________________
કે દ્વારિકાનગરીમાં એક પણ ગુણવાન માણસ નથી. દરેક માણસમાં કંઈકને કંઈક અવગુણ છે. સાવ ગુણવાન માણસ તો મને દેખાયો જ નહીં.
આ દૃષ્યત બતાવે છે કે જેવી દૃષ્ટિહોય તેવી સૃષ્ટિ લાગે.
આ ચિંતથી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ એ બેઉની દૃષ્ટિનો ફરક સમજી શકાય છે. સમ્યગદર્શની આત્મા સર્વ ગુણો જ જોશે અને તેની નજર ગુણોને શોધી લેશે. ત્યારે મિથ્યાષ્ટિને અવગુણ જોવામાં જ વધારે રસ હોય છે. સમ્યગૃષ્ટિની નજર દરેકના આત્મા ઉપર હોય છે. અને દરેક આત્મામાં કેવળ ગુણનો ભંડાર જ હોય છે. તેથી તેને સર્વે ગુણો જ દેખાય છે. મિથ્યાષ્ટિની નજર આત્મા કરતાં તેના પર્યાય ઉપર હોય છે અને તે પર્યાયમાં શું ખામી છે તે જ તેને જોવું ગમે છે. આમ, એક આત્માના ગુણોને જોતો જોતો આધ્યાત્મિક જગતમાં આગળ વધે છે. અને બીજો આત્માના પર્યાયોમાં ફસાઈ સંસારના ચક્રમાં જ ફરતો રહે છે.
આમ, માત્ર દૃષ્ટિ ફરકમાં આત્માનાં પરિણામોમાં જમીન આસમાન જેટલું અંતર થઈ જાય છે. તેમના આચારોમાં પણ અંતર આવી જાય છે.
સૂર્ય એક પ્રકાશમાન કેન્દ્ર છે. તેની ચારેબાજુ અનેક ગ્રહો અને ઉપગ્રહો ચક્કર લગાવે છે. આ જ સૂર્ય બધા જ ગ્રહો અને ઉપગ્રહોને પ્રકાશ આપે છે. એમ સમ્યગદર્શન પણ એક પ્રકાશમય ગુણ છે. અહિંસા, સત્ય, વ્રત, તપ, નિયમ, દાન જેવા ગુણો આ પ્રકાશમય સમ્યગદર્શનને કેન્દ્ર માનીને તેના આજુબાજુ રહે છે. જ્યાં સુધી સમ્યગ્દર્શન-સૂર્યનો પ્રકાશ મળતો રહે છે
ત્યાં સુધી બધા ગુણો શુદ્ધ અને નિર્મળ રહે છે. અને જેવો સમ્યગદર્શન-સૂર્યનો પ્રકાશ બંધ થઈ જાય છે તો આ બધા જ અવગુણ અને અશુદ્ધ થઈ જાય છે. તેની અંદર વિકૃતતા અને વિષમતા આવી જાય છે.
સમ્યગદર્શન એ આત્માનો ગુણ છે. અને તે પ્રકાશમય છે. જેમ અંધકારમાં આપણું-પરાયું, ચોર-શાહુકારનો ભેદ થઈ શકતો નથી તે જ પ્રકારે સમ્યગદર્શન વિના આપણું (આત્મા) પરાયું (શરીર, ધન આદિ પર દ્રવ્ય)નું જ્ઞાન થતું નથી.
સમ્યકત્વરૂપી સૂર્યમાં (જીવન-કળામાં) આત્માને નીરખવાની તેના હિત-અહિત, હેય-ઉપાદેયની સાચી સમજ આપવાની શક્તિ હોય છે. આજ રીતે પંચાધ્યાયી અને લાટી સંહિતામાં સમ્યગ્રદર્શનને સૂર્યની ઉપમા આપતા કહ્યું છે કે
સમકિત
૨ ૨૧