________________
વિકારોને બહાર ફેંકતા પોતે એવા ને એવા શુદ્ધ જ રહે છે. વિકારોને અંદર રાખીને પોતે અશુદ્ધ થતાં નથી. અને અંદર કર્મના પુદગલો પણ આવી જાય તો પણ તેને ઝટપટ ભોગવીને બહાર ફેંકી દે છે. આમ આ સમ્યગ્દષ્ટિના જીવનકળામાં કાયમ આત્મા શુદ્ધતામાં જ રહે છે. અને અશુદ્ધ હોય તો શુદ્ધતા તરફ આગળ વધે છે. આમ સમ્યગ્દષ્ટિ આત્મામાં શુદ્ધ ભાવનો ઉછાળો સતત રહ્યા કરે છે. આત્મામાં રહેલા પૂર્વકૃત કર્મોને એવી રીતે ભોગવીને ફેંકી દેવા કે તે ભોગ પાછા નવાં કર્મ બંધાવે નહીં. આ કળા સમ્યગ્દષ્ટિ ખૂબ સારી રીતે જાણે છે.
ભોજન સમ્યગ્દષ્ટિ પણ કરે છે, અને મિથ્યાદષ્ટિપણ કરે છે. સમ્યગ્દષ્ટિ ભોજન કરે છે માત્ર શરીરનું પોષણ કરવા કારણ કે તેનાથી ધર્મક્રિયાઓ કરી શકે. જ્યારે મિથ્યાદષ્ટિ ભોજન કરે છે મુખ્યત્વે સ્વાદ માટે, શરીરને મજબૂત બનાવવા, કારણ પછી તે વિષયોમાં આનંદ માણી શકે. આવી જ રીતે કપડાં, ફરવું, સાંભળવું, જોવું, સૂંઘવું, સ્પર્શ કરવો, બોલવું, આદિ દરેક ક્રિયામાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંનેની દષ્ટિમાં ફરક હોય છે. સમ્યગ્દષ્ટ પોતાનો આત્મા ઓછામાં ઓછો દંડાય તેની તકેદારી રાખે છે. દરેક પ્રવૃત્તિને એ વિવેક, વૈરાગ્ય, તપ, સંયમના પન્નામાં તોલી તોલીને કરતો હોય છે. દરેક પ્રવૃત્તિઓ આ પન્નાની બહારની ન હોય તેનું બરાબર ધ્યાન રાખે છે. જ્યારે મિથ્યાદષ્ટિ પાસે આવા માપતોલની સમજ હોતી નથી. તે અજ્ઞાન, મિથ્યાત્વ, મોહ, રાગ, દ્વેષ આદિના ચશ્મા લગાવીને પ્રત્યેક પ્રવૃત્તિઓ કરે છે.
મિથ્યાદર્શન પોતે વિષ જેવું છે. અને સમ્યગ્દર્શન અમૃત જેવું છે. મિથ્યાદર્શન આત્માનું અહિત કરે છે. અને સમ્યગ્દર્શન કાયમ હિત. સમ્યગ્દષ્ટિની દષ્ટિકાયમ અમૃતદૃષ્ટિ હોય છે. તેને સર્વે આત્મા અને સર્વ પદાર્થોમાં સાર ગુણો જ દેખાય છે. મિથ્યાટષ્ટિને સર્વમાં અવગુણ જ દેખાય છે.
એક દાંત આવે છે કે એક દિવસ યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે દ્વારિકા નગરીમાંથી તમે એક એવો દુર્ગુણી માણસને શોધી લાવો કે જેને સજા કરી શકાય. અર્જુન આખી દ્વારિકા નગરીમાં ફર્યા અને પાછા આવી યુધિષ્ઠિરને કહે છે કે આખી નગરીમાં ફર્યો પણ મને કોઈ પણ દુર્ગુણી દેખાયો નહીં. એક સ્થાને કોઈ એક માણસ વૃદ્ધને સહારો આપીને રસ્તો પાર કરાવતો હતો, એક ભાઈ કૂવા પાસે પાણી કાઢીને બધી સ્ત્રીઓને આપવામાં સહાય કરતો હતો, વળી એક વ્યક્તિ બીજાના ખેતરમાં તેને મદદ કરાવતી હતી. જ્યાં પણ હું ગયો ત્યાં મને બધામાં કેવળ ગુણો જ દેખાયા. આવા ગુણો સહિત અહીંયાની પ્રજા છે. આમાંથી એકેયને સજા કરાય એવું નથી. પછી યુધિષ્ઠિરે દુર્યોધનને કહ્યું કે દ્વારિકા નગરીમાંથી એક ગુણવાન માણસ શોધી લાવો. દુર્યોધન આખી દ્વારિકાનગરી ફરે છે. નિરાશ થઈને પાછા ફરે છે. યુધિષ્ઠિરને કહે છે
૨૨૦
સમકિત