________________
મનુષ્યના આત્મવિકાસની યાત્રા સમ્યક્દર્શનથી શરૂ થાય છે અને સમ્યકશક્તિ ઉપલબ્ધ થવાથી પૂર્ણ થાય છે. જે યાત્રાનો પ્રારંભ સમ્યકથી થાય છે તેને મંઝિલ પણ સાચી જ મળે છે. આમ
સમ્યક” અને “દર્શન” બંને હોય તો જ સફળતા મળે છે. “સમ્યક” અને “દર્શન'' બંને મળીને અર્થ થાય છે તે પૂર્ણ સમગ્ર કે યથાર્થ જોવું. આમ કોઈપણ વિષયને પૂર્ણરૂપે અને યથાર્થરૂપે જોવું. અને તેના ઉપર શ્રદ્ધા કરવી. જે વસ્તુ જેમ છે તેમ જોવું. આમ સમ્યગ્રદર્શન એ છે કે જેમાં મનુષ્યની બધી જ પૂર્વ ધારણાઓ, પૂર્વગ્રહ, અહંકાર, પક્ષપાત અને પૂર્વગ્રહિત વિચારધારાઓ સમાપ્ત થઈ જાય છે, કે બદલાઈ જાય છે. તેના બદલે જે દર્શન થાય છે તે સત્ય જ રહે છે. આવી આનંદમયે શ્રદ્ધાપૂર્ણ અવસ્થાને “સમ્યગદર્શન” કહેવાય છે.
સમ્યગદર્શનને વધારે ઊંડાણમાં સમજવા માટે એ જોઈએ કે સમ્યગદર્શન કયાં કયાં લક્ષણો ધરાવતાં વ્યક્તિઓને થાય છે?
૧. જ્યારે મનુષ્યનું મન જૂની માન્યતાથી મુક્ત થાય છે. અને તેના ઉપર બેઠેલી શ્રદ્ધા તૂટી
જાય છે. (કારણ કે પૂર્વગ્રહો જોડે ભરાયેલું મન નવા સાચા દર્શનને જોઈ શકતું નથી.)
પોતાનું જ સાચું એમ નહીં પણ સાચું તે પોતાનું એમ જ્યારે માનવા લાગે છે. ૨. જ્યારે વ્યક્તિમાં અપ્રમાદ અવસ્થા થાય. સજાગ મન થાય તે જ સમ્યગદર્શન પામી શકે
૩. જ્યારે વ્યક્તિને જીવનમાં અનાસક્તિ હોય. (અનાસક્તિનો અર્થ પણ સાચું એ પોતાનું
એમ જ્યારે માનતો હોય છે. કોઈપણ પ્રિય કે અપ્રિય વસ્તુ ઉપર રાગ અને દ્વેષ ન
હોય. બંનેથી મન અલિપ્ત જ સમ્યગદર્શન કરી શકે છે. ૪. જ્યારે સર્વ વિશ્વ તરફ મૈત્રીભાવ હોય સમ્યક્ હિતદષ્ટિ હોય, વિશ્વ પ્રતિ આત્મીયતા હોય
છે ત્યારે જ વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં આત્મલક્ષી સમ્યક્ વિચાર કરી શકે છે. આજ
સમ્યગદર્શનની ભૂમિકા છે. ૫. જ્યારે વ્યક્તિ નિર્ભય હોય છે. સમ્યગદર્શન માટે નિર્ભયતા ખૂબ જ આવશ્યક છે. તેનાથી
સાચાનો સાથ આપવામાં સરળતા રહે છે. ૬. જ્યારે બધાં સંબંધોમાં અનાસક્તિ રહે. જેમ કે પરિવાર, સમાજ, સંપ્રદાય વગેરે ઉપર
મોહ ન હોવાથી સમ્યગ્રદર્શનમાં સરળતા રહે છે. ૭. જયારે આત્મલક્ષી તત્ત્વો ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય.
આમ ઉપર બતાવેલા લક્ષણો સમ્યગદર્શન માટે જરૂરી છે. તેમાં ખાસ જોઈએ તો “દર્શન” શબ્દને “શ્રદ્ધા” જોડે સરખાવ્યો છે.
૨૬
સમકિત