ૧૪) સમકિત ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ચિત્ર - ૧૪ મિથ્યાત્વની યથાપ્રવૃત્તિકરણ ગ્રંથિની નજીક અપૂર્વકરણ ગ્રંથિ ગ્રંથિદેશ અનિવૃત્તિકરણ શુદ્ધ પુંજ (સમ્યકત્વ) અશુદ્ધ પુંજ (મિથ્યાત્વ) અંતરકરણ ઉપશમ સમ્યક્ત્વ ---- અર્ધશુદ્ધ પુંજ (મિશ્ર) સમકિત Page #158 -------------------------------------------------------------------------- ________________ સમકિત પ્રાપ્તિના ભાંગાઃ આ ભાંગા ખાલી પહેલી વખત સમકિત પ્રાપ્તિ થાય ત્યાર માટેના જ નથી, પણ વમાઈ ગયેલા પાછા સમકિત પામે તેના પણ ગણવા. કેમ કે દા.ખ. (૧) ક્ષાયિક સમકિત (૨) ક્ષાયિક વેદક સમકિત તે પહેલી વાર ગ્રંથિભેદ કરતી વખતે ન થાય પણ વમાયેલાને ફરીથી સમકિત પ્રાપ્તિ વખતે થઈ શકે છે. જ્યારે પણ સમકિત પ્રાપ્ત કરે પહેલીવાર કે બીજીવાર તેઓને આ નીચે બતાવ્યા મુજબ બારમાંથી કોઈને કોઈક અવસ્થા પ્રમાણે થાય છે. આ સમકિત પ્રાપ્તિના અલગ અલગ રસ્તાઓ છે. સમકિત ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ સમકિત પ્રાપ્તિના ભાંગાદર્શન સપ્તકની સાત પ્રકૃતિઓના કારણે થતાં વિકલ્પોના (જુદી જુદી રીતે) આધારે સમકિત પ્રાપ્ત થવાના ભાંગા શય ઉપશમ થયોપશમ ઉદય ૧) ક્ષાયિક સમકિત | ૭ (દર્શન સપ્તક) --- ૨) ઉપશમ સમકિત ૩) ક્ષાયિક વેદક ૧ (સમ્યક્ત મોહનીય) | | ૭ (દર્શન સપ્તક) ૬ (અનંતાનુબંધી ૪ + મિથ્યાત્વમોહનીય + મિશ્રમોહનીય ૬ (અનંતાનુબંધી ૪ + મિથ્યાત્વમોહનીય + મિશ્રમોહનીય ૪) ઉપશમ વેદક ૧(સમ્યકત્વ મોહનીય) ૫) ક્ષયોપશમ વેદક ૬ (અનંતાનુબંધી ૪ + મિથ્યાત્વમોહનીય | ૧ (સમ્યકત્વ મોહનીય) + મિશ્રમોહનીય ૬) ક્ષયોપશમ વેદક ૧ (મિશ્રમોહનીય) ૫ (અનંતા.૪+ મિથ્યાત્વ મોહનીય) ૧(સમ્યકત્વ મોહનીય) ૭) ક્ષયોપશમ વેદક --- ૨ (મિથ્યાત્વમોહનીય + મિશ્રમોહનીય) અનંતાનુબંધી ૪ | ૧(સમ્યકત્વ મોહનીય) ૮) ક્ષયોપશમ વેદક | ૪ (અનંતા.૪) ૩(દર્શનત્રિક) ૯) ક્ષયોપશમ વેદક ૫ (અનંતા.૪ + મિથ્યાત્વમોહનીય) ૨ (મિશ્ર મોહનીય + સમ્યક્ત્વ મોહનીય) ૬ (અનંતા.૪+ ૧૦) ક્ષયોપશમ વેદક | મિથ્યાત્વ મોહનીય + મિશ્રમોહનીય) ૧(સમ્યત્વમોહનીય) --- ૧૧) કયોપશમ વેદક | ૪ (અનંતા.૪) ૨ (મિથ્યાત્વ મોહનીય| ૧ (સમ્યકત્વ મોહનીય + મિશ્ર મોહનીય) | સૂક્ષ્મ ઉદય). ૧ (સમ્યકત્વ ૧ (મિશ્ર મોહનીય). મોહનીય) સૂક્ષ્મ ઉદય ૧૨) ક્ષયોપશમ વેદક ૫ (અનંતા.૪ + મિથ્યાત્વ મોહનીય) (ચિત્ર ૧૫) ૧૪૪ સમકિત Page #160 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર – ૧૫ ભવ્યજીવની યાત્રા (અવ્યવહાર રાશિથી સમ્યકદર્શન સુધી) જીવની અવસ્થા ભવ્ય અભવ્ય અવ્યવહાર રાશિ વ્યવહાર રાશિ શ્રવણ સન્મુખી કાળ (૨ પુલ પરાવર્તન કાળ) માર્ગ સન્મુખી કાળ (૧.૫ પુગલ પરાવર્તન કાળ) ધર્મ યૌવન કાળ (૧ પુલ પરાવર્તન કાળ) અંતિમ પુદ્ગલ પરાવર્તન કાળ શુક્લપક્ષી (૧/૨ પુલ પરાવર્તન કાળ) દ્વિબંધક સકૃતબંધક અપુનબંધક માર્ગાભિમુખ માર્ગપતિત માર્ગાનુસાર યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અંતરકરણ (ઉપશમસમ્યત્વ) શુદ્ધ પુંજ ક્ષયોપશમ સમકિત ચોથું ગુણસ્થાન અર્ધશુદ્ધ પુંજ મિશ્ર ત્રીજું ગુણસ્થાન અશુદ્ધ પુંજ મિથ્યાત્વ પ્રથમ ગુણસ્થાન સમકિત ૧૪૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૨.૬ સમ્યગ્દર્શનનાં રૂપો-વ્યવહાર અને નિશ્ચય આપણે આગળ જોયું કે આત્માનું દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિશુદ્ધિને ધર્મ કહેવાય છે. પણ આ ધર્મનું આચરણ માત્ર આત્માથી થઈ શકતું નથી, અને નથી થઈ શકતું માત્ર શરીરથી. આના કારણે ધર્મ મેળવવા માટે જીવનમાં જેમ બાહ્ય અને આભ્યન્તર આ બેઉ રૂપો હોય છે. તેમ સમ્યગ્દર્શનના પણ બાહ્ય અને આભ્યન્તર બે રૂપો છે. સમ્યગ્દર્શનનું બાહ્યરૂપ તે શરીર છે અને આભ્યન્તર રૂપ તે આત્મા છે. સાધકને જીવનમાં બંનેની જરૂરિયાત હોય છે. સમ્યગ્દર્શનના આભ્યન્તર રૂપ વિના આત્મશુદ્ધિ થતી નથી અને બાહ્યરૂપ વગર વ્યવહાર શુદ્ધિ થતી નથી. સમ્યગ્દર્શનનું બાહ્યરૂપ છે દેવ, ગુરુ ને ધર્મ ઉપર શ્રદ્ધા રાખવી અને સાત કે નવ તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખવી. અને તેનું આભ્યન્તર રૂપ છે નિશ્ચય સમ્યગ્દર્શન એટલે કે આત્માની એવી વિશુદ્ધતા કે સત્ય જાણ્યા પછી તેના ઉપર નિશ્ચયથી શ્રદ્ધા કરવાવાળી સ્વાભાવિક રુચિ જાગૃત થઈ જાય. શુદ્ધજીવનો અનુભવ થઈ જવો તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. અને તેને રોકનાર છે. દર્શનમોહનીય ત્રિકઃ ૧) મિથ્યાત્વ દર્શન મોહનીય ૨) મિશ્ર દર્શન મોહનીય ૩) સમ્યક્ત્વ દર્શન મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, અને લોભ. આ સાતનો ઉપશમ, ક્ષોયપશમ કે ક્ષય થતાં જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. નિશ્ચય સમ્યગ્દર્શન જાણવાનું લક્ષણ એ છે કે આત્માને પોતાના આત્મ તત્ત્વની સમજ આવી જાય, તેને આત્મા, અનાત્માનું ભેદવિજ્ઞાન ખબર પડી જાય, પર પદાર્થો ઉપરથી મોહ છૂટવા લાગે, સ્વ-સ્વરૂપમાં જ વધારે ધ્યાન રહે, અને ધીરેધીરે દેહ ઉપરનો રાગ પણ છૂટવા લાગે. શુદ્ધ આત્માનો આ અનુભવ કોઈપણ ભેદરહિત હોય છે. તેના જુદા જુદા પ્રકારો હોતા નથી. પોતાના જ શુદ્ધ ભાવવાળા આત્માને તે દેવ, ગુરુ અને શુદ્ધ પરિણામને ધર્મ માને છે અથવા તો તે અરિહંત અને સિદ્ધમાં જે જ્ઞાન સ્વરૂપ નિશ્ચય આત્મા છે, તેને દેવ માને છે, તથા આચાર્ય, સમકિત ૧૪૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય અને સાધુમાં તેમના શુદ્ધઆત્માને તે ગુરુ માને છે અને રત્નત્રયના સ્વાત્માનુભૂતિને તે ધર્મ માને છે. આ પ્રકાર આત્મકેન્દ્રિત થઈ જવું તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. પણ એક વાત નક્કી છે કે આત્મ સ્વરૂપનો દૃઢ નિશ્ચય ત્યાં સુધી થતો નથી જ્યાં સુધી આત્મા અને કર્મોના સંબંધી જે તત્ત્વો બન્યા છે તેના ઉપર અને તેના ઉપદેશ દાતા દેવ, ગુરુ અને શાસ્ત્રો ઉપર શ્રદ્ધા ન થાય. દાતા ઉપર શ્રદ્ધા વગર તેમનો બતાવેલો માર્ગ ઉપર શ્રદ્ધા થવી તે સંભવ નથી. આ કારણે પંચાસ્તિકાયમાં વ્યવહાર-સમ્યગ્દર્શનને આત્મતત્વનું નિશ્ચથી જાણવાનું બીજ બતાવ્યું છે. " तेषा मिथ्यादर्शनोदयापादिताश्रद्धानाभावस्वभावं भावान्तरं श्रद्धानं सम्यदर्शनं शुद्धचौतन्यरुपात्पतत्वविविश्य बीजम" સમ્યગ્દર્શન; (પાનું ૩૧૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) એવા ભાવો જે મિથ્યાદર્શનથી પ્રાપ્ત થતી અશ્રદ્ધા વગર હોય, અને નવ તત્ત્વ અને સ્વભાવ ઉપર શ્રદ્ધા હોય એવા ભાવોને વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. અને એ ભાવોશુદ્ધ ચૈતન્યરૂપ આત્મતત્ત્વ ઉપર શ્રદ્ધા કરાવવા માટેના બીજ છે. આથી એ વાત ચોક્કસ છે કે નિશ્ચય-સમ્યગ્દર્શન તે લક્ષ છે, અને વ્યવહાર સમ્યગ્દર્શન તે તેને પ્રાપ્ત કરવાનું સાધન છે. ધર્મના પહેલા પગથિયા પર પગ રાખવા માટે વ્યક્તિને વ્યવહાર-સમ્યગ્દર્શનના મદદની જરૂરિયાત રહે છે. જ્યારે તે નિશ્ચય ઉપર પહોંચીને તેમાં દઢ અને મજબૂત બની જાય છે પછી વ્યવહાર આપોઆપ છૂટી જાય છે. એટલે વ્યવહાર વગર નિશ્ચય સમ્યગ્દર્શન સંભવ નથી. પણ શરત એ છે કે વ્યવહાર સમ્યગ્દર્શનનું લક્ષ્ય નિશ્ચય ઉપર જ હોવું જોઈએ. અંતમાં તો બંને પ્રકાર ‘વ્યવહાર કે નિશ્ચય” તે બંને શુદ્ધ આત્મ સ્વરૂપ ઉપર શ્રદ્ધા કરાવી અને આત્માને કર્મબંધનથી સર્વથા મુક્ત કરી મોક્ષ પ્રાપ્ત કરાવે છે. સમકિત ૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના બે ભેદ-ચરાગ અને વીતરાગ સમ્યગ્રદર્શનના જુદા જુદા ભેદોમાંથી ગ્રંથકારોએ પાત્રોની અપેક્ષાથી પણ બે ભેદ કર્યા છે. ૧) સરાગ સમ્યગદર્શન ૨) વીતરાગ સમ્યગદર્શન એ વાત તો સ્વાભાવિક છે કે સમ્યગદર્શન પોતાથી તો ન સરાગી હોય અને ન વીતરાગી તો આ બે ભેદ કયા કારણથી કર્યા છે? તેનો જવાબ એ છે કે જે જીવ સરાગી હોય તેનું સમ્યગદર્શન સરાગ સમ્યગ્રદર્શન કહેવાય અને જે જીવ વીતરાગી હોય તેનું સમ્યગદર્શન વીતરાગ સમ્યગદર્શન કહેવાય છે. આનો અર્થ એ થાય છે કે સરાગતા અને વીતરાગતાનો સંબંધ તો કષાયોની હાજરી કે ગેરહાજરી ઉપર છે અને કષાયોના સદ્ભાવ અને અસદ્ભાવ જોડે જોડાયેલી છે. આમ તો દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ ના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમના કારણે સમ્યગદર્શનની આત્મવિશુદ્ધિ પ્રગટ તો થઈ જાય છે. પણ તે જીવ તેનાથી કષાયરહિત થતો નથી. રાગ અને કષાયોની પ્રવૃત્તિ તો ચારિત્રમોહનીય કર્મના કારણે હોય છે. આથી સરાગી સમ્યગ્દષ્ટિની બાહ્ય પ્રવૃત્તિઓમાં રાગ કે દ્વેષની પ્રધાનતા હોય છે. પણ ફરક એ છે કે અશુભ રાગની પ્રવૃત્તિ તો ઓછી થઈ જાય છે. અને શુભ અને પ્રશસ્તરાગની પ્રવૃત્તિ તો ચાલુ રહે છે. રાગ તે દશમા ગુણસ્થાનક સુધી હોય છે. એટલે દશમા ગુણસ્થાનક સુધીના જીવોના સમ્યકત્વને સરાગ સમ્યકત્વ કહેવાય છે. અને તેના ઉપરના જીવોના સમ્યકત્વને વીતરાગ સમ્યકત્વ કહેવાય છે. આ ઉપરના કારણના હિસાબે તત્ત્વાર્થસૂત્રની સર્વાથસિદ્ધિ ટીકામાં કહ્યું છે કે "तद् द्विविधं सराग-वीतरागविषयभेदात" - સર્વાર્થસિદ્ધિ; ગાથા ૧.૨.૧૨ (ફકરો) (પાનું ૭, લેખકઃ આચાર્ય પૂજ્યપાદ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૮૯, ૪થું સંસ્કરણ) ૧૪૮ સમકિત Page #164 -------------------------------------------------------------------------- ________________ સરાગી જીવના સમ્યગ્દર્શનને સરાગ સમ્યગ્દર્શન કહેવાય છે અને વીતરાગી જીવના સમ્યગ્દર્શનને વીતરાગ સમ્યગ્દર્શન કહેવાય છે. ઉપાસકાધ્યયનમાં આ બે પ્રકાર માટે બતાવ્યું છે કે – “सराग- वीतरागात्मविषयत्वाद् द्विधा स्मृतम्” – ઉપાસકાધ્યયન કલ્પ; ગાથા ૨૧.૨૨૭ (પાનું ૧૦૮, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશ, દિલ્હી, વર્ષ ૧૯૪૪) સરાગ આત્મા અને વીતરાગ આત્માની અપેક્ષાથી સમ્યક્ત્વના સરાગ અને વીતરાગ એમ બે ભેદ બતાવ્યા છે. હવે આપણે સરાગ અને વીતરાગ સમ્યગ્દર્શનના લક્ષણો સમજીએ. આચાર્ય અમિતગતિ સરાગ અને વીતરાગ સમ્યગ્દર્શનના લક્ષણ બતાવવા કહ્યું છે કે “संवेग-प्रशमास्तिक्यकारुण्य व्यक्तलक्षणम् । सरागं पटुपभिज्ञेयमुपेक्षा लक्षणं परम् ॥” - - સમ્યગ્દર્શન; (પાનું ૩૧૬, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) પ્રશમ, સંવેગ, આસ્થા અને કરુણા આ પ્રગટ લક્ષણોવાળું સમ્યગ્દર્શન સરાગ અને તેનાથી વિપરીત એટલે વીતરાગતા એવા લક્ષણવાળું સમ્યગ્દર્શન હોવું એટલે વીતરાગ સમ્યગ્દર્શન સરાગના લક્ષણ તરીકે દેવ, ગુરુ અને ધર્મમાં શુભોપયોગરૂપ પ્રવૃત્તિ રાખવી એમ બતાવે છે. એટલે કે શુભરાગ. તો સમ્યગ્દર્શનને શુભરાગનું કારણ માનવું? આનો જવાબ એ છે કે સમ્યગ્દર્શન એટલે વીતરાગ સમ્યગ્દર્શન થયા તેના પહેલાથી જ જીવમાં રાગ રહેલો હોય છે. સમ્યગ્દર્શન થવાથી પહેલા તો તે રહેલા રાગમાં ઘટાડો થાય છે. અને બીજી વાત એ છે કે તે રાગની દૃષ્ટિ બદલાય છે. પહેલા જ્યાં રાગ સ્ત્રી-પુત્ર આદિ તરફ હતો તે હવે આત્મવિકાસ માટે દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાનું એકરૂપ તરીકે થઈ જાય છે. છેલ્લે તો આવા પ્રકારના સરાગ સમ્યગ્દર્શનમાંથી વીતરાગ સમ્યગ્દર્શન તરફ આવવાનું તો હોય જ છે. સમકિત ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ આમ, ભગવતી આરાધનામાં બંને પ્રકારના સમ્યગદર્શનનું અંતર બતાવતા કહે છે કે "तत्र प्रशस्तरागसहितानां श्रध्धानं सराग सम्यगदर्शनम | रागद्वयरहितानां क्षीणमोहावरणानां वीतरागसम्यदर्शनम ||" - ભગવતી આરાધના; ગાથા ૧.૫૦ (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર (મહારાષ્ટ્ર), વર્ષ ૧૯૭૮) પ્રશસ્ત (વખાણવા લાયક પદાર્થો જેવા કે દેવ, ગુરુ અને ધર્મ તરફનો રાગ) રાગસહિત જીવોની શ્રદ્ધા તે સરાગ સમ્યગદર્શન કહેવાય, જ્યારે પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના રાગોરહિત અને જેનામાં મોહનું આવરણ ક્ષીણ થઈ ગયું છે એવા સમ્યગદર્શનને વીતરાગ સમ્યગદર્શન કહેવાય. આમ, આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે સમ્યગદર્શન તે રાગનું કારણ નથી પણ ઉપરથી તેની હાજરીમાં રાગની હીનતા થાય છે. આ બે પ્રકારના સમ્યગદર્શન કઈ રીતે જાણી શકાય તેમાં પણ ફરક છે. સમ્યગદર્શન આમ તો આત્માનો ધર્મ છે. આંખથી દેખાય તેવી વસ્તુ નથી. પરંતુ અપ્રમત સમ્યગ્દષ્ટિ આદિ સરાગી જીવોમાં પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્થા આદિ લક્ષણોને જોઈને સમ્યગ્દર્શનના અસ્તિત્વની જાણ થઈ શકે છે. અપ્રમત સમ્યગ્દષ્ટિથી ૧૦મા ગુણસ્થાનક સુધી જીવ પોતાનામાં થવાવાળા પ્રશમાદિ ગુણોનો નિર્ણય કરી એમ માની શકે કે “હું સમ્યગ્રષ્ટિ છું” આ રીતે પોતાના અનુભવ અને બીજામાં અનુમાન કરીને જે જાણી શકાય કે તેને સમ્યગદર્શન છે, આમ આવા સમ્યગદર્શનને સરાગ સમ્યગદર્શન કહેવાય. આની સામે ઉપશાંતકષાય આદિ ગુણસ્થાનવર્તી (૧૧મા ગુણસ્થાન ઉપર) તેમનું સમ્યગદર્શન તે વીતરાગ સમ્યગદર્શન કહેવાય છે. જે કેવળ આત્મશુદ્ધિરૂપ જ હોય છે. કારણ કે વીતરાગી જીવોમાં ચારિત્ર મોહનીયનો ઉદય હોતો નથી. એટલે તેમને પ્રશમાદિ ભાવ હોતા નથી. તેથી વીતરાગ સમ્યગદર્શન તે પોતાના અનુભવથી જ પ્રત્યક્ષ જાણી શકાય છે અને પ્રશમાદિ દ્વારા નહીં. દર્શન મોહનીયના ઉપશમ કે ક્ષયથી જે આત્મામાં નિર્મળતા થાય છે. તેને આત્મશુદ્ધિ કહેવાય છે. દ્રવ્યસંગ્રહની ટીકામાં કહ્યું છે કે ૧૫૦ સમકિત Page #166 -------------------------------------------------------------------------- ________________ "त्रिगुप्तावस्था लक्षण वीतरागसम्यकत्व प्रस्तावे" ત્રિગુપ્તરૂપ અવસ્થા એ વિતરાગ સમ્યક્ત્વનું લક્ષણ છે. એનો અર્થ એ છે કે, “મન, વચન અને કાયા” આ ત્રણ ગુપ્તિઓથી યુક્ત વીતરાગ સમ્યકત્વ હોય છે. આના કારણે પ્રશમાદિ તેઓમાં હાજર હોતાં નથી. આ ઉપરાંત સરાગ અને વીતરાગ સમ્યગદર્શનનો ફરક બતાવતા સમયસાર તાત્પર્યવૃત્તિમાં કહ્યું "सरागसम्यग्दृष्टिः सन्न: शुभकर्म कतृत्वं मुंचति निश्चयचारित्राविनाभावि वीतरागसम्यग्दृष्टिभूत्वा शुभाशुभसर्वकर्मकतृत्वं च मुंचति" સમયસાર તાત્પર્યવૃત્તિ ૯૭/૧૨૫/૧૩ અર્થા-સરાગ સમ્યગ્રષ્ટિ હોય ત્યારે ખાલી અશુભ કર્મબંધના કારણોનો ત્યાગ કરે છે. જ્યારે વીતરાગ સમ્યગ્દષ્ટિ હોય તે શુભ અને અશુભ દરેક પ્રકારના કર્મબંધના કારણોને છોડે છે. અહીં સમજવાનું એ કે આત્મસ્વરૂપ શ્રદ્ધાન જે વીતરાગી જીવોમાં હોય છે. તેવું જ સરાગીમાં પણ હોય છે. બન્નેની શ્રદ્ધામાં કોઈ ફરક હોતો નથી. ફરક માત્ર રજૂઆતમાં છે. સરાગી જીવોમાં સમ્યગ્રદર્શનની રજૂઆત પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્થા ભાવથી થાય છે. જ્યારે વીતરાગી જીવોમાં માત્ર આત્મવિશુદ્ધિથી. બંને સમ્યગ્રદર્શનમાં ઘણીખરી સમાનતા પણ હોય છે. સરાગ અને વીતરાગ બંને સમ્યગદર્શનવાળા જીવોમાં દર્શનમોહનીય કર્મનો ઉદય હોતો નથી. એટલે દર્શનમોહનીય રહિત આત્મા દ્વારા જે તત્ત્વો ઉપર શ્રદ્ધા થાય છે તે સરખી જ હોય છે. “તત્ત્વાર્થ શ્રદ્ધાન સમ્યગદર્શન” આ લક્ષણ સરાગ અને વીતરાગ બંને સભ્યદૃષ્ટિઓમાં સરખી હોય છે. બંનેમાં ચારિત્ર પર્યાયો વધઘટ હોઈ શકે પણ દૃષ્ટિમાં ફરક ન હોય. આ કારણોથી બંને સમ્યગદર્શનમાં સરખાપણું રહેલું છે. અહીં એક અગત્યની વાત છે કે આચાર્ય પૂજ્યપાદે વીતરાગ સમ્યગદર્શનના લક્ષણ તરીકે કહ્યું છે કે, “વીતરાગ સમ્યગદર્શનનું લક્ષણ છે ફક્ત આત્મવિશુદ્ધિ માત્ર.” સમકિત ૧ ૫૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ રાજવાર્તિકમાં આ મુદ્દાને સ્પષ્ટ કરતાં કહ્યું છે કે "सप्तानां कर्मप्रकृतिनां आत्यन्तिकेडपगमे सत्यात्मविशुद्धिमात्रमितरद् वीतरागसम्यकत्वमि યુવ્યતે” - તત્ત્વાર્થરાજવાર્તિક; ૧.૧.૨.૧૦ (ફકરો) (પાનું ૨૨, લેખકઃ આચાર્ય અકલંકદેવ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, (ઉ.પ્ર.), વર્ષ ૧૯૫૩) “દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધી ચાર એમ સાત પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થઈ જવાથી જે આત્માશુદ્ધિ માત્ર પ્રકટ થાય છે તેને પણ વીતરાગ-સમ્યક્ત કહેવાય છે.” દ્રવ્યસંગ્રહની ટીકામાં આ સરાગ અને વીતરાગ એ બંનેને વ્યવહાર અને નિશ્ચયની સાથે સરખાવતાં બતાવ્યું છે કે "शुद्धजीवादि तत्त्वार्थ-श्रद्धानलक्षणं सरागसम्कत्वाभिधानं व्यवहारसम्यकत्वं विज्ञेयम | .... वीतरागचारित्राविनाभूतं वीतरागसम्यकत्वाभिधानं । निश्चयसम्यकत्वं च ज्ञातव्यम् ।" -દ્રવ્યસંગ્રહ ટીકા ૪૧-૧૭૭-૧૨ શુદ્ધ જીવ આદિ તત્ત્વાર્થો ઉપરના શ્રદ્ધાનરૂપ સરાગ સમ્યક્તને વ્યવહાર-સમ્યગદર્શન જાણવું જોઈએ, અને વીતરાગચારિત્ર વગર ન થાય એવું વીતરાગ સમ્યગ્રદર્શનને નિશ્ચય સમ્યગદર્શન સમજવું જોઈએ. આ સંબંધમાં અમુક આચાર્યોમાં મતભેદ છે. એમનું કહેવું છે કે વીતરાગ-સમ્યગ્દર્શનની સાથે વીતરાગ ચારિત્ર હોવું તે જરૂરી છે. જો આમ માનીએ તો પ્રશ્ન ઊભો થાય છે કે. ગૃહસ્થ અવસ્થામાં તીર્થકર, ભરત ચક્રવર્તી, રામ, પાંડવ, શ્રેણિક મહારાજા આદિનો “નિજ શુદ્ધાત્મામાં જ ઉપાદય હતો.” આવા પ્રકારનું રુચિરૂપ નિશ્ચય-સમ્યકત્વ હતું. પણ તેમનામાં વીતરાગ ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર) હતું નહીં. એ સમયે તેઓ સંયમી સાધુ પણ ન હતા. આ મુદ્દા પરથી પૂર્વાપર વિરોધ થાય છે. આ કારણે વીતરાગ ચારિત્રની સાથે નિશ્ચય સમ્યગુદર્શનને એ રીતે જોડાય છે કે જ્યાં જ્યાં વીતરાગ ચારિત્ર છે, ત્યાં ત્યાં નિશ્ચય સમ્યગદર્શન તો છે જ, પણ જ્યાં જ્યાં નિશ્ચય સમ્યગ્ગદર્શન છે ત્યાં ત્યાં વીતરાગ ચારિત્ર હોવું તે જરૂરી નથી. હકીકતમાં સમ્યગદર્શન દર્શનમોહનીયની ૩ અને અનંતાનુબંધી કષાયની ૪ એ સાત કર્મપ્રકૃતિઓના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમથી થાય છે. તે આત્માની શ્રદ્ધા ગુણનો નિર્મળ પર્યાય છે. તે ચોથા સમકિત ૧૫૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનથી જ પ્રગટ થઈ શકે છે. આ કારણના હિસાબે ચોથા ગુણસ્થાનથી જ નિશ્ચય સમ્યગદર્શનનો પ્રારંભ થઈ શકે છે અને તેનામાં સમ્યગદર્શનમાં આવવાથી આંશિક રૂપે વીરાગતા પણ પ્રગટ થાય છે. અને તેના હિસાબે તે વીતરાગ-સમ્યગદર્શન પણ કહેવાય છે. જાનચેતના ઘણાનું માનવું એમ છે કે જ્ઞાનચેતના માત્ર વીતરાગ-નિર્વિકલ્પક (જેણે હવે વિચારવાનું રહ્યું નથી) સમ્યગદષ્ટિને જ હોય છે. સવિકલ્પક (જેને હજી મનથી વિચારવાનું રહે છે.) સરાગ સમ્યગદૃષ્ટિને નહીં. પરંતુ આ વાત બરાબર નથી. જેમ અગ્નિ અને તેનો તાપ બંને એક જ છે. જ્ઞાન આત્માનો સ્વભાવ અને ગુણ છે. આના લીધે સરાગ સમ્યગ્દષ્ટિમાં રાગ હોવાથી જ્ઞાનચેતના ન હોય તે માનવું ઠીક નથી. સરાગ સમ્યગદષ્ટિમાં ચારિત્ર સંબંધી રાગનો દોષ હોય છે. તે રાગને સમ્યગદર્શનમાં જોડી દેવો તે બરાબર નથી. આ કારણે બંને સરાગ અને વીતરાગ બંને સમ્યગ્રદર્શનોમાં શાનચેતના હોય છે. આ પ્રકારે પાત્રની અપેક્ષાથી સમ્યગ્રદર્શનના બે ભેદ થયા. પરંતુ બન્નેમાં દેવ-ગુરુ-ધર્મ સંબંધી ત્રણ મૂઢતાઓ, જાતિ કુલ આદિ સંબંધી ૮ મદ, કુદેવ, કુગુરુ અને કુધર્મ આ ત્રણ અને આ ત્રણના ઉપાસક, આ છ અનાયતનો, તથા શંકા, કંખા આદિ ૮ દોષો અને ૨૫ પ્રકારના મિથ્યાત્વથી રહિત હોવું તે જરૂરી છે. સમ્યગ્દર્શનના જુદી જુદી અપેક્ષાએ ભેદો રુચિઓની અપેક્ષાથી સમ્યગદર્શનના દસ ભેદઃમનુષ્ય સ્વતંત્રતાપ્રિય છે. જીવનની સ્વતંત્ર ઈચ્છાનું નામ રુચિ છે. હિન્દીમાં રુચિને દિલચસ્પી કે પસંદગી પણ કહેવામાં આવે છે. જે ચીજ સારી લાગે અને પસંદ હોય તો તે ચીજ ઉપર જ વ્યક્તિની રુચિ રહે છે. અને એ રુચિ પ્રમાણે જ એ કાર્ય કરે છે. સમ્યગ્ગદર્શન પ્રાપ્ત કરવાવાળી વ્યક્તિઓની મુખ્યત્વે દસ પ્રકારની રુચિઓ શ્વેતાંબર પરંપરા આગમોમાં બતાવી છે. દિગંબર પરંપરામાં પણ દસ પ્રકારની રુચિ અને તેના આધારથી દસ સમકિત ૧૫૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના સમ્યક્ત્વ બતાવ્યા છે. શ્વેતાબંર અને દિગંબર પરંપરામાં અમુક નામોમાં ફરક છે. સ્થાનાંગસૂત્રમાં આ દસ રુચિરૂપ સમ્યગ્દર્શનને સરાગ-સમ્યગ્દર્શન કહ્યું છે. કારણ કે રુચિ તે એક પ્રકારની ઈચ્છા છે. અને ઈચ્છા “રાગ’” વગર થઈ શકે નહીં. વીતરાગ પુરુષોમાં રુચિ કે ઈચ્છા હોતી નથી. એટલે એમના સમ્યગ્દર્શનને રુચિરૂપ બતાવ્યું નથી. પણ જે જીવોનો મોહનીયકર્મ ઉપશાંત કે ક્ષીણ નથી થયું તેમની તત્ત્વાર્થ શ્રદ્ધા રુચિરૂપ હોય છે. તેથી સરાગ સમ્યગ્દર્શનમાં આ દસ રુચિરૂપ સમ્યગ્દર્શનનો સમાવેશ થાય છે. "दसविहे सरागसम्मदंसणे पण्णते, तं जहा निसग्गुवएसरुई आणरुई, सुत्तबीयरुइमेव । અમિશન-વિસ્થાર્દૂ, વિરિયા સંવેવ ધમ્મરુડું ||” - સ્થાનાંગસૂત્ર; ગાથા ૧૦.૩ (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) = અર્થાતઃ- જેનું મોહનીય કર્મ ઉપશાંત કે ક્ષીણ નથી થયું એવા સરાગ-સમ્યગ્દર્શન-તત્ત્વાર્થ શ્રદ્ધાન દસ પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે છે-નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ,સૂત્રરુચિ, બીજરુચિ,અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, અને ધર્મરુચિ સમ્યગ્દર્શન. દિગંબર પરંપરામાં આ દસ ભેદોમાં અમુક નામો તો સરખા છે પણ ત્યાં આ દસ પ્રકારના સમ્યગ્દર્શનને રુચિરૂપ નથી માન્યા. તેની વ્યાખ્યામાં થોડું અંતર છે. ‘‘મુદૃષ્ટિતરંજિળી’ માં આ દસ સમ્યગ્દર્શનોનાં નામ “આળા-મળ-નવસો, સુત્ત-વીય-સંàવ-વિસ્થારો अत्थावगाढ-महागाढं समत्तं जिणभासियं उ दसहा ॥" -સુદૃષ્ટિતરંગિણી ગા-૫ અર્થાતઃ- જિનભાષિત સમ્યક્ત્વ દસ પ્રકારના છે ૧) આજ્ઞા સમ્યક્ત્વ ૨) માર્ગ સમ્યક્ત્વ ૩) ઉપદેશ સમ્યક્ત્વ ૪) સૂત્ર સમ્યક્ત્વ ૫) બીજ સમ્યક્ત્વ ૬) સંક્ષેપ સમ્યક્ત્વ ૭) વિસ્તાર સમ્યક્ત્વ ૮) અર્થ સમ્યક્ત્વ ૯) અવગાઢ સમ્યક્ત્વ ૧૦) મહાગાઢ અથવા પરમાવગાઢ સમ્યક્ત્વ. પણ તત્ત્વાર્થ રાજવાર્તિક ગ્રંથમાં આ દસ સમ્યગ્દર્શનને રુચિરૂપ માન્યા છે. ૧૫૪ સમકિત Page #170 -------------------------------------------------------------------------- ________________ આનાં લક્ષણ નીચે પ્રમાણે છે. ૧) આજ્ઞા સમ્યક્ત્વઃ-દર્શનમોહનો ઉપશાંત થવાથી ગ્રંથના આધાર વગર કે ઉપદેશ વગર અરિહંત ભગવાન સર્વજ્ઞ વીતરાગની આજ્ઞા માત્રને માનીને તેનાથી જે તત્વાર્થ શ્રદ્ધાન ઉત્પન્ન થાય છે. આને આજ્ઞા સમ્યક્ત્વ, આજ્ઞા રુચિ અથવા આશોદભવ સમ્યક્ત્વ કહેવાય. (૨) માર્ગ સમ્યક્ત્વઃ- દર્શનમોહના ઉપશમથી શાસ્ત્રો અને ગ્રંથોને જાણ્યા વગર રત્નત્રયરૂપ કલ્યાણકારી મોક્ષમાર્ગ પર રુચિ ને શ્રદ્ધાન થવાથી જે સમ્યગ્દર્શન થાય તે માર્ગ સમ્યગ્દર્શન કહેવાય. (૩) ઉપદેશ સમ્યક્ત્વઃ- તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરે શલાકા પુરુષોના ચરિત્રનો ઉપદેશ સાંભળવાથી જે તત્ત્વ શ્રદ્ધાન થાય છે તે ઉપદેશ સમ્યગ્દર્શન કહેવાય. (૪) સૂત્ર સમ્યક્ત્વઃ- જૈન આગમો, ગ્રંથો આદિ શાસ્ત્રોનું શ્રવણ કરવાથી તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય છે. તેને સૂત્ર-સમ્યગ્દર્શન કહેવાય છે. (૫) બીજ સમ્યક્ત્વઃ- જીવાદિ પદાર્થો અને ગણિતાનુયોગનું જ્ઞાન અને કાર્યણવર્ગણા અને આત્માના પરિણામોની સ્થિતિ આદિના બીજગણિતથી પદાર્થોનો નિશ્ચય કરીને જે શ્રદ્ધાન થાય છે તે બીજ સમ્યગ્દર્શન કહેવાય. (૬) સંક્ષેપ સમ્યક્ત્વઃ- જે ભવ્ય જીવ દેવ, આગમ (શ્રુત), ધર્મ આદિ પદાર્થોના સ્વરૂપ સંક્ષેપમાં જાણી અને તેનાથી તત્વાર્થ શ્રદ્ધાન કરી લે છે એ સમ્યગ્દર્શનને સંક્ષેપ સમ્યગ્દર્શન કહેવાય છે. (૭) વિસ્તાર સમ્યક્ત્વઃ- બાર અંગ, ચૌદ પૂર્વ, ઉપાંગોને વિસ્તારથી સાંભળી તત્ત્વાર્થોનો નિશ્ચય કરી અને તેના ઉપર શ્રદ્ધાથી જે સમ્યગ્દર્શન થાય તે વિસ્તાર સમ્યગ્દર્શન કહેવાય. (૮) અર્થ સમ્યક્ત્વઃ- અંગો અને શાસ્ત્રો વાંચ્યા વગર તેમાં કહેલા કોઈ પદાર્થના નિમિત્તથી અર્થ સમજાય અને તેનાથી જે શ્રદ્ધાન થાય અને સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તે અર્થ સમ્યગ્દર્શન (૯) અવગાઢ સમ્યક્ત્વઃ- અંગબાહ્ય આદિ આગમોને પૂર્ણરૂપે જાણે અને સાંભળે અને તેનાથી તેના ઉપર દૃઢતાપૂર્વક શ્રદ્ધા થાય અને સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તે અવગાઢ સમ્યગ્દર્શન. સમકિત ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પરમાવગાઢ સમ્યકત્વ અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન દ્વારા જીવાદિ પદાર્થોને સાક્ષાત જાણીને જ પ્રગાઢ (મજબૂત) શ્રદ્ધાન થાય છે. તે શ્રદ્ધામાં પરમાવગાઢપન હોય છે, અને તેનાથી તેમનું સમ્યગદર્શન પરમાવગાઢ-સમ્યગ્દર્શન કહેવાય છે. આ રીતે તત્ત્વાર્થ રાજવાર્તિકમાં દસ પ્રકારના દર્શનને લઈને સમ્યગદર્શનના ૧૦ ભેદ બતાવ્યા છે. "दर्शनार्या दशधा-आज्ञामार्गोपदेशसूत्रबीजसंक्षेपविस्तारार्थावगाढरपरमा वगाढरुचिभेदात्" ગોમ્મસાર જીવકાંડમાં આશા-સમ્યગ્રદર્શનની વિશેષતા બતાવતા કહ્યું છે કે જે વ્યક્તિ અરિહંત આદિ દ્વારા પ્રવચનના પ્રતિ અથવા આપ્ત, આગમ અને પદાર્થોના પ્રતિ શ્રદ્ધા કરી લે છે. તે પણ સમ્યગદૃષ્ટિ કહેવાય છે, કારણ કે તેણે પોતાના ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. દિગંબર મતમાં આજ્ઞારુચિ આદિ રુચિભેદથી જે સમ્યગદર્શન થાય છે તેને પ્રારંભિક ભૂમિકાનું સમ્યગદર્શન કહેવાય છે. શ્વેતાંબર મતમાં આને સરાગ સમ્યગ્ગદર્શન કર્યું છે. કારક, રોચક અને દીપક સમ્યગદર્શન મનુષ્ય પોતાના જીવનમાં ઘણી વસ્તુઓ પર વિશ્વાસ મૂકે છે પણ દરેક વ્યક્તિનો વિશ્વાસ એક સરખો હોતો નથી. ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જેના ઉપર વિશ્વાસ મૂકે છે તેને પોતાના જીવનમાં ઉતારે છે. માત્ર વાતો કરીને તેને છોડી દેવામાં માનતા નથી. ઘણા એવા હોય છે કે તેમને શ્રદ્ધા તો થઈ જાય છે પણ પોતાના જીવનમાં ઉતારવાનું સાહસ કરતા નથી. અને ઘણા તો એવા કાચા હોય છે કે તે પ્રવચન આપી બીજાને સમજાવી શકે છે. બીજાને શ્રદ્ધાળુ બનાવી શકે છે. પણ સ્વયં તેના ઉપર વિશ્વાસ મૂકતા નથી., આમ જુદા જુદા પાત્રોની અપેક્ષાથી સમ્યગ્ગદર્શનના જૈનાચાર્યોએ ત્રણ ભાગ બતાવ્યા છે. “વરા-રોયા-વીવાહવા...” - વિશેષાવશ્યક ભાષ્ય; ગાથા ૨.૨૬૭૫ (પાનું ૩૮૯, પ્રકાશકઃ ભેરુમલ કોઠારી રીલીજીયસ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૪૦) ૧૫૬ સમકિત Page #172 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સમ્યક્તના ત્રણ પ્રકાર છે-(૧) કારક (૨) રોચક (૩) દીપક (૧) કારક સમ્યકત્વઃ જે સમ્યગ્દર્શનના હોવાથી વ્યક્તિ સદાચરણ અને સમ્યકચારિત્ર ઉપર યથાર્થ શ્રદ્ધાન કરે છે, પણ ફક્ત શ્રદ્ધાન કરીને ત્યાં અટકી જતો નથી. તેનું આચરણ પણ કરે છે. તે ઉપરાંત બીજાને પણ પ્રેરણા આપીને સદાચારમાં પ્રવૃત્તિ કરાવે છે. આ સમ્યત્વ વિશુદ્ધ ચારિત્રવાનમાં હોય છે. તે ૫, ૬, ૭મા ગુણસ્થાનકવાળાને હોય છે. (૨) રોચક સભ્યદર્શનઃ આ સમ્યગદર્શનના પ્રભાવથી સ્વયં માત્ર શ્રદ્ધા કરે છે પરંતુ તેને અનુકૂળ આચરણ (સમ્યક્રચારિત્રનું પાલન) કરી શકતા નથી. તે ચોથા ગુણસ્થાનકવાળાને હોય છે. આમાં વ્યક્તિ શુભાશુભ અને શુદ્ધનો નિશ્ચય કરી શકે છે. શુદ્ધની પ્રાપ્તિની ઈચ્છા પણ કરે છે. પરંતુ ચારિત્રમોહનીય કર્મના ઉદયવશ તે વ્યક્તિ પ્રયત્ન કરી શકતો નથી. સંસારના બંધનમય સ્વરૂપને બરાબર જાણે છે. એ પણ ખબર હોય છે કે સંવર, નિર્જરા આદિ દ્વારા સંસારથી મુક્તિ પમાય છે, મુક્તિ પામવા પણ માગે છે, મુક્તિનો માર્ગ પણ ખબર હોય છે, પરંતુ કર્મોના ઉદયના હિસાબે સમ્યક્રચારિત્રનું પાલન કરી શકતી નથી. જેમ કે શ્રેણિક રાજા તત્ત્વોને ભલીભાંતી જાણતા હતા, મોક્ષ પ્રાપ્તિ પણ કરવા માંગતા હતા, પરંતુ ચારિત્ર-મોહનીય વશ થઈને વ્રત-નિયમ આદિ કંઈ પણ પાલન કરી શકતા ન હતા. આવી અવસ્થાની તુલના મહાભારતમાં દુર્યોધનના વાક્ય જોડે કરી શકાય છે કે – નાનામિ ધર્મ, ન ૪ ને પ્રવૃત્તિઃ નાનાચ ન ર ને નિવૃત્તિ: ” “હું ધર્મને જાણું છું પણ તેમાં પ્રવૃત્તિ નથી કરી શકતો અને અધર્મને પણ જાણું છું પણ તેમાંથી નિવૃત્તિ નથી કરી શકતો” ૩) દિપક સમ્યકત્વ - જેમ દીપક અંધકારને દૂર કરે છે અને વસ્તુઓને પ્રકાશિત કરે છે પણ પોતાની નીચે તો અંધકાર જ રહે એ જ રીતે આ પ્રકારનું સમ્યક્ત્વમાં સ્વયં તો તત્ત્વશ્રદ્ધાનરહિત મિથ્યાષ્ટિ હોય છે પરંતુ બીજાને તત્ત્વશ્રદ્ધાન કરાવે છે. પોતે પોતાના આત્માને પ્રકાશિત નથી કરી શકતા, શ્રદ્ધાશીલ પણ થઈ નથી શકતા. આ રીતે દીપકની જેમ બીજાને પ્રકાશિત કરી પોતે અંધકારમાં હોય તે જ રીતે પોતે શ્રદ્ધા ન પામતા બીજાને તત્ત્વશ્રદ્ધા કરાવી સમ્યત્વમાં લઈ જાય છે. જેમ અંગારમઈકાચાર્યની જેમ સ્વયં તત્ત્વશ્રદ્ધારહિત મિથ્યાદષ્ટિ રહી બીજાને ધર્મોપદેશ વડે તત્ત્વશ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે. સમકિત ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ આમ, જોવા જઈએ તો પહેલા બે ભાગ તે સમ્યત્વ પામનારાની અપેક્ષા એ છે અને દીપક સમ્યક્ત્વ તે સમ્યક્ત્વ પમાડનારાની અપેક્ષાએ છે. દીપક સમ્યકત્વ માત્ર નામથી સમ્યકત્વ છે. જીવ સાથે એનો સંબંધ હોતો નથી. દીપક સમ્યકત્વી (મિથ્યાદૃષ્ટિ જીવ) ના ઉપદેશથી બીજાને સમ્યકત્વ પમાડવામાં કારણરૂપ હોય છે. આમ, સમ્યત્વના કારણમાં કાર્યની સહાય છે તેથી આચાર્યો એ તેને સમ્યકત્વ કહ્યું છે. શ્રેણીની અપેક્ષાએ સમ્યકૃત્વના ત્રણ ભેદઃ સમ્યગદર્શનના કર્મપ્રકૃતિના પ્રમાણે ત્રણ ભેદ થાય છે. જેમાં કર્મપ્રકૃતિનો ૧) ઉપશમ ૨) ક્ષય ૩) ક્ષયોપશમના આધારથી ભેદ પડે છે. જૈનધર્મની બંને પરંપરા શ્વેતાંબર અને દિગંબરમાં સમ્યગદર્શના આ ત્રણ ભેદને માન્યા છે. સામાન્ય રીતે દર્શનમોહનીયની ત્રણ ૧) સમ્યકત્વ મોહનીય ૨) મિશ્ર મોહનીય ૩) મિથ્યાત્વ મોહનીય અને ચારિત્રમોહનીયમાં અનંતાનુબંધી ૪) ક્રોધ ૫) માન ૬) માયા ૭) લોભ આ સાતેય કર્મપ્રકૃતિઓ સમ્યગ્ગદર્શનની વિરોધી મનાય છે. સમ્યકત્વ મોહનીયને છોડીને જો બાકીની ૬ પ્રકૃતિઓ જો ઉદયમાં હોય તો સમ્યગ્ગદર્શન પ્રગટ થાય નહીં. આ સાતમાંથી માત્ર સમ્યકત્વ મોહનીય જ એવી કર્મપ્રકૃતિ છે કે જેનો ઉદય હોવા છતાં પણ આત્માને જીવાદિ ૯ તત્ત્વો ઉપર શ્રદ્ધા થઈ શકે છે. આ સમ્યત્વ મોહનીય કર્મ આવરણ રુપ હોવા છતાં પણ આત્માના તત્ત્વશ્રદ્ધાનમાં બાધા પહોંચતી નથી. એ ખાલી સમ્યકત્વની નિર્મળતા અને વિશુદ્ધિમાં બાધા પાડી શકે છે. હવે આપણે કર્મપ્રકૃતિના પ્રમાણે જે ત્રણ ભેદ કહ્યા છે તેનાં લક્ષણ જોઈએ. ૧) ઉપશમ (પથમિક) સમ્યગદર્શન દર્શનમોહનીયની ત્રણ અને અનંતાનુબંધી કષાય ચાર આ સાત પ્રકૃતિઓના ઉપશમ થવાથી જે આત્માનું પરિણામ થાય છે તેને ઉપશમ સમ્યકત્વ કહેવાય. આ સાતેય પ્રકૃતિઓને દર્શન મોહસતકિ પણ કહેવાય છે. “ઉપશમ” એટલે શાંત થવું, દબાઈ જવું, જેમ ડહોળા પાણીમાં ફટકડી ફેરવવાથી માટી વગેરે નીચે બેસી જાય છે અને પાણી ઉપર સ્વચ્છ બની જાય છે, તેમ મિથ્યાત્વ આદિનો ૧૫૮ સમકિત Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉદય શાંત થવાથી જીવના પરિણામ વિશુદ્ધ બની જાય છે. પરંતુ જેમ પાણી હલાવવાથી પાછું ડહોળાઈ જાય તેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયથી જીવનું પરિણામ ફરી અશુદ્ધ બની જતાં સમ્યક્ત્વ નાશ પામે છે. આ સમ્યક્ત્વ જ્યારે હોય છે ત્યારે તે ક્ષાયિક સમ્યક્ત્વ જેવું જ નિર્મળ અને સંદેહરહિત હોય છે. પણ ફરક એ છે કે સમ્યક્ત્વમાં પાછો દર્શનસકનો ઉદય થાય છે જ્યારે ક્ષાયિક સમ્યક્ત્વમાં દર્શનસસકનો સર્વથાથી નાશ થઈ ગયો હોય છે. કષાય પાહુડમાં ઉપશમ સમ્યગ્દર્શન સમ્પન્ન જીવની વિશેષતા બતાવતા કહ્યું છે કે 'उवसामगो च सव्वो णिव्वाधादो तहाणिरासाओ” - સમ્યગ્દર્શન; (પાનું ૩૩૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) “દર્શનમોહનો ઉપશમ કરનારો જીવ ઉપદ્રવ કે ઉપસર્ગ આવે ત્યારે તેનો પણ ઉપશમ અવશ્ય કરે છે.’’ ઉપશમ સમકિતની સ્થિરતા લાંબી હોતી નથી. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે આ સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ ટકી શકે છે. તેમાં પછી ઉપશમાવેલી કર્મપ્રકૃતિઓ ફરી ઉદયમાં આવી તેને નષ્ટ કરે છે. અને પછી જીવ મિથ્યાત્વમોહ, મિશ્રમોહ કે સમ્યક્ત્વમોહ આ ત્રણ દર્શનમોહમાંથી કોઈ પણ એકને પ્રાપ્ત કરે છે. આ પ્રકારના સમ્યક્ત્વમાં અંતર પડે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ, આ સમ્યગ્દર્શન જીવને એક ભવમાં જઘન્ય એકવાર અને ઉત્કૃષ્ટ બે વાર થાય છે, અને બધા ભવ મળીને જઘન્ય એકવાર અને ઉત્કૃષ્ટ પાંચ વાર થાય છે. કર્મ પ્રકૃતિ ઉદયમાં ન આવી જાય કે તેની ઉદીરણા પણ ન થઈ જાય તેવી રીતે કર્મને અમુક કાળ માટે દબાવી રાખવાં તે કર્મનો ઉપશમ છે. ઉપશમ કરેલી કર્મ પ્રકૃતિનો વિપાકોદય કે પ્રદેશોદય હોતો નથી. ૨) ક્ષાયિક સમકિતઃ દર્શન સમક (મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ) આ સાતના સંપૂર્ણ ક્ષયથી થતાં જીવના પરિણામ વિશેષને ક્ષાયિક સમકિત ૧૫૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ સમકિત કહેવાય છે. તે એક વાર પ્રાપ્ત થયા પછી નાશ પામતું નથી. કાયમ સ્થાયી રહે છે. અન્ય સમ્યગ્દર્શન તો એક વાર છૂટી પણ જાય છે પણ ક્ષાયિક સમ્યગ્દર્શન એકવાર પ્રાપ્ત થયા પછી છૂટતું નથી. ક્ષાયિક સમતિની સ્થિતિ સાદિ અનંત હોય છે. આ સંપૂર્ણ ભવરાશિમાં એક જ વાર આવે છે. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જીવ જઘન્ય તે જ ભવ અથવા ઉત્કૃષ્ટ ચાર કે પાંચ ભવમાં જ મોક્ષ પામે છે. આ સમ્યગ્દર્શન સર્વશ્રેષ્ઠ છે. પણ તેની પ્રાપ્તિ પણ કઠિન છે. ક્ષાયિક સમકિતના ૩, ૪ કે મતાંતરે પાંચ ભવ નીચે પ્રમાણે જાણવા. ત્રણ ભવ ૧) ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરે તે ૨) દેવ અથવા નરકગતિમાં જાય તે (બીજા ભવનો આયુષ્યનો બંધ આ ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ પહેલાં જો પડી ગયો હોય તો તેના માટે નરક ગતિ પણ ખૂલી હોય છે.) ૩) ત્યાંથી મનુષ્યપણામાં આવીને અવશ્ય મોક્ષે જ જાય તે ત્રીજો ભવ ચાર ભવ ૧) જે ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ કરે તે ૨) અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચ થાય તે બીજો ભવ (આયુષ્યનો બંધ પહેલા પડી ગયો હોય) ૩) ત્યાથી મરીને નિયમા દેવ થાય તે ત્રીજો ભવ ૪) ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જાય તે ૪થો ભવ મતાંતરે ૫ ભવ ૧) જે ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય તે પહેલો ભવ ૨) ત્યાંથી દેવ કે નરકગતિમાં જાય તે બીજો ભવ (બીજા ભવનો આયુષ્યનો બંધ આ ભવમાં ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ પહેલાં જો પડી ગયો હોય તો તેના માટે નરકગતિની ગતિ પણ ખૂલી હોય છે.) ૩) ત્યાંથી મરીને પાંચમા આરાના છેડે અર્થાત મોક્ષે ન જવાય એવા કાળમાં ઉત્પન્ન થાય તે ત્રીજો ભવ ૪) ત્યાંથી દેવ ગતિમાં જાય તે ચોથો ભવ ૫) ત્યાંથી મનુષ્યમાં આવીને મોક્ષે જાય તે પાંચમો ભવ ગણાય. ૧૬૦ સમકિત Page #176 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ સમકિત જીવ અધ્યાવસાયની નિર્મળતા કરતો કરતો આગળ વધતો જાય તે જ ક્ષાયિક સમકિત પામવા માટેનો પુરુષાર્થ કરી શકે છે. ઉપર બતાવ્યું એ પ્રમાણે તીર્થંકર કે કેવળીના કાળમાં જ ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ થાય છે. ક્ષાયિક સમકિત પામવાની શરૂઆત મનુષ્ય ભવમાં જ થાય અને પૂર્ણતા પણ મનુષ્ય ભવમાં પણ ક્ષાયિક સમકિતનો પ્રારંભ મનુષ્ય ભવમાં કર્યા બાદ પોતાનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે જીવ ચારે ગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે. અને તે જે ગતિમાં ગયો ત્યાં સમકિત મોહનીયના દલિકોને ઉદયમાં ભોગવીને સંપૂર્ણ ક્ષય કરે ત્યારે ત્યાં તેને ક્ષાયિક સમકિતની પ્રાપ્તિની પૂર્ણતા થઈ શકે છે. ક્ષાયિક સમકિત પામવા માટે ૮ વર્ષની ઉપરની ઉંમર અવશ્ય જોઈએ. ક્ષાયિક સમકિત પામવા માટે નિયમાં પહેલું સંઘયણ (વજ્ર ઋષભ નારાચ સંઘયણ) એટલે કે હાડકાની મજબૂતી સૌથી શ્રેષ્ઠ પ્રકારની જોઈએ. દિગંબર પરંપરા પ્રમાણે ધવલા, લાટી સંહિતા આદિ ગ્રંથોમાં ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રગટ થવાની બાબતમાં લખ્યું છે કે - "खाइय सम्मतो जत्थ पुण जिणा केवलं तम्मि” સમ્યગ્દર્શન; (પાનું ૩૪૨, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થાત-ક્ષાયિક સમ્યક્ત્વ જિન ભગવાન અથવા કેવળી અથવા તો શ્રુતકેવળીના સાંનિધ્યમાં જ પ્રાપ્ત થાય છે. ક્ષાયિક સમ્યગ્દર્શન તેજ આત્મા પામી શકે છે કે જે આત્મા શાયોપશમિક સમ્યક્ત્વને ધરનારો હોય. ક્ષાયોપશમિક સમ્યક્ત્વની ગેરહાજરીમાં કોઈપણ આત્મા સૌથી પહેલીવાર ક્ષપકશ્રેણી માંડી શકતો નથી. ઉપર બતાવ્યું તે પ્રમાણે ક્ષાયિક સમ્યક્ત્વ પામતાં પહેલાં જો આયુષ્યકર્મનો બંધ ન પડી ગયો હોય તો તે આત્મા તે જ ભવમાં મુક્તિ પામ્યા વિના રહે નહિ. ક્ષાયિક સમ્યક્ત્વ સમકિત ૧૬૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ક્ષપશ્રેણી માંડ્યા વિના પમાતું નથી. પણ આત્માએ પૂર્વે આયુષ્ય બંધ કરી લીધો હોય તો તે આત્મા દર્શન સમકનો ક્ષય કરીને પછી અટકી જાય છે. અને તેથી જ તે ક્ષપકશ્રેણીને ‘ખંડ ક્ષપકશ્રેણી'' કહેવાય છે. એવું બને કે આત્મા ક્ષપકશ્રેણી માંડ્યા પછી અનંતાનુબંધી ચારનો ક્ષય કરીને અટકી જાય છે, અને પછી મિથ્યાત્વનો તેણે ક્ષય ન કરેલો હોવાથી તેના ઉદયથી ફરી અનંતાનુબંધી ચતુષ્ક બાંધે છે. કેમ કે આ અસ્થાયીક્ષય છે. અનંતાનુબંધી ચતુષ્કની વિસંયોજના પણ થઈ શકે છે, જો મિથ્યાત્વ મોહનીયનો ક્ષય ન થયો હોય તો. પણ જેઓએ પૂર્વે આયુષ્યકર્મનો બંધ ન કરી લીધો હોય તે આત્માઓ તો ક્ષપકશ્રેણી માંડી, દર્શન સમકનો ક્ષય કરવા દ્વારા ક્ષાયિક સમ્યગ્દર્શનને પામી, ચારિત્ર મોહનીયનો ક્ષય કરી વીતરાગતા પામી બાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ઉપાર્જે છે. ૩) ક્ષયોપશમ સમકિતઃ ઉપર બતાવેલી દર્શન સમકની સાત કર્મ પ્રકૃતિઓ જે ઉદયમાં હોય તેનો ક્ષય અને જે અનુદય (સત્તામાં) હોય તેનો ઉપશમ આમ આનાથી જે આત્મામાં થતાં પરિણામ વિશેષને ક્ષયોપશમ સમકિત કહેવાય છે. સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકિતઃ સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકિત લઈને જીવો ચારે ગતિમાં જઈ શકે છે અને આવી શકે છે. નારકીમાં જાય તો ૧થી ૬ નરક સુધી જઈ શકે મનુષ્યના સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યમાં પણ જઈ શકે છે. તિર્યંચમાં પણ સંખ્યાત અસંખ્યાત વર્ષના આયુષ્યમાં જઈ શકે છે અને દેવોમાં ચારે નિકાયમાં જઈ શકે છે. સાતિચાર ક્ષયોપશમ સમકિતી જીવો આયુષ્યનો બંધ કરે તો ભવનપતિ વગેરે દેવોનું આયુષ્ય બાંધે છે. પણ વૈમાનિક દેવનું આયુષ્ય બાંધતા નથી. આ સમકિતનો કાળ સાધિક ૬૬ સાગરોપમનો હોય છે, એટલે કે તેટલા કાળમાં કોઈ જીવ મોક્ષે ન જાય તો કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વને પામે છે. કાર્યગ્રંથિકના મતે ક્ષયોપશમસમકિત કાર્મગ્રંથિકના મતે ક્ષયોપશમસમકિત લઈને જીવો કેવળ વૈમાનિક દેવલોકમાં જઈ શકે છે. તે સમકિત ૧૬૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ સિવાય નરકગતિ-તિર્યંચગતિ-મનુષ્યગતિ અને ભવનપતિ આદિમાં સમકિત વમીને જ જઈ શકાય છે. સમકિતની હાજરીમાં નથી જવાતું. ક્ષયોપશમ સમકિતની હાજરીમાં મનુષ્યો તથા તિર્યંચો આયુષ્યનો બંધ કરે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે છે. ઉત્કૃષ્ટથી ક્ષયોપશમસમકિતનો કાળ સાધિક ૬૬ સાગરોપમનો હોય છે. એ કાળ પૂર્ણ થતાં વચમાં એક અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે પ્રાપ્ત કરી ત્યાર બાદ ફરીથી ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરે અને પાછું સાધિક ૬૬ સાગરોપમ સુધી સમકિતને રાખે. આ રીતે ૧૩૨ સાગરોપમ થઈ શકે છે. આટલા કાળમાં જીવ પુરુષાર્થ કરીને જો મોક્ષમાં ન જાય તો અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. આમ સિદ્ધાંત અને કર્મગ્રંથનો મુખ્ય ફરક છે. આખા ભવચક્રમાં ક્ષયોપશમ સમકિત સંખ્યાતીવાર પ્રાપ્ત કરી શકે છે. એક ભવમાં હજાર પૃથકત્વ (૨૦૦૦ થી ૯૦૦૦) વાર સમકિત આવી શકે છે. દેવતા તથા નારકીના જીવો પર્યામિ પૂર્ણ કર્યા બાદ એક અંતર્મુહૂર્તમાં ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરે છે. તિર્યંચો દિન પૃથકત્વ (૨થી ૯ દિવસ) બાદ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરી શકે છે. આ તિર્યંચો જાતિસ્મરણ જ્ઞાનથી, ધર્મનો ઉપદેશ સાંભળવાથી પ્રાપ્ત કરી શકે છે. મનુષ્યો સામાન્યથી આઠ વર્ષે સમકિત પ્રાપ્ત કરી શકે છે. દેવતાઓ જાતિસ્મરણ જ્ઞાનથીઉપદેશથી -તીર્થંકરોનો મહિમા જોવાથી તથા ઈંદ્રાદિ દેવોની રિદ્ધિ જોવાથી સમકિત પામી શકે છે. નવગ્રેવેયકના દેવો જાતિસ્મરણ જ્ઞાનથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. પ્રથમના ૩ નારકી જીવો જાતિસ્મરણજ્ઞાનથી, ઉપદેશથી (પરમાધામી યાદ કરાવે છે અથવા પરસ્પર નારકીના જીવો એકબીજા સાથે સારી વાતો કરે તેને ઉપદેશ કહેવાય છે.) તથા વેદનાના અનુભવથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. છેલા ચાર નારકીના જીવો જાતિસ્મરણજ્ઞાનથી તથા વેદનાના અનુભવથી સમકિતની પ્રાપ્તિ કરી શકે છે. સમકિત ૧૬૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં ક્ષયોપશમ સમ્યગદર્શનનું સ્વરૂપ આ રીતે બતાવ્યું છે. "षट्प्रकृतिशमेनैव सम्यत्वोदयकर्मणा। क्षयोपशमिकं विद्धि प्रार्धस्वच्धोदकोपमम् ||" - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ છનો ક્ષય (ઉદયમાં હોય તે) અને ઉપશમ (સત્તામાં હોય તે) અને દેશઘાતી સમ્યકત્વ પ્રકૃતિનો ઉદય હોય તેવા આત્માના પરિણામ તેને ક્ષયોપશમ સમ્યગદર્શન કહેવાય. આ સમકિતના કાળમાં સમ્યકત્વ મોહનીયના દલિકોને ઉદયાવલીકામાં લાવીને ક્ષય કરે છે આ પ્રક્રિયાને સમ્યક્ત્વ મોહનીય કર્મનો રસોદય એટલે વિપાકોદય કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના મોટાભાગના દલિકો ઉપશમને પામે છે. તેમાં કેટલાક દલિકો ઉપશમેલા ન હોય તે દલિકોને સમ્યકત્વ મોહનીય રૂપ બનાવીને ઉદયાવલિકામાં લાવીને ભોગવે છે. જે ઉપશમેલા દલિકો હોય છે તેનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી અને જે દલિકો સમ્યકૃત્વ મોહનીય રૂપે થઈને ઉદયમાં આવે છે તે દલિકોને મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો પ્રદેશોદય (જે ફળ ન આપે તેવો ઉદય) કહેવાય છે. આજ પ્રમાણે અનંતાનુબંધી ૪ કષાયના ઘણાખરા દલિકોને ઉપશમાવે છે, જે દલિકો ઉપશમ થયેલા હોતા નથી તે દલિકોને અપ્રત્યાખ્યાનીય કષાયરૂપે બનાવીને અપ્રત્યાખ્યાનીય કષાયની ઉદયાવલિકામાં લાવીને ભોગવે છે. આ પ્રક્રિયાને અનંતાનુબંધી ૪ કષાયનો પ્રદેશોદય કહેવાય છે. આ કારણથી થયોપશમ સમકિતના કાળમાં ૧ સમ્યક્ત્વ મોહનીયનો રસોદય અને અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ ૬ પ્રકૃતિઓનો ઉપશમ તથા પ્રદેશોદય ગણાય છે. રસોઇયઃ જે સ્વરૂપે રસને ભોગવવાલાયક દલિકો બનાવેલા હોય તે સ્વરૂપે ઉદયાવલિકામાં લાવીને ભોગવવા તે પ્રકૃતિનો સોદય કહેવાય છે. પ્રદેશોદય જે જે પ્રકૃતિઓની રસ જે જે સ્વરૂપે બંધાયેલો હોય તે સ્વરૂપે ઉદયાવલિકામાં ન આવતાં પોતાની પ્રતિપક્ષી પ્રકૃતિઓની ઉદયાવલિકામાં તે રૂપે રસનો ફેરફાર કરીને ઉદયમાં લાવીને ભોગવવી તે પ્રદેશોદય કહેવાય છે. ૧૬૪ સમકિત Page #180 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ સમકિતને વધારે ઊંડાણમાં સમજીએ તો જેમ પાણીમાં રહેલી માટી ઘણી ખરી નીકળી ગઈ હોય પણ થોડી બાકી હોય એ રીતે જે સ્થિતિ થાય તેને ક્ષાયોપશમ સમકિત કહેવાય. આ સમ્યગ્દર્શનમાં ચલ, મલ અને અગાઢ દોષ હોય છે. પ્રશ્ન એ થાય છે કે આ ત્રણ સમ્યક્ત્વો ઉપશમ, ક્ષાયિક અને ક્ષયોપશમ તેમનાં જુદાં જુદાં લક્ષણો છે તો તેમનામાં કંઈપણ સમાનતા છે ખરી? આનું સમાધાન આપતાં કહ્યું છે કે આ ત્રણે સમ્યગ્દર્શનોમાં ભલે અલગ અલગ વિશેષણો હોય પણ ત્રણેમાં યથાર્થ શ્રદ્ધાનરૂપમાં કોઈ જ ફરક હોતો નથી. શ્રદ્ધાની અપેક્ષાથી ત્રણેય સમાન છે. અહીં એક ખૂબ અગત્યની વાત સમજવી જરૂરી છે. ક્ષાયોપશમિકસમ્યક્ત્વની હાજરીમાં જ ક્ષાયિકસમ્યક્ત્વને પામી શકાય છે. ક્ષપકશ્રેણિ એટલે ઘાતી કર્મોની પ્રકૃતિઓની મૂળમાંથી ક્ષપણા કરી નાંખવાની શ્રેણી. તેમાં પહેલા દર્શનમોહનીયની સાતેય પ્રકૃતિઓની (આમાં અનંતાનુબંધી ચાર જોડે) ક્ષપણા થાય છે. દર્શનમોહનીયની સાતેય પ્રકૃતિઓની ક્ષપણા સંપૂર્ણપણે થઈ ગયા પછીથી જ, બાકીની ૨૧ ચારિત્રમોહનીયની પ્રકૃતિઓની ક્ષપણા થાય છે. આમ મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગયા પછીથી જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ બાકીની ત્રણેય ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિઓની સંપૂર્ણપણે ક્ષપણા થાય છે. એટલે, જે જીવે મોક્ષ સાધવો હોય તે જીવને ક્ષાયિકસમ્યક્ત્વ પ્રગટાવ્યા વિના ચાલતું જ નથી અને ક્ષાયિકસમ્યક્ત્વને પ્રગટાવવા માટે જીવે ક્ષપકશ્રેણી માંડવી જ જોઈએ. ક્ષપકશ્રેણી ચોથા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે. પાંચમા ગુણસ્થાનકે રહેલો જીવ પણ માંડી શકે છે. ક્ષપકશ્રેણી માંડવા માટે જેમ પ્રથમ સંઘયણાદિ સામગ્રી જોઈએ. તેમ ઓછામાં ઓછું ચોથું ગુણસ્થાનક પણ ક્ષપકશ્રેણી માંડવા માટે જોઈએ જ. પહેલે ગુણસ્થાને રહેલો અનાદિ મિથ્યાટષ્ટિ જીવ, ઔપશમિકસમ્યક્ત્વ અગર મતાંતરે ક્ષાયોપશમિક્સમ્યક્ત્વ પામી શકે, પણ એ જીવ સીધો જ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે જ નહિ. કોઈ કોઈ જીવવિશેષ માટે એવું પણ બને છે કે અંતિમ ભવમાં અને અંતિમ કાળમાં એ જીવ અનાદિકાલીન મિથ્યાત્વને ઉપશમાવે, ઉપશમ સમ્યક્ત્વ પામે, ક્ષાયોપશમિકસમ્યક્ત્વને પામે, ક્ષપકશ્રેણી માંડે, ક્ષાયિકસમ્યક્ત્વ પામે, ચારિત્રમોહનીયની એકવીસેય પ્રકૃતિઓને પણ ક્ષીણ કરી નાંખે, બાકીનાં ત્રણ ઘાતી કર્મોને પણ સર્વથા ક્ષીણ કરી નાખે અને આયુષ્યને અંતે શેષ ચાર અઘાતી કર્મોનો પણ સર્વથા ક્ષય કરનારો બનીને મોક્ષને પામી જાય. આ બધુંય અંતર્મુહૂર્તના કાળ માત્રમાં બની જાય, એવું પણ બને. સમકિત ૧૬૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ અહીં મુદ્દો એટલો જ છે કે ત્રણ પ્રકારનાં જે સમ્યકત્વઃ પથમિક, શાયોપથમિક અને શાયિક, એમાં જે શાયિકસમ્યકત્વ છે, તેને પ્રગટાવવા માટે શપકશ્રેણી અવશ્યમેવ માંડવી પડે છે. અને થાયોપથમિક સમ્યકત્વની ગેરહાજરીમાં જીવ શપકશ્રેણી માંડી શકતો નથી. લાયોપથમિકસમ્યત્વ તો ઘણીવાર આવે અને ઘણીવાર જાય એવું પણ બને, પણ એકવાર જે જીવ સમ્યકત્વને પામ્યો, તે જીવ ગમે ત્યારે પણ અર્ધ પુદ્ગલપરાવર્તન થી અંદરના કાળમાં જ અને તે પણ ક્ષાયોપથમિકસમ્યકત્વની હાજરીમાં જ ક્ષપકશ્રેણી અવશ્ય માંડવાનો અને ક્ષાયિકસમ્યકત્વ આદિને પામીને મોક્ષને પણ પામી જ જવાનો. ઉપર બતાવ્યા એ પ્રમાણે શ્રેણીની અપેક્ષાએ સમકિતના ત્રણ પ્રકાર કહ્યા તેના ઉપરાંત બીજા બે પ્રકાર છે. એમ કુલ મળીને પાંચ પ્રકાર થાય છે. તેનાં નામ છે ૪) વેદક સમ્યક્ત્વ ૫) સાસ્વાદન સમ્યત્વ ૪) વેકદ સમ્યકત્વઃ ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતો જીવ સમકિત મોહનીય કર્મના છેલ્લા દલિકોનું જ્યારે વેદન કરે ત્યારે તેને વેદક સમકિત કહેવાય છે. વેદક સમકિતના ત્રણ પ્રકાર છે: ૧) ક્ષાયિક વેદક સમકિત ૨) ઉપશમ વેદક સમકિત ૩) ક્ષયોપશમ વેદક સમકિત ૧) ક્ષાયિક વેદક સમકિતઃ અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનો ક્ષય થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય, તેને ક્ષાયિક વેદક સમકિત કહે છે. ૨) ઉપશમ વેદક સમકિતઃ અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ઉપશમ થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય, તેને ઉપશમ વેદક સમકિત કહે છે. ૩) ક્ષયોપશમ વેદક સમકિત અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીયનો ક્ષયોપશમ થયો હોય અને સમકિત મોહનીયનો ઉદય હોય, તેને ક્ષયોપશમ વેદક સમકિત કહે છે. વેદક સમકિતની સ્થિતિ ૧ સમયની છે. સંપૂર્ણ ભવરાશિમાં એક જ વાર આવે છે. વેદક સમ્યકત્વના પછીના સમયે જીવ ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરી જ લે છે. ૧૬૬ સમકિત Page #182 -------------------------------------------------------------------------- ________________ ૫) સાસ્વાદન સમકિતઃ જીવ જ્યારે ઉપશમ સમકિતથી પતન પામીને અનંતાનુબંધી ચતુષ્કનો ઉદય થતા મિથ્યાત્વ તરફ જતો હોય ત્યારે અંતરાલમાં જે સમ્યક્ત્વનું આસ્વાદન રહે છે, હજુ મિથ્યાત્વનો ઉદય થયો નથી તેને સાસ્વાદન સમકિત કહે છે. તેની સ્થિતિ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૬ આવલિકાની છે. સંપૂર્ણ ભવરાશિમાં ઉત્કૃષ્ટથી પાંચવાર આવે છે. સ + આયસાદન = સાસાદન આય = લાભ, સાધન = નાશ જે ઉપશમસમ્યકત્વના લાભનો નાશ કરે તે આયસાદન કહેવાય.” તેથી તે આસાદન કહેવાય સ + આસાદન = સાસાદન અનંતાનુબંધી કષાયના ઉદય સહિત “જે ઉપશમાદ્રામાં રહેલો જીવ અનંતાનુબંધી કષાયના ઉદય સહિત હોય તે સાસાદન સમ્યગ્દષ્ટિ કહેવાય.” આ સ્થિતિ આવ્યા પછી જીવ અવશ્ય “મિથ્યાત્વને પામે છે. હકીકતમાં વેદક અને સાસ્વાદન સમકિત તે સમ્યગદર્શનથી મધ્ય અવસ્થા છે. વેદક તે ક્ષાયિક સમ્યકત્વની તરફ જતી સમયે આવે છે અને સાસ્વાદન તે સમ્યગદર્શનથી મિથ્યાત્વ તરફ પતા સમયે આવે છે. સમ્યગદર્શનના બીજા પ્રકારો સાધ્ય અને સાધનઃ સાધ્ય અને સાધનની અપેક્ષાથી બે પ્રકાર થાય છે. ઉપશમ સમ્યકત્વ અને ક્ષયોપશમ સમ્યકત્વ તે બે સાધન કહેવાય છે. ક્ષાયિક સમ્યકત્વ તે સાધ્ય કહેવાય છે. કારણ તેના પછી સમ્યગ્ગદર્શન માટે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. અને આ પ્રાપ્ત કર્યા પછી પાછું જતું નથી. સમકિત ૧૬૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૨.૭ સમ્યગ્રદર્શનનાં અંગ સમ્યગદર્શનના વિવિધ રૂપોને જોયા, હવે આપણે સમ્યગ્દર્શનના અંગને જોઈએ. અંગનો અર્થ આમ તો શરીર થાય. આપણે આપણા આત્માને મોક્ષ તરફ લઈ જવા માટે શરીરની જરૂરિયાત હોય છે. જો શરીર સાથ ન આપે તો ચારિત્ર પાળવામાં તકલીફ પડે. એટલે આત્માની સાથે શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે. આજ રીતે “સમ્યગદર્શન"ના અંગનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. કારણ કે જો અંગ સુરક્ષિત ન હોય તો સમ્યગદર્શન પણ સુરક્ષિત રહે નહી. સમ્યગદર્શન ભલે ખૂબ પ્રભાવશાળી રૂપે કોઈ વ્યક્તિના જીવનમાં પ્રગટ હોય, પરંતુ નિઃશંકતા આદિ આઠ અંગોમાંથી કોઈપણ અંગ જો સુરક્ષિત ન રહે તો સમ્યગ્રદર્શનમાં ચલ, મલ અને અગાઢ આદિ ભયંકર દોષ આવી શકે છે. ઉત્તરાધ્યયન સૂત્ર આદિમાં સમ્યગદર્શનનાં આઠ અંગ આ પ્રકારે બતાવ્યા છે. "निस्संकियं-निक्कंखिय-निव्वितिगिच्छा अमूढदिट्ठीय । ૩વવૂિદ-fથરીર વછાક-માવાને ગટ્ટ ' - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૩ (પાનું ૧૨૮, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત) વર્ષ ૧૯૯૯). (૧) નિઃશંકતા (૨) નિષ્કાંક્ષતા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ-દૃષ્ટિ(૫) ઉપબૃહણ (૬) સ્થિરીકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના - સ્થાનાંગસૂત્ર-સ્થાન-૭ આ આઠ સભ્યત્વના અંગો છે. આ આઠ અંગોથી સમ્યગૃષ્ટિના જીવન-વ્યવહારમાં વિશેષ ચમક આવી જાય છે. આ અંગોથી જીવનમાં શ્વાસોચ્છવાસની જેમ સમ્યગ્ગદર્શન પણ સહજ-સ્વાભાવિક રૂપથી વ્યાપ્ત થઈ જાય છે. આઠ અંગોનું સ્વરૂપ અને તેનો પ્રભાવ (૧) નિઃશંકિતઃ (પ્રથમ અંગ) ૧૬૮ સમકિત Page #184 -------------------------------------------------------------------------- ________________ શંકા શબ્દના બે અર્થ થાય છે.-ભય અને સંદેહ સમ્યગદર્શીમાં સાત પ્રકારના ભય રહેતા નથી. આ સાત પ્રકાર આ પ્રમાણે છે. (૧) આલોક ભય (૨) પરલોક ભય (૩) આદાન ભય (૪) અકસ્માત ભય (૫) વેદના ભય (૬) અપયશ ભય અને (૭) મરણ ભય સમ્યગદર્શીના જીવનમાં સૌથી મોટી વિશેષતા છે તે નિર્ભયતા. જ્યાં ભય હોય છે ત્યાં ધર્મ, સંસ્કૃતિ અને સત્ય ટકી શકતું નથી. “ભય તે આત્માની શક્તિ અને તેના સ્વરૂપને યથાર્થ રૂપમાં ન જાણવાથી અને તેના ઉપર શ્રદ્ધા ન કરવાના કારણથી ઉત્પન્ન થાય છે. તે મનની એક દુર્બળતા છે. અને તેનાથી શંકાને ઉત્પન્ન કરાવી આત્માને મિથ્યાદૃષ્ટિમાં લઈ જાય છે.” નિર્ભયતા મનની એ વૃતિ છે જે મોટા સંકટ સમયે પણ સાધકને ધર્મમાં અને સ્વભાવમાં સ્થિર રાખે છે. અહીં સભ્યદર્શીને ભય હોતો નથી. એમ કહેવાથી એ વાત નથી કે તેના જીવનમાં કોઈપણ અંશે ભય હોતો નથી. અહીં તો માત્ર “સમ્યગ્રદર્શનના ઘાતક” તે પ્રકારનો ભય સમ્યગદર્શી માં રહેતો નથી. આમ તો સમ્યગ્રદર્શી, શ્રાવક અને સાધુ તે સર્વે પાપભીરુ હોય છે. પરંતુ તે પાપથી ભય તેનો ગુણ કહેવાય છે. દોષ નહીં. અહીં તો માત્ર મિથ્યાત્વમોહનીય ભયની જ વાત કરી છે. (૧) આલોક ભયઃ આ સાતે ભયમાં સૌથી પહેલો ભય છે. આમાં સમ્યગ્દષ્ટિને પરિવાર, સમાજ, રાષ્ટ્ર, સંપ્રદાય, જાતિ આદિના સંબંધમાં કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી. ધન-સંપત્તિ, સુખ-સુવિધા અને અન્ય ઈષ્ટ પદાર્થોના ચાલી જવાનો પણ ભય હોતો નથી. સમ્યગ્દષ્ટિને દઢ વિશ્વાસ હોય છે કે “હું તો ચૈતન્યસ્વરૂપ છું અને તે નિશ્ચયનયથી સત્ય છે અને આ બહારનો લોક છે (સંસાર) તે મારો નથી. તો આ લોકસંબંધી મને ભય કેમ લાગે? મારો સંબંધ તો શુદ્ધ આત્મા જોડે જ છે.” આ પ્રમાણેના વિચારોથી સમ્યગ્દષ્ટિને અનિષ્ટસંયોગનો પણ ડર હોતો નથી. (૨) પરલોકભયઃ આનો અર્થ એમ થાય છે કે પોતાનાથી વિજાતીય કોઈ પણ પશુ, પક્ષી, સમકિત ૧૬૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ દેવ આદિથી થવાવાળો ભય. સમ્યગ્દષ્ટિએમ વિચાર કરે કે “આત્મા તો નિત્ય છે” તે પોતાનો ખુદનો માલિક છે. પોતે જ કર્તા-ધર્તા-હર્તા છે, મને જે દુઃખ બીજાથી મળે છે તે મારાં જ કરેલાં પાપોનું ફળ છે, આવા પ્રકારના વિચારોથી વિજાતીયથી કોઈ પણ પ્રકારનો ભય થતો નથી. દિગંબર પરંપરા પ્રમાણે આ શરીરને છોડ્યા પછી બીજો જન્મ લે તે પર્યાયને પરલોક કહો છે. બીજા લોક માટે એવો ભય હોય છે કે “મારો જન્મ નરક-તિર્યંચમાં થશે તો? મને સ્વર્ગના સુખો નહી મળે તો? તો પરલોકમાં મારું શું થશે?'' આવા પ્રકારના ભયથી સમ્યગદર્શીને અસર થતી નથી. તેનો વિચાર તો એમ જ રહે છે કે આ ભવમાં પવિત્ર અને સારા કર્મો કરશું તો પરલોકનો ભય શેના માટે રાખવો. