________________
સમ્યગ્નાનથી પદાર્થો જણાય છે અને દર્શનથી તેના ઉપર શ્રદ્ધા કરાય છે.
આચાર્યોના આવા ચિંતનથી સ્પષ્ટરૂપે જણાય છે કે દર્શનનો અર્થ સભ્યશ્રદ્ધા યથાર્થ નિશ્ચય છે. દર્શન તે આત્માનો ગુણ છે. મિથ્યાદર્શન તે તેનો અશુદ્ધ પર્યાય છે અને સમ્યગ્દર્શન એનો શુદ્ધ પર્યાય.
દર્શનની આગળ ‘‘સમ્યગ્' વિશેષણ લગાવવાનું મુખ્ય કારણ એ છે કે જે દેખાય છે અને જેના પર શ્રદ્ધા થાય છે તે શુદ્ધ અને સત્ય હોય. ‘‘સમ્યગ’’નો અર્થ શુદ્ધ કે સત્ય થાય છે.
દા.ત. સમ્યગ્દષ્ટિ ગાયને ગાય અને ઘોડાને ઘોડો કહેશે. મિથ્યાદષ્ટિ પણ એ જ રીતે જોશે અને કહેશે. બહારથી બંનેની દૃષ્ટિ સરખી જ હોય છે. પણ આ દર્શન અધૂરું છે. સમ્યગ્દર્શી ગાય અને ઘોડાને પોતાની જેમ આત્મા-ચૈતન્યયુક્ત પ્રાણી માને છે. તેમને પણ સુખદુઃખનો અનુભવ થાય છે. અને તેનો આત્મા અને પોતાનો આત્મા સરખો જ છે. આ કારણથી પોતાના નિમિત્તથી તેને હાનિ કે દુઃખ ન પહોંચે તેની કાળજી રાખે છે. આવા પ્રકારની આત્મવત્ સર્વભૂતેષુની ભાવનાથી એ જુએ છે, પરંતુ મિથ્યાદષ્ટિ આ પ્રકારથી જોતો નથી. તે ગાય અને ઘોડાને પશુ સમજી તેની જોડે પશુ જેવો જ વ્યવહાર કરે છે. તેઓનાં સુખદુઃખનો તેને ખ્યાલ હોતો નથી. તે પોતાના આત્મા અને પશુઓના આત્માઓને અલગ જ સમજે છે. આમ સભ્યષ્ટિ અને મિથ્યાટષ્ટિના બાહ્યા દર્શન સરખા હોવા છતા અંતરમાં સત્યને સમજવામાં ફરક હોય છે. અને તેથી જ દર્શન જોડે સમ્યગ્ એમ જોડીને સમ્યગ્દર્શન એ જ સાચું દર્શન છે તેમ કહેવામાં આવે છે.
આત્માનો એક પર્યાય છે જે ગાય કે ઘોડાના રૂપમાં છે. તે પર્યાય રહે કે ન રહે પણ તેની અંદરનો આત્મા તો રહેવાનો જ છે તે શાશ્વત છે અને તેના ગુણો અને પોતાના આત્માના ગુણો સરખા જ છે. આ આત્મા પૂર્વે ઘણાં પર્યાયમાં રહી ચૂકયો છે અને ભવિષ્યમાં પણ રહેશે. આમ વિભાવ દશામાં રહેલો આત્મા એક દિવસ સ્વભાવમાં સ્થિર થશે અને ત્યારે તેને મુક્તિ પ્રાપ્ત થઈ શકશે આ પ્રકારનું દર્શન તે સભ્યષ્ટિ આત્માનું હોય છે. જેનામાં બાહ્લાદષ્ટિમાં અંતરનું સત્ય સમાયેલું રહે છે.
‘‘સમ્યગ્” શબ્દ દર્શનની પૂર્વે લગાવવાનું મહત્વ શું છે? તેનો ઉત્તર એ છે કે “સમ્યગ્’ શબ્દ લગાવવાથી તે દર્શનમાં એક વિશેષતા આવી જાય છે. તે દર્શન એક આધ્યાત્મિક રત્ન બની જાય છે. કોઈપણ પ્રકારનું દર્શન કરી તે માર્ગ ઉપર ચાલવાથી મોક્ષ મળતો નથી. દર્શન સત્ય (સમ્યગ્) અને ખોટા (મિથ્યા) બંને પ્રકારના હોય છે. બંને જુદા માર્ગો છે. પણ એક મોક્ષ અને આત્મલક્ષી અને બીજો સંસારલક્ષી. બંનેમાં દર્શનતત્ત્વ તો છે જ.
૨૮
સમકિત