________________
સમ્યગદર્શન સહિત આત્માને ચારેબાજુ બાહા દુઃખ હોય તો પણ આંતરિક સુખોની વચ્ચે રહીને દુઃખનાં કર્મોના ઉદયની જાણે કે અસર જ ન થાય તેવો બનાવી દે છે. આત્માના આંતરિક સુખોની પ્રધાનતા તેની સમજણમાં આવી જાય છે. સંગમ નામના એક મિથ્યાષ્ટિદેવ હતા, તે પૃથ્વી ઉપર વિરાજમાન ભગવાન મહાવીરની, દુઃખ અને કષ્ટમાં પણ કેટલી દઢતા છે તે વાત સાંભળીને ઈર્ષ્યાથી બળી ગયો. એ દેવ ભગવંતની ધીરતા અને ક્ષમતાની પરીક્ષા લેવા હેતુ સ્વર્ગથી પૃથ્વી ઉપર આવ્યો. તેને ખૂબ જ ક્રોધ, રોષ અને ઈર્ષા હતી કે એક મનુષ્યમાં પોતાનાથી (દેવથી) પણ વધારે સમતા આદિ જેવા ગુણો હોઈ શકે? તેણે સાધનાથી પૂર્ણ અને સમતાદિ ગુણોથી ભરપૂર એવા શ્રી ભગવાનને વિચલિત કરવા ૬ મહિના સુધી નાનાંમોટાં કષ્ટ અને ઉપસર્ગ આપ્યા. તે ભગવાનની અટલ સમ્યગ્ગદર્શન જ્યોતને બુઝાવવા માંગતો હતો. તે એમાં તો નિષ્ફળ ગયો પણ શ્રી ભગવંતની એ જ્યોત એટલી અધિક પ્રકાશિત થઈ કે તેમને પોતાનાં કષ્ટ કરતાં સંગમદેવનું ભાવિ કેવું દુઃખમય જશે તે જોઈને આંખમાં આંસુ આવ્યા. આનું કારણ એ જ કે ભગવાનની સમ્યગદર્શનની જ્યોતિ એવી મજબૂત હતી કે તે કોઈપણ તોફાનમાં બુઝાઈ જાય તેવી ન હતી. આ ચિંત ઉપરથી એ ઉપદેશ મળે છે કે ભગવાનના જીવનમાં સતત સમ્યગુદર્શનનો ઉપયોગ હતો. આ સમ્યગ્દષ્ટિ- જીવનકળાના ઉપયોગથી તેઓ કર્મશત્રુઓને પરાસ્ત કરી શક્યા. સમ્યદૃષ્ટિને માટે “દુઃખ” એક મોટો શિક્ષક, બોધપાઠ અને જગાડવાવાળું હોય છે. જ્યારે પણ દુઃખ અને કષ્ટ આવે છે ત્યારે એ વિચારે છે કે જે પ્રમાણે મેં વાવ્યું તે પ્રમાણે મને મળ્યું. જે ભૂતકાળમાં કર્યું તે હમણાં ભોગવી રહ્યો છું, એક ને એક દિવસ આ મારે ભોગવવાનું તો હતું જ, તો હમણાં જ એ ભોગવું છું તેમાં દુઃખી થવાની જરૂર શા માટે? કર્મોનું દેવુ જેટલું જલદી ચુકવાઈ જાય તેટલું સારું. તે સમજે છે કે “ડા મા મોર સ્થિ” કરેલા કર્મોને ભોગવ્યા વિના મુક્તિ થવાની નથી.
જ્યારે આત્મામાં શુદ્ધભાવની જાગૃતિ થાય છે, અને ક્ષયોપશમ ભાવ જાગી જાય છે ત્યારે તેને નરક જેવી ભયંકર અપ્રિય ઘટનાઓ પણ વિચલિત કરી શકતી નથી.
સારસમુચ્ચયમાં કહયું છે કે-“સખ્યદર્શન સહિત જીવને જો નરક મળે તો પણ સારું, પણ સમ્યગદર્શન રહિત જીવને સ્વર્ગનું સુખ મળે તો પણ નકામું.” કારણ કે આત્મભાવ વગર સ્વર્ગમાં પણ દુઃખ જ છે. આત્મજ્ઞાન જ સાચું સુખ છે. ભલે પછી ગમે ત્યાં રહે. આ સિદ્ધાંતની સમજણ હોવાથી તે કૃતકર્મને અને તેના શુભ-અશુભ ફળને સમભાવપૂર્વક ભોગવી લે છે. અને એના કારણથી ભવિષ્યમાં ફરી નવા કર્મબંધ કરતો નથી. સમકિત
૨૧૭