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે વાવશું તે જ ઊગશે. તો ભય શા માટે? એતો પોતાના કર્તવ્યનું ચિંતન કરે છે, અને ફળની ચિંતા હોતી નથી. (૩) આદાન ભયઃ આદાનનો અર્થ થાય છે અશરણતા અથવા તો કંઈ જરૂરી વસ્તુ ન મળે તે. સમ્યગદષ્ટિને આવો ભય રહેતો નથી કે મારું રક્ષણ કોણ કરશે? ક્યાં તો મને દાન અથ વા મારી સહાયતા કોણ કરશે? કારણ કે સમ્યગ્દષ્ટિજાણે છે કે સંસારમાં કોઈ કોઈને શરણ આપી નથી શકતો. આત્મા પોતે જ પોતાનો રક્ષક છે. પાપના ફળ ભોગવવાનો વારો આવે ત્યારે એવું બનશે કે જોઈતું રક્ષણ કે સહાયતા મળશે નહીં. આવા સમયે તે ભય પામતો નથી પણ તે સમભાવમાં રહે છે. સમ્યગદર્શી કોઈનું શરણ મળવાથી જ્યારે સમય આવે ત્યારે તે શરણાર્થીના ભયથી ખોટું બોલવું કે ખોટું કરવું તેવું કદાપિ કરતો નથી. પોતાનો સહારો જતો રહેશે, આમ આજીવિકા પર અસર પડશે તેવો ભય તે રાખતો નથી. ભયમુક્ત રીતે સત્યનો જ સાથ આપે છે. (૪) અકસ્માત ભયઃ અકસ્માત ભય તે મિથ્યાષ્ટિને સદાય હોય છે. કારણ કે આત્માની અમરતા, નિત્યતા તથા આત્મસ્વરૂપ અને આત્મશક્તિના પ્રતિ અશ્રદ્ધાશીલ હોય છે. પર પદાર્થો ઉપર તેને વિશ્વાસ હોય છે. આ કારણે તેને અકસ્માતનો ભય સદાય સતાવે છે. સમ્યગ્દષ્ટિને આત્માની નિત્યતા અને અમરતા ઉપર પૂર્ણ વિશ્વાસ હોય છે. એટલે તેને ચોક્કસ ખબર છે કે અકસ્માત પણ થઈ જાય તો પણ તે પોતે (આત્મા) તો મરવાનો નથી. ફક્ત કદાચ તેનો આ જન્મ પતીને બીજો જન્મ થશે. અને તે પણ થશે જો તેણે એવા કર્મબંધ કર્યા હશે તો. આવા વિચારોથી તે કદાપિ અકસ્માતના વિચારોથી ભયમાં રહેતો નથી. સમકિત ૧૭૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ (૫) વેદના ભયઃ શરીરમાં રોગો આવવાથી જે બાધાઓ આવે છે અથવા તો જે રોગોના આવવાની સંભાવના છે તેના આવવાથી પહેલા જ મોહનીયકર્મોદયવશ જે કંપન થાય છે, જે ભય થાય છે અને આવ્યા પછી જે આર્તધ્યાન થાય છે તેને વેદનાભય કહેવાય છે. સમ્યગદર્શી કર્મના ઉદય વશ રોગ આવે તો પણ સમભાવ રાખે છે. તે ઉપચાર કરાવે તો પણ તે સમજીને કે શરીરની જરૂરિયાત ધર્મપાલન કરવા અને તેમાં સ્થિર રહેવા માટે છે. તેના વિચારો એવા જ હોય છે કે સંસારની જેટલી પણ વ્યાધિ છે તે બધી શરીરમાં છે, આત્મામાં કદાપિ હોતી નથી. એનું મુખ્ય કારણ તેનો દેહાધ્યાસ ન હોઈ તેની દૃષ્ટિ આત્મલક્ષી જ હોય છે. (૬) અપયશ ભયઃ પૂજા, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પ્રશંસા, સન્માન-સત્કાર, યશ-કીર્તિ, વાહવાહ આદિ અનેક પ્રકારના યશ છે તેના ઉપર કલંક લાગવાનો કે છીનવાઈ જવાનો ભય તેને અપયશ ભય કહેવાય છે. સામાન્ય વ્યક્તિ આ પ્રકારોના યશને જાળવી રાખવા માટે સાચાં ખોટાં કંઈક પ્રકારના કાર્યો કરશે. જૂઠ, ફરેબ આદિ ઘણી તરકીબો અજમાવશે. અને કાયમ તે ભયમાં જ રહેશે કે આ બધું જતું રહેશે તો? સમ્યગ્દષ્ટિતો એ જ વિચારે છે કે સત્ય અને સદ્ધર્મના માર્ગ ઉપર ચાલવાથી અપયશ ક્યાંથી આવે? અને કોઈના જૂઠા દાવાઓથી આવી જાય તો પણ તે એ જ સમજે છે કે સર્વે વ્યક્તિઓના આપેલા યશ કે અપયશ બધું જ ક્ષણિક છે. અને અપયશ આપનારો તે તો નિમિત્ત જ છે. બાકી તો ખુદના પૂર્વનાં કર્મોનો ઉદય છે, આમ સમજી અપયશ કે અપકીર્તિના ભયથી કદાપિ પોતાનો સત્ય અને સિદ્ધાંતનો માર્ગ છોડતો નથી. (૭) મરણ ભયઃ આ સાતમો ભય છે. આ સૌથી ભયંકર ભય છે. જે સાધારણ મનુષ્યને પ્રતિપળ સતાવે છે. પાંચ ઈન્દ્રિય, મન, વચન, કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય આ દસ પ્રાણોનો નાશ થવો તેને મૃત્યુ કહેવાય. મૃત્યુ તે સંસારમાં સૌથી અપ્રિય વસ્તુ છે. કોઈપણ જીવ હોય અને કોઈપણ અવસ્થામાં હોય પણ તેને મરવું ગમતું નથી. મૃત્યુના ભયથી અને જીવનરક્ષા માટે લોકો સત્ય, સિદ્ધાંતો બધું જ છોડી દે છે અરે, ફક્ત એ નહીં પણ પોતાની અધિક પ્રિય વસ્તુ, ધન અને પ્રિયજનને પણ છોડી દે છે. આમ, મૃત્યુ ભલભલાને હલાવી નાંખે છે. સમકિત ૧૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ પરંતુ સમ્યગૃષ્ટિ ધરાવતા આત્માને મૃત્યુથી ભય હોતો નથી. તેનો દઢ વિશ્વાસ હોય છે કે મૃત્યુ આત્માનું નહીં પણ શરીરનું થાય છે. સમ્યગ્દષ્ટિ મૃત્યુને એક નાટકના પહેલા અંક જેવી રીતે જુએ છે. જાણે કે મધ્યાન્તર આવ્યું હોય અને તેના પછી પાછું નાટક શરૂ થવાનું જ છે. વાસ્તવમાં સમ્યગ્રષ્ટિ મૃત્યુંજયી હોય છે. આચારાંગસૂત્રની ભાષામાં "सच्चस्स आणाए उवट्ठिए मेहावी मारं तरइ" - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૩ (પાનું ૧૨૮, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૧૯૯૯) “સત્યની આજ્ઞામાં ઉપસ્થિત મેધાવી સમ્યગ્દષ્ટિ મૃત્યુને પણ પાર કરી જાય છે.” (મૃત્યુ ઉપર વિજય કરી જાય છે.) તે મૃત્યુના પ્રતિ નિર્ભય વીર રહે છે. આ પ્રકારે સાત મુખ્ય ભયોથી મુક્ત સમ્યગ્દષ્ટિ નિઃશંકિત હોય છે. નિશકિતનો બીજો એક અર્થ એમ પણ થાય છે કે શંકારહિત હોવું. શંકા રાખવી કે તત્ત્વો સાચાં છે કે ખોટાં? આ વ્રતો છે કે નહીં? આ દેવ સાચા કે ખોટા? આવા પ્રકારના સંશયોને શંકા કહેવાય છે. જેનું ચિત્ત આવા પ્રકારની શંકાઓથી ભરેલું હોય છે તેનું સમ્યગદર્શન શુદ્ધ હોતું નથી. જેમ આચારાંગસૂત્રમાં બતાવ્યું છે કે"तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं" - આચારાંગસૂત્ર; (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશક: ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૧૯૯૯) ચાહે પર્વતમાળા હલી જાય, અગ્નિ શીતળ બની જાય પરંતુ વીતરાગ સર્વજ્ઞદેવ દ્વારા કથિત તત્ત્વોના સ્વરૂપમાં કોઈ જ અંતર નહીં પડી શકે, આવા પ્રકારની અચલ શ્રદ્ધા નિઃશંકિત કહેવાય છે. સમ્યગ્દર્શનના માટે જરૂરી છે કે સાધનાના લક્ષ્યની પ્રાપ્તિ માટે સાધ્ય, સાધક અને સાધના આ ત્રણે પર અવિચલ શ્રદ્ધા રહેવી જોઈએ. ૧૭૨ સમકિત Page #188 -------------------------------------------------------------------------- ________________ આમ, જિન-પ્રણીત તત્ત્વ-દર્શન ઉપર શંકા ન રાખવી અને તેને યથાર્થ અને સત્ય માનવું તેને નિઃશંકતા કહેવાય છે. (૨) નિષ્ણાંશતઃ (બીજું અંગ) આ સમ્યગદર્શનનું બીજું અંગ છે. સ્વકીય આનંદમય સ્વરૂપ-શુદ્ધ આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાન રહેવું અને કોઈપણ પરભાવની ઈચ્છા કે આકાંક્ષા ન રાખવી તે “નિષ્કાંક્ષતા” કહેવાય. પોતાના જીવનમાં તપ, જપ, ધ્યાન, સેવા, ત્યાગ, વ્રત, નિયમ આદિના ફળસ્વરૂપે આલોક અને પરલોકના ભૌતિક વૈભવ અને ઈન્દ્રિયજન્ય સુખ ભોગોની માંગણી કરવી કે ઈચ્છા કરવી. તેને કાંક્ષા કહેવાય છે. પોતાની રત્નત્રય સાધનાનું લક્ષ્ય આ જ ક્ષણિક ભૌતિક સુખો અને ઉપલબ્ધિઓનું બનાવવું તેને “કાંક્ષા” કહેવાય છે. આવી “કાંક્ષા માટે સાધના કરવી, ધર્માચરણ કરવું તે જૈનધર્મમાં નિષેધ બતાવ્યું છે. સમ્યગદર્શન અને મોક્ષમાર્ગની સાધનાનો આ દોષ માન્યો છે. આના માટે સૂત્રકૃતાંગમાં બતાવ્યું છે કે – "से हु चक्खू मणुस्साणं जे कंखाए य अंतए ।" - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૧૫.૧૪ (પાનું ૪૪૫, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશકઃ આગમ પ્રકાશન સમિતિ, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૨) જે જીવે કાંક્ષા-આસક્તિનો અંત કર્યો છે તે જીવો મનુષ્યો માટે નેત્ર-પથ-પ્રદર્શક (રસ્તો બતાવનાર) છે. રત્નકરંડક શ્રાવકાચારમાં નિષ્કાંક્ષતાનું લક્ષણ બતાવતા કહયું છે કે “જે સુખ કર્મપરવશ છે, (પુણ્ય કર્મના ઉદયને આધિન છે) અને ક્ષણભંગુરુ છે, અને જે અનેક દુઃખોના ઉદય સહિત તથા પાપબંધનું બીજ છે, એવા ઈન્દ્રિયજન્ય-સુખમાં સુખની આસ્થા રહિત શ્રદ્ધાન ભાવ “નિષ્કાંક્ષતા” નામનું સમ્યકત્વનું અંગ છે. એમ ભગવાને બતાવ્યું છે. એટલે કે “નિષ્કાંક્ષતા”નો અર્થ એમ થયો કે કોઈપણ પુણ્યકાર્યના કરવા પર આલોક કે પરલોકના સુખ-ભોગોની (ઈચ્છા) વાંછા ન કરવી તથા કર્મ અને કર્મફળોને પોતાના ન માનવા. સમકિત ૧૭૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ (૩) નિર્વિચિકિત્સા (ત્રીજું અંગ) ધર્માચરણના ફળ પ્રતિ શંકા ન રાખવી, સંદેહ ન કરવો તેને “ નિર્વિચિકિત્સા” કહેવાય. હું જે ધર્મક્રિયા કરું છું તેનું ફળ મને મળશે કે નહીં? આ સાધના મારી વ્યર્થ તો નહીં જાય ને? આવા પ્રકારની શંકા રાખવી તે વિચિકિત્સા કહેવાય. શંકિત હૃદયથી સાધના કરવાવાળી વ્યક્તિ ફળની આશામાં અધીરી થઈ જાય છે. તેના પરિણામે તે સાધનામાં સ્થિર રહી શકતી નથી અને અંતે તેને સફળતા મળતી નથી. સમ્યગદૃષ્ટિના મનમાં દ્રઢ નિશ્ચય હોય છે કે કોઈપણ કરણીનું ફળ હોય છે જ. જે પ્રમાણે કરણી તે પ્રમાણે ફળ એટલે કે આસ્થાથી ઘર્મકરણી કરવી તો તે ફળ આપે જ છે. અમુક ગ્રંથકાર “નિર્વિચિકિત્સાનો” અર્થ એમ કરે છે કે શરીર સ્વભાવથી જ ગંદુ છે પરંતુ તેની અંદર રત્નત્રય યુક્ત પવિત્ર આત્મા નિવાસ કરે છે. તેથી શરીરના દોષો પ્રતિ ગ્લાનિ-ધૃણા અથ વા જુગુપ્સા ન કરતા તેનામાં નિવાસ કરતા આત્માના સદ્ગણોની પ્રીતિ કરવી તે નિવિચિકિત્સા છે. જે સમ્યગ્દષ્ટિમાં હોય છે. (૧) પોતાના જ શરીરના મળમૂત્ર, અશુચિ, રોગ આદિ જાણીને રત્નત્રયરૂપ ધર્મપાલન કરવાને બદલે તેના ઉપર ગ્લાનિ કરવી, નફરત કરવી અને પોતાને દીન-હીન અને ધર્માચરણના યોગ્ય ન માનવું તેને વિચિકિત્સા કહેવાય છે. અને આવા પ્રકારની વિચિકિત્સા ન કરવી તે નિર્વિચિકિત્સા કહેવાય જે સમ્યગ્દષ્ટિમાં હોય છે. (૨) શરીર અશુચિથી ભરેલું છે. પરંતુ તપસ્વી, ત્યાગી, સાધુ-સાધ્વીજી આદિ શરીરથી જ્ઞાન-ધ્યાન તથા તપશ્ચર્યા કરી મહાવ્રત, નિયમ, સંયમનું પાલન કરી રત્નત્રયની સાધના કરે છે. તેઓ શરીરનું ધ્યાન રાખે છે પરંતુ શણગારતા નથી. કારણ કે તેમના માટે શરીર તે મોક્ષસાધના માટે જરૂરી છે. તેમના શરીરને કૃશ, દુર્બળ અને બહારથી ગંદુ જોઈને તેમના તરફ ધૃણા ન કરવી તે સમ્યગૃષ્ટિનું નિર્વિચિકિત્સા લક્ષણ છે. સમ્યગ્દષ્ટિ ગુણોપાસક હોય છે. તે શરીર અને વેશ તથા બહારના સૌંદર્યને ન જોતાં આત્માના શુદ્ધ ગુણોને જ દેખે છે. (૩) પોતાનામાં અધિક ગુણો સમજી પોતાની પ્રશંસા કરવી અને બીજામાં ઓછા ગુણો છે તેમ સમજી તેની નિંદા કરવી તેને વિચિકિત્સા કહેવાય છે. આવી વિચિકિત્સા સમ્યગ્દષ્ટિમાં હોતી નથી. તે આ દોષરહિત આત્માના પરિણામને નિર્વિચિકિત્સા કહેવાય છે. ૧૭૪ સમકિત Page #190 -------------------------------------------------------------------------- ________________ (૪) જે મનુષ્ય પોતાના તીવ્ર અશુભ કર્મોદયથી અત્યંત દુઃખી, રોગી અને અશક્ત આદિ થ વાથી ધૃણાસ્પદ બને છે. પણ સમ્યગૃષ્ટિ આવી વ્યક્તિને જોઈને પણ તેના પ્રતિ હીનતાના ભાવ લાવતી નથી, પરંતુ દયાભાવ રાખે છે. નિઃસ્વાર્થભાવથી તેની સેવા કરે છે. આ જ તેનો નિર્વિચિકિત્સા ગુણ છે. કર્મોના લીધે પ્રત્યેક જીવમાં અશુદ્ધતા કે મલિનતા થાય છે તે સમ્યગ્દષ્ટિ બરાબર સમજે છે. (૪) અમૂઢદષ્ટિવઃ (ચોથું અંગ) “મૂઢ”નો અર્થ મિથ્યા અથવા વિપરીત થાય છે. અને “દૃષ્ટિ”નો અર્થ શ્રદ્ધા કે વિશ્વાસ થાય છે. આનો ભાવાર્થ એ છે કે મિથ્યા તત્ત્વોમાં શ્રદ્ધા કરવી તે “મૂઢદષ્ટિ' કહેવાય છે. આ પ્રકારે અતત્ત્વોને તત્ત્વો માને, કુગુરૂને ગુરુ માને, કુદેવને દેવ માને અને અધર્મને ધર્મ માને તે મૂઢતા કહેવાય છે. અને જે આ પ્રમાણે નથી તે “અમૂઢદષ્ટિ' કહેવાય છે. સમ્યગ્દષ્ટિને તત્ત્વ, દેવ, ગુરુ અને ધર્મની બાબતમાં ખૂબ જ સાચી સમજણ હોય છે. તેની દૃષ્ટિ તે “અમૂઢદષ્ટિ” હોય છે. દશવૈકાલિક સૂત્રમાં સ્પષ્ટ પ્રમાણે બતાવ્યું છે કે – “સમર્દીિ તથા સમૂ” - દશવૈકાલિક સૂત્ર; ગાથા ૧૦.૭ (પાનું ૨૮૫, પ્રકાશકઃ અખિલ ભારતીય જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, જોધપુર (રાજસ્થાન), વર્ષ ૨૦૦૯) સમ્યગદૃષ્ટિજીવ સદેવ અમૂઢ રહે છે, તે કદાપિ મૂઢતાઓના ચક્કરમાં ફસાતો નથી. શાસ્ત્રમાં અનેક પ્રકારની મૂઢતાઓ બતાવી છે. લોકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા, શાસ્ત્રમૂઢતા વગેરે વગેરે. આ મૂઢતાઓના વિષયમાં નીચે પ્રમાણેનું વર્ણન છે. (૧) લોકમૂઢતાઃ આચાર્ય સમંતભદ્રજીએ કહ્યું છે કે સમકિત ૧૭૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ "आपगासागरस्नानमुच्चयः सिकताश्मानाम् । गिरिपातोडग्निपातश्च लोकमूढं निगद्यते ॥" - આચાર્ય સમતભદ્ર રત્નકરંડ શ્રાવકાચાર; ગાથા ૨૨ (પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ, (સાગર) મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬) કોઈ નદી કે સમુદ્રમાં ડૂબકી મારવી, પથ્થરોનો ઢગલો કરવો, પર્વત ઉપરથી ઝંપલાવવું, અગ્નિમાં બળીને મરવું (સતી પ્રથા) આદિ વાતો (ઘર્મ સમજીને કરવી) તે લોકમૂઢતા છે. લોકમૂઢતામાં તે બધું જ સમાવેશ થઈ જાય છે. જે ધર્મના નામથી, દેવદેવીના નામથી, સામાજિક રૂઢિ, પરિવારની રીતિ-રિવાજ કે પ્રથાના નામથી ચાલી આવતી હોય. લોક અને સમાજની અંધશ્રદ્ધાના બળથી લોકમૂઢતાઓ ચાલે છે. (૨) દેવમૂઢતાઃ કોઈ પણ સાંસારિક સુખોની આશાથી રાગ, દ્વેષ અને મોહથી લિપ્ત દેવદેવીઓને વીતરાગ દેવ સમાન ગણવા તેમની પૂજા કરવી તે દેવમૂઢતા કહેવાય. સંસારમાં મિથ્યાષ્ટિથી ભરેલા લોકો પોતાના કૃતકર્મોના તરફ ધ્યાન ન રાખતા અને તેની શક્તિને ભૂલી રાજ્ય, ધન, પુત્ર, સ્ત્રી, આભૂષણો, વસ્ત્ર, વૈભવ આદિની આશાથી પ્રેરિત થઈ ઘણા રાગ-દ્વેષ અને મોહથી લિપ્ત એવા દેવ-દેવીઓને જાણે કે તેમનો ઉદ્ધાર કરશે તેમ માની તેમની પૂજા કરે છે. તેમના નામે હિંસા (બલિ) પણ કરે તે દેવમૂઢતા કહેવાય. જે પોતે ૧૮ પાપસ્થાનકથી દૂર નથી થયા તે બીજાનું કલ્યાણ તો કેવી રીતે કરી શકે? પણ આવી સમજણ ફક્ત સમ્યગૃષ્ટિજીવોને હોય છે અને તેઓ દેવમૂઢતાથી દૂર રહે છે. (૩) ગુરુમૂઢતા જેનામાં માયા, નિદાન અને મિથ્યાદર્શન એ ત્રણે શલ્ય રહેલા છે. આરંભ, પરિગ્રહ અને ઈન્દ્રિયના વિષયોમાં આસક્ત છે તેમને નિગ્રંથ ગુરુ માનવા તે ગુરુમૂઢતા છે. માત્ર સારી વાણી અને વક્તા હોય અને જ્ઞાનની વાત કરે તેનાથી અંજાઈને તેમને સાચા સાધુ કે સંતની જગ્યાએ માનવા તેવી ભૂલ સમ્યગૃષ્ટિજીવ ક્યારેય પણ કરે નહીં. સમ્યગ્દષ્ટિજીવને ખબર હોય છે કે નિગ્રંથ ગુરુ તે આચરણથી બને છે. તેમનું ચારિત્ર તે ખૂબ જ ઉચ્ચકોટિનું છે. અને તેના ચારિત્ર વગર તેમને સ્થાન આપવું તે ઉચિત નથી. (૪) શાત્રમૂઢતા સાચા શાસ્ત્ર તેને જ કહેવાય જે આત્માને મુક્તિના પંથે લઈ જાય અને ૧૭૬ સમકિત Page #192 -------------------------------------------------------------------------- ________________ મુક્તિ સુધી પહોંચાડે. ઘણા મિથ્યાષ્ટિઓ શાસ્ત્રોમાં આવેલા મંત્રો અને કાળી વિદ્યાઓને પ્રાપ્ત કરવાના હેતુથી લલચાઈને તેને સાચા માને છે. જે વિદ્યા અને મંત્રો ફક્ત આ ભવ પર્યત જ કોઈ ચમત્કાર બતાવે તે સાચા નથી હોતા. અને તે વિદ્યાઓ મોક્ષ પર પહોંચવાનો માર્ગ નથી બતાવી શકતી. સમ્યગ્દષ્ટિજીવ દરેક શાસ્ત્રોમાંથી એ જ ગ્રહણ કરે છે મુક્તિ માટે જરૂરી છે. અને ખોટી શાસ્ત્રમૂઢતામાં પડતો નથી. આમ, અમૂઢદષ્ટિનો અર્થ કહીએ તો એ કે ભિન્ન-ભિન્ન દર્શનોમાં (ધર્મોમાં) યુક્તિઓ કે આડંબર આદિ જોઈ કે સાંભળી પોતાની શ્રદ્ધાથી વિચલિત થવું નહી. સંસાર અને કર્મોના વાસ્તવિકરૂપ સમજી અને હિતાહિતનો વિવેક કરવો, તે જ “અમૂઢદૃષ્ટિવ” કહેવાય છે. (૫) ઉપબૃહણઃ (પાંચમું અંગ) આનો અર્થ એમ થાય છે કે વૃદ્ધિ કરવી, વધારવી, પૃષ્ટિ કરવી. પોતાના આત્માની શક્તિઓને વધારવી અને તેને દુર્બળ ન થવા દેવી છે. એટલે કે જે ગુણો દ્વારા સમ્યગદર્શનાદિ રત્નત્રયમાં શિથિલતા ન થાય તેને ઉપબૃહણ કહેવાય છે. “ઉપવૃંહણની” જગ્યાએ “ઉપગૂહન” શબ્દનો ઉપયોગ ઘણી જગ્યાએ થયો છે. ઉપગૂહનનો અર્થ થાય છે ઢાંકવું કે છુપાવવું. કોઈ સાધર્મિક (વ્યક્તિ) પ્રમાદવશથી કે કર્મોદયવલથી કોઈ ભૂલ કરે છે તો તેને એકાંતમાં લઈને સમજાવવું. અને તેની ભૂલને સુધારવાની કોશિશ કરવી. પરંતુ બધાની વચ્ચે તેની ભૂલનો ઢંઢેરો પીટીને તેને અપમાનિત કે વિદિત કરવો નહીં. અને ભૂલ સુધારી લે તો એ વાતને કાયમ માટે ઢાંકી દેવી અને બધાની વચ્ચે પ્રગટ થવા ન દેવી. તે ઉપગૂહન નામનો ગુણ કહેવાય. ઘણીવાર ધર્મપાલકના આચરણનો પ્રભાવ ધર્મ ઉપર પડે છે. તેથી જ્યારે એકના ખોટા આચરણના હિસાબે ધર્મ નિંદાય એવું ન થવા દેવું તે સમ્યગ્દષ્ટિ પોતાનું કર્તવ્ય માને છે. તે ધર્મની નિંદાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. ધર્મનિંદાને ફેલાતી અટકાવી દે, તેને ઢાંકી દે. આવા ગુણને ઉપગૂહન કહેવાય છે. (૬) સ્થિરિકરણઃ (છઠ્ઠું અંગ) કોઈ વ્યક્તિ સમ્યગૃષ્ટિ, કે શ્રાવક કે મહાવ્રતી સાધુ કોઈ ભયંકર કષાયોના ઉદયવશ કારણે અથવા તો કુસંગતિના કારણે અથવા રોગાદિ, દરિદ્રતા, અપમાન, સમકિત ૧૭૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાઉપદેશ અથવા તો અન્ય તીર્થીઓના મંત્ર-તંત્રના ચમત્કાર જોઈને પોતાના સમ્યગ્ગદર્શન કે ધર્માચરણથી ચલાયમાન થાય અને ધર્મના પથથી ફરી જાય તો તેને પોતે સમજાવીને કે બીજાઓ દ્વારા સમજાવીને તેના મનનું સમાધાન કરાવી તેને પાછો સમ્યક્રચારિત્રરૂપ ધર્મમાં સ્થાપિત કરાવવો તેને સ્થિરિકરણ કહેવાય છે. (સ્થિતિકરણ પણ કહેવાય છે.) એવું ઘણીવાર બને કે ઘણા જણ કંઈક જાતના પ્રલોભનમાં ફસાઈને સાચા માર્ગથી ફરી જાય છે, તો સમ્યગુદૃષ્ટિ પોતાનું કર્તવ્ય સમજીને પોતાનાથી બનતી બધી જ કોશિશ કરે છે કે તે ચલાયમાન થયેલો જીવ પાછો સત્ય માર્ગ ઉપર આવી જાય. ધર્મસંઘમાં કોઈ નિર્ધન છે, અસહાય છે અને તે કારણથી તેવી વ્યક્તિઓ પોતાના ધર્મ અને સમ્યમ્ માર્ગથી દૂર થતી જાય છે તો તેવી વ્યક્તિઓની બનતી સહાય કરી તેઓને પાછી ધર્મમાં સ્થાપિત કરવી તે પણ સ્થિતિકરણ કહેવાય છે. દિગંબર પરંપરામાં સ્થિતિકરણના બે ભેદ રહેલા છે. (૧) પોતાના ખુદના આત્માનું સ્થિતિકરણ કરવું (૨) બીજાના આત્માનું સ્થિતિકરણ કરાવવું. મોહ અને કર્મોદયવશ થઈ ખોટા માર્ગ ઉપર જતા જાણીને પોતાના આત્માને બોધ આપી અને આત્મસ્વરૂપમાં સ્થિર કરવો તેને સ્વસ્થિતિકરણ કહેવાય છે. અને બીજાને માર્ગથી પડતા જોઈને તેને આત્મસ્વરૂપમાં સ્થિર કરવો તેને પરસ્થિતિકરણ કહેવાય છે. (૭) વાત્સલ્ય (સાતમું અંગ) વાત્સલ્યનો અર્થ થાય છે તે નિસ્વાર્થ સ્નેહ અને શુદ્ધ પ્રેમ. સાધર્મિક અને ધર્મના પંથે ચાલનારાઓ ઉપર શુદ્ધ પ્રેમભાવ રાખવો તે વાત્સલ્ય કહેવાય છે. જેમ માતા પોતાના સંતાન ઉપર નિઃસ્વાર્થ પ્રેમ રાખે છે, સામે કોઈ ફળની ઈચ્છા રાખતી નથી, તેમજ સમ્યગ્દષ્ટિધર્મના ક્ષેત્રમાં એવો જ ભાવ લઈને ચાલે છે. સહધર્મી ઉપર નિર્મળ, નિષ્કામ તથા ઉદાર વાત્સલ્ય રાખે છે. વાત્સલ્યમાં માત્ર સમર્પણ અને પ્રીતિનો ભાવ હોય છે. તે ધર્મશાસ્ત્રના પ્રતિ એક અનુરાગ છે. જેમ સેવક સ્વયંને સેવક સમજીને સ્વામીનું કાર્ય કરે છે. તેમજ પંચ પરમેષ્ટિ ધર્મ, સાધુ, સાધ્વીજી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ તથા શાસ્ત્રોની સેવા કરવી તે વાત્સલ્ય કહેવાય છે. જ્યારે પણ આમાંથી કોઈના ઉપર ઉપસર્ગ આવી જાય, સંકટ આવે તો તેનું નિવારણ ૧૭૮ સમકિત Page #194 -------------------------------------------------------------------------- ________________ કરવા તન, મન, ધનથી સમ્યગ્દષ્ટિએ સદાય તૈયારી રાખવી જોઈએ. કલ્યાણમાર્ગમાં સ્થિત પ્રાણીઓના પ્રતિ કુટુંબ સરીખો પ્રેમ કરવો તે વાત્સલ્ય છે. અહીં પણ દિગંબર પરંપરામાં બે પ્રકારનાં વાત્સલ્ય કહાાં છે. સ્વવાત્સલ્ય અને પરવાત્સલ્ય. પોતાના આત્મા પ્રતિ પ્રીતિ કરવી અને તેના સ્વરૂપ ઉપર આવતી બાધાઓને દૂર કરવી તે સ્વ-વાત્સલ્ય છે. આ જ રીતે બીજાના ઉપર ઉપસર્ગ કે પીડા આવવાના કારણે પણ તેને બરાબર સાચવી તેનું ધ્યાન ધર્મથી જતું ન રહે, અને શિથિલતા આવી ન જાય તેનો પ્રેમથી રસ્તો કાઢવો તે પરવાત્સલ્ય કહેવાય. (૮) પ્રભાવનાઃ (આઠમું અંગ) પ્રભાવનાનો અર્થ એટલે કે મહિમા અને કીર્તિ વધારવી. દુનિયામાં ધર્મનું મહત્ત્વ વધારી અને વધારે ને વધારે આત્માઓને મુક્તિના માર્ગ ઉપર લાવવા તેને ધર્મની પ્રભાવના કહેવાય. ધર્મની પ્રભાવનામાં મુખ્યત્વે દરેક જીવને જ્ઞાનથી, આચરણથી, ધર્મનો મર્મ સમજાવીને ધર્મ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા બેસી જાય અને તે આત્માના સમ્યગદર્શનમાં નિમિત્ત બનવું તે ઉત્કૃષ્ટ પ્રભાવના કહેવાય. આચાર્ય સમંતભઢે પ્રભાવનાનો અર્થ બતાવતા કહ્યું છે કે “સંસારી જીવોના હૃદયમાં અજ્ઞાનનો અંધકાર રહેલો છે, તેથી અંધકારને સત્યના પ્રકાશથી દૂર કરી જિનેન્દ્ર ભગવાનના શાસનનો સૂર્ય તે જીવોમાં સદાય રહે એવું કાર્ય કરવું તેને પ્રભાવના કહેવાય છે.” પ્રભાવનામાં પણ બે પ્રકાર છે. સ્વપ્રભાવના અને પરપ્રભાવના. રત્નત્રયના તેજથી પોતાના આત્માને પ્રભાવિત કરવો, પોતાના આત્મસ્વરૂપની ઉન્નતિ કરવી તે સ્વ-પ્રભાવના છે. અને એ જ રીતે બીજાના આત્મામાં ધર્મની જ્યોત પ્રગટાવવી તે પરપ્રભાવના કહેવાય. શ્વેતાંબર પરંપરા પ્રમાણે શાસનપ્રભાવના કરવાવાળા ૮ પ્રકારના પ્રભાવકો બતાવ્યા છે. તે નીચે પ્રમાણે છે. તે પ્રકારો બતાવે છે કે શાસનપ્રભાવના અલગ અલગ રીતથી થઈ શકે છે. (૧) પ્રવચનિક (૨) ધર્મકથિક (૩) વાદિ (૪) નૈમિત્તિક (૫) તપસ્વી (૬) વિદ્યાસિદ્ધ સમકિત ૧૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ (૭) રસાદિ સિદ્ધ (૮) કવિ (૧) પ્રવચનિક આગમોના જાણકાર, શ્રતને ધરનાર અને કાળને ઉચિત એવું પ્રવચન આપે કે ધર્મનો જયજયકાર થઈ જાય. આ ગુણના સંબંધમાં આચાર્ય વજસ્વામીનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. આચાર્ય વજસ્વામીનાં રૂપ અને શીલ પર પ્રભાવિત થયેલી કન્યા &મણિએ હઠ પકડી કે આમની સાથે જ વિવાહ કરીશ અન્યથા અગ્નિમાં પડીશ. આવી પ્રેમ વિહ્વળ સ્કમણીને આચાર્ય વજસ્વામિએ ખૂબ જ કુશળતાથી એવો ઉપદેશ આપ્યો કે તે સંસારથી વિરક્ત થઈ તેજસ્વી સાધ્વીજી બની ગયા. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી ગણિવર સમકિતના સડસઠ બોલની ગુજરાતી ભાષાની સક્ઝાયમાં જણાવે છે કે “વર્તમાન શ્રુતના જે અર્થનો, પાર લો ગુણ ખાણ.” વર્તમાન શ્રુતના જે અર્થના પાર પામનારા અને ગુણોની ખાણ સમા એ “પ્રવચનિક” નામના પ્રભાવક છે. (૨) ધર્મકથિકઃ કથનલબ્ધિને ઘરનારા, કથા કહીને લોકને પ્રતિબોધ પમાડે; આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગજનની અને નિર્વેદજનની ચાર પ્રકારની કથાઓ દ્વારા લોકોને જૈન ધર્મમાં સ્થિર કરે. આ વાતને જણાવતાં કહ્યું છે કે “ધર્મિકથી તે બીજો જાણીએ, નંદીષેણ પરે જેહ નિજ ઉપદેશે રે રંજે લોકને, જોજે હૃદય સંદેહ” જેમ શ્રી નંદીષણજી પોતાની કથા દ્વારા ઉપદેશથી લોકને રંજિત કરે અને તેમના હૃદયની શંકાઓ દૂર કરે. તેમ સમ્યક્રદૃષ્ટિકથાની માધ્યમે ધર્મપ્રભાવના કરે. (૩) વાદી એટલે કે અન્ય દર્શનીઓ જોડે વાર્તાલાપ કરીને તેને પ્રશ્નો-ઉત્તરોમાં હરાવીને જૈન ધર્મનો જયજયકાર કરાવે. ૧ પ્રવચન સારોદ્વાર-દ્વાર-૧૪૮-ગાથા-૯૩૪ ૧૮૦ સમકિત Page #196 -------------------------------------------------------------------------- ________________ મુનિસુંદરસૂરિ નામના આચાર્ય પ્રસિદ્ધ છે. જેમણે બ્રાહ્મણો સાથે વાદ કરીને તેમને પરાજિત કર્યા. અને તેમને “દફતરખાન”ની સભામાં “વાદિગોકુલસંડ” નામનું પદ પ્રાપ્ત કર્યું. આવી જ રીતે આચાર્ય મહ્મવાદીજીનું નામ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. “વાદી ત્રીજો રે તર્કનિપુણ ભણ્યો, મલવાદી પરે જેહ, રાજદ્વારે રે જયકમલા વરે, ગાંજતો જિમ મેહ, ધન ધન શાસન મંડન મુનિવરા.” આચાર્ય મલિવાદીજીએ વિ.સં.-૮૮૪માં શિલાદિત્યની સભામાં બૌદ્ધાચાર્યોની સાથે વાદ કરીને તેમને પરાજિત કર્યા. જૈન ન્યાય અને તર્કશાસ્ત્રની જયપતાકા ફરકાવી. દ્વાદશાર નયચક્રની રચના કરીને તેમણે જૈન ન્યાયશાસ્ત્રની અમરકીર્તિ ગાથા સ્થાપિત કરી. પ્રભાવક ચરિત્ર-પાનું-૭૭-૭૯ (૪) નૈમિત્તિકર આ પણ જિનશાસનના પ્રભાવક છે. નિમિત્તશાસ્ત્રના પરમ જ્ઞાનીનું કહેલું કદી પણ ખોટું હોય નહીં. જિનશાસનના નૈમિત્તિકો બધાના જોષ જોવા બેસી ન જાય. ગમે તેને નિમિત્તશાસ્ત્ર આપવું એ પણ પાપ તરીકે કહેવામાં આવ્યું છે. જો કોઈ અયોગ્યને જ્ઞાન આપે તો નૈમિત્તિકને પોતાને પ્રાયશ્ચિત લાગે. નૈમિત્તિક માટે કહાં છે કે - "नैमित्तिओ निमित्तं, कज्जंमि पउंजए निउणं" - સમ્યક્ત સપ્તતી, ગાથા ૩૪ અથઃ જે નૈમિત્તિક શાસનની ઉન્નતિના કાર્યમાં નિશ્ચિત રીતે નિમિત્તનો ઉપયોગ કરે તે જૈનશાસનના પ્રભાવક કહેવાય. આ પ્રકારના પ્રભાવકોમાં શ્રી સ્વામી ભદ્રબાહુ ખૂબ જ ઉત્તમ પ્રભાવક થયા. જેમણે સકળ સંઘ ઉપર આવેલો મરકીનો ઉપદ્રવ દૂર કરવા હેતુ માહપ્રભાવશાળી “ઉવસગ્ગહર” સ્તોત્રની રચના કરી. જ્યોતિષાચાર્ય વરાહમિહિર આમના જ નાના ભાઈ હતા. તેમણે અનેક ભવિષ્યવાણીઓ કરીને રાજા-પ્રજાને પ્રભાવિત કર્યા હતા. તેમણે પોતાના મોટા ભાઈ ભદ્રબાહુસ્વામીને નીચા દેખાડવા અને સમકિત ૧૮૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મને નીચે પાડવા રાજાની કાન ભંભેરણી કરી. પણ જ્યારે ભદ્રબાહુસ્વામીને ખબર પડી કે જૈનધર્મની હેલના થાય છે તો તેમણે નિમિત્ત શાસ્ત્રનો ઉપયોગ કરીને વરાહમિહિરની વાતોને ખોટી ઠરાવી અને જૈનશાસનની ઉન્નતિ કરાવી. (૫) તપસ્વીઃ જે માયા, નિદાન અને મિથ્યાદર્શનરૂપ શલ્યરહિત ઉત્કૃષ્ટ તપસ્યા કરતા હોય, જે દર્શન અને જ્ઞાનપૂર્વક તપ કરતા હોય અને તેમના તપને જોઈને સમગ્ર સંઘમાં જૈનધર્મ અને તપ ઉપર બહુમાન થાય તો તે તપથી શાસનપ્રભાવના થાય છે. “તપગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ આશ્રય લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ.’ "" તપસ્વી સંબંધમાં મુનિ વિષ્ણુકુમારનું નામ ઉલ્લેખનીય છે. મુનિશ્રીએ પોતાના અદ્ભુત તપના પ્રભાવથી દુષ્ટ એવા નમુચિના ઉપદ્રવનો નાશ કરી જૈનશાસન તથા સંઘની રક્ષા કરી. (૬) વિદ્યાપ્રભાવકઃ પ્રજ્ઞમિ વગેરે વિદ્યાઓને સાધીને જૈનશાસનની પ્રભાવના માટે વાપરે તે વિદ્યાપ્રભાવક કહેવાય. આ બાબતમાં ખપુટાચાર્યનું નામ જૈન ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. તેમણે વિદ્યામંત્રબળના પ્રભાવથી કચ્છમાં બૌદ્ધાચાર્યને હરાવી જૈનધર્મની થતી નિંદાને રોકી અને શાસનનો ડંકો વગાડ્યો. છઠ્ઠો વિદ્યા રે, મંત્રતણો બલિ જિમ શ્રી વયર મુણીંદ’’ (૭) સિદ્ધપ્રભાવકઃ આંખમાં અંજન કરીને, પગે લેપ કરીને, કપાળે તિલક કરીને વગેરે દુષ્કર કાર્યો કરવા, ભૂત વગેરેનું આકર્ષણ કરવું, વૈક્રિય શરીરાદિ બનાવવું વગેરે કાર્યો કરવાની શક્તિઓને જેણે સિદ્ધ કરી હોય અને તે શાસનની ઉન્નતિ માટે ઉપયોગ કરે તે સિદ્ધપ્રભાવક ગણવા. આ પ્રભાવકોમાં પાદલિપ્તાચાર્યનું નામ જૈન ઈતિહાસમાં ચમકી રહ્યું છે. તેમણે પાટલીપુત્રમાં મુરણ રાજા દ્વારા પ્રસ્તુત કરેલી કંઈક અટપટી શંકાઓનું સમાધાન કરાવી સર્વેને અંજાવી દીધા અને શાસનની ઉન્નતિ કરી. “સિધ્ધ સાતમો રે, અંજન યોગથી જિમ કાલિકમુનિ ચંદ’ ૧૮૨ સમકિત Page #198 -------------------------------------------------------------------------- ________________ આજ રીતે શ્રી કાલિકાચાર્ય મહારાજ પણ સિદ્ધ પ્રભાવક થઈ ગયા. (૮) કવિઃ આ પ્રભાવકો જિનોક્ત પદાર્થો અને તત્ત્વોને સરળ ભાષાથી કવિતારૂપમાં રચના કરે છે. કવિ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના સમજનારા હોય છે. તે આ બધું જોઈને જ એવી કવિતા બનાવે કે સર્વ સાંભળનારાઓને સરળતાથી સમજાઈ જાય અને શાસનની પ્રભાવના થાય. આમાં સિદ્ધસેન દિવાકર સૂરિજી થઈ ગયા કે જેઓએ કાવ્ય રચનાથી રાજા, મહારાજાઓને ધર્મી બનાવ્યા. પોતાના કવિત્વ દ્વારા જૈનશાસનની પ્રભાવના કરી. “કાવ્ય સુધારસ મધુર અર્થભર્યા ધર્મ હેતુ કરે જેહ સિદ્ધસેન પરે રાજા રીઝવે અઠ્ઠમવરકવિ તેહ’ આ પ્રભાવક એવા હતા કે તેમના એક એક શ્લોક સાંભળીને રાજાએ તે તે દિશાના રાજ્યનું દાન કર્યું હતું. શ્રી સિદ્ધસેન દિવાકરજીના યોગે જિનેશ્વરદેવનું શાસન પામીને મહારાજા વિક્રમાદિત્યે શાસનની પ્રભાવના કરી. આ પ્રમાણે વિશિષ્ટ ઉપલબ્ધિઓના માધ્યમથી સંઘ અને ધર્મની પ્રતિષ્ઠા અને શોભામાં વૃદ્ધિ કરાવવી તે પ્રભાવના કહેવાય છે. આવી પ્રભાવના સ્વયંના સમ્યગ્દર્શનની શુદ્ધિ કરે છે. અને સાથે અન્ય ભવ્ય જીવોને સમ્યગ્દર્શન પમાડે છે અને જેને હોય તેને વધારે શુદ્ધ કરાવે છે. આ થયાં સમ્યગ્દર્શનનાં અંગ. સમકિત ૧૮૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૨.૮ વ્યવહાર સમકિતના ૬૭ બોલ એક એવો સંગ્રહ જેમાં સમકિતને લગતી ઘણી માહિતી ભેગી કરી છે. વ્યવહાર સમકિતના ૬૭ બોલમાંથી (ભેદ મુદ્દા) એક અથવા અનેક બોલ આદરનાર જીવને વ્યવહારથી સમકિતી કહેવાય છે. જે દેવ-ગુરુ-ધર્મ તત્ત્વમાં વ્યવહારથી શ્રદ્ધા તે વ્યવહાર સમકિત છે. નિશ્ચયથી કોઈ જીવને સમકિત છે કે નહીં તે વિશિષ્ટ જ્ઞાની જ બતાવી શકે. જેણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર અને મોહનીયની ત્રણ પ્રકૃતિ સમ્યકત્વ મોહનીય, મિથ્યામોહનીય અને મિશ્રમોહનીય એમ કુલ સાત પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કર્યો હોય તેને નિશ્ચયથી સમકિતી કહેવાય છે. વ્યવહાર સમતિના ૬૭ બોલ નીચે પ્રમાણે છે. તેના ૧૨ દ્વાર છેઃ ૧. સણા દ્વાર-જેનાથી સમ્યગદર્શન પમાય છે અને પામ્યા હોઈ એ તો ટકી રહે છે. ૨. લિંગ દ્વાર-જેનાથી સમ્યગદર્શનની ઓળખાણ થાય છે. ૩. વિનય દ્વાર-જેનાથી સમ્યગ્ગદર્શન પમાય છે અને પામ્યા હોઈ એ તો ટકી રહે છે. ૪. શુદ્ધતા દ્વાર-જેનાથી સમ્યગ્રદર્શનની શુદ્ધિ થાય છે. ૫. લક્ષણ દ્વાર-જેનાથી સમકિતીની ઓળખાણ થાય છે. ૬. દૂષણ દ્વાર-દૂષણથી સમકિતી દૂષિત થાય અને નાશ પામે છે તે બતાવ્યું છે. ૭. ભૂષણ દ્વારમાં-ભૂષણથી જિનશાસનની શોભા વધે તે કરવાનું કહ્યું છે. ૮. પ્રભાવના દ્વારમાં-જિનશાસનની પ્રભાવના કરી જનસમુદાયને ધર્મ સન્મુખ કરે. ૯. આગાર દ્વારમાં-સમકિતીને અપવાદ માર્ગે કંઈક સમકિત વિરુદ્ધ કરવું પડે તો તેને આગાર આપવામાં આવ્યો છે તે બતાવે છે. ૧૦.જયણા દ્વારમાં–જયણા એટલે જેનાથી સમકિતની સુરક્ષા થાય તે વાત કરી છે. ૧૧.સ્થાન દ્વારમાં-સમકિત કયા કયા સ્થાને છે તે બતાવ્યું છે, દચંત દ્વારા. ૧૨.ભાવના દ્વાર-ભાવના ભાવવાથી સમ્યગદર્શન વધુ નિર્મળ અને દઢ બને છે તે બતાવ્યું છે. "तस्स विसुध्धि निमित्तं नाऊण सत्तसट्ठि ठाणाई । पालिज्ज-परिहरिज्जं च जहारिहं इत्थ गाहाओं ॥" - સમ્યકત્વ સિત્તરી ૧૩૮, ધર્મસંગ્રહ-૧-૧૩ આ ૬૭ બોલ એક એવા પ્રકારનો સંગ્રહ છે. જેમાં અમુક દ્વારથી સમ્યગ્દર્શન પમાય છે. ૧૮૪ સમકિત Page #200 -------------------------------------------------------------------------- ________________ કોઈથી વૃદ્ધિ પામે છે. કોઈથી ઓળખાય છે. કોઈ દૂષણરૂપ અતિચાર લાગે છે. તેની શુદ્ધિ કેવી રીતે થાય છે. તેને ઓળખવાનાં લક્ષણ કયાં? સમ્યગદર્શનના આધાર કયો? વગેરે વગેરે વાતો અલગ અલગ દ્વારથી સમજાવી છે. આ એક સમ્યગદર્શનને લગતી ઘણી વાતોનો સુંદર સંગ્રહ છે. જેમાંથી સમ્યગદર્શનની શુદ્ધિ માટે ૬૭ બોલમાંથી અમુકને જાણીને તેનું પાલન એટલે કે આચરણ કરવાનું કહ્યાં છે. અને જે ત્યાગ કરવા જેવા છે. તેનો ત્યાગ કરવાનું કહ્યાં છે. હવે તે ૧૨ દ્વારના ૬૭ બોલ આપણે ક્રમથી જોઈશું. (૧) સહણા ચાર-જેનાથી સમકિત પમાય છે અને ટકી રહે છે. • પરમન્થ સંથવોઃ પરમાર્થનો પરિચય કરવો સર્વજ્ઞ કથિત તત્ત્વોના ભાવો જાણવા. • સુદિઠ પરમન્થ સેવણાઃ પરમાર્થ જાણવાવાળા ગીતાર્થ ગુરુની સેવા કરવી. • વા વિ વાવન્નઃ સમકિતથી ભ્રષ્ટ થયેલા પાખંડીનો સંગ ન કરવો. • કુદંસણ વજ્જણાઃ પરતીર્થિનો પરિચય ન કરે અને અધર્મી પાખંડીઓની પ્રશંસા ન કરે. આ ચાર બોલમાંથી પ્રથમના બે બોલ આદરવા જેવા છે. અને પાછલા બે બોલ છોડવા જેવા છે. આ ચાર બોલ “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “આવશ્યક સૂત્રમાં બતાવ્યા છે. "परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणा वा वि वावण्णकुदंसणवज्जणा इअ सम्मत्तसदहणा" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૮.૨૮ (પાનું ૧૪૯, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) (૨) લિંગ ત્રણ-જે સમ્યગદર્શનીના વ્યવહારથી આળખાય છે. (૧) શ્રુતાનુરાગઃ જેમ યુવાન પુરુષ રંગરાગમાં રાચે તેમ ભવ્યાત્મા સમકિતી જીવ જૈનઆગમ શાસ્ત્ર સાંભળવામાં પ્રીતિ રાખે. (૨) ધર્માનુરાગઃ જેમ ભૂખ્યો માણસ ખીરનું ભોજન કરવામાં રુચિ રાખે, તેમ સમકિતી જીવ સમકિત ૧૮૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ વીતરાગની વાણી આદર સાથે સાંભળે અને જૈનધર્મ આદરવામાં પ્રીતિ રાખે. (૩) દેવગુરુ વૈયાવચ્ચઃ જેમ કોઈ અભણ પુરુષ વિદ્યાગુરુને પામી હર્ષિત થઈ તેમની સેવાભક્તિ કરી આ લોકમાં સુખી થાય તેમ સમકિતી જીવ સુદેવ-સુગુરુની સેવા ભક્તિ કરી આ લોકમાં સુખી થાય. આ ત્રણ પ્રકારના રાગથી એવું અનુમાન કરી શકાય કે એ જીવને સમકિત હશે.આ વાત “ઉજવાઈ” સૂત્રમાં બતાવવામાં આવી છે. (૩) વિનય દશ-જેનાથી સમકિત પ્રાપ્ત થાય છે. વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલી પ્રરૂપિત ધર્મમાં શ્રદ્ધા રાખવી અને તે પ્રત્યે ભક્તિ, પ્રશંસા, સત્કાર, બહુમાન વ્યક્ત કરવું અને તેમની નિંદાથી દૂર રહેવું તે સમ્યગ્ગદર્શનનો વિનય છે. “ભગવતી સૂત્રમાં વિનયના ૧૦ પ્રકાર બતાવ્યા છે. (૧) અરિહંત ભગવાનનો વિનય કરે. (૨) સિદ્ધ ભગવંતોનો વિનય કરે. (૩) આચાર્ય ભગવંતોનો વિનય કરે. (૪) ઉપાધ્યાયજીનો વિનય કરે. (૫) સ્થવિરનો વિનય કરે. આ પાંચપદની વંદના, ભક્તિ, બહુમાન કરે અને ગુણાનુવાદ કરે. (૬) કૂળનો વિનય-એક આચાર્યના શિષ્ય સમૂહનો વિનય કરે. (૭ ગણનો વિનય-ઘણાન્ત આચાર્યોના શિષ્ય સમૂહનો વિનય કરે. (૮) ચતુર્વિધ સંઘનો વિનય કરે. (૯) ધાર્મિક ક્રિયાનો વિનય કરે. (૧૦) સાધર્મિકનો વિનય કરે. આ ૧૦ પ્રકારનો વિનય કરવાથી સમ્યકત્વની શુદ્ધિ થાય છે. આવશ્યકસૂત્રમાં પણ આવો પાઠ છે. ૧૮૬ સમકિત Page #202 -------------------------------------------------------------------------- ________________ "इणमेव निग्गथं पायवणं सच्चं ... संसुद्धं सव्व दुक्खाणमंतं करंति" - સામાયિક પ્રતિક્રમણ સૂત્ર; ગાથા પ.૨૭ (પાનું ૧૧૯, પ્રકાશક: સુધર્મપ્રચાર મંડલ, અમદાવાદ (ગુજરાત), વર્ષ ૧૯૯૯, ૩જું સંસ્કરણ) દર્શનવિનયના ધારકને સંશુદ્ધિ કરવાવાલા બતાવ્યા છે. આ દસ પ્રકારો “ઉવવાઈ સૂત્રમાં” પણ બતાવેલા છે. (૪) શુદ્ધતા ત્રણ ત્રણ પ્રકારની શુદ્ધિ પણ સમ્યગ્રદર્શનની શુદ્ધિ કરે છે. ત્રણ પ્રકારની શુદ્ધિ નીચે પ્રમાણે છેઃ (૧) મન શુદ્ધતા (૨) વચન શુદ્ધતા (૩) કાય શુદ્ધતા કહયું છે કે "मणवायाकायाणे सुद्धि सम्मत्तसोहिणी तत्थ" - ભગવતી શતક સૂત્ર ૨૫.૭ અર્થાત્ પ્રશસ્ત મનથી નિશંકિત આઠ દર્શનાચારનું પાલન કરવું, ચિંતન કરવું. એ જ પ્રમાણે પ્રશસ્ત વચનથી ૮ આચારનું પાલન કરવું, એટલે કે બોલીને ધર્મની પ્રશંસા કરે, તેનું મહત્ત્વ બતાવે. અને આ જ પ્રમાણે પ્રશસ્તરૂપે કાયાથી પાલન કરે તે મન, વચન, કાયાની શુદ્ધતા કહેવાય છે. “મમાડો સ , પ પરમર્દો, સેસે ” - સમ્યગદર્શન; (પાનું ૪૭૩, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતી કાર્યાલય, બ્લિાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧). “હે આયુષ્યમાન, આ જ નિગ્રંથ પ્રવચન સાર્થક છે, આજ પરમાર્થ છે, આનાથી વિપરીત બધું જ અનર્થ છે. (૫) લક્ષણ પાંચઃ જેનાથી સમકિતીની ઓળખાણ થાય. આ પાંચ ચિત્નથી અથવા આમાંથી કોઈપણ એક ચિન પણ કોઈનામાં હોય તો અનુમાન કરી શકાય કે તે જીવને સમકિત હોઈ શકે છે. સમકિત ૧૮૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧) સમઃ જે શત્રુ-મિત્ર, સુખ-દુઃખ, આદિ કોઈપણ પરિસ્થિતિમાં સમભાવ રાખી શકે. ક્રોધ, માન, માયા, લોભનો ઉદય ન થવા દે તે લક્ષણોને “સમ’” કહેવાય. (૨) સંવેગઃ મોક્ષની અભિલાષા હોય, મનમાં વૈરાગ્યના વિચારો હોય, અને ભવભ્રમણથી છૂટવાની ભાવના હોય તેને ‘‘સંવેગ’’ કહેવાય. આમ સંવેગને જેમ મોક્ષની અભિલાષા સ્વરૂપે વર્ણવેલો છે તેમ તેનો અર્થ સંસારથી ભય એવો પણ થાય છે. (૩) નિર્વેદઃ ભોગોમાં અરુચિ, વિષયો પ્રત્યે ઉદાસીનતા રાખવી, વૈરાગ્યભાવથી દીક્ષા લઈ કર્મ શત્રુઓને જીતી સિદ્ધપદ પામવાની ભાવના તે ‘“નિર્વેદ’” કહેવાય. (૪) અનુકંપાઃ દુઃખી જીવોને જોઈ દયા, કરુણા લાવે, પોતાના આત્મા અને પર આત્માઓના ઉપર દયા લાવવી અને દુઃખી જીવોને સુખી કરવા પ્રયત્ન કરવો તેવો ભાવ ‘‘અનુકંપા’ કહેવાય. (પોતાના આત્મા ઉપર દયા એટલા માટે લાવવી કે તે હજી સંસારસાગરમાં ડૂબેલો છે. અને હજી પોતાની જ શક્તિ વડે આ કાદવમાંથી બહાર નીકળી શકતો નથી તે ક્યારે નીકળશે? તેવા ભાવથી પોતાના ઉપર પણ દયા લાવવી તે અનુકંપા કહેવાય છે.) (૫) આસ્થાઃ જિનવાણી, આગમ, શાસ્ત્રો અને નવ તત્ત્વો પર દૃઢ શ્રદ્ધા રાખે, સ્વ-પરના હિતાહિતનો વિચાર કરી કાર્ય કરે તેને “આસ્થા’’ કહેવાય. આ પાંચ લક્ષણોથી સમકિતી ઓળખાય છે. આ વાત ‘“જ્ઞાતા ધર્મકથા સૂત્રમાં’’ આવે છે. (૬) દૂષણ પાંચઃ સમ્યક્ત્વને શુદ્ધ રાખવા તેના દોષોથી દૂર રહેવું તે સમ્યષ્ટિ માટે હિતકારક છે. તે નીચે પ્રમાણે છે. (૧) શંકાઃ આપણા આત્માને ગુરુ પાસેથી અને શાસ્ત્રોથી મળેલા જ્ઞાનથી હિત થાય છે, અને તે મોક્ષમાર્ગ ઉપર આગળ જાય છે. પણ જ્ઞાનાવરણીય કર્મોના હિસાબે એવું બની શકે કે અમુક વાતો આપણે સમજી શકીએ નહીં. અને અમુક અઘરું જ્ઞાન આપણી બુદ્ધિની બહાર જ રહે. પણ આ કારણોથી આપણે એ જિનવચનો ઉપર શંકા કરાય નહીં. આગમમાં બતાવેલો એક એક અક્ષર તે સાચો છે તે સમજાય કે નહીં પણ તેના ઉપર જ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે. “સૂત્ર ત્તિ નઃ પ્રમાળ બિનામિહિતમ્ ।′ ખરેખર અમને શ્રી જિનેશ્વર ભગવાનોએ પ્રરૂપેલું સૂત્ર પ્રમાણરૂપ જ છે. ૧૮૮ સમકિત Page #204 -------------------------------------------------------------------------- ________________ “સૂત્રોચારોવનાર મરિ નરોઃ મિથ્યાદિદિ:” - યોગશાસ્ત્ર; ગાથા ૨.૧૭ (પાનું ૨૫, લેખકઃ આચાર્ય હેમચંદ્રજી, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, (ગોવાલિયા ટેંક રોડ) મુંબઈ, વર્ષ ૧૯૪૯, ૨જું સંસ્કરણ) સૂત્રે કહેલા એક પણ અક્ષરની અરુચિ કરવાથી માણસ મિથ્યાદષ્ટિ થાય છે. (૨) કંખાઃ અન્ય મતોના આડંબર દેખી તેની ઈચ્છા કરે. જૈનધર્મમાં અનારંભને મહત્ત્વ આપ્યું છે. ધર્મ કોઈ પણ પ્રકારના આરંભમાં માનતું નથી. તેથી ઘણી વાર આપણી સાદાઈની સામે અન્ય દર્શનોના આડંબર આપણને આકર્ષે. આવા વખતે આપણે “કંખા” નામનો દોષ લાગવા દેવો નહીં. (૩) વિતિગિચ્છાઃ ધર્મકરણીના ફળમાં સંદેહ રાખે, ધર્મનું ફળ હશે કે નહીં? વર્તમાનમાં તો કોઈ ફળ દેખાતું નથી. આપણો ધર્મ કર્મની કરણીમાં માને છે. “જે વાવો તે ઊગે.” એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખી આપણી દરેક ધર્મકરણી આપણા આત્માને મોક્ષ અપાવશે જ એવી શ્રદ્ધા રાખવી. આ બાબતમાં આપણે કોઈપણ પ્રકારનો સંદેહ રાખવો નહીં. અને વર્તમાનમાં આપણો જે ઉદય છે તે પાછલા કરેલા કર્મોનો છે. આજે કરેલી કરણીનો જ્યારે ઉદય થશે ત્યારે સાચા હૃદયથી કરેલો ધર્મ મુક્તિ અપાવશે જ. (૪) પરપાખંડ પસંસાઃ ૩૬૩ પ્રકારના પાખંડી મતો છે. એટલે કે અન્ય અન્ય પ્રકારના મતો જે જૈનધર્મએ બતાવેલા મુક્તિના માર્ગને સાચો ન માને અથવા તો થોડે માને અને થોડે ન માને. અને તેવા મતોના વખાણ કરે. આમાં મુખ્ય ચાર પ્રકાર છે. (અ) ક્રિયાવાદ : જે ફક્ત જુદી જુદી ક્રિયાઓ કરવાને જ ધર્મ માને. (બ) અક્રિયાવાદ : જે ક્રિયામાં ધર્મ માને નહીં. (ક) વિનયવાદ : જે સાચા ખોટાની જાણ હોય નહીં એટલે ભૂલ થાય નહીં તે માટે દરેક કાર્યમાં વિનય કરવો એટલે બધાને સારું લાગે તેમાં જ ધર્મ માને. (ડ) અજ્ઞાનવાદ : જે અજ્ઞાનમાં જ ધર્મને માને, અજ્ઞાનને જ શ્રેયસ્કર માને. સમકિત ૧૮૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ (૫) પરપાસડ સંથવોઃ ૩૬૩ પ્રકારના પાખંડી મતનો પરિચય કરે. ઉપર બતાવ્યા મુજબ મતો જોડે પરિચય રાખે. તો આ અતિચાર લાગે છે. આમ આત્મા જ્યારે શંકા આદિના યોગે મનના પરિણામના મલિનપણાને ઉત્પન્ન કરવા દ્વારા સમ્યક્તની મર્યાદાનું ઉલ્લંઘન કરે તેને “અતિચાર” કહેવાય છે અને આ મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી થતા આત્માનાં અશુભ પરિણામ છે. આ અતિચાર આત્મા પાસે સમ્યકત્વની સીમાનું ઉલ્લંઘન કરાવે છે. અને આ મોહનીય કર્મના ઉદયથી તે શંકા આદિથી લુષિત મનવાળો થઈ પાછો પટકાયા વિના રહેવાનો નથી. આથી પુનઃ એની સંસારની મુસાફરી વધી જાય છે. આમ શંકા તથા કાંક્ષા કરનાર તો પોતે મરે, વિચિકિત્સા કરનાર પોતે કરેલું બધું હારે, પણ મિથ્યામતિની પ્રશંસા કરનાર તો પોતે ડૂબે અને બીજા પણ અનેકને ડૂબાડે. (૭) ભૂષણ પાંચઃ ભૂષણથી જૈનશાસનની શોભા વધે છે. જેમ આભૂષણો પહેરવાથી શરીરની શોભા અધિક વધે છે. તેની સુંદરતામાં વધારો થાય છે. તે જ પ્રમાણે આ ભૂષણો દ્વારા સમકિતી જૈનશાસનની શોભા વધારે છે. તેની પોતાની શોભા પણ વધારે છે. અને તેના પરિવારની પણ શોભા વધારે છે. તે ભૂષણો નીચે પ્રમાણે છેઃ (૧) કુશળતાઃ જિનશાસનમાં કામ કરવામાં હોશિયાર હોય, કુશળ અને નિપુણ હોય. સમ્યગદર્શનને બરાબર સમજતો હોય સામાયિક પ્રતિક્રમણ આદિ કાર્યોને પણ બરાબર જાણે. (૨) પ્રભાવક જિનશાસનનો ફેલાવો કરે. ધર્મ તરફ અન્યને આકર્ષિત કરવા તથા ધર્મની પ્રતિષ્ઠા વધારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે. સંઘની ઉન્નતિના કાર્યો કરે. પોતપોતાની શક્તિ અનુસાર જૈનસંઘની શોભા વધારવી તેને પ્રભાવના કહેવાય. (૩) વૈયાવચ્ચીઃ જિનશાસનમાં ચતુર્વિધ સંઘની સેવા, વૈયાવચ્ચ કરવી. અમુક આચાર્યોના મત એમ છે કે તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ આદિ કલ્યાણક થયા છે તે પવિત્રભૂમિનું સેવન કે સ્પર્શ કરવું તેને તીર્થની સેવા કરી કહેવાય છે. અથવા તો જંગમતીર્થ સાધુ-સાધ્વીજી, આચાર્ય, ઉપાધ્યાય, શ્રાવક, શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘની સેવા કરવી.મુખ્યત્વે જે સાધુ-સાધ્વીજી સંયમના માર્ગ ઉપર ચાલી રહ્યા છે. તેમને દરેક પ્રકારની શાતા પહોંચાડવી તેને વૈયાવચ્ચ કહેવાય. સમકિત ૧૯૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ (૪) સ્થિરતા કરનાર જૈનશાસનમાં ડગમગતા પોતાને કે અન્યને સ્થિર કરે અને ધર્મનું કામ ખૂબ જ ચતુરાઈથી કરે. કોઈ દેવ, દાનવ યા માનવ આદિ પ્રાણી આવીને પરીક્ષા કરે, ચલાયમાન કરે તો પણ સમ્યગદર્શી પોતે વિચલિત થાય નહીં અને અન્ય થતો હોય તો તેને પણ ચતુરાઈથી સ્થિર કરે. અન્ય ધર્મ-સંપ્રદાયોની પૂજા-પ્રતિષ્ઠા જોઈને ચિત્ત ડામાડોળ કરે નહીં. તે સમયે એ જ વિચારે કે આત્મા મોક્ષરૂપ ફળ પામશે તે સમ્યગદર્શનથી જ પામશે. તેમ સમ્યગ્રદર્શનમાં સ્થિર રહે. "चारित्रयाने भग्नेडपि गुणमाणिक्यपूरिते । तरन्त्येव महाम्भोद्यौ सम्यकत्वफलकग्रहात ॥" - સમ્યગદર્શન; (પાનું ૪૭૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અથ-ગુણરૂપી મણીરત્નોથી ભરેલી ચારિત્રરૂપી નાવના તૂટી જવાથી પણ વ્યક્તિ સમ્યકત્વરૂપી ફલક (પાણીમાં તરતું લાકડું)ને પકડીને પણ મહાન સાગર તરી જાય છે. (૫) ધૈર્યવાન જૈનશાસનના કામ, ધર્મના કામ ધીરજ અને શાંતિથી પાર પાડે. આ પ્રમાણે સમકિતી પોતે ઉપરના પાંચ ભૂષણથી જૈનશાસનની શોભાને વધારે છે. સૌને શાસન પ્રત્યે અહોભાવ, બહુમાન થાય તેવું તેનું વર્તન હોય છે. (૮) પ્રભાવક સમકિતી આત્મા પ્રભાવના દ્વારા અનેક લોકોને ધર્મ પ્રતિ અભિમુખ કરે છે. (૧) પ્રવચન પ્રભાવકઃ જે કાળમાં જેટલા આગમ સૂત્ર હોય તેને ગુરુગમથી જાણી બીજાને પ્રતિબોધ કરે-શિખવાડે તે પ્રવચન પ્રભાવક કહેવાય છે. (૨) ધર્મકથા પ્રભાવકઃ આક્ષેપણી, વિક્ષેપિણી, સંવેગજનની, નિર્વેદજનની આ ચાર પ્રકારની કથાઓ એવા પ્રભાવશાળી ઢંગથી કહે કે જે સાંભળવાથી શ્રોતાઓ આકર્ષિત અને પ્રસન્ન થઈ જાય. આ ધર્મકથા પ્રભાવક કહેવાય. (૩) વાદી પ્રભાવક તર્ક, વિતર્ક, હેતુ, વાદ, યુક્તિ, ન્યાય તથા વિદ્યાના બળથી પ્રતિવાદીઓને પરાજિત કરે તે વાદી પ્રભાવક કહેવાય. (૪) નૈમિત્તિક પ્રભાવક ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં થવાવાળી હાનિ-લાભને જાણનાર સમકિત ૧૯૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ તે નૈમિત્તિક કહેવાય. તે નિમિત્તશાસ્ત્રના ઉપયોગથી શાસનની ઉન્નતિ કરે. તેથી તેઓ નૈમિત્તિક પ્રભાવક કહેવાય છે. (૫) તપસ્વી પ્રભાવક મહાન, વિકટ તપશ્ચર્યા કરીને શાસન પ્રભાવના કરે જેમ કે માસક્ષમણ, સિદ્ધિતપ, વીશ સ્થાનક તપની ઓળી વગેરે. તપના પ્રભાવે શાસનની ઉન્નતિ થાય તેથી તપસ્વી પ્રભાવક કહેવાય. (૬) વિદ્યા પ્રભાવક વિદ્યા, મંત્રો, કળા આદિને સિદ્ધ કરીને શાસનની પ્રભાવના કરે, સંવેગી દીક્ષા લઈને પણ શાસનની પ્રભાવના કરે. તેઓ વિદ્યાપ્રભાવક કહેવાય. (૭) વ્રત પ્રભાવક પ્રસિદ્ધ વ્રત જેમ કે બ્રહ્મચર્ય, રાત્રિભોજન ત્યાગ, લીલોતરી ત્યાગ, અને સચેત પાણી ત્યાગ વગેરેના ચાર સ્કંધ (નિયમ) અંગીકાર કરી પ્રભાવના કરે તેઓ વ્રત પ્રભાવક કહેવાય. (૮) કવિ પ્રભાવકઃ શાસ્ત્રો અનુસાર કવિતા બનાવે, શ્લોક, ગીત, રાસ બનાવે, પોતે ગાય અને ગવડાવે અને શાસનની પ્રભાવના કરે તેઓ કવિ પ્રભાવક કહેવાય. શાસનની પ્રભાવના કરવાથી ઘણા જીવો ધર્મસન્મુખ થાય છે. ધર્મ પામે છે. જૈન ધર્મ પ્રત્યેનો અહોભાવ વધે છે. તેઓ ભવાંતરમાં સુલભબોધિ બને છે. માટે શક્તિ ગોપવ્યા વગર સૌ કોઈએ શાસનની પ્રભાવના કરવી જોઈએ. જાહેરમાં વ્રત પચ્ચખાણ કરવાથી સૌને અનુમોદનનો લાભ મળે છે. આ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવી છે. (૯) આગાર-છઃ આગારનો અર્થ એ થાય છે કે સમકિતીને જેમાં અપવાદ માર્ગે ન છૂટકે કાર્ય કરવું પડે છે. આના હિસાબે વ્રત અને નિયમ ગ્રહણ કરતી વખતે આગાર આપવામાં આવે છે. (૧) રાજાભિયોગઃ “રાથમિકોને " રાજા કે શાસનકર્તાના દબાણથી દેશ નિકાલના ભયથી, અન્ય મતના દેવ, ગુરુ કે ધર્મ સાથે વંદન વ્યવહાર કરવો પડે છે. પોતાની પ્રગતિ માટે કે પોતાનું પદ કે પ્રતિષ્ઠા વધે તે માટે કરે તેને રાજાભિયોગ કહેવાય નહી. ૧૯૨ સમકિત Page #208 -------------------------------------------------------------------------- ________________ (૨) ગણાભિયોગઃ “નોલેજ' ગણનો અર્થ એ થાય છે કે જાતિ, સમુદાય, સંઘ, સમાજ કે વ્યાપાર આદિમાં પરસ્પર સહયોગ માટે ભેગા થવાવાળું દળ. આમ આમાંથી કોઈના પણ દબાણથી કોઈ અનિચ્છાએ કાર્ય કરવું પડે તે. (૩) બલાભિયોગઃ “નાગોરો" શક્તિ, સત્તા કે બળવાનની સામે અનિચ્છાએ ઝૂકવું પડે તે. આમ તે આત્મબળ અને દૃઢતા હોય તો ધર્મ પ્રતિ મેસ્પર્વતના જેમ નિષ્ફમ્પ અને અચળ રહીને હસતા હસતા મૃત્યુને સ્વીકારી લે છે. પણ આવું મહાસત્ત્વ અને મનોબળ તો લાખોમાં એકને હોય છે. એટલે મનની પ્રબળતા ન હોવાના કારણે બલાભિયોગનો આગાર રાખવામાં આવ્યો છે. (૪) દેવાભિયોગઃ “રેવાબમોm" ભૂત, પ્રેત આદિ મિથ્યાત્વી વાણવ્યંતર દેવો ઈત્યાદિ જબરજસ્તીથી વંદન આદિ કરાવે તો તેવો વ્યવહાર દેવાભિયોગ કહેવાય. (૫) ગુનિગ્રહઃ “ગુનિયા ' માતા-પિતા, કળાચાર્ય, અધ્યાપક, ધર્મોપદેશક આદિ ગુરુજનોના આગ્રહથી કોઈ અન્ય તીર્થિકને નમવું પડે તો તે ગુરુનિગ્રહ કહેવાય છે. (૬) વૃત્તિકાન્તારઃ “વિત્તિતારે” “વૃત્તિનો” અર્થ આજીવિકા થાય છે અને “કાન્તારનો” અર્થ કઠિનાઈ, મુશ્કેલી થાય છે. આજીવિકા માટે, ઘર ચલાવવા માટે, પૈસા માટે કોઈ અન્ય મતિના ધર્મસ્થાનકમાં નોકરી કરવી પડે અને તેને અનુકૂળ વ્યવહાર કરવો પડે તે વૃત્તિકાન્તાર આગાર કહેવાય છે. સમ્યગદર્શનના આ છ આગાર સમ્યગ્દર્શનની રક્ષા માટે છે. મૂળથી નષ્ટ થતા સમ્યગ્દર્શનને બચાવવા માટે છે. આ આગારોનું સેવન ત્યારે જ કરવું જોઈએ જ્યારે કોઈ ઉપર બતાવેલ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય. બને ત્યાં સુધી નિયમમાં દઢ રહેવું, અપવાદનું સેવન ન કરવું, પણ ન છૂટકે કરવું પડે તો ખૂબ સાવધાની તથા વિવેક રાખીને આગારોનું સેવન કરી શકાય છે. આ વાત “ઉપાસકદશાંગ સુત્ર'માં બતાવી છે. (૧૦) જયણા છઃ સમ્યગદર્શનની શુદ્ધિ અને સુરક્ષા માટે સાવધાની રાખવી જરૂરી છે. તેને જયણા કહેવાય. સમકિત ૧૯૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧) આલાપઃ મિથ્યાત્વી સાથે વિના કારણે ધર્મબુદ્ધિથી ન બોલે અને સમકિતી સાથે વગર બોલાવ્યે પણ બોલે. (૨) સંલાપઃ મિથ્યાત્વીની સાથે વિના કારણે વારંવાર ધર્મબુદ્ધિથી ન બોલે અને સમકિતી સાથે વગર બોલાવ્યે વારંવાર બોલે. આલાપ-સંલાપના સંબંધમાં એક આગમપાઠ બતાવ્યો છે. "नो खलु मे भंते, कप्पइ अज्जप्पभिई अन्नउत्थिए वा अन्नउत्थियदेवयाणि वा अन्नउत्थियपरिग्गहियाणि चेइयाइं या वंदित्तए वा नमंसित्तए वा, पुवि अणालत्तेण आलवित्तए वा संलवित्तए वा तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउ वा अणुप्पदाडं वा" - ઉપાસકદશાંગ સૂત્ર; ગાથા ૧.૬૧ (પાનું ૪૫, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) આનંદ શ્રાવકે ભગવાન મહાવીરના સાંનિધ્યમાં સમ્યક્ત્વ ગ્રહણ કર્યુ હતુ, અને પછી બાર વ્રત સ્વીકાર કર્યાં. તે પછી પોતે જાતે જ ગૃહિત સમ્યક્ત્વની દૃઢતાને પ્રગટ કરતા કહે છે કે ‘“ભંતે”, આજથી જીવનપર્યંત મને નિગ્રંથ સંઘ સિવાય અન્ય સંઘવાળાના, અન્ય યૂથિ ક દેવોને, તથા અન્ય યૂથિકો દ્વારા પરિગૃહિત સાધુઓના સિદ્ધાંતો-જ્ઞાનોને વંદના, નમસ્કાર કરવું તે કલ્પનીય નથી. તેઓના બોલાવ્યા વગર બોલવું કે વારંવાર બોલવું, તથા તેમને ગુરુ બુદ્ધિથી અસણં, પાણં, ખાઈમં, સાઈમં રૂપ ચતુર્વિધ આહાર આપવો અને ગુરુબુદ્ધિથી તેમને આગ્રહ કરવો અને તેમને આસનાદિ પ્રદાન કરવું, તેમના જવાથી ઊભા થઈને તેમનું બહુમાન કરવું કે ભક્તિભાવ કરવો તે કલ્પતો નથી.'' આ પ્રકારે આનંદ શ્રાવકે સમ્યક્ત્વ-દઢતા બતાવીને અંત સુધી પોતાનું સમ્યગ્દર્શનને સાચવી રાખ્યું. (૩) દાન: મિથ્યાત્વીને અનુકંપાથી દાન આપે ગુરુબુદ્ધિએ નહીં, ગુરુને પૂજ્યભાવથી દાન આપે અને સાધર્મિકભાઈઓને વાત્સલ્યથી દાન આપે. (૪) માનઃ અન્યમતિ-મિથ્યાત્વીનો ધર્મબુદ્ધિથી સત્કાર સન્માન ન કરે અને સમકિતીનો આદર, સત્કાર અને બહુમાન કરે. ૧૯૪ સમકિત Page #210 -------------------------------------------------------------------------- ________________ (૫) વંદનાઃ મિથ્યાત્વીને ગુરુબુદ્ધિથી વંદના ન કરે અને સમકિતીને વંદન, નમસ્કાર કરે. (૬) ગુણગ્રામઃ મિથ્યાત્વીના ગુણગ્રામ ન કરે, ગુણીજનોના ગુણ પ્રગટ કરે. બહુમાન કરે. અનુમોદન કરવું અને ગુણને પ્રગટ કરવા તે બાબતમાં પણ જયણા રાખવી ખૂબ જ અગત્યની વાત છે. તે એવી રીતે છે કે જેટલી ચીજ અનુમોદનીય છે તેટલીની પ્રશંસા થવી જ જોઈએ એવો કાયદો નથી. ઘણાના ગુણ એવા પણ હોય છે કે જોઈને આનંદ થાય પણ તેને બહાર ખુલ્લા બોલાય નહીં. દા.ત. દાન તો સારું પણ ચોરના દાનની પ્રશંસા કરનારને પણ દુનિયા ચોરનો સાથી સમજે અથવા તો બીજાને પણ ચોરી કરીને થોડું દાન કરીવાની હિંમત આપે. આ જ રીતે વેશ્યાની સુંદરતાના વખાણ થાય નહીં. સુંદરતા તો ગુણ છે પણ વેશ્યાની સુંદરતાને વખાણનાર ક્યારેય સદાચારી ન હોઈ શકે. આમ ખરાબ જગ્યામાં પડેલા સારા ગુણની અનુમોદના કરાય પણ બહાર ન મુકાય એ ગુણોને ખાલી ગુણ તરીકે બહાર મુકાય પણ તે આવી વ્યક્તિના ગુણો છે તે રીતે બહાર ન મુકાય. આજ રીતે મિથ્યામતિઓની પ્રસંશા કરી મિથ્યામતને ફેલાવી રહ્યા છે તેમના સારા ગુણોની પણ જાહેરમાં પ્રશંસા કરાય નહીં. આનાથી પોતે જાણતા અજાણતા બીજા જીવોને તેમના તરફ આકર્ષવામાં મદદરૂપ થઈ શકે છે અને તેનાથી પોતાના કે અન્યના સમ્યક્ત્વને ખોવાની શક્યતા થઈ શકે છે. જે ગુણો યોગ્ય સ્થાનમાં હોય તેની પ્રશંસા બરાબર છે. પણ જે ગુણો પણ અયોગ્ય સ્થાનમાં હોય તે ગુણ ગુણાભાસ છે. એ કારણે એની પ્રશંસા એ સમ્યક્ત્વમાં દૂષણ છે. ગુણ જોઈ આનંદ થાય એ પ્રમોદભાવના છે પણ અયોગ્ય સ્થળે રહેલા ગુણની પ્રશંસા એ સમ્યક્ત્વને દૂષિત કરનાર છે. સજ્જન જાણે બધું પણ આચરે યોગ્ય જ, જ્યારે દુર્જન જાણે બધું, પણ અમલ અયોગ્યનો જ કરે. સજજન અને દુર્જનમાં આ અંતર છે. મિથ્યામતિમાં પણ ગુણ તો હોઈ શકે છે પણ એ ગુણ વાસ્તવિક રીતે પ્રશંસાપાત્ર નથી. એ ગુણથી સમ્યગ્દષ્ટ આત્માને આનંદ જરૂર થાય, આ ગુણો પોતાના જીવનમાં ઉતારવાની સમકિત ૧૯૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ભાવના પણ સમ્યગદષ્ટિ આત્માને જાગે પણ એ ગુણને લઈને જેનામાં એ ગુણ હોય તેની, ઉન્માર્ગનો પ્રચાર થાય એ રીતની પ્રશંસા કરે નહીં. જ્ઞાનીઓનું કહેવું છે કે “સમર્થ આત્માને માટે કાયદો જુદો છે. એને તો મિથ્યાદષ્ટિઓની સભામાં જવાની પણ છૂટ છે. તેની સાથે વાદ કરવાની પણ છૂટ છે કેમ કે એનામાં તો ઉન્માર્ગમાં રહેલા બીજાને પણ સન્માર્ગમાં ખેંચી લાવવાની શક્તિ છે. શ્રી સિદ્ધ પરમાત્મા, શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાને જ અનુસરનારા શ્રી આચાર્ય ભગવાન, શ્રી ઉપાધ્યાય ભગવાન, શ્રી સાધુ ભગવાન, શ્રાવક-શ્રાવિકા અને મોક્ષમાર્ગની સન્મુખ બનેલા આત્માઓ-એ સિવાય આ દુનિયામાં બીજી કોઈ પણ વસ્તુ પ્રશંસાને પાત્ર નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલા પ્રશંસા કરે તો તે આટલાની જ કરે. જેની પ્રશંસાથી સાચા ગુણીઓ પ્રત્યે જગતના જીવો બેદરકાર બને તેની પ્રશંસા તારનારી નથી, પરંતુ ડુબાડનારી છે. યોગ્યની પણ પ્રશંસા કરતા કોઈપણ રીતે મિથ્યામતને પુષ્ટિ મળી જાય નહિ તેવી અવશ્ય કાળજી રાખવી જોઈએ. તેથી આવા સમ્યગૃષ્ટિ જીવો માટે કહેવાય છે કે તે કિંચિત પાપને આચરે છે તો તે પાપનો બંધ અલ્પબંધ થાય છે. શ્રી વંદિત્તા સૂત્રમાં “સમ્મરિફી નીવો” એવી જે છત્રીસમી ગાથા છે તેમાં આ વાત કહી છે. આ જયણાઓ “ઉપાસકદશાંગ” સૂત્રમાં બતાવી છે. (૧૧) ભાવના છેઃ આ છ પ્રકારની ભાવના સમ્યગ્દર્શનને સુદૃઢ અને મજબૂત રાખે છે. જ્યારે જ્યારે સમ્યગદર્શનનું મહત્ત્વ આપણે ભૂલી જઈએ છીએ અને જ્યારે આપણને એમ લાગે છે કે સમ્યગ્ગદર્શન એવું તે શું છે કે જેના વગર આપણે આગળ વધી ન શકીએ? ત્યારે આપણે વિચારેલી આ ભાવનાઓ આપણને ફરીથી સમ્યગ્ગદર્શનનું મહત્વ સમજાવે છે. આ ભાવનાઓ નીચે પ્રકારે છે. (૧) સમ્યગદર્શન ધર્મરૂપી વૃક્ષનું મૂળ છેઃ આ ભાવનામાં સમ્યગ્દષ્ટિએ વિચારવું કે વૃક્ષને સ્થિર અને ઊભું રાખવામાં તેના મૂળિયાઓનો જ આધાર છે. ગમે તેટલું તોફાન, વાવાઝોડું આવે પણ વૃક્ષ મૂળિયાઓના આધારે ખૂબ જ ૧૯૬ સમકિત Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્થિર રહે છે. અને જ્યાં સુધી આ મૂળ સુરક્ષિત હોય છે ત્યાં સુધી વૃક્ષ ફલ્યુંફાલ્યું રહે છે. આ પ્રમાણે જ શ્રુત-ચારિત્રરૂપી ધર્મનું મૂળ સમ્યગદર્શન છે. જો એ સુદઢ અને પ્રબળ રહે તો પછી દેવ-દાનવ-મનુષ્ય આદિથી અપાયેલાં કોઈ પણ કષ્ટ તેને ધર્મથી વિચલિત કરી શકતા નથી. પરિષહ આવવાથી પણ તે ચલાયમાન થતો નથી. આ સાધુધર્મ અને શ્રાવકધર્મરૂપી વૃક્ષનું મૂળ સમ્યગદર્શન મજબૂત રહે તો મોક્ષરૂપ ફળ ખૂબ જ જલદી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પહેલી ભાવના ભાવવી. (૨) સમ્યગદર્શન ધર્મરૂપી નગરનું દ્વાર છેઃ આમાં એમ ભાવના ભાવવી કે નગરનું દ્વાર જો મજબૂત અને સબળ હોય તો તેને તોડીને પ્રવેશ કરવાની હિંમત કોઈ શત્રુ નથી કરતું. આ પ્રકારે જ શ્રુતચારિત્રધર્મરૂપી નગરના મુખ્યદ્વાર સમાન સમ્યગ્ગદર્શન મજબૂત અને સબળ હોય તો તેમાં મિથ્યાત્વમોહનીય આદિ કર્મ તેને તોડી શકતા નથી અને પ્રમાદરૂપી ચોરો અંદર પ્રવેશ કરી શકતા નથી. અને આ જ ભાવના બીજી રીતે પણ ભવાય કે ધર્મરૂપી નગરીમાં પ્રવેશ કરવા માટે સમ્યગદર્શનરૂપી દ્વારની જરૂરિયાત છે. જો એ હોય તો જ અંદર પ્રવેશ થાય છે. આ પ્રમાણે બીજી ભાવના ભાવવી. (૩) સમ્યગદર્શન ધર્મરૂપી મહેલનો પાયો છેઃ આ ભાવનામાં એ ભાવવું કે જેમ મહેલનો પાયો મજબૂત હોય તો વર્ષો સુધી મહેલ સ્થાયી રહી શકે છે, ધરતીકંપથી પણ તે હલતો કે પડી જતો નથી. આ પ્રમાણે જ શ્રુતચારિત્રધર્મરૂપી મહેલનો સમ્યગદર્શનરૂપી પાયો મજબૂત હોય તો ધર્મ સદા ટકી રહેશે. સાધુ અને શ્રાવકના વ્રતોને સુરક્ષિત રાખવા પાયાની જરૂર છે અને સમ્યગદર્શન જ આ પાયો બની શકે છે. વ્રતોને તૂટતા વાર લાગતી નથી જો તેનું બંધારણ મજબૂત પાયા ઉપર ન હોય તો આ પ્રમાણે ત્રીજી ભાવના ભાવવી. (૪) સમ્યગ્ગદર્શન ધર્મરૂપી જગતનો આધાર છેઃ આ ભાવનામાં એમ ભાવવું કે શ્રુત-ચારિત્રરૂપ ધર્મનો કોઈ જો આધાર હોય તો તે સમ્યગદર્શન છે. આ આધ્યાત્મિક જગતમાં જો આપણે રહેવું હોય તો તેનો આધાર એટલે કે “સમ્યક્દર્શન ને” પકડી રાખવું પડશે. જ્ઞાન અને ચારિત્ર વિના દર્શન ટકી રહે છે, પણ દર્શન વિના જ્ઞાન સમકિત ૧૯૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ અને ચારિત્ર રહી શકતું નથી. એટલે જ દર્શનને જગતનો આધાર કહા છે. આ પ્રકારની ભાવના અહીં ભાવવી. (૫) સમ્યગુદર્શન શ્રુત-ચારિત્રરૂપ ધર્મને ધારણ કરવાનું પાત્ર છેઃ જેમ ઘી, દૂધ, દહીં, રસ આદિ વાસણ વગર રહી શકતાં નથી. તેને બરાબર જાળવી રાખવા વાસણની જરૂર પડે છે. તેવી જ રીતે દ્વાદશાંગીરૂપ શ્રુત જ્ઞાન અને સર્વસાવદ્ય વર્જનરૂપ જેવી ધર્મક્રિયા તે સમ્યગદર્શનરૂપી મહાપાત્રમાં જ સચવાઈને રહી શકે છે. તે પાત્ર જો બરાબર હોય નહીં તો જ્ઞાન અને ચારિત્ર બધું અલગ અલગ વિખરાઈ જાય છે. (૬) સમ્યગ્ગદર્શન મૂલ અને ઉત્તર ગુણરત્નોને રાખવાની નિધિ છેઃ જે પ્રમાણે ખજાનામાં બધા મૂલ્યવાન રત્નો એકસાથે સુરક્ષિત રહી શકે છે. તે રત્નોની સારી રીતે સંભાળ થઈ શકે છે. તેવી જ રીતે સમ્યગ્દર્શનરૂપી ખજાનામાં અહિંસા-સત્યાદિ મૂળ ગુણ તથા પિંડવિશુદ્ધિ, સમિતિ-ગુપ્તિ, ધર્મ ક્રિયાઓ આદિ અને ગુણવ્રત, શિક્ષાવ્રતરૂપી અનેક ઉત્તર ગુણોરૂપી રત્નો સુરક્ષિત રહી શકે છે. એટલે આ બધા રત્નોને સંભાળવા માટે સમ્યગદર્શનરૂપી ખજાનો (નિધિ) ખૂબ જ મજબૂત હોવો જોઈએ અને તેની બરાબર ચોકી અને સંભાળ રાખવી જરૂરી છે. નહીંતર મિથ્યાત્વરૂપી ચોરને અંદર ઘૂસતા વાર લાગતી નથી. આ પ્રમાણે આ ભાવના ભાવવી. (૧૨) સ્થાનક ૬ઃ સમ્યગ્રદર્શનનું સ્થાન આત્મા પર સ્થિત છે. મનુષ્યને “આત્મા” સંબંધી કંઈપણ શંકા કે અસ્થિરતા હોય તો તેનું સમ્યગદર્શન ટકી શકતું નથી. આવું ન થાય તેના માટે આત્મા સંબંધી ૬ સ્થાનક (જે વાત સત્ય અને સદાકાળ રહેવાની છે તે બતાવ્યાં છે.) (૧) આત્મા છે. આત્મા અરૂપી હોવાથી દેખાતો નથી. અરૂપી પદાર્થો કેવળજ્ઞાનનો વિષય છે.