________________
"दंसणे दुविहे पन्नते, ते जहा सम्मदंसणे चेवमिच्छादंसणे चेव"
સ્થાનાંગ સૂત્ર; ગાથા ૨.૧ (પાનું ૪૯, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, (રોયલપાર્ક સોસાયટી) રાજકોટ, વર્ષ ૨૦૦૦)
પણ આધ્યાત્મિક જગતમાં સમ્યગ્દર્શનને જ મોક્ષના અંગરૂપની માન્યતા મળી છે. મોક્ષની સાધનામાં દર્શન હોવું માત્ર બરાબર નથી પણ તેનું આત્મલક્ષી હોવું તે પરમ આવશ્યક છે. સ્વ ઉપર રહેવું જરૂરી છે. આમ જ્યારે તે સ્વલક્ષી હોય છે ત્યારે તેને સમ્યગ્દર્શન કહેવાય છે. આત્મામાં જ્ઞાન તો સદાય હોય છે પણ ‘‘સ્વને” ન ઓળખવાથી તે મિથ્યા જ રહે છે. અને “સ્વને’ જાણવાથી તે સમ્યક્ થઈ જાય છે. આ રીતે ચારિત્ર માટે પણ સમજવું. જ્યારે આત્મા પરમાં રમણનો ત્યાગ કરે છે અને સ્વમાં રમણ કરે છે ત્યારે સમ્યગ્ બને છે. આમ મોક્ષમાર્ગને માટે ‘સમ્યગ્દર્શન’’ ‘સમ્યજ્ઞાન’” અને ‘‘સભ્યશ્ચારિત્ર્ય’’એ ત્રણ રત્નરૂપે બની રહે છે. રત્નત્રય કહેવાય છે. આ ત્રણને રત્નત્રયની પદવી “સમ્યગ્’” શબ્દથી મળે છે. સમ્યગ્દર્શન જીવન અને જગતને યથાર્થરૂપ અને સત્યરૂપમાં જોવાનું એક માધ્યમ છે. યોગસાર પ્રાભૂતમાં બતાવ્યું છે કેઃ
"यथावस्तु तथाज्ञानं संभवत्यात्मनो यतः
जिनैरंभाइम सम्यकत्वं तत्क्षमं सिद्धिसाधने ॥"
- સમ્યગ્દર્શન; (પાનું ૧૯૫, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બ્યાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧)
વસ્તુ જે રૂપમાં સ્થિત છે, તેને તે જ રૂપમાં જે કારણે જ્ઞાન થાય છે, તેને ભગવાને સમ્યક્ત્વ કહ્યું છે. જે સિદ્ધિ સ્વાત્મોપલબ્ધિના સાધન માટે સમર્થ છે.
દર્શનની આગળ સમ્યક લાગી જવાથી જે વસ્તુ જે રૂપમાં છે તે યથાર્થરૂપને જોવાની શક્તિ મળે છે. સમ્યગ્દર્શન આત્મા ઉપર એક ચશ્મારૂપ છે. જે વસ્તુને ન તો એકાંતનિત્ય રૂપે જુએ છે અને ન તો એકાંત અનિત્ય રૂપે જુએ છે. કારણ એકાંત નિત્ય કે એકાંત અનિત્ય બેઉ મિથ્યા છે. દરેક વસ્તુ નિત્યાનિત્યાત્મક છે. તે દ્રવ્યરૂપ નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે. પદાર્થને ઉભયરૂપમાં જોવું જ સત્યદર્શન કે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્ શબ્દ દર્શનની આગળ જોડવાથી તે વ્યક્તિ જ્ઞેય, હેય અને ઉપાદેયનો તફાવત કરી શકે છે. અને તે તફાવત કરવાથી હેયને સહેલાઈથી છોડી શકે છે. અને ઉપાદેયને ગ્રહણ કરી શકે છે. અધ્યાત્મશાસ્ત્રોમાં વિશ્વના દરેક પદાર્થોના ત્રણ ભાગ પાડ્યા છે. જે જાણવા યોગ્ય
સમકિત
૨૯