________________
આમ, જેને સમ્યગુદર્શનની કળા ઉપલબ્ધ થઈ તેના જીવનમાં દુઃખ લાંબો સમય ટકતું નથી. આચાર્ય અમિતગતિએ આ વાતને સમર્થન આપતા કહાં છે કે –
નૈવ મવિિરવેરિનિ નીવે, दर्शनशालिनि तिष्ठति दुःखम् । कुत्र हिमस्थितिरस्ति हि देशे, ગ્રીષ્મ વિવાર તથતિ વીતે છે' - સમ્યગદર્શન; (પાનું ૧૦૮, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧) જેમ ગ્રીષ્મ ઋતુના સૂર્યના કિરણોના તાપથી એ ક્ષેત્રોમાં ઠંડી ટકતી નથી, એમ જ સંસારની સ્થિતિનો જ્ઞાતા તથા સમ્યગદર્શનથી સુશોભિત આત્માના જીવનમાં પણ દુઃખ ટકતું નથી.
વાસ્તવમાં સમ્યગ્દષ્ટિ દુઃખને દૂર કરવાની કળા જાણતો હોય છે. પૂર્વ કર્મવશ દુઃખ આવી જાય તો પણ તે પોતાના સમભાવ અને શાંતિથી ભોગવીને જલદીથી એ દુઃખથી નિવૃત્ત થઈ જાય છે.
આચારાંગ સૂત્રમાં પણ કહયું છે કેઃ
“ને રૂ ના તો સવ્વ ના ' - આચારાંગ સૂત્ર; ગાથા ૧.૩.૪.૨ (પાનું ૧૩૧, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ (ગુજરાત), વર્ષ ૨૦૦૯) જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે.
જબુદ્ધિપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં બે નદીઓનું વર્ણન આવે છે. એમાં એક નદીનું નામ ઉન્મગ્નજલા અને બીજી નદીનું નામ નિમગ્નજલા. ઉન્મગ્નજલા નદીમાં કોઈ પણ વસ્તુ પડી જાય તો તે તેને બહાર ઉછાળીને ફેંકી દે છે. જ્યારે નિમગ્નજલા નદીનો સ્વભાવ એવો છે કે કોઈપણ વસ્તુ તેનામાં પડે છે તો એ બહાર નથી ફેંકતી પણ પોતાની અંદર જ રાખી લે છે. આ બે નદીઓની સમાન જ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગદૃષ્ટિ આત્મામાં જ્યારે પણ રાગÀષાત્મક વિકલ્પ થાય છે ત્યારે તે એ વિકલ્પોને બહાર ફેંકી દે છે. જ્યારે મિથ્યાષ્ટિઆત્મા આવા રાગ-દ્વેષાત્મક વિકલ્પોને અંદર રાખી લે છે. બહાર ફેંકતા નથી. સમ્યગૃષ્ટિ આવા સમકિત
૨૧૯