________________
"तह तत्रुई सम्भं रोइज्जउ जेण तं नाणं" - સમ્યગદર્શન; (પાનું ૨૧૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧).
અર્થાત-તત્ત્વરુચિ સમ્યકત્વ છે, તત્ત્વ ઉપર રુચિ કરી શકાય તે જ્ઞાન તે સમ્યગૂજ્ઞાન છે. આધ્યાત્મિક જગતમાં શ્રદ્ધાનો અર્થ થાય છે--શ્રત-સત્યં વધાતીતિ શ્રદ્ધા , જે સત્યને ધારણ કરે તે.
શ્રદ્ધામાં સત્યને ધારણ કરાય છે, એને ટકાવી રખાય છે ચિરકાલ સુધી અન્તઃકરણમાં જમાવી રખાય છે. જ્યારે દર્શનમાં કોઈપણ વસ્તુના તત્ત્વને ઊંડાણથી જોવાય છે, પહેલા દર્શન થાય છે. પછી શ્રદ્ધા. દર્શન, પહેલા વસ્તુ-તત્ત્વને ગહેરાઈથી જોઈને નિર્ણય-નિશ્ચય કરે છે. અને શ્રદ્ધા,એ નિશ્ચય કરેલા સત્ય તત્ત્વને ગ્રહણ કરીને રાખે છે. આ જ અંતર દર્શન અને શ્રદ્ધામાં છે. સામાન્યરૂપે તો દર્શન પણ શ્રદ્ધામાં પરિસમાપ્ત થાય છે.
સત્યની સત્યરૂપમાં પ્રતીતિ જ નિષ્ઠા છે. જડતત્ત્વની જ તત્ત્વરૂપ અને ચૈતન્યતત્ત્વની ચૈતન્યતત્ત્વરૂપમાં નિષ્ઠા -શ્રદ્ધા જ સમ્યગદર્શન કહેવાય. તત્ત્વોને યથાર્થ રૂપમાં સમજવું અને તેના ઉપર વિશ્વાસ કરવો તે જ સમ્યગ્રદર્શન કહેવાય.
એમ જોવા જઈએ તો શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસ, રુચિ, આસ્થા, નિષ્ઠા આદિ શબ્દો બધા જ સમ્યગદર્શનના પર્યાયવાચક છે. તેના અર્થો સમાન જેવા છે. પણ ઊંડાણથી જોઈએ તો તેમાં સૂક્ષ્મરૂપે અંતર દેખાશે. બધા જ શબ્દો સમ્યગ્રદર્શનના ક્રમિક યાત્રાના પડાવરૂપ છે. સૌથી પહેલા તત્ત્વભૂત પદાર્થ પર શ્રદ્ધા થાય છે. તે શ્રદ્ધા અમુક સમય ટકવાથી તેના ઉપર જ પ્રતીતિ થાય છે. તેના પછી દઢ વિશ્વાસ બેસે છે. અને પછી પ્રવૃત્તિ કરવાની રુચિ થાય છે. રુચિ પછી મનુષ્યની આસ્થા એના ઉપર પાકી થાય છે અને ભક્તિવત થાય છે. આજ આસ્થા પરિપક્વ થવાથી નિષ્ઠાનું રૂપ લે છે. આ બધાનો ક્રમશઃ ઉત્તરોત્તર વિકાસ જ સમ્યગદર્શનનું રૂપ બને છે. પણ આ બધા સમ્યગદર્શનનું રૂપ હોવા છતાં પણ તે દરેકમાં સમ્યકતા હોવી જરૂરી છે. નહીંતર શ્રદ્ધા, અંધશ્રદ્ધા, પ્રતીતિ, મિથ્યાપ્રતીતિ, વિશ્વાસ, અંધવિશ્વાસ, રુચિ, ખોટીરુચિ, આસ્થા વિપરીત પદાર્થો ઉપર અને નિષ્ઠા મોહ-મૂઢતાના રૂપમાં બદલાઈ જાય છે.
આમ, સમ્યમ્ શબ્દ અને તેનો અર્થ સમજવો તે આધ્યાત્મિક માર્ગમાં સૌથી મહત્ત્વરૂપ છે.
પ્રાચીન જૈન આગમોમાં દર્શન શબ્દના બદલે દૃષ્ટિશબ્દનો પ્રયોગ કરેલો છે. તત્ત્વાર્થસૂત્ર અને ઉત્તરાધ્યયન સૂત્રમાં દર્શન શબ્દનો અર્થ તત્ત્વશ્રદ્ધા એમ માનેલો છે. તેના ઉપરાંત જૈન સમકિત
૩૫