પણ આપણે આત્માને અનુભવી શકીએ છીએ. આત્મા, પ્રત્યક્ષ અનુમાન તથા આગમપ્રમાણથી સિદ્ધ થાય છે. હું છું, હું સુખી છું, હું દુઃખી છું. આ પ્રમાણે પ્રત્યક્ષથી સિદ્ધ છે. જ્ઞાનગુણથી પણ ગુણી આત્માનું અનુમાન થાય છે. સુખ-દુઃખ, ઈચ્છા, ભય આદિનો જાણનાર આત્મા ચેતન છે. આ થયું અનુમાન. “ગે આયા” નામના આગમ પ્રમાણથી પણ આત્મા છે અને તે એક દ્રવ્ય છે તે વાત સિદ્ધ થાય છે. આત્મા નથી તેવું ન વિચારવું. ૧૯૮ સમકિત Page #214 -------------------------------------------------------------------------- ________________ (૨) આત્મા નિત્ય છેઃ આત્મા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટથી નિત્ય છે. આત્મા ઉત્પત્તિ અને વિનાશ રહિત છે. તે સદાકાળ હતો અને સદાકાળ રહેવાનો છે. પૂર્વકૃત કર્મના કારણે આત્માના પર્યાયો અનિત્ય છે. તેની ચાર ગતિમાં ભ્રમણ કરતો કરતો જ્યારે પંચમ ગતિમાં (મોક્ષગતિમાં) પહોંચે છે પછી તે આદિઅનંત સ્થિતિ પામી જાય છે. ત્યાં સુધી દવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય તરીકે રહે છે. (૩) આત્મા કર્મનો કર્તા છેઃ આ વાત અનુભવસિદ્ધ છે. કહ્યું છે કેઃ ** 'कत्ता सुहासुहाणं कम्माण कसायजोगमाइहिं । मिउदंड चक्क चीवर - सामग्गिवसा कुलालु व्व ।" સમ્યગ્દર્શન; (પાનું ૪૯૭, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) - જેમ માટી, ઠંડો, ચાક ઈત્યાદિ સામગ્રીથી કુંભાર ઘડો બનાવે છે. તેવી જ રીતે આત્મા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન ક્રોધ, માન, માયા, લોભરૂપ ૧૬ કષાયો, સત્ય, અસત્ય મનયોગ આદિ ૧૫ યોગો તથા હાસ્ય, રતિ, અરતિ આદિ ૯ નૌકષાયો, ૫ પ્રકારના મિથ્યાત્વો, પ ઈન્દ્રિય અને મનના આરંભ સમારંભથી છ કાયના જીવોનો વધ આમ ૫૭ કારણ સામગ્રીથી શુભાશુભ કર્મનો બંધ કરે છે. અર્થાત્ આત્મા શુભ સામગ્રીથી શુભકર્મ અને અશુભ સામગ્રી પામીને અશુભ કર્મનો બંધ કરે છે. માટે આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છેઃ દુનિયાનો સિદ્ધાંત છે કે જે વાવો તે જ ઊગે, જે કરે તે પામે’’ આ જ રીતે કર્મનો પણ આ જ સિદ્ધાંત છે કે જે કર્મ કરે તેનું ફળ તેને જ મળે. કર્મની બાબતમાં એવું ક્યારેય બન્યું નથી કે હું બીજા માટે કરું છું એટલે એનું ફળ બીજાને આપો. જાણતા કે અજાણતા સ્વ માટે કે પર માટે, શુભ કે અશુભ કોઈપણ રીતે બાંધેલું કર્મ એ જ જીવને ભોગવવું પડે છે કે જેણે બાંધ્યું હોય. (૫) મોક્ષ છેઃ આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના દ્વારા કર્મોનો સર્વથા ક્ષય કરીને એક દિવસ સર્વ કર્મોના બંધનથી મુક્ત થઈ સર્વથા સિદ્ધ-બુદ્ધ થઈ જાય છે. આ નિર્વાણ અક્ષય પદ-શાશ્વત સ્થાનક છે. આત્મા જયારે કર્મથી બંધાયેલો હોય છે ત્યારે ચાર ગતિરૂપ સંસારમાં ભટક્યા કરે છે. પણ સર્વકર્મનો જ્યારે નાશ કરે છે ત્યારે તેને સમકિત ૧૯૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ એવું સ્થાન મળે છે કે જે આ ચારગતિથી એકદમ અલગ હોય છે. જેને ‘‘સિદ્ધશીલા’ અથવા ‘‘મોક્ષ’” કહેવામાં આવે છે. ત્યાંથી પછી તેને પાછા સંસારચક્રમાં આવવું પડતું નથી. આ મોક્ષમાં શાશ્વત સુખ છે. આ સ્થાન એક આત્માની અપેક્ષાથી સાદિ-અનંત છે, અને અનેક આત્માની અપેક્ષાએ અનાદિ અનંત છે. જૈન ધર્મમાં મોક્ષનું સ્થાન ‘‘લોકાગ્ર’” ઉપર બતાવ્યું છે. (૬) મોક્ષ પામવાનો ઉપાય છેઃ ઉપર બતાવ્યા મુજબ મોક્ષ છે તો તેને પામવાનો ઉપાય પણ છે. આ પામવાનો ઉપાય પણ જીવના પોતાના હાથમાં જ છે. કોઈપણ ભગવાન કે દેવ-દેવીના “તથાસ્તુ” કહેવાથી ત્યાં પહોંચી શકાતું નથી. કોઈપણ મોક્ષ આપી શકતું નથી પણ દેવ, ગુરુ કે ધર્મ તે મોક્ષ પામવામાં નિમિત્ત બની શકે છે. આપણા તીર્થંકર પ્રભુએ એ જ રસ્તો બતાવતાં કહ્યું છે કે દરેક જીવની અંદર રહેલી ખુદની શક્તિથી તે મોક્ષ પામી શકે છે. દરેક જીવમાં, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર હોય છે. જીવ પોતે જ પોતાની મહેનત દ્વારા કર્મના આવરણને હટાવીને આ રત્નત્રયના સહારે મોક્ષ પામી જાય છે. આ ત્રણ મોક્ષ પામવાના ઉપાય છે અને કારણ છે. જ્યારે મોક્ષ એ કાર્ય છે. આ છ સ્થાનકનું વારંવાર ચિંતન કરવાથી સમ્યગ્દર્શન મેળવી શકાય છે. અને જો સમ્યગ્દર્શન હોય તો તેને ટકાવી શકાય છે. અને વધુ શુદ્ધ પણ કરી શકાય છે. આ છ સ્થાનક આસ્તિકતાનો પાયો છે. આ પ્રમાણે વ્યવહારથી સમકિતના ઓળખના ૧૨ દ્વાર અને ૬૭ બોલ શાસ્ત્રોમાં બતાવ્યા છે. ૨૦૦ સમકિત Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨.૯ સમ્યગ્રદર્શન કોણ પ્રાપ્ત કરી શકે છે? સમ્યગદર્શન કોણ પ્રાપ્ત કરી શકે? (તથા તેનું મહત્ત્વ, ફળ, પરિવર્તન અને દિનચર્યા) ૧) ભવ્ય જીવ ૨) ભવસ્થિતિની પરિપક્વતા = સંસારની પરિભ્રમણની કાળમર્યાદાવાળો ૩) ચાર ગતિનો પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ૪) ત્રણ પ્રશસ્ત લેશ્યાવાળો (તેજો, પદ્મ ને શુક્લ લેશ્યા) ૫) સાકાર ઉપયોગવંત ૬) જાગૃત (નિદ્રામાં નહીં) ૭) અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વિશુદ્ધ પરિણામવાળો. ૮) કષાયની અત્યંત મંદતાવાળો ૯) શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્થા આદિ સમકિતનાં લક્ષણમાં ઉપયોગવાળો. ઉપરની યોગ્યતાવાળો જીવ સમ્યગ્રદર્શન પ્રાપ્ત કરી શકે છે. વૈરભાવવાળા આત્માઓ મોક્ષમાર્ગની સાચી આરાધના કરી શકતા નથી. કોઈના પણ અકલ્યાણની ભાવના રહે નહિ અને સૌના કલ્યાણની ભાવના આવે, ત્યારે જ સાચા ધર્મચારી બની શકાય છે. શ્વેષભાવ ઉપશમી જાય અને મૈત્રીભાવ પ્રગટવા પામે ત્યારે જ શુદ્ધ અહિંસામય ધર્મનું સુંદર પ્રકારે પાલન થઈ શકે છે. માટે મુમુક્ષુઓએ આ ગુણ કેળવવો એ જરૂરી છે. સમ્યગદર્શનનું મહત્તવઃ મોક્ષમાર્ગની પ્રાપ્તિનાં ચાર સાધનો બતાવ્યાં છે. ૧) સમ્યગદર્શન ૨) સમ્યગજ્ઞાન ૩) સમ્યગ્રચારિત્ર ૪) સમ્યગ્રતા. તેમાં સમ્યગદર્શનનું સ્થાન સૌથી પ્રથમ છે. કારણ કે સમ્યગદર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર અને તપ મોક્ષમાર્ગનાં સાધન બની શકતાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮મા અધ્યયનમાં કહે છે. "नादंसणिस्स नाणं, नाणेण विणा ण हुंति चरणगुणा। अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं" ॥३०॥ - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨૮.૩૦ (પાનું ૧૫૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) અર્થ દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં, ચારિત્રગુણ વિના કર્મના ક્ષયરૂપ મોક્ષ નહીં ને મોક્ષ વિના નિર્વાણ નહીં. સમકિત ૨૦૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ "अंतोमुहूत्तं मित्तंपि फासियं हुज्ज जेहिं सम्मत्तं । તેપ્તિ અવઠ્ઠપુત-પરિયટ્ટો એવ સંસારો'' ॥ ૩॥ ગુણસ્થાનક મોક્ષનાસોપાન; (પાનું ૭૩, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા) અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦) - અર્થઃ જે જીવોને અંતર્મુહૂર્ત માત્ર પણ એક વખત સમ્યગ્દર્શન સ્પર્શી ગયું હોય તે જીવને વધારેમાં વધારે દેશેઊણા અર્ધપુદ્ગલ જેટલો જ સંસારકાળ રહે છે. તેથી એક વખત પણ સમ્યગ્દર્શન જીવને જો સ્પર્શી જાય તો તેનો બેડો પાર થઈ જાય, અવશ્ય પરમપદને પામે. સમ્યગ્દર્શનનો આરાધક જીવ જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ સમકિત સહિતના અસંખ્યાત ભવમાં અવશ્ય મોક્ષે જાય છે. ‘‘સમવ્યાનાં બનાનાં વાનિવૃત્તિનું વાચન । असम्यक्त्वं जिनेनोक्तं । न भूतो न भविष्यति” ॥ ७३॥ – ગુણસ્થાનક મોક્ષનાસોપાન; (પાનું ૭૪, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ, (નવરંગપુરા) અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦) અર્થઃ આ લોકમાં અભવ્ય જીવોને કદાપિ મોક્ષપદ મળતું નથી. કારણ કે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી અને સમ્યક્ત્વ વિના સિદ્ધપદ કોઈને પ્રાપ્ત થતું નથી અને ભવિષ્યમાં કોઈને થશે પણ નહીં. શ્રી સમંતભદ્રાચાર્ય ‘રત્નકરેંડક ’ શ્રાવકાચારમાં કહે છે. "न सम्यक्त्वसमं किंचित्त्रैकाल्ये त्रिजगत्यपि । श्रेयोऽश्रेयश्चच मिथ्यात्वसमं नान्यत्तनूभृताम् ॥ ३४ ॥ આચાર્ય સમંતભદ્ર રત્નકદંડક શ્રાવકાચાર; ગાથા ૩૪ (પાનું ૭૩, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૩, ૨જું સંસ્કરણ) - અર્થઃ ત્રણે કાળમાં, ત્રણે લોકમાં, સમ્યક્ત્વસમું પ્રાણીઓનું કંઈ શ્રેય નથી અને મિથ્યાત્વ સમું કંઈ અશ્રેય નથી. આ થયું સમ્યગ્દર્શનનું મહત્ત્વ.... વ્યવહાર સમ્યગ્દર્શનને સ્વીકારવાની વિધિઃ ૨૦૨ સમકિત Page #218 -------------------------------------------------------------------------- ________________ ‘‘અરિહંતો મહલેવો, ખાવîીવ મુસાદુળો ગુરુનો जिण पण्णत्तं तत्तं, इय सम्मत्तं मए गहिअं" ॥ ગુણસ્થાનક મોક્ષનાસોપાન; (પાનું ૭૪, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયા પુરી જૈન સમિતિ, (નવરંગપુરા) અમદાવાદ, (ગુજરાત) વર્ષ ૨૦૧૦) અર્થઃ અરિહંત દેવ, સુસાધુ અને જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વ (ધર્મ)ની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વનો યાવત્ (સમગ્ર) જીવન માટે સ્વીકાર કરું છું. સમ્યગ્દર્શનનું ફળઃ સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી આધ્યાત્મિક તેમ જ વ્યાવહારિક ફળ મળે છે. ૧) ભવના કારણરૂપ મિથ્યાત્વનો નાશ થાય છે. ૨) તે જીવ પરિત્તસંસારી (સંસારકાળ મર્યાદિત) બને છે. ૩) તે જીવ તે જ ભવમાં જઘન્ય અંતર્મુહૂર્તમાં, ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષને પામે છે. ૪) તે જીવમાં ઉત્તરોત્તર જ્ઞાન, દર્શનચારિત્રની વૃદ્ધિ થાય છે. આ આધ્યાત્મિક ફળ છે. સમ્યગ્દષ્ટિમનુષ્ય, અને તિર્યંચ તેઓ વૈમાનિક દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતા નથી. સમ્યગ્દષ્ટિનારકી કે દેવ તેઓ મનુષ્ય ગતિનું જ આયુષ્ય બાંધે છે. (અહીં આયુષ્યના બંધ વખતે સમ્યગ્દર્શન હોવું જોઈએ.) આ તેનું વ્યાવહારિક ફળ છે. સમકિત પ્રાપ્ત થયા પહેલાં જો પરભવના આયુષ્યનો બંધ કર્યો ન હોય તો તે જીવ નીચેના ૭ બોલ બાંધે નહિ. ૧) નરકનું આયુષ્ય ૨) તિર્યંચનું આયુષ્ય ૩) ભવનપતિનું આયુષ્ય ૪) વાણવ્યંતરનું આયુષ્ય ૫) જયોતિષિનું આયુષ્ય ૬) સ્ત્રીવેદ ૭) નપુંસકવેદ. પરંતુ જો પહેલાં તેવું આયુષ્ય બાંધેલું હોય તો તે ભોગવવું જ પડે છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવમાં થતું પરિવર્તનઃ સમ્યગ્દર્શનનો સ્પર્શ થતાં જીવને અનિર્વચનીય (ન કહી શકાય એવો) આત્મિક આનંદની સમકિત ૨૦૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ અનુભૂતિ થાય છે. તેના આત્માના પ્રત્યેક પ્રદેશ સહજ સુખરસથી તરબોળ બની જાય છે. જીવ અને શરીર જુદાં છે એ ભેદવિજ્ઞાનની અનુભૂતિ થાય છે. સંસારનાં ધન, વૈભવ, પરિવાર, શરીર આદિ પરભાવોમાં ક્ષણભંગુરતા અને નશ્વરતાનો બોધ થાય છે. તેથી તેનાં મમત્વનાં બંધન ઢીલાં પડે છે. “સમ્યગ્દષ્ટ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ, અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ.' સમ્યગ્દષ્ટિજીવ પોતાનું કર્તવ્ય સમજીને કુટુંબનું પાલન-પોષણ કરે છે પરંતુ તેમાં કર્તાબુદ્ધિ કે માલિકીભાવ રાખતો નથી. તેની પ્રવૃત્તિમાં પાપભીરુતા હોય છે. કોઈ એક કુમારિકા જેમ તેના માતાપિતાની સાથે પોતાના ઘરમાં રહે છે. તેનું સગપણ થયું, હજુ લગ્ન થયા નથી. પરંતુ સગપણ થતાં જ તેની વૃત્તિ-ભાવના બદલાઈ જાય છે. જે ઘરમાં તે જન્મી છે, વર્ષોથી રહે છે, તે ઘર હવે તેને માટે પરાયું બની જાય છે. તેનું મમત્વ ઓછું થઈ જાય છે અને પતિના ઘરનું મમત્વ અને મહત્ત્વ વધી જાય છે. બસ તે જ રીતે સમ્યગ્દર્શન થ તાં જીવની અંતરરુચિ બદલાઈ જાય છે. તેને વ્રત-નિયમ-સાધના રુચિકર લાગે છે પરંતુ કોઈ પૂર્વ કર્મોબંધના કારણોથી તે વ્રત આદિ લઈ ન શકતો હોય તો પણ સંસારમાં રહી કર્તવ્ય નિભાવે છે, અને તેની ભાવના ચારિત્ર અંગીકાર કરી જલદીથી મોક્ષરૂપ સ્વઘરે પહોંચી જવાની હોય છે. આવી અવસ્થા ચોથા ગુણસ્થાનકવર્તી જીવોની હોય છે. પ્રતિદિન સમ્યગ્દર્શનની આરાધના કરનારની દિનચર્યાઃ સૌથી પ્રથમ સવારે ઊઠતાં જ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું, ચાર શરણ (અરિહંત, સિદ્ધ, સાધુ, કેવળી પ્રરૂપિત ધર્મ) નો સ્વીકાર કરવો. ચોવીશ તીર્થંકર ભગવંતોની સ્તુતિ, મહાવિદેહક્ષેત્રમાં વિરાજિત ૨૦ વિહરમાન તીર્થંકરોનું નામ સ્મરણ કરવું, નવકારમંત્રનો જાપ કરવો, ચતુર્વિધ સંઘના ઉપકારને યાદ કરવા, જીવાદિ નવતત્ત્વનો અભ્યાસ અને શ્રદ્ધા પુષ્ટ કરવી, યથાસમય સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવા, માંગલિક સાંભળવું અને જિનાગમોનું વાંચન-શ્રવણ કરવું. માતા-પિતા આદિ પૂજયોને પ્રણામ કરવા અને સાધર્મિક પરસ્પર મળે ત્યારે જયજિનેન્દ્ર કહેવું. " ते धन्ना सुकयत्था ते, सुरा ते वि पंडिया मणुआ । सम्मत्तं सिद्धियरं, सिविणो वि न मइलियं जेहिं ॥" - અષ્ટપાહુડ, (મોક્ષ પાહુડ) ગાથા ૮૯ (પાનું ૫૭૭, લેખકઃ આચાર્ય કુંદકુંદ, લાડમલ શાંતિવીર જૈન દિગંબર મંદિર, મહાવીરજી, (રાજસ્થાન) વર્ષ વી.સં. ૨૪૯૪) ૨૦૪ સમકિત Page #220 -------------------------------------------------------------------------- ________________ અર્થ - તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે કે જેણે સ્વપ્નમાં પણ સિદ્ધિને દેવાવાળા સમ્યગદર્શનને મલિન કર્યું નથી. નિરતિચાર સમ્યગદર્શનનું પાલન કરી આત્માનંદ અનુભવ્યો છે. સારાંશ જે પદાર્થ જે રૂપે છે, તે રૂપે માનવા તેનું નામ સમયગદર્શન. જિનેશ્વર ભગવંતે જેવું વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની શંકા ન કરવી તેનું નામ સમ્યગદર્શન છે. “તમેવ એવં સંÉ નિર્દિ વેફર્થ ” - આચારાંગ સૂત્ર; (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯) અર્થ જે જિનેશ્વર દેવ દ્વારા પ્રરૂપિત છે તે જ સત્ય છે, તે જ નિઃશંક છે. સમ્યગ્દષ્ટિજીવને નિરંતર ભેદજ્ઞાનનો અભ્યાસ હોય છે. તે સાંસારિક કાર્યોમાં સંલગ્ન થાય છતાં તેને પોતાની પ્રતીતિ સદેવ કાયમ રહે છે. સમ્યકત્વની પ્રાપ્તિ સમયે નિયમથી શુદ્ધોપયોગ હોય છે. તેનો કાળ તો ઘણો જ અલ્પ હોવા છતાં પછી જીવ શુભોપયોગમાં અને અશુભોપયોગમાં જાય તો પણ સમ્યકત્વ ટકી રહે છે. જેમ કોઈ ફિલ્મનો અભિનેતા ભિખારીનો અભિનય કરતો હોય ત્યારે ખરેખર ભિખારી જ દેખાય છે તેમ છતાં તે પોતાનું પૂરું નામ, સ્વરૂપ, અસ્તિત્વ ભૂલતો નથી. ભિખારીના વેષમાં ભીખ માંગવાનું કાર્ય કરવા છતાં તેને પોતાની મહાનતાની પ્રતીતિ કે ખાત્રી કરવા વારંવાર પોતાનું અસલ સ્વરૂપ યાદ કરવું પડતું નથી. એમ જેમણે એકવાર આત્માનો અનુભવ કર્યો છે તેની જ્ઞાયકપણાની પ્રતીતિ સતત ચાલુ રહે છે. આ છે સમકિતીની દિનચર્યા. સમકિત ૨૦૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૦ સમ્યગ્દર્શનીનો વ્યવહાર આ વાત તો નક્કી છે કે સંસારમાં આત્મા માટે સમ્યગ્દર્શનથી વધારે કલ્યાણકારી કોઈ વસ્તુ નથી. આચાર્ય સમંતભદ્રએ રત્નકદંડક શ્રાવકાચારના પ્રથમ અધિકારમાં બતાવ્યું છે કે " न सम्यकत्वसमं किंचित त्रैकाल्ये त्रिजगत्यपि । श्रेयोडश्रेयश्च मिथ्यात्वसमं नान्यतनूभृताम् ॥” રત્નકદંડક શ્રાવકાચાર; ગાથા ૧.૩૪ (પાનું ૩૪, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬) જીવો માટે ત્રણ કાલમાં અને ત્રણે લોકમાં સમ્યગ્દર્શન જેવું કોઈ કલ્યાણકારી વસ્તુ નથી. અને ત્રણ કાલ અને ત્રણ લોકમાં મિથ્યાત્વ જેવી કોઈ અકલ્યાણકારી વસ્તુ નથી. સમ્યગ્દર્શન સંસાર અને સંસારના બધા જ પદાર્થોને તેમના સાચા (યથાર્થ) સ્વરૂપમાં જોવાની શક્તિ આપે છે. સમ્યક્તિની ષ્ટિમાં એવો જાદૂ થાય છે કે સંસારના કિચડમાં રહેવા છતાં પણ કમળની જેમ નિર્લેપ રહે છે. સમળમુત્તમાં આ બાબતને વધારે સ્પષ્ટ કરે છે.ઃ "जह सलिलेण ण लिप्पई, कमलिणिपत्तं सहावपयडीए । तह भावेण ण लिप्पई कसायविसएहिं सप्पुरिसो ॥" - સમણસુત્તું; ગાથા ૨.૧૮.૯-૨૨૭ (પાનું ૭૪, પ્રકાશકઃ યજ્ઞ પ્રકાશક સમિતિ, બરોડા (ગુજરાત), વર્ષ ૧૯૭૬) જેમ કમળની પાંખડીઓ સ્વભાવથી જ પાણીમાં રહીને અલિપ્ત રહે છે, તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયોરૂપી સંસારમાં રહેવા છતાં લેપાતા નથી. અલિપ્ત રહે છે. સમ્યગ્દષ્ટિઆત્મા ‘‘સ્વ’” અને “પર’”નું ભેદવિજ્ઞાન હૃદયથી સમજી લે છે. ભલે સંસારના પાંચ ઈન્દ્રિયોના વિષય ભોગવે,છતાં પણ તે મનથી એમ માને કે આ ભોગવવા જેવા નથી. ભોગવું છું એ મારો ચારિત્રમોહનો ઉદય છે. તે સંસારમાં રહે પણ સંસારભાવ ન રાખે. તેને ભોગ અને સુખનાં કડવાં ફળ પણ ધ્યાનમાં છે અને તે પણ સમજે છે કે આ ભોગ અને સુખ તે મોક્ષનું કારણ નથી. તે સંસારમાં રહે ખરો પણ રમે નહીં. સમ્યગ્દર્શનીનું જીવન આવું ભોગનિર્લિમ જીવન છે. ૨૦૬ સમકિત Page #222 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય છે કે સમ્યગ્દર્શની પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોનું સેવન કરે પણ રાગાદિથી અલિપ્ત રહીને નવાં કર્મ બાંધે નહીં. આ વસ્તુને વધુ સ્પષ્ટ સમજવા માટે એક દાંત જોઈએઃ જેમ એક વેપારી પોતાની દુકાનમાં મુનીમને રાખે છે. એ જ મુનીમ દુકાનનો સઘળો કારોબાર સંભાળે છે. હિસાબ-કિતાબ વ્યવસ્થિત રાખે, ખરીદવાનું વેચવાનું બધું કાર્ય કરે છે. પણ મનથી તે મુનીમ એમ જ સમજે છે કે ભલે બધું કાર્ય કરું છું પણ આ દુકાન મારી નથી. આ દુકાનનો માલિક તો કોઈ બીજો છે. હું તો બસ માલિક દ્વારા બતાવેલું કાર્ય જ કરું છું. પોતાને નફા કે નુકશાનમાં સુખ કે દુઃખ અનુભવાતું નથી. તેને ખબર છે કે આમાંથી મારે કશું જ લેવાનું નથી. આવી જ રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વનાં કર્મોના પ્રતાપે પાંચે ઈન્દ્રિયોના વિષયમાં રહેવા છતાં અને સેવન કરવા છતાં તેના પ્રત્યે રાગ-દ્વેષ, મોહ, કર્તાપણાનો અહંકાર વગેરે રાખતો નથી. તેને બરાબર ખબર છે કે પૂર્વનાં કર્મો ૨માડે છે પણ તેનામાં રહીને ફરી નવાં કર્મો બાંધવાના નથી. આ સંસારમાં સમ્યગ્દર્શની આત્મા આવા મુનીમની જેમ રહે છે. આવી જ વાત આચારાંગસૂત્રમાં બતાવેલી છે. "न सक्का रसमस्साउं जिहाविसयमागयं । रागदोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ न सक्का कासमवेएउं फासविसयमागयं । रागदोसा उ जे तत्थ ते भिक्खू परिवज्जए ॥ " - આચારાંગ સૂત્ર; ૨.૩.૧૫.૧૩૪-૧૩૫ (પાનું ૧૨૭, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, (ગુજરાત), વર્ષ ૧૯૯૯) એ સંભવ નથી કે જીભ પર આવેલો સારો કે ખરાબ રસનો સ્વાદ ખબર ન પડે, પણ ભિક્ષુ (સમ્યગ્દષ્ટિ) તે રસ પ્રતિ મનમાં રાગ કે દ્વેષ લાવતા નથી. એ જ પ્રમાણે શરીરને અડતા કોઈ પણ સ્પર્શની અનુભૂતિ તો થાય જ, પણ ભિક્ષુ (સમ્યગ્દષ્ટિ) એ સ્પર્શને હિસાબે રાગ કે દ્વેષ મનમાં લાવતા નથી. આવી જ રીતે દરેક ઈન્દ્રિયોથી પણ પદાર્થનો અનુભવ થાય છે. તેમાં રાગ અને દ્વેષ કર્યા વગર સમ્યગ્દષ્ટિ સમભાવમાં રહે છે. કદાચ જો રાગદ્વેષ થઈ જાય તો લાંબા કાળ સુધી તે રાગ અને દ્વેષમાં લિપ્ત રહેતા નથી. ચોક્કસપણે સમ્યગ્દષ્ટિના વિચારોમાં એ જ હોય છે કે આ શરીર, આ ઈન્દ્રિયો અને કોઈપણ બાહાપદાર્થ એ મારા નથી. અને એ હું નથી. એ બધું જડ છે અને હું પોતે બધાથી જુદો સમકિત ૨૦૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ ચેતન આત્મા છું. હું સર્વથી અલગ છું. કાળ કે કર્મો મારા સ્વરૂપને બદલી નહીં શકે. કેમ કે કર્મ જડ છે. શું આત્મા આવા “પર” (ક)ના બંધનમાં બંધાઈ શકે છે? અનંત શક્તિશાળી આત્માને બાંધવાની શક્તિ આ જડમાં નથી. પણ જ્યારે જ્યારે આત્મા મન દ્વારા “સ્વમાં” રહેવાને બદલે “પરમાં ચાલ્યો જાય છે. તે મનથી રાગાદિ ભાવ લાવે છે ત્યારે ત્યારે તે અનંત શક્તિશાળી આત્માને આ જડ (ક)થી બંધાવું પડે છે. જ્યારે જ્યારે ઈન્દ્રિયો, શરીર અને બાહાપદાર્થમાં આકર્ષણ થાય છે ત્યારે ત્યારે આત્મા બંધનમાં પડે છે. સમ્યગ્દષ્ટિને આ વિચારધારા હોય છે. કદાચ રાગાદિ ભાવોમાં જાય તો પણ ત્યાં ઓછો સમય ટકે છે. અલ્પ કર્મબંધ કરીને પાછો વળી જાય છે. બને ત્યાં સુધી તે મન દ્વારા પરથી અલિપ્ત રહે છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પહેલા આશ્રદ્વારમાં કહયું છે કેઃ “વેતા મોલ્લો, ન0િ મફતા" - સમ્યગદર્શન; (પાનું ૮૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, ખ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧). પોતાનાં કરેલાં કર્મોને ભોગવ્યા વિના છુટકારો નથી. ભોગવીને જ છુટકારો થઈ શકે. આ વાત સમ્યગ્દષ્ટિઆત્મા બરાબર સમજે છે. તેને ખબર છે કે કોઈપણ નવા કર્મ બાંધશે તો તે ફરીથી આગળ જતા ભોગવવા જ પડશે, એના વગર મુક્તિ મળવાની નથી. એટલે જ્યારે પણ તેને સુખ આવે કે દુઃખ આવે, અનુકૂળ સંયોગો આવે કે પ્રતિકૂળ સંયોગો આવે, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય થાય, દરેક પરિસ્થતિમાં તે સમતાભાવ રાખે છે. અને સમતાભાવથી જૂનાં કર્મો ભોગવીને નવા કર્મબંધમાં પાછો પડતો નથી. આ રીતે પૂર્વકર્મબંધના પ્રતાપે ઉત્પન્ન થતા ભોગોમાં તે અભોગ દૃષ્ટિ રાખે છે. સમ્યગદર્શનના પ્રતાપે તેની દષ્ટિ ભોગમાં અભોગ જેવી થઈ જાય છે. તે દરેક સ્થિતિમાં પોતાનો આત્મા જાણે પીંજરામાં ફસાયેલો છે તેમ માને છે. ભલે પછી તે પીંજરું પુણ્યના હિસાબે સોનાનું હોય કે પાપના હિસાબે લોખંડનું. પણ સમતાભાવ રાખી એ આ પીંજરું તોડીને ઊડી જવાની રાહ જુએ છે. ટૂંકમાં સમજીએ તો જૂનાં કર્મોનો ઉદય થવો તે પોતાના હાથમાં નથી પણ નવાં કર્મ બાંધવા કે નહીં તે પોતે નક્કી કરી શકે છે. આ વાત સમ્યગ્દષ્ટિ ખૂબ જ બરાબર રીતે સમજીને જીવનમાં ઓછામાં ઓછા કર્મબંધ કઈ રીતે થાય તેનું તે ધ્યાન રાખે છે. ૨૦૮ સમકિત Page #224 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ રીતે રાગ અને દ્વેષ ઉત્પન્ન ન થાય તેની તકેદારી રાખે છે. અને કોઈકવાર થઈ જાય તો તરત જ તે ત્યાંથી પાછો ફરી જાય છે. અને જે પણ અલ્પ રાગદ્વેષ ઉત્પન્ન થયેલા તે માટે પોતે ભૂલ સ્વીકારીને હૃદયથી પ્રાયશ્ચિત કરે છે. સમ્યગ્દર્શનની શક્તિથી આત્મા જે કર્મબંધનું ચક્ર છે તે ચક્રને સમાપ્ત કરી શકે છે. આ જ ચક્રનું સમાપ્ત કરવું એટલે મુક્તિ છે અને આજ ચક્રનું ચાલતા રહેવું તે સંસાર છે. તે વાત તેના હૃદયમાં ઘુંટાયેલી છે. આત્માઓ ભોગાવલી કર્મોનો ત્યાગ કરી શકતા નથી પણ જે જે સમ્યગ્દષ્ટ આત્માઓ છે તે આ ભોગાવલી કર્મોમાં આસક્તિનો ત્યાગ કરે છે અને આ પ્રમાણે અલ્પ કર્મબંધ કરે છે. કર્મફળ ભોગવતા સમયે તે રાગદ્વેષ વૃત્તિનો ત્યાગ કરે છે. આ કર્મબીજનો અંત લાવવાનો એક જ ઉપાય છે. કે રાગ અને દ્વેષની વૃત્તિને ક્ષીણ કરવી. મનુસ્મૃતિ અધ્યયન ૬ શ્લોક ૭૪માં બતાવ્યું છે કે " सम्यगदर्शनसम्पन्नः कर्मभिर्न निबध्यते । दर्शनेन विहीनस्तु, संसारे प्रतिपद्यते ॥ " - મનુસ્મૃતિ; ગાથા ૧.૬.૭૪ (પાનું ૫૨૧, પ્રકાશકઃ ગંગાનાથ પોમલ પબ્લિકેશન, દિલ્હી, વર્ષ ૧૯૯૨) અર્થાત્ ક્ષાયિક સમ્યગ્દર્શન સમ્પન્ન વ્યક્તિને નવાં કર્મોનો બંધ થતો નથી, પણ જે સમ્યગ્દર્શનથી રહિત છે, તે નવા કર્મબંધના કારણે સંસારમાં સ્થિત રહે છે. આનું રહસ્ય એ છે કે આત્મશુદ્ધિ-ચોથા ગુણસ્થાનકથી લઈને ૧૪ ગુણસ્થાન સુધી ચાલે છે. જ્યારે કર્મબંધનાં મુખ્ય કારણ રાગ અને દ્વેષ સમાપ્ત થાય છે ત્યારે આત્મા કર્મ કરતો હોવા છતાં પણ અકર્મસ્થિતિને પ્રાપ્ત કરે છે. આ સ્થિતિમાં ફક્ત જૂનાં કર્મો ભોગવાના જ બાકી રહી જાય છે. અને જે સમાપ્ત થતાં આત્મા મુક્તિને પામે છે. આ સંસારમાં ચારે તરફથી રાગ-દ્વેષ વગેરેનો પ્રવાહ વહે છે. આ સંસાર-સાગરની લહેરો સદાય મનના તટને ટકરાતી રહેતી હોય છે. મનનો કિનારો જો કાચો હોય તો તે આ લહેરોથી સદા તૂટતો જશે. અને કિનારો જો પાકો હશે, મજબૂત હશે તો સંસાર-સાગરની તોફાની લહેરો ટકરાઈને પાછી જતી રહેશે. સમકિત ૨૦૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તી સંસાર-સાગરમાં પૂરી રીતે ડૂબેલા હતા. વૈભવ તેમની ચારેબાજુ હતો. પરંતુ તે ઐશ્વર્ય અને વિલાસના સાગરમાં રહીને ભોગ-સુખોથી પણ પોતે કોરા જ રહ્યા. જરા પણ ભીંજાયા નહીં. એમને પણ ભોગાવલી કર્મ બાકી હતા અને તે ભોગવી રહ્યા હતા. પણ સમ્યગ્દર્શનના યોગથી તેમની દરેક ક્રિયા સમ્યજ્ઞાનપૂર્વક હતી. પરિવારની વચ્ચે રહીને પણ અનાસક્ત ભાવ અને રાગ-દ્વેષ રહિત બંધનોથી દૂર હતા. વીર પ્રભુએ ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ ચાઅે જ્યાં પણ રહે વનમાં રહે કે ભવનમાં પણ તેના આંતરિક ભાવો એકસરખા મધ્યસ્થ હોય છે. સભ્યષ્ટિનું મન સોના જેવું અને મિથ્યાદષ્ટિનું મન લોખંડ જેવું છે. જેમ લોખંડ પાણીમાં પડ્યું રહે તો તેના ઉપર કાટ લાગી જાય છે. પણ સોનું વર્ષો સુધી પાણીમાં રહેવાથી પણ શુદ્ધ સોનું જ રહે છે. કાટ લાગતો નથી. સભ્યષ્ટિનું મન મજબૂત હોય છે. તેની દૃષ્ટિમાં શુધ્ધતા હોય છે. એટલે તેને રાગદ્વેષનો કાટ લાગતો નથી. દર્શન પ્રાભૂતમાં ગાથા ૭ માં શ્રી કુન્દકુન્દ્રાચાર્યે કહ્યું છે કેઃ "सम्मत्तसलिलपवाहो णिच्चं हियए पवहाए जस्स । कम्मं बालुयवरणं बंधुच्चिय णास तस्स ॥” - દર્શનપ્રામૃત; ગાથા ૭ (લેખકઃ આચાર્ય કુંદકુંદ, શાંતીનગર જૈન સિદ્ધાંત પ્રકાશીની સંસ્થા, (શાંતીવીરનગર) મહાવીરજી, (રાજસ્થાન). જેના હૃદયમાં સમ્યગ્દર્શનરૂપી નિર્મલ જળનો પ્રવાહ સતત વહે છે, તેના પૂર્વે બાંધેલા કર્મરૂપી મળ ધોવાઈ જાય છે અને આત્મનિર્મળતા વધતી જાય છે. સમ્યક્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંને આ સંસારને જુએ છે અને તેમાં રહે છે. પરંતુ બંનેના દેખવા અને રહેવામાં મોટો ફરક છે. બંનેના જીવનમાં એક જેવું ઐશ્વર્ય અને સંપત્તિ હોવા છતા પણ દફિરકના હિસાબે તે ઐશ્વર્ય અને સંપત્તિના પ્રયોગ અને ઉપભોગોમાં મોટું અંતર હોય છે. સમ્યગ્દષ્ટિની એ પાકી માન્યતા હોય છે કે હું આ સંસારમાં રહું છું પણ તેનાથી ભાગવાની જરૂર નથી. ભાગીને પણ હું ક્યાં જઈશ? ચારેબાજુ બધે જ સંસાર જ છે. ૨૧૦ સમકિત Page #226 -------------------------------------------------------------------------- ________________ આમ, સમ્યગદર્શન અધ્યાત્મજીવનમાં સૌથી મોટી કળા શિખવાડે છે. કે “તમે સંસારમાં રહો તેમાં કોઈ આપત્તિ નથી, પણ સંસાર તમારામાં ન રહે તેનું ધ્યાન રાખો. મનમાં જો સંસાર હશે તો વ્યક્તિ કશે પણ ચાલ્યો જાય પણ સાથે સંસાર તો રહેવાનો જ છે.” સંસારમાં રહેવાથી કે તેને દેખવાથી સંસાર તમને ચોંટતો નથી, જ્યાં સુધી આ સંસારના પદાર્થો પ્રતિ મમત્વ ભાવ ન હોય ત્યાં સુધી. સંસારના પદાર્થોના વિષે જ્ઞાન માત્ર લેવાથી તે પદાર્થ બંધનકારક બનતા નથી. પણ એ પદાર્થોમાં જો રાગ-દ્વેષ જ્યારે જોડાય છે ત્યારે તે બંધનકાર બને છે. સમ્યગ્દષ્ટિ આ પદાર્થોને કેવળ જ્ઞાતા-દેણ તરીકે જુએ છે. જ્યારે મિથ્યાદષ્ટિ સંસાર પ્રત્યે ભોગવાદી રહે છે. તેનું જીવન ઉપરથી નીચે તરફ અધોમુખી રહે છે. એટલે તે સંસારની સુખ-દુઃખની જાળમાં ફસાયેલો રહે છે. પણ સમ્યગ્દષ્ટિ સંસાર પ્રત્યે વૈરાગ્યવાદી હોય છે. તેની નજર નીચેથી ઉપર તરફ ઉર્ધ્વમુખી હોય છે. તે આ સુખ-દુઃખની જાળમાં ફસાતો નથી. સમ્યગ્દષ્ટિઆત્મા પોતાના જીવનરૂપી ઘરમાં સ્વામી તરીકે આવે છે. અને તેના સમયે એ જ રીતે વિદાય પણ લે છે. તે કોઈ કેદીની જેમ ઘરમાં બંધાયેલો રહેતો નથી. તેને ખબર છે કે વિદાય લેવાનો એક સમય આવવાનો છે. તેને દ્રવ્ય દૃષ્ટિ હોય છે. પર્યાય દૃષ્ટિ હોતી નથી. પદાર્થના મૂળ સ્વભાવને જોવું એ દ્રવ્ય દૃષ્ટિ છે. અને તેની માત્ર વર્તમાન પર્યાયોને જોવા તે પર્યાયદષ્ટિ. તેને ખબર છે કે દ્રવ્ય શાશ્વત છે અને પર્યાય અશાશ્વત છે. આ જ વાત એક દચંત દ્વારા સમજીએ સમજો કે કાચની એક સરસ મજાની સુંદર ફૂલદાની તમારા ઘરમાં શોભે છે. રોજ એક નોકરાણી તમારા ઘરને સાફ કરવા આવે છે. એક દિવસ તે પોતાના ૮ વર્ષના છોકરાને લઈ આવે છે કારણ કે તેને સાચવવા તેના ઘરે કોઈ હોતું નથી. આ છોકરા વડે તમારી ફૂલદાની રમતાં રમતાં ભૂલથી પડી જાય છે અને તે ફૂટી જાય છે. તમે વિષમભાવમાં જાઓ છો અને આ છોકરાને ઠપકો આપો છો અને નોકરાણીનું ખૂબ ગુસ્સાથી અપમાન કરો છો. અને પોતાને ફૂલદાની તૂટ્યાનું ખૂબ દુઃખ થાય છે. મન કલેશમય બની જાય છે. હવે એ જ ફૂલદાની ધારો કે આપણા પૌત્રથી ભૂલથી તૂટે છે તો આપણે વિષમભાવમાં જતા નથી. અસ્વસ્થ થતા નથી અને તરત જ જોઈએ છીએ કે પૌત્રને વાગ્યું તો નથી ને? એ સમયે ફૂલદાની તૂટ્યાનું ધ્યાન પણ હોતું નથી. મનમાં માત્ર પૌત્રનો જ ખ્યાલ રહે છે. આ રીતે આપણો વ્યવહાર નોકરાણીના છોકરા અને આપણા પૌત્ર તરફ અલગ અલગ હોય છે. તેનું કારણ શું? બંને જીવો (આપણો પૌત્ર અને નોકરાણીનો છોકરો) હોવા છતાં પણ આપણે એ જીવોના હાલના પર્યાયને જોઈને આપણો વ્યવહાર કરીએ છીએ. આપણે એક આત્મા તરફ રાગ કર્યો અને બીજા આત્મા તરફ દ્વેષ. સમકિત ૨૧૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ સમ્યગૃષ્ટિને એ બરાબર ખબર હોય છે કે દરેક આત્મા સમાન છે. દરેક આત્મામાં પ્રભુતા છે અને પ્રભુ બનવાની તાકાત છે. આ સમજણપૂર્વક સમ્યગ્દષ્ટિ આવા પ્રસંગે સમતાભાવ રાખે છે. તેને એ પણ ખબર છે કે પુદ્ગલનો સ્વભાવ છે કે તે પુરણ ગલન થવાનું છે. આજે જે પુદગલ ફૂલદાનીમાં છે તે કાલે તૂટીને બીજી વસ્તુ બનશે. એટલે આ પુદ્ગલ માટે કરીને જે આત્મા છે, જે અવિનાશી છે તેને દુઃખ આપવું નથી. આ કારણે જ્યારે નોકરાણીના છોકરાથી ફૂલદાની તૂટી જાય છે તો તે ગુસ્સો કરવા કરતાં સમભાવ રાખે છે. અને ગુસ્સો કોઈક વાર આવી જાય તો પણ માત્ર અલ્પ સમય રહીને પછી તે લોપાઈ જાય છે. ભરત ચક્રવર્તીએ છ ખંડ જીતવા માટે કેટલાંય મોટાં યુદ્ધ કર્યા, કેટલીય હિંસા કરી તો પણ તે એ જ ભવમાં કેવળજ્ઞાની બની મુક્ત થઈ ગયા. યુદ્ધ અને જીવહિંસાથી શું એમને કર્મબંધ નહીં થયા હોય? જૈનદર્શનનું કહેવું છે કે તેઓ નિર્મળ સમ્યગ્રષ્ટિ આત્મા હતા. તેથી તેઓ એ જ ભવમાં એક અંતર્મુહૂર્ત જેટલા નાના સમયમાં જ કેવળજ્ઞાની બની ગયા. આનું રહસ્ય એ છે કે સમ્યગ્દષ્ટિ કર્મના ઉદય વખતે અને તેને ભોગવતી વખતે તે તેમાં અનાસક્ત અને અભ્યાસક્ત હોય છે. એટલે તેને તીવ્ર કર્મબંધ થતો નથી કે જે આગળ ભોગવવો જ પડે. અંતર્બાન અને શુક્લધ્યાનથી એક ઝટકામાં જ બધા કર્મોના બંધન તૂટીને છૂટાં પડી જાય છે. અમિતગતિ શ્રાવકાચારમાં આનું રહસ્ય સમજાવતા કહે છે કે "पापं यदर्जितमनेकभवैर्दुरन्तैः सम्यत्कवमेतदखिलं सहसा हिनस्ति । भस्मो करोति सहसा तृणकाष्ठराशि किं नोर्जितोज्जवल शिखो दहनः समृद्धम् ॥" - અમિતગતિ શ્રાવકાચાર; ગાથા ૨.૮૭ (પાનું ૪૨, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫) સમ્યત્વરૂપી અગ્નિ જન્મોજન્મના પાપને જલદીથી ભસ્મ કરી દે છે. જેવી રીતે ઉપર ઊઠેલી અગ્નિની જ્વાળાઓ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને જલદીથી ભસ્મ કરી દે છે. વ્યવહારી જીવનમાં સમ્યગદૃષ્ટિ આવા લાભ મેળવતો જાય છે. કોઈપણ વસ્તુ પોતાની મેળે સારી અથવા ખરાબ નથી. આપણી દૃષ્ટિએને સારી કે ખરાબ બનાવે છે. માટે સમ્યગ્દષ્ટિનો સિદ્ધાંત છે કે સંસારના બધા જ પદાર્થો પ્રાપ્ત કરવાનું કે સમાપ્ત કરવાનો વિચાર ન કરો. કેવળ તટસ્થ સમકિત ૨૧ ૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતા, દષ્ય બનો. દોષ અથવા ગુણ દેખાતા પદાર્થનો નથી પણ વ્યક્તિની પોતાની દૃષ્ટિનો છે. રાગદ્વેષના નિમિત્તથી સંસારમાં રહીશું તો સંસાર ક્યારેય સમાપ્ત થવાનો નથી. રાગદ્વેષના ઉપાદાન (યોગ્યતા)નું કારણ સમાપ્ત થઈ જવા પર કર્મબંધ સમાપ્ત થઈ જાય છે. પછી તો સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવા છતાં પણ સર્વત્ર મુક્તિ લાગે છે. સંસાર એક એવી નદી છે. જેમાં વિષય-કષાયનો કીચડ ભરાયેલો છે. જે રાગ અને દ્વેષના તરંગોથી મોટી ભંવરજાળ બની જાય છે. સામાન્ય સંસારી જીવ આમાં તરત ફસાઈ જાય છે. આ સંસારરૂપી નદીમાં “સ્વજન”, “સ્વધન” અને “સ્વતન” આ ત્રણ ભયંકર ભંવરજાળ છે. આ આત્મા બધાને “પર”ને “સ્વ” સમજીને ફસાઈ જાય છે. અને એના સંઘર્ષથી ઊભા થતા દુઃખની સમાપ્તિ થતી નથી. પરંતુ સમ્યગૃષ્ટિ આ બધાથી અલિપ્ત રહે છે. તે પરિવાર અને સ્વજનોની વચ્ચે રહીને પણ તે બધાને પર સમજે છે. એને ન તો તેમના પ્રત્યે બહુ રાગ હોય છે કે ન તો બહુ દ્વેષ. તે સંસારમાં ફક્ત પોતાનો ભાગ ભજવીને નિરાળો રહેતો હોય છે. સંસારની બીજી ભંવરજાળ “સ્વધન” છે. સામાન્ય વ્યક્તિ ધનના નશામાં પાગલ થઈ મોટા સંઘર્ષ, હત્યા, ચોરી, અસત્ય, અનીતિ આદિ પાપો કરવા તૈયાર થઈ જાય છે. તે સમજતો નથી કે ગમે ત્યારે આ ધનથી પ્રાપ્ત થતી સુખશાંતિ સમાપ્ત થઈ તે દુઃખની જ્વાળા થવાની જ છે અને તેમાં એને બળવું પડશે. પણ સમ્યગદૃષ્ટિ આ સમજે છે. એ ધન અવશ્ય કમાય છે. આજીવિકા માટે અવશ્ય મહેનત કરે છે. પણ ધનના રાગમાં આવી અનીતિ અપનાવતો નથી. અને જે ધન મળે તેમાં રાગ રાખ્યા વગર સારા માર્ગે તેનો ઉપયોગ કરે છે. ત્રીજી ભંવરજાળ “સ્વતન” છે. સામાન્ય રીતે મનુષ્યને એ તો ખબર હોય છે કે આત્મા અને શરીર એ બે જુદાં છે અને એક દિવસ શરીર છોડીને ચાલ્યા જવાનું છે તો પણ એ શરીર જાણે કે સદાય રહેવાનું છે અને તે શરીર જ પોતે છે એમ સમજી તેના માટે રાતદિવસ એક કરીને સુખ-સુવિધાઓ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે. પોતાના શરીર માટે બીજા કેટલાય જીવોના શરીરનો નાશ પણ કરી નાખે છે. શરીરને શણગારવાનું છે તેના માટે સૌથી મહત્ત્વની વાત હોય છે. ૨૪ કલાકના દિવસમાં તે ૨૩ કલાક આની જ પાછળ રહે છે. અને કદાચ એક કલાક સામાયિક પૂજાપાઠ કરી એમ સમજે છે કે મારા આત્માના કલ્યાણ માટે હું ખૂબ કરું છું. આવા ખોટા ભ્રમથી એ જીવે છે. ત્યારે સમ્યગૃષ્ટિને ખબર છે કે શરીરની સારવાર અને તેની તંદુરસ્તી રાખવી એ જરૂરિયાત છે, કારણ કે ભલે પોતે આત્મા છે અને તે શરીરથી અલગ છે, પણ આ આત્માને મુક્તિ સુધી પહોંચવા માટે શરીરની જરૂરિયાત સમકિત ૨૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ છે. તંદુરસ્ત શરીરથી વધારે સંવર અને નિર્જરાના કાર્યો થઈ શકશે. તે ભલે સંસારના બધા પ્રસંગોમાં ભાગ લે, લગ્ન, પાર્ટી વગેરેમાં તૈયાર થઈને જાય પણ છે, પણ મનમાં તો જાણે ફરજ બજાવવા જાય છે એમ જ હોય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ ‘‘સ્વયંતિ અપ્પાળમમોહસિનો'' દશવૈકાલિક સૂત્ર; ગાથા ૬.૬૨ (પ્રકાશકઃ અખિલ ભારતીય જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, જોધપુર (રાજસ્થાન) વર્ષ ૨૦૦૯) સમ્યગ્દષ્ટિ પોતાના ગમતા પદાર્થોના પ્રતિ અમોહદર્શી રહીને કર્મોનો ક્ષય કરે છે. તે પોતાના શરીરને પણ પરપદાર્થ સમજે છે. સમય આવવા પર આત્માની રક્ષા માટે તે એને પણ ત્યાગવા તૈયાર થઈ જાય છે. આમ, સમ્યગ્દષ્ટિ સંસારરૂપી તળાવમાં રહીને પણ સદાય ભીંજાતો નથી. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કેઃ ‘‘સમત્તવંસી ન શેફ પાવ'' આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૨.૧ (પાનું ૧૧૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯) સભ્યષ્ટિ પાપ કરતો નથી. (મિથ્યાત્વના પાપ કરતો નથી.) સમ્યગ્દર્શનથી થતો લાભ આત્માને ચોથા ગુણસ્થાનથી લઈને ચૌદમા ગુણસ્થાન સુધી ઉત્તરોત્તર વિકાસ કરાવે છે. એટલે જે સમ્યગ્દષ્ટિ બને છે તે રાગ અને દ્વેષથી દૂર રહેતો હોય છે. વીતરાગના વચનોમાં સંપૂર્ણ શ્રદ્ધાના કારણે તેના નવા પાપકર્મોનો બંધ અટકી જાય છે. કદાચિત છદ્મસ્થ હોવાના કારણે ભ્રમમાં આવીને સમ્યગ્દષ્ટિ કોઈક વાર અશુભ અને ખોટા માર્ગ ઉપર ચાલવાનો વિચાર કરે છે. કાં તો કોઈક વાર ચાલી જાય છે પણ તરત જ તેનો ભ્રમ નાશ થતા એ અશુભમાર્ગને છોડીને પાછો શુભમાર્ગ ઉપર આવી જાય છે. ૨૧૪ સમકિત Page #230 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ સદાય આત્મલક્ષી હોય છે. શુદ્ધ આત્મભાવમાં તે સદાય રમણ કરતો હોય છે. ચાલતાં-ફરતાં, સૂતાં-સૂતાં, ખાતાં-પીતાં, કોઈપણ કાર્ય કરતા એ વિવેક અને યત્ના રાખે છે. અને પાપ ન થાય તેના વિચારો સદાય હોય છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેઃ "जयं चरे जयं चिढ़े, जयमासे जयं सए । નયં મુંનંતો સાસંતો, પીવí ન વંથ છે” - દશવૈકાલિક સૂત્ર; ગાથા ૪.૮ (પાનું ૭૦, લેખકઃ આચાર્ય શય્યભવસૂરિ, પ્રકાશકઃ અખિલ ભારતીય સુધર્મ જૈન સંઘ, જોધપુર (રાજસ્થાન), વર્ષ વિ.સં. ૨૦૬૬) જે યત્ના-વિવેકથી ચાલે છે, વિવેકથી ઊભો રહે છે, વિવેકથી બેસે છે, વિવેકથી સૂએ છે, વિવેકપૂર્વક ખાય છે, તથા બોલે છે એ પાપકર્મનો બંધ કરતો નથી. આમ, સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી એનામાં અશુદ્ધતા પ્રવેશે નહીં, એવા પ્રકારની સંભાળ રાખવાથી, સતત ધ્યાન રાખવાથી, અને સમ્યગદર્શનનું ચિંતન, મનન અને અનુપ્રેક્ષા કરવાથી પૂર્વબદ્ધ આઠે કર્મોનો ક્ષય કરી શકાય છે. સમકિત ૨ ૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૧ સમ્યગ્દર્શનઃ જીવન જીવવાની એક અદ્ભુત કળા સંસારમાં જીવવું બધાને ગમે છે. મનુષ્ય, પશુ-પક્ષી, નારકી, દેવ, કીડી-મંકોડા બધાને જીવવામાં ખૂબ આનંદ આવે છે. આધ્યાત્મિક સમજથી જીવવાના બે પ્રકાર થાય છે. જીવનનો કાળ ખાલી એમ ને એમ પૂરો કરવો એ એક પ્રકાર છે. બીજો પ્રકાર છે કે આનંદમય જીવન-કલાથી જીવવું. 66 શરીરમાં હુંપણાની બુદ્ધિ અને બીજામાં ‘મારા’પણાની બુદ્ધિ આ છે સંસારનું જડ, જે જીવ બોધિને પામે અથવા તો તરતમાં બોધિ પમાડે એવી યોગ્યતા પામે, તેને લાગી જાય કે આ શરીર તે હું નથી અને આ શરીર અને સંસારના સઘળાય પદાર્થો વસ્તુતઃ મારા નથી પણ પર છે.' જ્યાં સુધી સુખો ઉપર જ જીવની આંખો ચોંટી ને ચોંટી રહે ત્યાં સુધી જીવને સાચી દિશા તરફ નજર કરવાનું મન પણ થાય નહિ. જીવને જોવાની સાચી દષ્ટિ મળી ગઈ તે સાથે જીવ ચાહે નરકમાં હોય કે સ્વર્ગમાં તેને બધે જ સ્વર્ગ જ લાગશે. એ જ્યાં પણ જશે ત્યાં એ સ્વર્ગ બનાવી દેશે. દુઃખમાં પણ આનંદની લહેર ઊભી કરશે. પાનખરમાં પણ વસંત લાવી દેશે. કષ્ટમાં પણ શાંતિનો અનુભવ કરશે. આ જીવન-કલાનું નામ છે-સમ્યગ્દષ્ટિ આ એક પરમ મંગળ છે. વિઘ્નોનો જેનાથી વિનાશ થાય એનું નામ ‘મંગળ’ કહેવાય, અને એથી શાસ્ત્રમાં કહ્યું છે કે આત્માને જે સંસારથી તારે તે જ ખરેખરું ‘મંગળ' છે. આ પ્રકરણમાં આપણે આ જીવન-કલા પર ચિંતન કરશું. જીવનમાં કર્મોના ઉદયના કારણે કોઈક વાર સુખ આવે છે તો કોઈક વાર દુઃખ આવે છે. એકાન્તે સુખ કે એકાન્તે દુઃખ ક્યારે પણ હોતું નથી. કોઈ વાર અનુકૂળતાનો પવન વાય છે તો કોઈક વાર પ્રતિકૂળતાનો. આમાં મિથ્યાદષ્ટિઆત્માને જ્યારે દુઃખ આવે છે ત્યારે તે ગભરાઈ જાય છે અને સુખ આવે ત્યારે છકી જાય છે અને અહંકાર કરે છે. સમ્યગ્દષ્ટિની વિશેષતા એ છે કે તે ક્યારે પણ સુખ હોય કે દુ:ખ, બંનેમાં તેના ભાવ સંતુલિત હોય છે. એ દુઃખમાં વ્યાકુળ અને સુખમાં હર્ષથી ઉન્મત્ત થતો નથી. તે આત્માનો મુખ્ય સ્વભાવ જ સમભાવવાળો થઈ જાય છે. સમ્યગ્દષ્ટિઆત્મા પ્રતિકૂળતામાં પણ અનુકૂળતાનો અનુભવ કરે છે. તે નરકમાં પણ હોય પણ તેનો આત્મા સુખ-શાંતિનો જ અનુભવ કરતો હોય છે. આનાથી વિપરીત મિથ્યાદષ્ટિ આત્માને અનુકૂળતામાં પણ બેચેની રહે છે અને સ્વર્ગમાં પણ ઈર્ષ્યા, દ્વેષ અને મોહને કારણે સદા દુઃખી રહે છે. ૨૧૬ સમકિત Page #232 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શન સહિત આત્માને ચારેબાજુ બાહા દુઃખ હોય તો પણ આંતરિક સુખોની વચ્ચે રહીને દુઃખનાં કર્મોના ઉદયની જાણે કે અસર જ ન થાય તેવો બનાવી દે છે. આત્માના આંતરિક સુખોની પ્રધાનતા તેની સમજણમાં આવી જાય છે. સંગમ નામના એક મિથ્યાષ્ટિદેવ હતા, તે પૃથ્વી ઉપર વિરાજમાન ભગવાન મહાવીરની, દુઃખ અને કષ્ટમાં પણ કેટલી દઢતા છે તે વાત સાંભળીને ઈર્ષ્યાથી બળી ગયો. એ દેવ ભગવંતની ધીરતા અને ક્ષમતાની પરીક્ષા લેવા હેતુ સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યો. તેને ખૂબ જ ક્રોધ, રોષ અને ઈર્ષા હતી કે એક મનુષ્યમાં પોતાનાથી (દેવથી) પણ વધારે સમતા આદિ જેવા ગુણો હોઈ શકે? તેણે સાધનાથી પૂર્ણ અને સમતાદિ ગુણોથી ભરપૂર એવા શ્રી ભગવાનને વિચલિત કરવા ૬ મહિના સુધી નાનાંમોટાં કષ્ટ અને ઉપસર્ગ આપ્યા. તે ભગવાનની અટલ સમ્યગ્ગદર્શન જ્યોતને બુઝાવવા માંગતો હતો. તે એમાં તો નિષ્ફળ ગયો પણ શ્રી ભગવંતની એ જ્યોત એટલી અધિક પ્રકાશિત થઈ કે તેમને પોતાનાં કષ્ટ કરતાં સંગમદેવનું ભાવિ કેવું દુઃખમય જશે તે જોઈને આંખમાં આંસુ આવ્યા. આનું કારણ એ જ કે ભગવાનની સમ્યગદર્શનની જ્યોતિ એવી મજબૂત હતી કે તે કોઈપણ તોફાનમાં બુઝાઈ જાય તેવી ન હતી. આ ચિંત ઉપરથી એ ઉપદેશ મળે છે કે ભગવાનના જીવનમાં સતત સમ્યગુદર્શનનો ઉપયોગ હતો. આ સમ્યગ્દષ્ટિ- જીવનકળાના ઉપયોગથી તેઓ કર્મશત્રુઓને પરાસ્ત કરી શક્યા. સમ્યદૃષ્ટિને માટે “દુઃખ” એક મોટો શિક્ષક, બોધપાઠ અને જગાડવાવાળું હોય છે. જ્યારે પણ દુઃખ અને કષ્ટ આવે છે ત્યારે એ વિચારે છે કે જે પ્રમાણે મેં વાવ્યું તે પ્રમાણે મને મળ્યું. જે ભૂતકાળમાં કર્યું તે હમણાં ભોગવી રહ્યો છું, એક ને એક દિવસ આ મારે ભોગવવાનું તો હતું જ, તો હમણાં જ એ ભોગવું છું તેમાં દુઃખી થવાની જરૂર શા માટે? કર્મોનું દેવુ જેટલું જલદી ચુકવાઈ જાય તેટલું સારું. તે સમજે છે કે “ડા મા મોર સ્થિ” કરેલા કર્મોને ભોગવ્યા વિના મુક્તિ થવાની નથી. જ્યારે આત્મામાં શુદ્ધભાવની જાગૃતિ થાય છે, અને ક્ષયોપશમ ભાવ જાગી જાય છે ત્યારે તેને નરક જેવી ભયંકર અપ્રિય ઘટનાઓ પણ વિચલિત કરી શકતી નથી. સારસમુચ્ચયમાં કહયું છે કે-“સખ્યદર્શન સહિત જીવને જો નરક મળે તો પણ સારું, પણ સમ્યગદર્શન રહિત જીવને સ્વર્ગનું સુખ મળે તો પણ નકામું.” કારણ કે આત્મભાવ વગર સ્વર્ગમાં પણ દુઃખ જ છે. આત્મજ્ઞાન જ સાચું સુખ છે. ભલે પછી ગમે ત્યાં રહે. આ સિદ્ધાંતની સમજણ હોવાથી તે કૃતકર્મને અને તેના શુભ-અશુભ ફળને સમભાવપૂર્વક ભોગવી લે છે. અને એના કારણથી ભવિષ્યમાં ફરી નવા કર્મબંધ કરતો નથી. સમકિત ૨૧૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ આ જાતની સમભાવપૂર્વક સમજણની પાછળ એક રહસ્ય છે. જે કેવળ સમ્યગ્દષ્ટિ- આત્માને ખબર હોય છે. જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થયું નથી હોતું. ત્યારે તે આત્માને દુઃખ ખૂબ પરેશાન કરે છે. સુખમાં તે ખૂબ છકી જાય છે. તેને જ્યારે પણ સુખ-દુઃખ આવે છે ત્યારે તે આત્મા એમ વિચારે છે કે આ વ્યક્તિએ કે આ પદાર્થે મને સુખ કે દુઃખ આપ્યું છે. અને પછી તે એ વ્યક્તિ કે એ પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષ, ક્રોધ કે મોહ કરી બેસે છે અને નવા કર્મબંધ કરે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા સુખ-દુઃખના નિમિત્તને ન પકડી ઉપાદાનને પકડીને ચાલે છે. એ કોઈ વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે રાગ કે મોહ ન રાખતા નવા કર્મબંધ કરતો નથી. મિથ્યાષ્ટિ જ્યાં દુઃખ અને સંકટ માટે નિમિત્તને દોષી બનાવે છે ત્યાં સમ્યગ્દષ્ટિ આ જ દુઃખ અને સંકટમાં પોતાના આત્માને અને પૂર્વે કરેલાં કર્મોને ઉત્તરદાયી સમજે છે. ભગવાન મહાવીરે પણ આ જ સવાલ સંસારને પૂક્યો હતો કે બધા દુઃખ દુઃખ પોકારી રહ્યા છો. અને તેની મુક્તિ માટે અનેક ઉપાય કરી રહ્યા છો, પણ એ તો બતાવો કે આ દુઃખ આવ્યું ક્યાંથી? "કુ પગ ડે?” આ દુઃખ કોણે પેદા કર્યું છે? આ ગંભીર પ્રશ્નથી બધા ચૂપ થઈ ગયા અને કહાં “ભગવંત આપ જ બતાવો” ત્યારે એમણે દાર્શનિક સમાધાન આપતા કહ્યું કે “નીવે હું માહ'' (ભગવતીસૂત્ર) આત્માએ સ્વયં પ્રમાદથી દુઃખ ઊભું કર્યું છે. આટલા બોધથી સમ્યગૃષ્ટિઆત્મા સંસાર સાગરને તરી જાય છે. પોતે નવાં કર્મોને અટકાવી સંસારચક્રને સમાપ્ત કરે છે. સમ્યગ્દષ્ટિને જ્યારે પૂછવામાં આવે છે કે સંસાર કેવો છે? તો તેની પાસે એક જ ઉત્તર હોય છે. “સંસાર તો સંસાર છે. તે ન તો સુખરૂપ છે કે ન તો દુઃખરૂપ છે. જેવી આત્માની દૃષ્ટિ હોય છે તેવી એને સૃષ્ટિ દેખાય છે. સંસાર પોતાની દૃષ્ટિ પ્રમાણેના રૂપમાં ઉપસ્થિત થાય છે. પણ સાચું એ છે કે સુખ અને દુઃખ સંસારમાં નહીં પણ આત્માની અંતઃદષ્ટિમાં હોય છે. સમ્યગ્ગદર્શન સમ્પન્ન વ્યક્તિ સ્પષ્ટ રીતે સમજે છે કે સુખ અને દુઃખ બંનેનું દાયિત્વ સ્વયં પર હોય છે. જે પોતાના આત્માને ઓળખી જાય છે તે નિશ્ચય મુક્તિ પામે છે.” આત્માને પોતાના મૂળ સ્વરૂપમાં આવવાથી પરમસુખ અને શાંતિ મળે છે. કામ, ક્રોધ, મદ, વિષય, રાગ-દ્વેષ આ આત્માનું મૂળ સ્વરૂપ નથી. કર્મપુદ્ગલોના સંયોગથી એ આત્મામાં આવ્યા છે. અને જેવા આ પુલનો સંયોગ આત્માથી દૂર થાય છે. આત્મા સ્વચ્છ, નિર્મળ અને શુદ્ધ થઈ જાય છે. આ રીતની સમજણ સમ્યગ્દષ્ટિ આત્માને હોવાથી તે આત્માની વિશુદ્ધિની ક્રિયાને સર્વશ્રેષ્ઠ માને છે. અને સતત તેમાં જ રહેવાની કોશિશ કરે છે. સમકિત ૨૧૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ આમ, જેને સમ્યગુદર્શનની કળા ઉપલબ્ધ થઈ તેના જીવનમાં દુઃખ લાંબો સમય ટકતું નથી. આચાર્ય અમિતગતિએ આ વાતને સમર્થન આપતા કહાં છે કે – નૈવ મવિિરવેરિનિ નીવે, दर्शनशालिनि तिष्ठति दुःखम् । कुत्र हिमस्थितिरस्ति हि देशे, ગ્રીષ્મ વિવાર તથતિ વીતે છે' - સમ્યગદર્શન; (પાનું ૧૦૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) જેમ ગ્રીષ્મ ઋતુના સૂર્યના કિરણોના તાપથી એ ક્ષેત્રોમાં ઠંડી ટકતી નથી, એમ જ સંસારની સ્થિતિનો જ્ઞાતા તથા સમ્યગદર્શનથી સુશોભિત આત્માના જીવનમાં પણ દુઃખ ટકતું નથી. વાસ્તવમાં સમ્યગ્દષ્ટિ દુઃખને દૂર કરવાની કળા જાણતો હોય છે. પૂર્વ કર્મવશ દુઃખ આવી જાય તો પણ તે પોતાના સમભાવ અને શાંતિથી ભોગવીને જલદીથી એ દુઃખથી નિવૃત્ત થઈ જાય છે. આચારાંગ સૂત્રમાં પણ કહયું છે કેઃ “ને રૂ ના તો સવ્વ ના ' - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૪.૨ (પાનું ૧૩૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૨૦૦૯) જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે. જબુદ્ધિપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં બે નદીઓનું વર્ણન આવે છે. એમાં એક નદીનું નામ ઉન્મગ્નજલા અને બીજી નદીનું નામ નિમગ્નજલા. ઉન્મગ્નજલા નદીમાં કોઈ પણ વસ્તુ પડી જાય તો તે તેને બહાર ઉછાળીને ફેંકી દે છે. જ્યારે નિમગ્નજલા નદીનો સ્વભાવ એવો છે કે કોઈપણ વસ્તુ તેનામાં પડે છે તો એ બહાર નથી ફેંકતી પણ પોતાની અંદર જ રાખી લે છે. આ બે નદીઓની સમાન જ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગદૃષ્ટિ આત્મામાં જ્યારે પણ રાગÀષાત્મક વિકલ્પ થાય છે ત્યારે તે એ વિકલ્પોને બહાર ફેંકી દે છે. જ્યારે મિથ્યાષ્ટિઆત્મા આવા રાગ-દ્વેષાત્મક વિકલ્પોને અંદર રાખી લે છે. બહાર ફેંકતા નથી. સમ્યગૃષ્ટિ આવા સમકિત ૨૧૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ વિકારોને બહાર ફેંકતા પોતે એવા ને એવા શુદ્ધ જ રહે છે. વિકારોને અંદર રાખીને પોતે અશુદ્ધ થતાં નથી. અને અંદર કર્મના પુદગલો પણ આવી જાય તો પણ તેને ઝટપટ ભોગવીને બહાર ફેંકી દે છે. આમ આ સમ્યગ્દષ્ટિના જીવનકળામાં કાયમ આત્મા શુદ્ધતામાં જ રહે છે. અને અશુદ્ધ હોય તો શુદ્ધતા તરફ આગળ વધે છે. આમ સમ્યગ્દષ્ટિ આત્મામાં શુદ્ધ ભાવનો ઉછાળો સતત રહ્યા કરે છે. આત્મામાં રહેલા પૂર્વકૃત કર્મોને એવી રીતે ભોગવીને ફેંકી દેવા કે તે ભોગ પાછા નવાં કર્મ બંધાવે નહીં. આ કળા સમ્યગ્દષ્ટિ ખૂબ સારી રીતે જાણે છે. ભોજન સમ્યગ્દષ્ટિ પણ કરે છે, અને મિથ્યાદષ્ટિપણ કરે છે. સમ્યગ્દષ્ટિ ભોજન કરે છે માત્ર શરીરનું પોષણ કરવા કારણ કે તેનાથી ધર્મક્રિયાઓ કરી શકે. જ્યારે મિથ્યાદષ્ટિ ભોજન કરે છે મુખ્યત્વે સ્વાદ માટે, શરીરને મજબૂત બનાવવા, કારણ પછી તે વિષયોમાં આનંદ માણી શકે. આવી જ રીતે કપડાં, ફરવું, સાંભળવું, જોવું, સૂંઘવું, સ્પર્શ કરવો, બોલવું, આદિ દરેક ક્રિયામાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંનેની દષ્ટિમાં ફરક હોય છે. સમ્યગ્દષ્ટ પોતાનો આત્મા ઓછામાં ઓછો દંડાય તેની તકેદારી રાખે છે. દરેક પ્રવૃત્તિને એ વિવેક, વૈરાગ્ય, તપ, સંયમના પન્નામાં તોલી તોલીને કરતો હોય છે. દરેક પ્રવૃત્તિઓ આ પન્નાની બહારની ન હોય તેનું બરાબર ધ્યાન રાખે છે. જ્યારે મિથ્યાદષ્ટિ પાસે આવા માપતોલની સમજ હોતી નથી. તે અજ્ઞાન, મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ આદિના ચશ્મા લગાવીને પ્રત્યેક પ્રવૃત્તિઓ કરે છે. મિથ્યાદર્શન પોતે વિષ જેવું છે. અને સમ્યગ્દર્શન અમૃત જેવું છે. મિથ્યાદર્શન આત્માનું અહિત કરે છે. અને સમ્યગ્દર્શન કાયમ હિત. સમ્યગ્દષ્ટિની દષ્ટિકાયમ અમૃતદૃષ્ટિ હોય છે. તેને સર્વે આત્મા અને સર્વ પદાર્થોમાં સાર ગુણો જ દેખાય છે. મિથ્યાટષ્ટિને સર્વમાં અવગુણ જ દેખાય છે. એક દાંત આવે છે કે એક દિવસ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે દ્વારિકા નગરીમાંથી તમે એક એવો દુર્ગુણી માણસને શોધી લાવો કે જેને સજા કરી શકાય. અર્જુન આખી દ્વારિકા નગરીમાં ફર્યા અને પાછા આવી યુધિષ્ઠિરને કહે છે કે આખી નગરીમાં ફર્યો પણ મને કોઈ પણ દુર્ગુણી દેખાયો નહીં. એક સ્થાને કોઈ એક માણસ વૃદ્ધને સહારો આપીને રસ્તો પાર કરાવતો હતો, એક ભાઈ કૂવા પાસે પાણી કાઢીને બધી સ્ત્રીઓને આપવામાં સહાય કરતો હતો, વળી એક વ્યક્તિ બીજાના ખેતરમાં તેને મદદ કરાવતી હતી. જ્યાં પણ હું ગયો ત્યાં મને બધામાં કેવળ ગુણો જ દેખાયા. આવા ગુણો સહિત અહીંયાની પ્રજા છે. આમાંથી એકેયને સજા કરાય એવું નથી. પછી યુધિષ્ઠિરે દુર્યોધનને કહ્યું કે દ્વારિકા નગરીમાંથી એક ગુણવાન માણસ શોધી લાવો. દુર્યોધન આખી દ્વારિકાનગરી ફરે છે. નિરાશ થઈને પાછા ફરે છે. યુધિષ્ઠિરને કહે છે ૨૨૦ સમકિત Page #236 -------------------------------------------------------------------------- ________________ કે દ્વારિકાનગરીમાં એક પણ ગુણવાન માણસ નથી. દરેક માણસમાં કંઈકને કંઈક અવગુણ છે. સાવ ગુણવાન માણસ તો મને દેખાયો જ નહીં. આ દૃષ્યત બતાવે છે કે જેવી દૃષ્ટિહોય તેવી સૃષ્ટિ લાગે. આ ચિંતથી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ એ બેઉની દૃષ્ટિનો ફરક સમજી શકાય છે. સમ્યગદર્શની આત્મા સર્વ ગુણો જ જોશે અને તેની નજર ગુણોને શોધી લેશે. ત્યારે મિથ્યાષ્ટિને અવગુણ જોવામાં જ વધારે રસ હોય છે. સમ્યગૃષ્ટિની નજર દરેકના આત્મા ઉપર હોય છે. અને દરેક આત્મામાં કેવળ ગુણનો ભંડાર જ હોય છે. તેથી તેને સર્વે ગુણો જ દેખાય છે. મિથ્યાષ્ટિની નજર આત્મા કરતાં તેના પર્યાય ઉપર હોય છે અને તે પર્યાયમાં શું ખામી છે તે જ તેને જોવું ગમે છે. આમ, એક આત્માના ગુણોને જોતો જોતો આધ્યાત્મિક જગતમાં આગળ વધે છે. અને બીજો આત્માના પર્યાયોમાં ફસાઈ સંસારના ચક્રમાં જ ફરતો રહે છે. આમ, માત્ર દૃષ્ટિ ફરકમાં આત્માનાં પરિણામોમાં જમીન આસમાન જેટલું અંતર થઈ જાય છે. તેમના આચારોમાં પણ અંતર આવી જાય છે. સૂર્ય એક પ્રકાશમાન કેન્દ્ર છે. તેની ચારેબાજુ અનેક ગ્રહો અને ઉપગ્રહો ચક્કર લગાવે છે. આ જ સૂર્ય બધા જ ગ્રહો અને ઉપગ્રહોને પ્રકાશ આપે છે. એમ સમ્યગદર્શન પણ એક પ્રકાશમય ગુણ છે. અહિંસા, સત્ય, વ્રત, તપ, નિયમ, દાન જેવા ગુણો આ પ્રકાશમય સમ્યગદર્શનને કેન્દ્ર માનીને તેના આજુબાજુ રહે છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન-સૂર્યનો પ્રકાશ મળતો રહે છે ત્યાં સુધી બધા ગુણો શુદ્ધ અને નિર્મળ રહે છે. અને જેવો સમ્યગદર્શન-સૂર્યનો પ્રકાશ બંધ થઈ જાય છે તો આ બધા જ અવગુણ અને અશુદ્ધ થઈ જાય છે. તેની અંદર વિકૃતતા અને વિષમતા આવી જાય છે. સમ્યગદર્શન એ આત્માનો ગુણ છે. અને તે પ્રકાશમય છે. જેમ અંધકારમાં આપણું-પરાયું, ચોર-શાહુકારનો ભેદ થઈ શકતો નથી તે જ પ્રકારે સમ્યગદર્શન વિના આપણું (આત્મા) પરાયું (શરીર, ધન આદિ પર દ્રવ્ય)નું જ્ઞાન થતું નથી. સમ્યકત્વરૂપી સૂર્યમાં (જીવન-કળામાં) આત્માને નીરખવાની તેના હિત-અહિત, હેય-ઉપાદેયની સાચી સમજ આપવાની શક્તિ હોય છે. આજ રીતે પંચાધ્યાયી અને લાટી સંહિતામાં સમ્યગ્રદર્શનને સૂર્યની ઉપમા આપતા કહ્યું છે કે સમકિત ૨ ૨૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ "तत्रोल्लेखस्तमोनाशे तमोडरेरिव रश्मिभिः । दिश: प्रसाद (प्रसत्ति) मासेदुः सर्वतो विमलाशयाः ॥ दृङ्ः मोहोपशमे सम्यग्द्रष्टैरुल्लेख एव सः । शुद्धत्वं सर्वदेशेषु त्रिधाबन्धापहारियत् ॥" - સમ્યગ્દર્શન; (પાનું ૨૩૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) જેમ સૂર્યની કિરણોથી અંધકાર નાશ પામે છે અને ચારે દિશાઓમાં નિર્મળ પ્રસન્નતા આવી જાય છે. એ જ રીતે દર્શનમોહનીયરૂપી અંધકારને ઉપશમ કરવાનું કાર્ય સમ્યગ્દર્શનરૂપી સૂર્ય કરે છે. કારણ કે સમ્યક્ત્વનો સૂર્યોદય થતાં દર્શનમોહાન્ધકાર હટી જાય છે અને આત્મામાં સમસ્ત પ્રદેશોના ત્રણ પ્રકારના બંધ (દ્રવ્ય-બંધ, ભાવ-બંધન અને નોકર્મબંધને (ફળ-વિપાક)) ને નાશ કરવાવાળી નિર્મળતા-શુદ્ધતા-પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. સભ્યષ્ટિ એક જીવનદૃષ્ટિછે. મનુષ્યની જેવી જીવનદૃષ્ટિ હોય, તેવું તેનું જીવન-નિર્માણ થાય છે. ગીતામાં બતાવ્યું છે. ‘શ્રદ્ધામયોઙયં પુરુષ: યન્ત સ વ સઃ ।''ભગવદ્ગીતા ૧૭-૩ શ્રીમદ ભાગવદ્ગીતા; ગાથા ૧૭.૩ (પાનું ૨૪૬, લેખકઃ વ્યાસમુનિ, પ્રકાશકઃ ગીતા પ્રેસ, ગોરખપુર, (ઉ.પ્ર.), ૧૩મું સંસ્કરણ, વર્ષ અજાણ) 44 વ્યક્તિ શ્રદ્ધામય હોય છે. જેવી એની શ્રદ્ધા હોય છે તે એવો જ બની જાય છે. દૃષ્ટિના અંતરથી આચારમાં પણ અંતર થઈ જાય છે. પ્રત્યેક વ્યક્તિની જીવનષ્ટિના અનુસાર તેનું ચારિત્ર બની જાય છે. અને પછી એ જ પ્રમાણે તેના જીવનનું નિર્માણ થાય છે. આમ સમ્યક્ત્વને પામેલા આત્માનો પુરુષાર્થ ચારિત્રમોહનીયાદિને ભેદવાના લક્ષ્યવાળો જ હોય છે, અને જ્યાં સુધી સમ્યક્ત્વનું પરિણામ નિર્મળ હોય ત્યાં સુધી એનું લક્ષ્ય તો એ જ હોય છે. આ કારણે ચારિત્ર મોહનિયાદિના ઉદયને પણ એવા વિરાગભાવે ભોગવી લે છે કે જેથી ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિ સુલભ બનતા જાય છે. સભ્યષ્ટિ એ સુખ, શાંતિ અને આનંદની જન્મભૂમિ છે. સમ્યગ્દષ્ટિ એક કળા છે તે ભૌતિક કળા નથી પણ આધ્યાત્મિક કળા છે. આત્માના શ્રેષ્ઠ ગુણોના વિકાસ માટે આ કળાની જરૂર છે. દરેક વસ્તુ પોતાની મેળે ગમે તેવી સારી હોય પણ ૨૨૨ સમકિત Page #238 -------------------------------------------------------------------------- ________________ તેને કળાપૂર્વક બરાબર ઢંગથી સજાવવામાં આવે તો તેનું મૂલ્ય વધી જાય છે. અહિંસા, સત્ય, ક્ષમા, દયા, શીલ, સંતોષ આદિ ગુણ પોતે ખૂબ જ સારા છે, પણ સમ્યગ્ગદર્શનના સ્પર્શથી આ બધા ગુણો ઉપર શ્રદ્ધા, નિષ્ઠા, લગન, રુચિ અને લક્ષ્ય મજબૂત થાય છે. જેનાથી આ ગુણોનું મહત્ત્વ વધી જાય છે. અને આ ગુણોમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ જેવા કુવિચારો ઘૂસી શકતા નથી. ગુણો શુદ્ધરૂપમાં રહે છે. આની સાથે આલોકની અને પરલોકની કામનાઓ, ઈચ્છાઓ અને અપેક્ષાઓ તે આત્માને રહેતી નથી. નાટકના રંગમંચ ઉપર અનેક દ્રશ્યો આવે છે. કોઈની હાર થાય છે કે કોઈની જીત પણ પ્રેક્ષકો ઉપર તેની કંઈ અસર થતી નથી. આ રીતે સમ્યગ્રષ્ટિપણ પોતાને સંસારરૂપી નાટકશાળાના રંગમંચ ઉપર પોતાને પ્રેક્ષક સમજે છે. સંસારના રંગમંચ ઉપર અનેક અનુકૂળ કે પ્રતિકૂળ દૃશ્ય આવે છે. પરંતુ સમ્યગ્દષ્ટિરૂપી પ્રેક્ષક આ દ્રશ્યોને જોઈ ન તો હર્ષ કરે છે કે ન તો શોક કરે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ સંસારના દરેક પદાર્થોને તેના અસલી રૂપમાં જાણીને હેયને છોડવા યોગ્ય, શેયને જાણવા યોગ્ય અને ઉપાદેયને આચરવા યોગ્ય માને છે. સમ્યગ્રદર્શન એમ જોઈએ તો અંજન જેવું છે. જો તેને નેત્રમાં આંજવામાં આવે તો અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. દિવ્યનેત્રો ખૂલી જાય છે. એ ખૂલી ગયેલી દૃષ્ટિથી વ્યક્તિ પોતાના નિજ-ગુણોને બરાબર જોઈ સમજી શકે છે. અને પછી તે ગુણોને વિકસિત કરી શકે છે. મિથ્યાત્વ એક ભયંકર રોગ છે. તેને તમે ગમે તેટલું આધ્યાત્મિક જ્ઞાન આપો, ગમે તેટલી ત્યાગ-વૈરાગ્યની પ્રેરણા આપો, તપ અને નિયમનો ગમે તેટલો ઉત્કૃષ્ટ ઉપદેશ આપો પણ તે આત્મા આ બધાથી વિપરીત જ રહે છે. જેને આ રોગ લાગી જાય છે તે ગમે તેટલું ચારિત્ર પાલન કરી લે પણ ભવભ્રમણનો રોગ મટાડી શકતો નથી. એ ભવભ્રમણના રોગ મટાડવાની એક માત્ર દવા તે સમ્યગ્ગદર્શન છે. જેના પ્રાપ્તિથી પૂર્વે પ્રાપ્ત કરેલું જ્ઞાન અને ચારિત્ર તે સમ્યગૂ થાય છે. તે રસાયણનું કામ કરે છે. અને પછી જ્ઞાન અને ચારિત્રએ બંનેને સમ્યમ્ બનાવી મોક્ષ પામી શકે છે. સમ્યગ્દર્શન તે ચેતનાનો ધર્મ છે. આત્માનો ધર્મ છે. એ શરીર કે ભૌતિક વસ્તુઓનો ધર્મ નથી. વ્યક્તિ જાણે કોઈ પણ દેશ, જાતિ, વર્ણ, વર્ગ, પંથ કે સંપ્રદાયનો હોય પણ સમ્યગ્રદર્શનનું હોવું કે ન હોવું એની સાથે એને કોઈ સંબંધ નથી. સમ્યગ્ગદર્શન માટે આત્મા પર વિશ્વાસ, આત્મશક્તિ અને આત્માનો સ્વભાવ, સ્વગુણ અને સ્વરૂપ ઉપર દઢ શ્રદ્ધા જરૂરી છે. બીજી વાત એ છે કે સમ્યગ્રદર્શન કોઈને વારસામાં મળતું નથી. જેમ પિતાની સંપત્તિ દીકરાને સમકિત ૨ ૨૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ મળે તેમ સમ્યગ્દર્શનને પિતા વારસામાં આપી શકતા નથી. ડૉક્ટરના છોકરાને ડૉક્ટર બનવા પોતે ભણવું પડે છે. તેમ કોઈ સમ્યગ્દષ્ટિના છોકરાને પણ સમ્યગૃષ્ટિ બનવા પોતાનો પુરુષાર્થ કરવો પડે છે. સમ્યગદર્શન તે પૈસાથી ખરીદવાની વસ્તુ નથી. આ તો અંતરનાં પરિણામોથી પામવાની વસ્તુ છે. સમ્યગદર્શન તે આત્માનો પરમ મિત્ર છે. મિત્રનો અર્થ “સહાયક” છે. જ્યારે આત્માને કલ્યાણમાર્ગ ઉપર ચાલવાની જીજ્ઞાસા થાય છે ત્યારે સર્વપ્રથમ આત્મવિશ્વાસ જગાવવામાં સમ્યગદર્શન સહાયક બને છે. સમ્યગદર્શનરૂપી મિત્રની એકવાર સહાયતા મળી જાય છે તો આત્માનો સંસાર સીમિત થઈ જાય છે. વધુમાં વધુ અર્ધપુલ પરાવર્તનકાળમાં એ આત્મા મોક્ષનો અધિકારી બને છે. સમ્યગદર્શનથી વધુ આત્માનો કોઈ મિત્ર નથી. આ મિત્ર આત્માને પાપ અને અહિતમાર્ગથી દૂર રાખે છે. આત્માને વિવેક અને શુદ્ધ દૃષ્ટિમાં લઈ જાય છે. આમ આત્માને હિતમાર્ગમાં પ્રવૃત્તિ અને અહિતમાર્ગમાં અપ્રવૃત્ત રાખવાથી સમ્યગ્ગદર્શન તે આત્માનો પરમ મિત્ર છે. આચાર્ય અમિતગતિએ સભ્યદર્શનને પરમ બંધુ અને પરમ મિત્ર બતાવતા કહ્યું છે કે – "दर्शनबन्धोर्न परोबन्धुर्दर्शनलाभान्न परोलाभः । दर्शनमित्रान्न परं मित्रं, दर्शन सौख्यान्न परं सौख्यम् ॥" - અમિતગતિ શ્રાવકચાર; ગાથા ૨.૮૫ (પાનું ૪૨, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫) અર્થ-સમ્યગદર્શનરૂપી બંધુથી વધીને કોઈ બંધુ નથી. સમ્યગ્દર્શનના લાભથી કોઈ વધારે લાભ નથી. સમ્યગદર્શનરૂપી મિત્રથી વધીને કોઈ પરમ મિત્ર નથી અને સમ્યગ્ગદર્શનના સુખથી વધારે કોઈ સુખ નથી. સમ્યગદર્શનની એક ખાસ વિશેષતા છે-કે આત્માને પોતાની ઉન્નતિ કર્મક્ષય માટે જ કરાવે છે. આત્માને પોતાના પુણ્યના પ્રભાવથી ભલે દેવગતિનો વૈભવ અને સુખ મળે. ભલે ઉચ્ચ પદવી પણ મળે. પણ સમ્યગૃષ્ટિ આ બધી કામનાઓને લઈને પુરુષાર્થ કરતો નથી. એ તો સમ્યકત્વ પ્રાપ્તિથી દરેક પદાર્થ પ્રત્યે રાગાદિ વિકારોથી બચવાનો પ્રયત્ન કરે છે. તે આલોક અને પરલોક બંને પ્રકારની ઉન્નતિ માટે નિખાલસ પણે પ્રયત્ન કરે છે. જેનાથી નિર્જરા અને કર્મક્ષય જ થાય છે. ૨૨૪ સમકિત Page #240 -------------------------------------------------------------------------- ________________ ઉપાસક અધ્યયન (કલ્પ ૨)માં બતાવ્યું છે કે "महात्मागण सम्यकत्व को ही समस्त ऐहिक, पारलौकिक उन्नति वा मोक्ष का प्रथम कारण बताते है ।" । - સમ્યગદર્શન; (પાનું ૧૧૯, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧). મનુષ્ય આજે ઘણી સમસ્યાઓમાં ફસાયેલો છે. પરિવારથી લઈને વિશ્વની અનેક સમસ્યા તેને રોજ સતાવે છે. તે આ બધી સમસ્યાનું સમાધાન બહાર શોધે છે. ઘણીવાર બહારથી તો સમસ્યાઓ જાણે હલ થઈ હોય તેમ લાગે છે. પણ મોટાભાગની સમસ્યાઓ ત્યાંની ત્યાં જ ઊભી હોય છે. પુણ્ય જ્યારે પ્રબળ ન હોય અને પાંગળું હોય ત્યારે ગમે તેવી મહેનત કરે તો પણ સમસ્યાઓ ઊભી જ રહે છે. સમ્યગદર્શની આ બધી સમસ્યાઓના મૂળમાં જાય છે, જે કર્મોની નિર્જરા તરફ જ તેનું લક્ષ્ય હોય છે. તે સમસ્યાઓના નિમિત્ત તરફ ન જોતા તેના ઉપાદાન તરફ જ ધ્યાન રાખે છે. અને ઉપાદાનને જ શુદ્ધ કરવાની મહેનત કરે છે. આનાથી સમસ્યા તેની જાતે જ હલ થઈ જાય છે. આ વાત એક દૃષ્યતથી સમજીએ એક મોટા વ્યાપારી કુટુંબમાં પિતા અને પુત્રને મોટો મતભેદ હતો. પિતા બહુ સાહસ કરતા નહીં. અને પુત્રને ધંધો વધારવા મોટું સાહસ કરવું તે જ જરૂરી લાગતું. આ વાતને લઈને રોજ બંને જણ ખૂબ દલીલો કરતા. ક્યારેક વાતાવરણ ઉગ્ર બને અને કલહ થતો. પુત્ર પિતાનું બે દિવસ સાંભળે અને પછી પાછો પોતાના મતને જ સાચો માનતો. આ કલેશથી ઘરે પણ વાતાવરણ બગડતું. પુત્ર કોઈપણ હિસાબે માને તેવું પિતાને લાગતું નહોતું. આ સમસ્યાનો ગંભીર વિચાર કરતા પિતા સમસ્યાના મૂળમાં ગયા. પુત્રના ઉપાદાન, યોગ્યતા, સ્વભાવ બરાબર તપાસતા એમ નિર્ણય કર્યો કે હવે આ માનશે નહીં. એની જીદ પૂરી નહીં થાય ત્યાં સુધી આ કલેશવાળું વાતાવરણ ટળવાનું નથી. આ નિર્ણયથી તેમણે પુત્રને ધંધામાં મર્યાદિત સાહસ કરવાની છૂટ આપી. તેમને આ નિર્ણયમાં બે ફાયદા દેખાયા. એક કે જો પુત્ર સાહસમાં સફળ થશે તો ધંધામાં લાભ થશે. અને બીજું જો નિષ્ફળ જશે તો થોડા નુકશાનમાં કાયમ માટે ચૂપ થઈ જશે. પાછળ આધાર તરીકે તો હું છું જ ને. આ રીતે પિતા સમસ્યાના મૂળમાં જઈ અને તેનો નિકાલ કર્યો. હવે આના બદલે જો પિતા પોતાનું વર્ચસ્વ બતાવીને છોકરાને કાયમ દબાયેલો રાખત તો આ સમસ્યા કાયમ ઊભી જ રહેત. અને દર બે દિવસે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેત. વર્ચસ્વ બતાવીને સમસ્યાનો સમકિત ૨ ૨૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ નિકાલ કરવો તે મિથ્યાદષ્ટિની વિચારધારા થઈ. અને પરિસ્થિતિ જોઈને સમસ્યાના મૂળમાં જઈ કાયમ માટે નિકાલ કરવો તે સમ્યગ્દષ્ટિની વિચારધારા થઈ, આ દૃષ્ટાંતથી એ સમજવું કે નિમિત્તને (પુત્રના સ્વભાવને) છોડીને પિતા ઉપાદાન (પુત્રની યોગ્યતા) તરફ દષ્ટિ કરી આ સમસ્યાને ઉકેલે છે. સંસારને વધારવામાં જૂના કર્મોનો ઉદય ખૂબ મોટો ભાગ ભજવે છે. તેના ઉદયથી જે પરિસ્થિ તિ ઉત્પન્ન થાય છે તે પરિસ્થિતિ પાછળ સામાન્ય મનુષ્ય રાગ-દ્વેષ દ્વારા એટલા નવાં કર્મોને બાંધે છે, કે પાછા આગળ જતાં તે ભોગવવા પડે છે. આમ, ચક્ર ચાલ્યા કરે છે. સમ્યગ્દષ્ટિ આ જોઈને સમજીને પરિસ્થિતિનો આવી રીતે નિકાલ કરે છે કે જૂનાં ખપાવવામાં નવાં બાંધતો નથી. અને આ જ કારણે સમ્યગ્દર્શનને આલોક અને પરલોકનો અભ્યુદય અને મોક્ષનું પ્રથમ કારણ બતાવ્યું છે. આજ કારણના હિસાબે આચાર્ય અમિતગતિએ સભ્યષ્ટિના ભાગ્યની પ્રશંસા કરતાં કહ્યું છે કે " सुदर्शनं यस्य स ना सुभाजनः, सुदर्शनं यस्य स सिद्धिभाजनः । सुदर्शनं यस्य स धीविभूषितः, सुदर्शनं यस्य स शीलविभूषितः ॥" અમિતગતિ શ્રાવકચાર; ગાથા ૩.૮૨ (લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫) - જેની પાસે સમ્યગ્દર્શન છે, એ મનુષ્ય ઉત્તમ પાત્ર છે. એ જ સિદ્ધિપદનો અધિકારી છે. સમ્યગ્દર્શન સમ્પન્ન મનુષ્ય બુદ્ધિથી સુશોભિત છે. અને શીલથી વિભૂષિત છે. આમ, જેની પાસે સમ્યગ્દર્શનરૂપી જીવનકળા છે એ સંસારમાં, આલોકમાં, પરલોકમાં સર્વત્ર સુખ, આનંદ અને પરમ શાંતિથી જીવે છે. ૨૨૬ સમકિત Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૨ સમ્યગદર્શનની અસર અને તેનાથી થતું પરિવર્તન સમ્યગદર્શનની પ્રાપ્તિ થવી એ કથન એક વ્યવહારિક રીતે કહેવામાં આવે છે. હકીકતમાં તો આત્માના અનંત ગુણોમાંથી દર્શન નામનો એક પ્રધાન ગુણનો અનુભવ આત્માને અંદરથી જ થાય છે. જે અંદર છે તે બહાર આવ્યું, જે દબાયેલું છે તે બહાર નીકળ્યું. એ દૃષ્ટિથી જોઈએ તો કર્મના ભારથી આત્માની અંદર અંધકારમાં રહેલો દર્શન નામનો ગુણ પ્રકાશિત થઈ આત્માને સમ્યગ અનુભૂતિ કરાવે છે. અને આ ગુણના પ્રકાશની અસર તેના બાહા જીવનમાં પણ પડે છે. તેથી તેનામાં બાહ્યા પરિવર્તન આવે છે. અને આજ બાહૃા પરિવર્તન પુરવાર કરે છે કે આત્મામાં આંતરિક ફેરફાર થયા છે. અને તેને લીધે આપણે અનુમાન કરી શકીએ છીએ કે આત્મા સમ્યગદર્શન પામ્યો છે. નિશ્ચયથી તો ફક્ત કેવળી ગમ્ય જ હોય છે. આપણે વ્યવહારથી જ અનુમાન કરી શકીએ છીએ. સમ્યગ્દર્શનની અસર મનુષ્યના જીવનમાં દરેક ક્ષેત્રમાં પડે છે. પછી ભલે ને સામાજિક હોય, આર્થિક હોય, સાંસ્કૃતિક હોય કે રાજનૈતિક હોય. મિથ્યાદૃષ્ટિજીવ જ્યારે જ્યારે વિપત્તિ આવે છે. ત્યારે તે દેવ, ભાગ્ય, ભગવાન અને બીજા ઘણાં નિમિત્તોને કોસે છે. વિપત્તિનું મૂળ શું છે તે તરફ તેનું ધ્યાન હોતું નથી. જ્યારે સમ્યગ્દષ્ટિ વિપત્તિ સમયે દેવ, ભાગ્ય, ભગવાન કે બીજાં નિમિત્તોને નહીં કોસતા પોતાના ઉપાદાનને જુએ છે. પોતાનાં કરેલાં કર્મોનો વિચાર કરી દુઃખોને સમભાવપૂર્વક સહન કરવાનો પ્રયત્ન કરે છે. વિપત્તિ અને ભૂલ સુધારવાની કોશિશ કરે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરી નવા કર્મોમાં ફસાતો નથી, અને જો થઈ જાય તો ટૂંક સમય માટે જ તેમાં રહે છે. સમ્યગ્દર્શનની મહોર જે ધર્માચરણના પુરુષાર્થ પર લાગે છે. તે પુરુષાર્થ તેના પ્રભાવથી શુદ્ધ, મોક્ષાભિમુખ અને આત્માભિમુખ થઈ જાય છે. સમ્યગદર્શનનો આ પ્રભાવ છે કે તેનાથી અહિંસા, સત્ય, વ્રત, નિયમ, દાન, તપ, શીલ આદિ પુરુષાર્થ શુદ્ધ અને મુક્તિલક્ષી રહે છે. સમ્યગ્દર્શનની ઉપસ્થિતિમાં વિચારપ્રવાહ વીતરાગતા, નિષ્કામતા અને અનાસક્તિની તરફ વહે છે. ભૌતિક ફળની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે. આથી સમ્યગદર્શનના પ્રભાવથી દરેક પ્રવૃત્તિ શુદ્ધ થાય છે. સમ્યગદર્શન હંમેશા પરિણામ તરફ લક્ષ્ય રાખે છે. સમ્યગદર્શી ધર્મ ઓછો કરે તો તે ઓછો કરવા માટે નહિ, પણ ચોવીસે કલાક ધર્મ થઈ શકતો નથી, માટે તે ઓછો સમયધર્મ કરે છે. પણ ધર્મ કરવાની ભાવના તો તે ચોવીસે કલાક રાખે છે. અધર્મનું આચરણ કરતા સમયે સમકિત ૨૨૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ પણ ભાવના તો ધર્મની જ રાખે છે. નબળો છું માટે મારે આ કરવું પડે છે, પણ ક્યારે એ વખત આવે કે એક ક્ષણ પણ ધર્મ વિનાની જાય નહિ. આવી ભાવના તો હૈયામાં કાયમ જાગતી બેઠી હોય છે. ધર્મસ્થાનોમાં ધર્મ કરવાનો અને બહાર અધર્મ કરવામાં વાંધો નહિ આવી માન્યતા સમ્યગદર્શીની હોય નહિ, અધર્મ કરે પણ એ કરવા લાયક નથી, અને કરવા લાયક તો ધર્મ જ છે એમ માને. ભયંકર પાપક્રિયા કરતી વખતે પરિણામ અધર્મમય બની જાય નહિ તેવી મનોવૃત્તિ હોય છે સમ્યગ્દષ્ટિને અવિરતિનો ઉદય ગમે તેટલો જોરદાર હોય પણ સાથે મિથ્યાત્વનો ઉદય ન હોય તો એ અવિરતિના ઉદયથી સંસારમાં રહેવું પડે એ ખરાબ છે એમ તો થયા જ કરે. સંસારનું સુખ ભોગવવા જેવું છે એવું ક્યારે પણ લાગે નહિ. સમ્યગ્દષ્ટિ પાપ સેવનારો હોઈ શકે પણ ભાવથી પાપ ન હોય. સમજુ માણસ જે દેખીતો ખોટનો પણ વેપાર કરે તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પાપ પણ કરે પણ ન કરવું જોઈએ તે ભાવથી. આવા તત્ત્વજ્ઞાનને પામેલા આત્માને સંસારમાં રહેવું પડે તો એ રહે ખરો પણ તે સાવચેત થઈને રહે. તત્ત્વજ્ઞાનને પામેલા, કર્મોના ઉદયથી વિરતી ને ન પામી શકે એ બને પણ એનામાં વિરાગ તો જરૂર હોય. સમ્યગ્દષ્ટિ તે વીતરાગ પ્રભુની પહેલી અને પરમશક્તિ છે. આ શક્તિના પ્રભાવથી વીતરાગ પ્રભુ પોતાના જીવનમાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ આદિ શત્રુઓનો વિનાશ કરે છે. આજ પ્રભુની પરમ શક્તિનો આશ્રય લઈ સમ્યગદર્શન સંપન્ન વ્યક્તિ પોતાના આંતરિક શત્રુઓને જ્યાં ત્યાં ફરકવા દેતી નથી. આ શક્તિની ઉપાસના કરતો કરતો પોતાની આત્મશક્તિને વધારે છે અને તેનાથી પાપકર્મોનો વિનાશ કરી મુક્તિના તરફ પ્રસ્થાન કરે છે. સમ્યગૃષ્ટિનો પ્રભાવ સમજાવતા અનગાર ધર્મામૃતમાં પં. આશધરજી સ્પષ્ટ કહે છે કે – "परमपुरुषस्याद्या शक्तिः सुदृग वरिवस्यताम् । नरि शिवरमासाचीक्षां या प्रसीदति तन्वती । कृतपर पुर भ्रंशं क्लृप्तप्रभ्युदयं यया । सृजति नियतिः फलाभोक्त्रीकृत त्रिजगत्पति ॥" - અનગાર ધર્મામૃત; ગાથા ૨.૬૮ (પાનું ૧૬૩, લેખકઃ પંડિત આશધર, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૪૪) હે મુમુક્ષુઓ, પરમપુરુષ પરમાત્માની પરમ અને પ્રધાન શક્તિ સમ્યગૃષ્ટિની ઉપાસના કરો. જે મોક્ષલક્ષ્મીની ઈચ્છાને આગળ વધારતી, શંકાદિ દોષોથી રહિત હોવાથી પ્રસન્ન હોય છે. ૨૨૮ સમકિત Page #244 -------------------------------------------------------------------------- ________________ અને જેના પ્રભાવથી મિથ્યાત્વ દ્વારા પ્રાપ્ત થતા એકેન્દ્રિય આદિ ભવોને રોકી એવો અભ્યદય કરે છે કે તે ત્રણે લોકમાં ઉચ્ચ ભવો અને પદવીઓનો હકદાર થાય છે. સમ્યગ્રદર્શનનો પ્રભાવ એટલો સબળ છે કે સમ્યકત્વ ગ્રહણ પહેલાં જો આગલા ભવનો આયુષ્ય બંધ ન થયો હોય તો તે આત્મા નરક-તિર્યંચ આદિ દુર્ગતિમાં જતો નથી. અને સમ્યગદર્શનની હાજરીમાં જો બંધ કરે છે તો જૈન થોક પ્રમાણે થોક ૧૦ “ગુણસ્થાન” ૪થા ગુણસ્થાને પાનું નંબર-૧૩૭માં બતાવ્યું છે. તે સાત બોલમાં બંધ કરતો નથી. (૧) નરક (૨) ભવનપતિ (૩) વાણવ્યન્તર (૪) જ્યોતિષી (૫) તિર્યંચ (૬) સ્ત્રીવેદ (૭) નપુંસકવેદ આજ સમ્યગદર્શનનો પ્રભાવ બતાવતા પંચસંગ્રહમાં નીચે પ્રમાણેની ગાથા બતાવી છે. "छसु हेट्ठिमासु पुढविसु जोइसि-वण-भवण-सव्वइत्थीसुं । बारस मिच्छुववाए समाइट्ठी ण उववण्णा ॥" - સમ્યગ્ગદર્શન; (પાનું ૧૨૪, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થાત-સાતમાંથી નીચેના ૬ નરકો, જ્યોતિષીદેવ, ચંન્તરદેવ, ભવનપતિ, તિર્યંચાણી, મનુષ્યાણી, દેવી આમ બાર બોલમાં બંધ પડતો નથી. આ બોલોમાં મિથ્યાષ્ટિનો જન્મ તો પડે છે પણ સમ્યગ્રદર્શનના પ્રભાવથી સમ્યગદર્શન સમ્પન્ન આત્માનો જન્મ થતો નથી. આ છે સમ્યગદર્શનનો પ્રભાવ – સમ્યગ્દષ્ટિ આત્માએ સમ્યગદર્શન પામતાં પહેલાં આયુષ્ય બાંધી લીધું હોય અને એથી એ, નરકમાં હોય તો પણ ત્યાં એને જેટલું પોતાનું પાપ ડંખે છે તેટલું નરકનું દુઃખ ડંખતુ નથી. શરીરાદિના દુઃખ કરતાંય એને મનનું દુઃખ ઘણું હોય છે. "ज्योतिष्कव्यन्तरत्वं च कुदेवतां सर्वा स्त्रियम् । भावनत्वं न गच्छति, वाहनत्वं सुदृष्टयः ॥" - સમ્યગ્રદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) સમકિત ૨૨૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના પ્રભાવથી આત્મા ભવનવાસી, બૅન્તરદેવ અને જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતો નથી. તથા વૈમાનિક દેવોમાં પણ કિલ્વિષિક અને અભિયોગિક વગેરે નીચા દેવોમાં અને દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સ્ત્રીઓમાં પણ ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી સમ્યગ્દષ્ટિ સંપૂર્ણ વીતરાગ થતો નથી ત્યાં સુધી તેનામાં સમાજ, રાષ્ટ્ર, વિશ્વ, જાતિ, ધર્મ, સંઘ આદિ પ્રત્યે પ્રશસ્ત રાગ-સ્નેહ, કરુણા, મૈત્રીભાવ, વાત્સલ્ય, પ્રમોદ, મધ્યસ્થ આદિ શુભ રાગનાં પરિણામ રહેતા હોય છે. અને એ વાત પણ નિશ્ચિત છે કે આવા પ્રશસ્ત અને શુભરાગનાં પરિણામ એવા જ આત્મામાં હોઈ શકે કે જેણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અન સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય આ સાત પ્રકૃતિઓનો ક્ષયોપશમ કર્યો હોય. આવી સ્થિતિ સમ્યગદર્શન સમ્પન્ન આત્માને છમસ્થ અવસ્થામાં પુણ્યબંધનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય છે કે રાગ એ છોડવા યોગ્ય છે તો સમ્યગૃષ્ટિનો પ્રશસ્ત રાગ હોવો તે આધ્યાત્મિક રીતે યોગ્ય છે? એનો ઉત્તર એ છે કે સમ્યગદર્શનીનું મુખ્ય લક્ષ્ય વીતરાગતા જ છે. અને તેની યાત્રા મોક્ષમાર્ગ ઉપર જ હોય છે. પરંતુ જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગતા આવતી નથી ત્યાં સુધી તેણે પોતાના મનને ક્યાંક તો લગાવવું પડે છે. જો એ શુભ વિકલ્પોની તરફ રહેશે નહીં તો અશુભ વિકલ્પોની તરફ જતા પોતાનો સર્વનાશ કરશે. તેથી અશુભ રાગથી બચવા શુભ રાગ તરફ દૃષ્ટિ હોવી તે હિતકારક છે. શુભરાગથી સમ્યગ્દષ્ટિનું પુણ્ય પ્રબળ થાય છે. તેથી ન ચાહતા પણ તેને અનુકૂળ પરિસ્થિતિ સુખ, વૈભવ, પદ વગેરે મળે છે. અને તેના આધારે એની આધ્યાત્મિક યાત્રા વધારે ઝડપથી આગળ વધે છે. અને વિપત્તિને સંપત્તિમાં બદલી આપે છે. આ પરિસ્થિ તિને સમજાવતા અનગાર ધર્મામૃત અધ્યયન ૨ શ્લોક ૬૬-૬૭માં બતાવ્યું છે કે – વૃક્ષા: દલિતોપ ન્યતરવો પ્રવાપિ વિનામળિ:, पुण्याद् गौरपि कामधेनुरथवा तन्नास्ति नाभून्न वा । भाव्यं भव्यमिहांगिनां मृगयते यज्जातु तद भ्रूकुर्टि, सम्यग्दर्शनवेधसो यदि पदच्छायामुपार्च्छन्ति ते ॥ सिंहः फैरुरिभः स्तम्भोडग्निरुदकं भीष्मः फणी भूलता, पाथोधिः स्थलमन्दुको मणिसःश्चौरश्च दासौडजसा । तस्य स्याद् ग्रहशाकिनीगदरिपुप्रायाः पराश्चापदस्, ૨૩૦ સમકિત Page #246 -------------------------------------------------------------------------- ________________ तन्नाम्नाडपि वियन्ति यस्य वदते सद्दष्टिदेवी ह्यदि ॥" - અનગાર ધર્મામૃત અધ્યયન; ગાથા ૨.૬૬-૬૭ (પાનું ૧૬૨-૧૬ ૩, લેખકઃ પંડિત આશાધર, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૪૪) અર્થાત-જે આત્મા સમ્યગ્રદર્શનરૂપી બ્રહ્માનો આશ્રય લે છે તો તેના પુણ્યના ઉદયથી બાવળ જેવા કાંટાળા વૃક્ષ પણ કલ્પતરુ બની જાય છે. સામાન્ય પથ્થર પણ ચિંતામણિ રત્ન થઈ જાય છે. સાધારણ ગાય પણ કામધેનુ ગાય બની જાય છે. જે મહાન આત્માના હૃદયમાં સમ્યગ્દષ્ટિરૂપી દેવી છે. તેના માટે ભયંકર સિંહ પણ શિયાળના સમાન થઈ જાય છે. હાથી પણ સ્તંભની જેમ અચેતન થઈ જાય છે. આગ પાણી બની જાય છે. સર્પ પુષ્પમાળા બની જાય છે. સમુદ્ર સ્થળ થઈ જાય છે. સાંકળ મોતીની માળા બની જાય છે. ચોર તેનો દાસ બની જાય છે. વધારે શું કહેવું તે સમ્યગ્દષ્ટિરૂપી દેવીના પ્રભાવથી તેમના નામ માત્રના ઉચ્ચારણથી ગ્રહ, શાકિની (ભૂત-પ્રેત), વરાદિ રોગ અને શત્રુ આદિ વિકટ વિપત્તિઓ પણ નષ્ટ થઈ જાય છે. “રત્નકરંડકશ્રાવકાચારમાં” (૧-૩૯) બતાવ્યું છે કે "अमरासुरनरपतिभिर्यधरपतिभिश्च नूतरुपादाम्भोजाः । दृष्टया सुनिश्चितार्था वृषचक्रधरा भवन्तिलोकशरण्याः ॥" - રત્નકરંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩૯ (પાનું ૮૦, લેખકઃ આચાર્ય સમતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬, ૨જું સંસ્કરણ) સમ્યગદર્શન દ્વારા દરેક પદાર્થોનો યથાર્થ નિર્ણય કરનારો આત્મા અમરપતિ (દેવેન્દ્ર), અસુરપતિ (અસુરેન્દ્ર), નરપતિ (નરેન્દ્ર) તેમજ સંયમિઓના ગણના પતિ (ગણધર) દ્વારા જેના ચરણકમળ વંદાય છે અને દરેક આત્માઓને શરણ આપવામાં ઉત્કૃષ્ટ તથા ધર્મચક્રના ધારક એવા તીર્થંકર બને છે. તીર્થકર પદવી સંસારના દરેક વૈભવ, પુણ્ય અને સમૃદ્ધિનું પ્રતિક સર્વોત્કૃષ્ટ પદ છે. જે સમ્યગ્દર્શનના પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થઈ શકે છે. આના સિવાય તેના પ્રભાવથી મનુષ્યલોક, દેવલોકમાં પણ સુખ, વૈભવ, યશ આદિ પ્રાપ્ત થઈ શકે છે. આ વાતનો ઉલ્લેખ અન્ય ગ્રંથોમાં બતાવ્યો છે. "ओजस्तेजो विद्यावीर्ययशोवृद्धि विजयविभवसनाथाः । महाकुला महार्था मानवतिलका भवन्ति दर्शनपूता ॥" - રત્નકરંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩૬ (પાનું ૭૬, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬, ૨જું સંસ્કરણ) સમકિત ૨ ૩૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ "अमुत्रसारसम्यकत्व जात पुण्यफलाद् ध्रुवम् मनुजत्वे च जायन्ते खगादिनृपसेवितम् ॥" - સમ્યગદર્શન; (પાનું ૨૧૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧). "सम्यग्दर्शनशुद्धा नारकतिर्यङनपुंसकस्त्रीत्वानि दुष्कुल विकृताल्पायुर्दरिद्रतांच ब्रजन्ति नाडप्यवतिका ॥" - રત્નકરંડકશ્રાવકાચાર; ગાથા ૧.૩૫ (પાનું ૭૪, લેખકર આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬ રજું સંસ્કરણ) આનો અર્થ એ છે કે સમ્યગ્ગદર્શન સમ્પન્ન મનુષ્ય સમસ્ત મનુષ્યોમાં તિલકના જેમ જ, તેજ, વિદ્યા, વીર્ય, યશ આદિ ગુણો સહિત હોય છે. અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાર્ગના પુરુષાર્થનો સ્વામી હોય છે. પ્રશ્નોત્તર શ્રાવકાચાર પ્રમાણે જેની પાસે સમ્યગદર્શનરૂપી મહારત્ન હોય છે. તે ઉદ્યમ આદિ અનેક ગુણોથી સુશોભિત હોય છે. તેજસ્વી અને સ્વજ્ઞાન-વિજ્ઞાનમાં પારંગત, વજ ઋષભનારાચ સંઘયણવાળા, ચતુર, મહાબલી, અત્યંત ઉદાર, યશસ્વી અનેક લોકોને આશ્રય આપનારા ધન, વૈભવથી પરિપૂર્ણ, શત્રુઓને વશ કરનારા, ચાર પુરુષાર્થને યથાયોગ્ય પ્રાપ્ત કરવાવાળા અનેક પ્રકારના મહિમા સહિત, તેમ જ અત્યંત ધર્માત્મા હોય છે. સમ્યકત્વના પુણ્યના પ્રભાવનું ફળ ખૂબ જ પ્રબળ હોય છે. તેના ફળ સ્વરૂપે જીવ મનુષ્યભવમાં ઉત્પન્ન થાય તો તે ખૂબ જ ઊંચા કૂળમાં જન્મ લે છે. આના સિવાય એના પ્રભાવથી ચક્રવર્તી પદવી, એનાથી પણ વધીને ઉત્તમ વિદ્વાન માનવ તીર્થંકરની બધી વિભૂતિઓ પ્રાપ્ત કરે છે. અગર દેવ બને તો તે ઈન્દ્રની પદવી પ્રાપ્ત થાય છે. જેને સમસ્ત દેવો નમસ્કાર કરે છે. સમ્યગદર્શનના પ્રભાવથી નીચ કુળ, નીચ જાતિને છોડીને શ્રેષ્ઠ દેવ તથા મનુષ્ય બની અંતે મુક્તિલક્ષ્મીના સ્વામી બને છે. સમ્યગદર્શન એક એવી દિવ્યદૃષ્ટિ છે કે સત્યાસત્ય તથા હિતાહિતનો સાચો વિવેક કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનીની દૃષ્ટિએ સમ્યગ્રદર્શનની હાજરીમાં પશુ પણ દેવ છે. અને તેની ગેરહાજરીમાં દેવ પણ પશુ તુલ્ય છે. આ વાતનો ઉલ્લેખ “અંતર્નાદ”માં બતાવ્યો છે. ૨૩૨ સમકિત Page #248 -------------------------------------------------------------------------- ________________ “સખ્ય વન સપના: પશવોપ સુરા માતા: सम्यग्दर्शनहीनास्ते पशवो हि सुरा अपि ॥" - અંતર્નાદ (પાનું ૧, લેખકઃ ઉપાધ્યાય અમરમુનિ, પ્રકાશક: અમર ભારતી, વિરાયતન (બિહાર) ડિસેમ્બર ૧૯૮૬) જે આત્મા સમ્યગ્દર્શન સમ્પન્ન છે, તે શરીરથી ભલે પશુયોનિમાં હોય પણ અંતરમાં તત્ત્વના વિકાસની દૃષ્ટિથી તે દેવ તુલ્ય હોય છે અને જે સમ્યગદર્શન શૂન્ય છે તે શરીરથી ભલે દેવ હોય પણ અંદરથી પશુતુલ્ય છે. હકીકતમાં શરીરથી પશુ હોવાથી કોઈ પશુ નથી હોતો અને ન દેવ હોવાથી દેવ રહે છે. દેવનો અર્થ સમજીએ તો જે દિવ્યદૃષ્ટિસમ્પન્ન છે. આધ્યાત્મિક પ્રમાણે કેવળ સમ્યગદર્શન સમ્પન્ન આત્માને જ આ દૃષ્ટિ હોય છે. પછી ભલે તે પશુ હોય, મનુષ્ય હોય કે દેવ હોય. અને આ જ દૃષ્ટિ પશુને પણ દેવત્વ રૂપમાં પૂજ્યતા પ્રદાન કરે છે. સમ્યગ્દર્શન વિના ભોગોમાં તત્પર રહેવાવાળા સ્વર્ગના દેવો પણ આર્તધ્યાનમાં લીન રહીને સ્થાવર (અકેન્દ્રિય) જીવોમાં ઉત્પન્ન થાય છે. માટે નિઃસંદેહ સમ્યગદર્શન વગર પ્રાણી-પશુ જ છે. સમ્યગદર્શન એકવાર જેને પ્રાપ્ત થાય છે તો તેનો પ્રભાવ એવો હોય છે તે આત્મા ૬ નીચલાં નરકોમાં જતો નથી. ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષિક દેવોમાં તિર્યંચ અને સ્ત્રીપર્યાયમાં ઉત્પન્ન થતો નથી. જો આ વાત જ હોય તો શ્રેણિક મહારાજાને તો ક્ષાયિક સમ્યગદર્શન હતું તો પણ તેમનો આત્મા પહેલા નરકે કેવી રીતે ગયો? નંદ મણિયાર શ્રાવક હોવા છતાં પણ દેડકાના જીવમાં ઉત્પન્ન કેમ થયા? અને ભગવાન મલિનાથ તીર્થકર ભવમાં પણ સ્ત્રીપણે ઉત્પન્ન કેમ થયા? આ કઈ રીતે થઈ શકે? આનો જવાબ આવશ્યક નિર્યુક્તિની એક ગાથામાં બતાવ્યો છે. "सम्मदिटठी जीवो गच्छई नियमं विमाणवासिसु । जह न विगय सम्मत्तो, अह नवि बद्धाउयपुव्वं च ॥" - સમ્યગદર્શન; (પાનું ૧૩૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧). સમ્યદૃષ્ટિજીવ ચોક્કસ વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. માત્ર આયુષ્ય બંધ સમયે તે સમ્યકત્વ હોવું જોઈએ અને વાઈ ગયું ન હોય તો, અને આયુષ્યનો બંધ સમ્યકત્વ પ્રાપ્તિ પહેલા થયો ન હોય તો. સમકિત ૨૩૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ ઉપરના ત્રણે આત્માઓના દાખલામાં શ્રેણિક મહારાજાએ સમ્યક્ત્વ પ્રાપ્તિ પહેલા જ આયુષ્યનો બંધ કરી લીધો હતો. નંદ મણિયાર શ્રાવકવ્રતી હોવા છતાં પણ પૌષધવ્રતમાં પોતે બનાવેલી વાવડી ઉપર ખૂબ આસક્તિ કરી હતી. અને સમ્યકત્વનો ભંગ કર્યો હતો. અને ભગવાન મલ્લિનાથને પોતાના પૂર્વભવમાં પોતાના મિત્રો સાથે તપશ્ચર્યા કરતા સમયે થોડી માયાનું સેવન કરેલું. તેથી તેઓએ સ્ત્રી પર્યાયનો બંધ કર્યો હતો. અને તે બંધનો ઉદય તીર્થકરના ભાવમાં થવાથી સ્ત્રીવેદ પામ્યા હતા. જૈનધર્મ દીનહીન, તુચ્છ અને નીચ જાતિમાં રહેલા આત્મામાં પણ પવિત્ર પરમાત્મ જ્યોતિ (શુદ્ધ આત્મજ્યોતિ)ના દર્શન કરે છે. નિશ્ચયદૃષ્ટિના અનુસારે દરેક આત્મા મૂળ સ્વરૂપે શુદ્ધ જ હોય છે. એક પણ આત્મા એવો નથી કે પોતાના પ્રયાસ અને બળથી સમ્યગ્ગદર્શન પામ્યા પછી તેના પ્રભાવથી મહાન બન્યો ન હોય. ગીતામાં આ વાતને જ સમર્થન આપતા બતાવ્યું છે. "विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः॥" - શ્રીમદ્ ભગવદ્ગીતા; ગાથા ૫.૧૮ (પાનું ૯૮, લેખકઃ વ્યાસમુનિ, પ્રકાશકઃ ગીતા પ્રેસ, ગોરખપુર (ઉ.પ્ર.) વર્ષ વિ.સં. ૨૦૬૩, ૧૩મું સંસ્કરણ) અર્થાતઃ તત્વજ્ઞ વિદ્વાન વિદ્યાવિનયસંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને ચાંડાલના પ્રતિ સમદર્શી હોય છે. આત્મસ્વરૂપની દૃષ્ટિથી વિશ્વના દરેક આત્માઓ એકસરખા છે. પણ આધ્યાત્મિક રીતે જે આત્મા મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહના બંધનને તોડી દે છે અને સમ્યગ્દષ્ટિ પામે છે તે આત્માઓનો જીવનપ્રવાહ ઉર્ધ્વમુખી થઈ જાય છે અને જે આત્મા હજી મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહના અંધકારમાં જ ભટક્યા કરતા હોય છે તે આત્માઓનો જીવનપ્રવાહ અધોમુખી હોય છે. સમ્યગદર્શન સમ્પન્ન ચાંડાલ પણ દેવો દ્વારા પૂજનીય થઈ જાય છે. જ્યારે તેના રહિત સાધુ પણ દ્રવ્યસાધુ મનાય છે. આરાધના કથા કોષ (ખંડ ૧, કથા ૨૪)માં યમપાલ ચાંડાલની કથા આવે છે. દચંત-યમપાલ ચાંડાલ સર્વોષધિ મુનિના દર્શન કરીને સમ્યગદર્શન પામ્યો. આત્મસ્વરૂપનો બોધ લીધો અને ચતુર્દશીના દિવસે જીવહિંસા ન કરવાની બાધા લીધી. દરેક પ્રકારની બાધાઓમાં જીવો કેટલા મક્કમ છે તે કસોટી આવતાં જ ખબર પડે છે. યમપાલ ચાંડાલનો પણ કસોટીનો સમકિત ૨ ૩૪ Page #250 -------------------------------------------------------------------------- ________________ સમય આવ્યો. રાજા પાકશાસને ધર્મ નામના હિંસક પાપી શેઠને અપરાધ માટે ચૌદસના દિવસે શૂળી ઉપર ચડાવવાનો આદેશ આપ્યો. પરંતુ ચૌદસના હિસાબે વ્રત ભંગ ન થાય એટલે યમપાલ ચાંડાલે ફાંસી આપવાની ના પાડી. પોતાની આજ્ઞાનો ભંગ થવાથી રાજા કોપાયમાન થઈ ધર્મશેઠ અને યમપાલ ચાંડાલ એ બેઉને મગરમચ્છવાળા પાણીમાં નાખી દીધા. પાપી ધર્મશેઠને તો મગરમચ્છ તરત જ ગળી ગયો. પરંતુ સમ્યગ્દષ્ટિ તથા વ્રત રક્ષણના પ્રભાવથી યમપાલ ચાંડાલથી દેવો પ્રભાવિત થયા, પાણીમાંથી બહાર કાઢી એક સિંહાસન પર બેસાડ્યા પછી શુભજળથી અભિષેક કરી, રત્ન અને સુવર્ણ આદિથી ભક્તિપૂર્વક પૂજા કરી અન દિવ્ય વસ્ત્ર પહેરાવ્યાં, અને હાથ જોડી સ્તુતિ કરી. અહીં એ જ કહેવાયું કે, '' "मातंगो यमपालको गुणरतैदेवादिभिः पूजितः " આરાધના કથા કોષ, ગાથા ૧.૨૪.૩૧ સમ્યગ્દર્શન; (પાનું ૧૩૩, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થાત્ આ બધો આત્માનો દિવ્ય ગુણ સમ્યગ્દર્શનનો જ ચમત્કાર છે. જેના પ્રભાવે યમપાલ પોતાના વ્રતમાં દઢ રહ્યો, અને ગુણના ચાહક દેવોએ આવીને એને બચાવીને એના ગુણ ગાયા. સમ્યગ્દર્શન આત્માની વિશુદ્ધ દશા તરફ મનુષ્યનું લક્ષ્ય સ્થિર કરે છે. આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપને જાણી અને જોઈ શકે છે. એના સ્પર્શથી આત્માને એ વિશ્વાસ થઈ જાય છે કે આજે ભલે હું પાપદશામાં છું પણ એક દિવસ મુક્તદશા પ્રાપ્ત કરી શકીશ. અને આ જ વિશ્વાસ મનુષ્યને ધીરે ધીરે મુક્તિના માર્ગ ઉપર લઈ આવે છે. દાંત-રાજપ્રશ્નીય સૂત્રમાં રાજા પ્રદેશીના જીવનનું વર્ણન આપ્યું છે. આપણને જાણતા ખૂબ જ આશ્ચર્ય થાય કે એક સમયના રૌદ્ર પરદેશી રાજા એકદમ સૌમ્ય કેવી રીતે થઈ ગયા? એક સમય એવો હતો કે રાજાના હાથમાં તલવારથી નિર્દયતાથી પ્રાણીઓનો વધ જ થતો હતો. તે પશુઓ કે મનુષ્યો બંનેને ક્રૂરતાથી એવી રીતે મારતા હતા કે તેમના બંને હાથ લોહીથી રંગાયેલા જ રહેતા. તેમના ચીચીયારીઓની જરા પણ અસર એમને થતી નહીં. દયા અને કરુણા કોને કહેવાય તે એમને સ્વપ્નમાં પણ ખબર નહીં. આ રીતે તેમણે પોતાના જીવનમાં અગણિત જીવોને માર્યા હતા. એક દિવસ કેશીકુમાર સાધુના સંગતમાં આવી એમના જીવનની દશા જ આખી પલટાઈ ગઈ. ગુરુવર કેશીકુમારના સાંનિધ્યમાં તેમના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન થયું. ક્રૂરતા અને નિર્દયતાની પરાકાષ્ઠા પર પહોંચેલા રાજા પરદેશી દયા અને કરુણાના રસમાં એટલા ભીંજાઈ ગયા કે સ્વયં એમની રાણી સૂર્યકાન્તાએ ભોજનમાં તેમને ઝેર આપ્યું. સમકિત ૨૩૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ તેની ખબર પડવા છતાં પણ પોતે શાંત, સ્વસ્થ અને પ્રસન્ન રહ્યા. સમ્યગુદૃષ્ટિની ઉપલબ્ધિ વગર આત્મામાં કઈ રીતે આટલી શાંતિ, સમતા અને પ્રસન્નતા આવી શકે? તેમના ચહેરા ઉપર ક્રોધ કે દ્વેષની એક પણ રેખા દેખાઈ નહીં અને નહીં મનમાં વેરની ભાવના આવી. તેમનો આત્મા પહેલા મોહના અંધકારમાં પડ્યો હતો તે કેશીકુમાર શ્રમણના પાસે જ્ઞાન અને આત્માના શુદ્ધ સ્વરૂપની સમજણ પામી સમ્યગદર્શન પામ્યો અને આ જ સમ્યગદર્શનના પ્રતાપે તેઓ શાંતિ, સમતા અને પ્રસન્નતા જેવા ગુણોમાં સ્થિર થયા. આ ચમત્કાર સમ્યગદર્શનનો જ છે. જેના કારણે મોહમાયાના પ્રગાઢ અંધકારમાં ભટકતા પાપાત્માથી ધર્માત્મા બની શકાય છે. સમ્યગૃષ્ટિ અને સમ્યકબોધ પ્રાપ્ત કરી રાજા પરદેશીનું પૂર્વ પાપમય જીવન એકદમ બદલાઈ જાય છે. સમ્યગદર્શનના પ્રભાવથી આત્મા નવા કર્મો બાંધતો નથી. અને ઉપરથી જૂનાં બાંધેલાં કર્મોનો ક્ષય કરે છે. ચારિત્ર પાહુડમાં સમ્યગદૃષ્ટિની વિશેષતાનું વર્ણન કરતા કહ્યું છે કે – "संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमत्ताणं । समत्तमणुचरंता करंति दुक्खक्खयं धीरा ॥" - ચારિત્ર પાહુડ; ગાથા ૧૯, (પાનું ૬૮, લેખકઃ આચાર્ય કુંદકુંદ, શાંતીનગર જૈન સિદ્ધાંત પ્રકાશીની સંસ્થા, (શાંતિવીર નગર) મહાવીરજી, (રાજસ્થાન). વર્ષ વિ.સં. ૨૪૯૪) સમ્યત્વનું પાલન કરવાવાળા ધીર વીર યોગેશ્વર કર્મોની સંખ્યાત ગુણી નિર્જરા કરે છે અને ચારિત્રનું પાલન કરવાવાળા ધીર વીર યોગેશ્વર કર્મોની અસંખ્યાત ગુણી નિર્જરા કરે છે. આ નિર્જરા પછી દુઃખોનો ક્ષય કરે છે. સંખ્યાત ગુણી નિર્જરા સરસવના દાણા બરાબર છે. અને અસંખ્યાત ગુણી નિર્જરા મેરુ પર્વતના બરાબર છે. જૈનદર્શન કહે છે કે આત્મા પોતાની અજ્ઞાનદશા કે મોહાવસ્થામાં ભલે ગમે તેટલી ભયંકર ભૂલો કરે પણ સમ્યગ્ગદર્શનનો જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તે સમગ્ર અંધકારને છિન્ન ભિન્ન કરે છે. સમ્યગ્ગદર્શનથી આત્માને પોતાનામાં વિશ્વાસ થઈ જાય છે, અને તેને ગ્લાનિ કે આત્મહીનતા સમાપ્ત થઈ જાય છે. સાચા હૃદયથી પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત કરીને આત્માને શુદ્ધ બનાવે છે. આજ સમ્યગદર્શન તેને આશ્વાસન આપે છે કે. “હે આત્મા, તારી ભૂલો પર વિલાપ કરી અને રોઈને મનમાં દુઃખી થઈને કંઈ લાભ થવાનો નથી. તું તારી ભૂલોની કબૂલાત કરી પ્રાયશ્ચિત કર અને પોતાના શુદ્ધ સ્વરૂપને ઉપલબ્ધ કર અને એનામાં જ રમણ કર.” ૨૩૬ સમકિત Page #252 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન માટે દેવ, ગુરુ અને ધર્મના પ્રતિ શ્રદ્ધા અને દર્શન તો જરૂરી છે જ, પણ તે નિમિત્ત પૂરતા જ. મુખ્ય વસ્તુ છે “આત્મદર્શનથથ. જ્યારે પ્રાણીમાત્રના પ્રતિ વ્યક્તિની દૃષ્ટિ“સ્વ” થાય છે ત્યારે“સખસને મક્સિન છપ્પા ' પોતાના આત્માના સમાન છે કાયના જીવોને માને આ સૂત્ર અનુસાર જ્યારે વ્યક્તિની દૃષ્ટિ આત્મૌપજ્ય અથવા “ઝાત્મવત્ સર્વભૂતેષુ'' જેવી વૃત્તિ કે પ્રવૃત્તિ થઈ જાય ત્યારે સર્વનાં સુખ-દુઃખ તે મારાં સુખ-દુઃખ છે. એવી અનુભૂતિ કરે છે. આને જ “આત્મદષ્ટિ” અથવા આત્મદર્શન” કહેવાય છે. આ પ્રકારની આત્મદષ્ટિ જાગરણ થવાથી આત્માને બીજાની પીડા પોતાની પીડા લાગે છે. અને બીજાને દુઃખ પહોંચાડતો નથી. અને તે વૃત્તિ સમાપ્ત થઈ જાય છે. "तुमंसि नाम तं चेव जं हंतव्वं ति मनसि" તુ એ જ છે, જેને તુ મારવા માંગે છે. આ મંત્ર સમ્યગુદર્શનના આધારથી વ્યક્તિ હૃદયમાં સોનેરી અક્ષરથી લખી છે. આવી સ્થિ તિથી વ્યક્તિને કોઈ દુશ્મન રહેતો નથી અને કોઈ પરાયો રહેતો નથી. ભગવંતે કહ્યું છે કે “જે માથા' આત્મા સર્વના એક જ છે. આ જ અખંડ આત્માની સ્પષ્ટ દર્શનદૃષ્ટિ છે, અદ્વૈત-ભાવના છે. સમ્યગદર્શનનો જ ચમત્કાર છે કે વ્યક્તિ પ્રાણીમાત્ર પ્રતિ આત્મદષ્ટિ પામી જાય છે. આનાથી પાપની વૃત્તિ આપોઆપ અટકી જાય છે. સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા ચોથું ગુણસ્થાન છે. એના વગર આત્મા પાંચમા ગુણસ્થાનકે પહોંચી શકતો નથી. આનો અર્થ એ થાય છે કે જ્યાં સુધી સમ્યગ્ગદર્શન દ્વારા સત્ય, અસત્ય, હેય-ઉપાદેય અને હિતાહિતનો વિવેક જાગૃત થતો નથી ત્યાં સુધી અહિંસા સત્ય અને બ્રહ્મચર્યની સાધના પણ થઈ શકતી નથી. આત્માને વિભાજિત કરાવવાવાળું સંસારમાં કોઈ તત્ત્વ નથી. કોઈપણ દેહમાં, લિંગમાં, રંગમાં કે યોનિમાં આત્મા તેના અખંડ સ્વરૂપમાં જ વિરાજમાન છે. એક વ્યક્તિ ધર્માત્મા છે અને બીજી પાપી, એક મનુષ્ય છે બીજો પશુ, એક કાળો છે તો બીજો ગોરો-સમ્યગ્દષ્ટિ આ બધામાં ભેદ કરતો નથી. તે આત્મતત્ત્વની દૃષ્ટિથી બધાને જુએ છે. (નિશ્ચયનયની પારદર્શનની દૃષ્ટિથી) બધાને સમાન ગણે છે. આર્દકકુમાર, ચંડકૌશિક, નંદીષેણ, અર્જુન માળી, મેઘકુમાર આદિ અનેક મહાપુરુષો થઈ ગયા જે પ્રકાશ પામી વળી પાછા મોહનીય કર્મોદયવશ થઈ મિથ્યાત્વના અંધકારમાં ચાલ્યા ગયા. સમકિત ૨૩૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ પરંતુ ભગવાન મહાવીરે તેમના તરફ ન કરી ધૃણા કે ન તો તેમને ઠુકરાવ્યા, તેમણે ફરીથી પ્રતિબોધ કરીને તેઓ સર્વેના આત્માઓને જગાડ્યા. ફરીથી તેઓમાં આત્મસ્વરૂપની ચેતન્યદૃષ્ટિની જ્યોત ઝગમગી ઊઠી. સમ્યગ્દષ્ટિપણ આ પ્રકારે પતિત, ભ્રષ્ટ, પાપી અને દુરાચારી વ્યક્તિઓને જાણીને પણ તેમના તરફ ધૃણા કરતો નથી. અને તેને સંપૂર્ણ વિશ્વાસ હોય છે કે આ વ્યક્તિઓ ફરીથી સુધરી શકશે કારણ છેલ્લે તો તેને ખબર છે કે સર્વે આત્મા સમાન છે અને દરેકમાં પ્રભુત્વ છુપાયેલું છે. સમ્યગ્દષ્ટિની દૃઢ માન્યતા હોય છે કે કોઈપણ વ્યક્તિને પતિત કે નીચ કહે તો તે વ્યક્તિનું નહીં પણ તેના આત્માનું અપમાન છે. પરમાત્મા સમાન શુદ્ધ આત્માની ઉપેક્ષા છે. અવિનાશી આત્મા પ્રત્યે દઢ શ્રદ્ધા રાખે છે અને મનમાં અહિંસા, કરુણા અને દયાના વિચારો રૂરિત થતા હોય છે. સમ્યગૃષ્ટિ ચૈતન્યના મૂળ સ્વભાવને પકડે છે, જે ધ્રુવ સત્ય છે. એને એક અખંડ ચૈતન્યના દર્શન જ થાય છે. આત્મતત્ત્વ બધા સમાન છે, સુખ અને દુઃખની અનુભૂતિ પ્રત્યેક આત્માની સરખી છે. જ્ઞાન અને દર્શનની નિર્મળ જ્યોતિ પણ પ્રત્યેક આત્મામાં સરખી છે. પાણી-પાણી મૂળ એક જ છે, પરંતુ અમુક પ્રકારના તત્ત્વો ભેગા થવાથી તેના જુદાં જુદાં રૂપ બને છે તેમજ આત્મા-આત્મા પણ મૂળ સરખા જ છે, તેમાં કોઈ ભેદ નથી, અમુક કર્મોના ઉદયથી તે આત્માઓમાં ભેદ દેખાય છે. અને તેથી જુદા દેખાય છે. આમ, સમ્યગૃષ્ટિ બાહા ભેદના આધારથી આંતરિક ભેદને માનતા નથી. આચારાંગસૂત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે (શ્રુતસ્કંધ-૧, અ ૫, ૬) ર ક્ષિ, નીર્ભે, રત્નદિ, ન હાનિદે, ન સુદિક્ષ... ર થી, ન પુરશે" - આચારાંગ સૂત્ર; ગાથા પ.૬ (પાનું ૧૧૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯) આત્માની દૃષ્ટિથી સંસારના દરેક જીવ સમાન છે, સમરૂપ છે, સમચૈતન્ય છે. રંગભેદ, લિંગભેદ, વર્ણભેદ, આદિ સર્વે ભેદ માટીના છે, આત્માના નથી. કાળા, ગોરા, સ્ત્રી, પુરુષ, ગૃહસ્થ આ બધા મૂળ રૂપમાં આત્મા જ છે. સમ્યગ્ગદર્શન દ્વારા આ પ્રકારની શુદ્ધ આત્મદષ્ટિ વિકસિત થ વાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી વિકલ્પ બુદ્ધિ અથવા તો ભેદ બુદ્ધિ હશે ત્યાં સુધી મોક્ષ થશે નહીં. ૨૩૮ સમકિત Page #254 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિના જ્ઞાનચક્ષુ સમ્યગ્રદર્શનથી ખૂલી જાય છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ચાર ગતિ પણ આત્માના સ્વરૂપથી અલગ છે. તે ગતિઓ કર્મના ઉદયજનિત છે. અને તે બધી ગતિઓ વિનાશી છે. મારું સ્વરૂપ તો જ્ઞાતા-દષ્ટ છે અને અવિનાશી છે. આ પ્રકારનું ભેદવિજ્ઞાનનું ચિંતન સમ્યગ્દર્શનના પ્રભાવથી આવે છે. આમ સમ્યગદૃષ્ટિઆત્મા પરમાત્મ તત્ત્વના ગુણોને જાણી શકે છે અને વિશ્વાસપૂર્વક એના તરફ ગતિ કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આત્મવિશ્વાસ અને પોતાની આત્મશક્તિઓ ઉપર દઢ આસ્થા જ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. એના જ સહારે આગળ જ્ઞાન, ચારિત્ર અને તપની સાધના થઈ શકે છે. આ આત્મવિશ્વાસ જાગે છે સમ્યગ્ગદર્શનથી. આમ, આત્મ વિશ્વાસની જ્યોત ચમકવાથી સમ્યગ્દષ્ટિ બહાર કશે ભટકતો નથી, પુદગલો કે શરીરાદિ જડ પદાર્થો અને ઈન્દ્રિય-વિષયો, મન-કલ્પિત સંસારિક સુખ સુવિધાઓ ધન તેમજ ભૌતિક વસ્તુઓનો ગુલામ બનતો નથી. ભગવાન મહાવીરે પોતાનો અપકાર કરવાવાળા ગોશાલકજીના પ્રતિ પણ ગુણદૃષ્ટિ રાખી અને ગૌતમસ્વામીને કહ્યું છે કે “ગૌતમ, તું આના બાહા આવરણ અને રૂપને જોઈ રહ્યો છે, પણ તું એના આત્માને જો, એના આત્મામાં પણ એ જ શક્તિ છે જે મારા આત્મામાં છે. આ પણ એક દિવસ મારી જેમ શુદ્ધ, બુદ્ધ અને મુક્તિપદને પ્રાપ્ત કરશે. જે જ્યોતિ તને મારામાં દેખાય છે એજ જ્યોતિ ગોપાલકમાં પણ છે, પણ તે હમણાં સુષુપ્ત છે.” આમ, ભગવાને આપણને બોધ આપ્યો કે નામ-રૂપ અને ઉપરનું આવરણને ચીરીને અંદરની જ્યોતને જુઓ તો દરેક વ્યક્તિમાં ગુણ જ દેખાશે. સમ્યગૃષ્ટિથી ગુણાનુરાગ અને ગુણદર્શનની વૃત્તિ જાગૃત થઈ જાય છે. એ હંમેશા ગુણદૃષ્ટિથી જ મનુષ્યને દેખે છે. એટલે એને કોઈના પર રાગ કે દ્વેષ ભાવ થતો નથી. ઉપરથી સમ્યગ્દષ્ટિનું જોર સ્વભાવદૃષ્ટિ ઉપર હોય છે તેથી તેની દરેક પ્રવૃત્તિ નિર્જરાનું કારણ બને છે. કર્મયોગી શ્રીકૃષ્ણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા. એમની દૃષ્ટિથી દુર્ગુણોને ન દેખતા, સદા ગુણોને જ દેખતા. એકવાર એમની સવારી દ્વારિકા નગરીની વચ્ચેથી જઈ રહી હતી ત્યારે એક દેવે એમના સમ્યગ્રદર્શનની પરીક્ષા લેવા માટે એક સડી ગયેલા કૂતરાનું મૃત શરીર રસ્તામાં મૂક્યું. તે શરીરમાંથી અસહ્ય દુર્ગધ આવતી હતી. એમની સવારીની આગળ ચાલતા સૈન્ય અને અંગરક્ષકોથી આ અસહ્ય દુર્ગધ સહન ન થતાં નાક ઉપર કપડું લગાવી દીધું અને ચીડાઈને બબડતા આગળ વધ્યા. સમકિત ૨૩૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ જ્યારે શ્રીકૃષ્ણનો હાથી આ કૂતરાના મૃત શરીર પાસે આવ્યો ત્યારે એમણે આ નાશવંત મૃત શરીર જોતા વિચાર કરતા કહ્યું કે આ કૂતરાના દાંત કેટલા સફેદ અને સુંદર છે. બધા જ શ્રીકૃષ્ણની ગુણ-દર્શન વૃત્તિ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. એમના સમ્યગ્રદર્શનની પરીક્ષા કરવા આવેલ દેવ પણ પરીક્ષામાં શ્રીકૃષ્ણ સફળ થયેલા પામી એમની માફી માંગી. આમ સમ્યગદર્શની કોઈ પણ બૂરાઈમાં પણ ફક્ત સદ્ગણોને જ જુએ છે. સમ્યગદર્શની પણ સંઘર્ષ કરે છે. પણ તે વ્યક્તિ જોડે નહીં પણ તેની બૂરાઈ જોડે. ભગવાન મહાવીરનો બોધ છે કે “પાપથી ધૃણા કરો, પાપીથી નહીં.” ગાંધીજીએ પણ સ્વતંત્રતાની લડાઈ આ જ નીતિના આધાર ઉપર કરી. તેઓનું એમ જ કહેવું હતું કે મારે અંગ્રેજો જોડે કોઈ દ્વેષ નથી કે નથી ધૃણા. તેઓ પણ મારા મિત્ર સમાન જ છે. જરૂર પડતા હું તેમને પણ સહાયક બનીશ. મારો સંઘર્ષ અંગ્રેજોની ખોટી નીતિ સાથે છે, અને તેમના સિદ્ધાંતો સાથે છે. તેથી જ એમની લડાઈ સિદ્ધાંતોની હતી જેમાં કોઈ વ્યક્તિ પ્રત્યે ન રાગ કે ન Àષ હતો. અને સંઘર્ષ વ્યક્તિ સાથે નહીં પણ એની બૂરાઈ જોડે કરો એ સિદ્ધાંત પર તેઓ ટકી રહ્યા. અને અંતે વિજયી થયા આમ સમ્યગુદૃષ્ટિની ગુણગ્રાહી દૃષ્ટિની વિશેષતા હોય છે. આ દૃષ્ટિમાં સાચું તે મારું તેમ મનાય છે, અને મારું તે સાચુંનો હઠાગ્રહ નીકળી જાય છે. જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોનો એ કદાગ્રહ છે કે પોતાની માન્યતા, શાસ્ત્રો કે ગ્રંથોને જ સત્ય માને છે. જ્યારે ભગવાન મહાવીરના સમક્ષ એ પ્રશ્ન આવ્યો કે વિભિન્ન ધર્મશાસ્ત્રો અને માન્યતાઓમાં કઈ સાચી અને કઈ ખોટી? ત્યારે એમણે સમજાવતા એ જ કહ્યું કે શાસ્ત્રો અને માન્યતાનું સાચાપણું કે ખોટાપણું જોવા કરતા પહેલા વ્યક્તિની દૃષ્ટિને જુઓ. અગર વ્યક્તિની દૃષ્ટિ શુદ્ધ અને સમ્યગદર્શનથી અણુપ્રાણિત (રંગાયેલી) હોય, એને રાગ, દ્વેષ, માન, કષાય આદિ રંગોથી રંગાયેલી ન હોય. નિષ્પક્ષ, તટસ્થ અને ઉદાર હોય તો એને માટે કોઈ પણ શાસ્ત્ર કે માન્યતા તે સમ્યક રહે છે. અને અગર વ્યક્તિની દૃષ્ટિએ શુદ્ધ, કષાય, રાગ, દ્વેષના રંગોથી રંગાયેલી હોય છે, પક્ષપાતી, સ્વાર્થી અને અનુદાર હોય તો તેને માટે સમ્યક જણાતી માન્યતા કે શાસ્ત્રો પણ મિથ્યા જ છે. નંદીસૂત્ર પ્રકરણ (૮) ગાથા (૬) માં આ વાતની સાક્ષી છે. "एयाई मिच्छादिट्ठिस्स मिच्छत्तपरिग्गहियाई मिच्छासुयं, एयाइं चेव सम्मदिट्ठिस्स सम्मत्तपरिग्गहियाइं सम्मसुयं ।" ૨૪૦ સમકિત Page #256 -------------------------------------------------------------------------- ________________ - નંદીસૂત્ર; ગાથા ૮.૬ (પાનું ૨૧૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯) આ આચારાંગ આદિ સમ્યક્ કહેવાતા શાસ્ત્રો મિથ્યાદષ્ટિ માટે તો મિથ્યાત્વરૂપથી પરિગૃહિત હોવાના કારણે મિથ્યાશ્રુત થઈ જાય છે અને આ જ સમ્યક્ શાસ્ત્રો કે બીજા મિથ્યાશાસ્રો સમ્યગ્દષ્ટિ માટે સમ્યકરૂપથી પરિગૃહિત હોવાના કારણે સભ્યશ્રુત થઈ જાય છે. આ છે સમ્યગ્દર્શનનો પ્રભાવ. જે મિથ્યાશાસ્ત્રને પણ સમ્યક્ બનાવે છે. જરૂરિયાત એટલી છે કે મનમાં સચ્ચાઈ હોય, સ્વચ્છતા હોય, રાગાદિથી ભરેલી દૃષ્ટિ ન હોય, તો એના માટે સંસારનાં દરેક શાસ્ત્રો સાચાં છે, ઉપાદેય છે. અને આનો અભાવ હોય તો સમ્યક કહેવાતાં શાસ્ત્રો, સત્યાનુપ્રાણિત શ્રુત પણ મિથ્યા રહે છે. સમ્યગ્દર્શનના પ્રકાશથી આત્મા મિથ્યાશાસ્ત્રને વાંચતા કે સાંભળતા તેને સમ્યકરૂપ પરિણત કરી લે છે. અને મિથ્યાદષ્ટિ આત્મા સમ્યકશાસ્ત્રને વાંચતા કે સાંભળતા મિથ્યાત્વના અંધકારથી મિથ્યારૂપમાં પરિણત કરે છે. ભગવાન મહાવીરની વાણી જ્યાં ગૌતમસ્વામી કે સુધર્માસ્વામી માટે પ્રકાશદાયી કે સત્યદર્શીની હતી, ત્યાં ગોશાલકજી કે જમાલી માટે વિદ્વેષની કારણ બની. ભગવાનના વચન અને ઉપદેશ તો એક જ હતાં પરંતુ ગણધર ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીની દૃષ્ટિ તે શુદ્ધ અને સત્ય તરફ હતી. અને ગોશાલકજી અને જમાલીની દૃષ્ટિ રાગ-દ્વેષ અને અહંથી ભરેલી હતી. આ ઉદાહરણથી સ્પષ્ટ વાત થાય છે કે સમ્યગ્દર્શનનો પ્રભાવ દૃષ્ટિને સત્ય અને સાચો માર્ગ મેળવી આપે છે. સમ્યગ્દર્શનની હાજરીમાં નિર્મળ ચિત્તમાં અપૂર્વભાવની ઊર્મિઓ ઊછળે છે. ભલે તે બહું ઊંચું ઉડાન ન કરી શકે, પણ ચિત્તમાં શુદ્ધભાવોની ઊર્મિઓ ઊછળવાથી કર્મોની સહજ નિર્જરા થ તી રહે છે. ‘‘સંવર’’ પણ ચોકીદારની જેમ ચિત્તની દ્વાર ઉપર આવીને રહે છે. તે પણ શુભ કે અશુભ કર્મોને આત્મામાં પ્રવેશ કરવા નથી દેતો. આ પરિવર્તન સમ્યગ્દર્શનના પ્રભાવથી જ સંભવે છે. સમકિત ૨૪૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૩ સમ્યગદર્શનની પ્રધાનતા રત્નત્રય એટલે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યચ્ચારિત્ર. તેમાં સૌથી વધારે પ્રધાનતા છે સમ્યગદર્શનની તે વાત હવે આપણે જોઈશું. ઘણા માણસો મોટા મોટા શાસ્ત્રો કંઠસ્થ કરી લે છે. શાસ્ત્ર ઉપર સૂક્ષ્મ અભ્યાસ કરે છે. પ્રશ્નોના જવાબ પણ આપી શકે છે. જ્ઞાનની મોટી મોટી પદવી પણ તે મેળવી લે છે. પરંતુ તેમના આ જ્ઞાનની સાથે જો સમ્યગ્દર્શન નથી તો તેમનું જ્ઞાન, અજ્ઞાન છે. તેમની દૃષ્ટિ જો સ્વાર્થ પરાયણ છે, ભોગવાદી છે, કોઈ ને કોઈ પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની સંસારલક્ષી દૃષ્ટિ છે તો સમજવું કે તેમનું જ્ઞાન સમ્યજ્ઞાન નથી કેમ કે સમ્યગ્રદર્શનની ત્યાં ગેરહાજરી છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિ ઊંચાંચાં વ્રત-પચ્ચખ્ખાણ કરે છે. લાંબી લાંબી તપસ્યા કરે છે. પરંતુ સાથે દષ્ટિ સ્વર્ગનાં સુખો પ્રાપ્ત કરવાની છે. પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ અને વાહવાહ માટે કરે છે. તો તેનું ચારિત્ર પણ સમ્યક્યારિત્ર નથી થઈ શકતું કેમ કે વ્રત,નિયમ,તપથી ચારિત્ર શુદ્ધિની તેની દી નથી માટે. કહેવાનો ભાવ એ છે કે સમ્યગ્દર્શન ન હોય તો જ્ઞાન અને ચારિત્ર આત્માને મોક્ષે લઇ જઇ શકતા નથી તેમના ભવભ્રમણનો અંત લાવી શકતા નથી આ જ વાત.. ભટ્ટારક સકલકીર્તિએ શ્રાવકાચાર ગ્રંથમાં કરી છે. "दर्शद्धेन विनाज्ञानमज्ञानं कथ्यते बुधैः । चारित्रं च कुचारित्रं व्रतं पुंसा निरर्थकम् ॥ अधिष्ठानं भवेन्मूलं हादीनां यथा तथा । તપો-જ્ઞાન-ગ્રતાકીનાં વર્ણનં સૃથ્યને વિનૈઃ ” - સમ્યગ્રદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થ - શાસ્ત્રમાં સમ્યગ્દર્શનથી રહિત જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહ્યું છે અને ચારિત્ર ને દ્રવ્યચારિત્ર કહ્યાં છે. સમ્યગદર્શનના અભાવમાં વ્રત પણ નિરર્થક છે. જેવી રીતે મોટામોટા મહેલ અને મકાનનો આધાર તેનો પાયો છે. તેવી રીતે તપ, જ્ઞાન, વ્રત, ક્રિયા તે બધાનું મૂળ કે આધાર સમ્યગદર્શન છે તેવું જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ૨૪૨ સમકિત Page #258 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય આ છે કે વ્રત, તપ, જ્ઞાન વગરનું એકલું સમ્યગ્દર્શન સારું છે. પણ સમ્યગ્દર્શન વગરના વ્રત, તપ, જ્ઞાન સારાં નથી કેમ કે તે મિથ્યાત્વના વિષથી દૂષિત છે, ખરડાયેલાં છે. તત્ત્વજ્ઞાનિઓનું કહેવું છે કે મુનિ પાસે સમ્યગ્દર્શન સહિતનું વ્રત, તપ છે તો તે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ કોઈ મુનિ વ્રત, તપ આદિ કરી શકતા નથી, તેનાથી રહિત છે; પરંતુ જો તેમની પાસે સમ્યગ્દર્શનરૂપી રત્ન છે તો તે અવશ્ય ઇન્દ્રનું ઐશ્વર્ય અથવા તીર્થંકરની પદવી પ્રાપ્ત કરી લે છે. આ છે સમ્યગ્દર્શનનું મહત્વ. ભગવાન મહાવીરસ્વામીએ ઉત્તરાધ્યન સૂત્રમાં સમ્યગ્દર્શનની પ્રધાનતા નીચેની ગાથામાં બતાવી છે. જે આ પ્રમાણે છે. "नत्थि चरित्तं सम्मत्तविहूणं दंसणे उ भइयव्वं । समत्त - चरित्ताइं जुगवं पुव्वं च सम्मत्तं ॥ नादंसणिस्स नाणं नाणेण विणा ण हुंति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૮.૨૯-૩૦ (પાનું ૧૪૯-૧૫૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) અર્થ:- ચારિત્ર સમ્યક્ત્વ વગર હોઇ શક્યું નથી પરંતુ સમ્યક્ત્વ ચારિત્રના વિના હોઇ શકે છે. કોઈવાર બન્ને સાથે પણ હોઇ શકે છે. ચારિત્રના પહેલા સમ્યક્ત્વનું હોવું જરૂરી છે. હજી બીજી ગાથામાં વધારે સ્પષ્ટ કરતા બતાવે છે કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન એ જ્ઞાન નથી. જ્ઞાન વગર ચારિત્ર નથી, ચારિત્રગુણ વગર મોક્ષ(કર્મક્ષય) નથી અને મોક્ષ વગર નિર્વાણ (અનંત સચ્ચિદાનંદ) નથી. આ ગાથા ઉપરથી સમજાય છે કે સમ્યગ્દર્શન વગર જીવ આગળ વધી શક્તો નથી. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહ્યું છે કે... " प्राप्नुवन्ति शिवं शश्वच्चरणज्ञानविश्रुताः । अपि जीवा जगत्यस्मिन्न पुनर्दर्शनं विना ॥" - શાનાર્ણવ; ગાથા ૬.૫૮ (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શુભચંદ્ર, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, (અગાસ), વર્ષ ૧૯૮૧) સમકિત ૨૪૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ અર્થ:- આ જગતમાં જીવ પોતાના જ્ઞાન અને ચારિત્રથી પ્રસિદ્ધ છે. તે બન્નેની સાથે સમ્યગ્દર્શન નથી તો શાશ્વત મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. મોક્ષનું મૂળ કારણ સમ્યગ્દર્શન જ છે, ઉપાસક અધ્યયનમાં આ વાત બતાવી છે. " दृष्टिहीनः पुमानेति न यथा पदमीप्सितम् । दृष्टिहीनः पुमानेति न तथा पदमीप्सितम् ॥" ઉપાસકાધ્યયન સૂત્ર; ગાથા ૨૩૬ (પાનું ૧૧૬, લેખકઃ આચાર્ય સોમદેવસૂરિ, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, દિલ્હી, વર્ષ ૧૯૪૪) - અર્થ:- જેવી રીતે આંખો વગરનો માણસ ઇચ્છિત સ્થાને પહોંચી શકતો નથી તેવી રીતે સમ્યગ્દર્શન વગરનો માણસ મુક્તિ પદે પહોંચી શક્તો નથી સમ્યગ્દર્શન વગર જ્ઞાન સમ્યજ્ઞાન નથી તે વાત દૃષ્ટાંતથી સમજીએઃ રુચિ એક પ્રકારની ઈચ્છા છે. તે રાગવાળી પણ હોઈ શકે છે, અને માત્ર આ લોકનો લાભ જોવાવાળી પણ હોઈ શકે છે. માટે જ જે આત્મલક્ષી તત્ત્વરુચિ છે, તેને જ સમ્યગ્દર્શન કહ્યું છે. તે જ ચેતનાનું શુદ્ધ પરિણમન છે. રાગ રહિત છે તેને જ સાચી તત્ત્વરુચિ કહી શકાય છે. પરંતુ જે તત્ત્વરુચિ સંસારલક્ષી છે તેને સમ્યગ્દર્શન કહેવાય નહીં. આ જ વાત એક દૃષ્ટાંત દ્વારા સમજીએ. એક મહાન સંતની પાસે એક જૈન ભાઇ પ્રસિદ્ધ વિદ્વાન ફ્રાંસીસ ઓલીવર લુમ્બકને લઇ ગયા. તે મધુરભાષી, વિચારશીલ અને દર્શનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રના પંડિત હતા. સંસ્કૃત, પ્રાકૃત ભાષા ઉપર સારું પ્રભુત્વ હતું. વાતવાતમાં તે યથાપ્રસંગ, ઉત્તરાધ્યનસૂત્ર, આચારાંગસૂત્ર, ભગવતીસૂત્ર અને કલ્પસૂત્રનાં ઉદાહરણ રજૂ કરતા હતા. આ પ્રમાણે તે વિદેશી વિદ્વાનનું અધ્યયન ઘણું અને વધારે ઊંડું હતું. આટલા વિદ્વાન હોવા છતાં પણ હજી તત્ત્વરુચિ તેમને વધારે હતી. તે જ્યારે પ્રસંગ મળે ત્યારે તત્ત્વચર્ચા કરવામાં તલ્લીન બની જતા હતા. સંતે તે વિદ્વાનને પૂછ્યું, આપે પ્રાચીન આગમોનો અભ્યાસ કર્યો છે. જૈન ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો છે. સાથે અહિંસા એવં અનેકાન્ત પર પણ ગંભીર ચિંતન-મનન કર્યું છે. તો તો એ વાત નક્કી કે આપ માંસાહાર નહીં કરતા હોવ? ૨૪૪ સમકિત Page #260 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાને સહેજ હસીને કહ્યું કે ના મેં હજી માંસાહારનો ત્યાગ કર્યો નથી. સંતે ફરી બીજો પ્રશ્ન કર્યો.... તો આપે જૈન આગમોનો અભ્યાસ કયા ઉદ્દેશ્ય માટે કર્યો? તે બોલ્યા. મેં આ બધો જૈન આગમ, ધર્મ અને દર્શનનો અભ્યાસ એટલા માટે કર્યો કે હું જૈનદર્શનનો અધિકારી વિદ્વાન બની શકું. અને પોતાના દેશના વિદ્યાલયમાં એક સારા અધ્યાપકની પૂર્તિ કરી શકું. તે આશયથી આ બધો અભ્યાસ કર્યો છે.’ સંત આ વાત સાંભળીને અચંબામા પડી ગયા કે તે વિદ્વાનમાં કેટલી તત્ત્વજ્ઞાનની રૂચિ હતી. સૂક્ષ્મ તર્કબુદ્ધિથી અઘરા પ્રશ્નોના જવાબ આપી શકતા હતા, પરંતુ તે તત્ત્વરુચિ આત્મલક્ષી ન હતી, સંસારલક્ષી હતી. આ ટાંત આપણને એ સમજાવે છે કે સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન એ સમ્યજ્ઞાન નથી માત્ર માહિતીજ્ઞાન છે. એક આચાર્યએ આ વાત સારી કહી છે. I "शास्त्रावगाह परिघट्टनतत्परोपि, नैवा बुधः समभिगच्छति वस्तुतत्वम् | नानाप्रकार सभावगतापि दर्वी, स्वादं रसस्य सुचिरादपि नैव वेत्ति ॥ " સૂત્રકૃતાંગ.અ.૮.ટીકા અર્થઃ- શાસ્ત્રજ્ઞાનનો ઊંડો અભ્યાસ અને વ્યાખ્યા કરવામાં નિપુણ એવો કોઈ સમ્યગ્દર્શન વગરનો વ્યક્તિ વસ્તુતત્ત્વને એવી રીતે નથી જાણી શકતો કે જેવી રીતે અલગ અલગ કેટલાય સ્વાદિષ્ટ રસમાં રહેલી કડછી (ચમચ)... કેટલી માર્મિક વાત આચાર્યએ આ ગાથામાં બતાવી છે. માટે જ્ઞાન હોવું એ એક વાત છે અને તેના ઉપર અધ્યાત્મ ભાવાત્મક શ્રદ્ધા અથવા આત્મલક્ષી તત્ત્વરુચિ હોવી તે અલગ વાત છે. માત્ર સન્માન મેળવવા, ધન કમાવા, વિદ્વત્તાની ધાક જમાવવા અથવા પાંડિત્યનું પ્રદર્શન કરવા માટે મેળવેલું સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન આત્મકલ્યાણકારી થઈ શકતું નથી. તેવી તત્ત્વરુચિ તો આ લોકના રાગવાળી અને લોભકષાયવાળી છે. તેનાથી આત્માનો વિકાસ કેવી રીતે થઈ શકે? માટે જ પૂજ્ય આચાર્ય અમૃતચન્દ્રજીએ સૌથી પહેલા સમ્યગ્દર્શનને ગ્રહણ કરવા પર ભાર મૂકયો છે. “तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन । तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चारित्रं च ॥" પુરુષાર્થસિદ્ધિઉપાય, ગાથા ૨૧ (પાનું ૯૭, લેખકઃ આચાર્ય અમૃતચંદ્રજી, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, (ઝવેરી બજાર) મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૦૦) સમકિત ૨૪૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ અર્થ - રત્નત્રયમાં સૌથી પહેલા સમગ્ર પ્રયત્ન સમ્યગ્રદર્શનને મેળવવા કરવો જોઈએ. કેમ કે સમ્યગદર્શનના હોવા પર જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક થાય છે. આ થઈ સમ્યગદર્શનની મહત્તા. સમ્યગદર્શનના અભાવમાં દાન, વ્રત, તપ વગેરેનું અલ્પફળઃ સમ્યગ્ગદર્શન વગર દાન, વ્રત, તપ કરવામાં આવે તો ઓછું ફળ મળે છે. કેમ કે લક્ષ્યશુદ્ધિ તથા આશયશુદ્ધિ નથી માટે જ્યારે સમ્યગ્ગદર્શન સહિત વ્રત, તપ કરવામાં આવે તો તેનું ફળ અનેકગણું થઈ જાય છે. જૈન ધર્મના પપાતિક સૂત્રમાં અને વૈદિક પરંપરાના પુરાણ ગ્રંથોમાં અનેક કઠોર તપસ્વી સાધકોનું વર્ણન આવે છે. કોઈ તાપસ સૂકું ઘાસ, પાંદડાં ખાય છે. પથ્થરો ઉપર અને કાંટા ઉપર સૂવે છે. કેટલાક તાપસ (સંન્યાસી) દિવસ-રાત ઊભા રહે છે. કોઈ પાંચ બાજુ અગ્નિ સળગાવી તપે છે. કોઈ શીતકાળમાં જલમાં (પાણીમાં) ઊભા રહે છે. કોઈ ઝાડની ડાળીએ ઊંધા મસ્તકે લટકાયેલા રહે છે. આજે પણ આવી પરંપરાના તાપસો છે. જે દેહને ભયંકર દંડ આપે છે. યાતના આપે છે. તેમના આવા કષ્ટવાળા તપને પણ બાલતપ કીધું છે. કેમ કે તેમના આ તપની પાછળ કોઈ સમ્યક્ વિવેક, દૃષ્ટિ થા તત્ત્વાર્થ શ્રદ્ધાન નથી માટે. તેથી ભગવાન મહાવીરે કહાં. “તેહિ પિ તવો સુથ્થો, નિવવંતા ને મહાકુના " - સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૮.૨૪ (પાનું ૩૫૨, લેખકઃ યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશક: આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવર, (રાજસ્થાન), વર્ષ ૧૯૮૨) મહાકૂળમાં ઉત્પન્ન જે વ્યક્તિ મોટી ધામધૂમથી દીક્ષા લે છે. અને તે પૂજા સત્કાર માટે તપ કરે છે. તેમનું તે તપ સમ્યગદર્શન ન હોવાના કારણે શુદ્ધ નથી. એવું કેમ તે વાત હજી વધારે સ્પષ્ટ કરીએ. આત્મ સાધનામાં યુદ્ધ દેહની સાથે નહીં, ઇન્દ્રિયોની સાથે નહીં પણ વિકારોની સાથે કરવાનું છે. આંતરિક દોષોની સાથે કરવાનું છે. સમ્યગદર્શનના અભાવમાં આ કઠોરતમ તપ પણ બાલતા થઈ જાય છે. આવી તપસ્યાઓથી મનુષ્યની પ્રસિદ્ધિ, પૂજા, પ્રતિષ્ઠા ચોક્કસ વધે છે. સ્વર્ગ પણ મળી જાય છે. પરંતુ કર્મક્ષયરૂપી મોક્ષ નથી મળતો. કેમ કે સમ્યગદર્શનનો (વિવેક) અભાવ છે. ૨૪૬ સમકિત Page #262 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય આ છે કે જો સમ્યગ્દર્શન છે તો અહિંસા પણ સફળ છે. સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ પણ સફળ છે. બધાં વ્રતનિયમ સફળ છે. અને અધિક ફળ આપનાર છે. કેમ કે સમ્યગ્દર્શનમાં આ બધા સિદ્ધાંતો ઉપર સાચી શ્રદ્ધા હોય છે. માટે અધિક ફળ મળે છે. પરંતુ જો સાચી શ્રદ્ધા વગર તે સિદ્ધાંતોનું પાલન કરવામાં આવે તો તે ઉચ્ચ આત્મિક વિકાસનું સાધન બની શકતી નથી અને ધર્મકરણીનું અલ્પફળ આપે છે. સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન અને ચારિત્રની શી સ્થિતિ છે? જૈન શાસ્ત્રમાં આચાર્ય અંગારમર્દકનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. તે યુગના તે ઘણા મોટા આચાર્ય હોય છે. તેમની પાસે બૌદ્ધિક પ્રતિભા, વાણીનો ચમત્કાર, પાંડિત્યનું પ્રદર્શન ઘણું હતું. આ બધું હોવા છતાં પણ આત્મિક વિકાસના સર્વપ્રથમ પ્રકાશરૂપ-સમ્યગ્દર્શન ન હતું. ગુરુ બન્યા હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ અને તેના વિકાસના ઉપાય ઉપર તેમને શ્રદ્ધા ન હતી. આત્માના પૂર્ણ વિશુદ્ધ સ્વરૂપ-મોક્ષ ઉપર તેમને વિશ્વાસ ન હતો, તે તપ-જપ ઘણું કરતાં પણ તે માત્ર એક પ્રકારના નાટક જેવું હતું. માત્ર પ્રદર્શનનો પ્રકાર હતો. તેમની સાધનાનું લક્ષ્ય આત્મવિશુદ્ધિ, નિર્જરા, કર્મક્ષય ન હતું, પણ લૌક્કિ સુખભોગ, પ્રસિદ્ધિ, કીર્તિ, પ્રશંસા માત્ર હતું. બહારથી ચારિત્ર પાલનનો દેખાવ હતો, અંદરથી સાવ શૂન્ય હતું. તે આશ્રવ, સંવર, બંધ, મોક્ષની વ્યાખ્યા ખૂબ સૂક્ષ્મ કરતાં હતા પણ કેવળ મુખથી, હૃદયથી નહીં. ધર્મ જ્યાં સુધી કેવળ શરીર સુધી જ સીમિત રહે છે, આત્માની સીમામાં પ્રવેશ કરતો નથી ત્યાં સુધી તે વ્યવહાર દષ્ટિથી ભલે ત્યાગ કહેવાય પરંતુ નિશ્ચયદષ્ટિથી તે ત્યાગ નથી માત્ર વ્યવહારાભાસ છે. આચાર્ય અંગારમર્દક પાસે બાહ્યા જ્ઞાન પણ હતું. અને દ્રવ્યચારિત્ર પણ હતું. પરંતુ સમ્યગ્દર્શનના અભાવમાં તે બંન્ને મોક્ષનાં અંગ ન બની શક્યાં. અને તે અભવ્ય આત્મા તરીકે જાણીતા થ યા. તે વાત આપણે આ દૃષ્ટાંત પરથી સમજવાની છે. પંચાધ્યાયીમાં પણ આ જ વાતનું સમર્થન મળે છે. " यत् पुनद्रव्यचारित्रं श्रुतज्ञान विनाऽपि दृग् । न तत्ज्ञानं, न चारित्रमस्ति चेत् कर्मबन्धकृत् ॥" - પંચાધ્યાયી; ગાથા ૨.૭૬૯ (લેખકઃ પંડિત રાજમલ પ્રકાશકઃ, પાનું ૨૭૨, પ્રકાશકઃ ગણેશવર્ણી દિગંબર જૈન શોધ સંસ્થાન, વારાણસી, વર્ષ ૧૯૮૬) અર્થઃ- સમ્યગ્દર્શન વગર જે દ્રવ્યચારિત્ર અને શ્રુતજ્ઞાન છે, તે ન તો સમ્યક્ચારિત્ર છે, કે ન સમ્યગ્રાન છે. જો તે બે છે તો પણ તે કર્મબંધ કરવાવાળા છે. અર્થાત્ સમ્યગ્દર્શન વગરનાં જ્ઞાન અને ચારિત્રનું મહત્વ નથી. સમકિત ૨૪૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શનઃ જ્ઞાન અને ચારિત્રને સમ્યક્ બનાવવાનું કારણ છે. જ્ઞાન અને ચારિત્ર બન્નેને સમ્યક્ બનાવનાર સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન આવ્યા પછી જ્ઞાન અને ચારિત્રની આગળ પણ સમ્યક્ શબ્દ આવી જાય છે. માટે સમ્યગ્દર્શન અભૂતપૂર્વ (પહેલા કયારેય ન ઉત્પન્ન થયેલા) સભ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રને ઉત્પન્ન કરે છે, એવું કહી શકાય. જ્ઞાનમાં વિશેષતા લાવવાવાળી જે શુદ્ધોપલબ્ધિ છે તે સમ્યગ્દર્શન થવા પર જ થાય છે. અને શુદ્ધ ભાવરૂપ જે પવિત્ર ચારિત્ર છે તે પણ સમ્યગ્દર્શનના થવા પર જ થ ાય છે. માટે સમ્યગ્દર્શન જ્ઞાન, અને ચારિત્ર ને સમ્યક્ બનાવવામાં કારણરૂપ છે. જે તેની વિશેષતા છે, મહત્તા છે. સમ્યક્ત્વનો પ્રકાશ થતાંની સાથે જ.... નિષ્કર્ષ આ છે કે જ્યાં સમ્યક્ત્વનો પ્રકાશ થાય છે ત્યાં મિથ્યાત્વનો અંધકાર રહેતો નથી. મિથ્યાત્વ નથી રહેતું તો અજ્ઞાન પણ નથી રહેતું અને બન્ને ચાલ્યા જાય છે. આચાર્ય અમિતગતિએ સુંદર યુક્તિથી તેને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. " सम्यक्त्वाध्युषिते जीवे नाज्ञानं व्यवतिष्ठते । भास्वता भासिते देशे तमसः कीदृशी स्थितिः ॥" અમિતગતિશ્રાવકાચાર ; ગાથા ૨.૬૮ (પાનું ૩૭, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા ઢિંગબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫) - અર્થ:- જે ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ ફેલાઈ જાય છે, ત્યાં અંધકાર કેવી રીતે રહી શકે? તેવી જ રીતે જેની હૃદયભૂમિમાં સમ્યક્ત્વનો પ્રકાશ થઈ જાય છે, ત્યાં અજ્ઞાનરૂપી અંધારું કેવી રીતે ટકી શકે છે? અર્થાત્ સમ્યક્ત્વ થતાંની સાથે જ મિથ્યાત્વ ચાલ્યું જાય છે, આ જ વાત આપણે દૃષ્ટાંતથી સમજીએ. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પ્રખર પંડિત હોય છે. સાથે અભિમાન પણ હોય છે. ભગવાનની દિવ્યવાણી સાંભળીને ઇન્દ્રભૂતિજીનો અહંકાર દૂર થાય છે. શંકા દૂર થાય છે. શ્રદ્ધા જન્મે છે. અને એ તત્ત્વ મળી ગયું જેની ઉપલબ્ધિ તેમને આજ સુધી થઈ ન હતી. ભગવાન મહાવીરે તેમને ત્રિપદી આપી. ત્રિપદીના જ્ઞાન સાથે જ અહંકાર અને મિથ્યાત્વ દૂર થઈ ગયું. સમ્યગ્દર્શન થતાંની સાથે જ મિથ્યાજ્ઞાન સમ્યજ્ઞાનમાં પરિણત થઈ ગયુ. જે જ્ઞાન આજ સુધી અહંકારને પોષતું હતું તે આજે આત્મવિકાસના ઉપયોગમાં લાગી ગયું. તે જ મિથ્યાજ્ઞાન સમ્યગ્દર્શનનો ૨૪૮ સમકિત Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ થતાં જ સમ્યજ્ઞાન થઈ જાય છે. પોતાના અને બીજાના માટે આધ્યાત્મિક ઉત્થાનનું કારણ બની ગયું. સમ્યગ્દર્શનના સ્પર્શથી તેમની દૃષ્ટિ અધોમુખી ન રહીને ઉર્ધ્વમુખી બની ગઇ. અને તે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ભગવાન મહાવીરના સંઘના પ્રથમ ગણધર બની ગયા. આ બધો પ્રભાવ સમ્યગ્ગદર્શનના સ્પર્શનો છે. તે વાત આપણને આ દૃષ્યતથી સમજાય છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્રભૂતિ ગૌતમને ત્રિપદીનો બોધ થતાંની સાથે જ તે ભગવાનની વાણીને દ્વાદશાંગીરૂપ બનાવી. આ સમ્યગદર્શનનો પ્રભાવ છે. જ્યાં દષ્ટિ સમ્યક્ થઈ જાય છે. ત્યાં બધી વસ્તુઓ સાચી અને સીધી દેખાવા લાગે છે, જે વસ્તુઓ પહેલા અટપટી લાગતી હતી. જ્ઞાનને સમ્યક બનાવવાની શક્તિ સમ્યગ્રદર્શનમાં જ છે. ચાર આરાધનાઓમાં સમ્યગ્રદર્શનની આરાધના જ પ્રમુખ જૈન શાસ્ત્રમાં ચાર પ્રકારની આરાધના બતાવી છે. ૧) દર્શન આરાધના ૨) જ્ઞાન આરાધના ૩) ચારિત્ર આરાધના અને ૪) તપ આરાધના આ ચાર આરાધનાઓમાં સર્વ પ્રથમ આરાધના સમ્યગ્દર્શનની છે. ત્યારે આરાધના મોક્ષ સાધનામાં સમાન છે. તો પણ સમ્યગ્રદર્શનની આરાધનાને મુખ્યતા અથવા પ્રધાનતા એટલા માટે આપવામાં આવી છે કે સમ્યગદર્શન વગર (સાચી શ્રદ્ધા વગરના) જ્ઞાન, ચારિત્ર કે તપની આરાધના ક્યારેય મોક્ષના અંગ ન બનીને સંસાર વૃદ્ધિનું કારણ બને છે. તેનાથી વિપરીત સાચી શ્રદ્ધાની સાથે થયેલી જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના સંસાર વિનાશક મોક્ષનું અંગ બને છે. માટે સમ્યગદર્શન આરાધનામાં પ્રથમ છે. સમ્યગદર્શનથી જ્ઞાન, ચારિત્ર, અને તપ ઉજ્જવળ થાય છે. વિશુદ્ધ થાય છે. વાસ્તવમાં જોઈએ તો જ્ઞાન, ચારિત્ર અને તપ આ ત્રણે ગુણોને ઉજ્જવલ અને વિશુદ્ધ કરવાવાળી પ્રધાન આરાધના સમ્યગદર્શન છે. તે ત્રણ આરાધના સમ્યગદર્શનની હાજરીમાં જ આરાધક પદને પ્રાપ્ત કરે છે. આ જ વાત ભગવતી આરાધનામાં કરી છે. "णगरस्स जह दुवारं मुहस्सचक्खू तरुस्स जह मूलं । ત૬ ના સુસમાં IT-RUT-તવાપt ' - ભગવતી આરાધના; ગાથા ૩.૭૩૫ (પાનું ૪૬૫, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર (મહારાષ્ટ્ર), વર્ષ ૧૯૭૮) સમકિત ૨૪૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે નગરની શોભા દરવાજાથી છે. મુખની શોભા આંખથી છે. વૃક્ષની શોભા તેના મૂળથી છે. તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, વીર્ય (પરાક્રમ) અને તપની શોભા સમ્યગ્દર્શનથી છે. સમ્યગ્દર્શનરૂપી નેત્ર વગર કર્મશત્રુને જીતી શકાતા નથી. કોઈ માણસને નેત્ર નથી અને તે દુશ્મનના સૈન્યને જીતવા જાય છે, તો તે કેવી રીતે જીતી શક્શે? તેવી જ રીતે સમ્યગ્દર્શન વગર પણ જીવ કર્મરૂપી શત્રુઓ, મોહ, માયા, અને મિથ્યાત્વને કેવી રીતે જીતી શકશે. સમ્યક્ત્વથી દેખાય તો જીતી શકાય. જ્યાં શત્રુ શત્રુરૂપે લાગતા નથી અને દેખાતા નથી તો કેવી રીતે જીતી શકાશે. માટે સમ્યગ્દર્શનરૂપી નેત્ર કર્મશત્રુઓને જીતવા માટે જરૂરી છે. રત્નત્રયમાં જેમ સમ્યગ્દર્શન પ્રધાન છે. તેમ ધર્મ અને સાધના-આરાધનામાં પણ સમ્યગ્દર્શન મૂળના સ્થાને છે. જેમ વૃક્ષમાં મૂળનું જે સ્થાન છે. તે જ સ્થાન ધર્મના ક્ષેત્રમાં સમ્યગ્દર્શનનું છે. મૂળ ઉપર વૃક્ષ નભે છે. તેવી રીતે સમ્યગ્દર્શન પર ધર્મ અને સાધના-આરાધના ટકે છે. તે વાત હવે આપણે જોઈશુ. જે વૃક્ષનું મૂળ કડવું હોય છે. તેનું ફળ પણ કડવું હોય છે. ફળ જો મધુર જોઈએ તો મૂળને સુધારવું પડશે. તેવી જ રીતે ધર્મરૂપી વૃક્ષનું મૂળ સમ્યગ્દર્શન છે. તો ઉપરની શાખા, ફળ આદિ સમૃદ્ધ અને મધુર બને છે. સમગ્ર ધર્મોનું મૂળ સમ્યગ્દર્શન છે. વૃક્ષની સમૃદ્ધિ અને શક્તિ છે તેના મૂળમાં. મૂળ જ પોષણતત્ત્વને ખેંચે છે. ગ્રહણ કરે છે. જે વૃક્ષના મૂળ સુકાઇ જાય છે. તેને વાદળો દ્વારા ગમે તેટલું પાણી મળે પણ નકામું છે. પ્રાણવાન સૂર્યપ્રકાશ અને સ્વચ્છ હવા મળે તો પણ નકામાં છે. તે વૃક્ષને ચિરંજીવી બનાવી શકતા નથી કેમ કે વૃક્ષના મૂળ જ નકામાં થઈ ગયા છે. તે વૃક્ષ આંધી અને વાવાઝોડામાં પણ ટકી શક્યું નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. "मूलाउ खंधप्पभवो दुमस्स खंधाउ पच्छा समुविंति साहा । साहप्पसाहा विरुर्हेति पत्ता तओसि पुष्पं च फलं रसो अ ॥" દશવૈકાલિકા સૂત્ર; ગાથા ૯.૨.૧ (પાનું ૨૪૯, લેખકઃ આચાર્ય શય્યભવસૂરિ પ્રકાશકઃ અખિલ ભારતીય સુધર્મ જૈન સંઘ, જોધપુર (રાજસ્થાન), વર્ષ વિ.સં. ૨૦૬૬) - અર્થ:- વૃક્ષના મૂળમાંથી થડની ઉત્પત્તિ થાય છે. થડમાંથી શાખા ફૂટે છે. શાખા-પ્રશાખામાં પત્ર લાગે છે. ત્યાર પછી ફૂલ અને ફળ આવે છે. અને પછી ફળોમાં ૨સ આવે છે. ૨૫૦ સમકિત Page #266 -------------------------------------------------------------------------- ________________ આ જ વાત ધર્મરૂપી વૃક્ષના સંબંધમાં સમજી લેવી જોઈએ. ધર્મરૂપી વૃક્ષની અસંખ્ય ડાળીઓ છે. સત્ય, અહિંસા, કરુણા, દયા, ક્ષમા, સેવા, સંતોષ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય આદિ. વળી પાછી અહિંસાની અસંખ્ય શાખાઓ છે. સત્યની અસંખ્ય ધારાઓ છે. બ્રહ્મચર્યના વિવિધ પ્રકારો છે. ધર્મરૂપી વૃક્ષનું ફળ મોક્ષ છે. ઉત્તમ સમાધિ છે. ઉત્તમ ગુણ તેનાં ફૂલો છે. પરંતુ આ તો ધર્મરૂપી વૃક્ષની સમૃદ્ધિની વાત થઈ. પ્રશ્ન એ થાય છે કે ધર્મરૂપી વૃક્ષ જે આટલું સમૃદ્ધ અને સશક્ત તથા પ્રાણવાન છે, તેનો મૂળ આધાર શું છે? પખંડાગમમાં તેનો જવાબ છે. "दसणमूलो धम्मो उवहट्ठो जिणवरेहिं सिस्साणं ।" - દર્શનપ્રાકૃત, અષ્ટપાહુડ; ગાથા ૪ (લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪) અર્થ - જિનેશ્વરોએ પોતાના શિષ્યોને કહો કે ધર્મનું મૂળ “દર્શન” છે, “સમ્યગ્દર્શન” છે જો સમ્યગદર્શન બરાબર છે તો ધર્મરૂપી વૃક્ષનો ઉત્તરોત્તર વિકાસ થતો રહેશે. તે ધર્મ સ્થિર, પ્રાણવાન અને સશક્ત રહેશે. ધર્મને વિચલિત કરવા માટે, હલાવવા માટે અથવા ઉખાડવા માટે ગમે તેટલા કુવિચારો, કુદષ્ટિઓ અથવા કુસંગતિરૂપી આંધી આવે તો પણ ધર્મરૂપી વૃક્ષને કોઈ જોખમ નથી કેમ કે તેનું મૂળ સમ્યગદર્શન મજબૂત છે માટે. જ્યાં સુધી ધર્મવૃક્ષનું મૂળ સમ્યગદર્શન સ્થિર છે ત્યાં સુધી સત્ય, અહિંસા, સંયમ, તપ, આદિ ધર્મશાખાઓ પણ વિકાસ પામે છે, અને એક દિવસ મોક્ષરૂપી ફળ પણ પ્રાપ્ત થઈ શકે છે. આ બધું ક્યારે સંભવિત છે? જ્યારે સમ્યગ્દર્શનરૂપી મૂળ મજબૂત છે ત્યારે. પરંતુ સમ્યગદર્શનરૂપી મૂળના અભાવમાં ધર્મવૃક્ષ વધારે દિવસ સુધી સ્થિર નથી રહેતું, તેનું કોઈ અંગ પણ વધારે સ્થિર રહેતું નથી. જેવી રીતે દર્શનપાહુડ ગ્રંથ માં કહ્યું છે. "जह मूलम्मि विणष्टे दुमस्स परिवारणत्थि परिवुड्ढो । तह जिणदसणभट्ठा मूलविणट्ठा ण सिझंति ॥" - દર્શનપ્રાભૃત, અષ્ટપાહુડ; ગાથા ૧૦ (લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪) અર્થ - જેમ વૃક્ષનું મૂળ નષ્ટ થઈ જવા પર તેના પત્ર, પુષ્પ, ફળ, શાખાની વૃદ્ધિ થતી નથી તેવી જ રીતે સમ્યગદર્શન નષ્ટ થઈ જવા પર જ્ઞાન, ચારિત્ર, તપ, આદિ પરિવારની વૃદ્ધિ ન સમકિત ૨૫૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ થવાથી આત્માની મુક્તિ પણ થઈ શક્તી નથી. નિષ્કર્ષ આ છે કે સમ્યગ્રદર્શનરૂપી મૂળ હોય તો જ અહિંસા, સત્ય, સંયમ, તપ રહી શકે છે. સમ્યગ્રદર્શનના અભાવમાં આ બધા સ્થિર રહી શકતાં નથી. સાધુપણું અને શ્રાવકપણું પણ સમ્યગ્રદર્શનની હાજરીમાં સ્વચ્છ અને નિર્મળ રહે છે. આ જ વાત અભિધાન રાજેન્દ્ર કોષમાં સ્પષ્ટ કરી છે. સમોવાસTથમ મૂત્રવધુ સમ્મત્ત " અર્થ:- શ્રાવકધર્મની મૂળવસ્તુ સમ્યગદર્શન છે. કોઈ પણ ગૃહસ્થ શ્રાવક બનવા માગે, પાંચ અણુવ્રત, ત્રણગુણવ્રત, ચાર શિક્ષાવ્રત ગ્રહણ કરવા માંગે તેના માટે સૌ પ્રથમ સમ્યગ્રદર્શન સ્વીકારવું અનિવાર્ય છે. કેમ કે સમ્યગદર્શન શ્રાવકધર્મનું મૂળ છે. તપ અને ત્યાગનું મૂળ સમદર્શન પપાતિક સૂત્રમાં કેટલાય તપસ્વીઓનું વર્ણન આવે છે. ભગવાન મહાવીરે એવા સાધકોનાં તપને બાલતપ કર્યું છે, જેનું કોઈ લક્ષ્ય નથી અને જેની સાથે કોઈ આત્મદર્શન કે સમ્યગદર્શન નથી. તેના માટે કહ્યું કે "मासे मासे उ जो बालो कुसग्गेण तु भुंजए । न सो सुयक्खायधम्मस्स कलं अग्धइ सोलंसि ॥" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૯.૪૪ (પાનું ૧૭૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) અર્થ- જેને સમ્યગદર્શન અને તેનાથી આત્માની અનંતશક્તિઓનું જ્ઞાન થયું નથી તે માસક્ષમણના પારણે માસક્ષમણ કરે અને પારણામાં પણ કુશ નામના ઘાસના તણખલા પર રહે એટલો જ આહાર ખાય, આવું કઠોર તપ કરે તો પણ તે તપસ્વી શાસ્ત્રોકર આત્મધર્મની સોળમી કળને પણ પ્રાપ્ત કરી શકતો નથી. વાસ્તવમાં જેને આત્મદર્શન, સમ્યગુદર્શન નથી તેનું તપ બાલતપમાં ગણવામાં આવે છે. કેમ કે તે લક્ષ્ય વગર અંધારામાં ચાલે છે. અજ્ઞાનરૂપી અંધારામાં ચાલે છે. આચાર્ય અમિતગતિએ પણ સમ્યગદર્શન વગરનું તપ કરવાવાળાની વૃત્તિનું વિશ્લેષણ કરતાં કહ્યાં છે. ૨૫૨ સમકિત Page #268 -------------------------------------------------------------------------- ________________ " सुदर्शनेनेह बिना तपस्यामिच्छन्ति ये सिध्धिकरी विमूढाः । कांक्षन्ति बीजेन बिना पि मन्ये कृषिं समृद्धां फलशालिनींते ॥" - અમિતગતિશ્રાવકાચારા; ગાથા ૩.૮૪ (પાનું ૭૨, લેખકઃ આચાર્ય અમિતગતિ, પ્રકાશકઃ મુલચંદ કિશનદાસ કાપડીયા દિગંબર જૈન પુસ્તકાલય, સુરત, વર્ષ વિ.સં. ૨૦૧૫) અર્થઃ- જે સમ્યગ્દર્શન વગર જ તપ કરીને મોક્ષ મેળવવા ઇચ્છે છે તે બી વાવ્યા વગર જ સમૃદ્ધ હરિયાળા પાકની, ખેતીની અપેક્ષા રાખે છે. વાસ્તવમાં આવા લોકોનો મનોરથ નિષ્ફળ જાય છે. જે વ્યક્તિને સ્વયંનો બોધ નથી કે હું કોણ છું? ક્યાંથી આવ્યો? ક્યાં જવાનો? જડ છું કે ચેતન? તે ધર્મનું આચરણ શું કરશે? ધર્મપથ પર ચાલવા માટે પહેલા સુદૃષ્ટિના અભાવમાં વ્યક્તિ આંધળો છે. તેને શ્રેય-અોય,સારું કે ખોટું એનો વિવેક હોતો નથી “પ્રશ્નોત્તર શ્રાવકાચાર''માં કહ્યું છે કે "नेत्रहीना यथा जीवा रुपं जानन्ति नैव च । दृष्टिहीना अथाज्ञेया देव-धर्म - गुणागुणम् ॥' - સમ્યગ્દર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થ:- જેમ આંખ વગરનો જીવ રૂપને (રંગને) જાણી શક્તો નથી, તેવી રીતે સમ્યગ્દર્શન વિનાનો જીવ પણ-દેવ-ગુરુ અને ધર્મને તથા ગુણ-અવગુણને જાણી શક્તો નથી. સમ્યગ્દર્શન જેને નથી તેને દર્શનશાસ્ત્રની ભાષામાં અંધ કહેવામાં આવે છે, તેને કેવી રીતે ખબર પડશે કે હું જે માર્ગ પર ચાલુ છું તે સાચો છે કે વિપરીત પથ છે. આત્મબોધ વગરનો આંધળો ધર્મપથનું અનુસરણ કેવી રીતે કરી શકે છે? માટે ધર્માચરણનું મૂળ સમ્યગ્દર્શન છે (આત્મસમ્બોધિ) છે. શુદ્ધ આત્મદૃષ્ટિ છે. તપની સાથે સમ્યગ્દર્શન હોવું જોઈએ તેવી રીતે વ્રત, પચ્ચખ્ખાણ, નિયમ, ઉપનિયમોની સાથે પણ સમ્યગ્દર્શન હોય તો તે વ્રત-પચ્ચખ્ખાણનો વિકાસ થઈ શકે છે. વધુ લાભ આપી શકે છે. અન્યથા નહીં. આધ્યાત્મિક સાધનાનું મૂળઃ સમ્યગ્દર્શન શ્રાવક માટે સામાયિક, પૌષધ, જપ, તપ, ધ્યાન, કાર્યોત્સર્ગ, પ્રાયશ્ચિત, ભેદવિજ્ઞાન, સ્વાધ્યાય સમકિત ૨૫૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ આ બધી સાધના છે. તેનો મૂળ આધાર પણ સમ્યગ્દર્શન જ છે. સમ્યગ્દર્શનના સદ્ભાવમાં આ બધી સાધનાઓ ફૂલેફાલે છે. સાધનાઓની રીતભાત અથવા વિધિવિધાનમાં પરિવર્તન પોતે પોતાના દેશ-કાળ-પરિસ્થિતિ અને પાત્રતા પ્રમાણે હોઇ શકે છે. પરંતુ તેનો મૂળ વિશ્વાસ, નિષ્ઠા, અથવા મૂળ આચાર ભાવનામાં કોઈ પરિવર્તન હોતું નથી. બહારના ક્રિયાકાંડ ભલે બદલાય જેમ કે જપ, પછી કોઈ તપ કરે, પછી સ્વાધ્યાય કરે તેમ ક્રિયાકાંડ ભલે બદલાય પણ જો સમ્યગ્દર્શન સુરક્ષિત છે, તો તે સાધક સંવર અને નિર્જરાની ભાવનાને ક્યારેય ભૂલી શક્તો નથી. જો સમ્યગ્દર્શનરૂપી મૂળ આધાર જ ન રહે તો બધું ગરબડ થઈ જશે. જો વૃક્ષનું મૂળ વિશુદ્ધ, પવિત્ર એવં સ્થિર હોય, સુદૃઢ હોય તો તેનો બાહ્વાઆચાર તેના પર ગોઠવાઇને રહે છે. પરંતુ મૂળ જ જો ડામાડોળ હોય તો બધા આચાર-વિચારમાં ગરબડ થઈ જાય છે. અશુદ્ધ અને મિથ્યાત્વથી દૂષિત થઈ જાય છે. સાધનાનું મૂળ કેન્દ્રઃ સમ્યગ્દર્શન આધ્યાત્મિક ક્ષેત્રની તમામ સાધનાઓનું મૂળ કેન્દ્ર સમ્યગ્દર્શન છે. સાધનાનું ક્ષેત્ર ભલે ને કેટલુંય વ્યાપક અને વિશાળ કેમ ન હોય? તેના મૂળ કેન્દ્રથી સતત સંબંધ રહેવો જોઈએ. યુદ્ધક્ષેત્રમાં સેના ત્યારે વિજય પ્રાપ્ત કરી શકે છે, જ્યારે તેનો મૂળ કેન્દ્રથી સંબંધ સતત ચાલુ હોય. જો સેના પોતાના મૂળ કેન્દ્રથી સતત સંબંધ રાખે છે, તો તેનો કયારેય પરાજય થતો નથી. માની લો કે કોઈ સેના(લશ્કર) આગળ આગળ જઇ રહી છે. દુર્ભાગ્યથી તેનો મૂળ કેન્દ્રથી સંબંધ તૂટી ગયો તો તેનો વિજય જોખમમાં પડી જાય છે. તેનો વિજય સંદેહાત્મક બની જાય છે. માટે જે કુશળ સેનાપતિ છે, તે સતર્ક રહીને મૂળ કેન્દ્રની સાથે સતત સંબધ રાખે છે. અધ્યાત્મક્ષેત્રની સાધનામાં આવું જ છે. જો સાધક પોતે કેન્દ્રસ્થાન એવા સમ્યગ્દર્શનને રોમરોમમાં, દૃષ્ટિ, બુદ્ધિ અને અંતઃકરણમાં સતત રાખશે તો-તે ક્રોધાદિ વિકારોને જીતી શકશે અને પોતાની સાધનાઓમાં સફળતા મેળવી શકશે માટે કોઈપણ સાધના કરતી વખતે આપણો સમ્યગ્દર્શન સાથેનો સંપર્ક છૂટવો ન જોઈએ. મોક્ષમાર્ગનું પ્રથમ સાધનઃ સમ્યગ્દર્શન ગૃહસ્થજીવનમાં પણ જો સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ગઇ છે તો તેના માટે મોક્ષના દ્વાર ખૂલી ગયા છે. અને સાધુ બનીને પણ જો વ્યક્તિ મોહ, માયા, મમતા, વાસના અને ભોગ દૃષ્ટિના ચક્કરમાં પડેલો રહે છે, તો તે સમ્યગ્દર્શનથી રહિત સાધુજીવન પણ મોક્ષથી ઘણું દૂર છે. આ વાત નિસંદેહ છે કે સાધુ હોય કે શ્રાવક બન્નેની સાધનામાં મોક્ષમાર્ગનું પ્રથમ સાધન છે ૨૫૪ સમકિત Page #270 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન એટલે કે સાચી દષ્ટિ, સાચી શ્રદ્ધા. તેની સાથેનું શ્રાવકપણું તથા સાધુપણું ચમકી ઊઠે છે. માટે મોક્ષમાર્ગે આગળ વધવા માટે સૌપ્રથમ સમ્યગ્દર્શન પામવું અનિવાર્ય છે. સદ્ગુણોની વિશુદ્ધિનો આધારઃ સમ્યગ્દર્શન ક્ષમા, દયા, નિર્લોભતા, સરળતા, સત્યતા, કોમળતા, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય, સમતા, અને સંતોષ સાધકજીવનના આ બધા સદ્ગુણો છે. શું તમે કહી શકશો કે આ ગુણોની શુદ્ધિનો મૂળ આધાર શું છે? જવાબ- આ બધા સદ્ગુણોની વિશુદ્ધિનો મૂળ આધાર છે સમ્યગ્દર્શન. સમ્યગ્દર્શનથી જ આ ગુણોમાં વધારે શુદ્ધતા, પવિત્રતા આવે છે. સમ્યગ્દર્શન આ સદ્ગુણોને ઉત્પન્ન નથી કરતું. કેમ કે ગુણ તો આત્માનો સ્વભાવ છે. આત્મામાં સંગ્રહાયેલા છે. પણ સમ્યગ્દર્શન ગુણો ઉપર લાગેલી વિકૃતિરૂપી ધૂળને ચોક્કસ ખંખેરી નાંખી ગુણને નિર્મળ બનાવે છે. જેમ પાણીમાં ફટકડી નાંખવાથી તે વધુ સ્વચ્છ બને છે, તેવી રીતે. સમ્યગ્દર્શન એક એવો આધ્યાત્મિક ગુણ છે, કે જે પૂર્ણ વિકસિત થઈ જવા પર આધ્યાત્મિક (ક્ષાયિકભાવ) અનંતકાળ માટે શાશ્વત થઈ જાય છે. સમ્યગ્દર્શનની હાજરીમાં અન્ય બધા ગુણો અધોમુખથી ઉર્ધ્વમુખ થઈ જાય છે. ભૌતિકલક્ષીમાંથી આત્મિકલક્ષી થઈ જાય છે. સમ્યગ્દર્શનની હાજરીમાં મૈત્રી, પ્રજ્ઞા, સમતા, કરુણા, ક્ષમા, દયા આ બધા ગુણો સાર્થક છે. સિદ્ધિલાભ આપનાર અને સફળ છે. તે બધા આત્મવિકાસના કાર્યમાં લાગી જાય છે. માટે ચોક્કસ કહી શકાય છે કે સમ્યગ્દર્શન સમસ્ત સદ્ગુણોની શુદ્ધિ, વૃદ્ધિ અને સુરક્ષાનો આધાર છે. સાધનામંદિરનું પ્રવેશ દ્વારઃ- સમ્યગ્દર્શન અધ્યાત્મ સાધનાનામંદિરનું પ્રવેશદ્વાર છે. જો અધ્યાત્મ સાધનાના મંદિરમાં પ્રવેશ કરવો હોય તો આપણે સમ્યગ્દર્શનના દ્વારથી જ પ્રવેશ કરવો પડશે. જેમ કોઈને મંદિર અથવા મહેલમાં પ્રવેશ કરવો હોય તો કોઈ ને કોઈ દ્વારથી જ પ્રવેશ કરવો પડશે. સમ્યગ્દર્શન પણ એ જ દ્વાર છે જેમાં જઇને અધ્યાત્મસાધનાના મંદિરમાં પ્રવેશ કરી શકાય છે. અને અધ્યાત્મસાધનાના મંદિરના અધિષ્ઠાયક દેવ આત્મા છે. સમ્યગ્દર્શન સૌથી પહેલા આત્મદેવનું સ્વરૂપ બતાવે છે. ત્યાર પછી આત્મદેવની ઉપાસના કરવી તથા તેને કેવી રીતે ગુણોથી વિભૂષિત કરવા તેનો ઉપાય બતાવે છે. તત્ત્વાર્થભાષ્યમાં સમ્યગ્દર્શનને શ્રાવક ધર્મની સાધનાનું દ્વાર બતાવ્યું છે. કહ્યું છે કે સમકિત ૨૫૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ "द्वारं मूल प्रतिष्ठानमाधारो भाजनं निधिः । द्विषट्कस्यास्य धर्मस्य सम्यकत्वं परिकार्तितम् ॥" સમ્યગ્દર્શન; (પાનું ૬૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થઃ- સમ્યક્ત્વ બાર પ્રકારના ગૃહસ્થધર્મનું દ્વાર છે. મૂલ છે. પ્રતિષ્ઠાન છે. ભાજન છે. અને નિધિ છે. મોક્ષનું પ્રથમ કારણઃ સમ્યગ્દર્શન ઊંડાણથી જોવામાં આવે તો મોક્ષની સાધના સમ્યગ્દર્શનથી જ શરૂ થાય છે. મોક્ષનો અર્થ છે, કર્મથી મુક્તિ મેળવવી. કર્મબંધનું કારણ છે, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અજ્ઞાન આદિ.. સમ્યગ્દર્શન જ્યારે પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે જ તપ, જપ, સામાયિક, ધ્યાન, વ્રત-નિયમ સમ્યગ્દર્શનથી યુક્ત થવાના કારણે કર્મમુક્તિનું કારણ બને છે. જેટલા જેટલા અંશોમાં રાગ દ્વેષ રહિત પ્રવૃત્તિ થાય છે, તેટલા તેટલા અંશોમાં કર્મમુક્તિ થાય છે. માટે તેમ કહી શકાય કે મોક્ષનું આદિ કારણ સમ્યગ્દર્શન છે. તેનાથી ગતિ પ્રગતિ બને છે. મોક્ષનો અધિકારપત્રઃ સમ્યગ્દર્શન શુદ્ધ ભાવોમાં રમણતા કરવી તેનું નામ સમ્યગ્દર્શન છે. આ વાત નિર્વિવાદ છે. સમ્યગ્દર્શનથી જયારે શુદ્ધ ભાવોમાં નિષ્ઠા થઈ જાય છે. ત્યારે પ્રથમ અશુભ ભાવોથી અને પછી ક્રમશઃ શુભ ભાવોથી પણ સાધકને અરુચિ થવા લાગે છે. કેટલાક લોકો શુભ ભાવોને ધર્મ અને મુક્તિનું કારણ માને છે. પરંતુ તત્ત્વદષ્ટિથી જોવામાં આવે તો શુભ ભાવની સાથે ૨ાગાત્મક વિકાર રહે છે. તે પ્રશસ્તરાગ છે તેથી તે પુણ્યનું કારણ થઈ શકે છે. પરંતુ કર્મ નિર્જરાનું અને મોક્ષનું કારણ થતું નથી. મિથ્યાટષ્ટિજીવ પણ પુણ્યની રુચિ સાથે શુભ ભાવોથી નવમા ગ્રેવેયક (દેવલોક) સુધી ચાલ્યો જાય છે. ત્યાંથી ચ્યવીને પછી નિગોદ, સ્થાવર જીવોમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. માટે શુભ ભાવ પણ વાસ્તવમાં સંસાર પરિભ્રમણનું કારણ છે. સંસારથી મુક્તિનું નહી. સંસારથી મુક્તિનું કારણ તો શુદ્ધ ભાવ જ છે. પરંતુ સમ્યગ્દર્શન ન હોવાથી ઘણા અન્નજીવો શુભભાવમાં જ અટકી જાય છે. સમ્યગ્દર્શન થવા પર સાધકમાં જ શુદ્ધભાવની તરફ રુચિ થવા લાગે છે. અને તે સાધકને ખરેખર મુક્તિનો અધિકારપત્ર મળી જાય છે. જેણે એકવાર પણ સમ્યગ્દર્શનનો સ્પર્શ કરી લીધો છે. તેનો સંસાર પરિમિત થઈ જાય છે. અર્થાત્ તેને મુક્તિ પ્રાપ્તિનું લાયસન્સ મળી જાય છે. તે એક દિવસ ચોક્કસ મુક્તિ પ્રાપ્ત કરી લે છે ધર્મસંગ્રહ ગ્રંથમાં પણ આ વાત મળે છે. ૨૫૬ સમકિત Page #272 -------------------------------------------------------------------------- ________________ "अंतोमुहत्तमित्तंपि फासिअं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्ढ पुग्गल परियट्टो चेव संसारो ॥" - ધર્મસંગ્રહ, ગાથા ૨.૨૧ અર્થ - જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત માટે પણ સમ્યકત્વનો સ્પર્શ કરી લીધો છે. તે જીવનો અર્ધપુલ પરાવર્તનકાળથી કંઇક ઓછો સંસાર પરિભ્રમણકાળ રહે છે. મોક્ષપ્રાપ્તિનો આધારઃ સમ્યગ્રદર્શન મોક્ષમાર્ગના રત્નત્રયરૂપ ત્રણ સાધન છે. પરંતુ સમ્યગ્રદર્શન ન હોય તો એકલું જ્ઞાન અથ વા ચારિત્ર આત્માને મુક્તિ અપાવી શક્તાં નથી. સમ્યગદર્શનનું મહત્ત્વ બતાવતા મોક્ષપ્રાકૃત ગાથા-૮૮માં કહયું છે કે "किं बहुणा भणिएणं जे सिध्धा णरवरा गए काले । सिंज्झहिंइ जे वि भविया तं जाणई सम्माहप्पं ॥" - આચાર્ય કુંદકુંદ રચિત “મોક્ષ પાહુડ” ગાથા ૮૮ અર્થ - વધારે શું કહેવુ? ભૂતકાળમાં જે ઉત્તમ પુરુષો સિદ્ધ થયા છે, મુક્ત થયા છે, તથા ભવિષ્યમાં પણ જે જે સિદ્ધ થશે તે બધું સમ્યકત્વનું માહાભ્ય સમજો. આમ આ ગાથા મોક્ષપ્રાપ્તિનો આધાર બતાવે છે અને કહે છે કે ભૂતકાળમાં જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો તેનો મૂળ આધાર સમ્યગદર્શન જ રહ્યાં છે. અને ભવિષ્યમાં પણ જે કોઈ મોક્ષ પ્રાપ્તિ કરશે તેનો પણ મૂળ આધાર સમ્યગ્રદર્શન જ રહેશે. અધ્યાત્મસાધનાના મહેલનો પાયો સમ્યગદર્શનઃ જેટલી ઊંચી ઇમારત તેટલો પાયો ઊંડો જોઈએ. વળી જેટલો પાયો મજબૂત તેટલી ઇમારત મજબૂત રહે છે. પછી તે ઇમારત વરસાદ વાવાઝોડા જેવા તોફાનોમાં ટકી શકે છે. પાયાની જગ્યાએ સમ્યગદર્શન છે. તે જેટલું મજબૂત તેટલું માણસ વહેમ, અંધશ્રધ્ધા, નિરર્થક ક્રિયાકાંડ, કુમાર્ગગામી જ્ઞાનભાર, અહંકાર, મોહ, ઇર્ષા, દ્વેષ, પ્રપંચ, પ્રસિદ્ધિલિપ્સા, પ્રદર્શન, આડંબર આદિ અનેક દોષોના વાવાઝોડાથી બચી શકે છે. માટે સમ્યગદર્શનરૂપી પાયો આ દોષોથી બચવા માટે અત્યંત જરૂરી છે. આગમ નંદીસૂત્રમાં પણ સમ્યગદર્શનને સંઘરૂપી સુમેરુ પર્વતની સમકિત ૨૫૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ આધારશિલા બતાવી છે. જે આ પ્રમાણે છેઃ "सम्मदंसण वर वइर दढरुढगाढावगाढपेढस्स । धम्मवररयण मंडियचामीयर- मेहलागस्स ॥" - નંદી સૂત્ર; ગાથા ૧.૧૨ (પાનું ૯, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૧૯૯૯) ભાવાર્થ એ છે કે સમ્યગદર્શન સંઘરૂપી શ્રેષ્ઠ રત્નોથી મંડિત સુમેરુ પર્વતની ગહન અને સુદઢમજબૂત ભૂપીઠિકા (આધારશિલા) છે. જેના ઉપર જ્ઞાન અને ચારિત્રરૂપી ધર્મરત્નથી મંડિત સુવર્ણમેખલા (પર્વતમાળા) સ્થિર રહેલી છે. આ ગાથા કહે છે કે સમ્યગ્ગદર્શન એ આધારશિલા છે, પાયો છે અધ્યાત્મસાધનાના મહેલનો. આધ્યાત્મિક વિકાસનું સિંહદ્વાર સમ્યગદર્શન સમ્યગદર્શન સહેજ આસ્વાદન રૂપમાં તથા મિશ્રરૂપમાં બીજા અને ત્રીજા ગુણસ્થાનમાં હોય છે. પરંતુ તે ગુણસ્થાનોમાં સમ્યગદર્શન ટકતું નથી. ત્યાં તો તે સમ્યગદર્શન થોડા સમય માટે રહે છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં તે ટકી શકે છે. બસ આ ગુણસ્થાને સાધક જો વધારે ટકી ગયો અને તે આધ્યાત્મિક વિકાસ કરવા લાગે તો છેક ૧૩મા ગુણસ્થાન સુધી પણ પહોંચી જાય છે. જેવી રીતે મેટ્રિક પાસ વિદ્યાર્થી ઉત્તરોત્તર એમ.એ. પીએચ.ડી. સુધી પહોંચી શકે તેવી રીતે સમ્યગદર્શનની કક્ષામાં ઉત્તીર્ણ સાધક ઉત્તરોત્તર આધ્યાત્મિક વિકાસ કરતાં કરતાં એક દિવસ ૧૪માં ગુણસ્થાન સુધી પહોંચીને સિદ્ધ-બુદ્ધ મુક્ત થઈ શકે છે. માટે સમ્યગુદર્શનને આધ્યાત્મિક વિકાસનું સિંહદ્વાર કહેવું યોગ્ય છે. કેમ કે આગળ આગળના ગુણસ્થાન સમકિતી જ ચડી શકે છે. પૂર્ણતાની યાત્રાનું પાથેય સમ્યગ્રદર્શન આત્મિક પરિપૂર્ણતા અથવા આત્મશ્રીની પૂર્ણતા ૧૪મા ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. પૂર્ણતાની છેલ્લી મંઝિલ ૧૪મું ગુણસ્થાન છે. પરંતુ તેની યાત્રા ચોથા ગુણસ્થાનથી ચાલુ થાય છે. અને તે યાત્રાનું પાથેય બને છે સમ્યગદર્શન. જે તેને સમય સમય પર આધ્યાત્મિક ચિંતનનો ખોરાક પૂરો પાડે છે. સાચું માર્ગદર્શન આપે છે. સ્વપરનું ભેદવિજ્ઞાન કરાવે છે. યાત્રિકને જેમ ભોજનસામગ્રી (પાથેય) યાત્રામાં ઉપયોગી થાય છે તેવી રીતે સમ્યગદર્શન આગળના ગુણસ્થાનોમાં જવા માટે પાથેયરૂપ છે. ૨૫૮ સમકિત Page #274 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્રદર્શનથી આત્મસ્વરૂપના બોધનો પ્રારંભ આજે ઘણાં લોકો વિભાવ-પરભાવના ચક્કરમાં પડીને પોતાના વાસ્તવિક સ્વરૂપને, જેને “આત્મશ્રી” કહેવાય છે, તેને ભૂલી ગયા છે. માટે તે આ અજ્ઞાનતાના કારણે દુઃખ અને કષ્ટ મેળવે છે. આ વાત આપણે એક દૃષ્યત દ્વારા સમજીએ. એક ધનવાનનો પુત્ર છે. તેને ખબર નથી કે હું ધનવાનનો પુત્ર છું. તે રસ્તે જતાં માણસો પાસે પૈસા માંગે છે અને વાચક બની દિવસો પસાર કરે છે. જયારે તેને ખબર પડે છે કે પોતે તો કોઈ ધનવાનનો ઉત્તરાધિકારી છે. ત્યારે તેને પોતાની યાચક પ્રવૃત્તિ ઉપર હસવું આવે છે. શરમ આવે છે. અને તે પ્રવૃત્તિ બંધ કરે છે. મિથ્યાત્વી જીવનું પણ આવું જ છે. પોતાની “આત્મશ્રી” (આત્મશ્રી એટલે આત્મામાં ઘણી બધી ગુણરૂપી લક્ષ્મી ભરેલી પડી છે તેને ઓળખવી) નું તેને ભાન નથી તેથી ઇન્દ્રિયો પાસે સુખો માગે છે. અને ઇન્દ્રિયોનાં સુખોમાં સુખબુદ્ધિ માને છે. જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થાય ત્યારે ઇન્દ્રિયો પાસે સુખો માંગવાનું બંધ થાય છે. આમ આત્મબોધ સત્ય બતાવે છે. જરૂર છે સમ્યગદર્શન દ્વારા “આત્મશ્રી'ને ઓળખી લેવાની. જે વ્યક્તિ આ આત્મશ્રી ને સમ્યગદર્શન દ્વારા ઓળખી લે છે, તે આનંદમય જીવન જીવી શકે છે. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ આત્મશ્રીની સહજ અવસ્થાનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે "एन्द्रश्री सुखमग्नेन लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्द पूर्णेन पूर्णं जगदवेक्ष्यते ॥" - જ્ઞાનસાર; ગાથા ૧ (પાનું ૧, લેખકઃ ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશકઃ આરાધના ભવન જૈન સંઘ, મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૩૦) આત્મશ્રી એટલે આત્મામાં ઘણી બધી ગુણરૂપી લક્ષ્મી ભરેલી પડી છે. તેને ઓળખવી, તેને ધ્યાનમાં લાવવી, તેનું જ્ઞાન કરવું અને પોતાને દરિદ્ર ન સમજવું. અને આવી આત્મશ્રીનો જેને અનુભવ થઈ જાય છે તે અર્નિર્વચનીય જ્ઞાન અને સુખનો અનુભવ કરે છે. સંસારમાં રહેતો હોવા છતાં પણ અપૂર્વ આનંદમય જીવન જીવે છે. પરંતુ જ્યાં સુધી આત્મા પોતાની આત્મશ્રીને ઓળખતો નથી ત્યાં સુધી સાંસારિક વિષયોની યાચના કરે છે. વિભિન્ન કામનાઓની પૂર્તિની ભીખ માંગે છે. કેમ કે તેને ખબર નથી કે મારા આત્મામાં કેટલું સુખ અને કેટલું બળ છે? કેટલું જ્ઞાન અને કેટલું દર્શન છે? આત્માની આ બધી સમૃદ્ધિ બહારથી લાવવાની નથી કે નથી કોઈની પાસેથી ઉધાર લેવાની. તે તો આપણી અંદર જ પડી છે તેની ઉપરનું માત્ર આવરણ દૂર કરવાનું છે. સમકિત ૨૫૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ ઘણાં લોકો પૂર્ણતાના ભ્રમમાં છે. તે પૈસા, પ્રતિષ્ઠા, સત્તા અને પદ આદિને પોતાની પૂર્ણતા સમજે છે. પરંતુ આ પૂર્ણતા આત્માની નથી. ભૌતિકતાથી સંબંધિત છે. પૈસા આજે છે, કાલ રહેશે નહી. તે પૈસાથી પ્રાપ્ત પ્રતિષ્ઠા, સત્તા અને પદ પણ પૈસા જતા સમાપ્ત થઈ જાય છે. આત્માની પૂર્ણતા હોત તો આત્માની સાથે રહેત. માટે આત્મ-સ્વરૂપનું, આત્માની પૂર્ણતાનું બોધ કરવાવાળું જો કોઈ છે તો તે છે સમ્યગ્દર્શન. અધ્યાત્મ જાગરણના શ્રીગણેશ સમ્યગ્દર્શનથીઃ આત્મસ્વરૂપની અજ્ઞાનતા અને મિથ્યાત્વના કારણે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, આદિ અસંખ્ય વિકાર એવં વિકલ્પ અનાદિકાળથી મોહનિદ્રાગ્રસ્ત આત્માને પરેશાન કરે છે. માત્ર અંતર્મુહૂર્તમાં જ અસંખ્ય પરિણામ આત્મામાં ઊઠે છે અને લુપ્ત થાય છે. સતત તેના આવાગમનના કારણે આત્મા આકુળ-વ્યાકુળ રહે છે. પરંતુ સમ્યગ્દર્શનના પ્રગટ થવા પર આ વિકલ્પ અને વિકાર શાંત થવા લાગે છે. જેવી રીતે વરસાદ થવા પર ભૂમિની ગરમી શાંત થાય છે તેવી રીતે. આ કષાયાદિ વિકલ્પો અને વિકારોના પણ અસંખ્ય પ્રકારો છે. બહારથી દેખાતો આ સંસાર તો ઘણો નાનો છે. તેની તુલનામાં અંદરનો સંસાર તો કંઇક ગણો મોટો છે. અધ્યાત્મ-પરાયણ મહાપુરૂષોએ આ વિકારો અને વિકલ્પોના આતંકથી બચવા માટે આધ્યાત્મિક જાગરણની આવશ્યકતા ઉપર ભાર મૂકયો છે. તેનાથી આ બધા વિકાર અને વિકલ્પો પલાયન થઈ જાય છે. જ્યાં સુધી સ્વનું જાગરણ થતું નથી ત્યાં સુધી આત્મા પરસ્વરૂપથી હટીને સ્વસ્વરૂપમાં આવતો નથી અને ત્યાં સુધી આ વિકલ્પો અને વિકારોથી મુક્તિ મેળવવી અસંભવ છે. આ સ્વનું જાગરણ જ આધ્યાત્મિક જાગરણ છે. આ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનથી જ આવું આધ્યાત્મિક જાગરણ શરૂ થાય છે. અને તે અજ્ઞાન એવં વિકારોના ભય અને આતંકને દૂર કરે છે. અનંતશક્તિના વિશ્વાસનું પ્રેરણાસ્રોત સમ્યગ્દર્શનઃ સમ્યગ્દર્શન સ્વ અને પરના ભેદવજ્ઞાનને જાણી લેવાની એક કળા છે. આ કળાના ઉપયોગ અને પ્રયોગથી આત્મા સંસારના સમસ્ત બંધનોથી મુક્ત થઈ શકે છે. પછી તેના જીવનમાં દુઃખ અને કલેશનો અનુભવ થતો નથી. સમ્યગ્દર્શનની ઉપલબ્ધિ થવા પર આત્મામાં આ વિશ્વાસ દઢ થઈ જાય છે કે હું આત્મા છું. હું અજર-અમર છું. શાશ્વત છું. સર્વશક્તિમાન છું. હું ચેતન છું, જડ નથી, હું અવિનાશી છું, ક્ષણભંગુર નથી. આ જન્મમરણ મારાં નથી, આ તો શરીરનો ખેલ છે. શરીરના કારણે જ આ સબંધો બને છે. અને શરીરની સાથે જ સમાપ્ત થઈ જાય છે. મારા આત્મા સિવાય વસ્તુતઃ મારું કોઈ નથી. જેવો સિદ્ધ ભગવાનનો સમકિત ૨૬૦ Page #276 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ પ્રકારની દઢ પ્રતીતિ, સહજ વિશ્વાસ અને સહજ બોધ સમ્યગ્દર્શનથી જ પ્રાપ્ત થાય છે. સમ્યગદર્શન આ પ્રકારના અખંડ વિશ્વાસનું પ્રેરણાસ્રોત છે. જેના જીવનમાં સમ્યગદર્શનની અદ્ભુત જ્યોતિ ઝળહળે છે તેના જીવનમાં પ્રવિષ્ટ ઘનઘોર અંધકાર છિન્ન ભિન્ન થઈ જાય છે. તેના આત્મામાં દઢ શ્રદ્ધાનો શુભ પ્રકાશ થઈ જાય છે. અને સમ્યગ્રદર્શન તેના માટે દઢવિશ્વાસનું વરદાન લઇને આવે છે. જીવનની દિવ્યતાનો આધાર સમ્યગ્ગદર્શન મનુષ્ય જયારે દાનવતા અને પશુતાથી ઉપર ઊઠે છે ત્યારે માનવતા પ્રગટે છે. અને જયારે માનવતામાં પણ સમ્યગ્રદર્શન ભળે ત્યારે દિવ્યતા પ્રગટે છે. એ વાત આપણે અહીં જોઈએ. દાનવતા અને પશુતાની વૃત્તિ આધ્યાત્મિક વિકાસને રોકે છે. તે વ્યક્તિમાં દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, છળ-કપટ, દંભ ભરેલાં હોય છે. વ્યક્તિ આનાથી ઉપર ઊઠે છે ત્યારે થોડી માનવતા આવે છે. પોતે જીવે છે અને બીજાને જીવવાનો અધિકાર આપે છે. પોતાના સમાન બીજાનાં સુખદુખને પણ સમજે છે. તે આગળ વધીને વધારેમાં વધારે માર્ગાનુસારી ગુણો સુધી જઇ શકે છે. પરંતુ સમ્યગદર્શનની ભૂમિકા ઉપર આરૂઢ વ્યક્તિ માનવતાથી પણ ઉપર ઊઠીને દિવ્યતાની ભૂમિકામાં પ્રવિષ્ટ થાય છે. સમ્યગદર્શન પ્રાપ્ત થવા પર તે બધા વિશ્વના જીવોને પોતાના આત્મા સમાન સમજે છે. બીજાનાં દુઃખ, સંકટ અને આફતોમાં પોતાના પ્રાણોની પણ તે પરવા કરતો નથી માટે સમ્યગ્રદર્શન જ દિવ્યતાનો મૂળ આધાર છે. કેમ કે સમ્યગદર્શનને તેનું પોતાનું જ અનંતબળ છે. આ દિવ્યતા સબંધી વાત થઈ, હજી પણ સમ્યગદર્શનનું વધુ મહત્વ આગળ જોઈએ. અનંતકાલીન જન્મ-મરણની પરંપરાનો ઉચ્છેદ કરવાની શક્તિ સમ્યગદર્શનમાં છે, બીજા કશામાં નહીં. જીવનના અંધકારને પ્રકાશમાં બદલવાની, જીવનની શિથિલ ગતિને પ્રગતિમાં પરિવર્તિત કરવાની અપાર ક્ષમતા સમ્યગદર્શનમાં જ છે. એક ક્ષણમાત્રનું સમ્યગદર્શન અનંત અનંત જન્મમરણને નષ્ટ કરી દે છે. પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં સમ્યગ્ગદર્શન સંપન્ન વ્યક્તિને શ્રેષ્ઠ બતાવતા કહ્યું કે "धन्या स्ते पुरुषोत्तमाः सुकृतिनो लोकत्रये पूजिताः । सारसार-विचार-मार्गचतुराः पापारिविध्वंसकाः ॥ सारं-सर्वगुणेहगेहमसमं-सद्दर्शनं ये श्रियात् । मुक्त्वा सर्वसुखं नृदेवजनितं यात्येव मुक्त्यालयं ॥" પરિચ્છેદ-૧૧ શ્લોક-૧૦૮ સમકિત ૨૬૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ આવું સમ્યગદર્શન જેણે ધારણ કરી લીધું છે, તે ત્રણે લોકમાં પૂજય છે. સાર-અસારનો વિચાર કરવામાં તે સૌથી વધારે ચતુર છે. તે જ પાપરૂપ શત્રુઓનો સર્વથા નાશ કરવાવાળો છે. આવો મનુષ્ય સારભૂત, સમસ્ત ગુણોના ઘર સમાન, અદ્વિતીય સમ્યગુદર્શનનો આશ્રય લઇને દેવો અને મનુષ્યોના સર્વોત્તમ સુખોનો અનુભવ કરે છે. અને અંતમાં મોક્ષમાં વિરાજમાન થાય છે. ચેતનાની મલિનતા નિવારણનું પ્રથમ સાવ સમ્યગ્રદર્શન સમ્યગદર્શન વગર વ્યકિત પોતાના આત્માની ચેતના ઉપર લાગેલી મલિનતાને દૂર કરી શકતું નથી, રાગ-દ્વેષ આદિની પરિણતિઓથી આત્મા પર પ્રાયઃ મલિનતાઓ આવતી રહે છે. પરંતુ તેને સમ્યગ્દર્શન દ્વારા સાધક નિવારે છે. આત્મા પર આવવાવાળી મલિનતાને રોકી તેની નિર્જરા પોતાના શુદ્ધ પરિણામો દ્વારા કરી લે છે. જેવી રીતે દુઃખ આત્માનો પરભાવ છે. તેવી રીતે સુખ પણ આત્માનો પરભાવ છે. ભલે શુભકર્મોની પ્રબળતા વશ સુખ વધારે મળ્યું હોય, અથવા પાપકર્મની પ્રબળતાવશ નરકાદિમાં દુઃખો મળ્યાં હોય. પરંતુ સમ્યગુદર્શન જેને પ્રાપ્ત થઈ ગયું છે. તે સુખ-દુઃખ બન્નેને ચેતનાનો પરભાવ સમજે છે. આમ સમજીને સમભાવમાં રહે છે, અને કર્મોની નિર્જરા કરે છે. માટે ચેતનાની બાહાદશાથી આંતરદશામાં જવાનું જો કોઈ સાધન હોય તો તે સમ્યગ્ગદર્શન જ છે. પરમાત્મદશાનું બજઃ સમ્યગદર્શન સમ્યગદર્શન જયારથી આવ્યું ત્યારથી પરમાત્મભાવનું બીજારોપણ આત્મામાં થઈ ગયું તેમ સમજવું, તે આત્મા ધન્ય બની ગયો. એક દિવસ તેને પરમાત્મભાવ રૂપી પરમ શ્રેષ્ઠ ફળ તેને અવશ્ય મળશે જ. જેને મેળવીને પછી કંઇ પણ મેળવવાનું બાકી રહેતું નથી. અહીં પ્રશ્ન થાય છે કે શું સમ્યગદર્શન મેળવ્યા પછી જીવ આપમેળે પરમાત્મા બની જાય છે કે તેને કંઇ પુરુષાર્થ પાછો કરવાનો હોય છે? આ પ્રશ્નના જવાબમાં કહી શકાય કે સમ્યગદર્શન મેળવવામાં પુરુષાર્થ કરવો પડે છે. તેનાથી પણ વધારે પુરુષાર્થ તેને સાચવવામાં કરવો પડે છે. પછી તેને ઉત્તરોત્તર વિકાસ કરવામાં અને વિશુદ્ધ કરવામાં અને વિશુદ્ધ કરવા માટે જ્ઞાન, ચારિત્ર અને તપની પ્રબળ સાધના કરવી પડે છે. કોઈ કોઈ જીવ સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછી જલદીથી અંતરંગ પુરૂષાર્થ પ્રબળ કરીને પરમાત્મરૂપ સિદ્ધત્વરૂપ સાધ્યને સિદ્ધ કરી લે છે. પરંતુ બધા જીવો માટે આવો ક્રમ નથી. ૨૬૨ સમકિત Page #278 -------------------------------------------------------------------------- ________________ ઘણા જીવોને તો સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી વિશિષ્ટ સાધના કરવી પડે છે. જો સાધનાના પુરુષાર્થમાં જાગૃતિ ન રહી અથવા કર્મોનો ઉદય થઈ ગયો તો સમ્યગ્દર્શનનો વિયોગ પણ થોડા કાળ માટે થઈ શકે છે. પરંતુ એકવાત નક્કી છે કે જેણે પળભર માટે પણ સમ્યગ્દર્શનનો સ્પર્શ કરી લીધો તે વધારેમાં વધારે દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં પરમાત્મપદ પ્રાપ્ત કરશે જ. આનું રહસ્ય આ છે કે જેણે પોતાનામાં શુદ્ધ આત્મતત્ત્વની પ્રતીતિ કરી લીધી તે જીવમાં પરમાત્મદશાનું બીજારોપણ થઈ ગયું. સમ્યગ્દર્શન બીજ છે તો પરમાત્મદશા તેનું વૃક્ષ છે. વૃક્ષ માટે નાનું બીજ વાવવામાં આવે છે, વૃક્ષ ક્યારેય રોપવામાં આવતું નથી. તે નાના બીજમાં સમગ્ર વિશાળ કાય વૃક્ષનું અસ્તિત્વ છુપાયેલું છે. તે બીજ સમય થવા પર મહાવૃક્ષના રૂપમાં ફૂલે છે ફળે છે, સંસારને પોતાની શીતલ સઘન છાયા અને મધુર ફળ આપી તૃપ્ત કરે છે. સમ્યગ્દર્શન પણ એક નાનું બીજ છે. હૃદયભૂમિમાં તે છુપાયેલું છે. સાધનાના ક્ષેત્રમાં તે એકવાર આવી જાય છે તો તે તેજસ્વી બીજ એક દિવસ મોક્ષ કે પરમાત્મા પદ રૂપ મહાવૃક્ષના રૂપમાં જોવા મળે છે. આ સમ્યગ્દર્શન રૂપી બીજને સમૃદ્ધ કરવાનું કામ યમ અને સંયમ કરે છે. આ વાત આચાર્ય શ્રી અમિતગતિ સમજાવતા આ ગાથામાં કહે છે. "विवर्धमाना यमसंयमादयः पवित्रसम्यकत्वगुणेन सर्वदा । फलन्ति हृद्यानि फलानि पादपाः धनौदकेनैवामलापहारिणा ॥" અર્થઃ જેવી રીતે મેલને ધોવાવાળા વાદળોની જલવર્ષાથી વૃક્ષ મનોહર ફળોથી સમૃદ્ધ થાય છે, તેવી રીતે સમ્યગ્દર્શનરૂપ મેઘ મિથ્યાત્વ, અજ્ઞાન આદિ મલો (દોષો)ને દૂર કરી યમ, સંયમ આદિ ગુણોની વૃદ્ધિ કરી પોતાને જ સમૃદ્ધ બનાવી દે છે. શુદ્ધ સાધનાનું મૂળ સમ્યગ્દર્શનઃ વાસ્તવમાં શુદ્ધ સાધના તે છે જયાં સ્વાર્થ, લોભ, ભય, પ્રલોભન, કામના, દંભ, દેખાવ, છલ, આદિ વિકાર ન હોય, આવી શુદ્ધ સાધના માટે સર્વપ્રથમ સમ્યક્ (શુદ્ધ)દષ્ટિની આવશ્યક્તા છે. દૃષ્ટિ સમ્યક્ હશે તો વાણી અને કર્મપણ શુદ્ધ હશે, પરંતુ સાધનાની પાછળ જો દૃષ્ટિ જ સ્પષ્ટ, ઉદાર, વ્યાપક, ધર્મપુનિત અને વિવેકમયી નથી તો તેના વિચાર, વાણી અને કાર્યોમાં પણ વિવેક આવશે નહી. અશુદ્ધ એવં મિથ્યાદષ્ટિ અશુદ્ધ, મિથ્યા એવં વિપરીત કાર્યને જન્મ આપે છે. તેના નિમિત્તથી વાણીમાં પણ અશુદ્ધતા આવે છે. જો દૃષ્ટિ સત્ય અને શુદ્ધ હશે તો વિચાર અને વચનમાં પણ સત્યતા અને શુદ્ધિ આવશે. માટે નિઃસંદેહ આ કહી શકાય છે સમકિત ૨૬૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ કે શુદ્ધ સાધનાનું મૂલ સભ્યષ્ટિછે. જયાં દૃષ્ટિ સમ્યક્ હોય છે. ત્યાં પ્રજ્ઞા પણ સ્થિર હોય છે. બુદ્ધિ પણ નિશ્ચયાત્મિકા હોય છે. સમ્યગ્દર્શન વગર બુધ્ધિનો વિપર્યય નાશ પામતો નથી. પ્રજ્ઞા સ્થિર નથી હોતી અને મનની વાસના છૂટતી નથી. માટે ભગવાન મહાવીર કહે છે. ‘ધમો યુદ્ધમ્સ વિß ।' સાધના શરૂ કરતા પહેલાં મનના સંસ્કાર શુદ્ધ કરો, દષ્ટિ શુદ્ધ કરો, પ્રજ્ઞા અને પ્રતીતિ સ્થિર અને સુદૃઢ બનાવો, આત્માનું લક્ષ નિશ્ચિત કરો કેમ કે શુદ્ધ માનસમાં જ ધર્મ સ્થિર રહી શકે છે. ગંદા કપડાને જો રંગ કરવાનો હોય તો તેને પહેલા સાફ કરવામાં આવે છે. જો સાફ ન કરે તો નવો રંગ બરાબર લાગતો નથી. સમય અને શ્રમ પણ વ્યર્થ જાય છે. આવી રીતે આધ્યાત્મિક સાધના કરતા પહેલા હૃદયભૂમિ શુદ્ધ કરી લેવી આવશ્યક છે. હૃદયભૂમિ શુદ્ધ કરવા માટે પોતાના હૃદયરૂપી વસ્રને સાધનાના રંગમાં રંગતા પહેલાં વિશુદ્ધ દૃષ્ટિરૂપી-સાબુમાં ધોઇને ઉજ્જવળ બનાવી દેવું જોઈએ. નિષ્કર્ષ આ છે કે જયારે સંસ્કાર શુદ્ધ થાય છે ત્યારે અહિંસા, સત્ય આદિ ધર્મ સાધનાની તરફ રુચિ જાગૃત થાય છે. તાવવાળી વ્યક્તિને મધુર ૨સ આપવામાં આવે તો કડવો લાગે છે. તેને તાવ ન ઊતરે ત્યાં સુધી ભોજનમાં રુચિ થતી નથી તેવી રીતે મિથ્યાત્વરૂપી જવર (તાવ)થી પીડિત વ્યક્તિને પણ ધર્મોપદેશ, તત્ત્વજ્ઞાન વગેરેનો ગમે તેટલો મધુર રસ પિવડાવવામાં આવે તો પણ તે ૨સને કડવો કહીને અરુચિ પ્રગટ કરશે. આધ્યાત્મિક ભોજન તેને રુચિકર લાગશે નહીં. મિથ્યાત્વનો તાવ જયારે શાંત થાય છે સમ્યગ્દર્શનરૂપી ઔષધ મળવાથી, ત્યારે તત્ત્વજ્ઞાન, ધર્મોપદેશ, આત્મસ્વરૂપના પ્રતિ યથાર્થ રુચિ જાગે છે. સમ્યગ્દર્શનના આવવા માત્રથી જ ભય, પ્રલોભન, દંભ, દેખાવ, પ્રદર્શન આદિ વિકાર દૂર થાય છે. અને તે જ સાધના શુદ્ધ કહેવાય છે, કર્મબન્ધક શુભાશુભ ભાવોથી રહિત અને સમ્યક્ કહેવાય છે. માટે સમ્યગ્દર્શન શુદ્ધ આધ્યાત્મિક સાધનાનું મૂળ છે. આધ્યાત્મિક શક્તિનો મૂળ નિયંતાઃ સમ્યગ્દર્શન સંસારમાં શક્તિ બે પ્રકારની છે. ૧. ભૌતિક શક્તિ ૨. આધ્યાત્મિક શક્તિ. ભૌતિક શક્તિનું ક્ષેત્ર બાહ્યા જગત છે. ભૌતિકશક્તિઓથી બાહ્નાજગતનો જેટલો વિકાસ થાય છે, જેટલું ઇન્દ્રિયસુખ મળે છે, તેટલી જ ત્રાસ,વિનાશ અને સંકટની સંભાવના રહે છે. આજે આપણે જોઈએ તો વિશ્વના મોટા રાષ્ટ્રો પોતાની વિશાળ ભૌતિક શક્તિના ઉન્માદથી બીજા રાષ્ટ્રને કચડે છે અને પોતાને અધીન બનાવવાનો પ્રયત્ન કરે છે. માટે ભૌતિકશક્તિના પ્રવાહ પર આધ્યાત્મિક શક્તિનો અંકુશ હોવો જોઈએ. સંસારમાં કેટલીક મહાશક્તિઓ પણ આવી, તેમણે સમકિત ૨૬૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ પોતાનું બળ અને પ્રભાવથી આતંક ફેલાવ્યો પરંતુ તે શક્તિઓ આધ્યાત્મિકતાના નિયમોથી મુક્ત રહેવાથી વિનાશકારી સિદ્ધ થઈ. રાવણજી, બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા પરાક્રમી પણ અહીં થયા. પરંતુ તે ભૌતિક શક્તિઓથી પરાજિત જ થયા. અને મહાવિનાશના ખાડામાં જઇને પડ્યા. માટે ભૌતિક શક્તિઓની ગતિ ઉપર આધ્યાત્મિક શક્તિનું નિયંત્રણ રહેવું આવશ્યક છે. જરૂરી છે. ભૌતિક શક્તિઓથી આકર્ષાઇને જ્યારે તેનાં સુખદ ફળોના લોભ માણસમાં ઘૂસી જાય છે ત્યારે તે વ્યક્તિ તેનો ગુલામ બની જાય છે. ત્યારે તેનું પતન અને વિનાશ થ ાય છે. જો તે સમયે તેના પર આધ્યાત્મિક શક્તિનો અંકુશ હોય તો તેને ભૌતિકશક્તિઓની તુચ્છતા જણાય અને તેનાથી તે વિરક્ત થઈ શકે. પ્રશ્ન આ થાય છે કે આધ્યાત્મિક શક્તિનો મૂળ નિયંતા અથવા પ્રમુખ કોણ છે? જે ભૌતિક શક્તિઓ ઉપર નિયંત્રણ કરી શકે અથવા તેનાથી વિરક્ત કરી શકે? સમ્યગ્દર્શન જ આધ્યાત્મિક શક્તિઓનો મૂળ નિયંતા અને પ્રમુખ છે. આ સમ્યગ્દર્શનના આવવાથી વ્યક્તિનું મન ભૌતિક શક્તિઓ જોઈને ચલાયમાન થતું નથી. અને તે ભૌતિક શક્તિઓના અભાવમાં મન દુઃખી પણ થતું નથી. જિનત્વની પ્રથમ ભૂમિકાઃ સમ્યગ્દર્શન આધ્યાત્મિક વિકાસની અંતિમ ભૂમિકા “જિનત્વ” છે. જે ૧૩ અને ૧૪ ગુણસ્થાનમાં મળે છે. પૂર્ણરૂપથી જે આત્મામાં જિનભાવ એટલે કે વીતરાગભાવ જાગૃત થઈ જાય છે. તેને જિન કહેવાય છે. તે જિનભાવની પ્રથમ ભૂમિકા નિજભાવને સમજવો તે છે. તેને જ આપણે સમ્યગ્દર્શન કહીએ છીએ. અને તે ચોથું ગુણસ્થાન છે. આ ગુણસ્થાનમાં આત્માની શુદ્ધ શક્તિઓમાં વિશ્વાસ જાગૃત થાય છે. આત્મા અંતર્મુખી થઈને નિજભાવમાં સ્થિર થાય છે. બસ અહીંથી જ આંશિક જિનત્વનો વિકાસપ્રારંભ થાય છે. જેને આપણે જૈનધર્મની ભાષામાં ‘‘જૈન’’ કહીએ છીએ. જિનત્વનો આંશિક વિકાસ તે જૈનત્વ છે. અને પૂર્ણ વિકાસ તે જિનત્વ છે. સ્વભાવની દૃષ્ટિ જેટલી નિર્મળ બને છે, તેટલું જ સમ્યગ્દર્શન વિશુદ્ધ થાય છે. જ્યારે આત્મા પૂર્ણરૂપથી સ્વમાં લીન થઈ જાય છે. ત્યારે તે ‘જિન’” બની જાય છે. સ્વમાં લીનતા તે જ ધર્મ છે. જિનત્વ સ્વલીનતારૂપ ધર્મનો ચરમ વિકાસ છે. અને સમ્યગ્દર્શન તેની પ્રથમ ભૂમિકા છે. માટે સમ્યગ્દર્શન વીતરાગભાવનો અગ્રદૂત છે. માટે કહ્યું છે, “જે જે અંશે રે નિરુપાધિક પણો તે તે અંશે રે ધર્મ । સમ્યગ્દષ્ટિ ૨ે ગુણઠાણા થકી જીવ લહે શિવશર્મ ।।’’ સમકિત ૨૬૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ જેટલે જેટલે અંશે આત્મા નિરુપાધિકતા (બાહાભાવથી હટીને સ્વભાવ લીનતા)માં આવે છે. તેટલે તેટલે અંશે તે ધર્મ (સ્વભાવ)ની નજીક, જિનત્વની નજીક આવે છે. અને સમ્યગ્દષ્ટિના ગુણ સ્થાનકથી ક્રમશઃ ઉત્તરોત્તર નિર્મળ થતી અંતમાં જિનત્વ (સ્વભાવમાં પૂર્ણ લીનતા)ની ભૂમિકા ઉપર પહોંચી મુક્તિ પ્રાપ્ત કરીલે છે. આ પ્રકરણનો સાર એ છે કે સમ્યગ્દર્શન ધર્મ અને સાધનાનું મૂળ છે. સમ્યગ્દર્શનનો લાભ ત્રિલોકના રાજ્યના લાભથી પણ વધારે લાભઃ આચાર્ય શિવકોટી એ “ભગવતી આરાધના’’ માં કહ્યું છે કે: “સમત્તસ્મ ય તંમો, તેનોમ્સ ય વેન્ગ હંમશે ।'' " सम्मदंसणलंभो वरं खु तेलोक्कलंभादो || " અર્થઃ- એકબાજુ સમ્યગ્દર્શનનો લાભ હોય અને બીજી બાજુ ત્રણ લોકના રાજયનો લાભ મળે તો પણ તે લાભની અપેક્ષાએ સમ્યગ્દર્શનનો લાભ શ્રેષ્ઠ છે. સમ્યગ્દર્શનના લાભનું પલ્લું જ ભારે રહેવાનું. કેમ કે ત્રણ લોકનું રાજય મેળવવા પર પણ તે અમુક સમય સુધી જ રહે છે પછી પુણ્ય ઘટતા તે ચાલ્યું જાય છે. જ્યારે સમ્યગ્દર્શનનો લાભ થઈ જવા પર તો અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય જ છે. સાર આ છે કે ત્રણલોકનું રાજ્ય મળી જવા પર પણ તે સ્થાયી નથી. રાજ્ય,વૈભવ,વિલાસ, અને આમોદ-પ્રમોદના કોઈ સાધનો સ્થાયી નથી રહેતાં, તે બધાં પરિવર્તનશીલ છે. જ્યાં સુધી સમસ્ત સાંસારિક પદાર્થોને પરભાવ સમજી તેના ઉપરનો રાગ, કે મોહ ઓછો કરવામાં આવતો નથી ત્યાં સુધી નાનું રાજ્ય તો શું ત્રણ લોકના રાજ્યનો પણ આનંદ આવતો નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા પર નિર્ધનતા હોય તો પણ તે શહેનશાહ છે. ત્રણ લોકના રાજ્યથી પણ વધીને આધ્યાત્મિક રાજ્ય તેના હાથમાં આવી જાય છે. મોક્ષ તેને જરૂર મળવાનો છે. તેનું જીવન અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્યના આંશિક લાભથી યુક્ત થવા પર તેની દૃષ્ટિ, બુદ્ધિ, મન, વચન, કાયાના યોગ બધું અનંતચતુથ્થની બાજુ જાય છે. એક ને એક દિવસ તે મુક્તિનું અનંતરાજ્ય પ્રાપ્ત કરી લેશે આ કેટલો મોટો લાભ છે. ભગવાન મહાવીરે રાજમહેલ, ઘર-આદિ બધું છોડી દીધું. તેમની પાસે કઈ પણ ન રહ્યું. તો પણ તેમની પાસે જીવનની સૌથી મોટી સંપદા હતી તે સમ્યગ્દર્શનની, આત્માનું અખંડ સમકિત ૨૬૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ સામ્રાજ્ય હતું. ત્રણ લોકનું રાજ્ય તો અસ્થાયી છે. જ્યારે મુક્તિનું રાજ્ય અને તેનો અધિકાર અપાવવાવાળા સમ્યગ્દર્શનનો લાભ તો શાશ્વત છે, સ્થાયી છે. ત્રણ લોકનું રાજ્ય તે તો બહારની સંપત્તિ છે. તે આપણી કેવી રીતે થઈ શકે? તે તો અસ્થ ાયી છે. જ્યારે અંદરની સંપત્તિ આત્માની છે. સમ્યગ્દર્શન તે ભીતરમાં રહી શકે છે. બહારની સંપત્તિ કંઇ કામની નથી તે તો ઉપરથી વધારે બંધનમાં નાખે છે. સમ્યગ્દર્શન પરમ લાભ છેઃ સંસારના લોકો મોહ અને અજ્ઞાન ને વશીભૂત થઈને પદાર્થોની કામના કરે છે. અને સારા, નરસા પદાર્થોમાં પરમ લાભ માને છે. પરંતુ શું તે પદાર્થો આત્માને કલ્યાણપથ ઉપર લઇ જાય છે? ના, તે પદાર્થો ક્યારેય કલ્યાણપથમાં સહાયક થતાં નથી પણ તે પદાર્થોનો રાગ, મોહ વગેરે આપણને દુર્ગતિના મહેમાન બનાવી દે છે. તાત્પર્ય આ છે કે આત્મા જે પદાર્થોને લાભદાયક માનીને અપનાવે છે. તે તેના શત્રુ બને છે.