________________
નિર્જરા થતાં જલદીમાં જલદી મોક્ષ પ્રાપ્તિ કરાવે છે. આત્મલક્ષ્મીય સમ્યગ્દર્શન (વિશ્વાસ) કેવા પ્રકારે સાધકના જ્ઞાન ઉપર રહેલી મલિનતા, અવિશ્વાસ આદિને હટાવી શુદ્ધ સમ્યક્ર-જ્ઞાન પ્રાપ્ત કરાવે છે તેનો જૈન ઈતિહાસમાં એક ઉજ્જવલ ઉદાહરણ છે.
એક મહાન આચાર્ય હતા, તેમને અનેક શિષ્ય હતા. ઘણા શિષ્યો જ્ઞાની, વિદ્વાન અને ઘણા તપસ્વી હતા. પણ તેમાં એક શિષ્ય મંદબુદ્ધિનો હતો. ગુરુ તેને ખૂબ ધ્યાન રાખીને શાસ્ત્રો શિખવાડતા પણ મંદબુદ્ધિના કારણે એ જરા પણ સમજી શકતો નહીં. તે પોતાની બુદ્ધિના હિસાબે સદાય ઉદાસ રહેતો. ગુરુદેવે તેને ઉદાસ જોઈને પુછ્યું કે “વત્સ તું આટલો ઉદાસ કેમ છે? તે તારું ઘરબાર કુટુંબ બધું છોડીને સાધુધર્મ અપનાવ્યો છે. આવા ઉત્તમ માર્ગ ઉપર રહીને ઉદાસ રહેવું તે શોભાનું કારણ નથી.”
શિષ્ય કહ્યું “ગુરુદેવ આપની વાત તદ્દન સાચી છે, મને અહીં દુઃખનું કંઈ કારણ નથી. આપના ચરણોમાં રહીને મારે આનંદમાં જ રહેવું જોઈએ. પણ શું કરું? મને મારી મંદબુદ્ધિ ઉપર ખૂબ જ દયા આવે છે. મને કંઈ પણ જ્ઞાન ચઢી શકતું નથી આના કારણે હું ઉદાસ રહુ . આપ કોઈ કૃપા કરો કે જેનાથી મને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય.”
ગુરુએ કહાં “ચિંતા કર નહીં, હું તને એક એવું નાનું સૂત્ર આપું છું જે આખા ધર્મનો સાર છે” એમ કહીને તેમણે કહાં – “મા રુસ મા તુષ” (ન કોઈના પ્રતિ દ્વેષ કરો કે ન કરો રાગ.)
ગુરુના આ નાના સૂત્રને પણ તે શિષ્ય પોતાની મંદબુદ્ધિના કારણે યાદ રાખી ન શકયો. અને તેના બદલે “માસતુષ” એમ બોલવા લાગ્યો. આ ગુરુનો પ્રસાદ છે એમ માનીને તે નિરંતર રટણ કરવા લાગ્યો. રટણ કરતા તેની ભાવના વધારે ને વધારે શુદ્ધ થતી ગઈ, સમ્યગદર્શન તો એને હતું જ, અને તેના પ્રતાપે પોતાના આત્મા, ગુરુ અને ગુરુના વચનો ઉપર એને સંપૂર્ણ શ્રદ્ધા હતી. એટલે નિરંતર રટણથી તેના હૃદયમાં વધારે શ્રદ્ધા પ્રબળ થતી ગઈ. શક્તિ શબ્દમાં નહી પણ તેના ઉપરની શ્રદ્ધામાં હોય છે. તેને આત્માના અનંતજ્ઞાનની શક્તિ ઉપર વિશ્વાસ થઈ ગયો, અને ગુરુનું સૂત્ર તેના આત્માને સંપૂર્ણ શુદ્ધ અને નિર્મળ બનાવશે તે વાત ઉપર તેને પાકી શ્રદ્ધા થઈ ગઈ.
આ વાત પકડીને તેનું આત્મચિંતન ચાલું રહ્યું. સાચા અર્થને ભૂલી તે વિચારવા લાગ્યો કે અડદ અને તેનું ફોતરું જેમ અલગ અલગ છે તેમ જ મારું શરીર અને આત્મા બંને અલગ અલગ છે. કાળું ફોતરું દૂર થતાં અંદર સફેદ અડદ નીકળે છે. તેમ જ રાગ અને દ્વેષના કાળા વિકારો દૂર થવાથી આત્મા અંદરથી શુદ્ધ રૂપમાં પ્રગટી જશે. આ પ્રમાણે ખોટો અર્થ કરવા સમકિત
૩૩