________________
જેને પોતાના સ્વતત્ત્વમાં ઉપાદેય બુદ્ધિ છે, અને પરતત્ત્વોમાં હેયની બુદ્ધિ છે, જે સંશય, વિમોહ, વિભ્રમથી રહિત હોય તેજ સમ્યગ્દષ્ટ કહેવાય છે.
સૂર્ય અને તેની કિરણોની જેમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એક સાથે જ પેદા થાય છે. જ્ઞાનનું કાર્ય એ છે કે દરેક વસ્તુને તે ઠીક ઠીક જાણી લે છે, અને જ્ઞાનથી જાણેલી વસ્તુમાં જે દૃષ્ટિથી કર્તવ્ય અકર્તવ્ય અને હેયોપાદેયનો વિવેક થાય છે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. જ્ઞાન તો પહેલેથી જ આત્મામાં છે પણ તે સમ્યક્ ત્યારે બને છે જ્યારે આત્માને હેયોપાદેયનો વિવેક થાય છે.
આથી જ તત્ત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગને સમજાવતા કહ્યું છે કે
‘‘સમ્યાવર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્થ: ।''
આચાર્ય ઉમાસ્વાતિનું તત્ત્વાર્થ સૂત્ર, ગાથાઃ ૧.૦૧ (પાનું ૪, લેખકઃ પંડિત સુખલાલજી, પ્રકાશકઃ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (ગુજરાત) વર્ષ ૧૯૩૦ ૧લું સંસ્કરણ)
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર્ય ત્રણે મળીને જ મોક્ષમાર્ગ બને છે. આચાર્ય પૂજ્યપાદ આ સૂત્રમાં આવેલાં સમ્યક્ શબ્દને સમજાવતા કહે છે કે-પદાર્થોનું યથાર્થ જ્ઞાન અને તેના ઉપર શ્રદ્ધાનનો સંગ્રહ કરવાના હેતુથી જ દર્શનના પૂર્વે સમ્યક્ વિશેષણ આપ્યું છે.
વ્યાકરણશાસ્ત્રના અનુસારે સમ્યક્ શબ્દના ત્રણ મુખ્ય અર્થ થાય છે. (૧) પ્રશસ્ત (૨) સંગત અને (૩) શદ્ધ.
સભ્યનો જ્યારે પ્રશસ્ત અર્થ કરીએ ત્યારે તેની સાથે દર્શનને જોડવાથી તેનો અર્થ થાય છે-પ્રશસ્ત દર્શન એટલે કે પ્રશંસનીય દર્શન.'' દર્શનનો અર્થ વિશ્વાસ છે. એટલે પ્રશસ્ત વિશ્વાસ ત્યારે જ થાય છે જ્યારે વિશ્વાસની સાથે અંધતા ન હોય. વિશ્વાસની સાથે જ્યારે વિવેક, અનાગ્રહ અને સત્યગ્રાહી દષ્ટિ હોય છે ત્યારે તે પ્રશસ્ત થાય છે.
પ્રશસ્તનો અર્થ એક આચાર્યે નીચે પ્રમાણે કર્યો છે.
" प्रशस्तो मोक्षोsविरोधो वा प्रशमसंवेगादि लक्षण आत्मधर्मः ।”
સમ્યગ્દર્શન; (પાનું ૨૦૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧)
સમકિત
૩૧