મિથ્યાદષ્ટિ માટે પદાર્થો ખરેખર લાભદાયક નહી પરંતુ અલાભદાયક છે. આનાથી વિપરીત સમ્યગ્દર્શનનો લાભ આત્મા માટે કયારેય અહિતકર નથી હોતો. તેના લાભથી આત્મા તીવ્રતમ ક્રોધ, માન, માયા અને લોભનો અંત કરી આગળ વધે છે. માટે કહેવામાં આવ્યું છે કે " सम्यक्त्वलाभान्न परो हि लाभः શ્રાવકાચાર પરિ-૨, શ્લોક ૮૩ સમ્યગ્દર્શનથી વધીને કોઈ લાભ નથીઃ સમ્યગ્દર્શન આત્મામાં વિષય કષાયની તીવ્રતાને સમાપ્ત કરી સમતાનો અદ્ભુત સંચાર કરે છે. તીવ્રતમ રાગ-દ્વેષના સંતાપને ઠંડો કરી દે છે. જેનાથી આત્મા અપૂર્વ શાંતિના સરોવરમાં સ્નાન કરવા લાગે છે. સમ્યગ્દર્શનથી અલભ્ય લાભઃ સમ્યગ્દર્શનના પ્રકાશમાં આત્મા પોતે જડ ચેતનનો ભેદ બરાબર સમજી લે છે અને જડ કરતાં ચેતનનું મૂલ્ય વધારે આંકે છે. તેને સંસારના બધા નાશવંત પદાર્થ, રાગ-દ્વેષ વિકારાદિ ભાવ તુચ્છ લાગે છે. ત્યારે આત્મા વિચારે છે કે ચેતનને અધિક મહત્વ આપવાની દૃષ્ટિ મને સમકિત ૨૬૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્ગદર્શનથી પ્રાપ્ત થઈ છે તેનાથી મને અલભ્ય લાભ મળ્યો છે. ચૈતન્યનિધિ તો મારી પાસે હતો જ પરંતુ સમ્યગદર્શનના પ્રભાવથી તેનું મૂલ્યાંકન કરવું તથા તેના પર દઢ વિશ્વાસ કરવાની અને તેને મહત્ત્વ આપવાની મને દૃષ્ટિ પ્રાપ્ત થઈ તે ઘણો મોટો લાભ છે. દુનિયાના બધા ધર્મગ્રંથ સત્યને ગ્રહણ કરવાનો ઉપદેશ આપે છે. “ઇશાવાસ્યોપનિષમાં પણ કહયું છે કે "हिरण्मयेन पात्रेणा सत्यस्यपिहितं मुखम् । तत्वं पूषन्न पावृणु सत्यधर्माय दृष्टये ॥" “ઇશાવાસ્યોપનિષ” શ્લોક ૧૫ - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થ- સત્યનું મુખ સોનાના પાત્રથી ઢાંકેલું છે. તે પોષકદેવ ! સત્યધર્મની દૃષ્ટિ માટે તેને આપ ખોલી દો. આજે ઘણા લોકો સોનાના ચળકાટમાં સત્યને ઢાંકી દે છે. સત્યદૃષ્ટિના લાભને તે એટલું મહત્ત્વ નથી આપતા જેટલું સોનાને મહત્ત્વ આપે છે. પરંતુ આધ્યાત્મિક પુરુષો કહે છે કે તમે જો સત્યનું દર્શન કરી લીધુ તો બધું ખરેખર મેળવી લીધું, પછી કંઇ મેળવવાનું બાકી રહેતું નથી. જો જીવનમાં અધ્યાત્મ સાધના કરતા કરતા ૫૦-૬૦ વર્ષ વ્યતિત થઈ ગયા પણ સત્ય ન મળ્યું તો ખરેખર કાંઇ મેળવ્યું નથી. અન્ય ચીજો મળવાથી આત્માને કોઈ લાભ થતો નથી. સૌ પહેલા જો સમ્યગદર્શન મળી ગયું તો બધી વસ્તુઓ મૂલ્યવાન થઈ જાય છે. સમ્યગદર્શન ન મળ્યું તો બધો પુરુષાર્થ બેકાર થઈ જાય છે. જન્મમરણના ચક્રમાં ફસાવવાવાળો થઈ જાય છે. વાસ્તવમાં સમ્યગદર્શન મેળવ્યા પછી કંઇ મેળવવાનું બાકી રહેતું નથી. ઘણાં લોકો કહે છે. જ્ઞાન અને ચારિત્ર તો મેળવવાનું બાકી છે. પરંતુ મહાપુરુષોનું વારંવાર કહેવું છે કે જ્ઞાન અને ચારિત્ર તો આત્મામાં પહેલેથી જ છે. માત્ર તે અજ્ઞાનાદિથી આવૃત્ત છે. તેમની અભિવ્યક્તિ સમ્યગદર્શનથી થઈ જાય છે. તે જ્ઞાન અને ચારિત્ર સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર રૂપે પ્રાપ્ત થઈ જાય છે. માટે હવે કંઇ મેળવવાનું બાકી રહેતું નથી. તે જ્ઞાન અને ચારિત્ર માટે અધિક તૈયારીની આવશ્યકતા રહેતી નથી. સમ્યગદર્શનમાં બધું પ્રાપ્ત કરાવવાની શક્તિ છે. માટે જેણે સમ્યગદર્શનનું ભગવાન પાસે વરદાન માંગ્યું તેણે તેના અંતિમ શિખરરૂપ મોક્ષને પણ માંગી લીધો તેમ કહેવામાં વાંધો નથી. ૨૬૮ સમકિત Page #284 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન એક અલયનિધિ છેઃ “પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં” સમ્યગ્રદર્શનને નિધાન બતાવવામાં આવ્યું છે. કહયું છે કે "प्राप्तं जन्मफलं तेन, सम्यक्त्वं येन स्वीकृतम् । निधानमिव लोकेऽस्मिन् भव्यजीवेन सौख्यदम् ॥" - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) સમ્યગદર્શન આ સંસારમાં નિધિના સમાન છે. નિધિ એટલે ખજાનાનો ભંડાર. અથવા અક્ષયકોષ. તે અતુલ સુખદાતા છે. માટે જે ભવ્યજીવે સમ્યકત્વને સ્વીકારી લીધું તેણે પોતાનો જન્મ સફળ કરી લીધો. જ્ઞાનાર્ણવમાં પણ સમ્યગ્દર્શનને અક્ષયનિધિત્વ ગુણથી અભિવ્યક્ત કરતા કહ્યું છે કે "अतुलसुखनिधानं, सर्वकल्याणबीजम् । जनन जलधिपोतं भव्यसत्वैक पात्रम् ॥ दुरिततरुकुठारं पुण्यतीर्थ प्रधानम् । पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बुम् ॥" જ્ઞાનાવર્ણ; ગાથા ૬.૫૯, (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શુભચંદ્ર, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, અગાસ, વર્ષ ૧૯૮૧) અર્થ - હે ભવ્યજીવો સમ્યગદર્શનરૂપી અમૃત જળનું પાન કરો, આ સમ્યગદર્શન અનુપમ સુખનો નિધાન (ખજાનો) છે. બધાં કલ્યાણનું બીજ છે. સંસારરૂપી સમુદ્રને પાર કરવા માટે જહાજ છે, જેને મેળવવા માટે ભવ્યજીવ જ યોગ્ય પાત્ર છે. પાપરૂપી વૃક્ષને કાપવા માટે કુઠાર છે. પવિત્ર પુણ્ય તીર્થોમાં પ્રધાન તીર્થ છે. પોતાના પ્રતિપક્ષી એવા મિથ્યાત્વશત્રુને જીતવાવાળું આ સમ્યગદર્શન છે. આ શ્લોક એ બતાવે છે કે સમ્યગ્દર્શનમાં ઘણા ગુણો સમાયેલા છે. માટે તેને અક્ષયનિધિ કહેવામાં કોઈ સંકોચ નથી. સમકિત ૨૬૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન સંપદાની પ્રાપ્તિ પાપાશ્રવના નિરોધથીઃ સમ્યગ્દર્શન પ્રાપ્ત વ્યક્તિ કર્મનો નવો આશ્રવ થાય તેવું ઇચ્છતી નથી, તે જૂઠ, કપટ, અન્યાય, ચોરી, અનીતિ, વગેરે પાપકર્મથી દૂર રહે છે. કદાચ થાય તો તેમાં વિવેકબુદ્ધિ રાખે છે. તેને તો તેવી સંપદા ગમે છે જે પાપકર્મથી, આશ્રવથી રહિત હોય અથવા જે સંપદા આવ્યા પછી પાપકર્મમાં બુદ્ધિ ન જાય. તે ધૂળના સમાન નાશવાન સંપત્તિને સમ્યગ્દર્શનથી પ્રાપ્ત થવાવાળી શાશ્વત મોક્ષ સંપદાની અપેક્ષાએ અત્યંત તુચ્છ સમજે છે. કર્મનો નવો આશ્રવ કરવો તેને ગમતો નથી. તે પાપાશ્રવના નિરોધમાં માને છે. તેવી સમ્યગ્દર્શન પ્રાપ્ત વ્યક્તિની સમ્યગ્દષ્ટિ કેવી હોય છે. તે ‘‘રત્નકરેંડક શ્રાવકાચાર''માં આ પ્રમાણે બતાવ્યું છે. “यदि पापनिरोधोऽन्यसम्पदा किं प्रयोजनम् ? अथ पापाश्रवोऽस्त्यन्य सम्पदा किं प्रयोजनम् ?" – રત્નકદંડકશ્રાવકાચાર; ગાથા ૧.૨૭ (પાનું ૬૫, લેખકઃ આચાર્ય સમંતભદ્ર, પ્રકાશકઃ મુનિ સંઘ સ્વાગત સમિતિ (સાગર) મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬) સમ્યગ્દષ્ટિ એવું વિચારે છે કે જો પાપકર્મ પ્રકૃતિઓનો આશ્રવ અટકી ગયો છે અને સંવર સંપદા પ્રાપ્ત થઈ ગઇ છે. તો અન્ય સાંસારિક (ધન)સંપદાથી મને શું પ્રયોજન છે? (મારે શું જરૂર છે?) અને જો પાપકર્મનો આશ્રવ ચાલુ છે અને બીજી (ધન)સંપદા આવી ગઇ તેનાથી પણ મને શું પ્રયોજન છે? સમ્યગ્દષ્ટિ એવું વિચારે છે કે અન્યાય, અનીતિ, અનાચાર આદિથી પ્રાપ્ત થવાવાળી ભૌતિક સંપદા સીધી નરકમાં જીવને લઈ જાય છે. કેમ કે તેને મેળવવામાં પાપકર્મનો આશ્રવ અને બંધ થાય છે. કદાચિત લાભાન્તરાય અને ભોગાન્તરાય આદિ કર્મોના ક્ષયોપશમના ફળ સ્વરૂપ ભૌતિક સંપત્તિ પ્રાપ્ત પણ થઈ ગઇ તો પણ સમ્યગ્દષ્ટિજીવ તેને પરાધીન, વિનશ્વર, અને બંધનું કારણ સમજી તેમાં લિપ્ત થતા નથી. ઉદાસીન (તટસ્થ) ભાવથી તેને ગ્રહણ કરે છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ આશ્રવ અને કર્મબંધથી મળતી ભૌતિક સંપદાને હેય માને છે. સમ્યગ્દર્શનનો લાભ ચિંતામણિ આદિનો લાભઃ સમ્યગ્દર્શનને મહાન આચાર્યભગવંતોએ ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુની ઉપમા આપી છે. આચાર્ય સકલકીર્તિ પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં સમ્યક્ત્વને આ ત્રણ ઉપમા આપી છે. ૨૭૦ સમકિત Page #286 -------------------------------------------------------------------------- ________________ " सम्यक्त्वं यस्य भव्यस्य हस्ते चिन्तामणि भवेत् । कल्पवृक्षो गृहे तस्य, कामगव्यनुगामिनी ॥” - સમ્યગ્દર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) જે ભવ્યજીવની પાસે સમ્યગ્દર્શન છે. તેના હાથમાં ચિંતામણિ રત્ન, તેના ઘરમાં કલ્પવૃક્ષ તથા તેની પાછળ-પાછળ ચાલવાવાળી કામધેનું ગાય છે. તેમ સમજવું જોઈએ. ચિંતામણિ એક રત્ન છે જે દરેક મનોરથ પૂર્ણ કરે છે. કલ્પવૃક્ષ એક વિશિષ્ટ વૃક્ષ છે જેની છાયામાં બેસીને જે ઈચ્છો તે તરત મળી જાય છે અને કામધેનું ગાયને જ્યારે દોહવી હોય ત્યારે દોહીને દૂધ મેળવી શકાય છે. આ ત્રણે લૌકિક દષ્ટિએ ઘણાં જ મહત્ત્વપૂર્ણ, બહુમૂલ્ય, અને દુર્લભ ગણાય છે. પરંતુ લોકોત્તર અને આધ્યાત્મિક દૃષ્ટિથી તેનું મહત્ત્વ નથી. સમ્યગ્દર્શનમાં આ ત્રણે પદાર્થોના ગુણ મળે છે. સમ્યગ્દર્શન એ આધ્યાત્મિક રત્ન છે. આત્મા એ કલ્પવૃક્ષ છે. અને સમ્યગ્દર્શનની સમ્પન્નતા કામધેનું છે. જે પાછળ પાછળ ચાલે છે. જ્ઞાનાર્ણવમાં પણ કહ્યું છે કે “सदृर्शनमहारत्नं विश्वलोकैकभूषणम् । मुक्तिपर्यन्त कल्याण दानदक्षं प्रकीर्तितम् ॥” જ્ઞાનાર્ણવ; ગાથા ૬.૫૩, (પાનું ૯૬, લેખકઃ આચાર્ય શુભચંદ્ર, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડલ, અગાસ, વર્ષ ૧૯૮૧) આ સમ્યગ્દર્શન મહારત્ન છે. વિશ્વનું આભૂષણ છે. અને મોક્ષ ન થાય ત્યાં સુધી આત્મકલ્યાણની પ્રેરણા આપવામાં નિપુણ છે. સમ્યગ્દષ્ટિ એવું સમજે છે કે જ્યારે ચિંતામણિ રત્ન મારી પાસે છે. મારી પાસે શું, મારામાં જ છે ત્યારે મને કઈ વાતની ચિંતા? “રયણસાર’’માં પણ સમ્યગ્દર્શનને ચાર ઉપમાઓથી ઉપમિત કરીને તેની ઉપયોગિતા બતાવતા કહ્યું છે કે સમકિત ૨૭૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ "कामदुर्हि कप्पतरूं चिंतारयणं रसायणं य समं । लद्धो भुंजइ सोक्खं, जहच्छियं जाण तह सम्मं ॥" રયણસાર-ગાથા ૫૪ ભાગ્યશાળી મનુષ્ય જેવી રીતે કામધેનુ, કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન અને રસાયણને મેળવીને મનોવાંછિત ઉત્તમ સુખોને મેળવે છે. તેવી રીતે સમ્યગદર્શનથી ભવ્ય જીવો આ ચારેના સમાન સમસ્ત પ્રકારનાં સુખો સ્વયમેવ જ પ્રાપ્ત કરે છે. સમ્યગદર્શનનો લાભ સર્વોત્તમ કલ્પવૃક્ષનો લાભ સમ્યગદર્શનને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ એક એવું વૃક્ષ છે જેની નીચે બેસીને જે પણ મનમાં સંકલ્પ કરવામાં આવે તે જલદીથી પૂર્ણ થઈ જાય છે. તેવી રીતે સમ્યગદર્શન પણ કલ્પવૃક્ષ સમાન છે. તેની હાજરીમાં સાધક જે લોકોત્તર મનોરથ કરે છે તે ચોક્કસ પૂર્ણ થાય છે. પ્રશ્નોત્તર શ્રાવકાચારમાં સમ્યગદર્શનને ઉત્તમ કલ્પવૃક્ષની ઉપમા આપી તેનાં અંગોપાંગનું નિરૂપણ નીચે પ્રમાણે કર્યું છે તે આપણે જોઈએ. "जिनवरवचो मूलस्तत्वसस्कन्ध पीठः, सकलगुणपयोधि-वद्धिंतो वृत्तशाखः । "अखिलसमिति-पत्रपुष्पभारोऽवतान्नः, શિવસુ નનકો દ્રષ્ટિ અપવૃક્ષ: " -આચાર્ય સકલકીર્તિ પ્રશ્નોત્તર શ્રાવકચાર; ગાથા ૧૧.૧૦૭ - સમ્યગ્ગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થઃ ૦ સમ્યગ્દર્શન ઉત્તમ કલ્પવૃક્ષ છે. ૦ વીતરાગ અને તેના વચનો પર દૃઢ વિશ્વાસ જ સમ્યકત્વ કલ્પતરુનું મૂળ છે. ૦ જીવ આદિ નવ તત્ત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે તેનું થડ છે. ૦ ક્ષમા, દયા, શીલ, સંતોષ, વિનય આદિ અથવા નિઃશંકિત આદિ ગુણોથી પરિપૂર્ણ પાણીના સિંચન કરવાથી આ સમ્યગ્ગદર્શનરૂપી કલ્પવૃક્ષ વધે છે. ૦ સમસ્ત સમિતિ અને ગુપ્તિ અથવા જપ-તપ વગેરે શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ આ કલ્પવૃક્ષનાં પાંદડાં અને ફૂલો છે. સમકિત ૨૭૨ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૦ ચારિત્ર તે શાખાઓ છે. ડાળીઓ છે. ૦ અને મોક્ષનું સુખ તે આ સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. આ બધાં અંગોપાંગ મળીને સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષને સર્વોત્તમ બનાવે છે. આ સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનમાં જે મોક્ષના અનુરૂપ પદાર્થની કલ્પના કરે છે. તેને તે પદાર્થ જલદીથી મળી જાય છે. બધા લોકો મોટે ભાગે વૃક્ષનાં પાકેલાં ફળોની ઈચ્છા રાખે છે. મુમુક્ષગણ પણ સમ્યગદર્શનરૂપી કલ્પવૃક્ષથી મોક્ષસુખને મેળવવાની અભિલાષા કરે છે. સમ્યગ્ગદર્શન એક ઉત્તમ યોગ કાર્તિકેયાનુપ્રેક્ષામાં સમ્યગ્રદર્શનને અનેક ઉપમાઓ આપી છે. તે જોઈએ. "रयणाण महारयणं, सव्वजोयाण उत्तमं जोयं । रिद्धीण महारिद्धी, सम्मत्तं सव्वसिध्धियरं ॥ सम्मत्त गुणप्पहाणो देविंदरिंद वंदिओ। चत्तवयो वि य पावइ सग्गसुहं उत्तमं विविहं ॥" - કાર્તિકેયાનુપ્રેક્ષા; ગાથા ૩૨૫-૩૨૬ (પાનું ૨૨૯-૨૩૦, લેખકઃ સ્વામીકુમાર, પ્રકાશકઃ પરમકૃત પ્રભાવક મંડલ, અગાસ, વર્ષ ૧૯૬૦) અર્થ - બધા રત્નોમાં શ્રેષ્ઠ મહારત્ન સમ્યગદર્શન છે. વસ્તુને સિદ્ધ કરવાના ઉપાયરૂપ સર્વયોગ,મંત્ર અને ધ્યાન વગેરેમાં સમ્યગદર્શન ઉત્તમ યોગ છે. કેમ કે સમ્યગ્રદર્શનરૂપી યોગ મોક્ષને સિદ્ધ કરવામાં ઉત્તમયોગ છે. અાિ વગેરે રિદ્ધિઓમાં પણ સમ્યગ્દર્શન એક મહારિદ્ધિ છે. વધારે શું કહેવું? સમ્યગદર્શન સર્વસિદ્ધિકર્તા છે. સમ્યકત્વગુણથી પ્રધાનપુરુષ શ્રેષ્ઠ પુરુષ છે. તે દેવેન્દ્ર અને નરેન્દ્રોથી વંદનીય છે. કદાચ વ્રત રહિત હોય તો પણ તેને અનેક પ્રકારનાં ઉત્તમ સ્વર્ગ આદિ સુખો પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનથી પશુને પણ મનુષ્યત્વની પ્રાપ્તિ કોઈવાર પશુ પણ સમ્યગદર્શન મેળવી લે છે. જયારે ઘણીવાર મનુષ્ય મેળવી શક્તો નથી. પશુ પણ જો અનુકંપા વગેરે ગુણો કેળવે તો સમ્યગદર્શન પામી શકે છે. જયારે મનુષ્ય, સમકિત ૨૭૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ ક્રૂરતા રાખે તો તે સમ્યગ્દર્શન મેળવી શક્તો નથી. માટે જ્ઞાનીઓએ સ્પષ્ટ નિર્ણય આપ્યો છે કે આકૃતિથી ભલે કોઈ પશુ હોય પણ સમ્યગ્દર્શનથી-આત્મબોધથી સંપન્ન છે, શુદ્ધ ઉપયોગ કરી શકે છે, તો તે પશુની આકૃત્તિમાં મનુષ્ય છે. જયારે તેનાથી વિપરીત જો કોઈ મનુષ્યની આકૃતિમાં પણ કામ, ક્રોધ, આદિ વૈભાવિક-અશુદ્ધ-અશુભ વૃત્તિઓમાં રહે છે, અને તેને જ પોતાનો સ્વભાવ માને છે, મિથ્યાત્વથી ગ્રસ્ત છે. તો તે પશુસમાન છે. સાર આ છે કે જેના ચિત્તમાં સમ્યગ્દર્શનની જ્યોતિ પ્રગટ થઈ છે. તે પશુ હોવા છતાં પણ મનુષ્યત્વની ભૂમિકાનો નિર્વાહ કરે છે. આગમ જ્ઞાતાધર્મસૂત્રમાં આવું જ દૃષ્ટાંત આવે છે. જેમાં સમ્યક્ત્વ પ્રાપ્ત હાથી જીવોની અનુકંપા કરીને મનુષ્યભવને મેળવે છે. દËતઃ મેઘકુમાર મુનિનો પૂર્વભવ હાથીનો છે. તેમનું નામ મેરૂપભ છે. ૫૦૦ હાથિઓના જૂથના અધિપતિ છે. એકવાર વનમાં પ્રચંડ આગ લાગી તે વનમાં હરણ વગેરે પશુઓ ભયભીત થઈને અહીંતહીં દોડી રહ્યાં છે. બધાંને બચાવવા માટે મેરૂપ્રભએ મરુભૂમંડલ એક માંડલુ તૈયાર કર્યું. ખુલ્લા મેદાનમાં આ માંડલામાં બધાં પશુપક્ષીઓ આવીને રહ્યાં. માંડલું પશુપક્ષીથી ખીચોખીચ ભરાઈ ગયું. થોડી પણ જગ્યા રહી નથી તે સમયે અચાનક એક સસલું ત્યાં આવે છે. મેરૂપભએ પગ ખંજવાળવા માટે બીજો પગ ઉંચો કર્યો ત્યાં જગ્યા ખાલી જોઈને સસલું ત્યાં ગોઠવાઇ ગયું. બેસી ગયું. પગ નીચે મૂકવા જાય છે ત્યારે ખબર પડી કે નીચે સસલું છે. જો પગ નીચે મૂકીશ તો તે મરી જશે. તેથી મેરૂપ્રભએ ૨૦ પ્રહર પગ ઉપર જ રાખ્યો અનુકંપાભાવથી; જયારે આગ શાંત થઈ ત્યારે બધા જીવો ધીરે ધીરે કરીને મેદાનમાંથી બહાર નિકળી ગયા. સસલું પણ ચાલ્યું ગયું. મેરૂપભ જ્યારે પગ નીચે મૂકવા પ્રયત્ન કરે છે તો તે પગ જકડાઇ ગયેલો હોય છે જેના કારણે મેરૂપભ જમીન ઉપર પડી જાય છે અનુકંપાના કારણે તેણે પોતાની પીડાને પીડા ન સમજી અને શુભ અધ્યવસાયો સાથે મેરૂપભ મૃત્યુ પામે છે. શાસ્ત્રકાર કહે છે કે "तं जड़ताव तुमं मेहा तिरिक्खजोणिय भावमुवगएणं अपडिलद्ध समत्तरयणलंभेण से पाए पाणाणुकंपयाए जाव अंतरा चेव संधारिए, णो चेव णं णिक्खित्ते ।" – જ્ઞાતાધર્મકથા સૂત્ર; ગાથા ૧૩૮ (પાનું ૮૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૨૦૦૪) આ મૂળ પાઠનો ભાવાર્થ આ છે કે હે મેઘમુનિ ! તે સમયે તમે તિર્યંચયોનિથી યુકત હતા. તો ૨૭૪ સમકિત Page #290 -------------------------------------------------------------------------- ________________ પણ અપ્રતિબ્ધ સમ્યકત્વરત્નના લાભથી પ્રાણ, ભૂત, સત્વ અને જીવની અનુકંપાથી પ્રેરિત થઈને તમે તમારો પગ ઉપર રાખ્યો પણ નીચે ન રાખ્યો. આના ફળ સ્વરૂપે તમે મનુષ્યભવ અને તેમાં પણ રાજા શ્રેણિકના પુત્રના રૂપમાં જન્મ પામ્યા અર્થાત સમ્યગ્દર્શનથી આપે તિર્યંચયોનિમાંથી મનુષ્યયોનિ મેળવી. સમ્યગદર્શન પ્રાપ્તિ એક વિશુદ્ધ જ્યોતિની ઉપલબ્ધિઃ સંસારના દીપક આદિ પ્રકાશની જ્યતિ બુઝાઈ જાય છે. પરંતુ સમ્યગ્દર્શનની દિવ્ય જ્યોતિ, એમાં પણ ક્ષાયિક સમ્યગદર્શનની જ્યોતિ કયારેય બુઝાતી નથી, ઉપરથી તેનો પ્રકાશ ઉત્તરોત્તર વધતો જાય છે. જન્માંધ વ્યક્તિને જેમ આંખની જ્યોતિ મળી જતા જે આનંદ થાય છે તેનાથી પણ વધારે આનંદ સમ્યગદર્શન મેળવનારને થાય છે. અનંતકાળ સુધી જેણે મિથ્યાત્વના ભયંકર અંધકારમાં જીવન પસાર કર્યું છે, ભલા તેને સમ્યગ્દર્શનનું અજવાળું પ્રાપ્ત થતા કેમ આનંદ ન થાય? ચોક્કસ થાય જ! સમ્યગદર્શનની દિવ્ય જ્યોતિની પ્રાપ્તિ થવા પર મનુષ્યજીવનના કોઈ પણ ખૂણામાં ભાવ અંધકાર રહેતો નથી. તેનું આંતરિક જીવન ઝગમગી ઊઠે છે. સમ્યગદર્શનની જ્યોતિ જ્યારે સાધકના જીવનપથને પ્રકાશિત કરે છે ત્યારે તેને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. તે બેધડક પોતાના માર્ગ ઉપર ચાલે છે. મોક્ષપુરુષાર્થમાં અબાધગતિએ આગળ વધે છે. સમ્યગ્રદર્શનને તે પરમપદ માનીને તેની ઉપાસના અને સાધનામાં સંલગ્ન રહે છે. લાટીસંહિતામાં આ વાતનું સમર્થન કરતા કહ્યું છે. "तदेव सत्पुरुषार्थस्तदेव परमं पदम् । तदेव परमज्योतिः तदेव परमं तपः ॥" સમ્યગદર્શન જ સત્પરુષાર્થ છે, તે જ પરમપદ છે, તે જ પરમજ્યોતિ છે, અને તે જ પરમતપ છે. જીવનના આધ્યાત્મિક ક્ષેત્રમાં સમ્યગ્રદર્શન જ પરમ જ્યોતિ છે. જે મિથ્યાત્વનો અંધકાર તોડી પ્રકાશની ઉજ્જવળ કિરણો ફેલાવે છે. માટે તે પરમજ્યોતિ છે. ૨૭૫ સમકિત Page #291 -------------------------------------------------------------------------- ________________ સમ્યગદર્શનના પથ પર સાધક ચાલે છે. તે તેનો પરમ પુરુષાર્થ છે. અને બીજી સમસ્ત ઈચ્છાઓને તે અટકાવે છે. માટે તે તેનું પરમતપ છે. આ રીતે સમ્યગ્દર્શન પુરુષાર્થ છે. પરમપદ છે. પરમજ્યોતિ છે. અને પરમતપ છે. સમ્યગ્રદર્શન સંપન્નતાથી પરમલાભ “હંસUસંપન્નઈ જે અંતે ! ની લિંક નય?" -ઉ.સૂત્ર.અ.૨૯/૬૦ ભગવાન સમ્યગદર્શન પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે? આના ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું છે, "दंसणसंपन्नया एणं भव-मिच्छत्त छेयणं करेइ , परं न विज्झायइ परं अविज्झमाणे अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं, संजोएमाणे सम्मं भावेमाणे विहरइ।" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૯.૬૨ (પાનું ૨૧૦, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯, ૨જું સંસ્કરણ) અર્થ:- દર્શન (સમ્યગ્દર્શન)ની સંપન્નતાથી જીવ સંસારનું મૂળ મિથ્યાત્વનું છેદન કરે છે. અજ્ઞાનનું છેદન કરે છે. પછી તેના જ્ઞાનનો પ્રકાશ બુઝાતો નથી અને તે જ્ઞાનના પ્રકાશમાં શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનથી પોતાની આત્માને ભાવિત કરતો સમ્યકુભાવોથી યુક્ત થઈ વિચરે છે. આત્માના જ્ઞાનાદિ નિજગુણોમાં રમણતા કરે છે. આચારાંગસૂત્રમાં પણ આ વાત બતાવી છે, કે "जे अणन्नदंसी से अणन्नारामे । जे अणन्नारामे से अणन्नदंसी ॥" - આચારાંગસૂત્ર; ગાથા ૨.૬.૫ (લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ, વર્ષ ૧૯૯૯) અર્થાતુ-જે અનન્યદર્શન-સમ્યગ્દષ્ટિ છે. તે અનન્ય આરામ-પરમાર્થમાં રમણ કરવાવાળા છે. અને જે અનન્યરામ છે, તે અનન્યદર્શી છે. સમ્યગ્ગદર્શન સંપાને અવશ્ય મુક્તિલાભ જે આત્મામાં સમ્યગદર્શન પ્રગટ થઈ જાય છે. તેને એક દિવસ અવશ્ય મુક્તિ (મોક્ષ) મળે છે. પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ સંદેહ નથી. આ તથ્યને ઉજાગર કરતા તત્ત્વામૃતમાં કહાં છે. ૨૭૬ સમકિત Page #292 -------------------------------------------------------------------------- ________________ " सम्यक्त्वेन हियुक्तस्य ध्रुवं निर्वाणसंगमः " સમ્યગ્દર્શનથી યુક્ત આત્માને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે જેને એકવાર સમ્યગ્દર્શન પ્રાપ્ત થઈ જાય છે. તેની મુક્તિ સુનિશ્ચિત થઈ જાય છે. મુક્તિનો અર્થ છે કર્મનો સર્વથા ક્ષય. સમ્યગ્દર્શન જ્યારે વ્યક્તિમાં આવી જાય છે ત્યારે વ્યક્તિ અપ્રમત્ત અને જાગૃત થઈને દરેક કાર્ય કરે છે. મન, વચન, કાયાથી થવાવાળી પ્રવૃત્તિની સાથે કષાય અથવા રાગ, દ્વેષભાવ ભળે છે ત્યારે કર્મબંધ થાય છે. જ્યારે રાગદ્વેષ થતા નથી ત્યારે કર્મબંધ થતો નથી. આ પ્રમાણે નવા કર્મથી સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મા બચે છે. બીજું કેટલીયે વાર સંકટ, વિઘ્ન, દુઃખ, કષ્ટ, આવે છે ત્યારે પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મા તેને સમભાવપૂર્વક સહન કરે છે તેનાથી જૂનાં કર્મો ક્ષીણ કરે છે. આવી રીતે સમ્યગ્દર્શન પ્રાપ્ત આત્મા એક ને એક દિવસ ચાર ઘાતી કર્મનો સર્વથા ક્ષય કરે છે. અને બાકી ચાર અઘાતી કર્મ આયુષ્યકર્મ પૂરું થતાં, તેની સાથે પૂરા થાય છે. પછી તે આત્મા, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શનથી મોક્ષનો લાભ થાય છે. લાટી સંહિતામાં પણ કહ્યું છે કેઃ " सम्यक्त्वं दुर्लभं लोके, सम्यक्त्वं मोक्षसाधनम् " લોકમાં સમ્યક્ત્વ દુર્લભ છે અને તે મોક્ષનું સાધન છે. સમ્યગ્દર્શનથી સંસાર સીમિત થાય છે.ઃ સમ્યગ્દર્શન એ એક એવો જાદૂ છે કે તેના સ્પર્શથી જન્મમરણનું ચક્ર ધીમું પડી જાય છે. આ વાત નિશ્ચિત છે. ભગવતી આરાધના આ તથ્યની સાક્ષી છે. - સર્ગ-૩, શ્લોક ૧ "लद्धूण य सम्मत्तं मुहुत्तकालयवि जे परिवहंति । सिमणंताणंता ण भवदि संसारवासद्धा ॥" ભગવતી આરાધના; ગાથા ૧.૫૨ (પાનું ૯૭, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, વર્ષ ૧૯૭૮) અર્થઃ- જે જીવ એક મુર્હુર્તમાત્ર પણ સમ્યગ્દર્શનને મેળવે છે. અને પછી છોડી પણ દે છે, જીવ આ સંસારમાં અનંતાનંત કાળ પર્યંત રહેતો નથી. તો પણ સમકિત ૨૭૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ ધર્મસંગ્રહમાં પણ કહ્યું છે. अंतोमुहुत्त मित्तं पि फासिअं हुज्ज जेहिं सम्मतं । तेसिं अवड्ऽढपुग्गल परिअट्टो चेव संसारो ॥ અધિકાર ૨ શ્લોક ૨૧ની ટીકા અર્થ- જે જીવોએ માત્ર અંતર્મુહૂર્ત માટે પણ સમ્યગ્દર્શન સ્પર્શી લીધું તે જીવોનું સંસાર પરિભ્રમણ કાળ અર્ધપુદ્ગલ પરાવર્તનથી કંઇક ઓછું રહે છે. એ સિવાય પણ દર્શનમોહનો ક્ષય થવા પર કેટલા જન્મ બાકી રહે છે તેનું સ્પષ્ટિકરણ “ક્ષપણસાર”માં કહ્યું છે જે નીચે પ્રમાણે છે. "दसणमोहे खविदे सिज्झति तत्थेव तदिय तुरिय भवे । णादिक्कमदि तुरियभवे ण विणस्सति सेससम्मे वा ॥" અર્થ:- જો દર્શનમોહનીયકર્મનો ક્ષય થઈ ગયો હોય તો તે ભવમાં અથવા ત્રીજા ભવમાં અથ વા મનુષ્ય તિર્યંચનું આયુષ્ય બાંધી લીધુ હોય તો ભોગભૂમિની અપેક્ષાથી તે ચોથાભવનું ઉલ્લંઘન કરતો નથી. ક્ષાયિક સમ્યકત્વ એકવાર પ્રાપ્ત થયા પછી નષ્ટ થતું નથી. તત્ત્વાર્થ સૂત્ર- રાજવાર્તિકમાં પણ આ સૂક્ષ્મ ચિંતા વ્યક્ત કર્યું છે. કે જે સમ્યગદર્શનથી પતિત થતું નથી તે અધિથી અધિક દેવના ૭ મનુષ્યના ૮ જન્મ ગ્રહણ કરે છે અને ઓછામાં ઓછા બે-ત્રણ જન્મ ગ્રહણ કરે છે આટલા જન્મ પછી તેનો સંસાર ઉચ્છેદ થાય છે અર્થાત અટકી જાય છે. ગાથા-૨૬૯ઃ વસુનંદી શ્રાવકાચારમાં આ વાતને વધુ સ્પષ્ટ કરતા કહ્યું છે. "अण्णे उ सुदेवत्तं सुमाणुसत्तं पुणोपुणो लहिऊण । सत्तट्ठभवेहिं तओ करंति कम्मखयं णियमा ॥" વસુનંદી શ્રાવકાચાર; ગાથા ૨૬૯ (લેખકઃ આચાર્ય વસુનંદી, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન, કાશી, વર્ષ ૧૯૫૨) અર્થ - કેટલાય જીવો સુદેવત્વ અને સુમાનુષત્વને ફરી ફરી પ્રાપ્ત કરીને સાત આઠ ભવો પછી અવશ્ય કર્મ ક્ષય કરી લે છે. દા.ત. સુબાહુકુમાર સમકિત ૨૭૮ Page #294 -------------------------------------------------------------------------- ________________ આ બધા શાસ્ત્રીયપાઠો ઉપરથી એ સમજી શકાય છે કે સમ્યક્ત ગ્રહણ કરવાથી કેટલો મોટો લાભ થાય છે. - - - - - - - - સમકિત ૨૭૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૪ સમ્યગ્રદર્શનની સ્થિરતા, સુરક્ષા અને વિશુદ્ધિ સમ્યગદર્શન તે આત્માનું વિશુદ્ધ પરિણામ છે. આ પરિણામ જ્યારે ક્ષાયિક સમ્યગદર્શન પ્રગટે છે ત્યારે તો કાયમ માટે એક જેવું જ રહે છે. આ સમ્યગદર્શન વખતે પરિણામોમાં ચંચળતા, મલિનતા કે શિથિલતા કયારેય આવતી નથી. પણ જ્યારે ક્ષયોપશમ કે ઉપશમ સમકિત હોય છે. ત્યારે પરિણામોમાં ઉતાર-ચઢાવ, ઉત્થાન-પતન, આરોહ-અવરોહ આવતાં રહેતાં હોય છે. આમાં ચંચળતા, મલિનતા અને શિથિલતા પણ આવ જા કરે છે. આ બે પ્રકારના સમ્યગદર્શન વખતે પરિણામો કાયમ માટે એક સરખા હોતા નથી. આવા વખતે સમ્યગ્રદર્શનને અધિક ટકાવી રાખવા અને તેમાં શુદ્ધતા રહે અને વધે તેના માટે જીવનમાં નિમ્ન ભાવોનું હોવું જરૂરી છે. તે નીચે પ્રમાણે છેઃ (૧) સ્વયં અને બીજામાં જ્ઞાનની વૃદ્ધિ કરે (૨) વિવેકપૂર્વક સત્ય, પ્રિય, પરિમિત અને હિતકારી ભાષા બોલે. (૩) દુઃખમાં ધૈર્ય રાખે, સત્યને ન છોડે (૪) સદા સંતોષી રહે, દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહેવાનો પ્રયત્ન કરે. (૫) તત્ત્વજ્ઞાનમાં પ્રવીણ થાય (૬) અનાદિકાળથી મિથ્યાવશ અજ્ઞાન દ્વારા ઇન્દ્રિય-સુખોને જ સાચાં સુખ માન્યાં હતાં, આવી મારી વિપરીત બુદ્ધિ નષ્ટ થાય. વિષયસુખની ઈચ્છા સમાપ્ત થાય અને આત્મિક સુખની ભાવના જાગૃત થાય. પર ચીજની ચાહ નષ્ટ થાય અને નિઃસ્પૃહતા અને આકાંક્ષા વધે. આવા પ્રકારની ભાવના ભાવવી. (૭) પર-વસ્તુને પામવાની આકાંક્ષા જ આકુળતા છે, જે આત્મ-ભાનને નષ્ટ કરવાવાળો ભવ-વ્યાધિ છે. પર-વસ્તુની ઈચ્છાના ત્યાગથી શાંતિ અને સમભાવ રસ પ્રાપ્ત થાય છે. આનાથી જ આત્માના ગુણોની વૃદ્ધિ થાય છે. (૮) તત્ત્વોની સાચી સમજ મારામાં આવે, વિપરીત સમજ નાશ થાય. સત્યને સમજી લીધા પછી પૂર્વગ્રહ ન રહે. તત્ત્વોમાં અરુચિ દૂર થાય અને ગાઢ રુચિ પ્રગટે. ૨૮૦ સમકિત Page #296 -------------------------------------------------------------------------- ________________ (૯) કુદેવ, કુગુરુ અને કુધર્મવાળી કુબુદ્ધિ દૂર થાય, મારું ધ્યેય એ જ રહે કે વીતરાગ પ્રભુ મારા દેવ હોય, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આરાધક નિગ્રંથ મારા ગુરુ રહે, તથા અહિંસાદિ પાંચ વ્રતરૂપ અને વિષય-કષાયથી નિવૃત્તિરૂપ મારો ધર્મ રહે. અને આ ત્રિપુટીના દ્વારા શુદ્ધ સિદ્ધસ્વરૂપ આત્માનુભવ થાય. હું શરીરાદિ બાહા પદાર્થોની પૃથક (અલગ) અનંત જ્ઞાનાદિ પર્યાયવાળો ધ્રુવ, નિત્ય, શાશ્વત આત્મા છું અને આ શુદ્ધ આત્મસ્વરૂપ મને પ્રાપ્ત થાઓ. આવા પ્રકારોના ભાવોની સહાયથી જે જીવને સમ્યગ્દર્શનમાં બુદ્ધિ-પ્રજ્ઞા સ્થિર થઈ જાય છે તે ગીતામાં કથિત “સ્થિતપ્રજ્ઞ” અને આચારાંગ સૂત્ર પ્રમાણે “સ્થિતાત્મા” થઈ જાય છે. આના માટે સમ્યગ્રદર્શનમાં મનને સ્થિર કરવું જરૂરી છે. અને આ સ્થિરતા માટે નિરતિચાર સમ્યગદર્શનનું પાલન કરે. આ બધી વાત સમ્યગદર્શનની સ્થિરતા માટે આવશ્યક અને અનિવાર્ય છે. સમ્યગદર્શનની સુરક્ષા સંસારમાં જે પણ પદાર્થ બહુમૂલ્યવાન હોય છે અને બહુ દુર્લભ હોય છે તેની સુરક્ષા અને તેનું જતન ખૂબ ચોકસાઈથી કરવું પડે છે. તે વસ્તુ ખોવાય નહીં માટે. આ જ રીતે આધ્યાત્મિક જગતમાં આત્મા માટે સૌથી મૂલ્યવાન જો કોઈ વસ્તુ હોય તો તે છે “સમ્યગ્ગદર્શન' સમ્યગ્ગદર્શન મેળવવું ખૂબ જ દુર્લભ છે અને તેના પછી તેને સાચવવું પણ એટલું જ અઘરું છે. મોક્ષરૂપી તીજોરીની ચાવી તે સમ્યગ્રદર્શન જો આપણે ખોઇ બેસીએ તો મોક્ષના દરવાજા આપણે ખોલી શકતા નથી. આ થઈ સમ્યગદર્શનના મૂલ્ય અને દુર્લભતાની વાત. અહીં આપણે એ વિચારવાનું છે કે સમ્યગદર્શન આપણે કઈ રીતે પામી શકીએ અને સુરક્ષિત રાખી શકીએ. સમ્યગદર્શન પામવાની વાત તો આપણે આગળ કરી છે કે કેવી રીતે પામી શકાય.પણ સુરક્ષિત રાખવા માટે આપણે એ સમજવું જરૂરી છે કે સુરક્ષિત રાખવાનું કોનાથી છે? કોણ એવો ચોર છે કે જે આપણું સમ્યગ્રદર્શન ચોરી જશે? આ સવાલનું સમાધાન એમ છે કે “સમ્યગદર્શન”નું જો કોઈ બાધક તત્ત્વ હોય તો તે છે “મિથ્યાદર્શન”. આ એવી જ રીતે છે કે જાણે પ્રકાશનું બાધક તત્ત્વ અંધકાર છે. સમકિત ૨૮૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ આ કારણે મિથ્યાત્વથી બચવું ખૂબ જ આવશ્યક છે. મિથ્યાત્વના રહેવાથી જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ થઈ શકતી નથી. પવિત્ર સંયમ અને નિયમો તે બધું જ દૂષિત અને નષ્ટ થઈ જાય છે. એના કારણે વ્યક્તિની બુદ્ધિ, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, વિશ્વાસ અને ક્રિયા તે બધું જ વિપરીત થઈ જાય છે. ભક્તપરિશા પ્રકીર્ણકમાં બતાવ્યું છે કે “ન વિ તં ોફ અળી, ને વિમં વ્હિસો મા जं कुणइ महादोसं तिव्वं जीवस्स मिच्छत्त ॥" ગાથા- ૬૧ ભક્તપરિક્ષા પ્રકીર્ણક; ગાથા ૬૧ (પાનું ૧૮, લેખકઃ આચાર્ય વીરભદ્ર, પ્રકાશકઃ હર્ષપુષ્પામૃત ગ્રંથમાલા, હાલાર (ગુજરાત), વર્ષ ૧૯૮૬) અર્થઃ “તીવ્ર મિથ્યાત્વ આત્માનું જેટલું અહિત અને બગાડ કરે છે તેટલો બગાડ તો અગ્નિ, વિષ અને કાળો સાપ પણ નથી કરતા.’ સૂત્રતાંગમા બતાવ્યું છે કે મિથ્યાષ્ટિ અનાર્ય લોક મિથ્યાત્વ જ્વરથી ગ્રસ્ત થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. સમ્યગ્દર્શનની વિશુદ્ધિઃ સંસારમાં સૌથી અધિક દુર્લભ પદાર્થ કોઈ છે તે “સમ્યગ્દર્શન’” છે વીતરાગ તીર્થંકરો અને મહાન આચાર્યોએ સમ્યગ્દર્શનની શુદ્ધિ અને સુરક્ષા માટે અને સમ્યક્ત્વમાં અસાવધાનીથી લાગી જવાવાળા અતિચારો, દોષો, મલિનતાઓ, ભ્રાન્તિઓથી દૂર રહેવા અને જો લાગી જાય તો તરત શુદ્ધિ કરવાની શિક્ષા આપી છે. આ બાબત માટે શાસ્ત્રોમાં પણ ચેતવણી આપીને સાવધાન રહેવા કહ્યું છે. “समणोवासएणं सम्मत्तस्स पंच अइयारा पेयाला जाणियव्वा न समायरियव्वा....' આવશ્યક સૂત્ર-પ્રતિક્રમણ; વિષય ૫ (પાનું ૩૯, પ્રકાશકઃ દરિયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈન સંઘ, (છીપાપોળ), અમદાવાદ, વર્ષ ૧૯૯૭) "" અર્થાત્ “શ્રાવકને સમકિતના પાંચ અતિચાર મ્હોટા જાણવા પણ તેને આચરવા નહિ.’’ દર્શન વિશુદ્ધિને આધ્યાત્મિક જીવનમાં ખૂબ ોટું મહત્ત્વ આપ્યુ છે. દર્શન વિશુદ્ધિ વિના ન સમકિત ૨૮૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ તો જ્ઞાન કે ન તો ચારિત્ર શુદ્ધ રહે છે. તપ પણ તેના વગર શુદ્ધ રહેતું નથી. તત્ત્વાર્થ સૂત્રમાં દર્શનવિશુદ્ધિને તીર્થંકર નામગોત્રના ઉપાર્જનનું મુખ્ય કારણ બતાવ્યું છે. “ન વિશુદ્ધિ તીર્થત્વ " - તત્ત્વાર્થસૂત્ર આચાર્ય ઉમાસ્વાતી; ગાથા ૬.૨૪ (પાનું. ૩૮૪, પ્રકાશકઃ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાલા મહેસાણા, વર્ષ ૧૯૭૯) ભગવતી આરાધનામાં શુદ્ધ સમ્યગદર્શનનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે "सुद्धे सम्मत्ते अविरदो वि अज्जेदि तित्थयरणामं । जादो दु सेणिगो आगमेसिं अरुहो अविरदो वि ॥" - ભગવતી આરાધના; ગાથા ૧.૭૪૦ (પાનું ૪૬૬, લેખકઃ આચાર્ય શિવાર્ય, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, (મહારાષ્ટ્ર), વર્ષ ૧૯૭૮). અર્થાત્ - શંકા, કંખા આદિથી રહિત શુદ્ધ સમ્યક્ત હોવાથી પણ અવિરત સમ્યગદૃષ્ટિ તીર્થકર નામગોત્ર ઉપાર્જન કરી લે છે. કેવળ શુદ્ધ સમ્યગદર્શનના કારણે જ અવિરત સમ્યગ્દષ્ટિ રાજા શ્રેણિક ભવિષ્યકાળમાં અરિહંત (તીર્થકર) થશે. તત્ત્વાર્થ સૂત્રમાં તીર્થકરનામ કર્મ ઉપાર્જન માટે ૧૬ ભાવનાઓ બતાવી છે. પણ જૈનાચાર્યોનું કહેવું છે કે આ ૧૬ ભાવનામાં પરમ આગમની ભાષામાં ૨૫ દોષો રહિત અને અધ્યાત્મ ભાષામાં નિજ શુદ્ધ આત્મામાં ઉપાદેયરુપ રુચિરૂપ સમ્યત્વ ભાવનાને જ મુખ્ય સમજવી જોઈએ. (દ્રવ્યસંગ્રહ ટીકા ૩૮, ૧૫૯૪) દર્શન વિશુદ્ધિનાં બાબતમાં મોક્ષ-પાહુડમાં બતાવ્યું છેઃ "दंसणसुद्धो सुद्धो दंसणसुद्धो लहेइ णिव्वाणं । दसणविहीण पुरिसो न लहइ तं इच्छियं लाहं ॥" - અષ્ટપાહુડ; મોક્ષ પાહુડ ગાથા ૩૯, (પાનું પ૨૨, લેખકઃ આચાર્ય કુંદકુંદ, પ્રકાશકઃ લાડમલ જૈન શાંતિવીર દિગંબર જૈન મંદિર, મહાવીરજી (રાજસ્થાન), વર્ષ વી.સં. ૨૪૯૪) જે સમ્યગ્દર્શનની વિશુદ્ધિથી શુદ્ધ છે, તે જ આત્મા વાસ્તવમાં શુદ્ધ છે. અર્થાત તે જ સમકિત ૨૮૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ આત્માનું જ્ઞાન, ચારિત્ર અને તપ શુદ્ધ છે. દર્શન-શુદ્ધ આત્મા જ નિર્વાણને પ્રાપ્ત કરી શકે છે. દર્શનવિશુદ્ધિ વિહીન વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકતી નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે પોતાની અંતિમ ધર્મદશનામાં શુદ્ધ સમ્યગદર્શનનો લાભ બતાવતા કહ્યું છે કે "सम्मदंसणरत्ता अनियाणा सुक्कलेसमोगाढा। इय जे मरंति जीवा तेसिं सुलहा भवे बोही ॥" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૩૬.૨૫૮ (પાનું ૪૪૪, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) જે નિદાન (સુખ-ભોગોની વાંછાથી યુક્ત સંકલ્પ)થી રહિત સમ્યગદર્શનમાં અનુરક્ત છે, શુકલેશ્યામાં અવગાઢ-પ્રવિષ્ટ છે, તે જીવોને મરણ પછી “બોધિ” પામવાનું ખૂબ સુલભ છે. શુદ્ધ સમ્યગદર્શનધારકને તેનું સર્વોત્તમ ફળ બતાવતા કહ્યું છે કે "अतिचारविनिर्मुक्तं यो धत्ते दर्शनं सुधीः। तस्य मुक्ति समायाति नाकसौख्यस्य का कथा? ॥" ભટ્ટારક સકલકીર્તિનું પ્રશ્નોત્તર શ્રાવકાચાર, ગાથા ૧૧.૯૪ જે બુદ્ધિમાન માનવ અતિચારોથી મુક્ત શુદ્ધ સમ્યગદર્શનને ધારણ કરી લે છે, તેને મુક્તિલક્ષ્મી સ્વયં વરવા આવે છે. સ્વર્ગનાં સુખોનું તો શું કહેવું? એ તો એમને એમ જ પ્રાપ્ત થાય છે. શુદ્ધ સમ્યગદર્શનના હોવાથી જ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ ધર્મ કહેવાવાળાં તત્ત્વોનું પાલન સાચા અર્થમાં ધર્મ બની શકે છે. અન્યથા નહીં. નીચે બતાવ્યું છે "सम्यकत्व शुद्धाविव धर्मलाभ" સમ્યક્ત શુદ્ધિ થવાથી જ ધર્મનો લાભ થાય છે. આનો અર્થ એમ છે કે શુદ્ધ સમ્યગૃષ્ટિપૂર્વક અહિંસા, સત્ય, આદિનું આચરણ કરવાથી જ ધર્મનો લાભ મળી શકે છે. આ અટપટી વાતને બરાબર સમજવા માટે એ રીતે જોવું કે “શુદ્ધ સમ્યગ્દર્શન” વિના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, આદિ તત્ત્વનું પાલન કે આચરણ કરવાથી તે ધર્મ ન રહેવાથી પુણ્યનું રૂપ લે છે. એટલે કે પુણ્ય બંધાતા સંસારનાં બધા સુખો, દેવ સુખો બધું મળી શકે છે. પણ ધર્મનો લાભ ન મળવાથી બીજા ભવોમાં જૈન ધર્મ પ્રાપ્ત થવો, તેમાં રૂચિ રહેવી અને મોક્ષ સમકિત ૨૮૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ માર્ગ મળવો તે કોઈ વાર દુર્લભ બની જાય છે. એટલે અહીં ધર્મ ન મળવો અને પુણ્ય મળવું તે બેમાં ફરક બતાવ્યો છે. સમ્યગ્રદર્શનમાં વિશુદ્ધિ એટલે શું? સમ્યગ્દર્શનની વિશુદ્ધિની પરિભાષા તથા લક્ષણો અને તેના સ્વરૂપને જાણવાં ખૂબ જ જરૂરી છે. જુદા જુદા આચાર્યો દ્વારા પ્રસ્તુત કરેલાં લક્ષણો આ પ્રમાણે છે. (૧) વીતરાગ ભગવાન દ્વારા બતાવેલા મોક્ષમાર્ગ પર નિઃશંક્તિ (શંકા વગર) આદિ આઠ અંગોથી યુક્ત રુચિ અને શ્રદ્ધા તે દર્શન વિશુદ્ધિ કહેવાય. સર્વાર્થસિદ્ધિ ૬/૨૪ (૨) “સ સમર્વસ તવિસુલા....તિમૂહાવોઢअट्ठमलवदिरित्त सम्मदंसणभावो दंसणविसुज्झदा नाम" ધવલા ૮/૭૯-૮૦ - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) અર્થ “દર્શનનો અર્થ સમ્યગદર્શન છે. તેની વિશુદ્ધતા અર્થાત્ મૂઢતાઓ આઠમદ કે આઠમલથી રહિત સમ્યગદર્શનનું નામ દર્શનવિશુદ્ધતા.” (૩) જિનોપદેશિત મોક્ષમાર્ગના વિષયમાં શંકા, કંખા (આલોક-પરલોકમાં ધર્મકરણીના ફળની ઈચ્છા), વિચિકિત્સા, અન્યમાર્ગ પ્રશંસા, અન્યમાર્ગોના પરિચયથી વિરતિ તથા મૂઢતાઓ આદિથી રહિત હોવું તેને સમ્યગદર્શન વિશુદ્ધતા કહેવાય છે. (૪) જીવાદિ પદાર્થોના સંબંધમાં તત્ત્વવિષયક રુચિ, પ્રીતિ અને નિર્મળતા હોવી તે દર્શન વિશુદ્ધિ કહેવાય. (૫) ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યગદર્શનોની યથાયોગ્ય અનેક પ્રકારની શુદ્ધિ પણ દર્શનવિશુદ્ધિ કહેવાય. (૬) શંકાદિ મળના હટી જવાથી જે પ્રસન્નતા થાય છે અને નિર્મળતા પ્રાપ્ત થાય છે તે પણ દર્શન વિશુદ્ધિ કહેવાય. (૭) પ્રવચનસારની તાત્પર્યવૃત્તિમાં દર્શનશુદ્ધ પુરુષનું લક્ષણ નીચે પ્રમાણે બતાવ્યું છે. સમકિત ૨૮૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ "निजशुद्धात्मरुचिरुपनिश्चयसम्यक्त्वसाधकेन मूढत्यादि पंचविंशतिमलरहितेनतत्त्वार्थश्रद्धानलक्षणेन दर्शनेन शुद्धा दर्शनशुद्धाः पुरुषाः।" - આચાર્ય અમ્રિતાચંદ્ર તાત્પર્યવૃત્તિ ટીકા, ગાથા ૮૨.૧૦૪.૧૮ - સમ્યગદર્શન; (લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશક: દિવાકરજ્યોતિ કાર્યાલય, વ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) નિજ શુદ્ધ આત્મસ્વરૂપનો રુચિરૂપ નિશ્ચય સમ્યગુદર્શનનો સાધક જે તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ દર્શન છે, તેની ત્રણ મૂઢતાઓ આદિ ૨૫ દોષોથી રહિત-શુદ્ધ દર્શનથી યુક્ત પુરુષ દર્શનશુદ્ધ કહેવાય છે. આ પ્રકારે સમ્યગદર્શનની વિશુદ્ધિનાં સ્વરૂપ સમજીને સાધકે પોતાની શુદ્ધિ માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેવું જોઈએ. શ્વેતાંબર પરંપરામાં વિશુદ્ધિનો માર્ગ ઉત્તરાધ્યયન સૂત્ર ૩/૧૨ માં કહ્યું છે કે “થો યુદ્ધ વિઠ્ઠ" - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૧.૩.૧૨ (પાનું ૭૭, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) ધર્મ શુદ્ધ આત્મામાં જ ટકી શકે છે એટલે ધર્મ શુદ્ધ રાખવા માટે સમ્યગ્રદર્શનને પણ શુદ્ધ રાખવું જરૂરી છે. સમ્યગદર્શનને શુદ્ધ રાખવા માટે ઉત્તરાધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે, “વર્ષથ્વીતત્થgum વંસ વિર્દિ ની ” ઉત્તરાધ્યયનસૂત્ર ૨૯/૯ - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨.૨૯.૯ (પાનું ૧૭૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) ચોવીસ તીર્થકરોની સ્તુતિ-સ્તવ (ચતુર્વિશતિસ્તવ) બોલવાથી જીવ દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. અરિહંતદેવના પ્રતિ શ્રદ્ધા ત્યારે જ સુદઢ અને શુદ્ધ થઈ શકે છે જ્યારે વ્યક્તિ અનન્યભક્તિભાવથી, અન્ય હેતુ વગર, નિષ્કામ, નિસ્વાર્થ ભાવથી ફક્ત આત્મશુદ્ધિની દષ્ટિથી સ્તુતિ કે સ્તવન કરે, ૨૮૬ સમકિત Page #302 -------------------------------------------------------------------------- ________________ આ સ્તુતિ સમ્યગ્દર્શની વ્યક્તિને શુદ્ધતા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. દિગંબર પરંપરામાં વિશુદ્ધિનો માર્ગ દિગમ્બર પરંપરામાં અનેક ગ્રન્થોમાં ૨૫ દોષોના ત્યાગથી સમ્યગ્રદર્શનની વિશુદ્ધિ થઈ શકે છે તેમ બતાવ્યું છે. તે ૨૫ દોષો નીચે પ્રમાણે છે. (૧) ૩ મૂઢતાઓનો ત્યાગઃ દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા. આ ત્રણ મૂઢતાઓ દ્વારા પોતાના આત્માના વિશુદ્ધ સ્વરૂપમાં ચલ, મલ અને અગાઢ દોષોને અંદર ઘૂસવા ન દેવા. (૨) ૮ મદનો ત્યાગ (૧) કૂળમદ (૨) જાતિમદ (૩) બળમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬) લાભમદ (૭) શ્રતમદ (૮) ઐશ્વર્યમદ. શ્વેતામ્બર અને દિગંબર બને પરંપરાઓમાં આ આઠ મદ બતાવ્યા છે. (કોઈક નામો જુદાં હોઈ શકે) (૧-૨) કૂળમદ-જાતિમદ- સમ્યગ્દષ્ટિ પોતાની જાતિ કે કુળનું જો અભિમાન કરે. બીજા નીચા કૂળના સાધર્મિકનું અપમાન કરે તો તેના દર્શનમાં મલિનતા આવી શકે છે. જૈનધર્મની પરંપરા કૂળ કે જાતિપ્રધાન નથી. પણ ગુણપ્રધાન છે. (૩) બળમદ - પોતાની તાકાત, શક્તિનું જો અભિમાન કરે અને તે શક્તિ દ્વારા બીજાને હાનિ પહોંચાડે અથવા તો બીજાના અધિકાર પોતે લઇ લે. આવા પ્રકારનો દુરુઉપયોગ કરવાથી દર્શનમાં મલિનતા આવી શકે છે. (૪) રૂપમદ/સૌંદર્યદ - રૂપના અભિમાનથી રાગ, મોહ અને આશક્તિ પેદા થાય છે. રૂપ તો પર પદાર્થ છે અને પર પદાર્થ ઉપર રાગ કે મોહ રાખવો તે કર્મબંધનું કારણ છે અને રૂપના ઉપર ધ્યાન રાખવાથી આત્મા ઉપરનું ધ્યાન જતું રહે છે અને તેથી સમ્યગૃષ્ટિના દર્શનમાં અશુદ્ધિ આવી શકે છે. સમકિત ૨૮૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ (૫) તપમદ - હું સૌથી વધારે તપશ્ચર્યા કરી શકું છું. મારી બરોબર કોઈ જ બીજો તપસ્વી નથી. મારી તપશ્ચર્યા સૌથી પ્રશંસનીય છે આવા પ્રકારના મદથી વ્યક્તિ નીચે પડે છે. અને આ અસત્ય અભિમાન તેના દર્શનને દૂષિત કરે છે. (૬) લાભમદ - લક્ષ્મીની પ્રાપ્તિ તો લાભાન્તરાય કર્મનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી થાય છે. તેમાં ગર્વ કરવો તે તદ્દન ખોટું છે. આ લાભ તો કોઈને પણ પોતાના અંતરાય તૂટવાથી થઈ શકે છે. તેનાથી કંઇ મોક્ષપ્રાપ્તિ થતી નથી. પણ લાભ થવાથી જે અભિમાન કરે છે તે ખોટાં નવાં ગાઢ કર્મો બાંધે છે અને મોક્ષમાર્ગથી વિચલિત થઈ જાય છે. અને તેનાથી તેના દર્શનમાં દોષ લાગી શકે છે. (૭) શ્રતમદઃ- પોતાના જ્ઞાનની બાબતમાં ગર્વ કરવો તે વ્યક્તિ માટે ખૂબ જ હાનિકારક છે. તે જ્ઞાનના અભિમાનથી વ્યક્તિ એમ જ સમજવા માંડે છે કે પોતે સંપૂર્ણ જ્ઞાની થઈ ગયો છે. અને તેનાથી પોતાની વિપરીત અને ખોટી સમજને પણ સાચી માનવા લાગે છે. જેમ ગોશાલકજીને ગર્વ થઈ ગયેલો કે પોતે સર્વજ્ઞ છે, અને વીર પ્રભુ તે સાચા સર્વજ્ઞ નથી. આવા અભિમાનથી તેમના આત્માનું કેટલું બગડ્યું તે આપણને ખબર છે. આવા પ્રકારનો જ્ઞાન પ્રત્યેનો ગર્વ તે દર્શનને પણ અશુદ્ધ કરી નાખે છે. (૮) ઐશ્વર્યમદઃ- વ્યક્તિ પોતાની જાહોજલાલી અને સમૃદ્ધિને જોઈને અભિમાનથી છકી જાય છે. આ સમૃદ્ધિ તો પૂર્વ કૃત કર્મોની દેન છે. પોતે તેમાં જો પડી જશે તો પોતાની સાચી કમાઇ એટલે કે આત્મ વિશુદ્ધિની કમાણી ક્યારે કરશે? મગજને બરાબર સમતુલિત ન રાખ્યું તો આ કાદવરૂપ સમૃદ્ધિમાં અંદર ફસાઇ જતા વાર લાગતી નથી, અને ત્યારે સાચો માર્ગ, ધર્મ, સાચી શ્રદ્ધા બધું જ ભુલાઈ જાય છે; અને પોતાના સમ્યગદર્શનનું પતન થાય છે. આવી રીતે આ આઠ પ્રકારના મદ(અભિમાન) સમ્યગ્રદર્શનને અશુદ્ધ બનાવે છે. આ મદો કલહ, અંકલેશ અને દુરાગ્રહોનાં મૂળ છે. આનાથી શુદ્ધ ધર્મની હાનિ થાય છે. આચાર્ય સમંતભદ્ર રત્નકાંડશ્રાવકાચાર; ગાથા ૨૬માં કહે છે, કે "स्मयेन योऽन्यानत्येति धर्मस्थान गर्विताशयः । सोऽत्येति धर्ममात्मीयं न धर्मो धार्मिकैविना ॥" જે વ્યક્તિ ચિત્તમાં કોઈપણ વાતથી ગર્વિત થઈ ગર્વપૂર્વક ધર્મિષ્ઠ અન્ય વ્યક્તિઓનો તિરસ્કાર કરે છે. પોતાની જૂઠી ધાક વધારે છે, તે પોતાના જ ધર્મનો તિરસ્કાર કરે છે, પોતાના જ ૨૮૮ સમકિત Page #304 -------------------------------------------------------------------------- ________________ ધર્મને બદનામ કરે છે, કારણ કે ધર્મ તે ધાર્મિકના આધાર વગર ટકતો નથી. તે સમસ્ત ધર્માત્મા પુરુષો પ્રતિ અવિનય કરે છે, કોઈ પણ પદાર્થ ઉપર ગર્વ કરવાથી આત્મા ઊંચો થ તો નથી. તે તો વધારે નીચે પડે છે. (૩) અનાયતનોની સેવાનો ત્યાગઃ (૧) મિથ્યાદર્શન (૨) મિથ્યાજ્ઞાન (૩) મિથ્યાચારિત્ર (૪) મિથ્યાદષ્ટિ (૫) મિથ્યાજ્ઞાની (૬) મિથ્યાચારિત્રી આ ૬નો સંગ કે સેવન છોડવાથી સમ્યગ્દર્શનની શુદ્ધતા અને સુરક્ષા થઈ શકે છે. “જેવો સંગ તેવો રંગ” એ કહેવત પ્રમાણે જો સમ્યગ્દષ્ટિપણ મિથ્યાત્વીનો ખૂબ જ પરિચય કરે, તેમની જોડે વાદવિવાદ કરે અને તેમની આગતા-સ્વાગતા કરે તો સત્ય માર્ગથી લપસીને મિથ્યામાર્ગ ઉપર ચાલતા વાર લાગતી નથી. એટલે જ બને તેટલું મિથ્યાત્વના કોઈ પણ કારણથી દૂર રહેવું તે ખૂબ જ લાભકારી છે. (૪) ૮ દોષોનો ત્યાગઃ સમ્યગ્દર્શનના જે ૮ અંગ છે- નિઃશંકિત આદિ તે સમ્યગ્દર્શનના ગુણો છે. પરંતુ આ ૮ અંગથી વિપરીત શંકા આદિ ૮ દોષો છે. આ ૮ દોષ સમ્યગ્દર્શનને મલિન કરે છે. સમ્યગ્દર્શનરૂપી સ્વચ્છ દર્પણ ઉપર આ ૮ કલંક છે, ધબ્બા છે; જે સમ્યગ્દર્શનને દોષિત, અશુદ્ધ અને ગંદું કરે છે. તે ૮ દોષ નીચે પ્રમાણે છે. (૧) શંકા (૨) કંખા (૩) વિચિકિત્સા (૪) મૂઢદૃષ્ટિત્વ (૫) અનુપભ્રંણ અથવા અનુપગ્રહન (૬) અસ્થિતિકરણ (૭) અવાત્સલ્ય (૮) અપ્રભાવના શંકા, કંખા, વિચિકિત્સા અને મૂઢદૃષ્ટિત્વ આ ચાર દોષ કયા પ્રકારે સમ્યગ્દર્શનને દોષિત કરે છે તે વ્યવહાર સમ્યગ્દર્શનના ૬૭ બોલમાં પાંચ પ્રકારના અતિચારોમાં બતાવ્યા છે. એ જ પ્રમાણે જો વ્યક્તિ શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગ ઉપર અજ્ઞાની દ્વારા થવાવાળી ધર્મ અને ધાર્મિકોની નિંદાને દૂર કરતો નથી, ચૂપચાપ રહે છે, સમ્યગ્દર્શનથી ડગમગાતા સાધર્મીને ફરીથી એ જ માર્ગ ઉપર સ્થાપિત કરતો નથી, સાધર્મીઓની હીન અને નબળી પરિસ્થિતિને જોઈને પોતે સમર્થ હોવા છતાં પણ તેમના પ્રતિ વાત્સલ્યભાવ રાખતો નથી, તેમને સહયોગ અને મદદ કરતો નથી, અને જે મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવે એવા ધર્મને તેની મહત્તાથી નીચે પાડે છે, એ જ ધર્મની બદનામી કરે છે, લોકમાં એ ધર્મને પ્રભાવશૂન્ય બતાવે છે. આવી સમકિત ૨૮૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ ચારેય વ્યક્તિઓ સમ્યગ્દર્શનની વિરોધક છે, અને સમ્યગ્દર્શનને દોષિત અને અશુદ્ધ કરે છે. આ જ કારણે સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે ઉપર બતાવેલ ૨૫દોષો નો ત્યાગ કરવો આવશ્યક છે. ૨૯૦ સમકિત Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨.૧૫ સમ્યગ્દર્શનથી સિદ્ધઅવસ્થા આત્માના અનંત ગુણો છે. તેમાં મુખ્યત્વે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ છે. આ ગુણો જીવના વિશેષ સ્વભાવરૂપ છે. આત્માની અંદર આ ગુણો રહે છે. આ ગુણો આત્માની શુદ્ધિથી શુદ્ધ બને છે અને આત્માની અશુદ્ધિથી અશુદ્ધ બને છે. આમ જીવના જ્ઞાનાદિ ગુણોની શુદ્ધિ-અશુદ્ધિ રૂપ જે તરતમ ભાવો છે તેનું સ્થાન તે ‘‘ગુણસ્થાનક’ કહેવાય છે. બીજી રીતે ગુણસ્થાનકની વ્યાખ્યા સમજીએ તો આ પ્રમાણે છે. ૧) આત્મવિકાસની ક્રમિક અવસ્થાઓ ૨) આત્મામાં ગુણો પ્રગટવાથી થતી આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. ૩) મોહનીય કર્મના ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષયોપશમાદિ અવસ્થાઓના હોવાથી જે ભાવોથી જીવ લક્ષિત થાય છે તેને સર્વદર્શી પરમાત્માઓએ ગુણસ્થાનક કહ્યું છે. ૪) આચાર્ય નેમિચંદ્રદેવે ‘ગોમ્મટસાર’ ની ગાથા ૩ અને ૮માં ગુણસ્થાનકની વ્યાખ્યા આપી છે તે “મોહ અને યોગના નિમિત્તથી જીવની શ્રદ્ધા અને ચારિત્ર ગુણોની થવાવાળી તારતમ્યરૂપ અર્થાત હીનાધિક અવસ્થાઓને ગુણસ્થાનક કહેવાય છે.’’ આ પ્રમાણે પ્રગટ થયેલા ગુણોનાં સ્વરૂપની વિશેષતાને ‘‘ગુણસ્થાનક’” કહેવામાં આવે છે. સામાન્ય રીતે તો જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપની વિશેષતા અનંત પ્રકારની હોય છે. તેથી ગુણસ્થાનકો પણ અનંત થાય છે. છતાં તે વિશેષતાઓ સામાન્ય મનુષ્યોના ખ્યાલમાં ન આવે તેથી ખાસ વિશેષતા બતાવવા અનંત અનંત જ્ઞાનાદિ ગુણોના સ્વરૂપ વિશેષને સંક્ષેપમાં સમાવી સ્થૂળૠષ્ટિથી ‘ચૌદગુણસ્થાનક’’ જ કહેવામાં આવ્યા છે. આ ચૌદ ગુણસ્થાનકમાં ૧થી ૩ ગુણસ્થાનકવાળા ‘અવનત’’ અવસ્થામાં હોય છે. અને ૪થી ૧૪ ગુણસ્થાનક સુધીમાં અગિયાર ગુણસ્થાનકવાળા ‘ઉન્નતિશીલ-પ્રગતિશીલ’’ અવસ્થામાં હોય છે. શ્રી સમવાયાંગ સૂત્રનાં ૧૪મા સમવાયના ૪થા સૂત્રમાં ચૌદ જીવસ્થાનમાં’’નામ છે તે જ ‘‘ચૌદગુણસ્થાનકના’’ નામથી પ્રસિદ્ધ છે. "कम्मविसोहिमग्गणं पडुच्च चउदस जीवद्वाणा पण्णता, तं जहा मिच्छादिठ्ठी, સાસાયા, સમ્મવિઠ્ઠી, સમ્મામિટ્ટિી, અવિય સમ્મવિટ્ટી, વિષયાવિર, સમકિત ૨૯૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ पमत्तसंजए, अप्पमत्तसंजए, णिअट्टिबायरे, अणिअट्टिबायरे, सुहुमसंपराए, હવસામણે વા હવઘુ વા નવસંતનોદે છીણમોહે, સનોની વતી, અનોની વલી' - સમવાયાંગ સૂત્ર; ગાથા ૧૪.૪ (પાનું ૭૨, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર) મુંબઈ, વર્ષ ૨૦૦૯) અર્થ:- કર્મોની વિશુદ્ધિની પ્રાપ્તિ કરવાના ઉપાયોની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન બતાવ્યા છે. જેમ કે ૧) મિથ્યાદષ્ટિ ૨) સાસ્વાદન સમ્યક્દષ્ટિ ૩) સમ્યકમિથ્યાદષ્ટિ (મિશ્ર દૃષ્ટિ) ૪) અવિરત સમ્યક્દષ્ટિ ૫) વિરતાવિરત (દેશવિરત) ૬) પ્રમત્તસયંત ૭)અપ્રમત્તસયંત ૮) નિવૃત્તિબાદર ૯) અનિવૃત્તિબાદર ૧૦) સૂક્ષ્મસંપરાય ૧૧) ઉપશાંતમોહ ૧૨) ક્ષીણ મોહ ૧૩) સયોગી કેવળી ૧૪) અયોગી કેવળી આ જ રીતે ‘કર્મસ્તવ’ નામના બીજા કર્મગ્રંથમાં ચૌદ ગુણસ્થાનકનાં નામ નીચે બતાવેલી ગાથામાં દર્શાવ્યા છે. "मिच्छे सासण मीसे अविरय देसे पमत्त अपमत्ते । નિટ્ટિ-અનિયટ્ટિ સુદુમો વામ-ચીન-સનોશિ-અ-નોશિશુળા ।।૨।।’’ કર્મગ્રંથ; ગાથા ૨.૨ (પાનું ૨૫૦, પ્રકાશકઃ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા, મહેસાણા, વર્ષ ૧૯૭૯) અર્થઃ મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ, અનિવૃત્તિ, સૂક્ષ્મ, ઉપશમ, ક્ષીણ, સયોગી, અયોગી, ગુણસ્થાનકો છે. આજ રીતે સિદ્ધાંત-ચક્રવર્તી આચાર્યશ્રી નેમિચંદ્ર રચિત ગોમ્મટસાર જીવકાંડની ગાથા ૯ અને ૧૦માં ચૌદ ગુણસ્થાનક (જીવસમાસ)નાં નામ ક્રમાનુસાર દર્શાવ્યા છે. આ શોધ નિબંધના કેન્દ્રમાં રહેલી કનકસોમમુનિ કૃત ‘ગુણસ્થાન વિવરણ ચોપાઈ’માં ગાથા ૩, ૪ અને ૫માં આ ગુણસ્થાનકનાં નામ વર્ણવ્યા છે. આ પ્રમાણે જીવની આધ્યાત્મિક અવસ્થા દર્શાવનાર ચૌદ ગુણસ્થાનકનાં નામ નીચે મુજબ છે. ૧) મિથ્યાત્વ ગુણસ્થાનક ૨) સાસ્વાદન સભ્યષ્ટિ ગુણસ્થાનક ૩) મિશ્ર (સમ્યક્ મિથ્યાદષ્ટિ) ગુણસ્થાનક ૨૯૨ સમકિત Page #308 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક ૫) દેશવિરતિ ગુણસ્થાનક ૬) પ્રમત્તસંયત ગુણસ્થાનક ૭) અપ્રમત્તસંયત ગુણસ્થાનક ૮) નિવૃત્તિબાદર ગુણસ્થાનક ૯) અનિવૃત્તિબાદર ગુણસ્થાનક ૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક ૧૧) ઉપશાંતમોહનીય ગુણસ્થાનક ૧૨) ક્ષીણ મોહનીય ગુણસ્થાનક ૧૩) સયોગી કેવળી ગુણસ્થાનક ૧૪) અયોગી કેવળી ગુણસ્થાનક આ પ્રમાણે ગુણસ્થાનનો પરિચય આપણે કર્યો. સીડી ઉપર કેવી રીતે ચઢાય છે? અને એમાં પણ મુખ્ય ભાગ ‘‘સમ્યગ્દર્શન’’ કેવી રીતે ભજવે છે? તે હવે ક્રમસર જોઈએ. ૧) મિથ્યાત્વ ગુણસ્થાનકઃ આપણે આગળ મિથ્યાત્વ મોહનીય વિષેજોયું અને જાણ્યું છે. મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી કુદેવમાં દેવ, કુગુરુમાં ગુરુ અને કુધર્મમાં ધર્મ શ્રદ્ધારૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહેવાય છે. દેવ, ગુરુ અને ધર્મના સત્ય સ્વરૂપથી અજાણ એવા જીવની અહીં પ્રારંભિક અજ્ઞાન અવસ્થા હોય છે. વીતરાગ-સર્વજ્ઞ પ્રણીત વાણીથી ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના કરે તેને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનક મોહનીય કર્મની બધી જ ૨૮એ પ્રકૃતિનો ઉદય હોય છે. અહીં મુખ્ય એ સમજવું કે આત્મા આ ગુણસ્થાનકે અજ્ઞાનતાના કારણે અને તેનાથી થતી ખોટી શ્રદ્ધાના કારણે હોય છે. ૨) સાસ્વાદન સમ્યક્દષ્ટિ ગુણસ્થાનકઃ આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય તો ઉપશમ સમકિતથી પાછા ફરતાં જીવને જ પ્રાપ્ત થાય છે. આ પ્રથમ ગુણસ્થાનકથી ચડતાં પ્રાપ્ત ન થાય કારણ કે અનાદિકાળનો મિથ્યાત્વી પ્રથમવાર સમકિત પ્રાપ્તિ વખતે પહેલા ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકે જ જાય છે. આ ગુણસ્થાનકનું મુખ્ય લક્ષણ એ છે કે સમકિતને હજી પૂરેપૂરું છોડ્યું નથી અને મિથ્યાત્વના પૂર્ણ પરિણામની પ્રાપ્તિ હજી થઈ નથી. સમકિત ૨૯૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનકે ઉપશમ સમકિતમાં રહેલા જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થાય તો તે સમકિતથી પતન પામે અને મિથ્યાત્વ તરફ જાય પણ હજી મિથ્યાત્વ સંપૂર્ણ પ્રાપ્ત થયું નથી. આવા પરિણામ વિશેષને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અહીં અનંતાનુબંધી કષાયનો ઉદય અવશ્ય મિથ્યાત્વનો ઉદય કરાવે છે. દા.