________________
છે, તેને શેય કહેવાય. જે ત્યાગવા યોગ તે હેય અને જે ગ્રહણ કરવા યોગ્ય તે ઉપાદેય. આ રીતે સમ્યગદર્શનનો અર્થ એમ પણ થાય છે કે તે એવી દૃષ્ટિ છે કે જેનાથી હેય, બ્રેય અને ઉપાદેયને જાણી શકાય છે.
સમ્યગૃષ્ટિ સૌ પ્રથમ એ વિવેક કરશે કે દરેક પદાર્થને ક્યા ભાગમાં મૂકવો, અને તેના યોગ્ય બરાબર ઊંડાણથી વિચાર કરશે. દા.ત. હિંસા, અસત્ય આદિ આસ્રવ, મિથ્યાત્વ, પ્રમાદ, કષાય અને રાગદ્વેષ જે હેય છે તે શાના માટે ત્યાગવા યોગ્ય છે? કોઈપણ પદાર્થને ત્યાગવા પહેલા જો તેના વિશે બરાબર બોધ કર્યો ન હોય અને ફક્ત આવેશમાં કે જોશમાં આવીને અથવા તો કોઈ સ્વાર્થ માટે કે કોઈના ભયથી છોડે તો તે છોડવામાં કે તે પ્રમાણે ત્યાગ કરવામાં બંધનમુક્તિ મળતી નથી. એનાથી વિપરીત બરાબર સમજીને શ્રદ્ધાપૂર્વક જો એ ત્યાગ કરે તો, નાનામાં નાનો ત્યાગ પણ બંધનમુક્તિનું કારણ બને છે.
સમ્યગદર્શી એ પણ સમજે છે કે જીવનનિર્વાહ માટે ભોજન, વસ્ત્ર, મકાન વગેરે આવશ્યક છે તો પણ તે તેને ઉપાદેય માનતો નથી. અહિંસા, સમતા, ક્ષમા, સત્ય આદિ સમ્યક્ આચાર તે ઉપાદેય છે. માત્ર શરત એ છે કે તે સર્વે આચારો આ લોક કે પરલોકના સુખ અને સ્વાર્થ માટે કરવામાં આવતા ન હોય. જો તે આચરવા પાછળ સ્વાર્થ, લોભ, મોહ, આસક્તિ અને સુખની આકાંક્ષા હોય તો તે પદાર્થો ઉપાદેય હોવા છતાં પણ બંધન મુક્તિને બદલે બંધન વૃદ્ધિ કરાવે છે. કોઈપણ પદાર્થ આત્માને બંધનમાં પાડે તેને સમ્યગદર્શી ઉપાદેય માનતો નથી.
આ પ્રમાણે સ્વ-પરના વિવેક પછી, હેય કોને કહેવાય અને ઉપાદેય કોને કહેવાય તેનો સમ્યગુબોધ શેય કરાવે છે. શેય એ સંકેત આપે છે કે હેયને જાણ્યા વગર ત્યાગે નહીં અને ઉપાદેયને સમજ્યા વગર ગ્રહણ કરો નહીં. સમ્યગદૃષ્ટિનો હેય અને ઉપાદેય બંને જ્ઞાનપૂર્વક જ હોય છે.
આમ, સમ્યગદર્શન સમ્પન્ન સાધક હેયને છોડવા યોગ્ય, ઉપાદેયને ગ્રહણ કરવા યોગ્ય અને શેયને જાણવા યોગ્ય આવી વિશુદ્ધ હાર્દિક ભાવના રાખે છે. હવે નિશ્ચય સમ્યગૃષ્ટિનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કેઃ
"स्वतत्त्व-परमत्त्वेषु हेयोपादेयनिश्चयः संशयदिविनिर्मुक्तः स सम्यगदृष्टिरुच्यते ॥" - સમ્યગદર્શન; (પાનું ૧૯૫, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧)
સમકિત
૩૦