________________
એટલે કે પ્રશસ્તના બે અર્થ છે-પહેલો અર્થ છે-મોક્ષ. આ દૃષ્ટિથી સમ્યગ્દર્શનનો અર્થ થાય છે. મોક્ષલક્ષી દર્શન કે શ્રદ્ધા અને બીજો અર્થ મોક્ષના અવિરોધી શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા આ પાંચ લક્ષણોથી યુક્ત આત્મધર્મમાં પ્રવેશ કરાવવાવાળો આત્માનો સમ્યભાવ.
શાસ્ત્રીય ભાષામાં કહીએ તો આત્માને જ્યાં સુધી મિથ્યાત્વમોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતો જીવનું વિશુદ્ધ પરિણામ પોતાને થતું નથી ત્યાં સુધી તેનું દર્શન (વિશ્વાસ, નિષ્ઠા કે શ્રદ્ધા) સમ્યગદર્શન હોતું નથી.
દર્શન જ્યારે પ્રશસ્ત હોય છે, તેની સંગત અન્ય સાથે હોતી નથી અને તેનામાં આત્માની શુદ્ધતા જ જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં આત્મા સમ્યગદર્શનમાં કહેવાય છે.
સમ્યનો બીજો અર્થ અવિપરીતતા પણ છે. કોઈપણ પદાર્થને ઊલટા રૂપમાં જોવું તે વિપરીતતા કહેવાય. સમ્યગદર્શી કોઈપણ પદાર્થને ઊલટા રૂપમાં જોતો નથી. કોઈપણ શાસ્ત્ર અને તેના અર્થો ઉપર વિપરીત દૃષ્ટિથી નિષ્ઠા કે શ્રદ્ધા જ્યારે આવે છે ત્યારે તે મનુષ્યને સમ્યગદર્શનના માર્ગથી ખૂબ દૂર લઈ જાય છે. અને આ વિપરીતતા એકવાર આવવાથી જલદી જતી નથી. પણ જ્યારે તે મનુષ્યને સત્યની સમજણ થાય છે અને તેનો કાળ છોડીને અવિપરીત દૃષ્ટિથી શાસ્ત્રોના સત્ય અર્થ ઉપર જ વિશ્વાસ મૂકે છે ત્યારે સમ્યગ્દર્શન પામી મોક્ષના માર્ગ ઉપર ગતિ પ્રગતિ કરે છે.
દર્શનનો અર્થ જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે તેની આગળ “સમ્યક” શબ્દ જોડવામાં આવે છે. આ “સમ્મવિશ્વાસ” કે “સમ્યગદર્શન” જ મુમુક્ષુ-આત્માને તેના ધ્યેય ઉપર પહોંચાડે છે. સમ્યગદર્શનની હાજરીમાં આત્માને પોતાના અનંત જ્ઞાનાદિ ગુણો અને તેની શક્તિ ઉપર દઢ વિશ્વાસ થાય છે. જયારે જીવનમાં સંકટ આવે છે, જીવનની નૈયા ડગમગવા લાગે છે ત્યારે આ સમ્યક્ વિશ્વાસ અને તેનાથી થતો આત્માનો સાચો અનુભવ જ વ્યક્તિને સાચા માર્ગ ઉપર ટકી રહેવાની તાકાત આપે છે.
જ્યારે મહામુનિ ગજસુકુમારને ઘોર મરણત્તક સંકટ ઉપસ્થિત થયું ત્યારે તેઓ સમ્યક વિશ્વાસના આધાર ઉપર જ આત્મરમણીય રહા, જેનાથી શાંતિ અને ઘેર્યની સાથે રાગ-દ્વેષ રહિત રહીને સમભાવથી અંતિમ લક્ષ્ય મોક્ષને પ્રાપ્ત કરી શક્યા. સમ્યગદર્શન આમ, આત્માને કેવળ મોક્ષમાર્ગ પર લઈ આવતું નથી પણ જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે એ આત્માને એવી શક્તિ પ્રદાન કરે છે કે તે માર્ગ ઉપર વધારે ને વધારે દૃઢ થાય છે. અને આ અવસ્થામાં અનંતા કર્મોની
૩૨
સમકિત