________________
આ જાતની સમભાવપૂર્વક સમજણની પાછળ એક રહસ્ય છે. જે કેવળ સમ્યગ્દષ્ટિ- આત્માને ખબર હોય છે.
જ્યારે સમ્યગદર્શન પ્રાપ્ત થયું નથી હોતું. ત્યારે તે આત્માને દુઃખ ખૂબ પરેશાન કરે છે. સુખમાં તે ખૂબ છકી જાય છે. તેને જ્યારે પણ સુખ-દુઃખ આવે છે ત્યારે તે આત્મા એમ વિચારે છે કે આ વ્યક્તિએ કે આ પદાર્થે મને સુખ કે દુઃખ આપ્યું છે. અને પછી તે એ વ્યક્તિ કે એ પદાર્થ પ્રત્યે રાગ-દ્વેષ, ક્રોધ કે મોહ કરી બેસે છે અને નવા કર્મબંધ કરે છે.
જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા સુખ-દુઃખના નિમિત્તને ન પકડી ઉપાદાનને પકડીને ચાલે છે. એ કોઈ વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે રાગ કે મોહ ન રાખતા નવા કર્મબંધ કરતો નથી. મિથ્યાષ્ટિ
જ્યાં દુઃખ અને સંકટ માટે નિમિત્તને દોષી બનાવે છે ત્યાં સમ્યગ્દષ્ટિ આ જ દુઃખ અને સંકટમાં પોતાના આત્માને અને પૂર્વે કરેલાં કર્મોને ઉત્તરદાયી સમજે છે.
ભગવાન મહાવીરે પણ આ જ સવાલ સંસારને પૂક્યો હતો કે બધા દુઃખ દુઃખ પોકારી રહ્યા છો. અને તેની મુક્તિ માટે અનેક ઉપાય કરી રહ્યા છો, પણ એ તો બતાવો કે આ દુઃખ આવ્યું ક્યાંથી? "કુ પગ ડે?” આ દુઃખ કોણે પેદા કર્યું છે? આ ગંભીર પ્રશ્નથી બધા ચૂપ થઈ ગયા અને કહાં “ભગવંત આપ જ બતાવો” ત્યારે એમણે દાર્શનિક સમાધાન આપતા કહ્યું કે “નીવે હું માહ'' (ભગવતીસૂત્ર) આત્માએ સ્વયં પ્રમાદથી દુઃખ ઊભું કર્યું છે. આટલા બોધથી સમ્યગૃષ્ટિઆત્મા સંસાર સાગરને તરી જાય છે. પોતે નવાં કર્મોને અટકાવી સંસારચક્રને સમાપ્ત કરે છે.
સમ્યગ્દષ્ટિને જ્યારે પૂછવામાં આવે છે કે સંસાર કેવો છે? તો તેની પાસે એક જ ઉત્તર હોય છે. “સંસાર તો સંસાર છે. તે ન તો સુખરૂપ છે કે ન તો દુઃખરૂપ છે. જેવી આત્માની દૃષ્ટિ હોય છે તેવી એને સૃષ્ટિ દેખાય છે. સંસાર પોતાની દૃષ્ટિ પ્રમાણેના રૂપમાં ઉપસ્થિત થાય છે. પણ સાચું એ છે કે સુખ અને દુઃખ સંસારમાં નહીં પણ આત્માની અંતઃદષ્ટિમાં હોય છે. સમ્યગ્ગદર્શન સમ્પન્ન વ્યક્તિ સ્પષ્ટ રીતે સમજે છે કે સુખ અને દુઃખ બંનેનું દાયિત્વ સ્વયં પર હોય છે. જે પોતાના આત્માને ઓળખી જાય છે તે નિશ્ચય મુક્તિ પામે છે.”
આત્માને પોતાના મૂળ સ્વરૂપમાં આવવાથી પરમસુખ અને શાંતિ મળે છે. કામ, ક્રોધ, મદ, વિષય, રાગ-દ્વેષ આ આત્માનું મૂળ સ્વરૂપ નથી. કર્મપુદ્ગલોના સંયોગથી એ આત્મામાં આવ્યા છે. અને જેવા આ પુલનો સંયોગ આત્માથી દૂર થાય છે. આત્મા સ્વચ્છ, નિર્મળ અને શુદ્ધ થઈ જાય છે. આ રીતની સમજણ સમ્યગ્દષ્ટિ આત્માને હોવાથી તે આત્માની વિશુદ્ધિની ક્રિયાને સર્વશ્રેષ્ઠ માને છે. અને સતત તેમાં જ રહેવાની કોશિશ કરે છે.
સમકિત
૨૧૮