ત. જેમ કોઈ પુરુષે ખીરનું ભોજન કર્યું ત્યાર પછી વમન થયું ત્યારે માત્ર ખીરનો સ્વાદ રહ્યો તે સમાન સાસ્વાદન સમકિત અને વમન થયું તે સમાન ઉપશમ સમકિત ગયું. સમ્યક્ત્વ ભાવનું વમન કરતાં આ જીવને સમ્યક્ત્વ ભાવનો આસ્વાદ રહે છે. પ્રકૃતિની અપેક્ષાએ આ ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયની ૪ પ્રકૃતિનો ઉદય અને દર્શન મોહનીય કર્મની ૩ પ્રકૃતિનો ઉપશમ હોય અથવા અનંતાનુબંધી ૪નો ક્ષયોપશમ અને ૧ મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ હોય છે. આની સાથે મોહનીયની શેષ ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે. ફળ સ્વરૂપે ઉત્કૃષ્ટ દેશે ઊણા અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉપશમ સમકિતથી પાછા ફરતાં જો જીવને સાસ્વાદન સમકિત આવે તો એક ભવમાં જઘન્ય ૧, ઉત્કૃષ્ટ બે વાર આવે, અનેક ભવમાં ઉત્કૃષ્ટ પાંચ વાર આવે કાં તો ન પણ આવે. આ પતનનું ગુણસ્થાનક કહેવાય છે. અહીંથી કોઈ ઉપર જતું નથી. અહીંયા જે જીવોને ચોથા ગુણસ્થાનકે ઉપશમ સમકિત મેળવેલું હોય તેને છોડીને મિથ્યાત્વમાં પ્રવેશ કરતાં પહેલા અનંતાનુબંધી ચતુષ્કનો ઉદય થયો અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય નથી થયો તેવી અવસ્થા થાય ત્યારે અહીં આવે એટલે જ આ ગુણસ્થાનકનું નામ “સાસ્વાદન ગુણસ્થાનક’’ કહેવાય છે. ૩) મિશ્રઢષ્ટિ ગુણસ્થાનકઃ મિશ્ર મોહનીય કર્મનો ઉદય જેમાં સમકિત અને મિથ્યાત્વનાં મિશ્ર પરિણામ હોય તેને મિશ્રદષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આવા ઉદય વખતે જીવને જૈનધર્મમાં રાગ કે દ્વેષ બન્ને હોતા નથી. શ્રી વીતરાગ પ્રભુએ જે ધર્મ કહ્યો છે તે જ સાચો એવી શ્રદ્ધા હોતી નથી અને જૈન ધર્મ ખોટો છે અને અવિશ્વાસપાત્ર છે એવો દ્વેષ પણ હોતો નથી. સમકિત અને મિથ્યાત્વમાં સરખા ભાવ હોય, તટસ્થ વૃત્તિ હોય તે મિશ્રટષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. અહીં અનંતાનુબંધી ૪ પ્રકૃતિ તથા મિશ્ર મોહનીયના ઉદયથી મિશ્ર પરિણામ થાય છે. ૨૯૪ સમકિત Page #310 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ મોહનો ઉપશમ, સમકિત મોહનીયનો અભાવ, બાકીની મોહનીયની ૨૧ પ્રકૃતિનો પણ ઉદય હોય છે. આમાં પહેલાથી ચોથા ગુણસ્થાનક જતા અને ચોથાથી પહેલામાં આવતા બન્ને જણ સ્પર્શી શકે છે. પરંતુ સ્પર્શવું જ જોઈએ તે નિયમ નથી. આ બન્નેમાં ફરક એ હોય છે કે પહેલા ગુણસ્થાનકથી આવનારને જે મિથ્યાત્વરૂપ ધર્મ પ્રત્યે અરુચિ હતી તે દૂર થાય છે. અને ચોથા ગુણસ્થાનકથી નીચે આવનારને સમ્યક્ત્વ રૂપ ધર્મ પ્રત્યે જે રુચિ હતી તે દૂર થાય છે. આમ, પહેલામાં માત્ર અરુચિ દૂર થાય છે. રુચિ તો હતી જ નહીં અને બીજામાં રુચિ દૂર થાય છે; અરુચિ તો હતી જ નહીં. આમ આ ગુણસ્થાનકમાં રુચિ અને અરુચિ બન્ને ન હોવાથી મિશ્રૠષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. તેનું નામ અર્ધવિશુદ્ધ શ્રદ્ધા છે. અહીં એક અગત્યની વાત એ કે જે અનાદિનો મિથ્યાત્વી જીવ પહેલે ગુણસ્થાનકથી સીધો ત્રીજે ગુણસ્થાનકે આવતો નથી. ભૂતકાળમાં જેણે સમકિતની સ્પર્શના કરી હોય તે જ જીવ ત્રીજા ગુણસ્થાનકે આવે છે. આ ગુણસ્થાનક ઊર્ધ્વગામી છે અને સમકિતનો પાડોશી થઈ જાય છે. કારણ કે તેની સ્થિતિ પૂરી થ તાં તેને સમકિત થવાની પૂરેપૂરી તક છે. ૪) અવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાનકઃ આ ગુણસ્થાનકને મોક્ષમાર્ગની શરૂઆત પણ કહેવાય છે. આ ગુણસ્થાનકે અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિ (મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમકિત મોહનીય) એમ દર્શન સમકનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થવાવાળા તત્ત્વશ્રદ્ધારૂપ પરિણામે કરી જીવ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે છે. આમ સભ્યષ્ટિ પ્રાપ્ત કરવાથી પણ કોઈ પણ પ્રકારના વ્રત નિયમાદિ ધારણ કરી શકતો નથી. એટલે તેનું નામ ‘અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક’’ કહેવાય છે. આ ગુણસ્થાનકે બાહ્ય આચરણમાં કોઈ પરિવર્તન દેખાતું નથી છતાં પણ તે આત્માઓના અંતરંગમાં જમીન આસમાનનો ફરક પડ્યો હોય છે. આપણે આગળનાં પ્રકરણોમાં જોયું અને જાણ્યું કે જ્યારે જીવાદિ નવ તત્ત્વને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છમાસી સુધીનું તપ જાણે, શ્રદ્ધા કરે, પ્રરૂપે પણ પાલન કરી શકે નહીં. તે આ ગુણસ્થાનકે હોય છે. સુદેવ, સુગુરુ, સુધર્મ તથા સત્શાસ્ત્રોને યથાર્થપણે જાણે અને શ્રદ્ધા કરે. સમકિત ૨૯૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત પર-પદાર્થોથી પોતાના આત્માને ભિન્ન માને. પોતાના આત્માના મુખ્ય ગુણ રૂપે જ્ઞાન, દર્શન અને ચારિત્રને માને. આત્મા ધ્રુવ-નિત્ય-શાશ્વત તત્ત્વ છે એવી શ્રદ્ધા હોય છે, જિનેશ્વર દેવનાં વચન પર દૃઢ શ્રદ્ધા હોય છે. સાંસારિક વિષયભોગને હેય (છોડવા યોગ્ય) સમજે પણ છોડી શકતો નથી. આમ આ ગુણસ્થાનકે જીવ સમ્યગ્દષ્ટિ તો હોય છે પણ હિંસાદિ પાપ વ્યાપારથી અટક્યો નહીં હોવાથી અવિરતિ છે. અહીં ઉત્કૃષ્ટ પરિણામ આવે તો તીર્થંકર નામકર્મનો બંધ પણ કરી શકાય છે. મોહનીયની દર્શન સમકની પ્રકૃતિના ક્ષયોપશમ આદિના કારણે પ્રાપ્ત થતી અવસ્થા તે અવિરતિ સમ્યગ્દષ્ટિ છે. મોહનીયની શેષ ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે. દર્શન સપ્તકમાંથી જે ઉદયમાં આવે તેને ક્ષય કરે અને સત્તામાં દળ છે તેને ઉપશમાવે તેને ક્ષયોપશમ સમકિત કહીએ છીએ, અને તે અસંખ્યવાર આવે છે. દર્શન સમકની પ્રકૃતિના દળને સર્વથા ઉપશમાવે, ઢાંકે તેને ઉપશમ સમકિત કહીએ છીએ અને તે આખા સંસાર ચક્રમાં ઉત્કૃષ્ટ પાંચ વાર આવે છે. અને દર્શન સપ્તકના દળને સર્વથા ક્ષય કરે તેને ક્ષાયક સમકિત કહીએ છીએ, અને તે સમકિત સંસાર ચક્રમાં એક જ વાર આવે અને તે આવેલું જાય નહિ. આ ગુણસ્થાનકનું મુખ્ય ફળ એ છે કે જીવ જ્યારે આ ગુણસ્થાનકમાં આયુષ્યનો બંધ કરે તો જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ પંદર ભવમાં મોક્ષ જાય છે. આ ત્રણે પ્રકારના સમકિતવાળા આ ગુણસ્થાનકમાં હોઈ શકે છે. આ ગુણસ્થાન આત્માનો સંસારકાળ સીમિતમાં ઉત્કૃષ્ટ દેશે ઊણા અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષે પહોંચાડી દે છે. ૫) દેશવિરતિ ગુણસ્થાનકઃ દેશ અંશથી (થોડીક) વિરતિને સ્વીકારવી તે દેશિવરતિ કહેવાય. જ્યારે જીવ દર્શનસમકનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ કરે અને અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચતુષ્કનો ક્ષયોપશમ કરે, એમ કુલ ૧૧ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે ત્યારે દેશવિરતિ ગુણસ્થાનકે આવે છે. ૨૯૬ સમકિત Page #312 -------------------------------------------------------------------------- ________________ અથવા તો બીજી રીતે જોઈએ તો લાયક સમક્તિી ૭ નો ક્ષય કરે + ૪નો ક્ષયોપશન કરે. ઉપશમ સમકિતી ૭નો ઉપશમ કરે + ૪નો ક્ષયોપશમ કરે, અને ક્ષયોપશમ સમકિતી આ જ ૧૧ પ્રકૃતિનો ક્ષયોપશમ કરે. અહીં જીવ પ્રત્યાખ્યાનાવરણીય કષાય ચતુષ્કના ઉદયથી સર્વવિરતિને સ્વીકારી શકતો નથી. પણ સર્વવિરતિની ભાવના ભાવતો હોય છે. આ ગુણસ્થાનકે જીવ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છમાસી સુધીનું તપ જાણે, શ્રદ્ધા કરે, પ્રરૂપે અને શક્તિ પ્રમાણે પાલન કરે. એક પચ્ચકખાણથી લઈને શ્રાવકના ૧૨ વ્રત, શ્રાવકની ૧૧ પડિમા આદર અને સંલેખના કરી અનશન (સંથારો) કરી આરાધના કરે. અહીં જો આયુષ્યનો બંધ પડે તો તેના ફળ સ્વરૂપે ૧) જીવ જઘન્ય ૩ ભવે, ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય. ૨) જઘન્ય પહેલા દેવલોક ઉપજે અને ઉત્કૃષ્ટ ૧૨મા દેવલોક ઉપજે. આવું શ્રાવકપણું એક ભવમાં જઘન્ય ૧ વાર, ઉત્કૃષ્ટ પ્રત્યેક (૨થી ૯) હજાર વાર આવે. અહીંયા દીક્ષા ગ્રહણ કરવામાં અશક્ત હોય તો તે ગૃહવાસમાં રહીને પણ સમકિતપૂર્વક સામાયિક આદિ વ્રતોનું શ્રદ્ધાન અને સ્પર્શન કરે છે. ૬) પ્રમત્ત સંવત ગુણસ્થાનકઃ જે પાપના વ્યાપારથી વિધિપૂર્વક સર્વથા નિવૃત્ત થઈ જાય તે સંયત, પણ અહીં હજી પ્રમાદનું સેવન થતું હોય છે એટલે આને “પ્રમત્તસંયત ગુણસ્થાનક' કહેવાય છે. સમકિતની અપેક્ષાથી આ ગુણસ્થાનકે ૭ પ્રકૃતિ દર્શન સમક)નો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોય છે તથા અપ્રત્યાખ્યાનાવરણીય ૪ અને પ્રત્યાખ્યાનાવરણીય ૪; આ ૮ કષાયના ક્ષયોપશમથી છઠું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો ક્ષાયિક સમકિતી ૭નો ક્ષય + ૮નો ક્ષયોપશમ અથવા ઉપશમ સમક્તિ ૭ નો ઉપશમ + ૮નો ક્ષયોપશમ અને ક્ષયોપશમ સમકિતી ૭ + ૮ એમ ૧૫નો ક્ષયોપશમ કરે છે. આ ગુણસ્થાનકે જીવ, નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, નવકારશીથી છ માસ સુધીનું તપ જાણે, શ્રદ્ધ, પ્રરૂપે અને શક્તિ પ્રમાણે પાલન કરે. સાધુપણું એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ પ્રત્યેક (૨થી ૯) સો વાર આવે. (આ એક ભાવની અપેક્ષાથી જાણવું. દ્રવ્યથી તો સાધુના વેશમાં દીક્ષા પછી હોય જ છે.) સમકિત ૨૯૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ ઘણા ભવ મળી જઘન્ય બે વાર, ઉત્કૃષ્ટ પ્રત્યેક હજારવાર આવે છે. આ જીવ જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ૧૫ ભવે મોક્ષે જાય છે. અહીંથી ગતિ જઘન્ય પહેલા દેવલોકે, ઉત્કૃષ્ટ ૯ ગ્રેવેયકની હોય છે. આ ગુણસ્થાનકે રહેલા સાધુ-મુનિ ભગવંતો ૫ મહાવ્રત, ૧૦ થતિ ધર્મનું, ૫ સમિતિ અને ૩ ગુમિનું તથા ૨૭ સાધુજીના ગુણો સહિત વિચરે છે. બાવીસ પરિષદને જીતે છે અને ૨૦ અસમાધિના દોષને તજે છે. ૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાનકઃ મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા આમ આ પાંચ પ્રમાદ વિનાના મુનિનું ગુણસ્થાનક તે અપ્રમત્ત સંયત ગુણસ્થાનક કહેવાય છે. અહીંયા ૭ પ્રકૃતિનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ હોય અને અપ્રત્યાખ્યાના વરણીય ૪ અને પ્રત્યાખ્યાના વરણીય એમ એ ૮ કષાયના ક્ષયોપશમથી જીવ સાતમું ગુણ સ્થાનક પ્રાપ્ત કરે છે. અથવા તો બીજી રીતે જોઈએ તો ક્ષાયિક સમકિત ૭ નો ક્ષય + ૮ નો ક્ષયોપશમ, ઉપશમ સમકિત ૭નો ઉપશમ + ૮નો ક્ષયોપશમ અને ક્ષયોપશમ સમકિતી ૧૫નો ક્ષયોપશમ કરે છે. આના ઉપરાંત પાંચ પ્રમાદ છોડે છે ત્યારે આ ગુણસ્થાનક આવે છે. આ ગુણસ્થાનકે જીવ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છ માસ સુધીનું તપ જાણે, શ્રદ્ધ, પ્રરૂપે તથા શક્તિ પ્રમાણે પાલન કરે. અહીં રહેલો જીવ એ જ ભવમાં અથવા ઉત્કૃષ્ટ પંદરમાં ભવમાં મોક્ષે જાય છે. અહીંથી ગતિ જઘન્ય પહેલા દેવલોકે ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનની હોય છે. આ ગુણસ્થાનક એક અંતર્મુહુર્તનું છે. આ રીતે અંતર્મુહર્તથી શરૂ કરી બે (છ અને સાત વચ્ચે) ગુણસ્થાનક દેશે ઊણા કોડ પૂર્વ સુધી વિચરે છે. ૮) નિવૃત્તિ બાદર સંપરાય (અપૂર્વકરણ) ગુણસ્થાનક જે ગુણસ્થાનકમાં સમ સમયવર્તી જીવોના પરિણામમાં ભિન્નતા હોય તથા બહાર સંજવલન કષાયનો ઉદય હોય તેને નિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. શુક્લધ્યાનની પ્રાપ્તિ કરી તેના પ્રથમ પાયા દ્વારા પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિના પરિણામથી સ્થિ ૨૯૮ સમકિત Page #314 -------------------------------------------------------------------------- ________________ તિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમણ, સ્થિતિબંધ આ પાંચ અપૂર્વકરણના કાર્યો કરી, કોઈ કાળે પૂર્વે તે પરિણામ ન હતાં તે આવ્યાં તેથી બીજું નામ ‘અપૂર્વકરણ’ ગુણસ્થાનક પણ કહેવાય છે. સ્થિતિઘાત, ૨સઘાત, ગુણશ્રેણી, સ્થિતિબંધ આ ચાર અપૂર્વ કાર્ય ચોથા ગુણસ્થાનકને પ્રાપ્ત કરતાં આગળ આપણે જોયા પણ અહીં ગુણ સંક્રમણ એક વિશેષ અપૂર્વ કાર્ય થાય છે. ગુણ અસંખ્યગુણાકારે સંક્રમ = એકનું બીજામાં રૂપાંતર થવું તે જ્યારે સત્તામાં રહેલી કર્મપ્રકૃતિના દલિકો પોતાના મૂળસ્વભાવને છોડીને, બંધાતી, સજાતીય કર્મપ્રકૃતિના સ્વભાવને પ્રાપ્ત કરે છે ત્યારે જે એક કર્મનું બીજા કર્મમાં રૂપાતંર થવું તેને સંક્રમણ કહેવાય છે. આ ગુણસ્થાનકે અસંખ્યાત ગુણ ચડતા ક્રમે અશુભ દલિકોનું, નવા બંધાઈ રહેલા શુભકર્મમાં સંક્રમણ થાય છે. અહીંયા પૂર્વેના ક્ષાયિક સમકિતને ૭ નો ક્ષય, ૮ નો ક્ષયોપશમ હતો તે, ૧) ઉપશમ શ્રેણી અથવા તો ૨) ક્ષપક શ્રેણી કરે છે. પૂર્વેના ઉપશમ સમકિતને ૭નો ઉપશમ, ૮નો ક્ષયોપશમ હતો તે માત્ર ઉપશમ શ્રેણી કરે છે. જ્યારે સમકિતની પ્રાપ્તિ સમયે જે અપૂર્વકરણ થયું હતું તેના કરતાંય અપૂર્વકાર્ય અહીં થાય છે. કારણ કે ૪ ગુણસ્થાનકે અપૂર્વકરણ એ ગુણસ્થાનક રૂપ છે પણ અહીંથી જીવ ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી ઉપર ચડે છે. ૧. પૂર્વનો ક્ષયોપશમ સમકિતી દર્શનસપ્તકનો ઉપશમ શ્રેણીમાં ઉપશમ કરે અથવા ક્ષપક શ્રેણીમાં ક્ષય કરે છે. ૨. જ્યારે જીવ ઉપશમ શ્રેણી શરૂ કરે છે ત્યારે મોહનીય કર્મની પ્રકૃતિને ઉપશમ કરતો ૯મા, ૧૦મા ગુણસ્થાનકે થઈ ૧૧મા ગુણસ્થાનક સુધી જાય. ૧૧મા ગુણસ્થાને અવસ્થિત પરિણામે રહીને ત્યાંની સ્થિતિ પૂરી થતા ૧૦માંથી ઘટતા પરિણામે પ્રથમ ગુણસ્થાનક સુધી જઈ શકે છે. જીવ જ્યારે ક્ષપક શ્રેણી માંડે છે ત્યારે તે મોહનીય કર્મની પ્રકૃતિના દળને ક્ષય કરતો, શુદ્ધ મૂળમાંથી સમકિત ૨૯૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ નિર્જરા કરતો ૯મા, ૧૦મા ગુણસ્થાનક થઈને ૧૨મા ગુણસ્થાનકે પહોંચે છે. અહીંથી તે નીચે પડતો નથી પણ વર્ધમાન પરિણામથી આગળ જ વધે છે. ચિત્ર-૧૬ ૩૦૦ સમકિત Page #316 -------------------------------------------------------------------------- ________________ ચિત્રઃ૧૬ સમકિત અષોગી કેવળી સંયોગી કેવળી ક્ષિણ મોહ સૂક્ષ્મ સપરાય ક્ષાયિક સમ્યગદષ્ટિ શ્રેણીની શરૂઆત અનિવૃત્તિ કણ અથવા બાદર સંપાય અપૂર્વ શ્રેણી અથવા નિવૃત્ત ક્ષણ અપ્રમત સર્વ વિરત પ્રમત્ત સર્વ વિરત દેશ વિરત અવિરત સમ્યગ દષ્ટિ મિશ્ર સાસ્વાદન મિથ્યાત્વ ગુણસ્થાન ઉપશાંત મોહ સૂક્ષ્મ સપરાય ઉપશમ સમ્યગદષ્ટિ ક્ષયોપમ સમ્યગદષ્ટિ ૩૦૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ આ ગુણસ્થાનક એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ ચાર વાર આવે છે. અને ઘણા ભવની અપેક્ષાથી જઘન્ય બે વાર અને ઉત્કૃષ્ટ નવ વાર આવે છે. અહીંથી જીવ જઘન્ય તે જ ભવ, ઉત્કૃષ્ટ ત્રીજા ભવે મોક્ષે જાય છે. પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે ભવ્ય જીવો જે અપૂર્વકરણ કરે છે તે અપૂર્વક૨ણમાં ગ્રંથિભેદ કરે છે અને તેનું ફળ તેને સમ્યગ્દર્શન મળે છે. તે દર્શનમોહનીયના કર્મનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરે છે. અને અહીં આઠમા ગુણસ્થાનકે બીજું અપૂર્વકરણ કરે છે જે ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ માટે કરે, અને તેનું ફળ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જીવ જઘન્ય તે જ ભવે મોક્ષે જાય અને ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. ૯) અનિવૃત્તિબાદર સંપરાય કષાય ગુણસ્થાનકઃ જે ગુણસ્થાનકમાં સમ સમયવર્તી જીવોનાં પરિણામમાં સમાનતા હોય તથા બાદર સંજવલન કષાયનો ઉદય હોય તેને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહે છે. નિવૃત્તિ = વિશુદ્ધિમાં તરતમતા. અનિવૃત્તિ = વિશુદ્ધિમાં તરતમતા ન હોવી. અનિવૃત્તિમાં સમાનકાળે (એક જ સમયે) રહેલા સર્વજીવોના અધ્યાવસાયમાં વિશુદ્ધિની તરતમતા હોતી નથી. તેથી તેને અનિવૃત્તિકરણ કહે છે. બાદર = સ્થૂળ સંપરાય = કષાયોદય દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની અપેક્ષાએ અનિવૃત્તિણમાં રહેલા જીવો સ્થૂળ કષાયોદયવાળા હોય છે. તેથી અનિવૃતિકરણમાં રહેલા જીવોનું જે ગુણસ્થાનક હોય છે તેને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહે છે. તેમાં પૂર્વે કહ્યા મુજબ સ્થિતિઘાતાદિ પાંચે અપૂર્વ કાર્ય ચાલુ હોય છે. પ્રકૃતિઃ ક્ષપક શ્રેણીવાળા સંજ્વલનના લોભ સિવાયની હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંચ્છા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, સંજ્વલન ક્રોધ, સંજ્વલન માયા, સંજ્વલન માયા, એ ૧૨ અને પૂર્વેની ૧૫-એમ કુલ મોહનીય કર્મની ૨૭ પ્રકૃત્તિઓનો ક્ષય કરે છે. ઉપશમ શ્રેણીવાળાએ ૨૭ પ્રકૃતિનો ઉપશમ કરે. ૩૦૨ સમકિત Page #318 -------------------------------------------------------------------------- ________________ સંજવલનનો લોભ-જે મોહનીય કર્મની એક માત્ર પ્રકૃતિ રહી છે. જે લોભ પણ અત્યંત કુશ બની ગયો છે. અંશ માત્ર બાદર સંપરાય ક્રિયા રહી છે, સર્વથા પ્રકારે નિવર્તો નથી માટે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. ગુણઃ જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છ માસી સુધીનું તપ નિર્વિકાર, અમાયી, વિષય નિર્વાંછાપણે (અનાસક્તપણે) જાણે, શ્રદ્ધે, પ્રરૂપે તથા શક્તિ પ્રમાણે પાલન કરે. આ ગુણસ્થાનક એક ભવમાં જઘન્ય એક વાર, ઉત્કૃષ્ટ ચાર વાર આવે. ઘણા ભવમાં જઘન્ય એક વાર, ઉત્કૃષ્ટ નવ વાર આવે. તે જીવ જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. જ ગતિઃ શ્રેણીમાં કાળ કરે તો પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય. ૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકઃ જેમાં માત્ર સંજ્વલનના લોભ કષાયનો સૂક્ષ્મ ઉદય (વિપાકોદય) હોય છે તેને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક કહે છે, જ્યાં સૂક્ષ્મ, થોડીક પાતળી સંપરાય (કષાય) ક્રિયા રહી છે. પ્રકૃતિઃ સંજ્વલનના લોભ સિવાયની મોહનીય કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય કે ઉપશમ પૂર્વે થયેલ હોય છે. જે જીવ ક્ષય કરતો હોય તે દશમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકે જાય છે. જે જીવ ક્ષય કરતો હોય તે ક્ષપક શ્રેણીમાં હોય છે તેથી ઉપશમ શ્રેણીના અગિયારમાં ગુણસ્થાનકે જતો નથી. ગુણઃ જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, નવકારશીથી છ માસી સુધીનું તપ, નિરાભિલાષ, અવેદકપણે જાણે, શ્રદ્ધે, પ્રરૂપે તથા શક્તિ પ્રમાણે પાલન કરે છે. એક ભવમાં જઘન્ય એક વાર, ઉત્કૃષ્ટ ચાર આવે છે. ઘણા ભવમાં જઘન્ય બે વાર, ઉત્કૃષ્ટ નવ વાર આવે. તે જીવ જઘન્ય તે જ ભવે મોક્ષે જાય, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. જ ગતિઃ શ્રેણીમાં કાળ કરે તો પાંત અનુત્તર વિમાનમાં ઊપજે. ૧૧) ઉપશાંત મોહનીય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાનકઃ ઉપશાંત એટલે રાખ વડે ઢાંકેલ અગ્નિની સમકિત 303 Page #319 -------------------------------------------------------------------------- ________________ જેમ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓને સર્વથા ઉપશાંત કરી છે એટલે તે રાગદ્વેષ રહિત હોવાથી ‘વીતરાગી’ કહેવાય છે પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મોનો ઉદય હોવાથી ‘‘છદ્મસ્થ’’ કહેવાય છે. આ ગુણસ્થાનકના પ્રથમ સમયે સંજવલન લોભનો ઉપશમ કરે તેથી મોહનીયની સર્વ ૨૮ પ્રકૃતિનો ઉપશમ હોય છે. અહીં જીવાદિ નવ તત્ત્વ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, નવકારશીથી છ માસ સુધીનું તપ, શુક્લધ્યાનનો બીજો પાયો ધ્યાયીને વીતરાગભાવે યથાખ્યાત ચારિત્ર પણે જાણે શ્રદ્ધે, પ્રરૂપે અને શક્તિ પ્રમાણે પાલન છે. આવું એક ભવમાં જઘન્ય એકવાર ઉત્કૃષ્ટ બે વાર આવે છે. ઘણા ભવમાં જઘન્ય બે વાર ઉત્કૃષ્ટ ચાર વાર આવે છે. અહીં જીવ ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય. આ ગુણસ્થાનકે જીવ અવશ્ય કાળક્ષયે કે ભવક્ષયે નીચે પડે જ છે. ચિત્ર ૧૭ ૩૦૪ સમકિત Page #320 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર – ૧૭ ઉપશમ શ્રેણીથી પતન / ઉપશાંત મોહ f Gwait tilata | સૂક્ષ્મ સંપરાય ? કાળ ક્ષયે પતન / સૂક્ષ્મ સંપરાય અનિવૃત્તિ કરણ અથવા બાદર સંપરાય | ભવ ક્ષયે પતન અપૂર્વ કરણ અથવા નિવૃત્ત કરણ. અપ્રમત સર્વ વિરત / પ્રમત્ત સર્વ વિરત / દેશ વિરત / અવિરત સમ્યગ દૃષ્ટિ મિશ્ર | સાસ્વાદન | મિથ્યાત્વ ગુણસ્થાન સમકિત ૩૦૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૨) ક્ષીણ મોહનીય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાનકઃ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી જે ગુણસ્થાનક પ્રાપ્ત થાય તેને ક્ષીણ મોહનીય ગુણસ્થાનક કહેવાય છે. અહીં મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો ક્ષય થવાથી વીતરાગપણું પ્રાપ્ત થાય છે. પણ બાકીના ત્રણ ઘાતી કર્મના ઉદયથી હજુ છદ્મસ્થપણું છે તેથી વીતરાગ છદ્મસ્થ કહેવાય છે. કેવળ ક્ષપકશ્રેણીવાળા આત્મા જ આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ઉપશમ શ્રેણીવાળા નહીં. અહીં એ જ ભવમાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી. અહીંથી નીચે પડવાનું હોતું નથી. ચિત્ર ૧૮ ૩૦૬ સમકિત Page #322 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર - ૧૮ ક્ષપક શ્રેણી છે અયોગી કેવળી સયોગી કેવળી ક્ષિણ મોહ સુક્ષ્મ સંપરાય અનિવૃત્તિ કરણ અથવા બાદર સંપાય | અપૂર્વ કરણ અથવા નિવૃત્ત કરણ અપ્રમત સર્વ વિરત પ્રમત્ત સવે વિરત દેશ વિરત અવિરત સમ્યગ દૃષ્ટિ મિશ્ર સાસ્વાદન. મિથ્યાત્વ ગુણસ્થાન સમકિત ૩૦૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૩) સયોગી કેવળી ગુણસ્થાનકઃ આ ગુણસ્થાનકમાં કેવળજ્ઞાન, કેવળદર્શન સહિત, શુભ મન વચન, કાયાના યોગ સહિત વિચરે છે તે સયોગી કેવળી કહેવાય છે. આ ગુણસ્થાનના પ્રથમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મની પ્રકૃતિનો ક્ષય કરતા કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટે છે. અહીં ૧૦ બોલ સહિત વિચરે છે. ૧) સયોગ ૨) સશરીર ૩) કેવળજ્ઞાન ૪) કેવળદર્શન ૫) યથાખ્યાત ચારિત્ર ૬) ક્ષાયિક સમકિત ૭) શુક્લધ્યાન ૮) શુક્લલેશ્યા ૯) શુભયોગ ૧૦) પંડિતવીર્ય જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશે ઊણા પૂર્વક્રોડ વર્ષ સુધી વિચરે છે. ઘણા જીવને તારી, પ્રતિબોધી, ન્યાલ કરીને, શુકલધ્યાનના ત્રીજા પાયાએ પહોંચી મન, વચન, કાયાના યોગનું રૂંધન કરીને ચૌદમે ગુણસ્થાનકે જાય છે. અહીં જીવ તે જ ભવે, મોક્ષે જાય છે. આ ગુણસ્થાનકે મૃત્યુ થતું નથી. ૧૪) અયોગી કેવળી ગુણસ્થાનકઃ મન, વચન, કાયાના સૂક્ષ્મ કે સ્થૂલ કોઈપણ પ્રકારના યોગના અભાવથી આત્માની મેરુ જેવી નિષ્કપ અવસ્થા જ્યાં હોય છે તેવા કેવળજ્ઞાની ભગવંતનું ગુણસ્થાનક તે અયોગી ગુણસ્થાનક કહેવાય છે. યોગનો નિરોધ થતાં જ કેવલી ભગવાન અયોગી તેમ જ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કરે છે. આમા આત્મ પ્રદેશો સંપૂર્ણતઃ નિષ્કપ થઈ જાય છે. આને શૈલેશીકરણ કહેવાય છે. અહીં આત્મા યોગથી વિખૂટો પડે છે ત્યારે પાંચ હ્યસ્વ (અ,ઈ,ઉ,ઋ,ટ્ટ) સ્વર ઉચ્ચાર કરવા જેટલા સમય માં મધ્યલોકથી મોક્ષમાં જઈ સ્થિર થઈ જાય છે. ઔદારિક, તેજસ, કાર્મણ શરીર સંપૂર્ણપણે ત્યાગી સમશ્રેણી, ઋજુગતિ, ઊર્ધ્વગતિ, અસ્પૃશ્યમાન, ગતિએ એક સમયમાં લોકના અગ્રભણે સિદ્ધક્ષેત્રે જઈ સિદ્ધ થાય છે. આમ અવ્યવહાર રાશિથી લઈ મોક્ષ સુધીની ભવ્ય જીવની યાત્રા અહીં સુખદ વિરામ પામે છે. ચિત્ર ૧૯ ३०८ સમકિત Page #324 -------------------------------------------------------------------------- ________________ ચિત્રઃ૧૯ મિથ્યાત્વથી મોક્ષ સુધી.. સિધ્ધ શીલા દેવલોક ક્ષયક શ્રેણીધી મોક્ષ અયોગી કેવળી સયોગી કેવળી ક્ષિણા મોહ ઉપશમ L) શ્રેણીથી પતન ઉપશાંત મોહ સૂક્ષ્મ સંપરાય અનિવૃત્તિ ક્રણ અથવા + | બાદ સંપરય અપૂર્વ રણ અથવા નિવૃત્ત રણ ઉપશાંત મોહ મ સપરાય અનિવૃત્તિ કણ અથવા તિ) બક સંપાય અપ્રમત સર્વ વિરત પ્રમત્ત સર્વ વિરત + દેશ વિરત - અવિરત સમ્યગદષ્ટિ - મિશ્ર + સાસ્વાદન - મિથ્યાત્વ ગુણસ્થાન સંસારી જીવ સમકિત ૩૦૯ Page #325 --------------------------------------------------------------------------  Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩.૧ શ્વેતાંબર આગમમાં સમ્યગ્દર્શન ૧. સમ્મીિ સયા અમૂઢે અર્થઃ સમ્યક્દષ્ટિ સદૈવ અમૂઢ-મૂઢતાઓથી રહિત રહે છે. પરપદાર્થ પ્રતિ રાગ, દ્વેષ, મોહ આદિ કરવું તે મૂઢતા છે. સમ્યક્દષ્ટિ આવી મૂઢતાથી બચતો રહે છે. તે હંમેશાં સતર્ક રહે છે. २. समत्तदंसी न करेइ पावं અર્થઃ સભ્યષ્ટિ પાપ કરતા નથી ! (મિથ્યાત્વરૂપ દોષનું પાપ કરતા નથી) ३. जे यऽबुद्धा महाभागा वीरा असमत्तदंसिणो । असुद्धं तेसिं परक्कतं सफलं होई सव्वसो।। जे बुद्धा महाभागा वीरा समत्तदंसिणो । सुद्धं तेसिं परक्कतं अफलं होई सव्वसो ।। અર્થઃ જે પુરુષ ધર્મતત્ત્વ અને આત્મસ્વરૂપને જાણતો નથી પણ મહાભાગ્યશાળી, લોકપૂજ્ય અને મહાનવીર છે, પરંતુ સમ્યગ્દર્શનથી રહિત છે. તેનું અહિંસા, સત્ય આદિ ધર્માચરણમાં પરાક્રમ અશુદ્ધ હોય છે. અને તે હંમેશાં કર્મફળયુક્ત હોય છે. તેનાથી વિપરીત... જે પુરુષ ધર્મતત્ત્વ અને આત્મસ્વરૂપને જાણે છે. મહાભાગ્યશાળી, લોકપૂજ્ય અને કર્મ દૂર કરવામાં વીર છે, તથા સમ્યગ્દર્શનથી યુક્ત છે. તેનું અહિંસાદિમાં ધર્માચરણમાં પરાક્રમ શુદ્ધ છે અને તે બધું અફલ (કર્મફળના અભાવરૂપ) મોક્ષ માટે થાય છે. ૪. एयाइं मिच्छादिट्ठिस्स मिच्छत्तपरिग्गािईं मिच्छासुं। इयाईं चेव सम्मदिट्ठिस्स सम्मत्त परिग्गहियईं सम्मसुं ॥ અર્થઃ જે સભ્યશાસ્ત્ર છે. તે મિથ્યાટષ્ટિ માટે મિથ્યાશ્રુત થઈ જાય છે અને સમ્યક્દષ્ટિ માટે તે જ શાસ્ત્ર સભ્યશ્રુત થઈ જાય છે. પ્ तं जड़ ताव तुमं जहा तिरिक्खजोणिय भावनुवगएं । अपडिलद्ध समत्तरयणलंभेणं से पाए पाणाणुकंपयाए जाव अंतरा चेव संधारिए, णो चेव णे णिक्खित्ते । અર્થઃ ભગવાન મહાવીરસ્વામી કહે છે-હે મેઘમુનિ તે સમયે તમે તિર્યંચયોનિમાં હતા તો પણ અપ્રતિલબ્ધ સમ્યક્રત્નના લાભથી પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વની અનુકંપાથી તમે પગ ઉપર રાખ્યો અને નીચે ન મૂકયો તે સમ્યક્દર્શન તથા અનુકંપાના ફળસ્વરૂપે તમે મનુષ્યભવ અને રાજા શ્રેણીકના ત્યાં પુત્રરૂપે જન્મ્યા છો. સમકિત ૩૧૧ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૬. મારો પાસ સવ્વત્નો - અર્થ સમ્યક્રદૃષ્ટિ સંપૂર્ણ પ્રાણીજગતને પોતાના આત્માની સમાન જુએ છે. ७. सणसंपन्नयाए णं भंते। जीवे किं जणाइ? અર્થ: ભગવાન-સમ્યગદર્શન પ્રાપ્ત કરવાથી જીવને શું લાભ થાય છે? दंसणसंपन्नयाए णं भव मिच्छत्तछेयणं करइ, परं न विज्झायइ, परं अविज्झमाणे अणुत्तरेणं नाणदंसणेणं अप्पाणं संजोएमाणे सम्मं भावेमाणे विहरइ। સમ્યક્રદર્શનની સંપન્નતાવાળો જીવ સંસારનું મૂળ મિથ્યાત્વ અને અજ્ઞાનનું છેદન કરે છે. તેના જ્ઞાનનો પ્રકાશ બુઝાતો નથી. અને તે જ્ઞાનના પ્રકાશમાં તે શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શનથી પોતાના આત્માને સંયોજિત કરી સમ્યકભાવોથી યુક્ત થઈને વિચરે છે. આ છે સમ્યગદર્શનનો લાભ ૮. ને હિંસી રે મન્નારાને जे अणन्नारामे से अणन्नदंसी।। અર્થ જે અનન્યદર્શી-(સમ્યદૃષ્ટિ) છે. તે અનન્ય આરામ-પરમાર્થમાં રમણ કરવાવાળા છે અને જે અનન્ય આરામ છે તે અનન્યદર્શી છે. (સમ્યદૃષ્ટિ છે) તાત્પર્ય એ છે કે સમ્યગદર્શન-સંપન્ન વ્યક્તિ શુદ્ધ-એકમાત્ર આત્માનું દર્શન કરે છે માટે તે અદ્વિતીય આનંદમાં રમણ કરે છે. ९. नाणेण जाणइ भावे, सणेण य सदृहड्। અર્થઃ જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે અને સમ્યગદર્શનથી તેના પર શ્રદ્ધા કરે છે. १०. तहियाणं तु भावाणं, सब्भावे उवएसएं। भावेण संदृहंतस्स सम्मत्तं तं वियाहिय्।। અર્થ જીવ-અજીવ આદિ ૯ તત્ત્વના તથ્થરૂપ ભાવોના સદ્ભાવ (અસ્તિત્વ)ના નિરૂપણમાં જે ભાવપૂર્વક શ્રદ્ધાન છે, તેને સમ્યકત્વ કહેવામાં આવે છે. તેને સમ્યત્વ જાણો. ११. अरिहंतो महदेवो जावज्जीवं सुसाहुणो गुरुणो। जिण पण्णत्तं तत्तं, इअ सम्मतं मए गहियं। અર્થ થાવજીવન અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે. જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત તત્ત્વ જ ધર્મ છે. આ પ્રકારનું મેં સમ્યકત્વ ગ્રહણ કર્યું છે. ૩૧૨ સમકિત Page #328 -------------------------------------------------------------------------- ________________ १२. निसग्गुवएसरुई, आणारुइ सुत्तबीयरुइमेव। अभिगम-वित्थाररुई, किरिया - संखेव - धम्मरुई।। અર્થઃ ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યક્રદૃષ્ટિની દસ રુચિઓનું વર્ણન આ પ્રમાણે છેઃ (૧) નિસર્ગરુચિ, (૨) ઉપદેશરુચિ, (૩) આજ્ઞારુચિ, (૪) સૂત્રરુચિ, (૫) બજરુચિ, (૬) અભિગમરુચિ, (૭) વિસ્તારરુચિ, (૮) ક્રિયારુચિ, (૯) સંક્ષેપરુચિ, (૧૦) ધર્મચિ. १३. निस्संकिय - निक्कंखिय - निवितिगिच्छा अमूढदिट्ठीय। उववूह - थिरीकरणे वच्छल - पभावणे अट्ठ।। અર્થઃ ઉત્તરાધ્યયનસૂત્રમાં સમ્યગદર્શનના આઠ અંગ બતાવવામાં આવ્યાં છેઃ (૧) નિઃશંકતા (૨) નિષ્કાંક્ષતા (૩) નિર્વિચિકિત્સા (૪) અમૂઢ દૃષ્ટિ (૫) ઉપબૃહણ (૬) સ્થિરિકરણ (૭) વાત્સલ્ય (૮) પ્રભાવના. આ આઠ સમ્યકત્વનાં અંગ છે. १४. मिच्छादसणरत्ता सनियाणा उ हिंसगा। इअ जे मरंति जीवा तेसिं पुण दुल्लहाबोहिं।। અર્થ જે અંતિમ સમયમાં મિથ્યાદર્શનથી યુક્ત છે. નિદાનથી યુક્ત છે અને હિંસક છે. તેમને આગામી જન્મમાં બોધિ-સમ્યગ્ગદર્શન દુર્લભ છે. १५. न वि तं करेइ अग्गी, ने अ विसं किण्ह सप्पो अ। जं कुणइ महादोसं तिव्वं जीवस्स मिच्छतं।। અર્થ તીવ્ર મિથ્યાત્વ આત્માનું જેટલું અહિત કરે છે. તેટલું અહિત અગ્નિ, વિષ કે કાળો સાપ પણ કરતો નથી. १६. समणोवासएणं सम्मत्तस्स पंच अइयारा पेयाला जाणियव्वा न समायरियव्वा... અર્થ: શ્રાવકના સમ્યક્ત્વના (સમ્યગદર્શનના) પાંચ મોટા અતિચાર જાણવા જેવા છે પણ આચરવા જેવા નથી. १७. चउव्वीसत्थएणं दंसणविसोहिं जणयइ। અર્થ ચોવીસ તીર્થંકર ભગવાનની સ્તુતિ અને સ્તવનથી જીવ દર્શનવિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. સમ્યક્દર્શનને વધારે નિર્મળ કરે છે. ચોવીશ ભગવાનની સ્તુતિ એટલે લોગસ્સ. સમ્યકત્વ શુદ્ધ રાખવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે માટે નીચેની ગાથામાં કહ્યું છેઃ સમકિત ૩૧૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ १८. परमत्थसंथवो वा, सुदिट्ठपरमत्थ सेवणा वा वि । वावण्णकुदंसण वज्जणा इअ सम्मत्त सदृहणा ।। અર્થઃ પરમાર્થનો સંસ્તવ, પરમાર્થ જેણે બરાબર જાણ્યો છે. તેનો સત્સંગ અને સમ્યક્ત્વ તથા ચારિત્રથી ભ્રષ્ટ કુદર્શનનો પરિહાર કરવો (છોડવો) સમ્યક્ત્વને શુદ્ધ રાખવા આટલું કરવું. ૩૧૪ સમકિત Page #330 -------------------------------------------------------------------------- ________________ રેફરન્સ ચેપ્ટર ૩.૧ ૧. દશવૈકાલીક સૂત્ર; ગાથા ૧૦.૭ (પાનું ૪૫૩, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ, વર્ષ ૨૦૦૨) ૨. આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૨.૧ (પાનું ૧૧૨, પ્રકાશક ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ, વર્ષ ૧૯૯૯) ૩. સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૮.૨૨-૨૩ (પાનું ૨૯૬, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) ૪. નંદીસૂત્ર; ગાથા ૪૧ (પાનું ૪૮૪, આચાર્ય ઘાસીલાલજી મહારાજસાહેબ, પ્રકાશકઃ જૈનશાસ્ત્રો ધારક સમિતિ અમદાવાદ, વર્ષ ૧૯૫૮) ૫. જ્ઞાતાધર્મકથા સૂત્ર; ગાથા ૧.૧૩૮ (પાનું ૮૦, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન રાજકોટ, વર્ષ ૨૦૦૪) ૬. સૂત્રકૃતાંગ સૂત્ર; ગાથા ૧.૧૨.૧૮ (પાનું ૩૫૯, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯) ૭. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૨૯.૬૧ (પાનું ૫૧૬, યુવાચાર્ય મધુકરમુનિ, પ્રકાશકઃ આગમ પ્રકાશન સમિતિ, વ્યાવર, રાજસ્થાન, વર્ષ ૧૯૮૪) ૮. આચારાંગ સૂત્ર; ગાથા ૨.૬.૫ (પાનું ૯૫, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ, વર્ષ ૧૯૯૯). ૯. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૨.૨૮.૩૫ (પાનું ૧૫૬, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ, વર્ષ ૨૦૦૪) ૧૦. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૨૮.૧૫ (પાનું ૧૪૯, પ્રકાશક: સુધર્મા સંસ્કૃતિ રક્ષક સંધ, જોધપુર, વર્ષ વિ.સં. ૨૦૬૫) સમકિત ૩૧૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ગુણસ્થાન મોક્ષનાં સોપાન (પાનું ૭૪, લેખકઃ ડૉ. કેતકી શાહ, પ્રકાશકઃ દરિયાપુરી જૈન સમિતિ (નવરંગપુરા, અમદાવાદ (ગુજરાત) વર્ષ ૨૦૧૦) ૧૨. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૨૮.૧૬ (પાનું ૧૫૦, પ્રકાશક: સુધર્મા સંસ્કૃતિ રક્ષક સંધ, જોધપુર, વર્ષ વિ.સં. ૨૦૬૫) ૧૩. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૨૮.૩૧ (પાનું ૧૫૬, પ્રકાશક: સુધર્મા સંસ્કૃતિ રક્ષક સંધ, જોધપુર, વર્ષ વિ.સં. ૨૦૬૫) ૧૪. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૩૬.૨૬૩ (પાનું ૪૧૮, પ્રકાશક: સુધર્મા સંસ્કૃતિ રક્ષક સંધ, જોધપુર, વર્ષ વિ.સં. ૨૦૬૫) ૧૫. ભક્તપરિજ્ઞા પ્રકીર્ણક ગાથા ૬૧ (પાનું ૩૫, મુનિ દીપરત્નસાગરજી પ્રકાશક: આગમ દીપપ્રકાશક, શાહપુર, અમદાવાદ) ૧૬. આવશ્યક સૂત્ર-પ્રતિક્રમણ સૂત્ર પ્રકરણ ૫ (પાનું ૩૯, પ્રકાશકઃ દરિયાપુરી આઠકોટી સ્થાનકવાસી જૈન સંધ, છીપાપોળ, અમદાવાદ વર્ષ ૧૯૯૭) ૧૭. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૨૯.૯ (પાનું ૧૭૭, પ્રકાશક: સુધર્મા સંસ્કૃતિ રક્ષક સંધ, જોધપુર, વર્ષ વિ.સં. ૨૦૬૫) ૧૮. ઉત્તરાધ્યયનસૂત્ર; ગાથા ૨૮.૨૮ (પાનું ૧૫૫, પ્રકાશક: સુધર્મા સંસ્કૃતિ રક્ષક સંધ, જોધપુર, વર્ષ વિ.સં. ૨૦૬૫) ૩૧૬ સમકિત Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩.૨ શ્રી દિગંબર જૈન સાહિત્યમાં સમ્યગ્દર્શન १. सदृष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा विदुः । यदीय प्रत्यनीकानि भवन्ति भव पद्धतिः ।। અર્થઃ ધર્મનાયક, તીર્થંકર ભગવંતોએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણને ધર્મ કહ્યો છે. અને તેનાથી પ્રતિકૂળ મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને સંસારપરિભ્રમણનો માર્ગ બતાવ્યો છે. २. तत्रादौ सम्यकत्वं समुपाश्रय णीयमखिलयत्नेन । तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च । અર્થઃ રત્નત્રયમાં સૌથી પહેલા સમગ્ર પ્રયત્નપૂર્વક સમ્યગ્દર્શનનો આશ્રય લેવો જોઈએ. કેમ કે સમ્યગ્દર્શનના હોવા પર જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક્ થાય છે. ३. समत्तरयण भट्ठा जाणंता बहुविहाई सत्थाई । आराहण विरहिया भमंति तत्थेव तत्थेव । અર્થઃ સમ્યક્ત્વથી ભ્રષ્ટ સાધક અનેક શાસ્ત્રોને જાણે છે તો પણ તે જ્ઞાનની સમ્યક્ આરાધનાથી રહિત હોવાથી તે સંસારમાં યત્ર-તત્ર પરિભ્રમણ કરતો રહે છે. ४. नगरस्स जह दुवारं मुहस्सचक्खू तरुस्स जह मूलं । तह जाण सुसम्मत्तं णाण - चरण - तवाणं ।। અર્થઃ જેમ નગરની શોભા દરવાજાથી છે. મુખની શોભા આંખથી છે. વૃક્ષની શોભા તેના મૂળથી છે. તેવી રીતે જ્ઞાન, ચારિત્ર, વીર્ય (પરાક્રમ) અને તપની શોભા સમ્યગ્દર્શનથી સમજો. (જાણો) ५. दंसणमूलो धम्मो उवहट्ठो जिणवरेहिं सिस्साणं । અર્થઃ જિનેશ્વરોએ પોતાના શિષ્યોને કહ્યું કે-ધર્મનું મૂળ દર્શન છે. ६. किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले । सिज्झहि जे वि भविया तं जाणइ सम्माहप्पं । । અર્થઃ વધારે શું કહેવું? અતીતકાળમાં (ભૂતકાળમાં) જે ઉત્તમપુરુષો સિદ્ધમુક્ત થયા છે. મોક્ષમાં ગયા છે તથા ભવિષ્યમાં જે-જે સિદ્ધ થશે, તે બધું સમ્યક્ત્વનું માહાત્મ્ય સમજો. સમકિત ૩૧૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ ७. न सम्यकत्वसमं किंचित् त्रैकाल्ये त्रिजगत्यपि। श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यतनूभृताम्।। અર્થ જીવ માટે ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યગદર્શનના સમાન કોઈ બીજું કલ્યાણકારક નથી. તેવી રીતે ત્રણ કાળ, ત્રણ લોકમાં મિથ્યાત્વના સમાન કોઈ બીજું અકલ્યાણકારક નથી. ८. इत्येवं ज्ञाततत्त्वोऽसौ सम्यग्दृष्टिर्निजात्मदृक। वैषयिके सुखे ज्ञाने रागद्वेषो परित्यजेत।। અર્થ સ્વઆત્મદર્શી સમ્યદૃષ્ટિ આત્મિક જ્ઞાન અને સુખનો જ્ઞાતા હોય છે. માટે તે ઇન્દ્રિયજન્ય વૈષયિક સુખ અને જ્ઞાનમાં રાગ-દ્વેષનો પરિત્યાગ કરે છે. સમ્યગ્દષ્ટિની વિશેષતા ९. संखिज्जमसंखिज्जगुणं च संसारिमेरुमत्ताएं। समत्तमणुचरंता करंति दुक्खक्खयं धीरा ।। અર્થઃ સમ્યગ્રદર્શનનું આચરણ કરવાવાળા ધીર પુરુષ, સંખ્યાત અથવા અસંખ્યાતગુણી કર્મનિર્જરા કરે છે તથા સંસારી જીવોનાં મર્યાદરૂપ જે સમસ્ત દુઃખ છે, તેનો પણ નાશ કરે છે. સર્વશ્રેષ્ઠ સમ્યગદર્શન १०. रयणाणं महारयणं सव्वजोयाण उत्तमं जोयं। रिद्धिण महारिद्धि, सम्मत्तं सव्वसिद्धियरं।। અર્થ સમસ્ત રત્નોમાં શ્રેષ્ઠ મહારત્ન સમ્યગ્દર્શન છે. વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ સર્વયોગ, મંત્ર, ધ્યાન આદિમાં સમ્યગદર્શન ઉત્તમ યોગ છે. કેમકે સમ્યગદર્શનરૂપી યોગમોક્ષને સિદ્ધ કરવામાં ઉત્તમ યોગ છે. અણિમા આદિ રિદ્ધિઓમાં પણ સમ્યગદર્શન એક મહારિદ્ધિ છે. અધિક શું કહેવું સમ્યગદર્શન સર્વસિદ્ધિકર્તા છે. ११. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् અર્થ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગદર્શન છે. १२. जीवाजीवासवबन्धसंवरो णिज्जरा तहा मोक्खो। एयाइं सत्ततच्चाई सहहंतस्स सम्मतं।। અર્થ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા તથા મોક્ષ આ સાત તત્ત્વ છે. તેની શ્રદ્ધા કરવી તે સમ્યકત્વ છે. ૩૧૮ સમકિત Page #334 -------------------------------------------------------------------------- ________________ १३. जीवादी सद्दहणं सम्मत्तं जिणवरेहिं पण्णतं, ववहारा। અર્થઃ જિનેશ્વર દ્વારા પ્રરૂપિત જીવ આદિ પદાર્થોની શ્રદ્ધા કરવી તે વ્યવહાર સમ્યક્ત્વ છે. १४. जीवादीदृहणं सम्मतं । અર્થઃ વીતરાગ સર્વજ્ઞપ્રણીત જીવાદિ તત્ત્વોના વિષયમાં ચલ, મલ અને અગાઢ દોષ રહિત દુરાગ્રહવિમુક્ત શ્રદ્ધા; આ આવું જ છે જે જિનેશ્વરોએ કહ્યું છે. તેવા પ્રકારની નિશ્ચયબુદ્ધિ સમ્યગ્દર્શન છે. १५. समत्तं सदृहणं भावाणं અર્થઃ તે ભાવોનો અર્થાત્ (જીવ-અજીવ આદિ નવ પદાર્થોના) મિથ્યાદર્શનના ઉદયથી પ્રાપ્ત થવાવાળો અશ્રદ્ધાનના અભાવ-સ્વભાવવાળો જે ભાવાન્તર શ્રદ્ધાન છે. તે સમ્યગ્દર્શન છે. १६. छदव्व णवपयत्था पंचत्थी सत्तततणिदिट्ठा । सगृहइ ताणरुवं सो सुदिट्ठी मुणेयव्वो ।। અર્થઃ છ દ્રવ્ય, નવ પદાર્થ, પંચાસ્તિકાય અને સાત તત્ત્વ તેનું જેવું સ્વરૂપ વીતરાગ પ્રભુએ બતાવ્યું છે, તેના ઉપર તે જ રીતે જે શ્રદ્ધા, રુચિ અને નિશ્ચય કરે છે તેને સમ્યગ્દષ્ટિ જાણવો જોઈએ. १७. अत्तागमतच्चाणं सदृहणादो हवेइ सम्मतं । અર્થઃ આપ્ત, આગમ અને તત્ત્વોના પ્રતિ શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થાય છે. ૧૮. નાńહત પો તેવો, ધર્મો નાસ્તિ ત્યાં વિના तपः परं च नैर्ग्रन्थ्यमेतत् सम्यकत्वलक्षणम् ।। અર્થઃ અરિહંતદેવથી વધીને કોઈ દેવ નથી, દયાથી વધારે કોઈ ધર્મ નથી અને તપઃપરાયણ નિગ્રંથ સાધુ જ સાચા ગુરુ છે. આ પ્રકારનું દૃઢ શ્રદ્ધાન જ સમ્યક્ત્વનું લક્ષણ છે. १९. निज्जयदोसं देवं सव्वजियाणं दयावरं धम्मं । वज्जियगंथं गुरुं, जो भण्णदि सो हुं सद्दिट्ठीं ॥। અર્થઃ જે દોષથી રહિત વીતરાગ ભગવાનને દેવ, દયા પરાયણ ધર્મને શ્રેષ્ઠધર્મ તથા નિગ્રંથ સાધુને ગુરુ માને છે. તે ખરેખર સમ્યગ્દષ્ટિ છે. २०. हिंसारहिए धम्मे, अट्ठारहदोष वज्जिए देवे । णिग्गंथे पव्वयणे सदृहणं होइ सम्मतं । । સમકિત ૩૧૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ અર્થઃ હિંસા રહિત ધર્મમાં, અઢાર દોષ રહિત દેવમાં, મોક્ષમાર્ગ પ્રવચનદાતા નિગ્રંથ ગુરુમાં શ્રદ્ધા રાખવી તે સમ્યકત્વ છે. २१. अत्तागमतच्चाणं जं सदृहणं सुनिम्मलं होइ। संकादि दोसरहियं तं सम्मतं मुणेयव्वं।। અર્થ આપ્ત (સત્યાર્થદેવ), આગમ અને તત્ત્વોના શંકાદિ (૨૫) દોષ રહિત જે અતિ નિર્મળ શ્રદ્ધાન હોય છે. તેને સમ્યકત્વ જાણવું જોઈએ. २२. श्रद्धानं परमार्थानामाप्तागमतपो भृताम्। त्रिमूढापोढमष्टांगं सम्यग्दर्शनमस्मयम्।। અર્થ પરમાર્થ આપ્ત, આગમ અને તપોધની ગુરુના પ્રતિ ત્રણ મૂઢતાથી રહિત, આઠ અંગ સહિત અને આઠ મદ રહિત શ્રદ્ધાન સમ્યગ્ગદર્શન છે. २३. सर्वज्ञं सर्वलोकेशं सर्वदोषविवर्जितम्। सर्वसत्वहितं प्राहुराप्तमाप्तमतौचिताः।। અર્થ જે સર્વજ્ઞ છે. સમસ્ત લોકના અધિપતિ છે. સમસ્ત દોષોથી રહિત છે. સમસ્ત પ્રાણીઓના હિતૈષી છે. તેને જ આપ્ત કહેવાય છે. २४. निज्जयदोसरहिओ केवलणाणाइपरमविभ्वजुदो। सो परमप्पा उच्चइ तबिवरीओ ण परमप्पा।। અર્થ જે સમસ્ત દોષોથી રહિત છે. કેવળજ્ઞાન આદિ પરમવૈભવથી યુક્ત છે. તેને પરમાત્મા કહેવાય છે. જે તેનાથી વિપરીત છે. તે પરમાત્મા થઈ શકતા નથી. २५. विषयाशावशातीतो निरारम्भोऽपरिग्रहः। ज्ञानध्यान तपोरक्ततपस्वी स प्रशस्यते।। અર્થ જે પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિ અને ઈચ્છાથી રહિત છે. છ કાય જીવના આરંભથી (હિંસા)થી વિરત છે. નિષ્પરિગ્રહ છે, જ્ઞાન, ધ્યાન અને તપમાં રત રહે છે. તે તપસ્વી ગુરુ પ્રશસ્ત પ્રશંસા કરવા લાયક છે. પ્રશસ્ત (સાચા) ગુરુનું આ લક્ષણ છે. २६. आप्तोपज्ञ मनुलंध्यमदृष्टेष्टाविरोधकम्। तत्त्वोपदेश कृतसार्वं शास्त्रं कापथघट्टनम्।। અર્થ શાસ્ત્રનું લક્ષણ-જે સર્વજ્ઞ આપ્તપુરુષ દ્વારા કથિત છે. જેના વચનોનો વાદી–પ્રતિવાદી ખંડન ૩૨૦ સમકિત Page #336 -------------------------------------------------------------------------- ________________ કરી શક્તા નથી. જે પ્રત્યક્ષ અને અનુમાનથી વિરુદ્ધ ન હોય, જે વસ્તુના યથાર્થ સ્વરૂપનો ઉપદેશ કરતા હોય, સર્વજીવોના માટે હિતકર હોય. જે મિથ્યા માર્ગનું યુક્તિ, પ્રમાણ, આદિથી નિરાકરણ કરે છે. તે શાસ્ત્ર છે. વ્યવહાર સભ્યદર્શન અને નિશ્ચય સમ્યગદર્શન વ્યવહાર સમ્યગ્રદર્શનનું એક લક્ષણ બતાવ્યું છે કે તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગદર્શનમ્ તેના ઉપર પંચાસ્તિકાય તાત્પર્યવૃત્તિમાં એક સૂત્ર આપવામાં આવ્યું છે. તે આ છે. २७. मिथ्यात्वोदय जनितविपरीताभिनिवेशरहितं सम्यग्दर्शनम्। અર્થઃ મિથ્યાત્વના ઉદયથી ઉત્પન્ન વિપરીત અભિનિવેશથી મુક્ત થઈને તત્ત્વનું શ્રદ્ધાન કરવું તે સમ્યગદર્શન છે. વિપરીત અભિનિવેશ રાગ-દ્વેષના કારણે ઉત્પન્ન થાય છે. भूयत्थेणाभिगदा... सम्मते અર્થઃ ભૂતાર્થ-નિશ્ચયનયથી નવતત્ત્વની સાથે એકત્વ પ્રાપ્તિથી આત્માનું જ્ઞાન છે અથવા તે ભૂતાર્થરૂપથી જાણેલાં જીવાદિ ૯ તત્ત્વને શુદ્ધ આત્માથી ભિન્ન કરીને સમ્યક્ અવલોકન કરવું નિશ્ચય સમ્યગ્દર્શન છે. २८. जीवादि सदृहणं सम्मतं, रुवमप्पणो तं तु। અર્થ જીવ આદિ તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધાન-નિશ્ચયથી સમ્યગ્રદર્શન છે અને તે મૂળમાં આત્માનું સ્વરૂપ છે. २९. सप्तानां कर्मप्रकृतीनां आत्यन्तिकेऽपगमे सत्यात्मविशुद्धिमात्रमितरद् वीतराग सम्यकत्वमित्युच्यते અર્થ દર્શન મોહનીયની સાતે પ્રકૃતિઓનો આત્યંતિક (સર્વથા) ક્ષય થઈ જવા પર જે આત્મવિશુદ્ધિ માત્ર પ્રગટ થાય છે. તે વીતરાગ-સમ્યગ્ગદર્શન કહેવાય છે. ३०.येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। અર્થ જેટલા અંશમાં જીવ સમ્યગૃષ્ટિ છે, તેટલા અંશમાં બંધ થતો નથી અને જેટલા અંશમાં તેનો રાગ છે. તેટલા અંશમાં તેનો કર્મબંધ થાય છે. સમકિત ૩૨ ૧ Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨. આળા-મળ-વણ્યો, મુત્ત-વાય-સંઘેવ-વિસ્થાો अत्थावगाढ - महागाढं समत्तं जिणभासियं उ दसहा ।। અર્થઃ જિનભાષિત સમ્યક્ત્વ દસ પ્રકારના છે. (૧) આજ્ઞાસમ્યક્ત્વ (૨) માર્ગસમ્યક્ત્વ (૩) ઉપદેશસમ્યક્ત્વ (૪) સૂત્રસમ્યક્ત્વ (૫) બીજસમ્યક્ત્વ (૬) સંક્ષેપસમ્યક્ત્વ (૭) વિસ્તારસમ્યક્ત્વ (૮) અર્થસમ્યક્ત્વ (૯) અવગાઢસમ્યક્ત્વ (૧૦) મહાગાઢ અથવા પરમાવગાઢસમ્યક્ત્વ ३२. नांगहीनमलं छेत्तुं दर्शनं जन्मसन्ततिम् । न हि मंत्रोऽक्षरन्यूनो निहन्ति विषवेदनाम्।। અર્થ: જે મંત્રમાં એક, બે અક્ષર ઓછા હોય તે મંત્ર જેવી રીતે વિષની વેદના નષ્ટ કરી શકતો નથી તેવી રીતે કોઈ પણ અંગથી હીન સમ્યગ્દર્શન જીવ પણ સંસારની જન્મમરણરૂપ પરંપરાને નષ્ટ કરી શકતો નથી. ३३. संवेओनिव्वेओ णिंदण - गरुहा य उवसमो भत्ती । वच्छल अणुकंपा अट्ठगुणा हुंति सम्मते । । અર્થઃ સંવેગ, નિર્વેદ, નિંદા, ગર્હી, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય અને અનુકંપા, આ આઠ ગુણ સમ્યક્ત્વમાં હોય છે. ३४. दंसण सुद्धो दंसणसुद्धो लहइ निव्वां । दंसण विहीण पुरिसो न लहइ तं इच्छियं लाहं । । અર્થઃ જે સમ્યગ્દર્શનની વિશુદ્ધિથી શુદ્ધ છે. તે આત્મા વાસ્તવમાં શુદ્ધ છે. તે આત્માનું જ્ઞાન, ચારિત્ર અને તપ શુદ્ધ છે. દર્શન શુદ્ધ આત્મા જ નિર્વાણને પામી શકે છે. દર્શનવિશુદ્ધિથી રહિત વ્યક્તિ અભીષ્ટ (મોક્ષ)ને પ્રાપ્ત કરી શકતો નથી. ३५. गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंपं । तं झाइज्जइ झाणे सावय । दुक्खक्खयट्ठाए । । અર્થઃ કે શ્રાવક સુનિર્મલ અને સુમેરુપર્વતની જેમ નિષ્કમ્પ (અડોલ) સમ્યક્ત્વને ધારણ કરીને દુઃખરૂપી કર્મોના ક્ષય કરવાના હેતુ માટે તે શુદ્ધ સુનિર્મલ સમ્યગ્દર્શનનું ધ્યાન કરો. ३६. ते धन्ना सुकयत्था, ते सूरा ते वि पंडिया मणुया । सम्मत्तं सिद्धिकरं सुविणेवि ण मइलियं जेहिं । । અર્થઃ જે નરરત્ન મુક્તિ પ્રાપ્ત કરાવવાવાળા નિર્મળ સમ્યગ્દર્શનને સ્વપ્નમાં પણ મલિન કરતા નથી. તે પુરુષ ધન્ય છે. તેનું જીવન કૃતાર્થ છે. તે જ શૂરવીર છે. તે જ શાસ્ત્રશ પંડિત છે. ૩૨૨ સમકિત Page #338 -------------------------------------------------------------------------- ________________ રેફરન્સ ચેપ્ટર ૩.૨ ૧. આચાર્ય સમતભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'; ગાથા ૦૩ (પાનું ૬, પ્રકાશકઃ મુનિસંઘ | સ્વાગત સમિતિ (સાગર), મધ્યપ્રદેશ, વર્ષ ૧૯૮૬) ૨. આચાર્ય અમૃતચન્દ્ર “પુરુષાર્થસિદ્ધિઉપાય'; ગાથા ૨૧ (પાનું ૧૪, પ્રકાશક: પરમશ્રુત પ્રભાવક મંડળ, ઝવેરી બજાર, મુંબઈ, વર્ષ વી.સં. ૨૦૦૯) ૩. આચાર્ય કુંદકુંદ “દર્શન પ્રાભૃત”; ગાથા ૪ “અષ્ટપાહુડ'' (પાનું ૭, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વિ.સં. ૨૪૯૪) ૪. આચાર્ય શિવાર્ય “ભગવતી આરાધના', ગાથા ૭૩૬ (પાનું ૪૬૫, પ્રકાશકઃ જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર, વર્ષ ૧૯૭૮) પ. આચાર્ય કુંદકુંદ “દર્શન પ્રાભૃત'; ગાથા ૨ “અષ્ટપાહુડ” (પાનું ૩, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૬. આચાર્ય કુંદકુંદ “મોક્ષ પ્રાભૃત'; ગાથા ૮૮ “અષ્ટપાહુડ” (પાનું પ૭૬, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વિ.સં. ૨૪૯૪) ૭. આચાર્ય સમંતભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'; ગાથા ૧.૩૪ (પાનું ૭૩, પ્રકાશકઃ મુનિસંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬) ૮. કવિ રાજમલ “પંચાધ્યાયી'; ગાથા ૩૭૧ (પાનું ૨૫૩, પ્રકાશકઃ ગણેશવર્તી દિગંબર જૈન શોધ સંસ્થાન, વારાણસી, વર્ષ ૧૯૮૬) ૯. આચાર્ય કુંદકુંદ “ચારિત્ર પ્રાભૃત'; ગાથા ૧૯ “અષ્ટપાહુડ ૮૩” (પાનું ૬૮, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૧૦. સ્વામિ કાતિય “કાતિયાનુંપ્રેક્ષા'; ગાથા ૩૨૫ (પાનું ૨૨૯, પ્રકાશકઃ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૦) સમકિત ૩૨ ૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૧. આચાર્ય ઉમાસ્વાતિ “સર્વાથસિદ્ધિ’ ‘તત્ત્વાર્થસૂત્ર'; ગાથા ૧.૨ (પાનું ૬, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, વર્ષ ૧૯૪૪) ૧૨.આચાર્ય વસુનંદી “વસુનંદી શ્રાવકાચાર'; ગાથા ૧૦ (પાનું ૭૨, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨) ૧૩. આચાર્ય કુંદકુંદ “દર્શન પ્રાભૃત'; ગાથા ૨૦ “અષ્ટપાહુડ” (પાનું ૩૧, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૧૪. આચાર્ય નેમિચન્દ્ર “દ્રવ્યસંગ્રહ'; ગાથા ૩.૪૧ (પાનું ૧૪૮, પ્રકાશકઃ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૬) ૧૫. આચાર્ય કુંદકુંદ “પંચાસ્તિકાયસાર'; ગાથા ૧૦૭ (પાનું ૨૭૪, પ્રકાશકઃ શાંતિનગર જૈન સિદ્ધાંત પ્રકાશન સંસ્થા શાંતિવીરનગર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૦૨૧) ૧૬. આચાર્ય કુંદકુંદ “દર્શન પ્રાભૃત'; ગાથા ૧૯ “અષ્ટપાહુડ” (પાનું ૨૯, પ્રકાશકઃ શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૧૭. આચાર્ય કુંદકુંદ ‘નિયમસાર'; ગાથા ૫ (પાનું ૧૯, પ્રકાશકઃ શાંતિવીર, દિગંબર જૈન - શોધ સંસ્થાન હસ્તીનાપુર, મેરઠ, ઉ.પ્ર., વર્ષ ૧૯૮૫) ૧૮. પૂજ્યપાદ શ્રાવકાચાર; ગાથા ૧૪ સમ્યક્દર્શન; (પાનું ૨૪૮, લેખક પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દીવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) ૧૯. સ્વામિ કાતિક્ય “કાતિયાનુંપ્રેક્ષા'; ગાથા ૩૧૭ (પાનું ૨૨૪, પ્રકાશકઃ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૦) ૨૦. આચાર્ય કુંદકુંદ “મોક્ષ પ્રાકૃત'; ગાથા ૯૦ “અષ્ટપાહુડ ગાથા ૪૮૭” (પાનું ૫૭૮, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૨૧. આચાર્ય વસુનંદી “વસુનંદી શ્રાવકાચાર'; ગાથા ૬ (પાનું ૭૨, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨) સમકિત ૩૨૪ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૨. આચાર્ય સમતભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'; ગાથા ૪ (પાનું ૮, પ્રકાશકઃ મુનિસંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬) ૨૩. ઉપાસકઅધ્યયન; ગાથા ૨.૪૯ (પાનું ૧૫, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશક, વારાણસી, વર્ષ ૧૯૬૪) ૨૪. આચાર્ય કુંદકુંદ ‘નિયમસાર'; ગાથા ૭ (પાનું ૨૪, પ્રકાશકઃ દિગંબર જૈન ત્રિલોક સંસ્થાન હસ્તિનાપુર, મેરઠ, ઉ.પ્ર., વર્ષ ૧૯૮૫) ૨૫. આચાર્ય સમતભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'; ગાથા ૧૦ (પાનું ૨૨, પ્રકાશકઃ મુનિસંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬) ૨૬. આચાર્ય સમંતભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'; ગાથા ૯ (પાનું ૨૧, પ્રકાશકઃ મુનિસંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬) ૨૭. આચાર્ય કુંદકુંદ “સમયસાર'; ગાથા ૧૩ (પાનું ૨૪, ગણેશપ્રસાદ વર્ણ ગ્રંથમાલા, વારાણસી, વર્ષ ૧૯૬૯) ૨૮. આચાર્ય નેમિચન્દ્ર ‘દ્રવ્યસંગ્રહ' ગાથા ૩.૪૧ (પાનું ૧૪૮, પ્રકાશકઃ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ, અગાસ, વર્ષ ૧૯૬૬) ૨૯. તત્ત્વાર્થરાજવાર્તિક-૧.૧.૨.૧૦ (ફકરો), (પાનું ૨૨, લેખક, આચાર્ય અકલંકદેવ, પ્રકાશક ભારતીય જ્ઞાનપીઠ, કાશી, યુ.પી., વર્ષ ૧૯૫૩) ૩૦. આચાર્ય અમૃતચન્દ્ર “પુરૂષાર્થસિદ્ધિઉપાય'; ગાથા ૨૧૨ (પાનું ૯૭, પ્રકાશકઃ પરમશ્રુત પ્રભાવક મંડળ, ઝવેરી બજાર, મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૦૯) ૩૧. ઉપાસકઅધ્યયન કલ્પ ૨૧.૨૩૪ (પાનું ૧૧૩, પ્રકાશક ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી, વર્ષ ૧૯૬૪) ૩૨. આચાર્ય સમતભદ્ર “રત્નકરંડક શ્રાવકાચાર'; ગાથા ૨૧ (પાનું ૫૬, પ્રકાશકઃ મુનિસંઘ સ્વાગત સમિતિ (સાગર), મધ્ય પ્રદેશ, વર્ષ ૧૯૮૬ બીજી આવૃત્તિ) સમકિત ૩૨૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૩. ‘વસુનંદી શ્રાવકાચાર’; ગાથા ૪૯ (પાનું ૭૫, પ્રકાશકઃ ભારતીય જ્ઞાનપીઠ, કાશી, વર્ષ ૧૯૫૨) પંચાધ્યાયી ઉત્તરાર્ધ ગાથા ૪૬૬/૭૪૪ (પાનું ૨૭૨, પ્રકાશકઃ ગણેશવર્ણી દિગંબર જૈન શોધ સંસ્થાન, વારાણસી, વર્ષ ૧૯૮૬) ૩૪. આચાર્ય કુંદકુંદ ‘મોક્ષ પાહુડ’; ગાથા ૩૯ “અષ્ટપાહુડ ગાથા ૪૩૬” (પાનું ૫૨૨, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૩૫. આચાર્ય કુંદકુંદ ‘મોક્ષ પાહુડ’; ગાથા ૮૬ ‘‘અષ્ટપાહુડ ગાથા ૪૮૩” (પાનું ૫૭૫, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૩૬. આચાર્ય કુંદકુંદ ‘મોક્ષ પાહુડ’; ગાથા ૮૯ “અષ્ટપાહુડ ગાથા ૪૮૬' (પાનું ૫૭૭, પ્રકાશકઃ લાડમલ જૈન, શાંતિવીર, દિગંબર જૈન મંદિર, મહાવીરજી, રાજસ્થાન, વર્ષ વી.સં. ૨૪૯૪) ૩૨૬ સમકિત Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩.૩ દાર્શનિક ગ્રંથોમાં સમ્યગ્દર્શન ૨. સમ્ય વર્શન - જ્ઞાન - ચારિત્રાળિ મોક્ષમાઈઃ અર્થઃ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે મળીને મોક્ષ માર્ગ છે. २. समणोवासग धम्मस्स मूलवत्थु सम्मत्तं । અર્થઃ શ્રાવકધર્મની મૂળ વસ્તુ સમ્યગ્દષ્ટિ છે. જે પણ ગૃહસ્થને શ્રાવક બનવું છે. તો તેમણે શ્રાવકધર્મના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત ગ્રહણ કરતા પહેલાં સર્વપ્રથમ સમ્યગ્દર્શન સ્વીકાર કરવું અનિવાર્ય છે. સમ્યગ્દર્શન શ્રાવકધર્મનું મૂળ છે. ३. प्रशस्तो मोक्षोऽविरोधो वा प्रशमसंवेगादि लक्षण आत्मधर्मः । અર્થઃ પ્રશસ્તના બે અર્થ છેઃ પહેલો અર્થ છે-મોક્ષ, મોક્ષલક્ષીદર્શન અથવા દષ્ટિ અથવા શ્રદ્ધા. અથવા મોક્ષના અવિરોધી શમ-સંવેગાદિ પાંચ લક્ષણોથી યુક્ત આત્મધર્મમાં પ્રવેશ કરાવવાવાળો જીવનો જે સમ્યભાવ છે. તે સમ્યક્ત્વ છે. ४. सम्यक् जीवस्तद्भावः सम्यकत्वम् । અર્થઃ કોઈ આચાર્યએ સમ્યક્ત્વનો અર્થ જીવ અથવા તેનો સમ્યભાવ તેવા કરેલ છે. અર્થ પણ આચાર્ય જિનભદ્રગણી ક્ષમાશ્રમણે ‘વિશેષાવશ્યકભાષ્ય’માં સમ્યક્દર્શનના નીચે મુજબ સમાનાર્થી શબ્દ બતાવ્યા છેઃ ५. सम्मदिट्ठी अमोही सोही सब्भावदंसणं बोही । अविवज्जउ सुदिट्ठीत्ति एवमाई निरुत्ताइं । । અર્થઃ સમ્યગ્દષ્ટિ, અમોહિ, શુદ્ધિ, સદ્ભાવદર્શન, બોધિ, અવિપર્યય અને સુદૃષ્ટિ; આ સમ્યગ્દર્શનનાં સમાનાર્થક નામો છે. સમ્યષ્ટિ એટલે અવિપરીત દૃષ્ટિ અમોહ એટલે અસત્યગ્રહણથી વિપરીત શુદ્ધિ એટલે મિથ્યાત્વમળનો અપગમ સદ્ભાવદર્શન એટલે જિનોક્ત પ્રવચનની પ્રાપ્તિ બોધિ એટલે સત્ય અર્થનો બોધ અવિપર્યય એટલે અવિપરીત બોધ સમકિત ૩૨૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધદષ્ટિ એટલે સુદૃષ્ટિ આટલા સમ્યગદર્શનના પર્યાયવાચી અથવા સમાનાર્થીવાચી શબ્દ છે. ६. रुचिर्जिनोक्त तत्वेषु सम्यग्दर्शनमुच्यते અર્થઃ જિનભાષિત તત્તવો પર રુચિ થવી સમ્યગદર્શન કહેવાય છે. ७.या देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः। धर्मे च धर्मधी: शुद्धा सम्यकत्वमिदमुच्यते।। અર્થ સાચા દેવમાં દેવત્વબુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુત્વબુદ્ધિ અને સદ્ધર્મમાં ધર્મબુદ્ધિ થવી તે સમ્યત્વ કહેવાય છે. ૮. RT - 1 - તીવમેદવ.. અર્થ સમ્યકત્વ ત્રણ પ્રકારના છેઃ (૧) કારક, (૨) રોચક, (૩) દીપક ૧. વિરા . તીર્થત્વ ર" અર્થ સમ્યગદર્શનની વિશુદ્ધિને તીર્થંકર નામકર્મ ઉપાર્જનનું મુખ્ય કારણ બતાવ્યું છે. ૩૨૮ સમકિત Page #344 -------------------------------------------------------------------------- ________________ રેફરન્સ ચેપ્ટર ૩.૩ ૧. આચાર્ય ઉમાસ્વાતિ “તત્ત્વાર્થસૂત્ર'; ગાથા ૧.૦૧ (પાનું ૪, પ્રકાશકઃ પં. સુખલાલજી, ગુજરાત વિદ્યાપીઠ આશ્રમ રોડ, અમદાવાદ, વર્ષ ૧૯૪૯) ૨. આચાર્ય રાજેન્દ્રસૂરિ “અભિધાન રાજેન્દ્રકોશ', ભાગ ૭ (પાનું ૪૯૭, પ્રકાશકઃ અભિધાન રાજેન્દ્રકોશ પ્રકાશક સંસ્થા, રતનપોળ, અમદાવાદ, વર્ષ ૧૯૮૬) ૩. આચાર્ય રાજેન્દ્રસૂરિ “અભિધાન રાજેન્દ્રકોશ', ભાગ ૭ (પ્રકાશકઃ અભિધાન રાજેન્દ્રકોશ પ્રકાશક સંસ્થા, રતનપોળ, અમદાવાદ, વર્ષ ૧૯૮૬) ૪. આચાર્ય રાજેન્દ્રસૂરિ “અભિધાન રાજેન્દ્રકોશ', ભાગ ૭ (પ્રકાશકઃ અભિધાન રાજેન્દ્રકોશ પ્રકાશક સંસ્થા, રતનપોળ, અમદાવાદ, વર્ષ ૧૯૮૬) ૫. “વિશેષાવશ્યક ભાષ્ય', ગાથા ૨.૨૭૮૪-૨૭૯૦ (પાનું ૪૩૦, પ્રકાશકઃ ભેરૂમલ કનૈયાલાલ કોઠારી રિલીજીયસ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૪૦) ૬. આચાર્ય હેમચન્દ્ર “યોગશાસ્ત્ર' ગાથા ૧.૧૭ (પાનું ૫, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, ગોવાલિયા ટેક રોડ, મુંબઈ, વર્ષ ૧૯૪૯) ૭. આચાર્ય હેમચન્દ્ર “યોગશાસ્ત્ર' ગાથા ૨.૨ (પાનું ૨૦, પ્રકાશકઃ મહાવીર જૈન વિદ્યાલય, ગોવાલિયા ટેંક રોડ, મુંબઈ, વર્ષ ૧૯૪૯) ૮. “વિશેષાવશ્યક ભાષ્ય', ગાથા ૨.૨૬૭૫ (પાનું ૩૮૯, પ્રકાશકઃ ભેરૂમલ કનૈયાલાલ કોઠારી રિલીજીયસ ટ્રસ્ટ, ચંદનબાલા, વાલકેશ્વર, મુંબઈ, વર્ષ વિ.સં. ૨૦૪૦) ૯. આચાર્ય ઉમાસ્વાતિ ‘તત્વાર્થસૂત્ર'; ગાથા ૬.૨૪ (પાનું ૩૮૪, પ્રકાશકઃ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાલા, મહેસાણા, વર્ષ ૧૯૭૯) સમકિત ૩૨૯ Page #345 --------------------------------------------------------------------------  Page #346 -------------------------------------------------------------------------- ________________ “જય જિનેન્દ્ર” Page #347 --------------------------------------------------------------------------  Page #348 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ ગ્રંથ સૂચિ શ્વેતાંબર જૈન આગમ સાહિત્ય ૧) આયારો-(મૂળપાઠ, અનુવાદ, ટિપ્પણ) વાચનાપ્રમુખ-આચાર્યતુલસી સંપાદક-મુનિ નથમલજી પ્રકાશક-જૈન વિશ્વભારતી પ્રકાશન-લાડનું રાજસ્થાન-વી.સં. ૨૦૩૧ (૨૫૦૦મો ભ. મહાવીર નિવાર્ણદિન) ૨) જૈનાગમનવનીત ભાગ ૧થી ૭ ૩) આગમદીપ-પ્રકીર્ણકઆગમ ભાગ ૧થી ૭ અનુવાદક-મુનિ દીપરત્નસાગરજી પ્રકાશક-આગમદીપ પ્રકાશન અમદાવાદ આગમમનીષી-શ્રી ત્રિલોકમુનિજી મ.સા. સંપાદક-આગમન્ન પૂ. સુરેશમુનિજી મ.સા. પ્રકાશક-શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ-રાજકોટ ઈ.સ. ૨૦૦૭ ૪) આચારાંગસૂત્ર-ભાગ ૧, ૨, સંપાદક-પૂ. લીલમબાઈ મહાસતીજી પ્રકાશક-ગુરુપ્રાણ ફાઉન્ડેશન-રાજકોટ ઈ.સ. ૧૯૯૭-૯૮ ૫) સમકિત આવશ્યકસૂત્ર-ટીકાકાર-આચાર્ય શ્રી ઘાસીલાલજી મ.સા. નિયોજક-પં. કહૈયાલાલજી મ.સા. પ્રકાશક-જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ-રાજકોટ બીજું સંસ્કરણ-ઈ.સ. ૧૯૫૮ ૩૩૩ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૬) ભગવતીસૂત્ર ભાગ ૧ થી ૭ સંપાદક-ઘેવરચંદજી બાંઠિયા-ન્યાય વ્યાકરણતીર્થ પ્રકાશક-અ.ભા. સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સેલાના વી.સં. ૨૫૧૨, વિ.સં. ૨૦૪૩, ઈ.સ. ૧૯૮૬ દશવૈકાલિકસૂત્ર-અનુવાદક પૂ. લીલમબાઈ મ.