________________
“શિ' ઘાતુનો પ્રસિદ્ધ અર્થ છે “આલોક” દેખવું-જોવું. તેનો અર્થ શ્રદ્ધા થતો નથી અને ન તો કોઈને દર્શન કહેવાથી “શ્રદ્ધા” એમ અર્થ કરવો સમજાય છે. તો અહીંયા “દર્શન” એટલે “શ્રદ્ધા” એમ કેમ કહેવામાં આવ્યું છે? તેનું સમાધાન આ પ્રમાણે છે કે આ મોક્ષમાર્ગનું પ્રકરણ છે. અને તેમાં તત્ત્વાર્થોને એવી રીતે જોવાના છે કે તે જોવાથી તેના ઉપર જ શ્રદ્ધા થઈ જાય, તે સિવાય બીજું બધું મિથ્યા લાગે. અને આવું શ્રદ્ધાન આત્માના પરિણામથી થાય છે. જોવું અને તેના ઉપર શ્રદ્ધા તે એકમેકમાં એવી રીતે મળી ગયેલા હોય કે બંને ક્રિયા જુદી રહેતી નથી. આજ કારણથી દર્શન શબ્દના “શ્રદ્ધા”, “રુચિ,” “સ્પર્શ” અને “પ્રતીતિ” જેવા શબ્દોને પર્યાયવાચી બતાવ્યા છે. આ જ કારણ છે કે આચાર્યોએ “દર્શન” શબ્દના અર્થને વધારે મોટો કર્યો છે. જેમ કે પ્રવચનસાર ટીકામાં કહયું છે કે "दर्शनशब्देन निजशुद्धात्मश्रद्धानरुपं सम्यगदर्शनं ग्राह्यम ।" - સમ્યગદર્શન (પાનું ૧૯૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય,
બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧) દર્શન શબ્દથી નિજશુદ્ધ આત્મશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનને ગ્રહણ કરવું. નિયમસાર તાત્પર્યવૃત્તિમાં પણ કહ્યું છે કે "दर्शनमपि जीवास्तिकायसमुपजनितपरम श्रद्धानमेव भवति ।" । - સમ્યગદર્શન (પાનું ૧૯૧, લેખકઃ પૂ. અશોકમુનિ, પ્રકાશકઃ દિવાકરજ્યોતિ કાર્યાલય, બાવર (રાજસ્થાન) વર્ષ ૧૯૮૧) શુદ્ધ જીવાસ્તિકાયથી ઉત્પન્ન થતું જે પરમ શ્રદ્ધાન છે તે જ દર્શન કહેવાય, જ્યાં તત્ત્વ ઉપર નિશ્ચય, શ્રદ્ધાન, વિવેક કે રુચિ આત્મલક્ષી હોય તે જ “સમ્યગદર્શન” કહેવાય. ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ સ્પષ્ટ બતાવ્યું છે કેઃ
ના નાફ માd, રંસો ય સહા” - ઉત્તરાધ્યયન સૂત્ર; ગાથા ૨૮.૩૫ (પાનું ૧૫૬, લેખકઃ પૂ. લીલમબાઈ મહાસતીજી, પ્રકાશકઃ ગુરુમાણ ફાઉન્ડેશન, (પારસધામ, ઘાટકોપર, મુંબઈ, વર્ષ ૨૦૦૯). સમકિત