________________
"तत्रोल्लेखस्तमोनाशे तमोडरेरिव रश्मिभिः ।
दिश: प्रसाद (प्रसत्ति) मासेदुः सर्वतो विमलाशयाः ॥
दृङ्ः मोहोपशमे सम्यग्द्रष्टैरुल्लेख एव सः ।
शुद्धत्वं सर्वदेशेषु त्रिधाबन्धापहारियत् ॥"
- સમ્યગ્દર્શન; (પાનું ૨૩૦, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન), વર્ષ ૧૯૮૧)
જેમ સૂર્યની કિરણોથી અંધકાર નાશ પામે છે અને ચારે દિશાઓમાં નિર્મળ પ્રસન્નતા આવી જાય છે. એ જ રીતે દર્શનમોહનીયરૂપી અંધકારને ઉપશમ કરવાનું કાર્ય સમ્યગ્દર્શનરૂપી સૂર્ય કરે છે. કારણ કે સમ્યક્ત્વનો સૂર્યોદય થતાં દર્શનમોહાન્ધકાર હટી જાય છે અને આત્મામાં સમસ્ત પ્રદેશોના ત્રણ પ્રકારના બંધ (દ્રવ્ય-બંધ, ભાવ-બંધન અને નોકર્મબંધને (ફળ-વિપાક)) ને નાશ કરવાવાળી નિર્મળતા-શુદ્ધતા-પ્રસન્નતા ઉત્પન્ન થાય છે.
સભ્યષ્ટિ એક જીવનદૃષ્ટિછે. મનુષ્યની જેવી જીવનદૃષ્ટિ હોય, તેવું તેનું જીવન-નિર્માણ થાય છે. ગીતામાં બતાવ્યું છે.
‘શ્રદ્ધામયોઙયં પુરુષ: યન્ત સ વ સઃ ।''ભગવદ્ગીતા ૧૭-૩
શ્રીમદ ભાગવદ્ગીતા; ગાથા ૧૭.૩ (પાનું ૨૪૬, લેખકઃ વ્યાસમુનિ, પ્રકાશકઃ ગીતા પ્રેસ, ગોરખપુર, (ઉ.પ્ર.), ૧૩મું સંસ્કરણ, વર્ષ અજાણ)
44
વ્યક્તિ શ્રદ્ધામય હોય છે. જેવી એની શ્રદ્ધા હોય છે તે એવો જ બની જાય છે. દૃષ્ટિના અંતરથી આચારમાં પણ અંતર થઈ જાય છે. પ્રત્યેક વ્યક્તિની જીવનષ્ટિના અનુસાર તેનું ચારિત્ર બની જાય છે. અને પછી એ જ પ્રમાણે તેના જીવનનું નિર્માણ થાય છે. આમ સમ્યક્ત્વને પામેલા આત્માનો પુરુષાર્થ ચારિત્રમોહનીયાદિને ભેદવાના લક્ષ્યવાળો જ હોય છે, અને જ્યાં સુધી સમ્યક્ત્વનું પરિણામ નિર્મળ હોય ત્યાં સુધી એનું લક્ષ્ય તો એ જ હોય છે. આ કારણે ચારિત્ર મોહનિયાદિના ઉદયને પણ એવા વિરાગભાવે ભોગવી લે છે કે જેથી ચારિત્રમોહનીયના ક્ષયોપશમાદિ સુલભ બનતા જાય છે.
સભ્યષ્ટિ એ સુખ, શાંતિ અને આનંદની જન્મભૂમિ છે.
સમ્યગ્દષ્ટિ એક કળા છે તે ભૌતિક કળા નથી પણ આધ્યાત્મિક કળા છે. આત્માના શ્રેષ્ઠ ગુણોના વિકાસ માટે આ કળાની જરૂર છે. દરેક વસ્તુ પોતાની મેળે ગમે તેવી સારી હોય પણ
૨૨૨
સમકિત