________________
બાકીનો બધો જ ત્યાગ કરે છે. તેને સંપૂર્ણ વિશ્વાસ થઈ જાય છે કે હવે આત્મા માટે હિતકારી શું છે અને શું નથી. આમ દૃષ્ટિ ઉપર જે મેલ છે તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આંતરિક શાંતિ મળતી નથી.
જેમ દર્પણમાં ચહેરા ઉપર લાગેલો ડાઘ દેખાય છે તે દર્પણ સાફ કરવાથી ડાઘ જતો નથી. ચહેરાને સાફ કરો તો જ દર્પણમાં ડાઘનું પ્રતિબિંબ સાફ થાય છે. આ જ રીતે બહારના દોષો ત્યારે જ ટળી શુદ્ધ થાય છે, જ્યારે વ્યક્તિ પોતાની અંતરદૃષ્ટિ શુદ્ધ કરે છે, નહીંતર ત્યાં સુધી જીવનના દર્પણ ઉપર અનેક દોષ અને કલંક લાગેલા રહે છે. અંતરદૃષ્ટિની શુદ્ધતા સંસારસાગરને, ક્ષીરસાગરસમ મધુર બનાવે છે. આવી દૃષ્ટિની શુદ્ધિ, એકાગ્રતા અને આંતરિક પરિવર્તન જ જૈનદર્શનની ભાષામાં “સમ્યગદર્શન” કહેવાય છે.
આજના મનુષ્યો આટલા દુઃખી, નિરાશ અને ચિંતામાં કેમ છે? કારણ કે તે સમ્યગ્રદર્શનને પામ્યા નથી કાં તો પામ્યા હતા તે ખોઈને બેઠા છે. તેઓ વસ્તુઓને અને પરિસ્થિતિઓને તેમના યથાર્થ રૂપમાં જોતા નથી. તેઓ આસ્રવ અને બંધને સુખ માને છે અને સંવર અને નિર્જરાને કષ્ટ માને છે. અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ માનવાના ભ્રમથી તેમનો વિકાસને બદલે વિનાશ થાય છે.
મનની નિર્મળતા અને યથાર્થદર્શન તે બે એકબીજાની સાથે રહે છે. યથાર્થદર્શન માટે મનની નિર્મળતા આવશ્યક છે. અને જેમ જેમ યથાર્થદર્શન થાય છે તેમ તેમ મન વધુ નિર્મળ બનતું જાય છે. મનની નિર્મળતાનો પ્રારંભ સમ્યગ્રદર્શનની સતત પ્રક્રિયાથી થાય છે. આનાથી મન નિર્મળ થવાનું ચાલું થાય છે અને જેમ જેમ નિર્મળ થાય છે તેમ તેમ યથાર્થદર્શન યોગ્ય થ તું જાય છે.
સમ્યગદર્શનની પ્રક્રિયાઓ શું છે અને તેનો અર્થ શું છે?
સમ્યગ્દર્શનની પ્રક્રિયાઓનો અર્થ એ છે કે દરેક સમસ્યાઓને તેના મૂળ રૂપમાં શોધવી, સિદ્ધાંતો અને તત્ત્વોની સાથે મેળવી તેનું સમાધાન આત્મલક્ષીય દૃષ્ટિથી કરવું. અને આવું સમાધાન અંતરચક્ષુના દર્શન જોડે જ થાય છે. તે દર્શન જ સર્વહિતકર છે. આ અંતરની આંખ હજારો આવરણોને ચીરીને સત્યનો સાક્ષાત્કાર કરે છે. આ દર્શન જીવનની દિવ્ય સૃષ્ટિનું સર્જન કરે છે. આ સાચું દર્શન, “સમ્યગ્દર્શન' પોતે પોતાનામાં જ એક ધર્મ છે. આત્માનો મૂળ સ્વભાવ છે. આ દર્શનથી જ દરેક સમસ્યાનો સાચો રસ્તો નીકળે છે.
સમકિત
૨ ૫