સ. સંપાદક-પં. શોભાચન્દ્ર ભાટિલ પ્રકાશક-પ્રેમ જિનાગમ-પ્રકાશન સમિતિ, ઘાટકોપર વિ.સં. ૨૦૩૫, ઈ.સ. ૧૯૭૯ વિપાકસૂત્ર-મૂળ-ભાવાર્થ-વિવેચન-પરિશિષ્ટિ સંપાદક-પૂ.લીલમબાઈ મ.સ. પ્રકાશક-ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ ઈ.સ. ૧૯૯૮ ૯) ઉત્તરાધ્યયન સૂત્ર-છાયા-અન્વય-ટીકા-સહિત ટીકાકાર-આચાર્ય આત્મારામજી મ.સા. પ્રકાશક-આચાર્ય આત્મારામ જૈન પ્રકાશન સમિતિ જૈનસ્થાનક-લુધિયાણા ૧૦) નિંદીસૂત્ર-મૂળ અનુવાદ-વિવેચન-ટિપ્પણ-પરિશિષ્ટ યુક્ત પ્રધાન સંપાદક-યુવાચાર્ય મધુકરમુનિજી પ્રકાશક-આગમ પ્રકાશન સમિતિ-બાવર-રાજસ્થાન વિ.સં. ૨૫૦૮, વિ.સં. ૨૦૩૯, ઈ.સ. ૧૯૮૨ ૧૧) સૂત્રકૃતાંગસૂત્ર-મૂળ અનુવાદ-વિવેચન-ટિપ્પણ-પરિશિષ્ટ યુક્ત પ્રધાનસંપાદક-યુવાચાર્ય-મધુકરમુનિજી મ.સા. પ્રકાશક-આગમ પ્રકાશન સમિતિ-વ્યાવર-રાજસ્થાન વિ.સં. ૨૦૩૯, વી.સં. ૨૫૦૮, ઈ.સ. ૧૯૮૨ ૩૩૪ સમકિત Page #350 -------------------------------------------------------------------------- ________________ ૧૨) સૂત્રકૃતાર્થ સૂત્ર-મૂળ-છાયા-અન્વય-ભાવાર્થ-ટીકા સહિત અનુવાદક-પંડિતરત્ન હેમચન્દ્ર મ.સા. પ્રધાનસંપાદક-પૂ. અમરમુનિજી મ.સા. પ્રકાશક-આત્મજ્ઞાનપીઠ-માણસા, પંજાબ વી.સં. ૨૫૦૭, વિ.સં. ૨૦૩૮, ઈ.સ. ૧૯૮૧ ૧૩) જ્ઞાતાધર્મકથા સૂત્ર-મૂળ, ભાવાર્થ, વિવેચન, ચાર્ટ, પરિશિષ્ટ યુક્ત પ્રધાનસંપાદક-પૂ. લીલમબાઈ મ.સ. અનુવાદક-પૂ. સુમનબાઈ મ.સ. પ્રકાશક-શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ ઈ.સ. ૨૦૦૪ ૧૪) રાજપ્રશ્નીયસૂત્ર-મૂળ, ભાવાર્થ, વિવેચન પ્રધાન સંપાદક-પૂ. લીલમબાઈ મ.સ. અનુવાદક-પૂ. બિંદુબાઈ મ.સ./ પૂ. રૂપલબાઈ મ.સ. પરામર્શક-પૂ. ઉષાબાઈ મ.સ. સહસંપાદક-ડૉ. આરતીબાઈ મ.સ. સુબોધિકાબાઈ મ.સ. પ્રકાશક-ગુરુપ્રાણ ફાઉન્ડેશન-રાજકોટ ઈ.સ. ૨૦૦૪ ૧૫) પ્રશ્નવ્યાકરણ સૂત્ર-મૂલ-છાયા-પદાર્થ-મૂલાર્થ-વિસ્તૃત વ્યાખ્યા સહિત વ્યાખ્યાકાર-હેમચન્દ્રજી મ.સા. સંપાદક-શ્રી. અમરમુનિ મ.સા. પ્રકાશક-સન્મતિ જ્ઞાનપીઠ, આગરા-૨ વી.સં. ૨૪૯૯, વિ.સં. ૨૦૩૦, ઈ.સ. ૧૯૭૩ સમકિત ૧૬) સ્થાનાંગસૂત્ર-સ્ટીક ટીકાકાર-આચાર્ય અભયદેસૂરિ સંપાદક સંશોધક-મુનિ જંબૂવિજયજી પ્રકાશન-શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ-૩૬ વિ.સં. ૨૦૫૯ ૩૩૫ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૭) દશવૈકાલિકસૂત્ર-નિર્યુક્તિ-ચૂર્ણિ સહિત નિર્યુક્તિકાર-ભદ્રબાહુસ્વામી ચૂર્ણિકાર-સિંહસ્થવીર સંશોધક-સંપાદક-મુનિ પૂણ્યવિજયજી પ્રકાશક-પ્રાકૃત ગ્રન્થ પરિષદ, અમદાવાદ વી.સં. ૨૫૩૦, વિ.સં. ૨૦૬૦, ઈ.સ. ૨૦૦૩. ૧૮) બૃહત્કલ્પસૂત્ર-નિર્યુક્તિ, લઘુ ભાષ્ય અને ટીકા સહિત-ભાગ ૧ થી ૭ સંપાદક-મુનિ ચતુરવિજયજી | પૂણ્ય વિજયજી પ્રકાશક-આત્માનંદ સભા, ભાવનગર વિ.સં. ૨૦૫૮, વી.સં. ૨૫૨૮, આવૃત્તિ -૨ દિગંબર જૈન સાહિત્ય ૧) ઈષ્ટપ્રદેશ-ત્રણ ટીકા યુક્ત – પૂજ્યપાદસ્વામિ પરમકૃત પ્રભાવક મંડળ-અગાસ-ઈ. ૧૯૮૬ વિ.સ. ૨૦૪૨, વી. સં. ૨૫૧૨ આત્માનુશાસન-આ. ગુણભદ્રજી. સંપા, ૫. ભાલચન્દ્રસિદ્ધાંતશાસ્ત્રી પ્રકાશક-જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ, સોલાપુર જીવરાજ ગ્રંથ માલા-ગ્રંથ ૧૧ વિ.સં. ૨૫૦૬, વિ.સં. ૨૦૩૬, ઈ.સ. ૧૯૮૦ અષ્ટપાહુડ-આ. કુંદકુંદાચાર્યજી ટીકાકાર-શ્રુતસાગરસૂરિ હિન્દી અનુવાદક-પં. પન્નાલાલજી સાગર પ્રકાશક-બ્ર. લાડમલ જૈન શાંતિવીર દિગંબર જૈન સંસ્થાન શ્રી શાંતિવીર નગર, મહાવીરજી, રાજસ્થાન વિ.સં. ૨૪૯૪ ૩૩૬ સમકિત Page #352 -------------------------------------------------------------------------- ________________ ૪) ૫) ૭) છ ઢાળા-પં. દૌલતરામજી સંપા.- સૂરજમલ જૈન સૂરજમલ જૈન ટ્રસ્ટ પ્રકાશન-૨ ઈ.સ. ૧૯૮૮ ૬) ગોમ્મટસાર-શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંત ચક્રવર્તિ (કર્મકાંડ) છાયા-પં. મનોહરલાલ ટીકા-પં. મનોહરલાલ પ્રકાશક-રેવાશંકર જગજીવન જૌહરી પરમશ્રુત પ્રભાવકમંડળ-મુંબઈ વી.સ. ૨૪૫૪, ઈ. સ. ૧૯૨૮, વિ.સં. ૧૯૮૫ બીજી આવૃત્તિ ગોમ્મટસાર-શ્રી નેમિચન્દ્ર સિદ્ધાંત ચક્રવર્તિ (જીવકાંડ)-છાયા પં. ખૂબચંદ જૈન ટીકા-પં. ખૂબચંદ જૈન પ્રકાશક-પરમશ્રુત પ્રભાવક મંડળ વી.સં. ૨૪૮૫, વિ.સં. ૨૦૧૬, ઈ.સ. ૧૯૫૯ ત્રીજી આવૃત્તિ સમકિત કસાય પાહુડ-ભગવાન ગુધરાચાર્ય ટીકાકાર-વીરસેનાચાર્ય (જય ધવલાટીકા) ચૂર્ણિકાર-યતિવૃષભ આચાર્ય સંપાદક-પં. ફૂલચન્દ્રજી પં. કૈલાસચન્દ્ર પ્રકાશક-ભા. દિ. જૈન સંઘ ચૌરાસી, મથુરા વી.સં. ૨૪૮૭, વિ.સ. ૨૦૧૭, ઈ.સ. ૧૯૬૧ ૮) તત્ત્વાર્થવાર્તિકમ્-(રાજવાર્તિક) અકલંકદેવ ભાગ ૧-૨ સંપાદક-પં. મહેન્દ્રકુમાર જૈન (અધ્યાપક-હિન્દુવિશ્વવિદ્યાલય-બનારસ) ૩૩૭ Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ કાશી-બનારસ) વિ.સં. ૨૪૭૦, વિ.સં. ૨૦૭૦, ઈ.સ. ૧૯૪૪ રત્નકરંડ શ્રાવકાચાર-સ્વામી સમતભદ્ર ટીકાકાર-આ. પ્રભાચન્દ્રજી હિન્દી અનુવાદક-પં. પન્નાલાલજી સંપાદક-પં. પન્નાલાલજી પ્રકાશક-મુનિસંઘ સ્વાગત સમિતિ સાગર (મ.પ્ર) બીજી આવૃત્તિ-ઈ.સ. ૧૯૮૬ ૧૦) યોગસાર પ્રાભૃત-આ. અમિતગતિ ભાષ્યકાર-શ્રી જુગલકિશોર મુખ્તાર સંપા.-શ્રી જુગલકિશોર મુખ્તાર પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન-કલકત્તા વિ. સં. ૨૪૯૦, ઈ.સ. ૧૯૪૪ ૧૧) મૂલાચાર ભાગ ૧, ૨-વટ્ટકરાચાર્ય ટીકાકાર-શ્રી વસુનન્દી સિદ્ધાંતચક્રવર્તિ હિન્દી અનુવાદક-આર્થિકા જ્ઞાનમતીજી સંપાદક-પં. કલાસચંદ્ર શાસ્ત્રી ૫. જગન્મોહનલાલ શાસ્ત્રી પં. ડો. પન્નાલાલ પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ વિ.સં. ૨૪૭૦, વિ.સં. ૨૦૦૦, ઈ.સ. ૧૯૪૪ પંચાધ્યાયી-કવિવર્ય-પં. રાજમલ્લ વિરચિત ટીકાકાર-પં. દેવકીનન્દન સિદ્ધાંતશાસ્ત્રી સંપાદક-પં. ફૂલચન્દ્ર શાસ્ત્રી પ્રકાશક-ગણેશવર્તી દિ. જૈન. શોધ સંસ્થાન-વારાણસી વિ.સં. ૨૫૧૨ ઈ.સ. ૧૯૮૬ ૩૩૮ સમકિત Page #354 -------------------------------------------------------------------------- ________________ ૧૩) પુરુષાર્થસિદ્ધયુપાય-અમૃતચન્દ્રાચાર્યજી સંપાદન-નાથુરામ પ્રેમી પ્રકાશક-પરમકૃત પ્રભાવક મંડળ, મુંબઈ-૨. વી.સં. ૨૪૭૯, વિ.સં. ૨૦૦૯, ચતુર્થઆવૃત્તિ ૧૪) પંચાસ્તિકાય પ્રાભૂત-ભ. કુંદકુંદાચાર્યજી ટીકાકાર-૧- અમૃતચન્દ્રસૂરિ ટીકાકાર-૨-જયસેનાચાર્ય વિ.સં. ૨૦૨૧, વી.સં. ૨૪૯૧ પ્રકાશક-શાંતિસાગર જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા શાંતિનગર-મહાવીરજી-રાજસ્થાન ૧૫) પઉમચરિયે ભાગ-૧,૨-આર્ય વિમલસૂરિ હિન્દી અનુવાદક-પ્રાધ્યાપક શાંતિલાલ વોરા સંપાદક-ડો. હર્મન જેકોબી સંશોધક-મુનિ પૂણ્યવિજયજી પરિશિષ્ટ કર્તા-ડો. કે. ઋષભચન્દ્ર પ્રકાશક-પ્રાકૃત ગ્રન્થ પરિષદ, અમદાવાદ-૯ વિ.સં. ૨૦૨૫, ઈ.સ. ૧૯૬૮ ૧૬) નિયમસાર-ભ. કુંદકુંદાચાર્યજી ટીકાકાર-પપ્પભમલધારિ ગુજરાતી અનુવાદક-હિંમતલાલ શાહ (બી.એસસી.) હિંદી અનુવાદક-શ્રી મગનલાલ જૈન પ્રકાશક-દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ વિ.સં. ૨૪૯૨, બીજી આવૃત્તિ ૧૭) સમયસાર-ભગવાન કુંકુંદાચાર્ય સંપાદક-પં. પન્નાલાલ સાહિત્યાચાર્ય પ્રકાશક-શ્રી ગણેશપ્રસાદ વર્ણ ગ્રન્થમાલા, વારાણસી-૫ વિ.સં. ૨૪૯૫, ઈ. સ. ૧૯૬૯ સમકિત ૩૩૯ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૮) સર્વાર્થસિદ્ધિ-આચાર્ય પૂજ્યપાદ સંપાદક-પં. ફૂલચન્દ્ર-“સિદ્ધાંતશાસ્ત્રી” પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન દિલ્હી વિ. સં. ૨૪૭૦, વિ.સં. ૨૦૦૦, ઈ.સ. ૧૯૪૪ ૧૯) જ્ઞાનાર્ણવ-શુભચંદ્રાચાર્ય હિન્દી અનુવાદક-પન્નાલાલ બાકલીવાલ-સુજાનગઢ પ્રકાશક-પરમકૃત પ્રભાવક મંડળ-અગાસ વિ.સં. ૨૫૦૭, વિ.સં. ૨૦૩૭, ઈ.સ. ૧૯૮૧ ૨૦) સમણસુત-અનુવાદક-પં. કૈલાશચન્દ્રજી શાસ્ત્રી મુનિ શ્રી નથમલજી સંસ્કૃત છાયા-પં. બેચરદાસ દોશી પ્રકાશક –સર્વસેવા સંઘ પ્રકાશન-રાજઘાટ-વારાણસી ઈ.સ. ૧૯૮૨ ૨૧) પખંડાગમ-ભગવાન પુષ્પદન્ત ભૂતબલી ટીકાકાર-વીરસેનાચાર્ય-ધવલાટીકા સંપાદક-પં. ફુલચંદ સિદ્ધાંતશાસ્ત્રી પ્રકાશક-જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ-સોલાપુર-૨ વિ.સં. ૨૫૧૧ વિ.સં. ૨૦૪૬, ઈ.સ. ૧૯૮૫ ૨૨) ભગવતી આરાધના ભાગ ૧-૨, આચાર્ય-શિવકોટી ટીકાકાર-આચાર્ય-અપરાજિતસૂરિ સંપાદક-પં. કેિલાશચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્રી અનુવાદક-પં. કિલાશચન્દ્ર સિદ્ધાંતશાસ્ત્રી પ્રકાશક-જૈન સંસ્કૃતિ સંરક્ષક સંઘ સોલાપુર વિ.સં. ૨૫૦૪, ઈ.સ. ૧૯૭૮, ૬૫૦-૬૫૧ ૨૩) પ્રવચનસાર-શ્રી કુંદકુંદાચાર્યજી (ત્રણ ટીકાયુક્ત) સંશોધક-ઉપાધ્યાય આદિનાથ, (રાજારામ કોલેજ-કોલ્હાપુર) ૩૪૦ સમકિત Page #356 -------------------------------------------------------------------------- ________________ એમ. એ.-ડી. લિટ. પ્રકાશક-શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ-અગાસ વી.સં. ૨૫૧૦, વિ.સ. ૨૦૪૦ ઈ.સ. ૧૯૮૪, ચોથી આવૃત્તિ ૨૪) બૃહદ દ્રવ્યસંગ્રહ-આ નેમિચન્દ્રજી ટીકાકાર-બ્રહ્મદેવ હિન્દી અનુવાદ-જવાહરલાલ શાસ્ત્રી સંશોધક-પં. મનોહરલાલ શાસ્ત્રી પ્રકાશક-પરમશ્રુત પ્રભાવક મંડળ, અગાસ વી.સં. ૨૪૯૨-વિ.સં. ૨૦૧૨, ઈ.સ. ૧૯૬૬ ૨૭) લબ્ધિસાર-નેમિચન્દ્રાચાર્ય અનુવાદક-શાસ્ત્રી મનોહરલાલ પ્રકાશક-પરમશ્રુત પ્રભાવક મંડળ-મુંબઈ ઈ.સ. ૧૯૧૬ દાર્શનિક ગ્રંથો ૧) યોગશતક-આ. હરિભદ્રસૂરિ સમકિત સંપાદક-ડૉ. ઈન્દુકલા હીરાચંદ ઝવેરી (એમ.એ., પીએચ.ડી.) રામાનંદ મહાવિદ્યાલય-અમદાવાદ અનુવાદક-શાંતિલાલ મણિલાલ જૈન પ્રકાશક-ગુજરાત વિદ્યાસભા ભદ્ર, અમદાવાદ વિ.સ. ૨૦૧૫, ઈ.સ. ૧૯૫૯ ૨) યોગશાસ્ત્ર (સ્વોપન્ન વ્યાખ્યા સહિત) અનુવાદક-મુ. પદ્મવિજયજી સંશોધક + સંપાદક-પં. મુનિ શ્રી નેમિચન્દ્રજી પ્રકાશક-નિગ્રન્થ સાહિત્ય પ્રકાશન સંઘ, દિલ્હી-૬ ૩૪૧ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩) પ્રશમરતિ પ્રકરણ-ઉમાસ્વાતિજી સંપાદક-પં. રાજકુમારજી ૪) ૫) ૭) ૮) પ્રકાશક-પરમશ્રુત પ્રભાવક મંડળ, મુંબઈ વી. સં. ૨૪૭૬ વિ.સં. ૨૦૦૭, ઈ.સ. ૧૯૫૦ ૬) તત્ત્વાર્થસૂત્ર-ભ. ઉમાસ્વાતિ વિવેચક-પંડિત સુખલાલજી પ્રકાશક-જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ ૩૪૨ ન્યાયાવતાર–આચાર્ય સિદ્ધસેનદિવાકર ટીકાકાર-સિદ્ધર્ષિગણિ અનુવાદક-પં. વિજયમૂર્તિ શાસ્ત્રાચાર્ય પ્રકાશક-શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ વી.સં. ૨૫૦૨, વિ.સં. ૨૦૩૨, ઈ.સ. ૧૯૭૬ લલિતવિસ્તરા-આ. હરિભદ્રસૂરિ ટીકાકાર-મુનિચન્દ્રસૂરિ હિંદીવિવેચન–પં. ભાનુવિજયજી પરિચયલેખક-ડૉ. પી. એલ. વૈદ્ય બાડિયાકૉલેજ-પૂના પ્રકાશક-દિવ્યદર્શન સાહિત્ય સમિતિ, અમદાવાદ વી. સં. ૨૪૮૯, વિ.સં. ૨૦૧૯, ઈ.સ. ૧૯૬૩ ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ ત્રીજી આવૃત્તિ-ઈ.સ. ૧૯૪૯ સન્મતિ તર્ક પ્રકરણ-આચાર્યસિદ્ધસેન દિવાકર સંપાદક પંડિત સુખલાલજી સંઘવી / બેચરદાસ દોશી પ્રકાશક-ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ -૯-ઈ.સ. ૧૯૫૨ હારિભદ્ર યોગદર્શન-આચાર્ય ભદ્રગુપ્તસુરી પ્રકાશક-શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ મહેસાણા વિ.સ. ૨૦૪૯ સમકિત Page #358 -------------------------------------------------------------------------- ________________ ૯) પંચસૂત્ર-ચિરન્તનાચાર્ય ટીકાકાર-આચાર્ય હરિભદ્રસુરી વિવેચનકાર-પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર મોતા પ્રકાશક-ગીતાર્થગંગા-પાલડી-અમદાવાદ વી.સં. ૨૫૩૦, વિ.સં. ૨૦૬૦, ૧૦) ષડદર્શન સમુરચય-આચાર્યહરિભદ્રસૂરિ ટીકાકાર-ગુણરત્નસૂરિ સંપાદક-ડૉ. મહેન્દ્રકુમાર જૈન પ્રસ્તાવના-પં. દલસુખ માલવણિયા પ્રકાશક-ભારતીય જ્ઞાનપીઠ પ્રકાશન ઈ.સ. ૧૯૮૯, ત્રીજી આવૃત્તિ ૧૧) યોગષ્ટિ સમુરચય-આચાર્ય હરિભદ્રસૂરિ વિવેચન-ડૉ. ભગવાનદાસ મહેતા પ્રકાશક-શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, ઘાટકોપર, મુંબઈ-૪૦૦ ૦૭૭. વિ.સં. ૨૦૩૪, ઈ.સ. ૧૯૭૮ ઉપયોગી ગ્રંથો ૧) ૨) સમકિત જ્ઞાનસાર–ઉપા. યશોવિજયજી સંપાદક-મુનિ ભદ્રગુપ્તવિજયજી પ્રકાશન-વિશ્વકલ્યાણ ટ્રસ્ટ, સંઘવી પોળ-મહેસાણા આવૃત્તિ-૩, ઈ.સ. ૨૦૩૩ બૃહદ જૈન થોક સંગ્રહ-(જૈન સૂત્રો, આગમોનો સાર) સંગ્રાહક-શ્રી જસવંતલાલ શાંતિલાલ શાહ પ્રકાશકક-જૈન દર્શન સ્વાધ્યાય સંઘ, મુંબઈ -૨ આવૃત્તિ-છઠ્ઠી વી.સં. ૨૫૩૮, વિ.સં. ૨૦૬૮, ઈ.સ. ૨૦૧૧ ૩૪૩ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩) ૪) કર્મસ્તવ-કર્મ ગ્રંથ-૨ ૫) કર્મવિપાક-(કર્મગ્રંથ -૧) આ. દેવેન્દ્રસુરી પીઠિકા પ્રશ્નોત્તરી, ટીપ્પણ, ચિત્ર, વિવેચન સહિત લેખિકા-રમ્યરેણુ, (સાધ્વીજી હર્ષગુણાશ્રીજી) પ્રકાશક-જસવંતપુરા, જૈન સંઘ જાલોર, રાજસ્થાન વી.સં. ૨૫૨૬, વિ.સં. ૨૦૫૬, આવૃત્તિ બીજી (કર્મક્ષયબોધપીઠિકા, પ્રશ્નોત્તરી, ટિપ્પણી, ચિત્ર, વિવેચન સહ) લેખિકા-રમ્યરેણુ (સાધ્વીજી હર્ષગુણાશ્રીજી) પ્રકાશક-ૐકાર સાહિત્ય નિધિ-ભીલડી (ગુજ.) વી.સં. ૨૫૨૨, વી.સં. ૨૦૫૨ જૈન તત્ત્વ પ્રકાશ-(સબસ્ટેન્સ ઓફ જૈનિઝમ) લેખક-આચાર્ય અમોલખઋષિજી મ.સા. અનુવાદક-ઝવેરચંદજી જાદવજી કામદાર પ્રકાશક-સ્થા. જૈન સંઘ-વાલકેશ્વર, મુંબઈ-૬ ૬) ગુણસ્થાન-મોક્ષના સોપાન (પીએચ.ડી. ગ્રંથ) ડૉ. કેતકીબેન શાહ (મૂલકૃતિ-કનકસોમમુનિકૃત-ગુણસ્થાનચોપાઈ) મહાનિબંધ-મુંબઈ વિદ્યાપીઠ-૪/૨૦૦૯ પ્રકાશક-દરિયાપુરી-સ્થા. જૈન સમિતિ નવરંગપુરા-અમદાવાદ ૩૪૪ ૭) સમ્યગ્દર્શન એક અનુશીલન (હિંદી) લેખક-મુનિ શ્રી અશોકમુનિજી મ.સા. સંપાદક-શ્રી ચન્દ્ર સુરાના ‘“સરસ’ પ્રકાશક-જૈન દિવાકર દિવ્યજ્યોતિ કાર્યાલય, બ્યાવર વી.સં. ૨૫૦૮, વિ.સ. ૨૦૩૮, ઈ.સ. ૧૯૮૧ ૮) સમકિતનું મૂળ-આચાર્ય કાંતિઋષીજી મ.સા. પ્રકાશક-ખંભાત. સ્થા. જૈન સંઘ-ગુજરાત વી.સં. ૨૦૩૯, ઈ.સ. ૧૯૮૨. સમકિત Page #360 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણસ્થાનક ભાગ ૧, ૨, ૩ લેખક-આચાર્ય નરવાહન સૂરિ સંકલન-મુનિ દર્શનશીલ વિજયજી પ્રકાશક-પદાર્થ દર્શન ટ્રસ્ટ, કાલુપુર- અમદાવાદ -૧ વિ.સં. ૨૦૫૭, ઈ.સ. ૨૦૦૧ ૧૦) પ્રવચન સારોધ્ધાર ભાગ ૧, ૨-આચાર્યનેમિચન્દ્રસૂરિ અનુવાદક-મુનિ અમિતયશ સંપાદક-પં. વજસેન વિજયજી પ્રકાશક-જયાબેન માંડું જ્ઞાનમંદિર-અમદાવાદ વી.સં. ૨૫૧૯, વિ.સં. ૨૦૪૯ ૧૧) પ્રભાવકચરિત્ર-આચાર્ય પ્રભાચન્દ્રસૂરિ સંપાદક-આ. મુનિચન્દ્રસૂરિ પ્રકાશક-કારસૂરિ જ્ઞાનમંદિર, ગોપીપુરા, સુરત વિ.સં. ૨૦૫૬, ઈ.સ. ૨૦૦૦ ૧૨) સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ ૧, ૨ લેખિકા-પૂજ્ય વનિતાબાઈ મ.સ. પ્રકાશક જૈન દર્શન પ્રકાશન-રાજકોટ-મુંબઈ ઈ.સ. ૧૯૯૬ ૧૩) જૈન તત્ત્વજ્ઞાન ચિત્રાવલી પ્રકાશ સંશોધક આ. ભુવનભાનુસૂરિ પ્રકાશક-ભારતીય પ્રાચ્ય તત્ત્વ પ્રકાશન સમિતિ, પિંડવાડા. વિ.સં. ૨૦૩૬ ૧૪). સમ્યક્ દર્શન-આ. રામચન્દ્રસુરી પ્રકાશક-જૈન પ્રવચન પ્રચારક ટ્રસ્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ૫૯/બેંક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ, ૧૮૫, શેખ મેમણ સ્ટ્રીટ-મુંબઈ -૨. ઈ.સ. ૧૯૮૦ સમકિત ૩૪૫ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૫) ચૌદગુણસ્થાનક પંન્યાસ ચન્દ્રશેખર વિજયજી મ.સા. ૧૬) અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૧થી ૭ રચયિતા-પૂ.આ. રાજેન્દ્રસૂરિશ્વરજી પ્રકાશક-અભિધાન રાજેન્દ્રકોષ પ્રકાશન સંસ્થા, પ્રકાશક-કમલ પ્રકાશન ટ્રસ્ટ નીશાપોળ, અમદાવાદ ઈ.સ. ૧૯૮૯ અન્ય દર્શનના ગ્રંથો ૧) ગીતાસાર-લેખક ગોવિન્દ બોધા પ્રકાશક-લેખક શ્રી વિ.સં. ૨૦૩૯, ઈ.સં. ૧૯૮૩ ૪) અમદાવાદ -૧ વી.સં. ૨૫૧૩, ઈ.સ. ૧૯૮૬ ૨) ભગવદગીતા તેના મૂળરૂપે (ગીતા ઉપનિષદ) પ્રકાશક-ભક્તિવેદાંત બુક ટ્રસ્ટ: જૂહુ, મુંબઈ-૪૦૦ ૦૦૯. આવૃત્તિ ૧૪, ઈ.સ. ૧૯૯૭ ૩૪૬ ૩) અંગુત્તર નિકાય-સંપાદક-ભિક્ષુ કશ્યપ જગદીશ પ્રકાશક-પાલી પ્રકાશન મંડળ, મહાબોધિસભા કલકત્તા-ઈ.સ, ૧૯૬૦ મહાભારત-સંપાદક-શાસ્ત્રી ગિરજાશંકર પ્રકાશક-સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયઅમદાવાદ ઈ.સ. ૧૯૪૧, બીજી આવૃત્તિ સમકિત Page #362 -------------------------------------------------------------------------- ________________ ૫) સાંખ્યદર્શન-સંપાદક શાસ્ત્રી દ્વંઢિરાજ અનુવાદક-શ્રીરામ શર્મા પ્રકાશક-ચૌખમ્મા સીરીજ બનારસ ઈ.સ. ૧૯૬૯ ૬) વૈરાગ્યશતક-ભર્તૃહરિ સમકિત અનુવાદક-શાંતિલાલ ઠાકર કિ. પ્રકાશક-સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય-મુંબઈ-૨ ૩૪૭ Page #363 --------------------------------------------------------------------------  Page #364 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ સંવાદીય મુલાકાત Page #365 --------------------------------------------------------------------------  Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨.૧ ધાર્મિકસંવાદ પહેલા ભાગમાં સમકિત જે આપણો મુખ્ય વિષય છે તેનું સંપૂર્ણ વર્ણન જૈનધર્મ પ્રમાણે અને લેખકની પોતાની સમજૂતી સાથે તેની બધી માહિતી વર્ણવી છે, જે આપે જોઈ. હવે આ બીજા ભાગમાં દુનિયાના અન્ય મુખ્ય દર્શનોમાં પણ આત્મા સમકિત, શ્રદ્ધા, વિશ્વાસ કે પરલોક માટે શું માન્યતા છે પોતાના ધર્મ પ્રમાણે તે માહિતી તે ધર્મના અગ્રેસર અને આ બુકના લેખક વચ્ચે સંવાદરૂપે થઈ તે અહી આપેલ છે. નીચે પ્રમાણેના સવાલો તે ધર્મના ધર્મગુરુ અથવા તેના વિદ્વાનોને પૂછેલા હતા. ૧. આપનો ધર્મ આત્મામાં માને છે? જો હા......તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો? ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? ૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? ૪. કોને શ્રદ્ધા હોઈ શકે ? ૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેનાં કોઈ લક્ષણ છે? ૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ. ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? સમકિત ૩૫૧ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨.૨ બૌદ્ધ ધર્મ ભારતવાસી અને બૌધ્ધ ધર્મ પ્રચારક વિદુષી ડૉ. સુપ્રિયા સાથેની મુલાકાત, તેઓનો ખાસ વિષય અને રસ બૌદ્ધિક યોગ-સાધના, મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મ અને તેમાંયે ખાસ કરીને કુમારજીવનનું સાહિત્ય સર્જન, તથા બૌદ્ધ નીતિશાસ્ત્ર છે. હાલમાં તેઓ વિશુદ્ધિ મગ અને શ્રાવકભૂમિ વિભાગ (યોગાચારભૂમિ શાસ્ત્રનો) પર અભ્યાસ કરી રહ્યા છે. મુલાકાતનું સ્થળ કે. જે. સોમૈયા કૉલેજનું બૌદ્ધ સેંટર. ૧. આપનો ધર્મ આત્મામાં માને છે? જો હા.....તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો? બૌદ્ધ ધર્મ સ્વતંત્ર, અનત્ત, અને પોતાના ખુદના સ્વભાવવાળા આત્મામાં માનતો નથી. બૌદ્ધ ધર્મમાં અનત્તના સિદ્ધાંતનુ વધારે મહત્ત્વ છે. એનો અભ્યાસ પણ અનેક રીતે થયો છે અને કરી પણ શકાય, અનત્તના સિદ્ધાંત મુજબ દરેક વસ્તુ કાર્યકારણના સિદ્ધાંત પર આધારિત છે. આત્મા ધરાવનાર દરેક ચીજ, વસ્તુ, મનુષ્ય, પ્રાણી, વગેરે જે જન્મે છે અને મરણ પામે છે તે પોતાના કર્મ અનુસાર જન્મ મરણના ચક્રમાં ફર્યા જ કરે છે. સ્કંધોનું આવવું અને જવું તે ક્રિયા “સનત્ત'' છે. હયાતીની ત્રણ નિશાનીઓમાંની એક છે અનત્ત. બીજી બે એટલે અનિક્ક અને દુઃખ. મોક્ષની થીઅરી (સિદ્ધાંત) પ્રમાણે એમ કહી શકાય કે આત્મા જેવું કે તેને લગતું કે તેના તાબામાં હોય એવું કંઈ હોઈ જ ન શકે. કારણ કે તે અનિક્ક હોવાથી દુઃખ જ ઉત્પન્ન કરે છે. ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? આત્મા જ નથી એમ માનવાને લીધે બૌદ્ધિક પ્રમાણે કર્મ મુજબ અને કર્મો જ માનસિક અને ભૌતિક પદાર્થની ઉત્પત્તિ અને વિસર્જનની સતત ક્રિયા કરાવે છે. ૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? ૪. કોને શ્રદ્ધા હોઈ શકે? ૩૫૨ સમકિત Page #368 -------------------------------------------------------------------------- ________________ ૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેના કોઈ લક્ષણ છે? શંકા જ બૌદ્ધ ધર્મમાં અડચણ ગણાય છે. અને વધુ પડતી શ્રદ્ધાને પણ મહત્ત્વ નથી અપાતું. શ્રદ્ધા સાથે કારણ અને સમજણ હોવી જરૂરી છે. બુદ્ધના પંથ ઉપર ચાલવા બુધ્ધના જ્ઞાન ઉપરની શ્રદ્ધા જરૂરી છે. જેમ જેમ પંથ ઉપર આગળ ચાલો તેમ તેમ તમારી શ્રદ્ધા મજબૂત થશે, તેટલી ક્રિયા પણ વધારે પાકી થશે. અતિ બનવાના પગથિયા ઉપર ચડતા પહેલું પગથિયું સતપન્ન ઉપર આવતા તમારી શ્રદ્ધા અચળ બને છે. આ લક્ષણથી જ દેખાય કે કોઈ માણસ શ્રદ્ધાળુ છે કે નહીં? ૬. નીચેના આપેલા બે દાખલામાંથી ક્યો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ. બૌદ્ધ ધર્મમાં ફક્ત ક્રિયાને ખોટી મનાય છે. સીગાલોવડા સૂરની શરૂઆતમાં જ જણાવવામાં આવ્યું છે કે બુદ્ધ એક યુવાન બ્રાહ્મણ સીગાલાને મળે છે. એ બ્રાહ્મણ તેના પિતાની સૂચના અનુસાર ૬ દિશાઓને પૂજે છે પણ પછી બુદ્ધ તેને દિશાઓની પૂજાની સાચી રીત સમજાવે છે કે પહેલા તો નૈતિક જીવન જીવવું અને પછી પિતા (પૂર્વ), શિક્ષક(દક્ષિણ), પત્ની અને પરિવાર (પશ્ચિમ), મિત્રો (ઉત્તર), સેવક (નાહિર), અને સાધુસંતો અને બ્રાહ્મણ (ઝેનીથ) વગેરે સાચી દિશાઓને પૂજીને. આમ ક્રિયા સમજણ સાથે કરાવે છે. દેખીતી રીતે નૈતિક જીવન અને કરુણા સાથેનાં કાર્યો પર જ વધુ ભાર મૂક્યો છે, નહીં કે ફકત ધાર્મિક ક્રિયાઓ પર. પ્રેરણા પર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બુદ્ધના હિસાબે ચેતનાકર્મ નક્કી કરે છે. શુદ્ધ-સાચી-પ્રેરણા માટે ધર્મ, ક્રિયા, અને માનસિક તૈયારી (મનની કેળવણી) જરૂરી છે. ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? શ્રદ્ધા બાબતનો બૌધિક મત ઉપર જણાવેલ છે. સમ્મ ડીથ્થી (right-view) એ ઉચ્ચ અષ્ટપદી સમકિત ૩૫૩ Page #369 -------------------------------------------------------------------------- ________________ રાહ તે મહત્વનું અંગ છે. ત્યાં સુધી પહોંચવા ભાવના અને સાધના સાથે નૈતિક જીવન જીવવું પડે. ત્યાર ઉપરાંત જ આ પાથ ઉપર — ડીથ્થી પ્રાપ્ત થાય છે. આનું પ્રાપ્ત થવું એટલા માટે મહત્ત્વનું છે કારણકે એ જ એક સાચો અંતરદર્શનનો માર્ગ છે. એના બે સ્તર છેઃ ભૌતિક સ્તર તે બુદ્ધનાં ઉપદેશનો માનસિક ખ્યાલ આપે છે. જ્યારે સાચી સમજણ તો સતત પ્રયત્નથી જ આવે છે. અને તે તેના ઉપદેશને બધી રીતે અમલમાં મૂકવાથી જ મળે છે. બૌદ્ધ ધર્મ આત્માના સિદ્ધાંત કે ખ્યાલને જરા પણ વજૂદ આપતો નથી કારણ કે તેના હિસાબે સર્વ કાર્યકારણના સિદ્ધાંત પર જ આધારિત છે. મનુષ્ય બહારની દુનિયાને આંતરની દુનિયા સાથે જોડવાની ભૂલ કરે છે. અને આત્માને અનંત ગણે છે. બધા ધર્મોમાં સમાન માન્યતા શક્ય નથી. તે પણ જ્યારે ભગવાન અને આત્માને લગતી વાત આવે ત્યારે તો ખાસ જ. જો કે બૌદ્ધ ધર્મ વિષે પ્રચાર કરનાર ભારતમાં અને એશિયામાં આજે ઘણાં કેન્દ્રો ઉભાં થયાં છે જેમાં થોડા થોડા ફેરફારો સાથે શિક્ષણ અપાય છે. એકંદરે સર્વ સ્કૂલ-કેન્દ્રમાં-બુદ્ધના ઉપદેશ અને સંદેશ કે બોધને એકસરખી જ માન્યતા અપાઈ છે. તિબેટમાં બૌદ્ધ ધર્મમાં વળી ચાર મુદાઓ ખાસ બતાવ્યા છેઃ બધું જ ક્ષણિક છે, બધી લાગણીઓ દુઃખદાયી છે, બધી ઈન્દ્રિયગમ્ય વસ્તુ નકામી છે અને નિર્વાણ સૌથી ઉચ્ચ-સર્વે હદની પાર છે. આ સિદ્ધાંતવાળો ઉપદેશ એટલે બૌદ્ધ ધર્મ. બૌદ્ધો સૌ પ્રથમ કરુણાને સ્થાન આપે છે. અને જીવનમાં કરુણા અપનાવવાનું શિખવવામાં આવે છે. નૈતિક સ્તરે મોટા ભાગના ધર્મો સાથે તેનો મેળ છે. નિર્વાણ બાબતમાં તેનો ઘણો ફરક છે. બૌદ્ધ સૌ પ્રથમ આ તફાવત માનવો જ રહ્યો અને તેને માન આપવું જ રહ્યું. ૩૫૪ સમકિત Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨.૩ ખ્રિસ્તી ધર્મ ગોડફ્રિડ મારિયા જુલ્સ ડાનિયલસ (જન્મ ૪થી જૂન ૧૯૩૩) એ બેલજીયમના રોમન કેથોલીક ચર્ચનાં કાર્ડીનલ છે. તેઓએ ૧૯૭૯થી ૨૦૧૦ સુધી મૅકલન, બ્રસેલ્સના મેટ્રોપોલીટન આર્ચબીશપ તથા તેઓના દેશની ઍપીસ્કોપલ પરિષદના પ્રમુખ રહીને સારી સેવા આપી. તેઓને કાર્ડીનલની પદવી ૧૯૮૩માં એનાયત કરવામાં આવી હતી. પોપ બેનેડીક્ટ XVI (૧૬) દ્વારા તા. ૧૮ જાન્યુ. ૨૦૧૦ના રોજ ૭૫ વર્ષની વયે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. ૧. આપનો ધર્મ આત્મામાં માને છે? જો હા......તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો? ખ્રિસ્તી ધર્મ મુજબ આત્મા છે અને ભગવાનના હસ્તક્ષેપથી ઉત્પન્ન થયો છે. આત્મા અને શરીર બે ભિન્ન છે. બંન્નેનું અલગ મહત્વ છે, પરંતુ આત્મા પોતાની આધ્યાત્મિકતા ધરાવતો હોવાથી વધુ અગત્યતા ધરાવે છે. આત્મા અને જીવ વચ્ચેનો તફાવત એટલે-આત્મામાં આધ્યાત્મિકતા છે અને જીવમાં આધ્યાત્મિકતા નથી. ખ્રિસ્તીઓ મનુષ્યમાં આત્મા છે અને પ્રાણીઓ તથા વનસ્પતિમાં ફક્ત જીવ છે એમ માને છે. પ્રાણીઓ સ્ફૂરણા પ્રમાણે વર્તે છે. દા.ત. કૂતરાને ચોકલેટ બતાવો તો શારીરિક સ્ફૂરણાને લીધે તરાપ મારે જ્યારે મનુષ્ય વિચારીને નક્કી કરે. આ પ્રમાણે મનુષ્ય અને અન્ય જીવોમાં તફાવત છે. ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? મનુષ્ય જીવનની શરૂઆત જન્મથી થાય છે, આત્મા ગર્ભાશયમાં ઉત્પન્ન થાય છે. અને તે સદાકાળ અને અનંત છે. જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે આત્મા શરીરને ત્યાગી આધ્યાત્મિક જગતમાં અંત સમય સુધી રાહ જુએ છે. ત્યાર પછી, ન્યાયના દિને (કયામતના દિવસે) બધા આત્માઓને તેમના જૂના શરીરમાં જઈ ભગવાન સમક્ષ લઈ જવાની રાહ પૂરી થતાં ત્યાં હાજર કરવામાં આવે છે. ભગવાન તેમને નરકમાં કે સ્વર્ગમાં તેમનાં કાર્ય અનુસાર લઈ જવાનો હુકુમ આપે ત્યારબાદ શરીરનો નાશ કરવામાં આવે છે. પુનઃજન્મ ખ્રિસ્તી ધર્મમાં માન્ય નથી. ૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? સમકિત ૩૫૫ Page #371 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મમાં શ્રદ્ધાને વધુ મહત્ત્વ આપેલ છે. હિબ્રુ ૧૧.૬ માં આવે છે- “ભગવાનને પ્રસન્ન કરવા શ્રદ્ધા હોવી જરૂરી છે, કારણ કે જે ભગવાન પાસે આવે તેને ભગવાન છે, એમ તો પહેલા માનવું જ પડે”. જે તેને ખરેખર ખંત અને શ્રદ્ધાથી શોધે તેની ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. ૪. કોને શ્રદ્ધા હોઈ શકે? શ્રદ્ધા એટલે ક્રાઈસ્ટ (જીસસ)માં માન્યતા. ક્રાઈસ્ટ (ભગવાનનો પુત્ર) તે ભગવાનનો સંદેશો મનુષ્ય સુધી લાવ્યા. ટૂંકમાં શ્રદ્ધા ધરાવનાર બાઈબલમાં (ન્યુ ટેસ્ટામેન્ટ) અને થોરાહ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ)ને સ્વીકારે છે. પ. કોઈ એક કરતાં બીજો વધુ શ્રદ્ધા ધરાવે છે એમ કહી શકાય? એ પારખવાની નિશાની શી? શ્રદ્ધા કોઈ દિવસ મપાય નહીં. કારણ કે તેને માપવાનું કોઈ યંત્ર નથી. ફકત ભગવાન જ એનું માપ કાઢી શકે. શ્રદ્ધા એટલે પ્રાર્થના અને ક્રિયા. તમે જો સારી વ્યક્તિ હો તો સત્ય સ્વીકારો અને તે મુજબ વર્તો. ૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ. ઉપર જણાવલે બે વ્યક્તિઓમાં (૧) દંભી વ્યક્તિ ગણાય જ્યારે (૨) તેની ક્રિયા નહીં કરવાના કે ઓછી કરવાના ગમે તે કારણો હોય પરંતુ તે જીસસના શબ્દોને અને શીખને માને છે અને તે મુજબનું જીવન જીવે છે. એટલે તે સાચો ધાર્મિક ધેવાય. ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? બધા જ ધર્મોમાં અમુક સિદ્ધાંતો જેવા કે ચોરી, જૂઠ, હિંસા, એડલટરી વગેરેને તો પાપ ગયા જ છે. દરેક ધર્મમાં માનનાર ઓટોમેટીક આ સિદ્ધાંતો સ્વીકારે જ છે. આટલી હદ સુધી તો તે દરેક ધર્મને સમાન માનનારો થઈ જાય છે. એકપણ ધર્મમાં ન માનનાર કરતા સર્વધર્મમાં માનનાર હજાર દરજજે સારો ગણાય. ૩૫૬ સમકિત Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨.૪ હિંદુ ધર્મ ભારતમાં વસતા હિંદુ ધર્મના વિદ્વાન નૈવૈય સ્વામિ શ્રી ભક્તિજીવનદાસની મુલાકાત ૧. આપનો ધર્મ આત્મામાં માને છે? જો હા........તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો? હા, અમારી માન્યતા પ્રમાણે આત્મા છે અને અમર છે. આત્મા કોઈએ બનાવ્યો નથી અને તેનો કોઈ નાશ પણ નથી કરી શકતું. ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? વૈષ્ણવ ધર્મ અનુસાર શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ગીતાના બીજા અધ્યાયના ૨૦મા શ્લોકમાં અર્જુનને આત્મા વિષે જ્ઞાન આપે છેઃઆત્માનો જન્મ કે મૃત્યુ નથી. એ તો જન્મથી પર છે અને અમર છે. શરીરના કોઈ પણ અંશના વિધ્વંસ (વિનાશ)થી આત્મા પર કોઈ અસર થતી નથી. આત્મા કોઈનું સર્જન નથી અને નથી કોઈ તેનો વિનાશ કરી શકતું. આ જ વસ્તુ ગીતાના બીજા અધ્યાયના જ ૨૩મા શ્લોકમાં બીજી રીતે સમજાવી છે. - કોઈ શસ્ત્ર તેનું છેદન કરી શકતું નથી કે નથી અગ્નિ તેને બાળી શકતો, નથી પાણી તેને ભીંજવી શકતું કે નથી હવા તેને સૂકવી શકતી. અમારો ધર્મ પુનર્જન્મમાં માને છે. અમારા ધર્મ પ્રમાણે ૮૪ લાખ જીવાયોનિ છે. જેમાં આત્માનો જન્મ થાય છે અને કર્મ પ્રમાણે ફળ મળે છે. ગીતાના બીજા અધ્યાયનો ૨૨મો શ્લોક પુનર્જન્મનો સિદ્ધાંત નીચેના શબ્દોમાં સમજાવે છે. જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરે છે, તે જ પ્રમાણે આત્મા જૂનું શરીર ત્યાગી નવી કાયા અપનાવે છે. ૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? શ્રદ્ધા એ વિશ્વાસનો સમાનાર્થી શબ્દ છે. સત્ય એ જ પ્રગાઢ આસ્થા છે. સમકિત ૩૫૭ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૪. ૫. કોને શ્રદ્ધા હોઈ શકે? ભગવદ્ગીતા મુજબ જે મનુષ્યને પ્રગાઢ આસ્થા હોય તે જ જ્ઞાન મેળવી શકે. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેનાં કોઈ લક્ષણ છે? વિશ્વાસ મૂકી શકાય, વ્યક્તિની વાતો કરવાની રીતભાત, તથા તેના પોતાના જીવનમાં અપનાવેલ ગુણોનો અમલ જોઈ નક્કી કરી શકાય. ૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ. જે વ્યક્તિ ક્રિયાઓ કરે પરંતુ સિદ્ધાંતોનો અમલ ન કરે તે ઉપરછલ્લો ભક્ત કહેવાય, નામનો જ ભક્ત. જે વ્યક્તિ પોતાના સંજોગોને લીધે ક્રિયાઓ ઓછી કરે છે અથવા ન કરે પરંતુ ધાર્મિક સિદ્ધાંતોને પોતાના રોજિંદા જીવનમાં અમલ કરી જીવન વિતાવે છે, જ સાચો ભક્ત કહેવાય. ૩૫૮ ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? એક છોડી બીજાને વળગવું એ સાચી ભક્તિ કે સાચી શ્રદ્ધા ન ગણાય. પોતાના ધર્મમાં શ્રદ્ધા રાખી બીજા ધર્મનું માન સાચવવું એ સાચા ભક્તની નિશાની છે. સમકિત Page #374 -------------------------------------------------------------------------- ________________ ૨.૫ ઈસ્લામ ધર્મ ઈસ્લામ ધર્મના પ્રચારક મી. અહમ્મદ અઝઝુઝ સાથે મુલાકાત. ૧. આપનો ધર્મ આત્મામાં માને છે? જો હા ...તો ક. આત્માનો અર્થ શું? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો? ઈસ્લામ ધર્મ દેવી, અલૌકિક આત્માની હસ્તિમાં માને છે. ભગવાને આત્મા બનાવ્યો છે, જો કે એને ભગવાનનો અંશ ન માનવો કારણ કે એમ માનવાથી દરેક વ્યક્તિ ભગવાન બરાબર ગણાઈ જશે. આત્મા એ તદ્દન અલગ જ છે. ભગવાન સનાતન છે-અમર છે અને સદાકાળથી છે. તેની શરૂઆત કોઈ શોધી શકે તેમ નથી. તેઓ જ દુનિયાના, શરીરના અને આત્માના સર્જક છે. ઈસ્લામનો પવિત્ર ગ્રંથ કુરાન છે. જેમાં પ્રાણી અને આત્મા સાથે કોઈ સંબંધ બતાવવામાં આવ્યો નથી. પ્રાણીને મનુષ્યની જેમ ભગવાનની સામે કર્મનો હિસાબ આપવાનો હોતો નથી. તેમની ક્રિયાઓનો ન્યાય થતો નથી અને સ્વર્ગ કે નરકમાં જવાનું પણ હોતું નથી. ઈસ્લામ ધર્મ પ્રાણી અને વનસ્પતિને ભગવાને મનુષ્યજાતિની સેવા માટે જ બનાવ્યા છે એમ માને છે; માટે તેનો ઉપયોગ સમજણપૂર્વક કરવો એમ માને છે. હડીથ એ એમના પ્રોફેટ મહમ્મદ પયગંબર (PBUH) નું એક શિક્ષણ છે. તેમાં પ્રાણીઓની એકતા બનાવવાની કુદરતી વૃત્તિ, સંપીને રહેવાની કુદરતી બક્ષીસ વિષે માહિતી છે તથા મનુષ્યજાતને તેઓ પ્રત્યે અનુકંપા દર્શાવવાની સૂચના પણ છે. ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? જેમ જેમ મનુષ્ય મૃત્યુ તરફ જાય છે, શરીર નાશ પામે છે, ક્યારે શરીરમાંથી ફિરસ્તો આત્માને મરેલાની દુનિયામાં લઈ જાય છે. ત્યાં આત્માઓ ન્યાયના (કયામત) દિવસની રાહ જુએ છે. સારાં કૃત્ય કરેલા આત્માઓને સ્વર્ગ નજરે પડે છે, અને બીજાને નહીં. સમકિત ૩૫૯ Page #375 -------------------------------------------------------------------------- ________________ ન્યાયના દિને અલ્લાહ (ભગવાન) પ્રત્યેક આત્માને તેના વ્યક્તિગત શરીર સાથે જોડે છે. ન્યાયની ક્ષણે તેને જાતજાતના સવાલો-તેના જીવનમાં, યુવાનીમાં, પૈસા બાબત, જ્ઞાન બાબત, શરીર વગેરેનો કેવો ઉપયોગ કર્યો હતો તે બાબત અંગેના સવાલો પૂછી નિર્ણય લે છે. ઈસ્લામ ધર્મ પ્રમાણે શરીર એ પ્રભુની દેણ છે તેથી એને હેરાન કરવું કે મારવું તે મોટું પાપ છે. ન્યાયનો દિવસ ઘણો લાંબો દિવસ ગણાય છે કારણ કે તે દિવસે દરેકના કાર્યની છટણી થાય છે. સારા આત્માઓને ઓછી રાહ જોવી પડે છે. તમે સારા કૃત્ય કર્યા હોય તો અલ્લાહ દયા બતાવે છે અને દુષ્કૃત્ય કરનારને શિક્ષા કરે છે. ન્યાય મેળવવા માટે નરક પર બાંધેલા પૂલ વટાવી સ્વર્ગ તરફ દરેકે જવું જ પડે છે. સુકૃત્ય આત્માઓ સરળતાથી પૂલ ઓળંગી શકે છે જ્યારે દુષ્કૃત્ય આત્માઓ તો અધવચ્ચેથી જ નીચે પડી નરકમાં જાય છે. ૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? શ્રદ્ધાની ઈસ્લામી વ્યાખ્યાના બે મૂળ છે “કુરાન” અને “હડીથ', બન્ને પ્રમાણે શ્રદ્ધાના છ ભાગ છે. હડીથમાં એક જ શ્લોકમાં આયાત છે. જ્યારે કુરાનમાં જુદા જુદા શ્લોકમાં આયાત છે. શ્રદ્ધા એટલે નીચે જણાવેલ ઉપર આસ્થા હોવી તે. ૧. અલ્લાહ ૨. તેના ફિરસ્તાઓ ૩. તેના ગ્રંથો ૪. તેના પયગંબર ૫. ન્યાયનો દિવસ ૬. નિયતિ ચુસ્ત મુસ્લિમો આ છએ છ પાયાને માને જ. એમાં ન માને તેને અશ્રદ્ધાળુ કહેવાય. તેમના હિસાબે કુરાન', બાઈબલ (ન્યુ ટેસ્ટામેન્ટ)' “થોરાઈ' (ઓલ્ડ ટેસ્ટામેન્ટ), અને ડેવીડનું પવિત્ર કાવ્ય આ પવિત્ર ગ્રંથો ગણાય છે. ૪. કોને શ્રદ્ધા હોઈ શકે? માન્યતા અને સત્કાર્યોને કુરાનમાં એક જ આયાત (શ્લોક)માં સ્થાન આપવામાં આવ્યું છે. એનો અર્થ એ થયો કે જેવી માન્યતા અને શ્રદ્ધા એનાં કાર્યોમાં ન જણાય અને ન દેખાય તો ૩૬૦ સમકિત Page #376 -------------------------------------------------------------------------- ________________ એની શ્રદ્ધા પર શંકા રહે. શ્રદ્ધાના મુખ્ય છ (અલ્લાહ, તેના ફિરસ્તાઓ, તેનાં ગ્રંથો, તેના પયગંબર, ન્યાયનો દિન અને નિયતિ) સ્તંભો છે. તેના પર શ્રદ્ધા રાખનાર જ શ્રદ્ધાળુ કહેવાય. ૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેનાં કોઈ લક્ષણ છે? મુસ્લિમો એમ માને છે કે કોઈને બીજાની શ્રદ્ધા વિષે કંઈ પણ કહેવાનો હક નથી. હા, મનુષ્યનાં કર્તવ્યો પરથી અનુમાન કરી શકાય કે કોણ વધુ શ્રદ્ધાળુ છે. કુરાનની આયાતો (શ્લોકો) મનુષ્યની શ્રદ્ધાનું અનુમાન લગાવવામાં જરૂર કામ લાગે. કુરાન પ્રમાણે સત્કાર્યો કરનાર વધુ શ્રદ્ધાળુ ગણાય. મુસ્લિમ માન્યતા જ છે કે સત્કાર્ય એ શ્રદ્ધાળુની ખાસિયત છે. સત્ય એ અલ્લાહની જ દેણ હોવાથી જુઠ્ઠું બોલનાર, છેતરનાર ઓછો શ્રદ્ધાળુ પુરવાર થાય છે. ૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ. આ એક મૂંઝવણવાળો સવાલ છે. જેનો દરેક જવાબ વ્યક્તિના પોતાના વિચારો ઉપર નિર્ભર છે. એક વ્યક્તિ જે ધર્મક્રિયા કરે છે, પણ ધર્મના સિદ્ધાંતોને રોજના કામોમાં મહત્વ આપતી નથી. એ સાચો મુસ્લિમ ન કહેવાય. સાચો મુસ્લિમ તો ધર્મના સિદ્ધાંત અને આચરણ બન્ને પ્રમાણે ચાલે છે. બીજી વ્યક્તિ સિદ્ધાંત પ્રમાણે આચરણ કરે છે. પણ ધર્મની ક્રિયા કરતી નથી. તો સવાલ થાય છે કે ધર્મક્રિયા ન કરવાનું કારણ શું? કારણ કે એને સમય નથી? કે તેને પ્રમાદ છે? અથવા ભગવાનની આજ્ઞાનું તેને મહત્ત્વ નથી? કુરાન પ્રમાણે ડેવીલ ભગવાનની આજ્ઞા ન માનતા આડમના પગે ન પડ્યો. અને તેથી તેને નારકીપણું મળ્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે ક્રિયાનો સમય ન કાઢવા માટે જો પ્રમાદ અને અવિશ્વાસનો સવાલ હોય તો એ ભગવાનનો ગુનેગાર છે. નમાજ કરવામાં બહુ સમય જતો નથી. પાંચ મિનિટમાં પણ થઈ શકે છે. ઉપરનાં કારણો પ્રમાણે ન કરતી હોવાથી, આ વ્યક્તિ તદ્દન અધાર્મિક છે. પણ નમાજ ન પઢવાનું કારણ પ્રમાદ ન હોય પણ કોઈ બીજી તકલીફ હોય પણ મનમાં તો નમાજ પઢવાની ઈચ્છા હોય તો તે માણસ ધાર્મિક કહેવાય. સમકિત ૩૬૧ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? બધા ધર્મો સમાન ગણાય તે મશ્કેલ વાત છે. પરંતુ બીજા ધર્મો અને ઈસ્લામ ધર્મોના સિદ્ધાંતોમાં ઘણો ફરક જણાય છે. મુખ્ય તો ઈસ્લામ ધર્મ અનુસાર અમે એક જ ભગવાનમાં માનીએ, જ્યારે હિંદુ ધર્મ અનેક ભગવાનમાં આસ્થા ધરાવે છે. બીજા ધર્મો પ્રત્યે માન હોવું એ અલગ વાત છે અને હોવું પણ જોઈએ. સમાન અને વિરોધી સિદ્ધાંતો પર ચર્ચા કરી શકાય પરંતુ બધા ધર્મો સમાન છે એ તો ન જ કહી શકાય. ૩૬૨ સમકિત Page #378 -------------------------------------------------------------------------- ________________ ૨.૬ યહુદી ધર્મ (યહુદી ધર્મ) સ્વધર્મી સાક્ષર પ્રચારક રબાઈ જોસેફ વાઈઝ સાથે મુલાકાત ૧. આપનો ધર્મ આત્મામાં માને છે? જો હા....તો ક. આત્માનો અર્થ શો? ખ. આત્મા કોણે બનાવ્યો? ગ. આત્મા ક્યાંથી આવ્યો? આ જગતમાં સર્વે સર્જિત વસ્તુઓમાં દેવી જીવનશક્તિ છે. મનુષ્યમાં આ શક્તિને આત્મા કહ્યો છે. અમારી માન્યતા પ્રમાણે ભગવાને આડમ નામના મનુષ્યનું શરીર ધરતીમાંથી બનાવી અંદર આત્મ તત્વ મૂકયું જેનાથી તે શરીરને જીવન મળ્યું. “આડમ” નામનો શબ્દ હીબ્રૂ ભાષામાંથી આવેલ છે. જેનો અર્થ “ધરતી” થાય છે. દરેક વસ્તુ જે નાનામાં નાના જીવથી માંડી મોટામાં મોટા સુધી ભગવાનના આપેલા જીવતત્ત્વ હિસાબે જ જીવી શકે છે. આ ચાર વસ્તુઓ- પૃથ્વીકાય, વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્ય દરેકને જેટલી શક્તિ જીવવા માટે જોઈએ અને પોતાનું કાર્ય પૂરું કરી શકે એ પ્રમાણે જ ભગવાન આપે છે. મનુષ્યને ફક્ત મગજ આપી પોતાની સ્વતંત્ર વિચારધારા કરી શકે તેવું આપ્યું છે. તેમની વિચારધારાથી ભગવાને આપેલ જિંદગી શુભકાર્યોમાં વાપરે, કે પોતાની જિંદગી સ્વાર્થ માટે વાપરે તે દરેક જણ નક્કી કરે. શુભમાંથી અશુભમાં જાય તેને પાપ કહેવાય છે. હિબ્રૂનો શબ્દ “અવૈરા” એટલે કે પાપ તરીકે ગણાય છે, (સારાથી ખરાબ તરફ જવું) તેનો અર્થ “ઓળંગવું”. મોટાભાગના આત્માઓ નવા નથી હોતા. જ્યારે આત્માનું કાર્ય પૂર્ણ ન થયું હોય ત્યારે તેને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. જે ભાગે તેનું કાર્ય પૂર્ણ કર્યું હોય તેને આગળ મોકલવામાં આવે છે અને જે ભાગે તેનું કાર્ય પૂર્ણ ન કર્યું હોય તેને નવા શરીરમાં સ્થાપવામાં આવે છે. નવસ્થાપિત આત્મા (spark)ને નવા શરીરમાં ગયા બાદ જૂના શરીરનું કઈ જ-સારું કે ખરાબ કાર્ય-યાદ રહેતું નથી. અને નવેસરથી જિંદગી જીવવી પડે. આ પરંપરા (જન્મમરણની) જ્યાં સુધી તેનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ચાલુ જ રહે છે. અને માત્ર ભગવાનને જ ખબર પડે છે કે ક્યારે કાર્ય પૂર્ણ થશે. સમકિત ૩૬૩ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨. આત્મા ક્યાંથી આવ્યો અને મરણ પછી ક્યાં જાય છે? આત્મા અથવા જીવતત્વ ભગવાનમાંથી આવે છે. અને તેને દેવી તત્ત્વ પણ કહેવાય છે. જો આપણે શરીરને મીણબત્તીની ઉપમા આપીએ તો જીવતત્ત્વ એ જ્યોત છે. જે કાયમ તેના મૂળ તત્વ (જીવતત્ત્વ) તરફ જવા હાલ્યા કરે છે. જીવંત અને મૃત શરીર વચ્ચે તફાવત એટલે આત્માની હાજરી અને ગેરહાજરી. જ્યારે શરીર મૃત બની જાય ત્યારે આત્મા ઉચ્ચ પવિત્ર સ્તર પર જવા નીકળી જાય છે અને શરીર પડયું રહે છે અને સડીને પાછું તેના ભૌતિક મૂળ ધરતી તરફ ભળી જાય છે. આ જ આપણા આત્માની હયાતીનો પુરાવો આપે છે જે જીવંત અને મૃત શરીર વચ્ચેનો ફરક છે. આત્માની હાજરીની જાણ આપણને નથી સમજાતી કારણ ભગવાને આપણને સારું નરસું પારખવાની, સમજવાની અને તે પ્રમાણે વર્તવાની સ્વતંત્રતા આપી છે. જો આમ ન હોત તો દરેક આત્મા પોતપોતાના વિચારપૂર્વક વર્તતો ન હોત. અને આપણે જડની જેમ જ વર્તતા હોત, અને જીવન વ્યતીત કરતા હોત. જ્યારે આત્મા શારીરિક હદ પાર કરે ત્યારે તે મૂળ તત્ત્વ તરફ જાય છે. તેનું ધ્યેય ઉચ્ચ આધ્યાત્મિક તરફ આગળ વધવાનું જ હોય છે. મૂળ તત્ત્વ પાસે પહોંચ્યા બાદ તેના આગલા ભવનો આત્મા અને જીવન (વિચારો, વાચા, કાર્યો)નું અવલોકન કરી છટણી કરવામાં આવે છે. સારો આત્મા નંદનવનના અનેક સ્તરો વટાવી ઉચ્ચ સ્તરે પ્રસ્થાન કરે છે. ડાઘી આત્મા શુદ્ધ બન્યા પછી જ ઉચ્ચ સ્તરે પહોંચી શકે. યહુદી ધર્મની માન્યતા પ્રમાણે નંદનવનની એકાદ ક્ષણનો પણ અનુભવ લેવા માટે આ દુન્યવી સમયના ઓછામાં ઓછા ૭૦ વર્ષના દુઃખનો અનુભવ લેવો પડે તો પણ મંજૂર છે. નરક તો આત્મા માટે સુધરવાનું સ્થાન ગણાય છે. અતિશય ખરાબ અને અપ્રમાણિક આત્મા નરકના ખાડામાં જાય છે. ૩. શ્રદ્ધાની વ્યાખ્યા આપના ધર્મ પ્રમાણે શી છે? જે લોકો પોતે વિચારશીલ નથી હોતા તેમને માટે તો શ્રદ્ધા એક પ્રતિયુક્તિ જ ગણાય છે. સોલોમન રાજાએ કહ્યું છે-મૂર્ખ બધું “એમ ને એમ માની લે છે, જ્યારે ડાહ્યો “સમજીને માને છે. જો કે શ્રદ્ધા તો સહજ માન્યતા એવી છે, જે સત્યની આધ્યાત્મિક અનુભૂતિ કરાવનાર ૩૬૪ સમકિત Page #380 -------------------------------------------------------------------------- ________________ અને જે ચર્ચાને અવરોધે છે. કદાચ વિરોધી આભાસ જણાય પરંતુ ડહાપણ, સમજણ અને જ્ઞાન પણ સાચી શ્રદ્ધાને મદદરૂપ થાય છે. વધારે ચર્ચા કોઈ દિવસ શ્રદ્ધા કે વિશ્વાસનું સ્થાન ન લઈ શકે. શ્રદ્ધા સમજણ કરતાં વધુ અગત્યની છે. તર્ક માન્યતાને વધુ મજબૂત કે બદલાવી પણ શકે અને તમારા સિદ્ધાંતને ખોટા પણ કરાવી શકે. જાતે અનુભવેલ અને જોયેલ વસ્તુ ખોટા ઠરાવવાનું મુશ્કેલ છે. તર્કશાસ્ત્ર વડે પુરવાર કર્યા બાદ પણ શ્રદ્ધા તમને ભગવાનના હુકમો માની અમલમાં મૂકવાનું બતાવે છે. દરેક વ્યક્તિએ પોતાની સમજણનું સ્તર અને શ્રદ્ધા વધારવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ગઈ કાલની માન્યતા આજનો તર્ક બની શકે અને આજની માન્યતા આવતીકાલની સમજણ બની શકે. આપણી સમજણ શક્તિની અવધિ આપણી શક્તિની બહાર હોવાથી, આપણે જે માન્યતા ગ્રહણ કરીએ કે ગ્રહણ કરી શકીએ તેના કરતાં સમજણશક્તિના વધુ સ્તર હોય છે. આ એક અનંત રમત છે. સોલોમન રાજાએ કહ્યું છે “મને લાગતું હતું કે હું પ્રભુના સર્વે હુકમો અનંત સમજી અને તેને ગ્રહણ કરી સમજી શકીશ, પરંતુ હું તો હજુ જ્યાં હતો ત્યાં જ છુ.” ૪. કોને શ્રદ્ધા હોઈ શકે? દરેક વ્યક્તિ આમ તો કોઈ ને કોઈ શ્રદ્ધા સાથે જ જન્મે છે. બાળક હોય ત્યારે માતા પર પૂરી શ્રદ્ધા હોય કારણ માતા તેની બધી જરૂરિયાત સમજી શકે છે અને પૂરી પાડે છે. શ્રદ્ધા તો મનુષ્યનો કુદરતી ગુણ છે. શ્રદ્ધાળુ મનુષ્ય ભગવાનના હુકમો પૂરા ન સમજાય તો પણ માને છે. ૫. એકથી બીજામાં વધારે કે ઓછી શ્રદ્ધા છે તે જાણવું હોય તો કઈ રીતે જાણી શકાય? શું તેના કોઈ લક્ષણ છે? શ્રદ્ધા તો માવજત, ઉછેર માંગે જેથી મનુષ્યની માન્યતાઓ ઉચ્ચ સ્તરે, આધ્યાત્મિકતામાં ઊડી શકે. શ્રદ્ધાના અનેક સ્તરમાંથી ઉપરછલ્લા સ્તર કોઈક્વાર પોતાની માન્યતાઓની વિરુદ્ધ પણ હોઈ શકે. ઘણીવાર મનુષ્યની શ્રદ્ધા તેનાં વાણી અને વર્તનથી વિરુદ્ધ પણ હોઈ શકે. એક જગ્યાએ ચોરની ભગવાન પરની શ્રદ્ધાનું વર્ણન આવે છે જે નીચે પ્રમાણે છેઃ એકવાર એક ચોર કોઈ અજાણી જગ્યાએ ચોરી કરવા ગયો અને ત્યાં એની જાનનો ખતરો ઊભો થયો. તે સમયે ચોરે પોતાના અંતર આત્માની સાક્ષીએ પોકાર કર્યો- “ભગવાન મને મદદ કર”. ચોરને પણ ભગવાન છે અને તેને મદદ કરશે તેવી શ્રદ્ધા તો છે પણ તેની સાથે ચોરી ન કરવી જોઈએ તેવો ભગવાનનો સિદ્ધાંત યાદ ન હતો. આવી હાલતમાં ભગવાન કેવી રીતે મદદ કરે? સમકિત ૩૬૫ Page #381 -------------------------------------------------------------------------- ________________ સાચા શ્રદ્ધાળુ માટેનો ભગવાન અને તેમના સિદ્ધાંતો બન્ને ઉપર શ્રદ્ધા રાખવી એ ખૂબ જ જરૂરી છે. આ દાખલો એ પૂરવાર કરે છે. કે બહારથી ધાર્મિક દેખાતો માણસ અંદરથી સિદ્ધાંતો પાળતો ન પણ હોય. ૬. નીચેના આપેલા બે દાખલામાંથી કયો માણસ વધારે ધાર્મિક કહેવાય અને કેમ? એક વ્યક્તિ ધર્મ સ્થાનકે ક. ધર્મક્રિયા કરે છે જેમ કે પ્રાર્થનામાં, પૂજા, વગેરે અને તે ક્રિયા પછી બાકીના દિવસમાં એક પણ સિદ્ધાંતને વ્યક્તિ પાળતી નથી. આ પહેલી વ્યક્તિ. ખ. જ્યારે બીજી વ્યક્તિ ધર્મક્રિયા કરતી નથી, ધર્મસ્થાનકે જતી નથી પણ તેની રોજિંદી ક્રિયાઓમાં તે સિદ્ધાંતો પ્રમાણે ચાલે છે. આ બીજી વ્યક્તિ. યહુદી ધર્મ અનુસાર ધર્મના સિદ્ધાંતો અનુસાર જીવન જીવવું જોઈએ. બે જાતની ધાર્મિક ક્રિયાઓ છે-એક મનુષ્ય અને ભગવાન (સૃષ્ટિ) વચ્ચેની અને મનુષ્ય અને મનુષ્ય વચ્ચેની. ભગવાન સાથે સંબંધ બાંધતા પહેલાં મનુષ્ય મનુષ્ય સાથે સંબંધ સુધારતા શીખવું જોઈએ. શા માટે? તો આપણે ક્રિયાની દુનિયામાં રહીએ છીએ-જીવીએ છીએ. એક મનુષ્ય બીજા જરૂરિયાતવાળા મનુષ્યને સહાય કરશે એમ નક્કી કરે પરંતુ અમલમાં ન મૂકે તો? ગરીબ માણસ મરણને શરણ પણ થઈ જાય. કંઈક મેળવવા કાર્યની જરૂર છે પરંતુ ફક્ત વિચારો અને પ્રાર્થના કાર્ય ન ગણાય. યહુદી ધર્મ અનુસાર અજ્ઞાની કરતાં જ્ઞાની જો તેના સત્કાર્યના જ્ઞાન, સિદ્ધાંત, વગેરે જાણવા છતાં અમલમાં ન મૂકે અને વિપરીત વર્તે તો વધુ ખરાબ ગણાય. આને લીધે ધર્મનું નામ વગોવાય. એટલે જે વ્યક્તિ સિદ્ધાંતોનું પાલન બરાબર કરે છે તે વ્યક્તિ ઘણી ઊંચી ધાર્મિક કહેવાય. ૭. કોઈ વ્યક્તિ જે બધા ધર્મોમાં શ્રદ્ધા રાખે છે. તેને તમે શ્રદ્ધાળુ કહી શકો? ભગવાને બધા મનુષ્યને ખાસ કાર્ય સોંપી આ દુનિયા પર મોકલ્યા છે. જો દરકે મનુષ્ય તેનું કાર્ય બરાબર કરે તો દુનિયામાં સુમેળ વધે અને બધાનું જીવન સુંદર જાય. આપણાં જુદાં જુદાં કાર્યો છે. બધાં અંગોનો સુમેળ હોય તો જ શરીર સારું ચાલે, તે જ પ્રમાણે સૃષ્ટિમાં પ્રત્યેક સર્જનનું પણ કંઈને કંઈક કાર્ય છે. જો આપણે ભગવાને સોંપેલ કાર્યના અંત તરફ આગળ વધીએ, આ સૃષ્ટિને વધુ આધ્યાત્મિક અને ઉચ્ચ બનાવીએ જેનાથી ભગવાનની હાજરી આ ભૌતિક દુનિયામાં આપણી વચ્ચે અનુભવી શકીએ. ૩૬૬ સમકિત Page #382 -------------------------------------------------------------------------- ________________ બધી માન્યતાઓ સરખી ન હોય, માટે બધા ધર્મોમાં સમાન રીતે માન્યતા ધરાવવાનું શકય નથી. નાસ્તિકનો ભગવાન તે પોતે જ છે. જ્યારે મૂર્તિપૂજક કંઈ નહી તો એટલું જરૂર માને છે કે પોતાના કરતાં કોઈ મોટી શક્તિ આ જગતમાં છે જ. આમ સમાનતા ન હોવાથી દરેકમાં શ્રદ્ધા રાખવી તે બરાબર નથી. સમકિત ૩૬૭ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૨.૭ ઉપસંડાર આ મહાનિબંધમાં જુદા જુદા ધર્મો અનુસાર “ભગવાન” “આત્મા” “દેવી હસ્તક્ષેપ” “જીવન” શરીર' વગેરે વિષયોને લગતી ચર્ચા કરવામાં આવી છે. અને તે મુજબ કારણો હોવા છતાં મોટાભાગના ધર્મો નીચે જણાવેલ મુદ્દાઓને માન્યતા આપે છે. દરેક ધર્મના મતભેદ વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે અહીં ફક્ત પાંચ ધર્મોના વિદ્વાનો માટે મેં સાત પ્રશ્નો તૈયાર કર્યા હતા. તેઓએ મને જે જવાબો આપ્યા તે મેં અહીંયા નોંધ્યા છે. આ ધર્મોની સમાનતા અને સૂક્ષ્મ ફરક ગ્રહણ કરવા આપણે વિગતવાર જવાબો અથવા માહિતી સરખાવીએ અને ત્યારબાદ તેના આધારે ઉપસંહાર કરીએ. સૌ પ્રથમ ધર્મોને તેમની ઉત્પત્તિ અને સિદ્ધાંત પ્રમાણે વિભાગીએ. દુનિયાના ત્રણ મુખ્ય ધર્મોઃ યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ. ત્રણેની મધ્યપૂર્વ દેશમાંથી ઉત્પત્તિ, ત્રણે ઈબ્રાહીમી ધર્મો અને ત્રણે એકેશ્વરવાદમાં માનવાવાળા. આ સૌથી ઉચ્ચ દેવતા જેણે પૃથ્વી પર મનુષ્યમાં તેમનો સંદેશો ફેલાવવા દેવદૂત એટલે પયગંબર (મોઝીઝ અને મહમ્મદ (PBUH)) અથવા પોતાના ખુદના પુત્ર જિસસ ક્રાઈસ્ટને મોકલ્યા. આ ત્રણે ઈબ્રાહીમી ધર્મો, થોરાહ (ઓલ્ડ ટેસ્ટામેન્ટ) નામના ધાર્મિક ગ્રંથમાં માને છે. તેમાં જણાવેલ મુખ્ય સિદ્ધાંતો અને ધર્મ પાછળની ફિલસૂફી અનુસાર આ ત્રણે ધર્મોની સમાન માન્યતા છે, માટે તેમનામાં ઘણું સામ્ય પણ છે. આ સામ્ય એટલે સુધી કે ક્રિયા, ઈતિહાસ, પૌરાણિક કથા, ભૂગોળ વગેરે પણ તેમાં આવી જાય. આ ત્રણે ધર્મો કરતા જુદા-જૈન, હિંદુ અને બૌદ્ધ તે ભારતમાં જ ઉત્પન્ન થયેલા હતા. તેઓની માન્યતા ઈબ્રાહીમી ધર્મો કરતા ઘણી જુદી પડે છે. હિંદુ ધર્મ પ્રમાણે એક કરતા વધુ ભગવાન છે. બૌદ્ધ ધર્મ જો કે બુદ્ધ ભગવાનને સૌથી ઉચ્ચ સ્થાન આપે છે. જ્યારે જૈન ધર્મના પ્રણેતા તિર્થંકર ભગવંતો છે. આ ધર્મો પ્રત્યેક આત્મા મોક્ષગામી થઈ શકે છે એવું માને છે. હવે આ ધર્મોના વિધાનોના જવાબો સરખાવીએ ૩૬૮ સમકિત Page #384 -------------------------------------------------------------------------- ________________ સ.૧ઃ આપનો ધર્મ આત્મામાં માને છે. જઃ યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મની આત્મા વિષેની માન્યતા એકસરખી છે. તેઓના પ્રમાણે પ્રત્યેક આત્મા ભગવાનની સૂચના અનુસાર ઉત્પન્ન કરવામાં આવે છે. તેઓ ચુસ્તપણે માને છે ભલે પ્રત્યેક આત્મા ભગવાને બનાવ્યો પરંતુ તે ભગવાનનો ભાગ નથી અને ભગવાન સાથે ઐક્ય પણ ન સાધી શકે અને પોતે ભગવાન પણ ન બની શકે. તેઓ એમ પણ માને છે કે મનુષ્ય, પ્રાણી, પક્ષી, વનસ્પતિ વગેરેના આત્મા જુદા જુદા તો જરૂર છે પરંતુ તેની સાથે મનુષ્ય અને બીજા બધાના આત્મામાં પણ ફરક છે. મનુષ્યોના આત્મામાં આધ્યાત્મિકતા છે અને સ્વતંત્ર છે, તેનામાં નિર્ણયશક્તિ પણ છે જ્યારે પ્રાણી, પક્ષી વગેરેની ઉત્પત્તિ મનુષ્યની સેવા માટે જ થઈ છે. એશિયાના ધર્મો એટલે કે હિંદુ, જૈનની માન્યતા અનુસાર આત્મા અનંત છે, એની ઉત્પત્તિ પણ નથી કે નથી વિસર્જન, દરેક જીવિત પદાર્થના આત્મા સમાન છે. તેઓ એમ પણ માને છે કે હિંસા, હત્યા એ સૌથી મોટું પાપ છે, કારણ કે બધા જ આત્માઓ સમાન છે અને દરેકને જીવવાનો હક છે. આના પ્રતાપે તો શાકાહાર અને અહિંસાના સિદ્ધાંત તરફ પૂજ્યભાવ ઉદ્ભવ્યો છે. બૌદ્ધ ફિલોસોફી થોડી જુદી છે. બૌદ્ધ ધર્મ અહિંસા અને કરુણા પર વધુ ભાર આપે છે, પરંતુ શાકાહાર પર એટલો ભાર નથી. બુદ્ધ ભગવાન પ્રમાણે આત્માના અનંત સ્વભાવને અનુમતિ નથી અને તેમાં સદાકાળ ફેરફાર થયા જ કરે છે. આ સિદ્ધાંતને ક્ષણિકવાદ કહેવાય છે. સ..મૃત્યુ બાદ આત્મા ક્યાં જાય? જ.: યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામનો આ બાબતમાં એકમત છે. તેઓના હિસાબે જેણે આત્મા બનાવ્યો છે, તેને જ તેના વિષે નક્કી કરવાનો હક્ક પણ છે. મૃત્યુ બાદ શરીર અને આત્મા જુદા પડે છે અને આત્મા ન્યાયના દિવસ સુધી રાહ જુએ છે. ભગવાનના ન્યાય આપ્યા બાદ તેમનાં કર્મ પ્રમાણે ભગવાન જ નક્કી કરે છે કે તેમને સ્વર્ગમાં મોકલવા કે નરકમાં? તેમના મૃત શરીરને દફનાવવા પાછળનું કારણ પણ તે જ છે કે તેમનો આત્મા શરીર સાથે ન્યાય સાંભળવા ભગવાન સમક્ષ ઊભો રહે. ન્યાયના દિને મૃતક શરીરનું ઊભું થયું તેને “ઊગવું” કહે છે. સમકિત ૩૬૯ Page #385 -------------------------------------------------------------------------- ________________ હિંદુ અને જૈન, બંને ધર્મો કર્મના સિદ્ધાંતમાં માને છે. જેનો પ્રમાણે આત્માની ચાર ગતિઓ છે-દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. આમ પુનર્જનમ સિદ્ધાંત હિંદુ, બૌદ્ધ અને જૈનોમાં સમાન છે. હિંદુ અને જૈનધર્મ અનુસાર એકવાર આત્માએ શરીરનો ત્યાગ કર્યો એટલે એ પછી એના એ શરીરમાં ન જ આવે. તે તેના કર્મો પ્રમાણે નવતર શરીરમાં જ સ્થાન પામે. શરીર નકામું થઈ સડી જાય તેના કરતાં તેને તે બાળવાનું પસંદ કરે છે. બૌદ્ધ બધી હયાતિને તાત્કલિક જ માને છે. તેઓના પ્રમાણે જન્મમરણના ફેરા ચાલુ જ રહે છે જેને તેઓ શિક્ષા જ માને છે. સ.૩ઃ સાચો શ્રદ્ધાળુ કોણ છે તે કેમ ઓળખાય? જઃ શ્રદ્ધા હોવી અને વિશ્વાસ હોવો એ બધા ધર્મોનો મુખ્ય સિદ્ધાંત છે, અને શ્રદ્ધા બહુ જ જરૂરી પણ છે. ધર્મોના સિદ્ધાંતો સમજવા મનુષ્યની બુદ્ધિ ઘણી તેજ હોવી જોઈએ. અને જેની બુદ્ધિ બહુ તેજ ન હોય તેનું શ્રદ્ધાથી જ ધર્મનું આચરણ હોવું જોઈએ. ઘણા મનુષ્યની બુદ્ધિ એટલી તેજ હોય છે કે તેમના તર્કબદ્ધ સિદ્ધાંતો સમજવા બીજા ઘણા માટે અતિ મુશ્કેલ પણ બની જાય છે, જેના કારણે ખોટો વિખવાદ પણ ઊભો થાય છે. બધા ધર્મો પ્રમાણે પોતાને પોતાના ભગવાનમાં (સર્જનહારમાં) પયગંબરમાં અને તેઓના ઉપદેશમાં શ્રદ્ધા હોવી બહુ જ જરૂરી છે. પાયાની વસ્તુ છે. તમારી માન્યતા, અને શ્રદ્ધા ઉપર તો તમે ભગવાનની કેટલા નજીક છો તે નક્કી થાય છે. તેના રોજિંદા જીવન વ્યવહાર અને જીવન જીવવાની રીતભાત પરથી પણ તમે ભગવાનથી કેટલા નજીક છો તે નક્કી થાય છે. કાર્યો પ્રમાણે પણ મનુષ્યની શ્રદ્ધા માપી શકાય પણ ભાવની ખબર પડતી નથી. ઘણા ધર્મમાં આસ્થા અને કાર્યને સમાન ગણ્યા છે. અમુક હદ સુધી લગભગ બધા ધર્મોમાં મોટા ભાગનો બોધપાઠ સમાન હોવાથી બધા ધર્મોને સમાન માની રાખી શકાય અથવા બધા ધર્મોમાં આસ્થા રાખી શકાય. જેમ કે-ચોરી, જૂઠ, હિંસા, લોભિયાપણુંને બધા જ ધર્મો પાપ ગણે છે. ૩૭૦ સમકિત Page #386 -------------------------------------------------------------------------- ________________ જરૂર દાર્શનિક ચોકઠું બધા જ ધર્મોનું જુદું છે, જેમ કે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, ન્યાયનો દિવસ વગેરે બધા તદ્દન જુદા છે. સિદ્ધાંત બાબતમાં તો દરેકે પોતાની માન્યતા અનુસાર વર્તીને દુનિયામાં પોતાનો ભાગ ભજ્વવાનો છે. અને બીજાને નુકસાન ન થાય એમ વર્તવાનું છે. મનુષ્યનું મન એ ભગવાનનું બહુ જ સુંદર સર્જન છે. જે ગમે તેવા-અઘરા કોયડા પણ ઉકેલી શકે છે અને કોઈવાર કોયડા સર્જી પણ શકે છે, માટે મનને વશમાં રાખી કેળવવું જોઈએ. એટલા માટે જ “સમ્યકત્વ' જેવા સિદ્ધાંત વિષે પહેલા ભાગમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે. સમકિત ૩૭૧ Page #387 --------------------------------------------------------------------------  Page #388 -------------------------------------------------------------------------- ________________ હું એક અવિનાશી આત્મા છું. આત્મા એક દ્રવ્ય છે. નિત્ય છે. ધ્રુવ છે.” “એક મોટું ચક્ર છે કે અંદરના ભાવ બહારના સંસારનો જન્મ કરાવે અને પછી તે બહારના સંસારમાં અંદર રહીને પાછા એવા જ નવા ભાવ ઉત્પન્ન કરે છે. આ રીતે ચક્ર ચાલ્યા જ કરે છે.” “જેનું આચરણ થઈ શકે તેનું આચરણ કરવું, અને જેનું આચરણ ન થઈ શકે તેના ઉપર પૂરી શ્રદ્ધા રાખવી. શ્રદ્ધા રાખતાં રાખતાં પણ આત્મા જન્મ, જરા અને મરણથી રહિત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે.'' સખ્યદૃષ્ટિ તે એક કળા છે, આ કળા જેને પ્રાપ્ત થઈ ગઈ તે કોઈપણ સંપ્રદાય, પંથ, પરંપરા, દેશ કે વેષમાં હોય, તે સત્યને ઓળખી જશે, નિઃસંકોચ સ્વીકાર કરશે, અને જગતમાં, જળમાં કમળની જેમ નિર્લેપ, શાંત અને પ્રસન્ન જીવન જીવશે.” આત્મસાધનામાં યુદ્ધ દેહની સાથે નહીં, ઈન્દ્રિયોની સાથે નહીં પણ વિકારોની સાથે કરવાનું