________________
છતાં પણ એ સૂત્ર ઉપર ભાવાત્મક ધ્યાન કરવાથી અને તેના ઉપર અતૂટ શ્રદ્ધા રાખવાથી તેના આત્મા ઉપર છવાયેલાં કર્મોના વાદળો હટી ગયાં અને તે મંદબુદ્ધિ શિષ્ય કેવળજ્ઞાનની જ્યોત પામી ગયા.
આ છે સમ્મવિશ્વાસનું મહત્ત્વ, જેનાથી જ્ઞાન ઉપર છવાયેલું આવરણ હટી ગયું અને કેવળજ્ઞાનને પ્રગટ કરાવી શક્યું.
જૈન આગમો તથા બીજા જૈન ગ્રંથોમાં સમ્યગદર્શનના સમાનાર્થક શબ્દોનો ઉલ્લેખ આવે છે. આવા પર્યાયવાચી થોડા શબ્દો નીચે પ્રમાણે છે.
(૧) સમ્યગદર્શન (૨) સમ્યગ્દષ્ટિ (૩) સમ્યકત્વ (૪) સમ્મવિશ્વાસ (૫) સમ્યનિષ્ઠા (૬) સમ્યમ્રતીતિ (૭) સભ્યશ્રદ્ધા (૮) સમ્યકચિ (૯) સમ્યદ્ભક્તિ (૧૦) સમ્યઆસ્થા (૧૧) સમ્બોધિ (૧૨) સદ્ગોધ.
આ દરેક શબ્દનો અર્થ એક જ જેવો થાય છે જ્યારે શ્રદ્ધા, દૃષ્ટિ, વિશ્વાસ, બોધ આ સૌ સત્યલક્ષી અને મોક્ષલક્ષી હોય.
જ્યારે પણ કોઈપણ ક્રિયા મોક્ષ પામવા માટે કરવાની હોય છે ત્યારે તે દરેક ક્રિયાઓને બરાબર અર્થમાં સમજવા માટે તેની આગળ “સમ્યક” શબ્દ મૂકવામાં આવે છે. દા.ત. મોક્ષ પામવામાં ચાર વસ્તુ મુખ્યત્વે જરૂરી છે. અને તે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. અને આ ચારની આગળ “સમ્યફ” શબ્દ લગાવવાથી જે અર્થ સમજાય તે જ ખરો મોક્ષમાર્ગ થાય છે.
“સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યગ્રચારિત્ર અને સમ્યગ્રતા.” આને યથાર્થ રીતે સમજી તે માર્ગ ઉપર ચાલવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.
જૈનદર્શન સાધ્ય અને સાધનની એકરૂપતામાં વિશ્વાસ કરે છે. આ દૃષ્ટિ પ્રમાણે સમ્યગૂ ચતુષ્ટય સાધનથી પ્રાપ્ત કરવાવાળું અંતિમ લક્ષ્ય પણ એવું જ શુદ્ધ અને સારું હોય છે. અને આના કારણે જ મોક્ષ માટે આ ચતુષ્ટયને મુખ્ય કારણ કીધું છે.
અહીં એક સવાલ થાય છે કે જ્ઞાન અને સમ્યકત્વમાં શું અંતર છે?, તેના જવાબમાં સ્થાનાંગ સૂત્રમાં વૃત્તિકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિ કહે છે કે “સમ્યકત્વ તે રુચિરૂપ છે અને જ્ઞાન તે આ રુચિનું કારણ છે.”
સમકિત
૩૪